________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૮) શક્તિની પ્રતીત હોય છે. પૂર્ણ શક્તિની પ્રતીત કરીને તેનો આશ્રય લેવાથી જ સાધકદશા શરૂ થઈને પૂર્ણ દશા પ્રગટે છે.
* “અહો! મારું સર્વજ્ઞપદ પ્રગટવાની તાકાત મારામાં વર્તમાન ભરી જ છે –આમ સ્વભાવસામર્થ્યની શ્રદ્ધા કરતાં જ તે અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને અંતર્મુખ કરી દે છે. સ્વભાવ-સન્મુખ થયા વિના સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત થાય નહિ.
* અંતરમુખ થઈને સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત કરતાં તેમાં મોક્ષની ક્રિયા-ધર્મની ક્રિયા આવી જાય છે. જે જીવ સ્વભાવસમ્મુખ થઈને તેની પ્રતીત કરતો નથી અને નિમિત્તની સન્મુખતાથી લાભ માને છે તે જીવને વિષયોમાંથી સુખબુદ્ધિ ટળી નથી ને સ્વભાવબુદ્ધિ થઈ નથી.
* સ્વભાવની બુદ્ધિવાળો ધર્મી જીવ એમ જાણે છે કે માથું કાપનાર કસાઈ કે દિવ્યવાણી સંભળાવનાર વીતરાગદેવ એ બન્ને મારા જ્ઞાનના જ્ઞયો છે. તે જ્ઞયોને કારણે મને કાંઈ નુકશાન કે લાભ નથી તેમ જ તે શેયોને કારણે હું તેને જાણતો નથી. રાગ-દ્વેષ વગર સમસ્ત યોને જાણી લેવાની સર્વજ્ઞશક્તિ મારામાં છે. કદાચ અસ્થિરતાનો વિકલ્પ આવી જાય તોપણ ધર્મીને આવી શ્રદ્ધા તો ખસતી જ નથી.
* પોતાના જે પૂર્ણસ્વભાવને પ્રતીતમાં લીધો છે તેના જ અવલંબનના બળે અલ્પકાળમાં ધર્મીને પૂર્ણ સર્વજ્ઞતા ખીલી જાય છે.
* જય હો તે સર્વજ્ઞતાનો અને સર્વજ્ઞતાના સાધક સંતોનો !
(આત્મધર્મ અંક નં. ૧૨૦)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com