________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૬) ઉ. ના અગુરુલઘુત્વ ગુણના કારણે એમ થતું નથી; કારણ કે(૧) પરથી આત્માનું અને આત્માથી પરનું કાર્ય થાય તો
દ્રવ્ય પલટીને નાશ પામે, પણ એમ બનતું નથી. (૨) આત્મા નિશ્ચયથી સ્વપરપ્રકાશક પોતાના આત્માને
જાણે છે, અને
(૩) પુસ્તકના શબ્દોને, જીવ પોતાના જ્ઞાનવડે, વ્યવહારથી
જાણે છે, અને ચશ્માં તેમાં નિમિત્ત માત્ર બને છે.
પ્ર. ૧૨૯ બ્રાહ્મી તેલના વપરાશથી કે બદામ વગેરે ખાવાથી
બુદ્ધિ વધે-એ માન્યતા બરોબર છે?
ઉ. ના; કેમકે એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યનું કોઈ કામ કરી શકે નહિ, તેથી બ્રાહ્મી તેલના માલિશ વગેરેથી બુદ્ધિ વધે એ માન્યતા ખોટી છે-એમ અગુરુલઘુત્વ ગુણ બતાવે છે.
પ્ર. ૧૩૦-દૂધમાં છાશ પડવાથી દહીં થાય-એમ માનવું તે
બરોબર છે?
ઉ. ના; છાશ પડવાથી દહીં થાય તો પાણીમાં પણ છાશ
પડવાથી દહીં થવું જોઈએ; છાશના પરમાણુ જુદા અને દૂધના પરમાણુ જુદા છે. છાશરૂપ પર્યાયવાળા પરમાણુમાં પણ દરેકમાં અગુરુલઘુત્વ ગુણ હોવાથી તે દૂધના પરમાણમાં પ્રવેશી શકે નહિ, પણ દ્રવ્યત્વ ગુણના કારણે દૂધરૂપ પર્યાયવાળા પરમાણુઓ સ્વયં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com