________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૭) પ્ર. ૪૨૪-સહકારી કારણ કોને કહે છે? 3. નિમિત્તકારણને સહકારી કારણ પણ કહે છે?
દષ્ટાંતઃ- “અઘાતિકર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે; મોહકર્મનો ઉદય થતાં શરીરાદિકનો સંયોગ આકુળતાનું બાહ્ય સહકારી કારણ છે. અંતરંત મોના ઉદયથી રાગાદિક થાય અને બાહ્ય અઘાતિકર્મોના ઉદયથી રાગાદિકના કારણરૂપ શરીરાદિકનો સંયોગ થાય ત્યારે આકુળતા ઊપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતિકર્મોનો ઉદય રહે છે, પણ તે આકુળતા ઉપજાવી શકતો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો, માટે એ અઘાતિકર્મોનો નાશ પણ આત્માને ઈષ્ટ જ છે.........
(મોક્ષમાર્ગપ્રકાશક-પાનું ૩૦૮–૩–૯) [ અહીં દ્રવ્યમોહકર્મના ઉદયને અંતરંગ અને શરીરાદિને બાહ્ય સહકારી કારણ કહ્યાં છે. આકુળતામાં તે બન્ને નિમિત્ત કારણો છે.] પ્ર. ૪૨૫-જીવને બીજા દ્રવ્યો ઉપકાર કરે છે એવું કથન
તત્ત્વાર્થ સૂત્રમાં આવે છે તેનો શો અર્થ છે? ઉ. શ્રી પરમાત્મપ્રકાશ અo ૨ ગા) ર૬-૨૭ માં એવી મતલબ કહ્યું છે કે-પરદ્રવ્યો જીવને ઉપકાર કરે છે તે વ્યવહારકથન છે, અર્થાત્ ખરેખર ઉપકાર કરતાં નથી, પણ સ્વસંવેદન લક્ષણથી વિરુદ્ધ વિભાવ-પરિણતિમાં રત થયેલા જીવને તે જ નિશ્ચયથી દુઃખના કારણ (નિમિત્તકારણ ) છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com