________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
' (૧૯૬) હતો. અહીં પોતાના કરણ-સાધનને સાધકતમ (ઉત્કૃષ્ટ સાધન) કહેલ છે. પ્ર. ૪રર-સહકારી કારણનો અર્થ શો? તે દષ્ટાંત આપી
સમજાવો. ઉ. સ્વયમેવ જ ગમનાદિ ક્રિયારૂપ પ્રવર્તતા જે જીવ-પુદ્ગલ
તેને ધર્માસ્તિકાય સહકારી કારણ છે. તેમાં તેનું કારણપણું એટલું જ છે કે જ્યાં ધર્માદિક દ્રવ્ય હોય ત્યાં જ ગમનાદિ ક્રિયારૂપ જીવ-પુદ્ગલ પ્રવર્તે છે.
(જાઓ, ગોમ્મદસાર-જીવકાંડ, ગા. પ૬૭ મોટી ટીકા.) પ્ર. ૪૨૩- અન્વયરૂપ કારણ કોને કહે છે? ઉ. સમ્યગ્દષ્ટિ સાધક અવસ્થામાં ચારિત્રગુણના પરિણમનમાં મિશ્રદશા હોય છે તેમાં શુદ્ધ દશા તે ઉપાદાન કારણ છે અને તે સાથે અવિનાભાવપણે રહેતા શુભભાવ નિમિત્ત હોવાથી તેને અન્વય કારણ કહેવામાં આવે છે.
દષ્ટાંત - “ મહાવ્રત ધાર્યા વિના સકલ ચારિત્ર કદી પણ હોય નહિ, માટે એ વ્રતોને (મહાવ્રતોને) અન્વયરૂપ કરણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને ચારિત્ર કહ્યું છે, જેમ અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થતાં તો સમ્યકત્વ હોય વા ન હોય, પરંતુ અરહંતદેવાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ કદી પણ હોય નહિ માટે અરહંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.....”
(ગુજ0 મોક્ષમાર્ગપ્રકાશક-પાનું ૩ર૬.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com