________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૪) ઉ. સૌથી મોટો આકાર અનંતપ્રદેશાત્મક આકાશનો, સૌથી નાનો આકાર એકપ્રદેશી પરમાણુ તથા કાલાણુનો હોય છે, અને તે બન્નેની વચ્ચેના આકારવાળાં અસંખ્યપ્રદેશી જીવ દ્રવ્ય, ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય હોય છે. પ્ર. રર૭-પ્રત્યેક દ્રવ્યમાં કયો પર્યાય એક અને કયા પર્યાયો
અનંત હોય છે? ઉ. પ્રત્યેક દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણના કારણે વ્યંજનપર્યાય એક હોય છે, અને તે (દ્રવ્ય) માં અનંત ગુણો હોવાથી તેના
અર્થપર્યાયો અનંત હોય છે. પ્ર. ર૨૮-જીવદ્રવ્યમાં વિભાવભંજનપર્યાય ક્યાં સુધી હોય છે? ઉ. ચૌદમા * ગુણસ્થાન સુધી સર્વ સંસારી જીવોને વિભાવ
વ્યંજન પર્યાય હોય છે, કારણ કે ત્યાં સુધી જીવને પરનિમિત્ત (પૌલિક કર્મ) સાથે સંબંધ રહે છે.
* મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કહે છે. ગુણસ્થાન ૧૪ છે
૧. મિથ્યાત્વ, ૨. સાસાદન, ૩. મિશ્ર, ૪. અવિરત સમ્યગદષ્ટિ, ૫. દેશવિરતિ, ૬. પ્રમત્તવિરત, ૭. અપ્રમત્તવિરત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિકરણ, ૧૦. સૂક્ષ્મસામ્પરાય, ૧૧. ઉપશાતમોહ, ૧૨. ક્ષીણમોહ, ૧૩. યોગીકવલી, ૧૪. અયોગીકવલી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com