SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭૩) તે દ્રવ્યના પૂરા ભાગમાં હોય છે. દ્રવ્યની માત્ર બાહ્યાકૃતિને આકાર કહેવાય નહિ, પણ તેના કદ (volume) ને આકાર કહેવાય. પ્ર. ૨૨૩-જીવનો આકાર કેવી રીતે સંકોચ-વિસ્તાર પામે છે તે દષ્ટાંતથી સમજાવો. ઉ. ૧. ભીના-સૂકા ચામડાની માફક જીવના પ્રદેશો પોતાની શક્તિથી સંકોચ-વિસ્તારરૂપ થાય છે. ૨. નાના મોટા શરીરપ્રમાણ સંકોચ-વિસ્તાર થવા છતાં અને પોતાના એક એક પ્રદેશમાં પોતાના બીજા પ્રદેશો અવગાહુના પામવા છતાં મધ્યના આઠ ચકાદિ પ્રદેશો સદાય અચલિત રહે છે. અર્થાત તેઓ એકબીજામાં અવગાહના પામતા નથી. પ્ર. ર૨૪-સિદ્ધ દશામાં જીવનો આકાર કેવડો અને કેવો હોય છે? ઉ. સિદ્ધનો આકાર છેલ્લા શરીરથી કિંચિત્ ન્યૂન (ઊણો) અને પુરુષાકાર હોય છે. (બૃહદ્ દ્રવ્યસંગ્રહુ-ગાથા ૧૪, ૫૧ તથા ટીકા) પ્ર. ૨૨૫-સમાન આકારવાળાં દ્રવ્યો કયા છે? ઉ. ૧. કાલાણુ અને પરમાણુ પુદ્ગલ દ્રવ્ય ૨. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. પ્ર. ૨૨૬-સૌથી મોટો આકાર, સૌથી નાનો આકાર અને તે બન્નેની વચ્ચેનાં આકારવાળાં કયા દ્રવ્યો છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy