________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૭)
(સર્વથા ) પરિણામી જ હોય તો (૧) સંયોગ પર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે, અને (૨) જો તેઓ સર્વથા અપરિણામી હોય તો જીવ-અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થ સિદ્ધ થાય છે; જો આમ છે તો આસ્રવાદિ સાત તત્ત્વો કઈ રીતે સિદ્ધ થાય છે?
7)
66
,
ઉ. જીવ અને અજીવ દ્રવ્યો ‘ કથંચિત્ પરિણામી ' હોવાથી બાકીના પાંચ તત્ત્વોનું કથન ન્યાયમુક્ત સિદ્ધ થાય છે.
‘ કંચિત્ પરિણામીપણું' તેનો અર્થ એ છે કેઃ
જેમ સ્ફટિકમણિ જો કે તે સ્વભાવથી નિર્મળ છે તો
પણ જાસુદ પુષ્પ વગેરેની સમીપે ( (પોતાની લાયકાતના કારણે ) પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે, પર્યાયમાં સ્ફટિકમણિ જોકે ઉપાધિનું ગ્રહણ કરે છે, તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને તે છોડતો નથી; તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે, પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જોકે પર પર્યાયપણે (૫૨દ્રવ્યના લક્ષે થતા અશુદ્ધ પર્યાયપણે ) પરિણમે છે તોપણ નિશ્ચયનયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. પુદ્દગલ દ્રવ્યનું પણ તેમ જ થાય છે. આમ જીવ–અજીવનું પરસ્પર અપેક્ષાસહિત પરિણમન હોવું તે જ ‘કથંચિત્ પરિણામીપણું ' શબ્દનો અર્થ છે.. ”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com