________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
ઉ.
(૧૪)
માને છે, પણ આ જીવની ક્રિયા છે, તેમાં પુદ્દગલ નિમિત્ત છે તથા આ પુદ્દગલની ક્રિયા છે, તેમાં જીવ નિમિત્ત છેએમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. ઈત્યાદિ ભાવ ભાસ્યા વિના તેને જીવ–અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ, કારણકે જીવ-અજીવ જાણવાનું પ્રયોજન તો એ જ હતું તે આને થયું નહિ.”
(મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ પાનું-૨૨૯)
પ્ર. ૧૦-અજ્ઞાનીને આસ્રવતત્ત્વ સંબંધી કેવી શ્રદ્ધા હોય છે ?
66
તે આસ્રવ તત્ત્વમાં જે હિંસાદિરૂપ પાપાસ્રવ છે તેને તો હેય જાણે છે તથા અહિંસારૂપ પુણ્યાસ્રવ છે તેને ઉપાદેય માને છે. હવે એ બન્ને કર્મબંધનાં જ કારણ છે. તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદર્શન છે............
...-----
હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની દ્વેષ-પરિણતિથી પોતે જ પાપ બાંધે છે. તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુ-અવશેષ વિના તે જીવે નહિ, માત્ર પોતાની પ્રશસ્તરાગ-પરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે. એ પ્રમાણે એ બન્ને હૈય છે, પણ જ્યાં વીતરાગ થઈ દષ્ટાજ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં જ નિર્બંધતા છે, માટે તે ઉપાદેય છે. હવે, એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે, આ પણ બંધનું કારણ છે–ય છે; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com