________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫) વળી રાગ-દ્વેષ-મોહરૂપ જે આગ્નવભાવ છે તેનો નાશ કરવાની તો (તેને) ચિંતા નથી અને બાહ્યક્રિયા વા બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે, પણ એ મટાડવાથી કાંઈ આસ્રવ મટતા નથી....... અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદિરૂપ રાગાદિભાવ છે તે જ આસ્રવ છે. તેને ન ઓળખવાથી આસ્રવતત્ત્વનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ-પાનું ૨૨૯-૨૩૦) પ્ર. ૧૧-સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા
કેવી રીતે આવી જાય છે. ઉ. ૧. મોક્ષતત્ત્વ સર્વજ્ઞ–વીતરાગ સ્વભાવ છે. તેના ધારક શ્રી
અરહંત સિદ્ધ છે. તે જ નિર્દોષ દેવ છે; તેથી જેને
મોક્ષતત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. ૨. સંવર-નિર્જરા નિશ્ચયરત્નત્રય સ્વભાવ છે. તેના ધારક
ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે તે જ નિગ્રંથ-દિગમ્બર ગુરુ છે, તેથી જેને સંવર-નિર્જરાની
સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની શ્રદ્ધા છે. ૩. જીવ તત્ત્વનો સ્વભાવ રાગાદિ ઘાતરહિત શુદ્ધ ચૈતન્યપ્રાણમય છે. તેના સ્વભાવ સહિત અહિંસા-ધર્મ છે; તેથી જેને શુદ્ધ જીવની શ્રદ્ધા છે તેને (પોતાના
આત્માની) અહિંસારૂપ ધર્મની શ્રદ્ધા છે. પ્ર. ૧૨- દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ શું છે? ઉ. શ્રી અરહંત અને સિદ્ધ પરમેષ્ઠી દેવ છે; અને ભાવલિંગી દિગમ્બર મુનિ-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com