________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૦) પ્ર. ૩૪૪-આત્માનું જ્ઞાન તે નિશ્ચય અને શરીરની ક્રિયા કરવી
તે વ્યવહાર-એમ માનનાર કયા અભાવને તથા કયા ગુણને
ભૂલે છે? તે સાત તત્ત્વોમાં કયા ભેદને માનતો નથી ? ઉ. (૧) તે અત્યંતાભાવ અને અગુરુલઘુત્વ ગુણને ભૂલે છે. (૨) શરીર, પુદ્ગલ-પરમાણુ દ્રવ્યની અવસ્થા હોવાથી
તેની ક્રિયા (અવસ્થા) જીવ કરી શકે એમ માનનાર સાત તત્ત્વોમાંથી જીવ અને અજીવ તત્ત્વની
ભિન્નતાને સમજતો નથી. પ્ર. ૩૪૫-જીવ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુકૂળ અથવા
પ્રતિકૂળ માને છે તે કયા અભાવને ભૂલે છે? ઉ. તે અત્યંતભાવને ભૂલે છે. પ્ર. ૩૪૬-આ ઉપરથી સાચું શું સમજવું? ઉ. ખરેખર કોઈ પણ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ, કોઈ જીવને
માટે અનુકૂળ અથવા પ્રતિકૂળ છે જ નહિ. તે તો માત્ર શેય જ છે. વાસ્તવમાં અજ્ઞાન-રાગદ્વેષરૂપ મલિન ભાવ જીવને પોતાને માટે પ્રતિકૂળ છે, તથા નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન અને વીતરાગભાવ તે જ પોતાને માટે અનુકૂળ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com