________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૬ ) ઉ. ૧. ઉપાદાન કારણના આશ્રયથી–સામર્થ્યથી જ નિમિત્તને
હેતુ કહેવામાં આવે છે; પણ ઉપાદાન વિના પરને કાર્યનું નિમિત્ત કહી શકાતું નથી. નિમિત્ત તો માત્ર કયા ઉપાદાને કાર્ય કર્યું તેને બતાવનારું (અભિવ્યંજક ) છે.
(જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૮ આધારે ) ૨. “ઉપરનું કથનનું સાધક દષ્ટાંત એ છે કે અગ્નિ અગરુ (સુખડ) દ્રવ્યના ગંધનો વ્યંજક થાય છે.
( પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૯) ૩. “તેવી રીતે જો કે દેહ, ઈન્દ્રિય અને તેના વિષયો, કોઈ ઠેકાણે જ્ઞાન અને સુખના અભિવ્યંજક હોય છે, પણ તે સ્વયં જ્ઞાન અને સુખરૂપ થઈ શકતાં નથી.
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૬૦) ૪. “ જ્યાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં
વિષયો શું કરે છે.” (પ્રવચનસાર ગાથા-૬૭) ૫. “અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના ગુણની ઉત્પત્તિ કરી શકાતી
નથી; તેથી (એ સિદ્ધાન્ત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે.” (સમયસાર-ગાથા ૩૭ર)
આથી સિદ્ધ થાય છે કે આત્માને ઈન્દ્રિયજન્ય જ્ઞાન તથા સુખ થવામાં શરીર-ઈન્દ્રિયો અનુત્પાદક હોવાથી અકિંચિત્કર છે.
નિમિત્ત કારણ તે કથનમાત્ર કારણ છે, વાસ્તવિક કારણ નથી. ખરું કારણ એક ઉપાદાનકારણ જ છે. તેનું કથન બે પ્રકારે છે-નિશ્ચયથી અને વ્યવહારથી, નિશ્ચયકારણ તે જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com