________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૭). ખરું કારણ છે; વ્યવહારકારણ તો માત્ર સહચારી પદાર્થનું જ્ઞાન કરાવવા માટે જ કહેવામાં આવે છે. પ્ર. ૪OO-જીવને સંસાર-અવસ્થામાં તો વિષયો જ્ઞાન અને
સુખ ઉત્પન્ન કરે ને? ઉ. ૧. “ના; જીવ સંસાર અને મોક્ષ બને અવસ્થાઓમાં
જ્ઞાનાદિ સ્વરૂપવાળો જ છે, તેથી આ આત્મા જ સ્વયં જ્ઞાન અથવા સુખમય હોય છે.”
(પંચધ્યાયી ભા. ૨, ગા. ૩૫૨) ૨. “મતિજ્ઞાનાદિના સમયમાં જીવ જ સ્પર્ધાદિ વિષયોને વિષય કરીને પોતે જ તે જ્ઞાન અને સુખમય થઈ જાય છે; તેથી આત્માને એ જ્ઞાન તથા સુખમાં તે અચેતન (જડ) સ્પર્શાદિ પદાર્થો શું કરી શકે ?”
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩પ૩) ૩. “મતિજ્ઞાનાદિના ઉત્પત્તિ સમયમાં આત્મા જ ઉપાદાન
કારણ છે, તથા દેહુ-ઈન્દ્રિય અને એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો તો માત્ર બાહ્ય હેતુ છે. તેથી તે અહેતુસમાન ( અહેતુવ ) છે.”
(પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૧) ૪. જો સ્પર્શાદિક વિષયો સ્વતંત્રપણે જ્ઞાનને ઉત્પન્ન કરતા
હોય તો તે જ્ઞાનશૂન્ય ઘટાદિકમાં પણ તે જ્ઞાન કેમ
ઉત્પન્ન કરતા નથી? (પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૫૪) ૫. જો એમ કહેવામાં આવે કે ચેતન દ્રવ્યમાં જ કોઈ ઠેકાણે
એ સ્પર્શાદિક પદાર્થો જ્ઞાનને ઉત્પન્ન કરે છે, પણ જો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com