SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes (૧૬૪ ) ઉ. ૧. એ કથન વ્યવહાર નયનું છે. જીવમાં આવી યોગ્યતા હોય ત્યારે કેવું નિમિત્ત હોય છે તેનું જ્ઞાન કરાવવા માટેનું એ કથન છે. ૨. જીવ પોતે જ્યારે પોતાના ઊંધા પુરુષાર્થથી તીવ્ર દોષ કરે છે ત્યારે જ કર્મના ઉદયને તીવ્ર ઉદય કહેવામાં આવે છે; પણ જો જીવ યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મનો ગમે તેવો ઉદય હોય તો પણ તેને નિર્જરા કહેવામાં આવે છે. કર્મના ઉદયના કારણે જીવ પડતો જ નથી. ૩. પ્રવચનસાર ગા. ૪૫ની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે, “ દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં, જો શુદ્ધ આત્મભાવનાના બળથી મોહભાવરૂપે જીવન પરિણમે તો બંધ થતો નથી. વળી કર્મના ઉદય માત્રથી બંધ થતો નથી. જો ઉદય માત્રથી બંધ થાય તો સંસારીને સર્વદા જ કર્મનો ઉદય વિધમાન હોવાથી સર્વદા જ બંધ થતો રહે; મોક્ષ કદી થાય જ નહિ. ૪. “દ્રવ્યકર્મરૂપ પ્રત્યયો (આસ્રવો ) નું વિધમાનપણું હોવા છતાં પણ જો જીવ રાગાદિભાવ ન કરે તો બંધાતો નથી. જો રાગાદિના અભાવમાં દ્રવ્યપ્રત્યયના ઉદયમાત્રથી જીવને બંધ થાય તો સર્વદા બંધન ચાલુ જ રહે કેમ કે સંસારીને સર્વદા કર્મોદય વિધમાન હોય છે. ,, (‘ પંચાસ્તિકાય ’–ગા. ૧૪૯, શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા) પ્ર. ૩૯૮-પરિણમનમાં (કાર્યમાં) ઉપાદાન અને નિમિત્ત એ બન્ને કારણો હોય છે; તો તેમાં નિમિત્તકારણનું કાર્યક્ષેત્ર કેટલું ? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy