________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૨૧૨ )
ઉ. શ્રી સમયસાર ગા૦ ૧૧:
व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः । भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्भवति
जीवः।। ११।।
અર્થ:- વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે–એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.
૨. શ્રી સમયસાર કળશ નં. ૬માં કહ્યું છે કેઃ
અર્થ:- આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો ( શ્રદ્ધવો ) તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવો છે આત્મા ? પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે ? શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? પૂર્ણજ્ઞાનઘન છે. વળી જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આત્મા છે. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે-આ નવતત્ત્વની પરિપાટી છોડી, આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. ૬.
૩. શ્રી સમયસાર કળશ નં. ૭માં કહ્યું છે કેઃ
અર્થ:- ત્યાર બાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે કે જે નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી.
૪. શ્રી સમયસાર ગા. ૧૩-૧૪-૧૫માં કહ્યું છે કેઃभूतार्थनाभिगता जीवजीवौ च पुण्यपापं च । आस्रवसंवरनिर्जरा बंधो मोक्षश्च
सम्यक्त्वम्।।१३।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com