________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૯૦)
ઉ. (૧) અનાદિઅનંત-જેના આદિ તથા અંત ન હોય તેને અનાદિઅનંત કહે છે. દ્રવ્ય અને ગુણ અનાદિઅનંત છે. અભવ્ય જીવનો સંસારી પર્યાય અનાદિ અનંત છે.
( ૨ ) સાદિ અનંત-ક્ષાયિકસમ્યક્ત્વ, કેવળજ્ઞાન વગેરે ક્ષાયિકભાવો તથા મોક્ષપર્યાય નવા પ્રગટ થાય છે તે અપેક્ષાએ તેઓ સાદિ (આદિ સહિત ) અને તે પર્યાયો બદલવા છતાં એવા ને એવા અનંત કાળ સુધી થયા જ કરે છે તેથી તેમને અનંત કહેલ છે. (૩) અનાદિસાંત-સંસા૨૫ર્યાય અનાદિનો છે, પણ જે ભવ્ય જીવને સંસારદશારૂપ અશુદ્ધ પર્યાયનો અંત આવે છે, તેથી તેને અનાદિસાંત કહેલ છે.
(૪) સાદિસાંત-સમ્યગ્દષ્ટિને મોક્ષમાર્ગ સંબંધી ક્ષયોપશમ તથા ઉપશમભાવ નવા નવા થાય છે તેથી તેઓ સાદિ અને તેમનો અંત આવે છે, માટે સાંત છે.
પ્ર. ૨૮૫–સાયંકાળના વાદળામાં શું બદલાતું દેખાય છે?
ઉ. તેમાં વર્ણ બદલાય છે. તે પુદ્દગલ દ્રવ્યના વર્ણ ગુણનો વિભાવઅર્થપર્યાય છે, અને તેમાં જે આકાર બદલાય છે તે તેના પ્રદેશત્વગુણનો વિભાવવ્યંજનપર્યાય છે.
પ્ર. ૨૮૬-મહાવીરપ્રભુ અને ઋષભદેવ ભગવાન-એ બન્નેનો વ્યંજનપર્યાય અને અર્થપર્યાય સરખાવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com