SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૭) પ્ર. ૨૭૭- વ્યક્ત અને અવ્યક્ત પદાર્થોના કેટલા ભેદ છે? ઉ. દરેકના બાર બાર ભેદ છે-બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિઃસૃત, અનિઃસૃત, ઉક્ત, અનુક્ત, ધ્રુવ, અધ્રુવ. પ્ર. ૨૭૮-ચારિત્રગુણના શુદ્ધ પર્યાયો ક્યા ક્યા છે? ઉ. ચાર છે-સ્વરૂપાચરણચારિત્ર, દેશચારિત્ર, સકલચારિત્ર અને યથાખ્યાતચારિત્ર. પ્ર. ૨૭૯-સ્વરૂપાચરણ ચારિત્ર કોને કહે છે? ૩. નિશ્ચયસમ્યગ્દર્શન થતાં આત્માનુભવપૂર્વક આત્મસ્વરૂપમાં, અનંતાનુબંધી કષાયોના અભાવસ્વરૂપ જે સ્થિરતા હોય છે તેને સ્વરૂપાચરણચારિત્ર કહે છે. પ્ર. ૨૮૦-દેશચારિત્ર કોને કહે છે? ૩. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની કંઈક વિશેષ શુદ્ધિ થતાં (અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનાવરણીય કષાયોના અભાવપૂર્વક) ઉત્પન્ન આત્માની શુદ્ધિવિશેષને દેશચારિત્ર કહે છે. | [આ શ્રાવકદશામાં વ્રતાદિરૂપ શુભભાવ હોય છે. શુદ્ધ દેશચારિત્રથી ધર્મ થાય છે અને વ્યવહારવ્રતથી બંધ થાય છે. નિશ્ચયચારિત્ર વિના સાચું વ્યવહારચારિત્ર હોઈ શકે નહિ] પ્ર. ૨૮૧-સકલચારિત્ર કોને કહે છે? ઉ. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની શુદ્ધિની વૃદ્ધિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy