________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૬) પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિસ્વરૂપ છે એમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં કરી શકે છે.
(જાઓ મોક્ષશાસ્ત્ર-અ. ૧, સૂત્ર ૧૫ની ટીકા-પાનું ૬૮-૬૯) પ્ર. ૨૭ર-મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે:- ૧. વ્યક્ત અને ૨. અવ્યક્ત. પ્ર. ર૭૩-અવગ્રહાદિક જ્ઞાન બન્નેય પ્રકારના પદાર્થોમાં થઈ
શકે છે? ઉ. વ્યક્ત ( પ્રગટરૂપ) પદાર્થમાં અવગ્રહાદિક ચારે જ્ઞાન હોય
છે. પરંતુ અવ્યક્ત (અપ્રગટરૂપ) પદાર્થનું માત્ર અવગ્રહ
જ્ઞાન જ હોય છે. પ્ર. ર૭૪-અર્થાવગ્રહ કોને કહે છે? ઉ. વ્યક્ત (પ્રગટ) પદાર્થના અવગ્રહજ્ઞાનને અર્થાવગ્રહ કહે છે. પ્ર. ૨૭પ-વ્યંજનાવગ્રહ કોને કહે છે? ઉ. અવ્યક્ત (અપ્રગટ) પદાર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે
પ્ર. ૨૭૬-વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહની માફક સર્વ ઈન્દ્રિયો અને
મન દ્વારા થાય છે કે કેવી રીતે ? ઉ. વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મન સિવાય બાકીની સર્વે
ઇન્દ્રિયોથી થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com