________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૫) દ્વારા મતિજ્ઞાન થયા પહેલાં જે સામાન્ય પ્રતિભાસ થાય
તેને અચક્ષુદર્શન કહે છે. પ્ર. ૧૫૬–અવધિદર્શન કોને કહે છે? ઉ. અવધિજ્ઞાનના પહેલાં થવાવાળા સામાન્ય પ્રતિભાસને
અવધિદર્શન કહે છે. પ્ર. ૧૫૭-કેવળદર્શન કોને કહે છે? ઉ. કેવળજ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય પ્રતિભાસને
કેવળદર્શન કહે છે.
(આત્મા સ્વ-પરનો દર્શક અને સ્વ-પરનો જ્ઞાયક છે). પ્ર. ૧૫૮-દર્શનોપયોગ ક્યારે ઉત્પન્ન થાય છે? ઉ. દર્શનોપયોગ છદ્મસ્થ જીવોને જ્ઞાનોપયોગ પહેલાં અને
કેવલજ્ઞાનીઓને જ્ઞાનોપયોગ સાથે જ થાય છે. પ્ર. ૧૫૯-જ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. જ્ઞાનગુણ તો નિત્ય એકરૂપ જ હોય છે, પણ તેના સમ્યક
પર્યાયના પાંચ ભેદ છે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન-આ પાંચે સમ્યજ્ઞાનના ભેદ છે. મિથ્યાજ્ઞાનના ત્રણ પર્યાયો છે. તે કુમતિ, કુશ્રુત અને
કુઅવધિ છે. એમ આઠ પર્યાયો છે. પ્ર. ૧૬૦-મતિજ્ઞાન કોને કહે છે? ઉ. (૧) પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનોપયોગપૂર્વક સ્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com