SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૦) ભાગનું દ્રવ્ય, ગુણરહિત થાય, અને એમ થતાં દ્રવ્યનો પણ નાશ થાય. (૨) જેમ, જેટલો મોટો સાકરનો ગાંગડો છે તેના તેટલા જ ભાગમાં તેના ગળપણ આદિ ગુણો છે, તેમ, જેટલા ભાગમાં દ્રવ્ય, તેના તેટલા ભાગમાં ગુણ એવી જે ક્ષેત્ર અપેક્ષા છે તે મર્યાદા ન રહે. પ્ર. ૭૬-ગુણની વ્યાખ્યામાંથી કાળ અપેક્ષા બતાવનારા-સર્વ હાલતોમાં” –એ શબ્દો કાઢી નાખવાથી શો દોષ આવે ? ઉ. કાળ અપેક્ષાએ દ્રવ્યમાં અનાદિ-અનંત સર્વ હાલતોમાં રહે તે ગુણ-એવી વ્યાખ્યા ન બને અને તેથી નીચે મુજબ દોષ આવે: (૧) ગુણ, દ્રવ્યના અમુક કાળમાં રહે તેથી બાકીના કાળમાં દ્રવ્ય ગુણરહિત થવાથી દ્રવ્યનો જ નાશ થઈ જાય. (૨) કોઈ કાળે જ ગુણની સ્થાતી (સત્તા) માનતાં દ્રવ્યની સર્વ અવસ્થામાં વ્યાપક રહેવારૂપ ગુણની મર્યાદા ન રહે. પ્ર. ૭૭-ગુણોના કેટલા પ્રકાર છે? ઉ. બે છે (૧) સામાન્ય અને (૨) વિશેષ. પ્ર. ૭૮–સામાન્ય ગુણ કોને કહે છે? ઉં. જે સર્વ દ્રવ્યોમાં હોય તેને સામાન્ય ગુણ કહે છે. પ્ર. ૭૯-વિશેષ ગુણ કોને કહે છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy