________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૨) પ્ર. ૧૦૯-સ્યાદ્વાદ કોને કહે છે? ઉ. ૧. વસ્તુના અનેકાન્ત સ્વરૂપને સમજાવવાવાળી કથન પદ્ધતિને સ્યાદ્વાદ કહે છે.
[ સ્વાત્રકથંચિત કોઈ પ્રકારે કોઈ સમ્યક અપેક્ષાએ; વાદ-કથન.]
સ્યાદવાદ અનેકાન્તનો ધોતક છે (બતાવનાર છે.) અનેકાન્ત અને સ્યાદ્વાદને ધોય-ધોતક સંબંધ છે. ૨. “...એવું જે અનંતધર્મોવાળું દ્રવ્ય તેના એક-એક
ધર્મનો આશ્રય કરીને વિવક્ષિત-અવિવક્ષિતના વિધિનિષેધ વડે પ્રગટ થતી સપ્તભંગી સતત્ સમ્યક રીતે ઉચ્ચારવામાં આવતા “સ્યા” કારરૂપી અમોઘ મંત્રપદ વડે, “જ” કારમાં રહેલા સઘળાય વિરોધવિષના મોહને દૂર કરે છે.”
(શ્રી પ્રવચનસાર-ગા. ૧૧૫ ની ટીકા.) ૩. “વિવક્ષિત (કહેલા ધારેલા) ધર્મને મુખ્ય કરીને તેનું
પ્રતિપાદન કરવાથી અને અવિવક્ષિત (નહિ કહેવા ધારેલા) ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ કરવાથી સપ્તભંગી પ્રગટ થાય છે.
સ્યાદવાદમાં અનેકાન્તને સૂચવતો “ચાત્' શબ્દ સમ્યકપણે વપરાય છે. “ચાત્' પદ એકાન્તવાદમાં રહેલા સમસ્ત વિરોધરૂપી વિષના ભ્રમને નષ્ટ કરવામાં રામબાણ મંત્ર છે.
...અનેકાન્ત વસ્તુસ્વભાવનો ખ્યાલ ચૂક્યા વિના જે અપેક્ષાએ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષાએ તેનું નિર્મીતપણું-નિયમબદ્ધપણું-નિરપવાદપણું બતાવવા માટે જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com