________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૧) ૫. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા-હર્તા થઈ શકતું
નથી
(પ્રવચનસાર ગા. ૧૬ ભાવાર્થ) ૬. જગતમાં છએ દ્રવ્યો નિત્ય ટકીને પ્રત્યેક સમયે પોતાની અવસ્થાનો ઉત્પાદ વ્યય કર્યા કરે છે; એમ અનંત જડ-ચેતન દ્રવ્યો એક બીજાથી સ્વતંત્ર છે; માટે ખરેખર કોઈનો નાશ થતો નથી, કોઈ નવાં ઉત્પન્ન થતાં નથી. તેમજ બીજા તેની રક્ષા કરી શકતા નથી; અર્થાત્ આ જગતમાં કોઈ પરને ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો છે જ નહિ .
૭. “ જીવ પર જીવોને દુ:ખી–સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે. પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતાં નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક હોવાથી મિથ્યા છે–ખોટી
(શ્રી સમયસાર ગા. ર૬૬ ભાવાર્થ) પ્ર. ૩૭૦-રોગના કારણે દુ:ખ અને તેના અભાવે સુખ થાય
છે- એવી માન્યતામાં સત્યાસત્યપણું શું છે? ઉ. રોગ શરીરની અવસ્થા છે, શરીર તો પુદ્ગલ જડ છે. તેને સુખ-દુઃખ હોય નહિ. જીવ પોતાની અજ્ઞાનતાથી શરીરમાં એકત્વબુદ્ધિ ન કરે તો તેને સુખ-દુઃખની લાગણી ન ઉદભવે.
જ્ઞાની, શરીરની રોગગ્રસ્ત દશાના કારણે પોતાને જરાય દુઃખ થયું માનતો નથી. તેને પોતાની સહનશક્તિની નબળાઈથી અલ્પ દુઃખ થાય છે, પણ તે ગૌણ છે, કારણ કે
છે. )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com