________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૨૦૮)
૪. નિમિત્ત સાથેનો સંબંધ એક સમય પૂરતો હોય છે એમ સૂક્ષ્મ દૃષ્ટિવાન જાણે છે. છદ્મસ્થનો જ્ઞાનોપયોગ અસંખ્યાત સમયનો છે, માટે નિમિત્ત મેળવવાની શોધ નિરર્થક છે.
૫. નિમિત્ત પોતાનું ઉપાદાન છે અને સ્વઉપાદાન તરીકે પોતાનું કાર્ય પોતામાં કરે છે. જો તે પર ઉપાદાનનું કાર્ય અંશે પણ કરે અર્થાત્ ૫૨ ઉપાદાનને ખરેખર અસર કરે, તેને ટેકો આપે, તેના ઉપર પ્રભાવ પાડે, તેને લાભ-નુકશાન કરે, મદદ કરે, બળ આપે-વગેરે, તો નિમિત્તે બે કાર્યો કર્યાં-એક પોતાનું અને બીજું ૫૨ ઉપાદાનનું એમ ઠરે; એમ માનનાર દ્વિક્રિયાવાદી હોવાથી તે અરિહંતના મતનો નથી.
૬. ગતિમાનાદિ નિમિત્તોને ( અસદ્ભૂત વ્યવહારનયે ) નિમિત્તકર્તા-હેતુકર્તા–કહેવામાં આવે છે. બીજાં નિમિત્તોથી તેનો પ્રકાર જુદો બતાવવા માટે તેમ કહેવામાં આવે છે, પણ તે નિમિત્ત ઉપાદાનનું કાંઈપણ કામ ખરેખર કરે છે એવું જ્ઞાન કરાવવા માટે નથી. સર્વ પ્રકારનાં નિમિત્તો ઉપાદાન પ્રત્યે ધર્માસ્તિકાયવત્ ઉદાસીન કારણો છે. (જુઓ, ‘ઇષ્ટોપદેશ ’–ગા. ૩૫.) ૭. જીવ-પુદ્ગલ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયની ઉપસ્થિતિ ન હોય એમ બને નહિ; તેમ જ્યારે ક્ષણિક ઉપાદાન, કાર્ય માટે તૈયાર હોય ત્યારે અનુકૂળ નિમિત્ત ઉપસ્થિત ન હોય એમ બને નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com