________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૨૦૯ )
૮. નિમિત્તકા૨ણ ઉપાદાનકારણ પ્રત્યે નિશ્ચયે ( ખરેખર ) અકિંચિત્કર ( કાંઈ નહિ કરનારું છે તેથી જ તેને નિમિત્તમાત્ર, બલાધાનમાત્ર, સહાયમાત્ર, અહેતુવત્ એવા શબ્દોથી સંબોધવામાં આવે છે.
૯. નિમિત્ત એમ જાહેર કરે છે કે ઉપાદાનનું કાંઈ કાર્ય મેં કર્યું નથી; મારામાં તેનું કાર્ય કરવાની શક્તિ નથી; પણ તે કાર્ય ઉપાદાને એકલાએ કર્યું છે.
૧૦. નિમિત્ત-વ્યવહાર અને ૫દ્રવ્ય છે ખરાં; પણ તે આશ્રય કરવા યોગ્ય નથી તેથી તે હેય છે.
[જીઓ, શ્રી સમયસાર ગા. ૧૧૬ થી ૧૨૦ ની ટીકા શ્રી જયસેનાચાર્યકૃત, પા. ૧૮૨. દ્રવ્યસંગ્રહ ગા. ૨૩ ની ટીકા તથા સિદ્ધચક્રવિધાન પૂજા છઠ્ઠીની જયમાળા ( કવિવર સંતલાલકૃત ) જય ૫૨ નિમિત્ત વ્યવહાર ત્યાગ પાયો નિજ...' ]
૧૧. જેટલાં કાર્યો છે તેટલા નિમિત્તોનાં સ્વભાવભેદ છે, પણ એકેય સ્વભાવભેદ એવો નથી કે જે પરનુંઉપાદાનનું કાંઈ કાર્ય ખરેખર કરે.
૧૨. કોઈ વખતે ઉપાદાનકારણ નિમિત્તમાં અતિશય ધરી દે છે અને કોઈ વખત નિમિત્તકા૨ણ ઉપાદાનમાં બલાત્કારથી નાના ચમત્કાર ઘુસાડી દે છે-એવી માન્યતા જૂઠી છે. તે બે દ્રવ્યોની એકતાબુદ્ધિ બતાવે છે. નિમિત્તકારણ માટે પાંચમી વિભક્તિ વાપરવામાં આવે છે તેથી તે આરોપિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com