SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૨૧૦) કારણ મટી નિશ્ચયકારણ થઈ જતું નથી. નિમિત્તકા૨ણ થવા માટે પરિશ્રમ, તીવ્ર યાતના કે ઘોર તપસ્યા કરવી પડે છે-એ માન્યતા જાઠી છે. ૧૩. કાર્યની ઉત્પત્તિ વખતે ઉપાદાન અને નિમિત્ત-બન્ને અવિકલ કારણ હોય છે; એવી વસ્તુસ્વભાવની સ્થિતિ છે. ૧૪. પૃથ્વી, જલ, તેજ અને વાયુ-એ નિમિત્તોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે–એમ માનનારને શ્રી આચાર્ય કહે છે કે, ઉપાદાન વિના કોઈ કાર્ય ઊપજતું નથી. ૧૫. છયે દ્રવ્યોમાં અનાદિ-અનંત પ્રત્યેક સમયે કાર્ય થયા જ કરે છે; કોઈપણ સમય કોઈપણ દ્રવ્યમાં કાર્ય વિનાનો હોતો નથી, અને તે પ્રત્યેક કાર્ય વખતે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ-બન્ને સુનિશ્ચિતપણે હોય છે. ન હોય તેમ કદી બનતું નથી. ૧૬. ઉપાદાનકારણ હોય અને ગમે તેવું નિમિત્તકારણ હોયએમ માને તે પણ મિથ્યામતિ છે, કેમકે ઉપાદાનને અનુકૂળ જ ઉચિત નિમિત્તકારણ હોય છે. ૧૭. નિમિત્તકારણ આવે તો જ ઉપાદાનમાં કાર્ય થાય એવી માન્યતા પણ જૂઠી છે, કેમકે દરેક ક્ષણિક ઉપાદાનકારણ વખતે નિમિત્તકારણ હોય જ છે. ૧૮. ઉપાદાન-નિમિત્ત બન્ને એક સાથે પોતપોતાના કારણે હોય જ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy