________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૭) ઉ. મોહ અને યોગના નિમિત્તથી થવાવાળી, આત્માના
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર ગુણોની અવસ્થાઓને
ગુણસ્થાન કહે છે. (ગો. જીવકાંડ ગાથા ૨ની ટીકા) પ્ર. ૨૪૦-ગુણસ્થાનના કેટલા ભેદ છે? ઉ. ચૌદ ભેદ છે:- ૧. મિથ્યાત્વ, ૨. સાસાદન, ૩. મિશ્ર, ૪. અવિરત સમ્યગ્દષ્ટિ, ૫. દેશવિરત, ૬. પ્રમત્તવિરત ૭. અપ્રમત્તવિરત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિકરણ, ૧૦. સૂક્ષ્મસામ્પરાય, ૧૧. ઉપશાન્તમોહ, ૧૨. ક્ષીણમો, ૧૩. સયોગીકવલી, અને
૧૪. અયોગીકવલી, પ્ર. ૨૦૫-ગુણસ્થાનોનું આ નામ હોવાનું કારણ શું છે? ઉ. ગુણસ્થાનોનાં આ નામ હોવાનું કારણ મોહનીયકર્મ અને
યોગ છે. પ્ર. ૨૭૬-કયા કયા ગુણસ્થાનનું કયું નિમિત્ત છે? ઉ. આદિનાં ચાર ગુણસ્થાન માટે દર્શનમોહનીયકર્મનું નિમિત્ત
છે. પાંચમા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન પર્યત આઠ ગુણસ્થાન માટે ચારિત્રમોહનીયકર્મનું નિમિત્ત છે; અને તેરમા અને ચૌદમાં ગુણસ્થાન માટે યોગનું નિમિત્ત છે.
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન દર્શનમોહનીયકર્મના ઉદય નિમિત્તે થાય છે. તેમાં આત્માના પરિણામ મિથ્યાત્વરૂપ થાય છે.
ચોથા ગુણસ્થાન માટે દર્શનમોહનીય કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમનું નિમિત્ત છે. આ ગુણસ્થાનમાં આત્માના નિશ્ચયસમ્યગ્દર્શનપર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com