________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
( ૧૧૦ )
(૪) સ્વભાવ-દ્રવ્યના આશ્રયે રહેલ ત્રિકાલી શક્તિરૂપ અનંત ગુણો છે તે સ્વભાવ.
પ્ર. ૩૧૦-પુદ્દગલ પરમાણુના સ્વચતુષ્ટય સમજાવો.
ઉ. ( ૧ ) દ્રવ્ય-પોતાના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વાદિ અનંત ગુણોથી તેમ જ તેના સર્વ પર્યાયો રૂપ અખંડ વસ્તુ તે પુદ્દગલનું સ્વદ્રવ્ય.
(૨) ક્ષેત્ર-પુદ્ગલ પરમાણુનો એક પ્રદેશ તે તેનું સ્વક્ષેત્ર. (૩) કાળ-નિત્ય સ્વભાવને નહિ છોડીને નિરન્તર ક્રમબદ્ધ પોતપોતાના અવસરે નવા નવા પર્યાયોનો ઉત્પાદ થયા કરે છે તે પુદ્ગલના નિજ પરિણામનું નામ
સ્વકાળ.
(૪) ભાવ-પુદ્દગલ દ્રવ્યના આશ્રયે રહેલા જે સ્પર્માદિ અનંત ગુણો છે તે તેનો સ્વભાવ.
પ્ર. ૩૧૧-ક્ષેત્રની અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયને સરખાવો. ઉ. ત્રણેનું ક્ષેત્ર સરખું અર્થાત્ એક છે.
પ્ર. ૩૧૨-કાળ અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાય સરખાવો. ઉ. દ્રવ્ય અને ગુણો ત્રિકાલ અને પર્યાય એક સમય પૂરતો. પ્ર. ૩૧૩–દ્રવ્ય અને પર્યાયમાં ભેદ-અભેદ સમજાવો.
ઉ. સંખ્યાથી દ્રવ્ય એક અને તેના પર્યાયો-અનંત; કાલથી દ્રવ્ય-ત્રિકાલ અને પર્યાય-એક સમયનો; ભાવથી ભેદ; કેમકે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ જાદું જાદું છે. ક્ષેત્ર બન્નેનું સરખું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com