________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૧.
( ૧૯૪ )
તેના દૃષ્ટાંતો:
....સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્ચારિત્રમાંથી એક પણ ન હોય તો ત્યાં મોક્ષમાર્ગ થાય જ નહિ....”
k
(મોક્ષમાર્ગપ્રકાશક-ગુજરાતી આ. પા. ૩૧૫.) ૨. “ જેને ઉ૫૨ કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના ( ભેદવિજ્ઞાનના ) સદ્દભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે:- જેમ પ્રચંડ અગ્નિવડે તપ્ત થયું થયું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદયવડે ઘેરાયું થકું પણ ( અર્થાત્ વિઘ્ન ક૨વામાં આવતાં છતાં પણ ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી. કેમ કે હજા૨ કા૨ણો ભેગા થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે, કારણ કે તેને છોડતાં સ્વભાવ-માત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે સત્તા નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે.........
99
(શ્રી સમયસાર ગા. ૧૮૪-૧૮૫ ની ટીકા. ગુ. આવૃત્તિ ) [અહીં બાહ્ય હજા૨ કારણોને તથા પ્રચંડ કર્મોદયને અસમર્થ કારણ કહ્યાં છે. ]
૩. “હવે કારણ તો અનેક પ્રકારનાં હોય છે. કોઈ કારણ તો એવાં હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય; જેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com