________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૧૭૭)
અર્થ:- એકલા ઉપાદાનથી કાર્ય થતું હોય તો પવનની મદદ વિના જહાજ પાણીમાં કેમ ચાલતું નથી ?
ઉ. (૧) “ સû વસ્તુ અસહાય જા, તહાઁ નિમિત્ત હૈ કૌન;
જ્યાં જહાજ પરવાહ મેં, તિથૈ સહજ વિન પૌન.”
(બનારસી વિલાસ )
અર્થ:- જ્યાં પ્રત્યેક વસ્તુ
સ્વતંત્રપણે પોતાની
અવસ્થાને ( કાર્યને ) પ્રાપ્ત કરે છે ત્યાં નિમિત્ત કોણ ? જેમ જહાજ પ્રવાહમાં સહજ પવન વિના જ તરે છે.
ભાવાર્થ:- જીવ અને પુદગલ દ્રવ્ય શુદ્ધ યા અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાનામાં પરિણમન કરે છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન થઈ પરિણમન કરે છે. કોઈ નિમિત્ત તેને આધીન બનાવી શકતું નથી.
(૨) “ઉપાદાન વિધિ નિર્વચન, હૈ નિમિત્ત ઉપદેશ,
66
બસે જી જૈસે દેશમેં, કરે સુ તૈસે ભેષ.”
વિશેષાર્થ:- ઉપાદાનનું કથન નિર્વચન (અર્થાત્ એક “ યોગ્યતા શબ્દ દ્વારા જ થાય ) છે; ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે. ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ (–ભેષ) આવે છે; ઉપાદાનનો વિધિ નિર્વચન હોવાથી નિમિત્ત દ્વારા એ કાર્ય થયું એવું વ્યવહારથી કહેવામાં આવે છે.
1
ભાવાર્થ:- ઉપાદાન જ્યારે જેવું કાર્ય કરે છે ત્યારે તેવા કારણપણાનો આરોપ (–ભેષ ) નિમિત્ત ૫ર આવે છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com