________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૪) (અર્થાત્ જીવ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી જ) છે. આ કથનમાં “જીવ સ્વરૂપની અપેક્ષાએ છે-એ વાત મુખ્યપણે છે અને “જીવ પરરૂપની અપેક્ષાએ નથી” એ વાત ગૌણપણે તેમાં ગર્ભિત છે.
આમ જે જાણે તેણે જ જીવનો “સ્યાત અસ્તિ” ભંગ સાચો જાયો, પણ જો “જીવ પરની (અજીવ સ્વરૂપે) અપેક્ષાએ નથી” એવું તેના લક્ષમાં ગર્ભિતપણે ન આવે તો તે જીવનું સ્યાત્ અતિ સ્વરૂપ -જીવનું આખું સ્વરૂપ સમજ્યો નથી, અને તેથી તે બીજા છ ભંગ પણ સમજ્યો નથી.
બીજો ભંગઃ- “સ્યા નાસ્તિ.”
નીવ: સ્થાતિ નાસ્તિ થવા જીવ પરરૂપની અપેક્ષાએ (અર્થાત્ જીવ પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી) નથી જ.
આ કથનમાં “જીવ પરરૂપની અપેક્ષાએ નથી' એ વાત મુખ્યપણે છે, અને “જીવ સ્વરૂપની અપેક્ષાએ છે” એ વાત ગૌણપણે તેમાં ગર્ભિત છે.
જીવ અને પર એકબીજા પ્રત્યે અવસ્તુ છે-એમ “સ્યા નાસ્તિ” પદ સુચવે છે. આમ બન્ને ભંગ સ્વપરની અપેક્ષાએ વિધિ-નિષેધરૂપ જીવના જ ધર્મ છે. ત્રીજા ભંગ:- “સાત આસ્તિ-નાસ્તિ.”
નીવ: ચાત્ સ્તિ નાસ્તિ –જીવ સ્વરૂપની અપેક્ષાએ છે અને પરરૂપની અપેક્ષાએ નથી જ. જીવમાં વિધિ-નિષેધરૂપ બને ધર્મો એકી સાથે હોવા છતાં તેઓ વચનદ્વારા કમથી કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com