________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૩) ઉ. દરેક ગુણ પોતાના સ્વદ્રવ્યના ક્ષેત્રમાં નિરન્તર પોતાનું જ
કાર્ય કરે છે, કદી પરનું કે બીજા ગુણનું કાર્ય કરે નહિ-એ
દરેક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા છે. પ્ર. ૮૯-એવું કયું દ્રવ્ય છે કે જેમાં સામાન્ય ગુણો ન હોય? ઉ. એવું કોઈ દ્રવ્ય હોય નહિ; કેમકે દરેક દ્રવ્યમાં સામાન્ય અને
વિશેષ બન્ને પ્રકારના ગુણો હોય છે. પ્ર. ૯૦-દ્રવ્યમાં સામાન્ય ગુણ ન હોય તો શું દોષ? વિશેષ
ગુણ ન હોય તો શું દોષ? ઉ. (૧) સામાન્ય ગુણ ન હોય તો દ્રવ્યપણું જ ન રહે. (૨) વિશેષ ગુણ ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જાદુ
ન જણાય, અર્થાત્ કોઈ દ્રવ્ય પર દ્રવ્યથી જુદું
ઓળખી શકાય નહિ. પ્ર. ૯૧-સામાન્ય ગુણો કેટલા છે? ઉ. સામાન્ય ગુણો અનેક છે, પણ મુખ્યપણે જાણવા યોગ્ય છે
છે- અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ.
(૧) અસ્તિત્વ ગુણ પ્ર. ૯૨-અસ્તિત્વ ગુણને “ગુણની વ્યાખ્યામાં ઉતારો. ઉ. અસ્તિત્વ ગુણ છએ દ્રવ્યના પોતપોતાના પૂરા ભાગમાં અને
તેની સર્વ હાલતોમાં રહે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com