Book Title: Char Gatina Karno Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/007253/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ णमोत्यु णं समणस्स भगवओ महावीरस्सा ચાર ગતિનાં કારણો. પહેલા ભાગ શ્રી જૈન પ્રવચનના સને ૧૫૫ ના વાર્ષિક ગ્રાહકે માટેનું ભેટ પુસ્તક છૂટક નકલનું મૂલ્ય-એ યુપીઆ પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરા મચન્દ્રસૂરીશ્વરજી મહારાજ નાં પ્રવચનાનો સાર Page #2 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स । ચાર ગતિનાં કારણો [વિ. સ. ૨૦૦૬ ના ચતુર્માસ દરમ્યાનમાં પાલીતાણા મુકામે અપાએલાં પ્રવચનેામાંનાં કેટલાંક પ્રવચનેાનું સંકલન કરીને તૈયાર કરાએલું ટૂંક સારભૂત અવતરણ. ] પહેલા ભાગ શ્રી જૈન પ્રવચન અવાડિકના સને ૧૯૫૫ ના વાર્ષિક ગ્રાહકોને ભેટ પુસ્તક માટેનું . • : પ્રવચનકાર : પૂ. સકલાગમરહસ્યવેદી, પરમ ગીતા, સ્વત આચાય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી-પટપ્રભાકર, પૂ. સિદ્ધાન્તમહાધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાન્તના પટ્ટાલ કાર પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચરપતિ, આચાય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસુરીશ્વરજી મહારાજ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી જેને પ્રવચન પ્રચારક સાર્વજનિક ધાર્મિક ટ્રસ્ટની વતી મેનેજર–ચીમનલાલ નાથાલાલ શાહ [સં. શ્રી જૈન પ્રવચન] પ્રકાશન–સ્થલ : શ્રી જૈન પ્રવચન કાર્યાલય ઠે. શેઠ શ્રી મનસુખભાઈની પોળ સામે, દવાખાનાને મેડે, કાલુપુર રોડ- અમદાવાદ. પુસ્તકાકારે પ્રથમવૃત્તિ . . . . . . નકલ ૨૧૨૫ શ્રી વીર સં. ૨૪૮૦ વિક્રમ સં. ૨૦૧૦ સને ૧૯૫૪ છૂટક નકલનું મૂલ્ય. . . . . . . બે રૂપીઆ .: મુદ્રક : મણિલાલ છગનલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું પ્રાથન પૂ. સિદ્ધાન્તમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરી ધરજી મહારાજાના પટ્ટાલંકાર પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, કચ્છ-માંડવીમાં પેાતાના શિષ્ય-પ્રશિષ્યાદિ મુનિવરેાની સાથે વિ. સં. ૨૦૦૪ નું ચતુર્માસ કરીને, કચ્છ દેશનાં તીર્થોની યાત્રાએ નીકળ્યા હતા અને શ્રી ભદ્રેશ્વરજી તીર્થમાં, તેઓશ્રીની નિશ્રામાં, ચૈત્ર માસમાં, શ્રી અરિહંતાદિ નવ પદ્મનું વિધિ પૂર્વક સામુદાયિક આરાધન થયું હતું. ત્યાર આદ, ત્યાંથી ઉગ્ર વિહાર કરતે કરતે, તેઓશ્રી સુરતના શ્રીસંઘની વિનંતિથી સુરત પધાર્યા હતા અને વિ. સં. ૨૦૦૫ નું ચતુર્માસ તેઓશ્રીએ સુરતમાં જ કર્યું હતું. વિ. સં. ૨૦૦૫ નું ચતુર્માસ સુરતમાં કરીને, મુંબાઇમાં વસતા જૈન ભાઈ એની આગ્રહભરી વિનંતિને લક્ષ્યમાં લઈ ને, તેઓશ્રીએ, મુંબાઈ તરફ વિહાર લખાવવા ધાર્યાં હતા; પરન્તુ સુરત જીલ્લાનાં જુદાં જુદાં ગામાના શ્રીસંઘેાની આગ્રહભરી વિનંતિ હોવાથી, મુંબાઈ તરફ વિહાર લંબાવતાં પૂર્વે, તેઓશ્રીએ સુરત જીલ્લાનાં ગામામાં વિહાર કરવા માંડયો હતા અને નવસારી આવીને મુંબાઈ તરફ વિહાર લંબાવવાની તેઓશ્રીની ભાવના હતી. તેઓશ્રી ચૈત્ર સુદીમાં નવસારી પધાર્યાં અને નવસારીમાં પણ તેઓશ્રીની તારક નિશ્રામાં, શ્રી અરિહન્નાદિ નવ પદોનું વિધિપૂર્વક સામુદાયિક આરાધન શરૂ થયું. આ દરમ્યાનમાં બન્યું એવું કે એ સમયે, તેઓશ્રીના પૂ. ગુરૂદેવ-પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, પાલીતાણા મુકામે વિરાજતા હતા; અને ત્યાંથી પૂ. ગુરૂદેવશ્રીના પુણ્ય દેહને લગતા એવા સમાચાર આવવા Page #5 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે પામ્યા, કે જેને લઈને તરત જ પૂ. આચાર્યદેવશ્રીએ મુંબાઈ તરફ વિહાર લંબાવવાની પિતાની ભાવનાને મોકુફ રાખી દીધી અને પાલીતાણું પૂ. ગુરૂદેવશ્રીની સેવામાં પહોંચી જવાને નિર્ણય કરી લીધે. આ નિર્ણય મુજબ, ચિત્રી એની પૂર્ણ થતાંની સાથે જ, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ પિતાને વિહાર પાલીતાણું , તરફ લંબાવ્યો અને જેઠ સુદી પાંચમના શુભ દિવસે તો તેઓશ્રી પિતાના પૂ. ગુરૂદેવ–પૂ. આચાર્યદેવ શ્રીમદવિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની સેવામાં પહોંચી ગયા. - એ વખતે, શ્રી સિદ્ધગિરિજીની તળેટીમાં આવેલી જૈન સંસાયટીમાંના શેઠ શ્રી નગીનદાસ કરમચંદ સંઘવીના “રસિકનિવૃત્તિ-નિવાસ” નામના બંગલામાં, પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજા વિરાજતા હતા; આથી, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી પણ ત્યાં જ પધાર્યા અને એથી પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનું તે દિવસનું પ્રવચન પણ, એ જ બંગલામાં થયું. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીના પહેલા દિવસના પ્રવચનને સાંભળવાને માટે એકત્રિત થઈ ગયેલાં ભાઈ–બેનેના વિશાલ સમુદાયને જોતાં, સૌને લાગ્યું કે–પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીના પ્રવચનને માટે તે, આ સ્થાન ઘણું જ નાનું પડશે. આથી, બીજા દિવસથી જ, ત્યાં નજદીકમાં આવેલા શેઠ શ્રી બકુભાઈ મણિલાલના બંગલાના વિશાલ હોલમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનું પ્રવચન ગોઠવવામાં આવ્યું. પછી શરૂ થયું ચતુર્માસ. ગામ–ગામથી અને દેશ-દેશથી સંખ્યાબંધ ભાઈ–બેને શ્રી સિદ્ધગિરિજીની અને સાથે સાથે બનને ય પૂ. આચાર્યદેવેની છાયામાં ચતુર્માસ કરવાને માટે Page #6 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ આવી પહોંચ્યાં. એને લઈને, શેઠ શ્રી બકુભાઈ મણિલાલના મંગલાનેા વિશાળ હાલ પણ ઘણા નાના પડવા લાગ્યા અને પ્રમ પાવનકારી પર્વાધિરાજ શ્રી પયુ ષણાપર્વની આરાધના અત્રે સૌ સાથે કેમ કરી શકશે, એના માટો વિચાર થઈ પડ્યો. આગેવાન ગહસ્થા મળ્યા અને તેમણે શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વંડામાં એક ઘણા વિશાલ અને ઘણા સુશાલિત મંડપ ખડા કરાવ્યા. શ્રાવણ વદી ત્રીજ઼થી, એ નૂતન મંડપમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચને રાજ અપેારે થવા લાગ્યાં અને આ વ્યવસ્થા થતાં, શ્રોતાજનાની સંખ્યામાં પણ ઘણા મેાટો ઉમેરો થવા પામ્યા. એ દરમ્યાનમાં, પાલીતાણામાં શાસનરક્ષાના એક ખાસ નોંધપાત્ર અનાવ બનવા પામ્યા હતા. સેાનગઢવાળા કાનજીસ્વામિએ પાલીતાણા આવીને, પોતાના મતના પ્રચાર કરવાની મેટી ચેાજના ઘડી કાઢી હતી અને તે ચેાજનાને અનુસારે, કાનજીસ્વામી, પેાતાના સંખ્યાબંધ ભક્તોની સાથે પાલીતાણા આવી પહોંચ્યા હતા. પાલીતાણામાં આવીને, તેમણે, પેાતાના મતનાં પ્રચારક વ્યાખ્યાને અને તેને મેટા કાર્યક્રમ પ્રગટ્ કર્યાં. આથી, અનેક ભદ્રિક. આત્માને કુમતમાં ફસાઇ પડતા બચાવી લેવાને માટે, પૂ. સિદ્ધાન્તમહાદધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ, કાનજીસ્વામી ઉપર એક પત્ર મેાકલાબ્યા; અને, શ્રી જૈન સિદ્ધાન્તાના સંબંધમાં સ્પષ્ટ ખૂલાસાઓ કરવાને માટે, પેાતાના પધરપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજને પેાતે મેકલશે, એવા ભાવનું લખાણ પણ તેમાં લખી મોકલાગ્યું. કાનજીસ્વામિએ, આ પત્રના કશે જ જવાબ તે આપ્યા Page #7 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે નહિ, પરંતુ પાલીતાણામાંના પિતાના વસવાટને અને પિતાનાં વ્યાખ્યાનેને જે કાર્યક્રમ પ્રગટ થઈ ચૂક્યો હતો, તે સઘળા ય કાર્યક્રમને રદ કરીને, એકાએક કાનજીસ્વામી સોનગઢ ચાલ્યા ગયા. આમ થવાથી, કાનજીસ્વામિને સ્પષ્ટ ખૂલાસાઓ કરવાને માટે ‘પાલીતાણા એ અનુકૂળ સ્થલ નથી એમ લાગ્યું હોય અને “સોનગઢ” એ અનુકૂલ સ્થલ છે–એમ લાગ્યું હોય, તે તે માટે જાતે સોનગઢ આવવાની તૈયારી દર્શાવતું પત્ર પણ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કાનજીસ્વામી ઉપર લખ્યો અને તે પત્ર રજીસ્ટર્ડ કરાવીને, સેનગઢ કાનજીસ્વામી ઉપર રવાના કરાવાયો. હવે તે, કાનજીસ્વામિએ એ પત્ર જ લેવાની ટપાલીને ના કહી દીધી અને એથી “માલિકે લેવા ના પાડવાથી મોકલનારને પાછો ”—એવા શેરા સાથે તે પત્ર, ટપાલખાતાએ પાલીતાણું પાછો મોકલી આપે. આમ, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીની પાલીતાણા મુકામે એ સમયે હાજરી હોવાથી, કુમતના પ્રચારની કાનજીસ્વામિની મુરાદ બર આવી શકી નહિ અને તેમની આખી ય પેજના સર્વથા નિષ્ફળ નિવડી. ઉપર જણાવેલા સંયોગોમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ વિ. સં. ૨૦૦૬ નું ચતુર્માસ પાલીતાણામાં કર્યું હતું. એ વખતે, પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં જ પૂ. પ્રવચનકાર મહાત્મા શ્રીનાં ઘણાં–ખરાં જીન્દાં પ્રવચને થયાં હતાં. પાલીતાણામાં થયેલાં એ પ્રવચનમાંથી, કેટલાંક પ્રવચનેની નોંધ લેવામાં આવી હતી. એ નોંધને ટૂંકાવીને અને પરસ્પર મેળવીને Page #8 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ એવી રીતિએ તૈયાર કરવામાં આવી, કે જેથી વાંચકને પ્રાય: સળંગ વાચન મળ્યા કરે. આમ છતાં પણ, કેટલીક રેજની ભૂમિકાની પણ અગત્યની વાતે રહી જવા પામે નહિ, એ માટે એ નૈધને અમુક વિભાગમાં વહેંચી નાખવામાં આવી હતી. એ નેંધને આમ અમુક વિભાગોમાં વહેંચી નાખીને, શ્રી જૈન પ્રવચન અઠવાડિકમાં પ્રગટ કરી હતી. એવા વિભાગે પૈકીના ચાર વિભાગે આ પહેલા ભાગમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આ પ્રવચનેની નોંધને, શ્રી જૈન પ્રવચનમાં “કષાયે અને ઈન્દ્રિથી જીતાવું એ જ આત્માને સંસાર છે!-અનેકષાય અને ઈન્દ્રિયેથી મૂકાવું એ જ આત્માને મેક્ષ છે !”–આવા મથાળાથી પ્રગટ કરવામાં આવી હતી; પરન્તુ આ વિવેચનમાં મુખ્ય વિષય તરીકે “ચાર ગતિનાં કારણે” બની ગયેલ હોવાથી, આને પુસ્તકાકારે પ્રગટ કરતાં, આને ચાર ગતિનાં કારણે” એ નામ આપવું વ્યાજબી ધાર્યું છે. - પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનાં પ્રવચનોના કોઈ પણ સંગ્રહની ઉપગિતા અને ઉપકારતા વિષે કાંઈ કહેવાની જરૂર જ હોતી નથી, કારણ કે-દરેક પ્રવચન જ નહિ, પરન્તુ દરેક પ્રવચનનું દરેક વાક્ય પણ મહા ઉપયોગી અને મહા ઉપકારક છે, એવું દરેક આત્માથિને લાગ્યા વિના રહે જ નહિ, એ પિતાને અનુભવ પણ અનેકેએ પ્રગટ કરેલ છે. આથી, આ પુસ્તકની ઉપયોગિતા અને ઉપકારકતા વિષે પણ અમે આથી કાંઈ જ વધુ કહેવાને ઈચ્છતા નથી અને જેમના હાથમાં આ પુસ્તક પહોંચે, તેમને આ પુસ્તકમાંના સંગ્રહનું વારંવાર વાંચન અને મનન કરવાની જ એક માત્ર ભલી ભલામણ કરીએ છીએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે પૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પરમ પ્રભાવક અને પરમ ઉપકારક પ્રવચનના સારને પ્રચાર થાય, એવા આશયથી, જામનગરનિવાસી સ્વ. શેઠ શ્રી શાન્તિદાસ ખેતશીભાઇએ, રૂા. ૧૦૦૦૦ અંકે દશ હજાર રૂપીઆ દર વર્ષે એક ભેટ પુસ્તક છપાવવાને માટે શ્રી વીરશાસન કાર્યાલયને અર્પણ કરેલા; પરતુ શ્રી વીરશાસન કાર્યાલયના કાર્યવાહકોએ, સ્વ. શેઠ શ્રી શાન્તિદાસભાઈનો આશય બર આવે એ માટે, મજકુર આખી ય રકમ, શ્રી જૈન પ્રવચન કાર્યાલયને સુપ્રત કરી હતી. આથી, આ પુસ્તકના પ્રકાશન સમયે સ્વ. શેઠ શાન્તિદાસભાઈને આભાર પ્રગટ કરે અને એમના સમ્યજ્ઞાનના પ્રચારની અમલી ધગશની અનુમોદના કરવી, એ આવશ્યક છે. આ સ્થલે, અમે, સ્વ. શેઠ શ્રી શાન્તિદાસભાઈને સાનુદન આભાર માનીએ છીએ. પ્રાન્ત–આ પુસ્તકના મુદ્રણમાં અમારા દષ્ટિદેષથી અગર તે છપાવતાં જે ભૂલ રહી જવાને કે નવી ઉત્પન્ન થઈ જવાનો સંભવ છે તેથી, જે કાંઈ પણ અશુદ્ધિઓ રહી જવા પામી હય, તે બદલ મિચ્છા મિ દુક્કડં દઈએ છીએ; તેમ જ, અમારા અનુપયેગાદિના કારણે જ આમાં કોઈ પણ ઉક્તિ પૂ. પ્રવચનકાર મહાત્માના આશયથી વિરૂદ્ધની આવી જવા પામી હોય અને તેથી કદાચ અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાથી વિરૂદ્ધની આવી જવા પામી હોય, તે તે બદલ પણ મિચ્છા મિ દુક્કડ દઈએ છીએ અને વાંચકે ને નમ્રભાવે વિનવીએ છીએ કે-જે એવી કઈ ક્ષતિ તેમની દષ્ટિમાં આવે, તો તે તરફ અમારું ધ્યાન દોરવાની તેઓ કૃપા કરે. Page #10 -------------------------------------------------------------------------- ________________ : શીર્ષ કાનુક્રમ :, શીક શ્રી નવકાર ગણનારને સંસાર ગમે અને મેક્ષ ગમે નહિ, એ અને જ કેમ ? સંસાર હૈયે હાય ત્યાં સુધી ગમે તેટલી ક્રિયાથી સધાય નહિ : કેવા પ્રકારનાં કર્મીને ખપાવવાની ઈચ્છા છે ? અમારૂં ચાલત તેા અહી પગે ચાલત નહિ : ક્રિયા પુણ્યની તે હૈયામાં પાપ : પરમાત્મા કયારે બનાય? ... ... ... ભક્તિના સાચા લાભ મેળવવા હાય તો ભગવાનને ખરાખર ઓળખી લેા : ... કમ નબળાં પડ્યાં હોય તે ય સખળાં બને એવા આપણે નબળા છીએ : ધર્મ કરતાં ય’ સુખ આપનાર કર્મ થાડું અને દુઃખ આપનાર ક ધણું બધાય ? .. કની અસર ન હોય તે। આત્મા શરીરમાં શાના હોય ? ... તપ ખાવાની ઉપાધિ ટળે એ માટે છે : શ્રી ધના સાવાહ ઘીના દાનથી સમ્યક્ત્વ પામ્યા કે તે પણ મેક્ષ ... ... વખતના ભાવથી ? ... ... પાપેાધ્ય વિના સુખની ઈચ્છા થાય નહિઃ સંસારના સુખની ઈચ્છા ઉપર દ્વેષ કેળવા : સંસારચક્ર અંધ કેમ થાય ? આંટા આટા માટે નહિ થવા જોઈએ ઃ સંસાર ખટકો એમ કત્યારે કહેવાય ? પરમેષ્ઠિ પ્રત્યે બહુમાન કયારે પ્રગટે ? સંસારના સુખને રાગ ખટક્યા વિના શ્રી વીતરાગના શરણને પામી શકાય નહિ : દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમોદના : :: Y, સ ૩ ८ ૯ ૧૧ ૧૩ ૧૪ ૧૬ ૧૯ ૨૨ * ૨૫ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૮ ૫૦ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫ ૪ ૫૫ ચાર ગતિનાં કારણે દુષ્કતની નિન્દા અને સુકતની અનમેદના દ્વારા શ્રી વીતરાગના શરણને કેમ પમાય છે... ... ••• ઘાતી અને અઘાતી કર્મો તરફ કે ભાવ છે ? ... ૫૩ ભૂતકાળમાં કરેલી ભૂલ અહીં કરવી છે ? ... .. ધર્મસામગ્રી ઉપરનો પ્રેમ ધાવમાતા જેવો છે ? ... મેહનીય કર્મ સાથેની ગાઢ મૈત્રી : ... કમેં આપેલા સુખ-દુઃખના જ રાગ-દ્વેષીને ધર્મની સાથે શું લાગેવળગે છે ?... ... સારા-ખરાબનું માપ મોવૃત્તિ ઉપરથી કઢાય ? ... દૃષ્ટિની એકતા : ... ... કલિકાલના છના ગુણે:... .. કાલાદિના નામે કરાતે બચાવ : .. આપણી ભૂલમાં બચાવ શેધીએ અને પારકી ભૂલમાં? ... નોકરની ભૂલ નાની લાગે કે મોટી? ... •••••• માનસપરિવર્તન અંગે ઉદાહરણ: ... પિતાની ભૂલ વખતે અને પારકી ભૂલ વખતે વિચારણામાં કેટલું અન્તર રહે છે ? ... ... આ તારક સાધનને પામીને ય અનંતા તૂખ્યા, તે એમ શાથી બન્યું તે શોધવું જોઈએ, ને ? ... .. જે ભયંકર વસ્તુઓ અનંતાને ડૂબાવ્યા, તે વસ્તુ મારામાં છે " કે નહિ ?—એવો વિચાર આવ્યું છે ? તારક સાધનોને થોડા પ્રમાણમાં સેવે કે અવિધિથી સેવે, એટલા માત્રથી જ સંસારમાં રૂલે નહિ? જીવન ધર્મક્રિયામય બને, એવું કરવાનું મનમાં તે ખરું ને ભગવાન શ્રી જિનેશ્વરદે અન્તિમ ભવમાં મેહને આધીન ન બનીને સંસારમાં રહ્યા નથી. ... ... •• સંસારને ભેગવવા છતાં પણ બ્રહ્મચારીનું અને ખાવા છતાં પણ ઉપવાસીનું એક ઉદાહરણ : રાજા અને મુનિવરની માનસિક અવસ્થા : ... •.. - ૭૫ ७७ Page #12 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ , હ૩ (૫: ૧૦૩, ૦ ૧૦૮. ૦ O ૧૧૧ ૧૧૨ આવાં તારક સાધન દ્વારા પણ અનંતા કેમ ડૂખ્યા ? ... ધર્મપરિણામને સાકર જેવો બનાવી : ... ' શ્રાવકની ભાવના : •••••••• શ્રી અરિહંતાદિની ને આપણે સાચી પિછાન થાય તે--... ગુલામ હોવા છતાં પણ ગુલામીને ખ્યાલ આવતો નથી અથવા તે તે ભૂલાઈ જાય છે : ••• • • સમ્યજ્ઞાન અને સમ્યફ ક્રિયાના વેગથી મુક્તિ : ... અનુકૂળ અને ઉત્તમ સ્પર્શદિના યોગ વિના સુખ સંભવે જ નહિ-એવું માનનારા મોક્ષને નથી માનતા : ... અવિધિવાળી ધર્મક્રિયા પણ વિધિબહુમાનથી અને મોક્ષના આશયથી હેય તે અધ્યાત્મમાં ખપે : .. .. અભવ્યાદિ આ ધર્મને સેવે તે સંસારસુખને માટે જ : ... મન મેહને આધીન છે કે જિનને ? ... ... ' ... મોહના વેઠીયા કે ગુલામ ? ... અપુનબંધક અવસ્થા : ... ... શ્રી સિદ્ધોનું ને આપણું સ્વરૂપ એક છે, પણ એમનું પ્રગટેલું છે ને આપણું દબાએલું છે : ... ••• .. ••• ચરમાવર્ત જ શ્રી જિનવાણીનો પ્રવેગકાળ : ... શ્રી જિનવાણીને ઝીલવાને પ્રતાપ : .. ધર્મમાં મોક્ષનો હેતુ આવે, એટલે કર્મસત્તા પણ અનુકૂળ બનવા માંડે: ••• .. •••••• ચરમાવર્તમાં આવવા માત્રથી શું વળે ? ... નાલાયકાતને ય સાચે ખ્યાલ જોઈએ : ... શ્રી જૈન શાસનમાં મોક્ષની વાત ન હોય તે બીજું હેય પણ શું ? ... ... ભગવાનના થઈ જાવ : ... નાલાયકને ધર્મ નહિ દેવામાં પણ ઉપકાર : ... બહેશ ધર્માદાતા પણ છેતરાય એ બને: .. વિનયરત્નને પ્રસંગ : ઠોઠ નિશાળીયા જેવા તે નથી ને? ... ૧૧૪: ૧૧ર ૧૧૮ ૧૨૧ ૧૨ ૧૨૬૧૨૯ ૧૩૦. ૧૩૨ ૧૩૪ ૧૪t Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચાર ગતિનાં કારણે ૧૪૩ મહેરબાની જ મગાય : આ કાળમાં જો સાધનસંપન્નાને ય મુશ્કેલી છે, તેા સાધનહીનાનું શું થતું ?.... સુખી માણસોએ પોતપોતાનાં ક્ષેત્રોને સ ંભાળી લેવાં જોઇએ : માંધા કાળમાં જ માણસની અને પૈસાની કિંમત છે તે ? સાધર્મિક-વાત્સલ્યનાં જમણા : ખંભાતના એક પ્રસંગ : સીદાતા ક્ષેત્ર તરફ પહેલું લક્ષ્ય : તમને તે માત્ર સંપત્તિ ઘટવાના ભય છે, પણ ભૂખ્યાને તે ભૂખે મરી જવાના ભય છે : મનુષ્યભવ આદિ જે સામગ્રી મળી છે, તે મળ્યાના આનંદ કેવા પ્રકારના છે ? મનુષ્યભવમાં જન્મીને ઈચ્છા મુજબ જીવવાને માટે તમે કેટકેટલાં પાપો કર્યો છે? જન્મ તરીકે મનુષ્યજન્મનાં વખાણ થયાં નથી ... જીવવાને માટે ય કરવાં પડતાં પાપો જેને ડંખે નહિ, તેને ચાંલે શેાભા નહિ : પાપ વગર જીવી શકાય એવા આ ભવ છે : સૌથી પહેલાં તે સર્વત્યાગના સર્વોત્તમ માર્ગ જ બતાવાય ઃ... ધરમાં રહેવા છતાં પણ ખેંચાણ સાધુપણા તરફ જ થયા કરવું જોઈએ ઃ ♦ આ મનુષ્યજન્મની કિંમત પાપના ત્યાગને આભારી છે’ એટલું ય સમજાઈ જાય તાતે સમજી હોવાના દાવા કરનારાઓ પણ ખીજાની વાતમાં કેવી. મૂર્ખાઇ આચરે છે ? દેવાને ભાગે એવા ગળે વળગેલા છે કે-છૂટે જ નહિ શ્રી દશા ભદ્ર : દેવભવ કરતાં ય મનુષ્યભવની કિંમત વધારે અંકાણી છે—તેનું કારણ શું? -સાધુવેષને ખાળીને પણ શાસનની અપભ્રાજના થતી અટકાવનાર મુનિરાજ : ... ... ... ૧૪૪ ૧૪૬ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૩ ૧૫૪ ૧૫૭ ૧૬૦ ૧૬૨ ૧૬૪ ૧૬૭ ૧૬૯ ૧૭૧ ૧૭૪ १७७ ૧૮૦ ૧૮૧ ૧૮૩ ૧૮૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ સંસારમાં છૂટા પડવાની નવાઈ નથી ... : જગપૂજ્ય બનવાનું નસીબ માનવીનું જ છે : પાપ ખટકથા વિના તે પરમાત્મા ય તારી શકે નહિ : કટુંબ સાથે કરવાની વાતા : સંધનાં એટલે કૈાઇનાં નહિ કે સૌનાં ?... જૈનત્વ ઝળહળે ત્યારે ? ... * ... ... જૈનપણું આવે તે મનોવૃત્તિ ફર્યા વિના કહે નહિ : દેવદ્રવ્યમાંથી શ્રાવકા પાસે પૂજા કરાવવાની વાતા ધનહીન શ્રાવક સામાયિક લઈને શ્રી જિનમન્દિરે જાય : સંધની સામગ્રીથી પૂજા કરનારા ઃ પોતાના દ્રવ્યથી જ ધ કૃત્ય કરવાના આગ્રહવાળા એ તાકરાનું મનનીય ઉદાહરણ : શ્રાવકાને ડૂબાવી દેવાના ધંધા : ... પૂજા ગાંઠના દ્રવ્યથી જ કરવી જોઇએ :... નહિ કરનાર છતાં મનેાભવ સારો અને કરનાર છતાં મનેાભાવ ખરાખ–એ વિષે એક ઉદાહરણઃ... ... ... ... ... ... ... આવા કાળમાં ય શાસનની સુંદર પ્રભાવના થઇ શકે : દુતિના ડર પેદા કરવા સહેલા છે, પણ દુર્ગતિનાં કારણોને કર પેદા કરવા મુશ્કેલ છે : આયુષ્યબંધ માટેની સાવચેતી : દુર્ગાંતિનાં કારણેા સેવવા લાયક જ નથી ’–એમ લાગ્યા કરે એવું મન કેળવવું જોઇએ : ... ... ... પતિથિએ અને આયુષ્યબંધ : ભૂલ કરાય તો મૂળ પણ ભોગવવું પડે ! હેય તે હેય જ–એટલું ખરાખર માનતા હૈ। તે ય દુર્ગતિ તમારૂં નામ લઈ શકે નહિ નિરપરાધી ત્રસ જીવની હિંસાના ત્યાગ પણ શું સૂચવે છે? હિંસાના રસ ન હાય છતાં સ ંયાગવશ કરવી પડે છે ને? શરીર નાનું, જીવે થાડું, છતાં જાય સાતમીએ ! ...... ' ... ૧૩ ૧૯૨ ૧૯૪ ૧૯૫ ૧૯૭. ૧૯૯ ૨૦૧ ૨૦૪ ૨૦૫ ૨૦૭ ૨૦૯ ૨૧૦ ૨૧૯ ૨૨૧ ૨૨૨ ૨૨૪ ૨૨૬ ૨૨૮ ૨૩૦ ૨૩૨ ૨૩૪ ૨૩૫ ૨૩૭ ૨૪૦ ૨૪૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આરંભના દોષ તો લાગે જ છે, પણ અયતનાના દોષ કેમ વહાર છે ? ... ... મહા આરંભના હિસ્સેદારા : શ્રી જિનમન્દિરાના વહીવટ અને વીજળીના દીવાઓ : ... દેવદ્રવ્યના વ્યય કરવાની જરૂર : વાણીયાની કુનેહ : ધન સંબંધી શ્રાવકની ઇચ્છા : પરિગ્રહ પાછળ મન કેટલું બધું ધેલું બનેલું છે ?... સુખી ગૃહસ્થા જો ઉદાર અને, તે તે ગામના રાજા જેવા અતી જાય ... ચાર ગતિનાં કારણો તમને ગમ ખાતાં આવડે ? ... આવેશ વખતે આયુષ્યના અંધ પડી જાય તેા ? 46 ... ... કરનારે રાખવી જોઇએ આવી મનેવૃત્તિ કેળવા : ... ... ભયંકર હિંસાઓની અનુમેાદના : એ રાજાએ તે એ મત્રિનાં હૈયાં કેવાં હશે ? ધ્યાના પરિણામની ખામી : ૨૬૬ ... ... આપણે પાપ કરીએ, છતાં ભગવાન દુઃખથી અને અચાવી દે, એ મને નહિ : છોકરાના ખૂનીને ફાંસીની સજા થાય તે રાજી થાવ ને? ... ૨૬૮ શ્રી કુમારપાલે યુદ્ધો ખેલ્યાં છે, પણ એમના હૈયામાં ક્વી દયા, ઉદારતા તે ગંભીરતા હતી ? ... ... દુર્ગાંતિથી સામાયિકાદિ શા માટે ? ચક્રવર્તીએ ચક્રવર્તિપણે મરે તે નરકે જ જાય-ઃ ..... સામેા આજ્ઞાભંજક બની જવા પામે નહિ’–તેની કાળજી આજ્ઞા મનના ખળાપા : २७७ મારે તા ય મારવાતે ઇચ્છે નહિ અને માયું તે ગમે નહિ ... ૨૭૯ શ્રી શાલિભદ્રજીની માતાનું હૈયું કેવું હતું –એને પારખવાના પ્રયત્ન કર્યો છે ખરા ? -6 ... ... ૨૪૩ ... ૨૪૫ ૨૫૧ ૨૫૩ ... ૨૫૬ ૨૫૮ ૨૬૦ ૨૬૧ ૨૬૩ ૨૬૫ ૨૬૯ ૨૦૫ ૨૭૬ ૨૧ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૯૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ભરતાંય ય વાસિરાવી શકાય એ માટે– મૂકીને જતા નથી, હૈયે લઈને જાય છે! આ બધા પાપના વા-વટાળ છે: પ્લેગની જેમ ડરતા રહેવાનુ મન થાય તે ? જ્યાંથી છૂટીને આવ્યા ત્યાં ફરી સાવા જવું નથી ને ? અહી આવે! તા ડાહ્યા થઈ ને આવજો : સાધુ ન થવાય તે અપાર ભવાળા અને અલ્પ પરિચહવાળા અની જાવ ... ... ... આવું કરશો તો છોકરાએ તમને ગાંડા નહિ કહે, પણ ઉત્સવ ઉજવશે : ... ... ૫-૨૫ સુખી માણસો જો અહી` રહી જાય ને દેખરેખ રાખવા માંડે તે। અહીંની રોનક ફરી જાય : ... ... ... ... ... તકેદારી ... અને આ હૈયું કરે તો સુખી માણસા આ સહેલાઇથી કરી શકે કરવામાં બીજાઓને ધણી મુશ્કેલીઓ નડે ... એ કારણેા સેવાય તો ય રસ ન આવી જાય, તેની રાખવી જોઇએ : નિરનુગ્રહતા, એ ય નરકનું કારણું જેણે આપણું બગાડ્યું હોય, તેના ઉપર અનુગ્રહ કરવાથી પણ લાભ જ થાય છે: ... : અનુગ્રહ કરવાની તક આવ્યે શું કરો ?... અનુગ્રહતાથી નુકશાન લાગતું હોય તો ય તે નિરનુગ્રહતાથી થતા નુકશાન જેટલું તે નથી તે ? ૩૧૭ શ્રી નવકાર મંત્રના જાપનું ફળ મળે પણ હૈયામાં બીજા પાપભાવા હાય તેનું ય ફળ મળે તે ? આશ્રિત આદિની ભૂલોને ખમી ખાતાં અને અનુગ્રહ કરતાં શીખા : ૩૧૯ માંસભાજન : ૩૨૧ ૩૨૨ ... ... સ્થિરવેરતા : ... અગ્નિશમ્યુંમાં વૈરભાવની સ્થિરતા થઇ ગઇ, તે જ્યાં જ્યાં યાગ થયા, ત્યાં ત્યાં વૈરભાવ જાગ્યા ... ૧૫ ... ૨૯૨ ૨૯૩ ૨૯૬ ૧૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ ૩૦૨ ૩૦૪ ૩૦૬ ૩૦૯ ૩૧૦ ૩૧૨ ૩૧૪ ૩૧૫ ૩૨૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ચાર ગતિનાં કારણે વૈરભાવ તે, ખૂદ ભગવાન મળે તે ય ધર્મની પ્રાપ્તિ આદિમાં અન્તરાય કરનારે બને? ... ... ••• ૩૨૫ સર્વ વેરભાવને સંવત્સરીએ તે તજવા જ જોઈએ : ... ૩૨૭ આપણે વૈરને તજીએ પણ સામે વૈરને તજે નહિ, તે એ માટે શું કરવું જોઈએ ? ... ... | ... .. ૩૨૮ જેના મારેલા બાણને ઘા મરણતોલ નિવડ્યો, તેને વિશેષ પ્રકારે ખમાવે છે :... ... ... ... ... ૩૩૦ રૌદ્રધ્યાન અને તેના ચાર પ્રકારે : ... રૌદ્રધ્યાન, તેની તીવ્રતા અને મંદતા આદિને અંગે અનેક ભેદ વાળું બની શકે છે... ... ... ... ૩૩૩ પૈસા આવે તે પચાવવાની શક્તિ ન હોય અને જાય તે સહવાની શક્તિ ન હોય, તે શું બને? ... ... ... ૩૩ પૈસા આવવાનું પરિણામ : ... ... ... ... ૩૩૮ કેળવીને અસત્ય બોલો ને? ... ... .. ૩૩૯ ધર્મગુરૂને સઘળી સ્થિતિ જણાવવી પડે. ३४० સમ્યક્ત્વ અપાય–લેવાય તેથી લાભ : ... ... ... ૩૪૧ ધર્મના દેનાર અને ધર્મના લેનાર અંગેની ચતુર્ભગીમાં કર્યો ભાંગે સૌથી સારે ? ... વ્યવહારમાં ને ધર્મસ્થાનમાં ય અસત્ય:.. ૩૪૫ ધન સાચવવાની વૃત્તિ શું સર્જે છે ? ... , ૩૪૬ ધર્મસ્થાનોમાં આવતી ટીપને બંધ કરાવવાનો વિચાર કરવો એ ય શોભે નહિ: ••• • • • આગેવાનોનું શાણપણ: ... ગરીબ પૈસે દુઃખી અને શ્રીમંત હૈયે દુઃખીઃ ... ૩૫૧ આ કાંઈ સાદાઈ નથી : ... ... ... ૩૫ર ત્રણે ય કાળમાં દુઃખી થતા જીવો : ••• ... ૩૫૩ ત્યાગવૃત્તિથી પિતે તજે ને બીજાને ખવડાવેઃ ... ૩૫૫ ૩૪૩ ३४८ ૩૪૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ ॐ ही श्री अर्ह नमः। णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स। अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमो नमः॥ ચાર ગતિનાં કારણો પહેલો ભાગ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનકારઃ પૂ. સકલામરહસ્યવેદી, પરમ ગીતાર્થ, સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી-પટ્ટપ્રભાકર-પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકારપૂ. પરમ શાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ Page #20 -------------------------------------------------------------------------- ________________ अयमात्मैव संसारः , कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥१॥ શ્રી નવકાર ગણનારને સંસાર ગમે અને મોક્ષ ગમે નહિ એ બને જ કેમ? અનન્ત ઉપકારી, ભગવાન શ્રી અરિહંતદેવે આદિના કથન તરીકે, પરમ ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-આત્મા પિતે જ સંસાર છે અને આત્મા પોતે જ મેક્ષ છે; કષાય અને ઈન્દ્રિયોથી પરાજિત થવું, એ જ આત્માને સંસાર છે અને કષાયને તથા ઈન્યિને વિજય, એ જ આત્માને મોક્ષ છે. જે આત્માએ કમરહિત થયા, તે આત્માએ શ્રી સિદ્ધિપદે વિરાજે છે અને જે આત્માઓ કર્મસહિત છે, તે આત્માઓ સંસારમાં રહે છે. આત્મા સાથે કર્મને વેગ, એ સંસાર છે, અને આત્માનું કર્મના ભેગથી જે રહિતપણું, તે મેક્ષ છે . કષાયથી અને ઇન્દ્રિયોથી જીતાવાથી કર્મને બંધ થાય છે અને કષાયો અને ઈન્દ્રિો ઉપર વિજય મેળવવાથી કર્મના ગથી રહિત બનાય છે. મોક્ષ, એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે અને સંસાર, એ આત્માનું વિકૃત સ્વરૂપ છે. જૈન કુળમાં જન્મેલા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવેને માનનારા તથા કે સ્વરૂપ કૃત સ્વરૂપ છે ભગવાન શ્રી Page #21 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણો પૂજનારા આત્માઓને, આ વસ્તુ ગળથુથીમાંથી જ સમજાઈ ગઈ હોય, તેમાં શંકા ખરી ? આ વસ્તુ જેને સમજાઈ ગઈ હાય, તેને પોતાના આત્માના વિકૃત સ્વરૂપને કાઢવાનું અને સાચા સ્વરૂપને મેળવવાનું જે કાઈ સાધન હોય, તે ગમે કે નહિ ? આ વસ્તુ જેને સમજાઇ ગઈ હાય, તેને વિકૃત સ્વરૂપથી મુક્ત બનીને પેાતાના સાચા સ્વરૂપને પ્રગટાવવાનું મન થાય નહિ, એ મને ખરૂં? જેને આ વાત ખરાખર સમજાઈ જાય, તેને વિકૃતિને કાઢવાનું મન થયા વિના રહે જ નહિ, પણ આજે માટે ભાગ એવા છે, કે જેને આ વાત સમજાઈ નથી; આ વાત સાંભળવા અને વાંચવા છતાં ય, આ વાત હૈયે જચી નથી; એટલે, આત્માને વિકૃત સ્વરૂપથી મુક્ત બનાવીને, પોતાના સ્વરૂપમાં લીન બનાવવાનું લક્ષ્ય આવતું નથી. આપણે જે પાંચ પરમેષ્ઠિને માનીએ છીએ, જે પાંચ પરમેષ્ઠિને રાજ તમે વારંવાર નમસ્કાર કરા છે, તેમાંના એક પણ પરમેષ્ઠિના સ્વરૂપના વર્ણનમાં મેાક્ષમાર્ગની વાત આવતી ન હાય, એવું છે જ નહિ. ભગવાન શ્રી અરિહંતદેવા, મેાક્ષમાર્ગને સ્થાપીને મેાક્ષને પામેલા; શ્રી સિદ્ધભગવન્તા, મેાક્ષમાર્ગની આરાધના કરવા દ્વારા સકલ કર્મોથી રહિત બનીને શ્રી સિદ્ધિપદને પામેલા; શ્રી આચાર્યભગવન્તા, મેાક્ષમાર્ગના જ પાલક, પ્રચારક તથા સંરક્ષક; શ્રી ઉપાધ્યાયભગવન્તા, મેાક્ષમાર્ગને સેવનાર તથા મેાક્ષમાર્ગનાં નિરૂપક શાઓના જ્ઞાનનું દાન કરનારા; અને શ્રી સાધુભગવન્તા પણ, પેાતે એકાન્તે મેાક્ષમાર્ગને સેવવાની સાથે બીજાઓને મેાક્ષમાર્ગની સેવા કરવામાં સહાય કરનારા ! આ પાંચમાંથી એકના પણ સ્વરૂપદર્શનમાં, મેાક્ષમાર્ગની વાત ન હોય તે ૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ તે ચાલે નહિ. આવા પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરનારા અને એ પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કારના ફળ તરીકે સર્વ પાપના વિનાશ થાય છે એવું માનનારા તેમ જ જે ક્રિયા સર્વ પાપની વિનાશક હાય તે ક્રિયાને જ સર્વ મંગલામાં પ્રથમ મંગલ તરીકે માનનારાઓ, આત્માના શુદ્ધ સ્વરૂપને અને અશુદ્ધ સ્વરૂપને સમજે કે નહિ ? એ એમ કહી શકે ખરો કે- મને મોક્ષ ગમતા નથી અને સંસાર ગમે છે?’ એને સંસાર નથી ગમતા અને મોક્ષ ગમે છે; એને સંસારથી છૂટવું છે અને મોક્ષને મેળવવા છે; એ માટે તે એ શ્રી નવકાર મંત્રને ગણે છે! આમ છતાં ય, શ્રી નવકાર મંત્રને ગણનારો જો એમ કહે કે- મને મોક્ષ ગમતા નથી અને સંસાર જ મને ગમે છે’-તા શ્રી નવકાર મંત્રને એ જે ગણે છે, તેના હેતુ શે છે? જ્ઞાની તે ખરાખર જાણી શકે કે‘એના અમુક હેતુ છે’ અને આપણે પણ તેની ખેાલ–ચાલ, રીતભાત આદિથી અનુમાન કરી શકીએ કે‘એ . શ્રી નવકાર મંત્રને ગણે છે ખરા, પણ શ્રી નવકાર મંત્રને ગણવાનું જે ધ્યેય હેાવું જોઈએ, તે ધ્યેયને એ પામ્યા લાગતા નથી.’ શ્રી નવકાર મંત્રને ગણનારને જ્યારે આ વાત જાણ્યાને મળે અને લાગે કે હજી હું આ ધ્યેયના માર્ગે આવ્યેા નથી, તા એ જાણીને એને ધ્રુજારી ન છૂટે? એને એમ ન થાય કે—શ્રી નવકાર મંત્ર ગણવા દ્વારા રાજ હું જે પાંચ પરમેષ્ઠિને વારંવાર નમસ્કાર કરૂં છું, તેમાંના એકના પણ વર્ણનમાં મોક્ષ શબ્દને મૂકયા વિના ચાલે તેમ નથી અને મને હજુ મોક્ષ ગમતા નથી, મને હજુ સંસારથી છૂટવાનું મન થતું નથી, એ મારી કયી દશા છે? ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ } ચાર ગતિનાં કારણેા સંસાર હૈયે હોય ત્યાં સુધી ગમે તેટલી ક્રિયાથી પણ મેક્ષ સધાય નહિ : બીજું કાંઈ ન સમજાય, તેા ય એટલું તે સમજાય તે કે-મોક્ષ, એ મારૂં સાચું રૂપ છે અને સંસાર, એ મારૂં વિપરીત રૂપ છે ? મોક્ષ એટલે સંસારથી વિપરીત સ્થિતિ, એમ કહ્યા વગર તે ચાલે નહિ ને ? એમ તા થાય ને કે–મારે અત્યારની સ્થિતિ નથી જોઈતી અને જેમને હું રાજ વારંવાર નમસ્કાર કરૂં છું, તેમના સ્થાને અને ધ્યેયે મારે પણ પહાંચવું છે? સ॰ આ વાત બુદ્ધિમાં ઉતરે છે. બુદ્ધિમાં ઉતરે ને હૈયામાં નહિ ? એકલા બુદ્ધિવાળા ચેાગ્ય નથી. બુદ્ધિ હૃદયપૂર્વકની જોઈ એ. બુદ્ધિથી જે સમજાય, તે હૃદયને સ્પર્શવું જોઇએ. એને હૃદયપૂર્વકને બુદ્ધિવાળા કહેવાય. કેટલાક એવા હોય છે કે—બધું અમે સમજીએ છીએ એમ કહે, કેાઈની જોડે વાત કરવા બેસે તા એને સમજાવી પણ દે, પણ પેાતાને માટે ખાનું જ જુદું! બીજાને કહેવું હાય તા સંસાર આ, મોક્ષ આ, આત્માનું અશુદ્ધ સ્વરૂપ અમુક, આત્માનું શુદ્ધ સ્વરૂપ અમુક-એમ ડહાપણની મેાટી મોટી વાત કરે; પણ એને પૂછીએ કે-તારી શું સ્થિતિ ? તા કે–મારૂં ખાનું જુદું! આવી સમજને કાંઈ અર્થ નથી. પેાતાને પેાતાના અશુદ્ધ સ્વરૂપના અને શ્રી અરિહંતાદિના શુદ્ધ સ્વરૂપના ખ્યાલ આવવા જોઈ એ; તેમ જ, મારે મારા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે અને એ માટે હું શ્રી નવકાર મંત્રને ગણું છું—એમ થવું જોઈ એ. સંસાર, એ મારૂં અશુદ્ધ સ્વરૂપ છે અને મોક્ષ, એ મારૂં શુદ્ધ સ્વરૂપ છે, એ સમજાયા વિના Page #24 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ મોક્ષ તરફ પ્રયત્નપૂર્વકની ગતિ થવી, એ અસંભવિત છે. સ0 સંસાર છે તો મોક્ષ છે ને? વાત સાચી છે કે–સંસાર ન હતા તે મોક્ષ ન હેત, પણ હૈયામાં સંસાર હોય તે કદી પણ મોક્ષ થાય નહિ. સંસારને જે છોડે, તેને જ મોક્ષ થાય. સંસાર જેની પાસે હેય, તેને જ્યારે એમ થાય કે-મારે સંસાર નથી જ જોઈતો, ત્યારે જ એ મોક્ષમાર્ગની સાચી આરાધના કરીને મોક્ષને પામી શકે છે. મોક્ષમાર્ગની ક્રિયાઓને સેવવા છતાં પણ, જેના હૈયામાં સંસાર જ હોય, તે ગમે તેટલી ક્રિયાઓ કરે તે ય, મોક્ષને પામે નહિ. સંસાર પાસે હવા માત્રથી જ મોક્ષ સધાય નહિ-એવું નથી, પણ સંસાર પાસે હોવા છતાં ય તેનાથી છૂટવાનું જ મન હોવું જોઈએ અને તે જ મોક્ષસાધક ક્રિયા દ્વારા પણ મોક્ષને સાધી શકાય. દુઃખી જ મોક્ષે જાય અને સુખી મોક્ષે જાય જ નહિ–એમ આ શાસન કહેતું નથી. આ શાસન તે કહે છે કે–સુખી જ મોક્ષે જાય, પણ તે કયું સુખ? હૈયાનું સુખ. જેને દુન્યવી સુખ તુચ્છ લાગે, તજવા જેવું લાગે અને આત્માનું સુખ ગમે, તે મેલે જાય. હૈયાના સુખને માટે પૈસો વગેરે જોઈએ જ-એ નિયમ નહિ. પિસો હેય તે ય એનું મમત્વ જેટલું ઓછું હોય તેટલું સુખ અનુભવાય. તમે ને અમે અહીં બેઠા છીએ. અમારું કઈ ગામમાં કાંઈ સળગવાનું નથી અને તમારે તમે અહીં બેઠા છે, પણ તમારું સળગવાનું કેટલું ય ઠેકાણે છે ને? કેમ કે અમુક ઠેકાણે મારું છે, એમ તમારા હૈયામાં છે. તમે અહીં છતાં, મનમાં એ કે-અમુક ઠેકાણે મારું છે અને મારે ત્યાં જવું છે. આત્મિક સુખમાં આ મોટું વિત છે ને? સંસાર Page #25 -------------------------------------------------------------------------- ________________ = ચાર ગતિનાં કારણો પાસે હોય તો ય, હૈયામાં જે તે નજ હોય, તે કેટલું બધું સુખ અનુભવાય? સંસાર હૈયે રહે અને મેક્ષ મળે, એ બને જ નહિ. કેવા પ્રકારનાં કર્મોને ખપાવવાની ઈચ્છા છે? તમને સંસાર ગમતું નથી, સંસારથી તમારે છૂટવું છે, માટે તમે અહીં શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ આવ્યા છે ને? સંસારથી છૂટવાને માટે અને મોક્ષને પામવાને માટે કર્મથી છૂટવું જ પડે, એટલે તમે અહીં કર્મને ખપાવવાને માટે આવ્યા છે ને ?જ્ઞાનિઓએ કહ્યું છે કે-શ્રી સિદ્ધગિરિજી, એ કર્મોને ખપાવવાનું ઉત્તમ સ્થાન છે. તમે અહીં આવ્યા છે, તો તમારે કયાં કર્મોને ખપાવવાં છે? કયાં કર્મો ખપી જાય, તો તમને આનંદ થાય? દુઃખની સામગ્રી આપનારા પણ કર્મો છે, સુખની સામગ્રી આપનાર પણ કર્યો છે અને આત્માને પાપમાં જનારાં પણ કર્મો છે; આમાંથી, તમારે ક્યા પ્રકારનાં કર્મોને ખપાવવાને ખાસ ઈરાદે છે? સવ ક્રમે ક્રમે ઈચ્છા થાય ને? એટલે કે–અત્યારે તે માત્ર દુઃખને આપનારાં કર્મોને જ કાઢવાની-ખપાવવાની ઈચ્છા છે ને? દુઃખને દેનારાં કર્મોને ખપાવવાં છે અને સુખને આપનારાં કર્મોને મેળવવાં છે, એમ જ ને? એટલે, સંસારથી છૂટવું છે અને મેક્ષ મેળવે છે, એ વાત તે રહી નહિ ને ? સંસાર નથી જોઈત-એમ નહિ, પણ દુઃખ નથી ગમતું અને એથી દુઃખને આપનારાં કર્મોને ખપાવવાની ઈચ્છા છે, એમ જ ને? જેને કેવળ દુઃખ આપે એવાં જ કર્મોને ખપાવવાની ઈચ્છા છે, અને તે પણ સંસારના Page #26 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ સુખને માટે જ, તેને કદી પણ દુઃખરહિત સુખ મળે જ નહિ. દુઃખ આપે તેવાં કર્મોને ખપાવવાની ઈચ્છા તા કાને નથી ? સંસારમાં, દુઃખ કાને ગમે છે અને સુખ કાને ગમતું નથી? સૌને દુઃખના અણગમા છે અને સૌને સુખ ગમે છે, છતાં બધા દુ:ખી કેમ છે? દુઃખને દેનારા કર્મ માત્રથી છૂટવા સાથે, માત્ર સુખને જ દેનારાં કર્મોના ચાગ સાધી શકાય, એ બની શકે જ નહિ. નહિતર, સુખ માટે તરફડીયાં મારનારા જીવ દુ:ખી થાય કેમ ? સુખ આપનારાં કર્મો જેને જોઈએ છે, તેને દુઃખ આપનારાં કર્મો બંધાયા વિના રહેતાં જ નથી. જેને એકલું સુખ જ જોઇતું હાય, તેણે કર્મરહિત બનવાના જ પ્રયત્ન કરવા જોઇએ. આ વાત ખરાખર સમજી લેવી જોઈ એ. શ્રી સર્વજ્ઞ ભગવાનના શાસનના આ અર્ક છે. કહેવાતા અધ્યાત્મવાદિઓ, અધ્યાત્મની કરી વાતા કરનારાઓ, આ વસ્તુને સમજ્યા જ નથી. નાહકના કર્મની વાતથી ગભરાય છે. કર્મની સાથે રહેવું ને કર્મથી ગભરાવું, તે ચાલે ? કર્મરહિત અનવું છે, એ ઈચ્છા જ કર્મની અસરને સૂચવે છે. આત્મા વિભાવદશામાં છે, તે કર્મની જ અસર છે. આત્મા ઉપર કર્મની અસર તેા થાય જ છે, પણ એ અસરને ગણકાર્યા વિના જે પોતાના સ્વભાવમાં સ્થિર રહેવાના પ્રયત્ન કર્યા કરે, તે કર્મથી સર્વથા છૂટા અને. કર્મની અસર નથી –એમ કહેવા માત્રથી જ કાંઈ કર્મના ચેાગથી મુક્ત મની શકાય નહિ. અમારું ચાલત તે અહીં પગે ચાલત નહિ ઃ ૯ શાસ્ત્રોએ કર્મના ઘાતી-અધાતી એ વગેરે ભેદો વર્ણવ્યા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચાર ગતિનાં કારણે છે, પણ બાળ જીવને ઝટ સમજાય એ માટે જ આપણે કર્મની વહેંચણે ત્રણ પ્રકારે કરી છે. દુઃખ આપનાર કર્મ, સુખ આપનાર કર્મ અને પાપ કરાવનાર કર્મ. આ ત્રણ પ્રકારોમાંથી કયા પ્રકારના કર્મને ખપાવવાની ઈચ્છા છે, એ વાત ચાલે છે. કઈ પૂછે કે-“તમે અહીં આવ્યા શા માટે?” તે શું કહે ? પુણ્ય બંધાય એ માટે, એમ જ ને ? પણ, આ શ્રી સિદ્ધિગિરિજીની આટલી બધી મહત્તા શા માટે છે? શ્રી આદીશ્વરજી ભગવાનની પ્રતિમા બીજે નથી ? બીજે ઘણે ય ઠેકાણે શ્રી આદીશ્વરજી ભગવાનનાં પ્રતિમાજી છે, છતાં આ સ્થાને સૌ ઉલ્લાસથી દક્યા દેડક્યા આવે છે, તેને હેતુ શે? આ સ્થાનની મહત્તા સમજાયા વિના, આ સ્થાને આવ્યાથી જ્ઞાનિઓએ કહ્યા મુજબને જે લાભ થવો જોઈએ, તે લાભ થાય નહિ. તમારે કહેવું જોઈએ કે–બીજે ઘણે ય ઠેકાણે શ્રી આદીશ્વરજી ભગવાનની પ્રતિમાઓ છે, પણ અહીં ભૂમિની જે પવિત્રતા છે, તે બીજે નથી. અહીંની ભૂમિ પણ પવિત્ર છે. શાથી? તે કે–અહીં કાંકરે કાંકરે અનન્તા સિદ્ધો થયા છે. તમારે કહેવું જોઈએ કે–જો અમારું ચાલતું હોત, તે અમે આ ભૂમિ ઉપર પગ ન મૂકત, પણ માથું જ મૂકત. પગને ઉંચા રાખીને અને માથું નીચે મૂકીને અમે જે આ ગિરિરાજની ઉપર ચઢી શકતા હતા, તે અમે આ ભૂમિ ઉપર પગ મૂકત નહિ. આમ છતાં ય, આ ભૂમિ ઉપર અમે જે પગ મૂકીએ છીએ, તે પગ મૂકવાને માટે નથી મૂક્તા, પણ આ પવિત્ર ભૂમિની સ્પર્શનાથી પાવન થવાને અમારે ભાવ છે. આવું સમજીને આ ભૂમિ ઉપર જે પગ મૂકે, તે કેવી રીતિએ મૂકે? કાળજીપૂર્વક. જેમ બાપના શરીરને Page #28 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ - ૧ દબાવવાને માટે દીકરે બાપની કમ્મર ઉપર પગ મૂકે ને? આમ તે વિધિ એ જ છે કે–માતા, પિતા, ગુરૂ આદિને અથવા તો એમના આસનાદિને પણ પગ અડાડાય જ નહિ, પગ અડાડે, એ આશાતના ગણાય; પણ શરીર દાબવાભક્તિ કરવા તે પગ અડાડાય જ ને? તેમ, આ ભૂમિ ઉપર પણ, જ્યાં અનન્તા સિદ્ધ થયા એવી પવિત્ર ભૂમિ ઉપર. સ્પર્શના કરવાને માટે પગ મૂકાય. આ ભાવ અન્તરમાં હેય, તે એક એક પગલું ભરો અને અનંતા કર્મો પણ નિર્જરે, તે એમાં નવાઈ છે? ક્રિયા પુણ્યની ને હૈયામાં પાપ : સ્તવનમાં આવે છે ને કે – કજનિત સુખ તે દુઃખ રૂપ, સુખ તે આતમઝાંખ.” તે પ્રશ્ન એ છે કે તમે અહીં કયા પ્રકારનાં કર્મોને ખપાવવાને માટે આવ્યા છે? દુઃખ આપનાર, સુખ આપનાર અને પાપ કરાવનાર-એ ત્રણ પ્રકારનાં કર્મોમાંથી કયા પ્રકારનાં કર્મો ઉપર તમને ગુસ્સો આવ્યો, કે જેથી ઝટ ટીકીટ લઈને તમે અહીં દેડી આવ્યા? તમે મફત આવ્યા છે કે પૈસા ખર્ચીને? પિસા ખર્ચીને આવા મેંઘવારીના કાળમાં તમે અહીં સુધી આવ્યા, તે શા હેતુથી આવ્યા? તમે કાંઈ ગાંડા છે કે-એમ ને એમ પૈસા ખર્ચી નાખે? તમે તે ડાહ્યા છે અને ડાહ્યા હોય તે વગર લાભ ભાયે પિસા ખચી નાખવાનું ગાંડપણ થોડું જ કરે? એટલે, વાત એ છે કે તમને ક્યાં કર્મો ઉપર ગુસ્સો આવ્યો, કે જે કર્મોને ખપાવવાને માટે તમે અહીં સુધી પૈસા ખર્ચીને અને તકલીફ વેઠીને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચાર ગતિનાં કારણે ચાલ્યા આવ્યા ? સ૦ અહીં કર્મ ખપે છે એટલું માવેલું ખરું. એટલે, કર્મને ખપાવવાને માટે આવ્યા ને? કર્મને યોગ નથી ગમતે, માટે આવ્યા ને ? ઓઘથી સમજ હોય, પણ અવસરે વિશેષ સમજ મેળવવાનું મન તે થાય ને? દુઃખ આપનારા કર્મો પર ગુસ્સો છે, સુખ આપનારા કર્મો પર ગુસે છે કે પાપ કરાવનારા કર્મો પર ગુસ્સો છે, એ નક્કી કરે. ધર્મ કરનારની બેટી રીતભાતથી, ધર્મ નહિ કરનારને ધર્મ નહિ કરવાને પ્રચાર કરવામાં પિષણ મળી જાય છે. એ શું પૂછે છે? તમારા ધર્મ કરનારનાં હૈયાં કેટલાં સુધર્યા છે? એવું કહીને, ધર્મ કરવાને વિરોધ કરનારાઓને તો અમે કહીએ છીએ કે–બીજું કાંઈ નહિ, તે ય તમે ચોવીસે કલાક પાપક્રિયાઓમાં રક્ત છે અને એણે બે કલાક પણ પાકિયા છેડી તો ખરી ને ? એ વાત એમને ગળે ઉતરી જાય છે અને એમ અમે એમની જબાન તો બંધ કરીએ છીએ, પણ અમને તો હૈયામાં ડંખ રહી જાય ને કે–આ ધર્મ કરનારાઓ ધર્મ કરવા દ્વારા જે પામવું જોઈએ, તેના તરફ નજર પણ કરતા નથી! એમનું વર્તન ધર્મની નિન્દાનું કારણ બને છે ! સંસારને અણગમે હોય અને મોક્ષ જ મેળવે છે-એમ હોય તે, જેમના હૈયામાં આવું હોય, તેમના હૈયામાં દુન્યવી સુખની જ લાલસા હોય, એ બને ? બે કલાક પણ પાપ વગરના, એ ક્યારે? ક્રિયા પુણ્યની ને હૈયામાં પાપ, એ ચાલે ? હૈયામાં પાપ રાખીને ધર્મક્રિયા કરે, એટલે પાપથી બચાય ખરું? આ વાતને ગંભીરપણે વિચારતાં શીખે. પાપની ક્રિયા કરવી પડે તો ય હૈયામાંથી ધર્મ–મેક્ષની ઈચ્છા નહિ ખસવી Page #30 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ જોઈએ; તેને બદલે, મોક્ષમાર્ગની ક્રિયા કરતી વખતે ય હૈયામાં સંસાર જ હોય, તે નિસ્વાર થાય શી રીતિએ ? પરમાત્મા ક્યારે બનાય? આપણે જીવ છીએ. આપણી આંખ સામે જગત છે. જગતમાં આપણે રહેલા છીએ, પણ આપણે થાવું છે શું ? આપણે પરમાત્મા જ થાવું છે ને ? પરમાત્મા બનવાને માટે, બહિરાત્મા મટીને અન્તરાત્મા બનવું પડે. જગતમાં રહીને જ પરમાત્મા બનવાનું છે, પણ જગતમાં જે રમે, તે પરમાત્મા બની શકે નહિ. જગતમાં રહેવા છતાં પણ, જગતમાં જે રમે નહિ અને પરમાત્મભાવમાં રમવાને માટે જે પ્રયત્નશીલ બને, તે પરમાત્મા બની શકે. જગતમાં રમે તે બહિરાત્મા, જગતમાં રહેવા છતાં પરમાત્મભાવના ધ્યેયમાં રમે તે અન્તરાત્મા અને જગતના સંસર્ગથી છૂટે તે પરમાત્મા. પાપકર્મોને કરાવનારાં કર્મોથી છૂટીને, એ માર્ગને સ્વતન્નપણે પ્રરૂપે એ ય પરમાત્મા અને કર્મના વેગથી સર્વથા છૂટે તે પણ પરમાત્મા. આપણો સંસાર સાથે મેળ અનાદિકાળથી સર્જએલો છે અને તે મેળ કર્મોના વેગથી જ હતો અને છે; પણ હવે આપણે એટલા ડાહ્યા થયા કે-હૈયામાંથી મેળ ખસી ગયો છે. આપણે હદયથી સંસાર સાથે મેળ નહિ ને? કર્મ છે ત્યાં સુધી સંસારનો મેળ તે છે, પણ આપણે એ મેળ જોઈ નથી ને ? હૈયાથી મેળ ન હોય, તે ભાષા પણ ફરી જાય. જેમ કઈ સંબંધી હોય અને તેની સાથે મેળ ન હોય, તે કઈ પૂછે ત્યારે શું કહે છે? “આ છે તે મારા કાકાને દીકરે અથવા માજણ્યો ભાઈ, પણ અમારે હૈયાને મેળ નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચાર ગતિનાં કારણે છે મારા ભાઈ, સંબંધી છે” એમ વાત ટાળે છે ને? અને જેની સાથે મેળ હોય છે, તેની વાત કરવામાં પણ ઠસે જુદે હોય છે. “એ તે મારે સગે ભાઈ થાય; મારા સગા કાકાને આ દીકરે છે.”—એવું એવું બેલાય ને? કર્મ સંબંધ કરી આપે છે, છતાં જેની સાથે ફાવટ ન હોય તેને માટે અને જેની સાથે ફાવટ હોય તેને માટે, ભાષામાં ફેર થઈ જાય છે ને? સંબંધી જોડે ય તમારે ફાવટ નહિ, એવું ક્યારે ? એ ખરાબ હોય તે જ? ના, ના, એ આપણું કામમાં ન આવતું હોય તો ય ફાવટ આવે નહિ ને? તેમ, અન્તરાત્માને એમ થાય કે-કર્મ સર્જેલ આ સંસાર છે, કર્મ છે એટલે મારે સંસારને સંબંધ છે, પણ સંસાર સાથે મારે હૈયાથી મેળ નથી. શું કરીએ? જમ્યા એટલે જીવ્યા વગર છૂટકે નથી, માંડ્યું એટલે ચલાવ્યા વગર છૂટકો નથી, તેમ કર્મ આપેલ આ બધે સંસાર નિભાવીએ છીએ, પણ સંસારને સંબંધ ફાવતું નથી. આમ ખરું ને? “નિભાવીએ છીએ સંસાર, પણ સાધીએ છીએ મેક્ષ – એમ ખરું ને? એમ થાય તે જ ક્રમે કરીને પરમાત્મા બનાય. ભક્તિને સારો લાભ મેળવવો હોય તે ભગવાનને બરાબર ઓળખી લો તમે બધા અહીં આવ્યા છે, તે કર્મને ખપાવવાને માટે જ અહીં આવ્યા છે, એમ માનીને જ વાત કરવી પડે ને? કર્મને ખપાવનાર ગિરિવરની પાસે કર્મને બાંધવાને માટે જેનો આવે ખરા? હવે અહીં ક્યાં કર્મોને ખપાવવાની મહેનત કરવી જોઈએ, એ વાત છે. તમને સમજાવવા પૂરતા કર્મના Page #32 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૧૫ ત્રણ વિભાગે। કહ્યા. કર્મ છે, કર્મના ચાગ છે, તેની અસર છે, તેનાથી મુક્ત મનાય છે, આ બધું કેણે કહ્યું છે ? ભગવાને ! કયા ભગવાને ? આ ગિરિરાજ ઉપર વિરાજે છે એ ભગવાને પશુ ! આ ગિરિરાજ ઉપર વિરાજમાન ભગવાનને તે તમે એળખા છે ને? વર્ષે વર્ષે અહીં આવા અને વારંવાર દર્શને જાવ, પૂજાદિ કરા, છતાં આ ભગવાનને આળખા નહિ ? આ ભગવાનને ઘણા દાદા કહે છે, તે શું એ આપના આપ છે માટે દાદા છે ? ના, આ તારક આ અવસણીમાં આ ભરતક્ષેત્રમાં થયેલા ચાવીસ તીર્થપતિઓમાંના પ્રથમ તીર્થપતિ છે. હજારા જ નહિ, સંખ્યા વિનાનાં વર્ષોથી લાપ થઈ ગયેલા ધર્મની, આદિ કરનારા આ ભગવાન છે. તમે આટલું તેા કહેા, પણ કાઈ પૂછે કે— એ શી રીતિએ ભગવાન થયા ? ’ તેા શું કહે ? એ અમારા મહારાજ જાણે’-એમ જ ને ? ભગવાન શી રીતિએ ભગવાન થયા, ભગવાન પહેલાં કેવા હતા અને પછી કેવા બન્યા, એ તમે જાણા નહિ, તે તમે જલના અભિષેકા કરી, કેસર ચંદનાદિથી પૂજા કરી, કુલાના હારા ચઢાવેા, ધૂપ કરા, દીપકેા પ્રગટાવા, આરતી ઉતારા, ચામરા વીંઝા-એ વગેરે કરતાં તમને જે ભાવા આવવા જોઈ એ, તે ભાવા આવે શી રીતિએ ? સ્નેહી માટે દાગીના કરાવતાં કેવા ઉમળકા આવે છે ? કેમ કે સ્નેહી સાથે કેવા સંબંધ છે, તેની ખખર છે અને આ દાગીના એ અમુક રીતિએ પહેરશે અને એથી એ આમ શેાલશે અને એથી તેને આમ થશે, એ વગેરે થાય છે ને ? તેમ જો ભગવાનને ઓળખ્યા હોય, તા ભગવાનની પૂજામાં કેવા ઉમળકા આવે? પછી થાય કેમેં એ રૂપીઆના હાર ચઢાવ્યેા, પણ ૫૦૦ ના હાર ચઢાવું ' Page #33 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે તો ય ઓછું છે. આવા હાર તે એક કાળે એના ચરણે છુંદાતા, એવા એ સુખી હતા. આ ભગવાને સંસારનાં સઘળાં ય સુખોને લાત મારી અને કેવલજ્ઞાન પ્રગટાવીને મેંક્ષમાર્ગને સ્થાગે. આના ઉપકારની અવધિ નથી. પછી એનો હાર લેતાં એમ થાય કે-પાંચને નથી લેવાતે, એ કમનસીબી છે; અને પાંચને હાર લેતાં એમ થાય કે-દશને નથી લેવાતે એ કમનસીબી છે, કારણ કે-હજુ મમતા ઉતરતી નથી. મમતા ઉતારનારની ભક્તિ માટે જેટલું કરીએ તે ઓછું લાગે. તમને શું લાગે છે? બે-પાંચ રૂપીઆ હાર ચઢાવ્યો હોય, તેમાં તે જાણે ઠસ્સાથી બેલે. એમ થાય કે-ઘણું કરી નાખ્યું, કેમ કે–ભગવાનને ઓળખ્યા નથી. સાચી ભક્તિ કરવી હોય, જે કાંઈ ભક્તિ થાય તેના સાચા લાભને પામ હેય, તે ભગવાનને ઓળખો. હવે તે અહીંથી જવાની તૈયારીમાં છે ને? ચાર-છ કે બાર મહિને ફરી આવવાના ને? નિર્ણય કરીને જાવ કે-ફરી અહીં આવતાં પહેલાં ભગવાનને અમે જરૂર ઓળખી લેવાના. હવે ઘેર જશે તો ય, આ ભગવાનના બધા ભવ વાંચવાના ને ? આ ભગવાન ભગવાન કેમ બન્યા, એ સમજી લેશે ને? પછી, કયાં કર્મ ખપાવવાં છે, એ વિચાર જરૂર આવશે. કર્મ નબળાં પડયાં હોય તો ય સબળાં બને એવા આપણે નબળા છીએ? તમારી પાસે પાપ કરાવે એવાં કર્મો તમને ઉદયમાં વર્તે છે ને? સંસારમાં રહેવું, એ પાપ છે ને ? સંસારમાં રહેવાનું પાપ કેણ કરાવે છે? પાપ કરાવનાર કર્મને ઉદય Page #34 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૧૭ જ ને? જે કર્મને ઉદય સંસારવાસ રૂપ પાપને તજવા ન દે; આપણે સંસારવાસને તજીને એકાન્ત મોક્ષમાર્ગની આરાધના કરવી હોય, તે પણ જે કર્મને ઉદય આપણું એ ભાવનાને સફલ થવા દે નહિ, એ કર્મ ખટકે છે? પાપને તજવામાં અટકાયત કરનાર અને પાપને આચરવાની પ્રેરણા કરાવે તેવું પાપકર્મ તમને ખટકે છે, માટે તમે અહીં આવ્યા છે ને ? કયાં ક્યાં કર્મોને ખપાવવાને માટે તમે અહીં આવ્યા છે, તેની વિગત તમને ન આવડે, તે ય ઓઘથી એમ તે થાય ને કે–અહીં આવવાથી મારાં તે કર્મો ખપે, કે જે કર્મો મોક્ષમાર્ગની આરાધનામાં બાધ કરનારાં હેય !? આ વસ્તુને સમજાવવાને માટે, તમને કર્મોના જે ત્રણ વિભાગે કહ્યા છે, એ બરાબર ગોખી લો ! તમને જે એમ લાગતું હોય કે-ના, ના, અમે કાંઈ ઘરમાં બેઠા છીએ તે પાપમાં બેઠા નથી, અમે પાપ કરતા નથી, એમ હોય તે કહી દે ! તમે નથી બેલતા, એટલે ઘરમાં રહેવું એ પાપ છે” એ વાતમાં તમે સમ્મત છે, એમ માની લઉં ને ? હવે કઈ પૂછે કે-ઘરમાં રહેવું એ પાપ છે, તે તમે ઘરમાં કેમ બેઠા છો?” તે કહેવું કે-“ઘરમાં રહેવાનું જરા ય મન નથી, પણ શું કરીએ ? પાપ કરાવનારા કર્મો ઉદયમાં વર્તે છે, એટલે ગૃહવાસને તજવાના અમારા પ્રયત્ન કારગત નિવડતા નથી!” જ્ઞાનિઓએ અમુક દષ્ટિએ ગૃહસ્થવેષને ય પાપષ કહે છે. શ્રી જૈન શાસનમાં સ્વલિંગ કયું? સાધુલિંગને જ શ્રી જૈન શાસન સ્થગિ કહે છે. સબધા પાપ કરાવનારા કર્મના ઉદયથી જ સંસારમાં રહ્યા છે? Page #35 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે પાપ કરવાને પ્રેરે એવા કર્મના ઉદય વિના તેા, કાઈ પણ જીવ સંસારમાં રહી શકે જ નહિ; પરન્તુ બધાનાં કર્મે એટલાં બધાં જોરદાર જ છે કે—પ્રયત્ન કરવા છતાં ય એના ક્ષયે પશમ સાધી શકાય નહિ, એવું કહી શકાય નહિ. કર્મ નબળાં હોય પણુ તમે વધુ નબળા હા, તા ય એ કર્મના જોરે પાપ છૂટે નહિ. જો આપણે નબળા બનીએ તા નબળાં કર્મ પણ છાતી ઉપર ચઢી એસે અને જો આપણે ખરાખર સામે થઈએ, તેા સખળાં કર્મ પણ નખળાં પડે. તમને તમારે માટે એમ નથી લાગતું કે–આજે સંસારમાં અમે અનીતિ આદિ અનેક પાપે કરીએ છીએ, પણ મનને જો જરાક જોરદાર કરીએ, તે અનીતિ કર્યા વિના પણ જીવી શકાય તેવું છે?' આજે તે લગભગ બધાને ‘ સરારમાં તા બધું હાલે ’–એમ થઈ ગયું છે અને એથી પાપ વધારે પ્રમાણમાં થાય છે. તમે અનીતિ આદિ જે પાપે કરી છે, તે ‘ સંસારમાં તે એમ જ ચાલે’–એવું મનમાં બેઠું છે માટે કરે છે કે ન છૂટકે કરી છે ? અમે ઘણા નમળા છીએ, માટે પાપ કરાવનારાં કર્મો જોર કરે છે; એટલે એ કર્યું નખળાં પડે અને જાય, તે માટે અમે અહીં શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ આવ્યા છીએ ’–એવું મારે તમારી પાસેથી સાંભળવું છે. તમારા જેવા ડાહ્યા માણસાને, જે અનીતિ થાય તે ડંખે ય નહિ, એવું બને ? અનીતિ થાય ને તે ડંખે નહિ–એવું તે તમારૂં હૈયું નથી જ, એવું હું કહ્યું ને? અને જેની પાસે એવું હૈયું હાય કે-પાપ થાય તે ય તે ડંખ્યા વિના રહે જ નહિ, તેને તેા એમ જ થાય કે કયારે આ પાપ કરાવનારા કર્મથી હું મુક્ત બનું, કે જેથી મારે કર્મને આધીન થઈને જે પાપ કરવું પડે છે, તે ૧૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ સુખની નો છે અને કોઈ જ થશે. પહેલે ભાગ પાપ મારે કરવું પડે નહિ! ધર્મ કરતાં ય સુખ આપનાર કર્મ થોડું અને દુઃખ આપનાર કર્મ ઘણું બંધાય? અમારે તમને કાંઈ દુઃખી કરવા નથી. તમે મેક્ષના હેતુથી ધર્મકરણી કરે અને એમ કરતાં તમને સુખ આપનારા કર્મો બંધાય તે ભલે બંધાય, પણ તમે દુન્યવી સુખની ઈચ્છાને તજે, પછી તમે અવશ્ય સુખી થશે. આજે જેનો ઘણા દુઃખી છે, એ જાણીને કોઈ પણ ધર્મશીલ આત્માને દુઃખ થાય. જેનો છેક અમારા સુધી અનાજ માગવા આવે, એવી સ્થિતિ કેઈ પણ રીતિએ ઈચ્છવા ગ્ય નથી, છતાં ય એવું પણ બને છે. અહીં એમને અનાજ કેણ આપે? અમારી પાસે છે નહિ, છતાં માગવા અમારા સુધી આવે છે. સઆપની વાણીમાં છે. અવસર જોગ વિહિત ઉપદેશ કર્યા વિના અમે રહીએ નહિ, પરંતુ નાશવંત સુખમાં સર્વસ્વ માની બેઠેલા, બીજાઓની ચિન્તા બહુ ઓછી કરનારા અને સેદાની જેમ ધર્મ કરનારાઓ પાસેથી કેટલીક આશા રખાય ? આજે સ્થિતિ એવી કથળેલી છે કે-એક બાજુ ઉદારતા બહુ ઘટી છે અને બીજી બાજુ માગણવૃત્તિ બહુ વધી છે. સુખી માણસને દેવાને ઉછાળો આવો જોઈએ અને દુઃખી માણસને હાથ લાંબો કરે, એ મરણની બીમારીને અનુભવ કરવા જેવું લાગવું જોઈએ. આમ છતાં ય, જૈનો જ્યારે અમારા સુધી માગવાને આવે છે, ત્યારે ઘણી ખરાબી થઈ હશે ને? અમે તે, જૈન સમાજ સુખી હોય, એવું જોવાને ઈચ્છીએ છીએ. કેઈ દુખી ન Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ચાર ગતિનાં કારણે હોય તે સારું, પણ જેનો તો કેમ જ દુઃખી હેય? ધર્મ જેને ઉંચે, તે દુઃખી હોય ? ન જ હોય, પણ ધર્મ ધર્મ રૂપે હૈયામાં વચ્ચે હોય તે ને? તમે નક્કી કરે કે હું જે ધર્મ કરું છું, તે સુખ આપનારાં કર્મોને બાંધવાને માટે નથી કરતો, પણ પાપ કરાવનારાં કર્મોથી મુક્ત બનવાને માટે કરું છું ! મને સુખ દુન્યવી નહિ પણ આત્મિક જોઈએ છે.” આત્મિક સુખને પ્રગટાવવામાં સહાયક બને તેવાં પુણ્યકર્મો ગમતાં હેય, તે ય મેક્ષના હેતુને વિસર જોઈએ નહિ. આવી ઈચ્છાથી ધર્મ કરતાં, સુખ આપનારાં કર્મો બંધાય તે ભલે બંધાય. એ કર્મને ઉદય થશે ત્યારે રાગ નહિ વધે પણ વિરાગ વધશે. એવું પુણ્ય બંધાય તેમાં વાંધો છે? મોક્ષના અથ જેનેને પુણ્યના ઉદય યોગે વધારે પૈસા મળશે, તો તે વધારે વખત યાત્રાએ આવશે, શ્રી જિનમન્દિર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાને એ વધારે બંધાવશે દેવની ભક્તિનાં, ગુરૂઓની ભક્તિનાં, સાધમિકેની ભક્તિનાં, અનુકંપા આદિનાં કાર્યો એ વધારે પ્રમાણમાં કરશે, શ્રી જિનશાસનની પ્રભાવના માટે એ લક્ષમીની છોળો ઉછાળશે ! આ કાંઈ પૈસા મળ્યા એટલે દારૂ પીવા થોડા જ જવાના છે? આ કાંઈ નાટકસીનેમામાં રખડવા ઓછા જ જવાના છે? ઉંધા માગ ઓછા જ જવાના છે? જેને પાપ કરાવનારાં કર્મો ખટકે, તે સંસારમાં પણ શું કરે? એની નજર તે મેક્ષ તરફ જ હોય, એટલે સંસારના વાસને પણ એ મોક્ષસાધક બનાવવાની પેરવી કરે. તમને પાપ કરાવનાર કર્મ છે–એમ સમજાયા પછીથી, એ કર્મ ખટકે છે કે નહિ? જેને જાણવા મળે કેઅમુક કર્મને ઉદય આત્માની પાસે પાપ કરાવે છે, તેને Page #38 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૧ આત્માની પાસે પાપ કરાવનાર એ કર્મ જ ખટકે નહિ, તે તે કાયદેસર જૈન નથી. એ જૈન કુળમાં જન્મેલો હોય, તે ય ભાવથી તે તે શ્રી જિનશાસન રૂપી સંસ્થાથી બહાર છે. ઘણા એવા છે કે–એમને પાપ કરાવનાર કર્મ ખટકતું તે નથી, પણ એ જોરદાર હોય ઠીક-એવી એમની ઈચ્છા હોય છે, એમ કહી શકાય. સએ શું ? જેમ કે–તમારી પાસે જે સુખસામગ્રી હોય અથવા તે જે સુખસામગ્રીને મેળવવાને માટે તમે પ્રયત્નશીલ છે, તેની આડે કેઈ આવે તે એથી તમને શું થાય છે? આડે આવનારનું શુંનું શું કરી નાખું, એમ થાય છે ને ? આડે આવનારને ઉખેડી નાખવાની શક્તિ ન હોય, તે તે શક્તિ નથી તેને બળાપ થાય છે ને? આ બધું શું છે? શરીર માંદું પડે તે હવે ખવાશે-પીવાશે નહિ, વહેપાર-ધંધામાં ધ્યાન આપી શકાશે નહિ, એ વગેરે વિચાર આવે; પણ શરીર માંદુ પડવાથી મારું અમુક ધર્મકાર્ય અટકી પડ્યું, મારૂં ચાલે તો હું એ ધર્મકાર્ય કર્યા વિના રહું નહિ–આવું વિચારનારા કેટલા? વૈદ્યને ય કહે કે-ખવાય પીવાય એવું ઝટ કર, પણ ધર્મકાર્ય અટકી પડયું છે, માટે ઝટ સાજે કર, એવું કહેનારા કેટલા? જેને પાપ કરાવનાર કર્મને ખપાવવાની ઈચ્છા નથી અને સુખ આપનાર કર્મને માટે જ જે ધર્મને કરે છે, તેને દુઃખ આપનાર અને પાપકર્મ કરાવનાર કર્મ ગાઢ બંધાય અને સુખ આપનાર કર્મ સામાન્ય બંધાય. એ પુણ્ય ઉદયમાં આવે ત્યારે સુખ થેડું ને દુઃખ ઘણું તથા પાપ પણ ઘણું બંધાય! પિતાનું સુખ સુખે ભેગવી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ચાર ગતિનાં કારણે શકાય નહિ અને બીજાના સુખની ઈર્ષ્યા થયા વિના રહે નહિ. આજે ઘણા શ્રીમંત પણ શ્રીમંતાઈભેગવી શકતા નથી. ખાવાનું ઘરમાં ઘણું હોય, તે ય હાજરી કામ આપે નહિ. સલામ ભરનાર પચીસ ને ગાળ દેનાર પાંચ સો! કેમ? સુખ આપનાર કર્મ થોડું ને દુખ આપનાર કર્મ વધુ. કેઈ કહેશે કેસુખના કાળમાં દુઃખ ઘણું કેમ? તે કે–પુણ્ય જ એવું બાંધેલું. ધર્મ કરતી વખતે કર્મ એવાં બંધાયાં કે-સુખ મળે અને દુઃખ ઘણું મળે, તેમ જ એના ઉદયકાળમાં પાપ ઘણાં બંધાય, એ વાત તો ઉભી જ છે. કર્મની અસર ન હોય તે આત્મા શરીરમાં શાને હેય? અનંતી શક્તિને ધણી એ આત્મા આ શરીરમાં પૂરાય છે, એ કર્મનો પ્રતાપ છે. આ શરીર તો એવું છે કે-સમજે તે કેઈને ય આમાં રહેવું ગમે નહિ. આમ છતાં પણ, આજે આ શરીરના દુઃખમાં આત્માને દુઃખ થાય છે. આ શરીરને ગમે તેટલું સાચવે, પણ દુઃખ દેનાર કર્મના ઉદયે ખાધું પચે નહિ. ભૂખ્યા રહેવાય નહિ ને ખાધે ઝાડા થાય. આ ઉપાધિમાં આત્માને નાખે કોણે? કર્મ ! છતાં કહેનાર કહે છે કે-આત્મા ઉપર કર્મની કશી જ અસર જ નથી!” કર્મની અસર જ ન હોય, તે આ શરીરમાં આત્મા હાય જ શાને? પણ ગાઢ મિથ્યાત્વને ઉદય થતાં, સાદી પણ સાચી વાત ન સમજાય અગર સમજવા છતાં પણ ઉંધું બોલવાનું મન થાય. મૂળમાં આ ધર્મક્રિયાઓ પ્રત્યે કંટાળે તે હતો જ અને એમાં આત્માના શુદ્ધ સ્વરૂપની વાત મળી ગઈ, એટલે ધર્મક્રિયાઓને તજી દીધી! પણ વિચાર ન કર્યો કે-આ વાત Page #40 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૨૩ કયી અપેક્ષાએ છે અને સ્વભાવે શુદ્ધ સ્વરૂપવાળો આત્મા પણ અત્યારે જે પરાધીનતા ભેગવે છે તે કેને આભારી છે? ધર્મક્રિયાઓથી કંટાળેલાઓને એવી વાતો ઝટ ગમી જાય, કેમ કે–આત્માના નામે સ્વછન્દપણે વર્તી શકાય. સધર્મક્રિયાને કંટાળો તે કઈકને હેય. એ વાત પણ જરા ડાહ્યા બનીને વિચારવા જેવી છે. જેમ કે-સંવત્સરી આવે ત્યારે કેટલાક શું બોલે છે? “સંવત્સરી આવી! પાછે ઉપવાસ આવ્યો ! ઉપવાસ કરે તે ખરા, પણ ઉપવાસ કરવામાં રસ કેટલે? એક ઉપવાસ આવે, તેમાં તે ઉત્તરપારણે અને પારણે ખાવાની ધાંધલ એવી કરે કેતપનું પર્વ ખાવાના પર્વમાં ફેરવાઈ જતું લાગે ! કાલે ઉપવાસ આબે, માટે આજે ખાવાનું આ કરે ને તે કરે અને ઉપવાસ શરૂ થાય ત્યાં તે ઝટ પૂરો થાય ને ઝટ પારણું કરું –એની ચિન્તા ! આમાં તપનો રસ દેખાય છે કે તપને કંટાળો દેખાય છે? આમ તે, સંવત્સરીને અંગે અદૃમને તપ વિહિત છે, પણ જેઓ તે દિવસે ઉપવાસ કરે છે, તેઓમાં પણ આવા કંટાળાવાળા કેટલાક હશે ? આવી દશા હોય, એમાં પેલે કહે કે-“કર્મ કાંઈ કરે–કાર નહિ, કર્મની અસર નથી.” એટલે ઝટ એની ગાડીમાં બેસી જાય ને ? પણ, એ ન સમજે કે-કર્મના પ્રતાપે જ મારે ગાંડાને ય બાપ કહેવું પડે છે અને નાલાયકને ય શેઠ માનીને સલામ ભરવી પડે છે. કેટલાક કહે છે કે-કામ કરીને મરીએ તે ય શેઠ કદર કરવાને બદલે કલંક આપે છે. ગાળો દે છે તે સાંભળવી પડે છે. પગાર પૂર આપતો નથી ને એની સામે કાંઈ બલાતું નથી. કર્મ શું કરતું નથી ? તમે જે કાંઈ કરે છે, તે તમને ગમતું જ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચાર ગતિનાં કારણો કરે છે? ન ગમે તેવું કાંઈ તમારે કરવું પડતું નથી? કહે કે-ન ગમે તેવું ઘણું કરવું પડે છે. શાથી? પરાધીન માટે! કેનાથી? કર્મથી ! કર્મની તો આત્મા ઉપર ઘણી અસર છે. વસ્તુતઃ તમારે સ્વભાવ પાપ ગમવાનો નથી, પણ કને તેને બગાડ્યો છે. ખાવું, એ શું આત્માને સ્વભાવ છે ? નહિ જ, છતાં ખાવું કેમ પડે છે? આત્માની સાથે કર્મને વેગ છે માટે જ ! તપ ખાવાની ઉપાધિ ટળે એ માટે છે: એક ખાવું પડે છે, તેમાં ય કેટલી ઉપાધિ કરવી પડે છે? ખાવા અંગે જે ઉપાધિ કરવી પડે છે, તે જોતાં જે ખાવા ઉપર ગુસ્સે ન આવે, તે તે બુદ્ધિશાલી નહિ. પેટ ન માગતું હતું, તે ગધેડા જેવાને ય શેઠ કહેવા પડત? ઘણું કહે છે–પેટ કરાવે વેઠ.” ખાધા પહેલાં અને ખાધા પછી પણ ઓછી ઉપાધિ છે? પહેલી પંચાત ખાવાનું મેળવવાની. ખાવાનું મળે ત્યાં વચ્ચે જીભ ખરી ને? એ ભૂલ કરાવે છે. પછી હેજરી બગડે છે. ને ઉપાધિ વધી પડે છે. ખાધા પહેલાં ય ધાંધલ અને ખાધા પછી ય ધાંધલ. આજે ખાધું, પણ બીજા દહાડા સુધીમાં જે મલ ન નીકળે, તે પછી સારી ચીજ પણ ખવાય નહિ. કહેશે કે-ગમે તેમ આને નિકાલ થવું જોઈએ. એ માટે ન ગમે તેવી ચીજ પણ પીવી પડે. દિવેલ પીવું ગમે? છતાં ઘણા જખ મારીને પીએ છે ને ? એમાં ય ઠેકાણું ન પડે, તો મીંઢીયાવળ વગેરેને ઉકાળીને પીવી પડે છે. ખાવામાં સુખ કેટલું? ડું, નામનું, જીભ રાજી થાય એટલા પૂરતું જ! બધા કાંઈ માત્ર શરીરના નિર્વાહ Page #42 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પહેલે ભાગ ૨૫ માટે અને શરીર સશક્ત હોય તે ધર્મ સારી રીતિએ થાય, એ માટે ડું જ ખાય છે? એમ ખાનારાને ય તેવા કેઈ કર્મના ઉદયે પેટ બગડે ને? તપ શા માટે ? તમને ભૂખે મારવાને માટે તપને ઉપદેશ નથી, પણ ખાવાની ઉપાધિ ટળી જાય એ માટે તપ છે! ખાવાની જેમ સંસારના દરેક સુખમાં એ જ છે કે-પહેલાં ઉપાધિ, પાછળ દુઃખ અને એ ભેગવતાં ય દુઃખને અભાવ નહિ! જે સુખમાં દુઃખ સમાએલું છે, તે સુખ વજર્ય છે–એમ જ્ઞાનિઓ કહે છે. આટલી બધી ઉત્તમ સામગ્રી મળવા છતાં પણ જે આ ન સમજે, તે કલ્પતરૂ મળવા છતાં પણ ભિખારીને ભિખારી રહેવાને. આ સુખને વર્ય નહિ લાગવા દેનાર અને આ સુખને સારું લગાડનાર મિથ્યાત્વ છે. કર્મની અસર ન હોત, તે આવી મિયા બુદ્ધિ થાત શાની? જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહિ, ત્યાં સુધી આત્મામાં સમ્યકત્વ પ્રગટે નહિ. મિથ્યાત્વની મંદતા વિના ધર્મ થાય પણ તે બાળકની ચાલ જે ! “તજીએ અવર અનાદિની ચાલ”—એવું શ્રી નવ પદના સ્તવનમાં આવે છે ને? શ્રી નવ પદના આરાધક, બાર મહિનામાં બે વાર શ્રી નવ પદનું વિશિષ્ટ પ્રકારે આરાધન કરનારાઓ, એ સ્તવનને સાંભળતા હશે ને? તમને થયું કે-અનાદિની ચાલને તજીએ? અનાદિની ચાલને તયા વિના અથવા અનાદિની ચાલ તજવા જેવી છે– એમ લાગ્યા વિના, ગમે તેટલો ધર્મ થાય તે પણ, તે લેખે લાગે શી રીતિએ? શ્રી ધના સાર્થવાહ ઘીને દાનથી સમ્યકત્વ પામ્યા કે તે વખતના ભાવથી ? શ્રી ધના સાર્થવાહને પ્રસંગ યાદ છે? ઘીનું દાન દેતાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ચાર ગતિનાં કારણે એ સમ્યકત્વ પામ્યા, એમ સાંભળ્યું છે ને ? ઘીના દાનમાં સમ્યકત્વ ક્યાંથી આવ્યું? સમ્યક્ત્વ ઘીમાં હતું કે ભાવમાં હતું ? ભાવ ન હેત અથવા તો જે જોઈએ તે ભાવ ન હેત, તે ઘીના દાનમાં સમ્યક્ત્વ થાત ખરું? નહિ જ. આટલું જાણવા છતાં ય, ભાવની દરકાર નહિ ? તમને જે એટલું પણ થાય કે-દરેક ધર્મકિયા કરતાં જરૂરી ભાવ જોઈએ, તે કે ભાવ જોઈએ તે સમજાવી શકાય. હવે યાદ રાખજે કે-કેર ઘીના દાને નહિ, પણ ઘીનું દાન દેતી વખતે જે ભાવ હતે, તે ભાવે શ્રી ધના સાર્થવાહને સમ્યકત્વ પમાડ્યું! શ્રી ધના સાર્થવાહ કે? શ્રી આદીશ્વરજી ભગવાનને જીવ. અહીં ગિરિરાજ ઉપર જે ભગવાનને ભેટવાને માટે તમે રેજ જાવ છે, તે ભગવાનને જીવ ! એ સમ્યક્ત્વ નહોતા પામ્યા, ત્યારે પણ તેમની કેવી હાલત હતી? એમને પૈસે રાખી મૂકવા જેવું જ લાગતો નહે, પણ બીજાઓના ભલામાં વાપરવા જેવું લાગતે જ હતે ! “ધન સર્વથા ત્યાજ્ય છે એવી સમજણ નહિ આવેલી હેવા છતાં પણ, “મારી શ્રીમંતાઈ તે જ શોભે અને મારી શ્રીમંતાઈ તો જ સાર્થક ગણાય, કે જે હું બીજાઓને સહાયક થાઉં.”—એવી એમની માન્યતા હતી અને એથી જ એમણે જે ઉલ્લેષણ કરાવી હતી, તે એ કરાવી શક્યા હતા. ધનને અતિ લોભી અને સ્વાર્થમાં જ રત માણસ, ગમે તેટલે શ્રીમંત હોય તો પણ, એ કરવાને શું? ધનને ત્યાગ કરે અને ત્યાગ ન બની શકે તેથી રાખતા છે, તે તેને સદુપયોગ કરતા રહે. ધન રાખ્યાની સાર્થકતા સંચયમાં નથી, પણ સદુપયોગમાં છે. ' Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પહેલે ભાગ શ્રી ધના સાર્થવાહ, એક વાર વ્યાપારાદિ નિમિત્તે વસન્તપુર જવાને નિર્ણય કર્યો. વસન્તપુર ઘણું દૂર હતું અને રસ્તો એ વિકટ હતો કે-રસ્તે નિર્વાહ અને રક્ષણ માટે ઘણી જોગવાઈઓ કરવી પડે. શ્રી ધના સાર્થવાહ પોતે પિતાને માટે બધી જ જરૂરી જોગવાઈ કરવાને સમર્થ હતા, પરંતુ એમને વિચાર આવ્યો કે-“વસનપુર જેવા વ્યાપારને મોટા સ્થલે જવાની ઈચ્છા તો ઘણાને હોય અને સૌ કાંઈ એવા ન હોય કે રસ્તે જરૂરી જોગવાઈ પિતાની જ શક્તિ અને સામગ્રીથી કરી શકે !” આ વિચાર આવ્યું, તેની સાથે જ તેમને બીજો વિચાર એ પણ આવ્યું કે જ્યારે હું પોતે જ જાઉં છું, તે જેને વસન્તપુર આવવું હોય તેને હું મારી સાથે જ લઈ જાઉં !” આ વિચારને અમલ પણ શ્રી ધના સાર્થવાહે ઘણું ઉમદા રીતિએ કર્યો. શ્રી ધના સાર્થવાહે પિતાના સેવકોની પાસે ડિડિમ વગડાવીને, આખા શહેરમાં એવી ઉદ્દઘેષણા કરાવી કે-“ધના સાર્થવાહ વસન્તપુર જાય છે, તે જે કઈને વસન્તપુર જવાની ઈચ્છા હોય, તે ધના સાર્થવાહની સાથે ચાલે ! જેની પાસે વાસણો નહિ હોય, તેને ધના સાર્થવાહ વાસણ આપશે, જેની પાસે વાહન નહિ હેય, તેને ધના સાર્થવાહ વાહન આપશે, જેની પાસે ભાતું નહિ હેય, તેને ધના સાર્થવાહ ભાતું આપશે, એને જેને જે સહાયની જરૂર હશે, તેને તે સહાય ધના સાર્થવાહ આપશે; ઉપરાન્ત, માર્ગમાં ચેરેના ત્રાસથી અને હિંસક પશુઓના ઉપદ્રવથી ધના સાર્થવાહ સૌનું રક્ષણ કરશે, તેમ જ સાથે આવેલા સૌનું ધના સાર્થવાહ પિતાના ભાઈઓની જેમ પાલન કરશે !” Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચાર ગતિનાં કારણે આવી ઉદ્દઘોષણા કરવાની આજ્ઞા આપતાં, શ્રી ધના સાર્થવાહના હૈયામાં કેવા ભાવ પેદા થયા હશે? કમાવા જવાની વાત છાની રાખવાની હોય કે જાહેર કરવાની હોય ? રળવા જવું, તેમાં આ ખર્ચ શા માટે? હૈયાની ઉદારતા શું કરે અને શું ન કરે, તે કહેવાય નહિ. મિથ્યાદષ્ટિ છતાં ય લક્ષ્મીની મૂચ્છ કેટલી બધી ઓછી અને પરોપકારની ભાવના કેટલી બધી વિશાળ ? આ ઉદઘોષણાના ગે, શ્રી ધના સાર્થવાહને સૌથી વિશેષ લાભ તે એ થયો કે તેમને આચાર્યભગવાન શ્રીમદ્ ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા મળી ગયા અને ગમી ગયા. શ્રી ધર્મઘોષસૂરિવરને વસન્તપુર તરફ વિહરવાની ભાવના હતી; સાર્થના સાથ વિના તેઓ એકલા મુનિઓ સાથે વિસન્તપુર જઈ શકે તેમ હતું નહિ, એટલે શ્રી ધના સાર્થવાહે કરાવેલી ઉલ્લેષણએ તેઓને ઉત્સાહિત બનાવ્યા. શ્રી ધના સાર્થવાહે વસન્તપુર જવાને માટે નગરની બહાર જઈને જ્યાં પડાવ નાખ્યા હતા, ત્યાં આચાર્યભગવાન પધાર્યા. શ્રી ધના સાર્થવાહે, તેને જોતાંની સાથે જ, નમસ્કારદિથી સત્કાર્યા અને અત્રે આવવાનું કારણ પૂછયું. આચાર્યભગવાને કહ્યું કે-“તારા સાર્થની સાથે અમે વસન્તપુર આવવાને ઈચ્છીએ છીએ !” શ્રી ધના સાર્થવાહ કહે છે કે-“આજે હું ધન્ય છું, કે જેથી આપના જેવા મહાત્મા મારા સાર્થની સાથે આવવાને માટે અત્રે પધાર્યા છે.” આચાર્યભગવાનને આ પ્રમાણે કહીને, આચાર્યભગવાનની હાજરીમાં જ, શ્રી ધના સાર્થવાહ પિતાના રસોઈયાઓને Page #46 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ હુકમ કરે છે કે-આ મહાત્માઓને માટે તમારે રોજ અન્ન -પાનાદિની જોગવાઈ કરવી.” સાધુસેવાના આવા રસિક આત્માને માટે સમ્યકત્વ સુલભ બને, એમાં નવાઈ છે? શ્રી ધના સાર્થવાહે પિતાના રસેઈયાઓને કરેલી આજ્ઞા આચાર્યભગવાને સાંભળી, એટલે આચાર્યભગવાન, શ્રી ધના સાર્થવાહને કહે છે કે- ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સાધુઓને નિર્દોષ અશન–પાનાદિ જ ક૯પે છે. જે અશનપાનાદિ અમારા સંકલ્પથી કરાય કે કરાવાય, તે અમને કલ્પ નહિ. અમને સચિત્ત અશનાદિ અને કુવા, વાવ, તલાવ આદિનું કે બીજું અપ્રાસુક જલ પણ કહ્યું નહિ !” - આ વાત ચાલે છે, ત્યાં તે કઈ તરફથી મનહર અને રસપૂર્ણ કેરી ભેટ આવે છે; એટલે, શ્રી ધના સાર્થવાહ વિચાર કરે છે કે-“આ કેરીઓ તે આ મહાત્માઓને જરૂર કલ્પશે, કારણ કે-આ કેરીઓમાં તેઓના સંક૯૫થી થયેલ કાંઈ જ નથી.' ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનના સાધુઓએ પાળવાના આચારનું શ્રી ધના સાર્થવાહને જ્ઞાન નથી, પણ મહાત્માઓનો સત્કાર કરવાની કેવી સુન્દર વૃત્તિ છે? શ્રી ધના સાર્થવાહ, શ્રી આચાર્યભગવાનને વિનંતિ કરે છે કે-“મહાત્મન ! આ ફળોને આ૫ ગ્રહણ કરે અને એમ કરીને આપ મારા ઉપર અનુગ્રહ કરે !” મિથ્યાદષ્ટિ હોવા છતાં પણ, શ્રી ધના સાર્થવાહની એ માન્યતા છે કે આવા મહાત્માઓ જે પિતાના ઉપયોગમાં આવે તેવું કાંઈ પણ આપણુ પાસેથી ગ્રહણ કરે, તે તે આપણું ઉપર અનુગ્રહ કર્યો કહેવાય. તમને તે એમ જ Page #47 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે છે ને કે–સાધુઓ ક્યારે આપણી કઈ પણ વસ્તુને સ્વીકારવા દ્વારા આપણા ઉપર અનુગ્રહ કરે ? શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ આવ્યા છે, એટલે અહીં તો તમને સાધુઓના અને સાધ્વીઓના અનુગ્રહને મેળવવાની ઘણી જ ઈરછા ને? ક્યારે મારી કોઈ પણ વસ્તુ સાધુના કે સાધ્વીના ઉપયોગમાં આવે, એમ ખરું ને? સાધર્મિક જનની ભક્તિને તેમ જ અનુકંપા જીવોની અનુકંપા કરવાને લાભ લેવાની ઈચ્છા પણ ખરી ને? કેઈ સાધર્મિક તમારું આમંત્રણ સ્વીકારે, તો તેણે તમારા ઉપર ઉપકાર કર્યો–એવી જ તમારી માન્યતા ને ? કઈ પણ દીન-દુખિને જોતાં, તમારું હૈયું સળવળ્યા વગર અને તમારે મુઠીભર્યો હાથ લાંબે થયા વગર રહે નહિ ને? શ્રી ધના સાર્થવાહ શ્રી આચાર્યભગવાનને કેરીઓને ગ્રહણ કરવાની વિનંતિ કરે છે, તેના જવાબમાં આચાર્યભગવાન તેમને સમજાવે છે કે-“આ ફળને તો સ્પર્શ કરે એ પણ અમને કલ્પ નહિ, પછી ખાવાની તે વાત જ ક્યાં રહી?” આચાર્યભગવાનના આવા ઉત્તરથી તે શ્રી ધના સાર્થવાહનું હૈયું ભક્તિભાવથી એકદમ નાચી ઉઠે છે. એમને થાય છે કે-“મહાત્મા તો મહાત્મા, પણ આવા ગજબના ત્યાગી મહાત્મા ? આવું આચારપાલન કેટલું બધું દુષ્કર છે? મારા જેવા પ્રમાદિથી તો એક દિવસ પણ આવું ઉત્કટ આચારપાલન થઈ શકે નહિ” અને હૃદયના આ ભાવને, શ્રી ધના સાર્થવાહ, વાણીમાં મૂક્યા વિના પણ રહી શકતા નથી. આટલી વાત કરીને, શ્રી ધના સાર્થવાહ આચાર્યભગવાનને વિનંતિ કરે છે કે-“આપને આ ફળે ન કલ્પે તો ય ભલે; આપને જે કાંઈ અન્ન-પાનાદિ કલ્પશે તે હું આપને આપીશ; Page #48 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૩૧ પણ આપ કૃપા કરીને આજે જ મારા આ સાર્થની સાથે પધારો ! ’ આમ કહીને શ્રી ધના સાર્થવાહ શ્રી આચાર્યભગવાન આદિ મુનિવરોને વિનયપૂર્વક નમસ્કાર કરે છે. પછી મહાત્મા ત્યાંથી વિદાય લે છે, પેાતાને ચેાગ્ય સ્થાને જાય છે અને શ્રી ધના સાર્થવાહ, એ મહાત્માઓના ઉત્તમ આચારપાલનની ઉત્તમ છાપને હૃદયમાં વહેતા થકા, પેાતાની અન્ય પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે. સાર્થને વસન્તપુર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ઉત્તમ પ્રકારે કરી છે. સાથેની મેાખરે શ્રી ધના સાર્થવાહ પોતે રહ્યા છે અને સાથેની પાછળ તેમણે પેાતાના એક વિશ્વસનીય મિત્રને રાખેલ છે. વચ્ચે સાર્થ છે અને તે પણ આજીમાજી સંરક્ષકાથી વીંટળાએલા ! સાથે ચાલતે ચાલતા અટવીમાં આવી પહેાંચ્યા, ત્યાં ગરમીની મેાસમ શરૂ થઈ ગઈ. ગરમી પણ એવી પડવા લાગી કે–ચારે કાર અગ્નિ સળગતા હાય અને વચ્ચે બેઠા હાઇએ, એવું લાગે. કુવાઓ, તળાવા, જલાશયાનું પાણી સુકાઈ ગયું. ગરમીને લીધે તથા પાણીની મુશ્કેલીને લીધે, સાથે ધાર્યા મુજબ આગળ વધી શકો નહિં. સૌને હેરાનગતિને પાર નહાતા; એટલે શ્રી ધના સાર્થવાહની વેદનાનું તે પૂછવું જ શું ? પછી વર્ષાઋતુ આવી. ભવિતવ્યતા એવી હતી કે– ઉનાળામાં જેમ ગરમીના કોઈ આંક રહ્યો નહિ,તેમ ચામાસામાં અતિ વૃષ્ટિ પણ એવી જ થઈ. આખી ય અટવી જલમય બની ગઈ. જ્યાં નજર નાખે, ત્યાં જલ જ જલ દેખાય, જમીનમાં ખાડા પડી ગયેલા અને કાદવ થઇ ગયેલેા, એટલે વાહને Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ચાર ગતિનાં કારણો ખેંચી જવા લાગ્યાં. એક સ્થલે ઉંચાણવાળી જમીન મળી જતાં, શ્રી ધના સાર્થવાહે મુશ્કેલીને સમય ત્યાં જ પસાર કરવાનો નિર્ણય કરીને, સાર્થને પડાવ નખાવ્ય. સૌ ઝુંપડાં બાંધીને ત્યાં રહ્યા. સાર્થમાં આવેલાઓએ આચાર્યભગવાન આદિ માટે પણ આવી જ વ્યવસ્થા કરી. આટલી મુશ્કેલી જાણે અધુરી હોય, તેમ રસ્તે ખાવાને માટે સાથે લીધેલું અનાજ પણ ખૂટી ગયું. દિવસો વધી ગયા અને વરસાદથી ઘણું બગડી ગયું. ક્યાંયથી અનાજ મંગાવી શકાય એવી સ્થિતિ રહી નહિ. અનાજ વિના કેમ જીવવું, એ સવાલ થઈ પડ્યો. સાર્થના માણસે ખાવાનું શોધવા માટે જ્યાં ત્યાં ફરતા અને કંદાદિ જે કાંઈ મળી જતું, તે ખાઈને દિવસો પસાર કરતા. સાર્થને માથે આવી પડેલી આ મુશ્કેલી વિષે, શ્રી ધના સાર્થવાહના મિત્રે, એક વાર રાત્રિના સમયે શ્રી ધના સાર્થવાહની પાસે બેસીને વિગતવાર વાત કરી. સાર્થ મુશ્કેલીમાં મૂકાઈ ગયે છે–એમ તે શ્રી ધના સાર્થવાહ જાણતા જ હતા, પણ તેમના મિત્ર પાસેથી તેમણે સાર્થની જીવવા માટેના ખોરાકની મુશ્કેલી આદિની વિગતવાર વાત સાંભળી, ત્યારે તે તેમની ચિન્તાને પાર રહ્યો નહિ, સાથેની મુશકેલીની ચિન્તાની પરંપરા તેમના હૈયાને કીડાની જેમ કેરી ખાવા લાગી. સાર્થના દુઃખની ચિન્તાએ તેમને જડ જેવા બનાવી દીધા. ચિન્તામાં ને ચિન્તામાં તેમને નિદ્રા આવી ગઈ. રાત્રિના છેલ્લા પ્રહરે પ્રાતરિકે રિવાજ મુજબ ઘેષણ Page #50 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ કરી કે- અમારા સ્વામિની કીતિ સર્વત્ર પ્રસાર પામી રહી છે, કારણુ કે–વિષમ દશાને પામવા છતાં પણ, અમારા સ્વામી, પેાતે સ્વીકારેલા કર્ત્તવ્યને અદા કરી રહ્યા છે !’ ૩૩ પ્રાહરિક જેવા આ ઘાષણા કરી રહ્યો, કે તરત જ બીજા કોઈ માણસે એ જ વાકય પુનઃ ઉચ્ચાર્યું. શ્રી ધના સાર્થવાહ પેાતાના પ્રાહરિકના અવાજને ખરાખર ઓળખતા હતા, એટલે પ્રારિકે કરેલી પ્રાત:ઘાષણાને ખીજા કેાઈ એ દુહરાવી, તેથી તેમને લાગ્યું કે- પ્રાહરિકની પ્રાતઃ ઘાષણાને દુહરાવીને, આ રીતિએ કાઈ એ મને ઉપાલમ્ભ જ આપ્યા છે!' કારણ કે–રાતથી તેમની સાર્થના દુઃખ વિષેની ચિન્તા વધી ગઈ હતી. હવે શ્રી ધના સાર્થવાહ વિચારે છે કે-‘શું મારા સાર્થમાં કોઈ અત્યન્ત ખરાબ સ્થિતિમાં મૂકાયેલ છે ? ’ એ વિષે વિચાર કરતાં કરતાં, તેમને આચાર્યભગવાન શ્રી ધર્મઘાષસૂરિવર યાદ આવ્યા. આચાર્યભગવાન અને તેમની સાથેના સાધુએનો ખ્યાલ આવતાંની સાથે જ, શ્રી ધના સાર્થવાહનું હૈયું ત્રાસી ગયું, કેમ કે તેમને પોતાની ફરજનું ભાન હતું. સાથે જેમને લીધા હાય, તેમને સાચવવાની જોખમદારી આપણી છે, એમ એ સમજતા હતા. શ્રી ધના સાર્થવાહને એમ થઈ ગયું કે-‘આવી મુશ્કેલીમાં એ મહાત્માઓનું થયું શું હશે ? જે મહાત્માએ અકૃત, અકારિતા અને પ્રાસુક ભિક્ષા–પાનથી જ નિર્વાહ કરવાના નિયમવાળા છે અને કંદમૂલ તથા કુલ-કુલ આદિને જેએ કદી અડકતા પણ નથી, તેમની હાલત શી થઈ હશે ?? આ ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચાર ગતિનાં કારણે વિચારથી શ્રી ધના સાર્થવાહને જબર આઘાત લાગે. તે વિચારે છે કે-“મેં મૂર્ખાએ આ કરી શું રાખ્યું? માર્ગે તેમની સઘળી સંભાળ રાખવાનું મેં વચન આપ્યું હતું અને હું તો હજુ આજે જ તેઓને સંભારું છું ! આજ સુધીમાં મેં જેમનું વચન માત્રથી પણ ઔચિત્ય સાચવ્યું નથી, એવા એ મહાત્માઓને હવે હું મારું મેઢું પણ કેમ દેખાડી શકીશ?” આવા પ્રકારના માનસિક પરિતાપને અન્ત, શ્રી ધના સાર્થવાહે નિર્ણય કર્યો કે–ખરેખર, એ મહાત્માઓ તે સર્વત્ર નિઃસ્પૃહ છે, એટલે તેઓને મારું શું કામ હોય ? પણ હું તે આજે જ તેઓનું દર્શન કરીશ અને મારા પાપને ધોઈ નાખીશ !” આ નિર્ણય કરીને, શ્રી ધના સાર્થવાહ એ જ વિચારમાં બેસી રહ્યા -ક્યારે સવાર થાય, ક્યારે હું એ મહાત્માઓનાં દર્શન કર્યું અને ક્યારે હું તેમની ક્ષમા યાચું!” થેડી રાત્રિ બાકી હતી, તે એમણે મહા મુશીબતે પસાર કરી. સવાર થતાંની સાથે જ, વેષને ધારણ કરીને, આગેવાન ગૃહસ્થની સાથે શ્રી ધના સાર્થવાહ, આચાર્યભગવાન જે ઘાસની ઝુંપડીમાં વિરાજતા હતા, ત્યાં પહોંચ્યા. આચાર્યભગવાન અને બધા સાધુઓ પ્રસન્નમુખ જ હતા. કેઈના ય મેંઢા ઉપર લેશ માત્રે ય ગ્લાનિ નહતી. મુનિવરે તે, કઈ મનમાં, કઈ કાર્યોત્સર્ગમાં, તે કઈ પઠન-પાઠનમાં અને કઈ ભૂમિપ્રમાર્જનાદિ કાર્યમાં, તો કઈ ગુરૂવન્દનાદિ કાર્યમાં લીન હતા. આચાર્યભગવાનના મુખને જતાં અથવા તે આચાર્યભગવાનની નિશ્રામાં જે મુનિવરે હતા, તેમાંના એક પણ મુનિવરના મુખને જોતાં, “આમને કઈ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પહેલે ભાગ આફત છે અથવા તો આમણે કઈ આફતને ભેગવેલી છે?— એમ લાગે જ નહિ. તેમાં ય, તે મૂર્તિ આચાર્યભગવાન તે, જાણે સાક્ષાત્ ધર્મની મૂર્તિ સમા લાગતા હતા. આચાર્યભગવાનને અને મુનિવરેને આટલા બધા પ્રસન્નમુખ અને પિતાના કાર્યમાં રત જોઈને, શ્રી ધના સાર્થવાહને હૈયે કેવી અસર થઈ હશે ? શ્રી ધના સાર્થવાહ, સમ્યક્ત્વ પામ્યા પહેલાં પણ કેવી ઉત્તમ મનોદશાવાળા હતા, એ પણ સમજવા જેવું છે, અને સમ્યકૃત્વને પામવામાં તેમને કેવી સુન્દર પૂર્વભૂમિકા પ્રાપ્ત થઈ હતી, તે પણ સમજવા જેવું છે. આ સાથે ભયંકર વિડંબનામાં મૂકાઈ ગયો હતો, ત્યારે સાધુઓને કાંઈ ઓછી તકલીફ સહન કરવી પડી હશે? નહિ જ, છતાં ય, તકલીફ વિષે ફરીયાદ તો નહિ, પણ તકલીફ પડી છે–એવું શહેરા ઉપરથી ય જણાવા દે નહિ, એ જેવી–તેવી વાત છે? જૈન સાધુ એટલે એ, કે જે દુઃખમાં પણ દુઃખ માને નહિ અને આત્માના સુખ સિવાયના સુખની સ્પૃહા કરે નહિ. જૈન સાધુને જો દુઃખમાં દુઃખ લાગે અને સુખની પૃહા થઈ જાય, તે એને એ પિતાની ઉણપ માને. શ્રાવકની ફરજ એ છે કે–સાધુ અને સાધ્વીના સંયમની આરાધનાની અનુકૂળતાને અંગેના સુખની એ જ ચિન્તા કરે અને તેમનું દુઃખ ટાળવામાં પાછી પાની કરે નહિ, પણ સાધુ-સાધ્વી તે દુઃખને પણ પ્રેમથી વેઠવાની વૃત્તિવાળાં હોય. તમને સાધુ-સાધ્વી સંયમ સુખરૂપ પાળી શકે, એની ચિન્તા ખરી ને ? “મારા સમાજમાં સાધુ-સાધ્વી કેટલાં? તેમને સંયમની સાધનામાં કયી કયી તકલીફ નડે છે? એ Page #53 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે તકલીફાને ટાળવાને માટે શું શું કરવાની જરૂર છે ? ’-આટલી ચિન્તા જેના હૈયામાં સ્થાન પામી જાય, તેનેા અડધેા સંસાર ભૂલાઈ ગયા વિના રહે ? એ તે એવા હાય કે–એને સંસાર ઝેર જેવા લાગે અને સાધુ થવાની ઈચ્છા રાજ થાય. તમે આજે સાધુ-સાધ્વીની કરવા જેવી ચિન્તાને પણ ઘણે ભાગે વિસરી ગયા છે, કેમ કે–મનનું વલણ સાધુપણા તરફ નથી, પણ સંસાર તરફ છે. તમને ખ્યાલ નહિ હોય, પણ તમે સંસારમાં જેની ચિન્તા કરી રહ્યા છે, તેમાં તા તમે પાયમાલ થઈ રહ્યા છે. ૩૬ શ્રાવકની ફરજ જુદી અને સાધુ--સાધ્વીની ક્રુજ જુદી. સાધુ-સાધ્વીએ તેા દુઃખમાંય સુખ માનવાનું અને સુખની પૃહા કરવાની નહિ. દુઃખથી ડરે અને સુખને ઝંખે, એ સાધુ રહી શકે નહિ. જે સાધુ-સાધ્વી દુઃખથી ભાગતાં ક અને સુખની ઝંખના કર્યા કરે, એમના દુ:ખનો પાર નહિ. જેને પગે લાગવાનું કહે તે આડું જુએ અને જેને પગ દાખવાનું કહે તે ગાળ દે, એમે ય બને. સુખની ઈચ્છા થઈ અને તેવું પુણ્ય હાય નહિ, તા મહા પંચાતમાં પડી જવાય. એવાના સમય, મહા દુર્ધ્યાનમાં પસાર થાય. જે કય સુખની ઇચ્છા કરાવે, તે ચ પાપેાય છે અને જે કહૃદય દુઃખની ચિન્તા કરાવે, તે ય પાપેાય છે. શ્રી ધના સાર્થવાહ, શ્રી આચાર્યભગવાનની પાસે આવીને, પહેલાં તેઓને અને તે પછી યથાક્રમે સર્વ મહાત્માઓને વંદના કરે છે. સૌ ધર્મલાભ આપે છે. મહાત્માઓની નીતિ– રીતિથી તેમને ઘણા આનંદ થાય છે. પછી, આચાર્યભગવાનની પાસે બેસીને, શ્રી ધના સાર્થવાહ Page #54 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૭ કહે છે કે-“હે ભગવન ! આપને મેં મારી સાથે પધારવાનું જે આમંત્રણ કર્યું, તે તે શરત્રાતુની મેઘગર્જનાની જેમ દેખાવ માત્ર જ નિવડયુંકારણ કે–ત્યારથી આરંભીને અત્યાર સુધીમાં નથી તો મેં આપની ખબર પૂછી, નથી મેં આપને વાંધા અને નથી તે મેં અન્ન-પાન-વસ્ત્રાદિકથી કઈ પણ વખતે આપને સત્કાર કર્યો ! જાગવા છતાં પણ જાણે ઉંઘતો હોઉં તેમ, મેં મૂઢે આ કેવું કરી નાખ્યું ? મેં મારા વચનને ઘાત કર્યો અને તે દ્વારા આપની અવજ્ઞા કરી !” આટલું કહીને, છેવટમાં શ્રી ધના સાર્થવાહ, પિતાના અપરાધને ખમાવવાને માટે, મહાત્માના મહાત્માપણાનું શરણ સ્વીકારે છે. એમને લાગે છે કે-મારે અપરાધ એ છે કે એને તો મહાત્માઓ જ સહી શકે. આથી તેઓ કહે છે કે-“હે પૂજ્ય ! આપ મહાત્મા છે, પૃથ્વી જેમ સર્વને સહે છે, તેમ મહાત્માઓ પણ સર્વને સહનારા હોય છે, તે આપ મારા પ્રમાદાચરણને ખમા !” શ્રી ધના સાર્થવાહ આમ કહી રહ્યા, એટલે આચાર્યભગવાન કહે છે કે-“હે મહામત ! તું વિષાદ ન કર ! માર્ગમાં દુષ્ટ અને હિંસક પ્રાણિઓથી તેમ જ ચરથી તે અમારું રક્ષણ કર્યું છે, એટલે તે અમારે બધા જ સત્કાર કર્યો છે ! વળી, તારા સાર્થમાં આવેલા જ અમને ઉચિત એવાં અન્ન-પાણી આપે છે! આથી, અમે સીદાયા હોઈએ—એવું કશું જ બન્યું નથી.” આખે ય સાર્થ જ્યારે મહા વિપત્તિમાં મૂકાઈ જવા પાપે ગરમી અને વર્ષોથી ત્રાહિ ત્રાહિ પિકારી ગયે; પહેલાં પણ શેડ્યું ન જડે એવી હાલત થઈ અને પછી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચાર ગતિનાં કારણેા પેટ પૂરતું અનાજ મળવું પણ દુર્લભ અની ગયું; ત્યારે, ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસને ફરમાવેલા સાધ્વાચારાનું પાલન કરવાની પ્રતિજ્ઞાવાળા અને એ પ્રતિજ્ઞાના પાલનમાં દૃઢ રહેનારા મહાત્માઓને, કેટકેટલી પ્રતિકૂળતાએ વેઠવી પડી હશે ? એ મહાત્માએએ તેા આવી પડેલી વિકટ સ્થિતિને મહા કર્મનિર્જરાનું કારણ જ મનાવ્યું હશે ને? જો એમ ન હાત, તા આ અવસરે પણ આચાર્યભગવાન આવેા ઉત્તર આપી શકત ખરા ? શ્રી ધના સાર્થવાહ, ભૂલમાં ને ભૂલમાં કશી જ સંભાળ નથી લઈ શકયા; તે છતાં પણ, આચાર્યભગવાને સાર્થવાહ દ્વારા થયેલા રક્ષણને જ યાદ કર્યું, પણ પેાતાની સંભાળ ન લીધી તેને માટે વિચાર સરખા ય કર્યાં નહિ. ઠપકો દઈ દેવા જેવી આ તક નહોતી ? પણ મહાત્માઓનું હૈયું એવું હતું જ નથી. સંસારમાં દોષની નવાઈ શી છે ? થાડા પણ ગુણની જ નવાઇ છે. દાષ તા ભરેલા જ છે. ગુણુ કેટલેા પ્રગટ્યો, એ જ જોવા જેવું છે. શ્રી જિનશાસનના મહાત્માએ તા. સાગરથી ય વધુ ગંભીર હોય. એમના સ્વભાવ જ સૉરૂં જોવાના હાય. દુઃખની ચિન્તા કર્યા કરનારાએ અને બાહ્ય સુખને ઝંખ્યા કરનારાઓ, બીજાઓને ધર્મ તે। પમાડી શકે નહિ, પણ ખીજાએના ધર્મને લૂટી ના લે તે ય ઘણું છે. પેાતા પ્રત્યે સામાએ ગમે તેવું અયેાગ્ય વર્તન કર્યું હોય, પરન્તુ પાતે પૂર્વે આચરેલા પાપનું જ એ પરિણામ છે કે બીજું કાંઈ ? પેાતાના અશુભેાદય ન હેાત, તેા સામે શું કરી શકવાના હતા ? શ્રી જૈન શાસનના સાધુ થઇને નારાએ પણ જો આટલું નહિ સમજે, તેા પછી આને સમજશે કેણુ ? આપણા Page #56 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૩૯ અપરાધ કરનાર પણ જ્યારે માફી માગતા આવે, ત્યારે એને આપણે એવું આશ્વાસન આપવું જોઈએ કે–એના બીજા પણ દોષો ગળી જવા પામે ! આચાર્યભગવાનને, શ્રી ધના સાર્થવાહ કહે છે કે-“સંત પુરૂષો સર્વ પ્રકારે ગુણાને જ જુએ છે, એટલે જ આપ પૂજ્ય દોષિત એવા મારે માટે પણ આમ કહી છે. પરન્તુ, હું તે। મારા પ્રમાદથી સર્વથા શરમાઉં છું, માટે આપ પ્રસન્ન થાઓ અને સાધુઓને માકલા, કે જેથી હું તેમને મારી ઇચ્છાનુસાર આહાર આપી શકું!' આચાર્યભગવાને પણ ‘ વર્તમાન ચેાગ ’કહીને, પાછું યાદ આવ્યું કે- તું જાણે છે કે–અમને અકૃત, અકારિત અને અચિત્ત અન્નાદિ જ ઉપકારક થાય છે! શ્રી ધના સાર્થવાહ કહે છે કે-‘સાધુઓને ઉપકારક થાય તેવું જ હું આપીશ.' આમ કહીને, શ્રી ધના સાર્થવાહ પેાતાના આવાસે ગયા અને આચાર્યભગવાને મેકલેલા બે સાધુઓ પણ તેમની પાછળ પાછળ ગયા. શ્રી ધના સાર્થવાહના હૈયા ઉપર કેવી છાપ પડી હશે ? ખરા મહાત્માએ તા આ, કે જેમને દુઃખની ચિન્તા નહિ અને સુખની સ્પૃહા નહિ, એમ થઇ ગયું હશે ને? મારા ઘણા દાષામાંથી એકને ય જોયા નહિ અને નહિ જેવા ગુણાને જ આગળ કર્યો, એટલે આ મહાત્માએ કેવા ઉદાર અને પરોપકારી છે, એમ એને લાગ્યું હશે ને ? ભક્તિભાવ ખૂબ વધી ગયા છે, આ મહાત્માની ભક્તિ કરવાની ભાવના ઉછાળા મારી રહી છે, પણ ભાગ્યવશાત Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ચાર ગતિનાં કારણા અને છે એવું કે–સાધુઓને ખપે એવું કાંઇ જ અન્નપાનાદિ એ વખતે તૈયાર નથી. ભક્તિભાવથી તરએાળ હૈયાવાળા બનેલા શ્રી ધના સાર્થવાહ, સાધુઓને વહેારાવવા યેાગ્ય અન્નપાનાદિની શેાધ કરે છે, ત્યાં તેમની નજર તાજા ઘી ઉપર પડી. શ્રી ધના સાર્થવાહ ખેલ્યા કે− આ કાંઈક કલ્પે એવું છે.' એટલે એમના ભાવને જાણીને, મુનિઓએ પણ ‘ખપશે’ –એમ સૂચવીને, પેાતાનું પાત્ર ધર્યું! મુનિએ અવસરના જાણુ હતા. શ્રી ધના સાર્થવાહ અત્યારે કેવી ભાવનામાં રમે છે, તેને તેમને ખ્યાલ હતા. એમને, શ્રી ધના સાર્થવાહની એ ભાવનાને, જરા ય આંચ આવવા દેવી નહાતી. આથી, શ્રી ધના સાર્થવાહ ઘી વહેારાવવાને ઈચ્છે છે એમ જાણ્યું, તે તેના પણ નિષેધ કર્યો નહિ. મહાત્મા, માસખમણુના પારણે દહીં મળી જાય તે દહીંથી પારણું કરી લેતા અને પાછા માસખમણને આદરતા, એટલે મહાત્માઓએ એકલું ઘી કેમ વહેાયું, એ વિચાર જ કરવા જેવા નથી. શ્રી ધના સાર્થવાહે ઘીથી મુનિઓના પાત્રને ભરી દીધું અને મુનિએએ પણ પાત્રને ભરાવા દીધું. સાધુઓએ પાત્રને ઘીથી ભરવા દીધું, કેમ કે–સાધુઓને તેા નિર્દોષ તે કિંમતી અને દાષિત તે નકામું ! શ્રી ધના સાર્થવાહ જે વખતે સાધુઓને વહેારાવી રહ્યા હતા, તે વખતે ‘હું ધન્ય છું, હું ભાગ્યશાળી છું’–એવા વિચારોથી, તેમના શીરની રામરાજી વિકસ્વર થતી હતી. એ ભક્તિમય આનંદમાં, એમણે, મિથ્યાત્વને હડસેલી મૂકયું અને સમ્યક્ત્વને પ્રગટાવી દ્વીધું ! Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પહેલો ભાગ પાપોદય વિના સુખની ઇચ્છા થાય નહિ સાધુઓના પાત્રમાં ઘીની ધારા કરતાં કરતાં જેમ શ્રી ધના સાર્થવાહનું મિથ્યાત્વ તણાઈ ગયું, તેમ ભગવાનને અભિપેકની ધારા કરતાં કરતાં તમારું મિથ્યાત્વ પણ તણાઈ જાય ને ? જરૂર તણાઈ જાય, પણ એ વખતે તમારા હૈયામાં એ ભાવ આવવો જોઈએ. મિથ્યાત્વને કાઢવાને માટે મોટાં હથીયારે નથી જોઈતાં, પણ આત્માને સારે ભાવ અવશ્ય જોઈએ છે. જ્યાં સુધી તમે સંસારના સુખની ઈચ્છામાં જ રમતા હો, ત્યાં સુધી એ ભાવ આવે નહિ. સંસારના સુખની ઈરછા તરફ અણગમે થયા વિના અને મોક્ષની ઈચ્છા પ્રગટયા વિના, મિથ્યાત્વ ન જાય. મિથ્યાત્વને કાઢવાને માટે, પાપ કરાવનાર કર્મ પ્રત્યે સુગ આવવી જોઈએ. એ માટે, પહેલાં નક્કી કરે કે-જે કર્મ સંસારના સુખની ઈચ્છા કરાવે, તે પાપ છે; સંસારના સુખને મેળવવાની ઇચ્છા, એ પાપને ઉદય છે. પુણ્યોદય વિના એ ઈચ્છા ફળે નહિ, પણ પાપોદય વિના એ ઈરછા થાય નહિ. જીવને સંસારના સુખની જે ઇચ્છા થાય છે, તે પાપના ઉદયથી થાય છે-એ વાત બેસે છે? એ વાતને હૈયે જચાવવાની જરૂર છે. પાપના ઉદયે સંસારના સુખની ઇચ્છા જન્મ અને એ ઈચ્છા કરાવે શું? એ ઈચ્છા ધર્મ કરાવે તે ય પાપ બંધાવ્યા વિના રહે નહિ. એ ઈચ્છા ધર્મને ધર્મ રૂપે થવા કે ફળવા દે નહિ. સારું ખાવાની ઈછા તે પાપ અને ભક્તિથી અગર દયાથી સારું ખવડાવવાની ઈચ્છા તે ધર્મ. પેલે રાગ છે અને આ ત્યાગ છે. સારું ખવડાવવાની પાછળ પણ, જે એથી ખાવાનું સારું મળે–એવી ઈચ્છા હોય, તો તે ધર્મ નહિ, Page #59 -------------------------------------------------------------------------- ________________ = ૪ર. ચાર ગતિનાં કારણે પણ પાપ! સંસારમાં જે સાવધ ન રહીએ, તે પાપમાં ઝંપલાઈ જતાં વાર લાગે નહિ. સંસારમાં ધર્મમય જીવન જીવવું, એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. તલવારની ધાર પર ચાલવું—એ હજુ સહેલું, પણ ભગવાને કહેલા ધર્મને પાળ એ કઠિન; પણ, એ ધર્મને પાળ્યા વિના મેક્ષ થાય નહિ. ધર્મ કરે હોય, તે પાપથી ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. આપણે તે, પાપના મૂળને જ પકડી પાડીને, તેને ઉખેડી નાખવું જોઈએ. સંસારના સુખની ઈચ્છા ઉપર દ્વેષ કેળોઃ તમે અહીં, દુઃખને આપનારા કર્મને તોડવાને માટે આવ્યા છે–એમાં તે શંકા નથી, પણ ભેગી સુખને આપનારાં કર્મોને બાંધવાની ઈચ્છા ખરી કે નહિ? એ ઈચ્છાના યેગે પણ પાપ કરાવનાર કર્મ બંધાય છે. સંસારના સુખની સ્પૃહાથી ધર્મ કરનારને પુણ્ય બંધાય, પણ સાથે પાપ પણ બંધાય જ અને એથી સુખના કાળમાં પણ દુખના કકડા હાજર હોય. સંસારના સુખની ઈચ્છાથી કરેલા ધર્મથી બંધાએલ પુણ્યના ઉદયકાળમાં, ધર્મ વિસરાઈ જાય અને પાપને રાગ જેર કરે, એ સુસંભવિત છે. દુઃખને દ્વેષ તે અનાદિથી છે, એટલે દુઃખને આપનારાં કર્મોને કાઢવાની ઈચ્છા થાય તેમાં નવાઈ નથી; પણ પાપને કરાવનારાં કર્મોને કાઢવાની ઈચ્છા થાય, તે જ કામ થાય. એ માટે, સંસારના સુખની ઈચ્છા ઉપર શ્રેષ કેળવા જોઈએ. ભગવાન કેવળજ્ઞાન પામીને તીર્થને સ્થાપે, ત્યારથી તે જીવે ત્યાં સુધી માટે, રોજ બે પ્રહર દેશના દે. સમવસરણમાં રે જ ત્રણ પ્રહર જેટલે સમય દેશના દેવાય; મના કાળ પણ જારના Page #60 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ તેમાં બે પ્રહર જેટલે સમય ભગવાન દેશના દે અને એક પ્રહર જેટલો સમય ગણધરદેવ દેશના દે. એમાં શું કહ્યું હશે? દુઃખના દ્વેષી જાને, સંસારના સુખના દ્વેષી બનવાની પ્રેરણું કરેલી. સંસારના સુખને ઠેષ પ્રગટે અને મેક્ષસુખને રાગ પ્રગટે, પછી મુક્તિ છેટી શાની રહે? ભગવાને એક માત્ર મોક્ષમાર્ગની જ પ્રભાવના કરી, કેમ કે-સુખને ઉપાય, એ જ એક છે. આજે દુઃખના ઉપર જે દ્વેષ છે, તે છેષ જે સંસારના સુખ ઉપર થઈ જાય, તે દુઃખ ગયું સમજે. સંસારના સુખને રાગ જ્યાં કાઢવા જેવું લાગે, એટલે કર્મ ધ્રુજવા માંડે. મેક્ષમાર્ગને આરાધો હોય, તો દુઃખના ડરને અને સંસારના સુખના રાગને છોડવાને અભ્યાસ કરે. ખ્યાલ. કરે કે-આપણે દુઃખના દ્વેષી અને સુખના પ્રેમી છીએ, માટે કર્મનું જોર ચાલે છે. દુઃખથી ડરીએ નહિ અને સુખને ઈચ્છીએ નહિ, તે કર્મ ભાગવા માંડે. એ સમજે કે–જેના અમે માલિક બની બેઠાં હતાં, તે હવે જાગે. સંસારચક બંધ કેમ થાય ? જેનામાં સુખને દ્વેષ પ્રગટે, તે ત્યારથી જ બાર આની સુખી થઈ જાય. જગતમાં ઈચ્છાનું જ દુઃખ મેટું છે. ઈચ્છા થઈ, એટલે શાણે પણ ગમાર બને. સમજુ પણ ઈચ્છાને આધીન થાય, તો માથે હાથ દઈને બેસે. ડાહ્યામાં ડાહ્યા માણસને પણ જે ઈચ્છાનું ભૂત વળગી જાય, તે તે પામર બની જાય. જે કઈ ઈચ્છાને આધીન બને, તે દુઃખ, દુઃખી ને દુઃખી જ હેય. સંસારના સુખ ઉપર ઠેષ આવી ગયે, એટલે એ બાદશાહ બની ગયો. કાંઈ જોઈતું હોય, તે એ. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ચાર ગતિનાં કારણે સદાય ને? આ જગત્ મેટું યંત્ર છે. આમાં જેટલા ઝંપલાય, તેટલા કપાઈને સાફ થઈ જાય. જે સાવધ રહે, તે જ બચે. યંત્રો ચલાવનારા ધોતીયાને બદલે પાટલુન પહેરે છે. કેમ? ભૂલથી પણ યંત્રમાં છેડે આવી જાય તે જાન જાય, એમ સમજે છે. સંસાર તે, દુનિયાનાં ભયંકરમાં ભયંકર ચક્રોથી પણ મહા ભયંકર ચક છે. ઈરછા થઈ, પુણ્ય હોય ને પૂરી થઈ કે તરત બીજી ઈચ્છા થવાની. જેમ બટન દાબે તો જ પેલાં યન્ત્રો બંધ થાય, તેમ સંસારચક્રને બંધ કરવાને માટે ઈચ્છાના બટનને દાબે તે જ કામ થાય. દુનિયાનાં ચકોને તે માપ છે, પણ સંસારના ચકને માપ નથી. સંસારના ચક્રથી બચવાને માટે, શ્રી વીતરાગના ઘરમાં પેસવું જોઈએ; અને સંસારના સુખની ઈચ્છા ઉપર કાબૂ મેળવ્યા વિના, શ્રી વીતરાગના ઘરમાં પેસી શકાય નહિ. આપણે શ્રી વીતરાગના ઘરમાં પેસીએ, એટલે કર્મ માંકાણ માંડે અને આપણે આનંદ અનુભવીએ. શ્રી સિદ્ધગિરિજીમાં તો તમારાં પાપકર્મો રડે છે ને? માલિકે અમને કાઢવા માંડયાં, એમ તમારા કર્મોને લાગે છે ને ? સંસારના સુખની ઈચ્છામાં જ રમતા હશે, એની જ ચિન્તા હશે, તે રડવાનું મેહને નહિ, પણ આત્માને રહેશે. આંટો આટા માટે નહિ થવો જોઈએ: શ્રી વીતરાગને ધર્મ કઠિન છે, પણ તે સંસારના સુખની ઈચ્છાવાળાને. દુઃખને સહવાની અને સુખની સામે નજર પણ નહિ કરવાની તાકાત કેળવે, તે આ ધર્મ બહુ સહેલે છે. શ્રી નન્દન મુનિવર મા ખમણને પારણે મા ખમણ કરતા. લાખ વર્ષ પર્યન્ત માસખમણને પારણે માસખમણ કરવા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પહેલે ભાગે છતાં પણ, જ્યારે જુઓ ત્યારે એ પ્રસન્નમુખ જ જણાતા. એટલો તપ અને સાથે અપ્રમાદ પણ એ. એમની કઈ કિયા સીદાતી નહિ. શાથી? તેમણે ઈચ્છાને કચડી નાખી હતી! શરીરબળ ખરું, પણ ઈચ્છા જો કચડાઈ ગઈન હેત, તે અપ્રમાદથી એટલી તપશ્ચર્યા થાત નહિ. આપણને તો વગર ભૂખે પણ ખાવાનું મન થાય છે. નક્કી કરે કે–ભૂખ લાગ્યા. વિના તે ખાવું જ નહિ. જે જોવાનું મન થાય તે જોવું નહિ અને જે ખાવાનું મન થાય તે ખાવું નહિ, આટલો નિયમ કરે છે? જે માત્ર છ મહિના સુધી પણ આ અભ્યાસ કરે, તે લાગે કે-દુઃખ ગયું. ભૂખ લાગ્યા વિના ખાવું નહિ -એટલું જ નહિ, પણ જ્યાં સુધી ખાધા વિના ચાલે, ભૂખ પીડીને પ્રમાદ લાવે નહિ, ત્યાં સુધી ખાવું નહિ-આવી ટેવ પાડે, તે જીભની આધીનતા ટળે ને ? પેટ માગતું હોય, એટલે તે જે મળે તે ચાલે ને ? પણ, પાપ કરાવનારાં કર્મોને કાઢવાં હોય, તે ને? પાપ કરાવનારાં કર્મોને કાઢવાં છે–એ નિર્ણય કરે અને જરૂરી અભ્યાસમાં લાગી જાઓ, તો દુખ તમને અડે નહિ અને મેક્ષ તમારી રાહ જુએ. શ્રી સિદ્ધિ ગિરિજીની યાત્રાએ આવીને, આ નિર્ણય અવશ્ય કરવો જોઈએ. આટલે મોટો આંટો, આટા માટે નહિ થઈ જવું જોઈએ.. સંસાર ખટક્ય એમ કયારે કહેવાય? અહીં શ્રી સિદ્ધિગિરિજીની યાત્રાએ આવીને પણ તમે જો સંસારના સુખ તરફ જ લક્ષ્ય આપ્યા કરે, તે આવી સારી યાત્રા પણ ફળે શી રીતિએ? સંસાર, એ તે આત્માનું વિકૃત સ્વરૂપ છે અને મોક્ષ, એ જ આત્માનું સાચું સ્વરૂપ, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ચાર ગતિનાં કારણે છે.–આવું ભાન ન થાય, ત્યાં સુધી વિકૃત સ્વરૂપને ટાળવાની અને પિતાના સ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છા થાય શી રીતિએ ? જેને પોતાને સંસારપર્યાય ખટકે અને પિતાના મોક્ષસ્વરૂપને પામવાની ઈચ્છા થાય, તે જ મોક્ષને પામી શકે. સંસાર ખટક્યા વિના, ગમે તેટલી ક્રિયાઓ કરાય તો પણ, મેક્ષ થાય નહિ. આપણને સંસાર ખટકે છે ખરે? અને ખટકે છે, તો ક્યારે ખટકે છે? સંસાર ખટકે છે તો ખરે, પણ તે તકલીફ આવે ત્યારે ને? અનુકૂળતા મળે તો સંસાર ખટકતો નથી, પણ સારે લાગે છે. ત્યારે, એ સંસાર ખટક્યો–એમ ન કહેવાય. સુખમાં, અનુકૂળતામાં પણ સંસાર ખટકે, આત્માનું વિકૃત સ્વરૂપ ખટકે, તો જ એને સંસાર ખટક્યો એમ કહેવાય. જ્યાં સુધી વિકૃત સ્વરૂપ ખટકે નહિ, ત્યાં સુધી સાચા સ્વરૂપને પામવાની ઇરછા જન્મ નહિ અને સાચા સ્વરૂપને પામવાની ઈચ્છા જમ્યા વિના, શ્રી અરિહંતાદિ પાંચે ય પરમેષ્ઠિઓ જેવા રૂચવા જોઈએ, તેવા રૂચે નહિ. શ્રી અરિહંતાદિ પાંચે ય પરમેષ્ઠિઓને નમસ્કારાદિ કરવા છતાં, એ પાંચની ઓળખ કેટલી? અને સાચી ઓળખ ન હોય, તે એ તારકેને નમસ્કાર કરતાં પણ જે ભાવ આવે જોઈએ, તે ભાવ આવે શી રીતિએ? શ્રી અરિહન્તાદિ પાંચે ય પરમેછિએના સ્વરૂપની વાતને વિચારે, તો એમાંના એકમાં પણ મેક્ષની વાત આવ્યા વિના રહે નહિ; એટલે, સંસાર ખટક્યા વિના અને મોક્ષ રૂચ્યા વિના, શ્રી અરિહંતાદિ પ્રત્યે સાચે ભક્તિભાવ પ્રગટે જ શી રીતિએ ? પરમેષિઓ પ્રત્યે બહુમાન કયારે પ્રગટે ? શ્રી અરિહંતાદિને તમે જે નમસ્કાર કરે છે, તે શા Page #64 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૪૭ માટે કરો છો ? એ તારકેને નમસ્કાર કરવાની સાથે, એ તારકને ઓળખવાને પ્રયત્ન પણ ખરો ? સ, બહુમાન છે માટે નમસ્કારાદિ કરીએ છીએ. એ તારકો પ્રત્યે બહુમાન થવાનું કારણ શું? અને જ્યાં બહુમાન હોય, ત્યાં આછી પણ ઓળખ હોય; તેમ જ, ઓળખવાને વિશેષ વિશેષ પ્રયત્ન પણ ચાલુ હેય. સ. એમનું સ્થાન ઉંચું છે. કેઈનું સ્થાન ગમે તેટલું ઊંચું હોય, પણ આપણને કામ ન લાગે તે આપણને તેની કિંમત કેટલી? આપણે એ સ્થાન તરફ બહુમાન રાખવાનું કારણ શું? એમનું સ્થાન ઉંચું શાથી? શ્રી અરિહંત પરમાત્માએ તારક મોક્ષમાર્ગને પ્રગટાવ્યો, શ્રી સિદ્ધ પરમાત્માની અવસ્થા શ્રી સિદ્ધિગતિને પામવાની પ્રેરણા આપે છે અને શ્રી આચાર્ય આદિ મુનિવરે એ મોક્ષમાર્ગના પાલક, પ્રચારક અને પાઠક તથા એની સાધનામાં સહાયક થનારા છે, માટે જ પાંચે ય પરમેષિઓનું સ્થાન ઉંચું છે ને? આ પાંચ પ્રત્યે બહુમાન પ્રગટે, એટલે એ સ્થાનને પામવાની ઈચ્છા પ્રગટે જ; અથવા તે, એ સ્થાનને પામવાની ઈચ્છા જમે, એટલે આ પાંચના સ્વરૂપને ખ્યાલ આવતાં, આ પાંચ તરફ બહુમાન પ્રગટ્યા વિના રહે જ નહિ. બહુમાન એટલે હદયને આદરભાવ. જે સ્થિતિને બીજા પામ્યા હોય, તે સ્થિતિ આપણને ગમે, તે સ્થિતિ પામવા જેવી લાગે, તે જ તેમના પ્રત્યે આદરભાવ પ્રગટે ને? પાંચ પરમેષ્ટિએ જે સ્થિતિને પામ્યા છે, તે સ્થિતિ જ કલ્યાણકારી છે-એમ જે લાગતું હોય, એ સ્થિતિને પામવાની જે અભિલાષા હોય અને આપણી અત્યારની સ્થિતિ આપણને જે ખટકતી હોય, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચાર ગતિનાં કારણે તે જ આપણે કહી શકીએ કે-અમને આ પાંચ પરમેષ્ઠિ પ્રત્યે બહુમાન છે. હુયે સંસારનું એટલે કે સંસારના સુખનું બહુમાન હોય અને એ સુખ આ પાંચની સેવાથી મળશેએમ લાગ્યું હોય, તા તેથી પણ ભક્તિ આદિ થાય એ ખને; પણે એમાં વસ્તુતઃ પાંચ પરમેષ્ટિએ પ્રત્યે બહુમાન નથી, પણ સંસાર પ્રત્યે જ બહુમાન છે. સંસારના સુખને રાગ ખટકથા વિના શ્રી વીતરાગના શણને પામી શકાય નહિ : શ્રી વીતરાગ ાત્રમાં, શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં, પરમ ઉપકારી–કલિકાલસર્વજ્ઞ-આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, એ વાતને સ્પષ્ટ કરી છે કે–જેને પેાતાની શરણરહિત અવસ્થાનું ભાન થાય, તેને જ શરણું માગવાનું મન થાય. શ્રી વીતરાગના શરણને માટે એ શરતે અંગીકૃત કરવી જોઇએ; પણ શ્રી વીતરાગના શરણને સ્વીકારવાનું મન કચારે થાય ? હું શરણુરહિત છું, એમ લાગે ત્યારે ને ? આ સંસારમાં આપણે! આત્મા શરણરહિત છે, એનું આપણને ભાન થવું જોઇએ ને ? આપણને લાગે છે કે-આપણે શરણરહિત છીએ અને શરણરહિત છીએ માટે આપણે માથે ભય તાળાઈ રહ્યા છે ? સંસારના આપણને ભય છે ? સંસારના ભય ન હોય, તેા આપણને આ સંસારમાં શરણની જરૂર છે—એમ લાગે શાનું? અને શરણની જરૂર લાગ્યા વિના, આપણે શ્રી વીતરાગના શરણને સ્વીકારીએ શાના? સંસારથી ભયભીત બન્યા વિના, શ્રી વીતરાગના શરણને સાચા ભાવે સ્વીકારી શકાય જ નહિ. જેને ભય લાગે અને એથી જે શરણની Page #66 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૪૯ શેાધમાં પડે, તેની દશા કેવી હેાય ? જે ભયભીત અને, તેને - ભયથી અચાવનારનું શરણ સ્વીકાર ’–એમ કહેવું પડે નહિ. એ જ શરણને માગે. એક કુતરાની પાછળ ખીાં કુતરાં પડ્યાં હોય છે, ત્યારે ભયભીત બનેલું કુતરૂં, કેવી રીતિએ ઘરમાં પેસી જાય છે અથવા જ્યાં રક્ષણ દેખાય ત્યાં કેવું લપાઈ જાય છે ? અને તમે શરણુ ન આપે અને કાઢવા મથા, તેા ય પાછળ પડેલાં કુતરાંના એને એટલેા બધા ભય લાગેલા હોય છે કે—એનું ચાલે ત્યાં સુધી તે એ ખસે નહિ. સંસારને આપણને એવા ભય લાગ્યા છે ખરા ? ‘ ભગવન્ ! સંસારથી તાર, સંસારથી તાર | '–એવું આપણે ખાલીએ છીએ ખરા, પણ હૈયામાં આપણને સંસારને ભય ખરા ? સંસારના ભય હાય અને ‘ દેવ-ગુરૂ-ધર્મ સિવાય મારે માટે કોઈ શરણ લેવા ચેાગ્ય નથી ’–એમ લાગ્યું હોય, તા કહા ! શ્રી નમ્રુત્યુણુંમાં ભગવાનને શરણના દાતા તરીકે પણ સ્તન્યા છે, પણ ખૂલાસા કર્યાં છે કે– ભવથી ભયને પામેલા જીવેાને શરણનું દાન કરનારા !' ભગવાન પણ તેને જ શરણુ આપી શકે, કે જેને સંસારના ડર લાગ્યા હેાય. ભવના ડર લાગ્યા વિના તા, ભગવાન પણ શરણ આપી શકે નહિ; એટલે, આપણે જો શ્રી વીતરાગનું શરણુ જોઈતું હોય, તા આપણને ભવને ડર લાગવા જોઇએ અને ‘ ભવથી ઉગારનાર આ જ છે’–એમ પણ લાગવું જોઇએ. એ વિના, શ્રી વીતરાગનું શરણ મળે શી રીતિએ ? સ૦ આધથી પણ ભવતા ડર તા ખરા. આઘે આઘે પણ સંસારના ડર લાગ્યા હોય, તેા સંસારથી છૂટવાની ઈચ્છા થયા વિના રહે જ નહિ. ભવના ડર, એટલે ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચાર ગતિનાં કારણે સંસારના દુઃખને ડર કે સંસારના સુખને પણ ડર? સંસારનું સુખ પણ તજવા જેવું જ છે, એમ લાગે છે ખરું? કે સંસારના સુખની તે પૂરી ઈચ્છા છે? શ્રી વીતરાગના શરણને પામેલામાં પણ, સંસારના સુખને રાગ હોય-એ બને, પણ એને એ રાગ ખટકતું જ હોય. જેને સંસારના સુખને રાગ ખટકે પણ નહિ, તે શ્રી વીતરાગના શરણને પામ્યો જ નથી. મોહની આધીનતામાં સપડાએલ છવ, શ્રી વીતરાગના શરણને મેળવીને, મોહની આધીનતામાંથી છૂટી શકે, પણ મોહની આધીનતામાં રહેવું પડે તે ખટકે, તે એ શ્રી વીતરાગના શરણને મેળવી શકે ને? દુષ્કતની નિન્દા અને સુકૃતની અનુમોદના: મેહની જાળમાંથી છૂટવાને માટે, શ્રી વીતરાગના શરણને સ્વીકારવાની જરૂર છે. જેને મેહના બન્થનમાંથી છૂટવાની તાલાવેલી લાગે, મેહનું સામ્રાજ્ય જેને ભયભીત બનાવી મૂકે અને આમાંથી છોડાવે તેવા એક શ્રી વીતરાગ જ છે-એમ જેને લાગે, તે શ્રી વીતરાગના શરણને કેવા ભાવથી સ્વીકારે? હું આ સંસારમાં શરણરહિત છું અને એક શ્રી વીતરાગ જ શરણ લેવા યોગ્ય છે-એમ લાગ્યા પછી, શ્રી વીતરાગના શરણને પામવાને માટે, શું કરવું જોઈએ? એ માટે બે શરતે કહી. કયી ? પિતાના દુષ્કતની નિન્દા અને સુકૃતની અનમેદના ! જેનામાં આ બે ગુણે આવે, તે શ્રી વીતરાગના શરણે જઈ શકે ! પિતાનાં દુષ્કત જેને ડંખે અને સુકૃત જેને ગમે, તેને જ શ્રી વીતરાગ ગમે ને? દુષ્કત શું કરે? મેહના સામ્રાજ્યમાં ભમાવે! અને સુકૃતે શું કરે? મેહના બંધનમાંથી છટવામાં Page #68 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૫૧ મદદ કરે ! આપણને આપણાં દુષ્કતો ખે છે ખરાં? પિતાનાં દુષ્કૃતની નિન્દા ક્યારે થાય?“મારાં દુષ્કૃત જ મારી સઘળી ખરાબીનું મૂળ છે”—એમ લાગે છે ને ? દુકૃતના ત્યાગની વાત તે પછી છે, પણ દુષ્કૃત તરફ અણગમે તે ખરે ને? અણગમે ન હોય, તો એની નિન્દા થાય શી રીતિએ? આપણું જીવનમાં દુષ્કૃત કેટલાં છે અને સુકૃત કેટલાં છે, એને વિચાર, તમે, કદી પણ કરે છે ખરા? સ, દુષ્કૃત ઘણાં હોય ત્યાં શું થાય ? દુષ્કૃત ઘણાં હોય અને સુકૃત ડાં પણ હોય, પણ દુષ્કતને તજવાની ને સુકૃતને સેવવાની વૃત્તિ ખરી? સુકૃત થોડું પણ થાય, તે તેને આનંદ ખરે ને? સરસવ જેટલું સુકૃત હોય, પણ તે જેટલું થાય છે તેટલું ભાવપૂર્વકનું થાય છે ને? દુષ્કૃત મોટે ભાગે, સુકૃત , છતાં સુકૃતના ભાવની વાત આવે કે-લોચા વળે. ભાવ કેમ આવતું નથી ? દુષ્કૃત ઉપર તિરસ્કાર જ નથી, માટે ને? એટલે, વસ્તુતઃ નથી દુષ્કતની નિન્દા કે નથી સુકૃતની અનુમોદના! સુકૃત સારા ભાવે ક્યારે થાય? દુષ્કૃત ખટકે તો ! દુષ્કૃત ખટક્યા વિના, સુકૃત સારા ભાવે થાય નહિ ! પહેલાં દુષ્કૃતની નિંદા કહી અને તે પછી સુકૃતની અનુમોદના કહી, એનું કારણ શું? દુષ્કૃત નિન્દાપાત્ર છે-એમ લાગ્યા વિના, સુકૃત અનુમોદનાને પાત્ર લાગે જ નહિ! દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમોદના દ્વારા શ્રી વીતરાગના શરણને કેમ પમાય? દુષ્કૃત નિન્દાપાત્ર લાગે, એટલે વિષયને રસ અને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨. ચાર ગતિનાં કારણે કષાયનું જોર, નિન્દાપાત્ર લાગે જ ને? આત્માને દુષ્કતને રસ લગાડનાર કેણ છે? પુણ્યકર્મના ઉદયથી અને જ્ઞાનાવરણુંયાદિ કર્મોના ઉપશમાદિથી જે સામગ્રી અને જે શક્તિ મળી હોય, તેને દુષ્કૃતમાં ઉપયોગ કરવાને પ્રેરનાર કેણ છે? કહે કે-વિષયને રસ અને કષાયનું જેર. તમે તમારાં દુષ્કતોને યાદ કરે અને એ દરેકના કારણની તપાસ કરે. જે વિષયને રસ ન હોત અને કષાયનું જોર ન હોત, તો તમારાથી થયેલાં દુષ્કૃત પિકી એવું કયું દુષ્કૃત છે, કે જેને તમે આચર્યું હોત? ત્યારે દુષ્કત જેને નિન્દાપાત્ર લાગે, તજવા જેવું લાગે, તેને વિષયને રસ અને કષાયનું જેર નિન્દાપાત્ર લાગ્યા વિના રહે? એને તજવાનું મન થયા વિના રહે? પછી, સુકૃત પણ વિષયના રસથી અને કષાયના જોરથી કરવાનું મન થાય ખરું? વિષયના રસથી અને કષાયના જેરથી જે સુકૃત કરવાનું મન થાય અગર તે કરેલા સુકૃતના બદલામાં જે વિષયસુખની અને કષાયસુખની અભિલાષા આવી જાય, તે એ ય ખટક્યા વિના કેમ જ રહે? વિષયને રસ અને કષાયનું જોર ઘટે, એ માટે સુકૃત છે ને ? જે કારણથી દુષ્કત જન્મ, તે જ કારણથી જે સુકૃત જન્મ, તે એ દુષ્કૃત અને એ સુકૃતમાં ફેર કેટલે ? દુષ્કતથી બચાવનાર સાધનને પણ દુષ્કૃતના કારણને પોષનાર બનાવાય, તે એ સુકૃત પણ દુષ્કૃત કરતાં વધારે ખરાબી કરનાર નિવડે, તે એમાં નવાઈ પામવા જેવું શું છે? સુકૃત, એ દુષ્કતની પ્રતિપક્ષી વસ્તુ છે, એટલે દુષ્કૃતના કારણનું પ્રતિપક્ષી કારણ જ સુકૃતના આચરણમાં હેવું જોઈએ ને ? સુકૃતના સેવન દ્વારા દુષ્કૃતનું કારણ નાશ પામે, એ જ ભાવ હવે જોઈએ ને? “વિષયનો રસ અને Page #70 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ કષાયનું જોર મને દુષ્કૃતમાં યાજનાર છે, માટે હું સુકૃતને આચરૂં, કે જેથી મારા વિષયના રસ અને કષાયનું જોર ઘટે અને અન્તુ એનાથી હું છૂછ્યું, એટલે મારાથી કદી પણ દુષ્કૃત થવા પામે નહિ’–આવા પ્રકારને ભાવ, સુકૃતના આચરણમાં જોઈ એ ને ? આવી વૃત્તિ જેનામાં આવે, તે જ સાચા ભાવે દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમેાદના કરી શકે ને ? આવી વૃત્તિથી, પેાતાના દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમેાદના કરનારા આત્માને, એમ જ લાગે કે-એક શ્રી વીતરાગ સિવાય મારે માટે કશું જ શરણ ચેાગ્ય નથી અને શ્રી વીતરાગનું શરણુ સ્વીકાર્યાં વિના ચાલે તેમ નથી, કારણ કે—એ વિષય અને કષાયથી મૂકાએલા છે અને મારે વિષય અને કષાયથી મૂકાવું છે ! ’ વિષયના રાગ પણ હેાય અને કષાયનું જોર પણ હાય, પરન્તુ જો એ ખટકે તેા જ શ્રી વીતરાગના શરણને સ્વીકારી શકાય અને શ્રી વીતરાગના શરણને સ્વીકારીને પ્રયત્ન કરતે કરતે વીતરાગ બની શકાય. ઘાતી અને અઘાતી કર્મો તરફ કેવા ભાવ છે ? વિષયના રસ અને કષાયનું જોર, આપણને દુષ્કૃતમાં ચેાજે છે, પણ વિષયના રસ અને કષાયનું જોર કાના પ્રતાપે છે? એવા પ્રકારના પાપકર્મના ચેગ આપણને છે, માટે જ આપણે વિષયા તરફ અને કષાયા તરફ ખીંચાઇએ છીએ, એમ થાય છે ? વિષય-કષાયની આધીનતા, એ જ સંસાર છે. સંસારમાં રહેવાના સ્વભાવ આપણા નહિ; આપણા સ્વભાવ તે મેાક્ષમાં રહેવાને; પણ કર્યું આપણને સંસારમાં શકી રાખ્યા છે. કર્મના ચેાગે જ, આપણે અનાદિકાલથી રખડીએ ૫૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ચાર ગતિનાં કારણે છીએ. કર્મને બાંધનાર કેણ? કર્મને વેગ અનાદિથી છે, પણ જૂનાં કર્મ જાય તે પહેલાં નવાં કર્મ બાંધવાની ભૂલ આપણે કરી, એટલે કર્મને યોગ કાયમને કાયમ રહ્યો. આપણને સંસારમાં રખડાવનાર કર્મનો યોગ છે, પણ આપણે તેને ઓળખી શક્યા નહિ, માટે જ હજુ સંસારમાં રખડવાનું ચાલે છે ને? હવે તે, આપણે કર્મને ઓળખી લીધાં છે અને આપણે એને કાઢવાની મહેનતમાં જ છીએ, એમ માની લઉં ને ? આપણને સંસારમાં રખડવાનું મન નથી, સંસારમાં રખડવું એ આપણો સ્વભાવ નથી, છતાં કર્મ જ આપણને અનાદિકાલથી સંસારમાં રખડાવ્યા છે અને હજુ પણ કર્મ આપણે પીછે છોડતાં નથી, એટલે કર્મ ઉપર આપણે ગુરુસો ઘણે ને? પણ એ સ્થિતિ નથી. કર્મ ઉપર ગુસ્સે ખરે, પણ તે દુઃખ આપનારાં કર્મો ઉપર. સુખ આપનારા કર્મો ઉપર તે પ્રેમ અને જરૂર લાગે તેટલાં પાપ કરવાની શક્તિ આપનાર કર્મ ઉપર પણ...? સંસારના સુખને મેળવવાને માટે, સંસારના મળેલા સુખને સાચવવા માટે, આવી પડેલા દુઃખનો નાશ કરવાને માટે અને દુખ આવે નહિ તેવી જોગવાઈ કરવાને માટે જરૂરી લાગે તેવાં પાપ આદિની પ્રેરણા આપનારા કર્મો ઉપર શું છે, તે તમે કહે. ધર્મ કર્મનિર્જરા માટે છે, પણ આપણે ક્યાં કર્મોની નિર્જરા કરવી છે, એ તમે નકકી કર્યું છે? પાપની પ્રેરણાદિ આપનાર કર્મ ઉપર રેષ ન હોય, તો તમે જે બધી ધર્મક્રિયા કરે છે, તેની પાછળ કયે ભાવ છે? એ તે જ્ઞાની કહી શકે અથવા પ્રામાણિક અને વિવેકી બનીને આપણે કહી શકીએ. મોટે ભાગે તો એ જ ભાવ જણાય છે કે- દુઃખ નથી જોઈતું તથા સંસારનું સુખ ખૂબ જોઈએ છે અને એથી સંસારના Page #72 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ સુખની સામગ્રી ખૂબ મળે એવી ઈચ્છા છે. એને ટકાવવાનું, એમાં આવતાં વિઘ્નાને ટાળવાનું બળ જોઈએ છે.’ આવી ઈચ્છાવાળા, સુખ આપનારા કર્મ ઉપર ખૂબ રાજી હોય અને એનાં સાધના ઉપર રાગી હાય આમ, પાપ કરાવનારા કર્મની સાથે ઠીક ઠીક મેળ છે ને ? ઘાતીકમ સાથે ગાઢ મૈત્રી અને જે અઘાતી છે, તેમાં જે શુભ છે, તેના ઉપર પ્રેમ અને જે અશુભ છે, તેના ઉપર દ્વેષ-આ ત્રણમાં હા પાડા, એટલે શ્રી જૈન શાસનની છાયાને પામવાની લાયકાત પણ પ્રગટી નથી, એમ નક્કી થાય. ભૂતકાળમાં કરેલી ભૂલ અહીં કરવી છે ? ૫૫ આટલી બધી તારક સામગ્રીને પામવા છતાં પણુ, આપણામાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને પામવાની લાયકાત પ્રગટી ન હોય અથવા એ લાયકાતને પામવાની વૃત્તિ આવી ન હોય, તેા પરિણામ શું આવે? તમેઅમે વર્ષોથી ધર્મ કરીએ છીએ ને ? વર્ષોથી ધર્મ કરનારા આપણે, એ તે તપાસીએ ને કે—‘ મારી ધર્મકરણીએ મારા રાગને કેટલા ઘટા ડયો અને ત્યાગની ભાવનાને કેટલી વિકસાવી ?’ ભૂતકાળમાં પણ આપણે ધર્મ નહિ કર્યો હોય ? ભૂતકાળમાં ય આપણે ઘણી ધર્મક્રિયા કરેલી, છતાં પણ આપણી દશા આવી કેમ ? ભૂતકાળમાં આપણે ધર્મ ન કર્યાં હોત, તા આપણે અહીં શી રીતિએ આવત ? શ્રીજિનશાસનની નિકટમાં આવી પહેાંચ્યા, એ પ્રતાપ ધર્મના; પણ આટલી સારી સામગ્રી મળવા છતાં ય જો સસારના રાગ ઘટે નહિ, તેા એ પ્રતાપ કોના ? ભૂતકાળમાં ધર્મ કરતાં કરેલી ભૂલાના જ ને ? ત્યારે જે ભૂલ Page #73 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણેા ભૂતકાળમાં કરેલી, તે જ ભૂલ પાછી અહીં કરીએ, તેા રિણામ શું આવે ? ધર્મ સંસારના રાગને પોષવાને માટે નથી, પણ સંસારના રાગને કાઢવાને માટે ધર્મ છે. ધર્મ કરતાં, સંસારના રાગ પાષાવા નહિ જોઇએ પણ કપાવા જોઈ એ. સંસારના રાગને વશ બનીને, ગમે તેટલા ધર્મ ગમે તેટલાં વર્ષો પર્યન્ત કરવામાં આવે, તે પણ એ સંસારથી તારનારા અને શી રીતિએ ? એવાને માટે તા, તે જેમ જેમ ધર્મ કરતા જાય, તેમ તેમ એના સંસારના રાગ ગાઢ બનતા જાય, એવું જ પરિણામ આવે ને ? ધર્મસામગ્રી ઉપરના પ્રેમ ધાવમાતા જેવા છે? પ આજે આપણને ધર્મની સામગ્રી પણ મળી છે અને સંસારની સામગ્રી પણ તમને તે મળીજ છે. સંસારની સામગ્રી ઉપર તમને ખૂબ પ્રેમ છે, એમે ય જણાઈ આવે છે. હવે ધર્મની સામગ્રી ઉપર પ્રેમ ખરા કે નહિ ? સ૦ ધર્મની સામગ્રી ઉપર પ્રેમ તો ખરા જ! ધર્મની સામગ્રી ઉપર પ્રેમ છે, પણ તે કેવા ? પાડાશીના ઘર સાથે હેાય તેવા ને ? પાડેાશીના ઘરમાં નુકશાન થાય, તેની આપણને અસર કેટલી ? બીચારાનું બગડથું' એમ થાય, પણ આપણા ઘરમાં એથી ઘેાડું પણ નુકશાન થાય અને આપણને એની જેવી અસર થાય, તેવી અસર પાડોશીના ઘરે થયેલા નુકશાનથી કાંઈ ઘેાડી જ થાય ? ઘણાને સંસારની સામગ્રી ઉપર તે એટલા બધા પ્રેમ છે કે-મૂકીને જવું પડશે તે દિ' ય રાતા જવાના, પણ દિલથી છેાડવાના નથી. મૂકવા વગર છૂટકા નહિ હાય ત્યારે મૂકશું તે ખરા, પણ હૈયાથી નહિ–એમ જ ને ? એની જ સાથે ધર્મસામગ્રી ઉપરના પ્રેમના Page #74 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૫૭ વિચાર કરા. ધર્મની જે સામગ્રી મળી છે–એના પ્રેમ નથી એમ તા નહિ, એમ તમે કહો છે; પણ તમારા એ પ્રેમ કેવા છે, એ તા કહે ! સ૦ ધાવમાતા જેવો, ધાવમાતાને શેઠને છેકરા જેટલા વહાલા હાય તેટલા તમને ધર્મ વહાલા છે અને એને પેાતાના છેાકરા ઉપર જેવા પ્રેમ હોય તેવા તમને સસાર ઉપર પ્રેમ છે, એમ જ ને? આ વર્ષોના અનુભવી માણસે સાચી વાત કહી દીધી. ધાવમાતા જેવી મનોદશા સંસાર તરફ જોઇએ, તેને બદલે ધર્મ તરફ ધાવમાતા જેવી દશા છે ને? શેઠના છેકરા ઉપર ધાવમાતાના પ્રેમ શા માટે? પેાતાના સ્વાર્થ સધાતા હાય, તે જ ધાવમાતા શેઠના છેકરા ઉપર પ્રેમ રાખે ને ? ધાવમાતાને ખૂશ ન રાખેા, તે વખતે એ ગળું ય ટુંપે કે નહિ ? દાગીના પહેરાવ્યા હોય અને કાઇ જાણે તેમ ન હોય, તેા ગળે ટુંપા દઈને દાગીના કાઢી લે–એવું ય બને કે નહિ ? કાઇક વખતે એમાં જાનનું ય જોખમ ને ? તેમ, તમને પણ જે ક્રિ’ આ ધર્મથી જે જોઇએ છે તે ન મળે, તે દિ' તમને ધર્મ ઉપર અપ્રેમ થતાં વાર લાગે નહિ ને ? આ તે કહે કે-આપણે ધારતા’તા કે અમુક કરવાથી અમુક થશે, પણ હવે ચમત્કાર ગર્ચા. આપણને દેવના દેવત્વની કિંમત નથી, પણ એના દ્વારા આપણું કામ થતું હોય, તે જ તેને આપણને ખપ છે. આવી દશા હેાવાથી, આજે જે ધર્મોનુષ્ઠાના થાય છે, તે ઘણે ભાગે વિષ અથવા ગરલ થાય છે અને કદાચ અનનુષ્ઠાનમાં ગણાય તેવાં ગતાનુગતિકપણે થાય છે. જેએ સંસારમાં પક્કા હેાય, તે તા પ્રાયઃ વિષ અને ગરલ જ કરે. અનનુષ્ઠાન કરનાર તા, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચાર ગતિનાં કારણે મુગ્ધાદિ છે હોય છે. આપણે જોઈએ છે-તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન, પણ જ્યાં સુધી ધર્મ તરફ ધાવમાતા જે પ્રતિભાવ હોય, ત્યાં સુધી એ આવે શી રીતિએ? મેહનીય કર્મ સાથેની ગાઢ મૈત્રીઃ જેઓએ અનેક વાર સાંભળ્યું છે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવેના શાસનમાં વિષાદિ અનુષ્ઠાનને નિષેધ કરાએલ છે, તેઓ જે વિષાદિ અનુષ્ઠાનેને આચરતા હોય અને વિષગરલને જે ભાવ આવે છે તે તેમને ખટકો પણ ન હોય, તે એ વાત નિશ્ચિત થાય છે કે સંસારનું સુખ તેમને ખૂબ ખૂબ ગમે છે અને પોતાના કર્મ આવી પડતા દુઃખને સહી લેવાની તેમની જરા ય ઈચ્છા નથી. એવાઓને ઘાતી કર્મની, મેહનીયની લાગણીઓ બહુ આનંદ આપે, એમાં કાંઈ નવાઈ નથી. રાત-દિવસ એને સંસારના સુખની જ ચિન્તા હોય છે. સંસારના સુખને ઈચ્છનારા બધાનેસંસારનું સુખ મળી જતું નથી, પણ મોટો ભાગ ઈચ્છામાં ને આશામાં લહેર કરે છે ને? સંસારના સુખની ઈરછા ને આશા કરાવનાર કેણ? ઘાતી કર્મને–મેહનીય કર્મને ઉદય ! એની સાથે જેને ગાઢ મિત્રી હેય, તેને શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ આદિ સાથે શે મેળ હોય? અને જ્યાં મેળ ન હોય, ત્યાં વળી બહુમાન કેવું? એ વિના, સાચે નમસ્કાર પણ કેવો? અને એ નમસ્કારથી, એને પોતાને જે લાભ થવા જોઈએ, તે લાભ થાય શી રીતિએ? જે લેકે, આત્માને બીજા પદાર્થની અસર નથી થતી -એમ કહે છે, તે મૂર્ખ છે. આત્મા ઉપર બીજા પદાર્થની અસર થતી જ નથી–એવું માનનારે, કઈ પણ વાતને નિકાલ કરી Page #76 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૫૯ શકે તેમ નથી. આત્મા ઉપર જે બીજા કેઈ પદાર્થની અસર થતી જ ન હેત, તે જીવ કદી પણ સંસારમાં ભટકતે ન હોત ! આત્મા ઉપર કર્મની અસર છે, માટે જ આપણે સંસારમાં ભટકીએ છીએ ને? આત્મા ઉપર કર્મની અસર છે, માટે જ આવી ઉત્તમ સામગ્રી મળવા છતાં ય, સંસારને તમારો રાગ હાલતે નથી ને? આત્મા ઉપર કર્મની કશી જ અસર થતી નથી, એવું કહેનારાને પૂછે કે તો સંસારના સુખને લોભ આત્માને હોય? આત્મા સંસારના સુખના લેભે જ સંસારમાં ભટકાવનાર કર્મને બાંધે છે ને? સંસારના સુખ ઉપરને રાગ ખસે અને એના ઉપર દ્વેષ પ્રગટે, એ ક્યારે બને? લઘુકર્મિતા થાય તે ! લઘુકર્મિતા કયારે થાય ? શ્રી જિનવાણીનું શ્રવણ, એ વગેરે પણ લઘુકર્મિતાને પામવાના ઉપાય છે. લઘુકર્મિતા સાધે આત્મા, પણ તેમાં ઉપદેશ નિમિત્ત બની શકે. જે આત્મા ઉપર બીજા કે પદાર્થની અસર જ થતી ન હોત, તે ઉપદેશ દેવાનું પણ માંડી વાળવું પડત. કર્મે આપેલા સુખ-દુઃખના જ રાગી-દ્વેષીને ધર્મની સાથે શું લાગે-વળગે છે? શું આત્માને સ્વભાવ, સંસારના સુખને લોભ કરવાને છે? વિષયેના અભિલાષ અને કષાને ધમધમાટ, એ શું આત્માનો સ્વભાવ છે ? નહિ જ, તે આ બધું તેના પ્રતાપે છે? કર્મના રોગના પ્રતાપે! કર્મની આત્મા ઉપર આ જેવીતેવી અસર નથી. કર્મને વેગ હોવા છતાં પણ, ભવલઘુતાની સાથે જે લઘુકર્મિત થાય, તે જ “સંસારના સુખના લેજે. આત્માને કેટલો બધો પાયમાલ કરી નાખ્યો છે એને ખ્યાલ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ચાર ગતિનાં કારણો આવે. સંસારના સુખને લેભ ન હતા, તે ધર્મમાં વાંધો ન આવત. ધર્મમાં આવતા બધા વાંધા, મોટે ભાગે, સંસારના સુખના લોભથી જ આવે છે. ધર્મમાં વાંધા આવે, એનું દુઃખે ય કેટલું? સંસારનું કામ ન થાય, તે શું થાય અને ધર્મનું કામ ન થાય, તો શું થાય? અમુક મુશ્કેલી આદિના કારણે ધર્મનું કામ ન થઈ શકેએ બને, પણ ભાવના થી હોય? કર્મના યોગે આવતું જે દુઃખ-તેને જે દ્રષી અને કર્મના ભેગે આવતું જે સુખ–તેને જે રાગી, એ એ લઈને ફરે તે ય શું વળે ? એવા શ્રેષમાં જ ને એવા રાગમાં જ આનંદ માનનારે, ધર્મ શું કામ કરે છે, એ જ એક મેટે સવાલ છે. એને ને ધર્મને લાગે-વળગે શું? એને મેળ, સુખ આપનારા કર્મ જેડે અને એ સુખની ઈચ્છા કરાવનાર, એ સુખને મેળવવા માટે જરૂરી પાપ કરાવનાર કર્મ જેડે! પછી, એ દુઃખી ન થાય તે બીજુ થાય પણ શું? ધર્મકિયાદિનું કષ્ટ સહે, એથી પુણ્ય બંધાય અને એ પુણ્યના ઉદયે સુખસામગ્રી મળે, પણ સુખસામગ્રીની હાજરીમાં ય એ સુખ ભેગવી શકે નહિ. વિષયની લોલુપતાના અને કષાયની આધીનતાના ગે, એના હૈયામાં અસમાધિ અને દુર્ગાનને દાવાનળ સળગ્યા કરતો હોય. એના પરિણામે, એ કેવા ભયંકર દુષ્કર્મને ઉપાર્જ સુખસામગ્રીવાળ કાળ ટુંકે, એ કાળમાં ય સુખને અનુભવ કરી શકે નહિ અને પછી એ કાળમાં ઉપાર્જલાં દુષ્કર્મોના પ્રતાપે જ્ઞાની જાણે કેટલે ય લાંબે કાળ એ દુર્ગતિઓનાં દુઃખને ભેગવ્યા કરે. સંસારના સુખની સામગ્રી પણ ધર્મથી જ મળે; ધર્મ વિના તે, સંસારના સુખની સામગ્રી પણ મળે જ નહિ; પણ એ સુખના લેભીયા બનીને એને માટે જ ધર્મ કરવાની વૃત્તિ રહ્યા કરે, તે દુઃખ Page #78 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ જાય નહિ અને જોઈતું સુખ કદી પણ મળે નહિ ! સારા-ખરાબનું માપ મનેાવૃત્તિ ઉપરથી ક્યાય : ૬૧ તમે અહીં આવ્યા તે પણ પૈસા ખર્ચીને આવ્યા અને અહીં પણ તમે પૈસા ખર્ચવાને માટે આવ્યા, તે શું ગાંડા છે કે-મળેલા અગર તો ચેન કેન પણ મેળવેલા પૈસાને તમે આમ વેડફી નાખેા ? પૈસા તજવા જેવા લાગ્યા હોય અને એથી પૈસા ઉપરની મમતાને ઉતારવાને માટે તમે અહીં આવ્યા હો, તેા કહો ! સ૰ શક્તિ મુજબ ખર્ચ કરીએ. ખર્ચ કરવાની વાત તા પછી, પણ ખર્ચ કરવાના હેતુની વાત છે. જે કાંઇ ખર્ચા કરી છે, તે શા માટે ખર્ચી છે ? તમે કાંઈ ગાંડપણથી ખર્ચતા નથી, ત્યારે મનમાં ભાવ શેા છે ? અહીં ખર્ચીએ, તેનાથી આગળ વધારે મળે, એવા ભાવ ખરા કે નહિ ? ઘેાડા ખર્ચીએ અને ઘણા મળે, એમ મનમાં બેઠેલું છે કે નહિ ? એક પાઇ ખર્ચો, પણ ધનની મૂર્છા ઉતારવાની વૃત્તિથી ખર્ચા, તે એ બહુ કિંમતી છે. સમકિતી પૈસા ન * જ રાખે–એમ નહિ, પણ પૈસા રાખવા જેવા છે’–એમ તા એ ન જ માને. તમારી પાસે તે કાંઈ ધન નથી, પણ જેમની પાસે મહા ધન હતું, એવાને ય શાસ્ત્ર સમિકતી કહ્યા છે. જેમને ત્યાં ધનના હિસાબ નહેાતા, જેમને ધન તીજોરીમાં રાખવું પડતું નહોતું પણ જેમને ત્યાં ધનના ઢગલા ખડકાતા હતા, જેમને ત્યાં જ્યાં હાથ નાખેા ત્યાં ધન હોય-એવા એ શ્રીમંત હતા, એવાને ય શાસ્ત્ર સમકિતી કહ્યા છે; ત્યારે તેની પૂઠે કારણ તે હશે ને ? પૈસા નહિ રાખવાથી કે પૈસાને Page #79 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે છેડી દેવાથી જ સમકિત આવે, એવું નથી. સાધુપણું, એ એ ધર્મ છે કે–એ ધર્મ જોઈએ તો પૈસાને છોડવા જ જોઈએ; પણ સમતિ કે દેશવિરતિ માટે એવું થોડું જ છે? સ0 પૈસા ન હોય તે સારું ખરું ને ? પૈિસાનું મમત્વ ન હોય તે સારું. ભિખારી પણ સમકિતી હિઈ શકે અને શ્રીમંત પણ સમકિતી હોઈ શકે. ભિખારી ય મિથ્યાદષ્ટિ હોઈ શકે અને મહા શ્રીમંતે ય મિથ્યાદષ્ટિ હેઈ શકે. ભણેલા પણ સમકિતી હોઈ શકે અને અભણ પણ સમકિતી હોઈ શકે. ભણેલા ય મિથ્યાદષ્ટિ હોઈ શકે અને અભણે ય મિથ્યાદષ્ટિ હોઈ શકે. સારા કે ખરાબનું માપ, શ્રીમંતાઈ કે ગરીબાઈ અથવા ભણતર કે અભણપણા ઉપરથી જ નીકળી શકે નહિ. સારા કે ખરાબનું માપ, મુખ્યત્વે મનેવૃત્તિ ઉપરથી કઢાય. એવા ભિખારી પણ જોયા છે કે એમના આગળ શ્રીમંત રાંકડા લાગે. દયા ખાવા લાયક–એ ન હોય, પણ શ્રીમંત હોય ! શ્રીમંત માણસ તે વાત વાતમાં કહે કે–વખત નથી. નાશભાગ કર્યા જ કરે. પેલો ટુકડા રોટલામાં પણ સુખે જીવે અને અધિકની ઈચ્છા કરે નહિ. એ બેમાં સારે કેણ? એવી જ રીતિએ, એવા શ્રીમંત પણ હેય, કે જેમને ધન તજવા જેવું છે-એમ લાગી ગયું હોય અને બીજી તરફ જેની પાસે ધન ન હોય, તે એવા પણ હોય, કે જેઓ ધનની લાલસામાં જ જીવતા હોય; તે એ બેમાં સારે કેણ? દષ્ટિની એક્તા : ગૃહસ્થની દષ્ટિ સાધુ જેવી હોવી જોઈએ. સાધુમાં અને શ્રાવકમાં ત્રતાદિને ફેર ખરે, કરણમાં ફેર ખરે, સાધુ Page #80 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ સર્વત્યાગી અને ગૃહસ્થ ઘરબારી, છતાં પણ એ બેની દષ્ટિમાં વિરોધ નહિ જોઈએ. દષ્ટિ એટલે માન્યતા. શ્રાવકે ય સમ્યગ્દષ્ટિ અને સાધુ ય સમ્યગ્દષ્ટિ ! તમારે તે બહુ સાવધ રહેવાનું. ઘરમાં રહેવું ને “ઘરમાં રહેવું એ ખરાબ છે –એમ માનવાનું. ઘરમાં રહેવા છતાં ય, “હું પારકી પંચાતમાં બેઠે છું”—એમ શ્રાવકને થાય. અમારું મન બગડે તેવું સાધન નથી, છતાં પણ અમારું મન જે બગડે, તે અમે મહા કમનસીબ અને તમે એવા સંયોગોમાં બેઠા છો કે–તમારું મન ન બગડતું હોય, તો તમે મહા ભાગ્યવાન ! કલિકાલના છના ગુણેઃ તમે વિચાર તે કરે કે–તમને સંસારમાં રહેવામાં રસ ઉપજે, એવું તમારી પાસે છે જ શું? પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમાન્ મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજા જ્યારે આ કલિકાલના જીને વિચાર કરવાને બેઠા, ત્યારે એ મહાપુરૂષને પણ થઈ ગયું કે-આ જેની પાસે એવું છે જ શું, કે જે આ જીવને સંસારમાં રહેવામાં રસ ઉપજાવી શકે? કલિકાલના જીની પાસે એવી કયી સામગ્રી છે, કે જે એમને સંસારમાં રહેવાને લેભાવી શકે? પણ પાછે પ્રશ્ન થાય કે-જે એવી સામગ્રી નથી, તે પછી કલિકાલના સંસારને છોડતા કેમ નથી? પછી, એ મહાપુરૂષે નિર્ણય કર્યો કે-કલિકાલના જીવે એવા એવા ગુણોથી સંપન્ન છે, કે જેથી સંસાર એમને છોડે નહિ. એ ગુણે પૂર્વકાલના ઉત્તમ છવામાં નહેતા, માટે એમને સંસારે સંઘર્યા નહિ અને કલિકાલના જેમાં એ ગણે છે, માટે એમને સંસાર સંઘરે છે. આમ કહીને, Page #81 -------------------------------------------------------------------------- ________________ ------------ --- - १४ ચાર ગતિનાં કારણે એ મહાપુરૂષે કલિકાલના જીમાં રાગાદિ સેવકજને તરફ વાત્સલ્ય આદિ જે ગુણ રહેલા છે, તે વર્ણવ્યા છે. સો એ દોષ કહેવાય કે ગુણ ? છે તો દેષ જ, પણ ચાનક લગાડવાને માટે એ મહાપુરૂષે ગુણ શબ્દનો પ્રયોગ કર્યો છે. કાલાદિના નામે કરાતે બચાવ : પૂર્વે એવા પણ સુખી માણસે થઈ ગયા છે, કે જેમને ત્યાં ત્રાદ્ધિને પાર નહોતો. એ વેપાર કરીને જ કમાયા હતા, એવું પણ નહોતું. ધનમાં જન્મ્યા હતા અને ધનમાં આવ્યા હતા. કુટુંબાદિ પણ એટલું બધું અનુકૂળ કે સૌ હાથ જોડીને ઉભા રહે. જે હોય તે એની બીરૂદાવલી બેલે, પણ કઈ એનું ભૂંડું બેલનાર મળે નહિ. એવાએ પણ, વાત-વાતમાં, સંસારને લાત મારીને નીકળી ગયા. એમને ત્યાગ કરવાની વૃત્તિ કેમ આવી? મહીં બેઠેલું અથવા તે બેઠું કે-આ બધું તજવા જેવું જ છે. સએ કાળ તે સારે ને ? પાંચમા આરાને કાળ પણ એ નથી કે–એ ભાવ ન જ આવી શકે. કાળના નામે, આ તે કહી દીધું કે-અમે છીએ તે સારા, પણ કાળ ખરાબ છે! કાળ જ્યારે ખરાબ જ આવશે, ત્યારે આ વાત નહિ હોય. છઠ્ઠા આરામાં ભગવાનનું શાસન નહિ હોય. આ તે પાંચમે આરે છે. કાળ પડતે છે, પણ ભગવાનનું શાસન વિદ્યમાન છે. આવા કાળમાં પણ, આપણને ભગવાન શ્રી જિનેશ્વરદેવોનું શાસન મળ્યું, એટલે આપણે માટે તે આ કાળ જ ઉત્તમ. સારા કાળમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ પણ જે ભગવાનના શાસનને ન પમાય, તો સારે પણ કાળ સારા માટે થાય શી રીતિએ? કાળ, ભવિતવ્યતા, કર્મને ઉદય આદિના નામે, આજે કેટલાકને પિતાને બચાવ કરવાની ટેવ પડી ગઈ છે. શક્ય એટલે પુરૂષાર્થ કરવા છતાં પણ ધાર્યું પરિણામ ન આવે, ત્યારે ય, પહેલાં તે એ શેધવું જોઈએ કે મારા પુરૂષાર્થમાં ક્યાં ય ભૂલ તે થઈ નથી ને? મારી ભૂલે , મારે પુરૂષાર્થ, ધાર્યું ફલ આપવાને અસમર્થ બન્યો નથી ને? પછી, હતાશ ન થવાય તેટલા પૂરતે કાલાદિને વિચાર કરીને પણ, પુરૂષાર્થને જારી રાખવો જોઈએ. આજે તે, મેટે ભાગે પુરૂષાર્થ ઘણે શેડો અને તે પણ અનેક દેથી ભરેલે, છતાં પણ વાત વાતમાં કલાદિના નામે બચાવ કરે. અહીં કાલાદિના નામે બચાવ કરીને, તમે કદાચ બીજાઓની પાસે સારા માણસ કરી શકશે, પણ તેથી સારું ફલ થોડું જ મળવાનું છે? આપણું ભૂલમાં બચાવ શોધીએ અને પારકી ભૂલમાં ? પિતાની વાતમાં અને બીજાની વાતમાં ફેર છે. આપણી ભૂલ જેવી અને બીજાને બચાવ કરે, એ શીખવું જોઈએ. સાચું સારી રીતિએ, હિતકર થાય તેમ કહેવા છતાં ય, સામાને અસર ન થાય, તે તેને કાલ નહિ પાક્યો હોય અને કાલ પાક્યો હશે પણ ભવિતવ્યતા આદિ તેવી નહિ હેય, એ વગેરે વિચાર કરવાનું પણ આપણને અસર ન થાય, તો એમ વિચારવું કે-“હું કેવું પાપ બાંધીને આવ્યો છું, કે જેથી આવી સારી વાત પણ મને રૂચતી નથી?” બીજાની ભૂલને સવાલ આવે, ત્યાં સંયોગો શેધવા અને જેટલો બની શકે તેટલે Page #83 -------------------------------------------------------------------------- ________________ }} ચાર ગતિનાં કારણેણા તેને બચાવ કરવા. દયાને ખંડિત થવા દેવી ન હાય અને દ્વેષને આવવા દેવા ન હેાય, તે। આ વસ્તુ બહુ જરૂરી છે; પણ તમને આ વસ્તુ જરૂરી લાગે છે ? તમને એમ થાય છે ખરૂં કેઆપણે તેા પ્રાય: એવા છીએ કે-સામાની વાત આવે, ત્યાં તેના વ્યાજખી બચાવની વાતને પણ ગણુકારીએ નહિ અને જ્યાં આપણી વાત આવે, એટલે અણુછાજતા પણ મચાવા શેાધીએ ! આપણાથી ભૂલ થઈ જાય, તે અચાવની વાત વધારે કરીએ કે ભૂલની વાત વધારે કરીએ ? ભૂલની વાતને ભૂલવી દેવાને માટે, થાય તેટલા ખચાવા કર્યા વિના પણ રહીએ નહિ ને ? અને પારકી ભૂલની વાત આવી, એટલે ? એટલે અટ કહી નાખીએ કે એ આવા છે અને એ તેવા છે! ' બીજાની ભૂલ માટે તે હૈયાને સાગર જેવું બનાવવું જોઇએ. ખીજાની ભૂલમાં ખૂબ ઉદાર હૈયાવાળા બનીને વિચાર કરવા જોઇએ. એના સંચાગો આદિના પૂરતા વિચાર કરવા જોઈ એ. એવા વર્તાવ રાખવા જોઈ એ કે—એ જો જરા ય ચાગ્ય હાય, તા એને એમ થઈ જાય કે− મારી ભૂલ તા થઈ, પણ તે આમની નજરે ચઢી તે સારૂં થયું.' આપણા વર્તાવ એવા હોવા જોઈ એ કે–સામાને, આપણી પાસે ભૂલને છૂપાવવાનું નહિ, પણ પોતાની ભૂલને ખરાખર કબૂલ કરવાનું મન થાય. પેાતાની ભૂલ નાની હાય, તે ય તે માટે આત્માને ઠપક આપવા અને ખીજાની ભૂલ વખતે એને આશ્વાસન આપીને, પછી એને બચાવી લેવાના પ્રયત્ન કરવા. નાકરની ભુલ નાની લાગે કે માટી ? તમારાથી આ બને ? નાકરની ભૂલને, તમે, તમારી Page #84 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ६७ ભૂલની જેમ, સહી શકે ખરા? નકર કે? તમારા કરતાં એ છે પુણ્યશાલી ને? એની ભૂલ મેટી લાગે કે નાની ? એના હાથે ૫૦૦ ખોવાય, તે શું લાગે અને તમારા હાથે ૫૦૦૦ ખવાય, તો ય શું લાગે ? તમે ખૂઓ ત્યારે શું કહે ? હેય, માણસ છીએ; ભૂલ પણ થઈ જાય!” અને નેકર ખૂએ, તે બેવકૂફ, ગધેડે, અક્કલ વગરને વગેરે કહે ને? નેકર બીચારે ગરજાળ હેય, એટલે સાંભળી લે; મર્યાદાશીલ હોય, એટલે પણ જવાબ ન દે; બાકી, કેઈ ઉગ્ર પ્રકૃતિને હેય, તે એમ ન કહી દે કે-“બેવકૂફ આપ કે હું? મેં તો ૫૦૦ જ ખેયા છે અને આપે ૫૦૦૦ ખેયા છે!” જે એ નેકર એટલું જ નક્કી કરી લે કે--મને જે આ શેઠ રજા આપશે, તે હું બીજે નેકરી શેાધી લઈશ, પણ મારે મારા શેઠને જરા સમજાવી દેવું જોઈએ.’–તે એ ધીરે રહીને પણ, શેઠને ખ્યાલ આવે, એવું કહી પણ દે ને? કેઈક વાર એવા પ્રસંગમાં પણ લાભ થઈ જાય છે. કહેવાય છે કે–એક બહુ ઉગ્ર પ્રકૃતિના અમલદારનું માનસ, આવા જ પ્રસંગમાં, એની કરડીના શબ્દોથી બદલાઈ ગયું. એણે અમલદારી મૂકી દીધી અને સંન્યસ્તપણું સ્વીકારી લીધું. માનસપરિવર્તન અંગે ઉદાહરણઃ એ પ્રસંગ વિષે, એવું ખ્યાલમાં છે કે–એક અમલદારે પિતાની સગવડ સાચવવાને માટે, એક બાઈને નેકર તરીકે રાખી હતી. એ બાઈ, એના ઘરની સાફસુફી વગેરેનું કામ કરતી હતી. એ અમલદારને માટેનું બિછાનું પણ એ બાઈ બિછાવતી હતી. અમલદાર બહુ કડક સ્વભાવને છે, એ Page #85 -------------------------------------------------------------------------- ________________ - -- -- - - -- -- - --- - - --- --- -- -- -- ચાર ગતિનાં કારણે એ બાઈને ખ્યાલ હતું એટલે, એ અમલદારનું દરેક કામ એ બાઈ બહુ એકસાઈથી કરતી હતી. રેજ એ બાઈ એ અમલદારનું બિછાનું બહુ કાળજીથી બિછાવતી હતી. તેમાં, એક દિવસ એ બાઈએ બિછાનું બિછાવ્યા પછીથી, એ બિછાના ઉપર નજર ફેરવી અને એને એ બિછાના ઉપર મેહ થઈ ગયે. બિછાનું મુલાયમ પણ હતું અને સારી રીતિએ બિછાવેલું પણ હતું, એટલે એ બાઈને એ બિછાના ઉપર સુઈ જવાનું મન થઈ ગયું. એ બાઈને, એ બિછાના ઉપર સુઈ લેવાની ઈચ્છા એટલી બધી પ્રબળ થઈ ગઈ કે–એણે વિચાર કર્યો કે હજુ શેઠને આવવાને વાર છે, માટે આજે તે જરા બિછાનાની મેજ માણી લઉં અને પછી શેઠને માટે ફરી સાફ કરી લઈશ. આ વિચાર કરીને, તરત જ એ બાઈ બિછાના ઉપર સુઈ ગઈ અને એ બાઈને એ બિછાનાની મીઠાશનું ઘેન એવું ચઢી ગયું કે–એ બાઈ ક્ષણ માત્રમાં ઉંઘી ગઈ. મોહ ક્યારે અને કેવી રીતિએ માણસને પટકી દે છે, એ વિચારવા જેવું છે. એ બિછાનાને એ બાઈ રેજ બિછાવતી હતી અને તે આવી જ રીતિએ બિછાવતી હતી. આજે કશું ય નવું પાથર્યું–કર્યું નહોતું; છતાં પણ, એ બિછાનાને મેહ, એ બાઈને આજે જ કેમ થઈ ગયો ? રોજ, એ એના કામની ધુનમાં હય, એટલે બિછાનું બિછાવી રહે કે તરત ચાલતી થાય અને બીજા કામે વળગી જાય. આજે એ બાઈ એ બિછાના ઉપર નજર ફેરવવાને માટે જરા ઉભી રહી અને જ્યાં જરા નજર કરવાને ઉભી રહી કે–અંદર રહેલ મેહ સળવળ્યો. આવું મુલાયમ અને સ્વચ્છ બિછાનું ! આના ઉપર સુનારને Page #86 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૬૯ કેવી મજા આવે ?' અને આવેા વિચાર કરાવીને, મેહ એવા ય વિચાર કરાવી દે કે‘ હું પણ આ મજા ચાખી તેા લઉં !’ વિચાર તા આત્મા પોતે જ કરે છે, પણ અંદર રહેલા માહ આત્માને આવા વિચાર કરવાની દિશા સુઝાડે છે! તમને, મેહના આવા અનુભવ થાય છે કે નહિ ? દિવસમાં કેટલી ય વાર જીવને વિવિધ સ્વરૂપે મેહના આવા પ્રકારના અનુભવ થાય છે; પરન્તુ, મેાહના આ અનુભવને, મેહ જયારે બહુ જોરદાર હોય છે ત્યારે, જીવ મેહના અનુભવ તરીકે પિછાની પણ શકતા નથી. માહ પ્રબળ હોય, તો માણસ, છતી આંખે આંધળા અને અને છતી બુદ્ધિએ એવકૂફ બને; એટલું જ નહિ, પણ એ આત્માને મેાહ પા એવા વિચાર કરવાની દિશાએ પણ પ્રેરે કે- હું જે કરી રહ્યો છું, તે ઠીક જ કરી રહ્યો છું.? મેાહ નચાવે તેમ આત્મા નાચે અને એને ખ્યાલ પણ આવે નહિ કે- માહ મને નચાવી રહ્યો છે. ’ જેમ, દારૂના નશામાં માણસ ભાનભૂલા અને છે, તેમ આત્મા, મેાહના નશામાં ભાનભૂલા અને છે. ‘ હું આત્મા છું, હું અનન્ત જ્ઞાનાદિ ગુણાને ધરનારા છું અને કર્મનાં આવરણાએ જ મને અજ્ઞાન આદિ મનાવી દીધેા છે. ' આવા ખ્યાલ સરખા પણુ, આત્માને, તે જ્યાં સુધી માઠુના નશામાં મગ્ન હેાય છે ત્યાં સુધી, આવી શકતા નથી. દારૂ પીધેલ માણસને, જ્યારે નશાની અસર ઉતરવા માંડે છે, ત્યારે જ તેને કાંઈક ભાન આવે છે; છતાં, જ્યાં સુધી દારૂના નશાની અસર હોય છે, ત્યાં સુધી એ સીધે રસ્તે પણ લથડીયાં ખાતા ખાતા જ ચાલી શકે છે. એ જ રીતિએ, મેાહનું જોર જ્યારે Page #87 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણેા અમુક અંશે ઘટી જાય છે, ત્યારે જ આત્માને પેાતાના સ્વરૂપને કાંઈક પણ સાચા ખ્યાલ આવી શકે છે અને તે પછીથી પણ જયાં સુધી માહની અસર નીચે આત્મા હોય છે, ત્યાં સુધી તે લથડીયાં ખાયા જ કરે છે. ૭૦ આજે, આપણને ખ્યાલ છે કે હું, તે આત્મા છું; અનન્તજ્ઞાનાદિ ગુણામાં રમવું, એ મારા સ્વભાવ છે; અને, કર્મીના આવરણાના કારણે જ હું અજ્ઞાન આદિ છું.’ એ સૂચવે છે. કે—આપણા માહની પ્રખલતા ઘણી ઘટી ગયેલી છે; પરન્તુ, આટલું જાણવા છતાં પણ, આપણા મેહ આપણને કયારે કયારે અને કયાં કયાં નચાવી જાય છે, તે જો આપણે જાણી શકીએ નહિ અગર તો તેને ખ્યાલ આવી જાય તે પણ, પાછા ભૂલાવામાં પડી જઇએ અને લથડીયાં ખાઈ જઈએ, તેા એ પ્રતાપ, મેાહના નશાની જે અસર હજી પણ આત્મા ઉપર છે, તેના છે ! . આત્માના, ભયંકરમાં ભયંકર કોટિના કોઈ દુશ્મન હોય, તા તે મેાહ છે. મેાહની પરવશતાથી મૂકાયા પછીથી જ, માહુથી મૂકાવાને પુરૂષાર્થ થઈ શકે છે અને એ પુરૂષાર્થના પ્રતાપે જેએ માહથી સર્વથા મુક્ત અની જાય છે, તેઓના અનન્ત જ્ઞાનાદિ ગુણા, અન્તર્મુહૂત્ત માત્રમાં જ પ્રગટી જાય છે અને એ ભવના અન્તુ એ આત્માએ શ્રી સિદ્ધાવસ્થાને પામે છે. એટલે, આપણને આપણા હિતમાં, મેટામાં મેટા નન્નુર રૂપ કાઈ હાય, તે તે આપણા પેાતાને મેહ જ છે; છતાં પણુ, આપણા મેાહની સામે આપણી આંખ લાલ થતી નથી ને ? મેહની સાથે તે આપણને ગેલ કરવાનું મન થઈ જાય છે ને ? મેાહના હુકમ છૂટચો, એટલે આપણી તે। મેાહને તામે Page #88 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૭૧ - થવાની જ તૈયારી છે ને ? હજુ તે આપણે, મેાહના હુકમની જાણે રાહ જોતા રહેતા હાઇએ, એવી દશા છે ને ? પછી, માહ મુંઝવે તેમાં નવાઈ છે ? તમને સમજાય છે કેતમારી દશા આવા પ્રકારની છે ? મેાહની સામે લાલ આંખ કરનારા પણ, જો જરાક ગફલતમાં પડી જાય, તેા માહ એને મુંઝવી મારે છે અને એમાં જો એ ચેતી જાય નહિ, તા મેહ અને ફ્રી પાછા પેાતાના નશામાં ચકચૂર બનાવી દે છે, તા મેાહની સાથે ગેલ કરવાનું જેમને મન થઈ જાય છે, તેમને માહ કયારે પાછા ભાનભૂલા બનાવી દેશે, તેની ચિન્તા પણ થાય છે ખરી ? કાઈ પણ પ્રકારનું વિષયસુખ જેને આકર્ષી શકે, તેને મેાહની ચુંગાલમાં આવી જતાં વાર લાગે નહિ. પેલી ખાઇને પેાતાના શેઠના બિછાનાના સ્પર્શસુખે આકર્ષી અને એ સાવચેત અને ત્યાં સુધીમાં તે, માહે તેને સમજાવી દીધું કે હજી શેઠને આવવાને વાર છે, માટે તું તારી મેળે આ મજેના સ્પર્શસુખને લાગવી લે ને !’ એ રીતિએ મેાહે સમજાવી દેવાથી એ સુઇ ગઇ, એટલે માહને જોર કરવાની તક મળી ગઇ ને ? પછી થાય છે, આવી સારી પથારીમાંથી એકદમ તે કાંઈ ઉડી જવાતું હશે ?’–એવી પ્રેરણા, માહે એ માઇને આપી દીધી. એટલે, એ ખાઈ તરત એ પથારીમાંથી ઉડી શકી નહિ અને એમાં તે ખીચારીને ઉંઘ આવી ગઈ. ઉંઘ આવી ગયા પછીથી, કાંઈ સમયના ખ્યાલ રહે છે ? એ ખાઈ ઉંઘ્યા જ કરતી હતી, ત્યાં તે, વખત થયા એટલે પેલા અમલદાર, કે જે એ ખાઈ ના શેઠ હતા, તે ઘરે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ચાર ગતિનાં કારણે આવ્યું. એની નજર જેવી બિછાના ઉપર પડી અને તેમાં પિતાની નોકરડી બાઈ સુતેલી છે-એવું જણાયું, કે તરત ' જ એને એને સમજાવી દીધું કે–“તારી પથારીમાં બીજા કેઈથી સુવાય જ કેમ? અને તેમાં પણ, નોકરડીથી તે પગ પણ મૂકાય કેમ ?” આવું એ અમલદારના આત્માને સમજાવી દઈને, એના મેહે, ક્રોધ નામના પિતાના બળવાન નેકરને, એ અમલદારના આત્માની સેવામાં બરાબર છે દીધે. એ ક્રોધ, એ અમલદારના આત્માને સૂચવે છે કે- આમ જોઈ શું રહ્યો છે? લે આ હંટર હાથમાં અને ઠેકવા માંડ એના શરીર ઉપર ! અમલદારે, હંટરને હાથમાં લઈને પેલી ઉંઘતી બાઈ ઉપર ઠોકવા માંડ્યું! એક ચાબખે પડતાંની સાથે જ એ બાઈ જાગી ગઈ, ગભરાઈ ગઈ, પલંગની નીચે ઉતરી પડી, માફી માગવા લાગી, કરગરવા લાગી. પણ એ અમલદારના આત્માને ક્રોધ કહે છે કે-“એ તો કરગરે, પણ એમ તે કાંઈ છોડી દેવાય ? કેવી ગંભીર ભૂલ? તારા બિછાના ઉપર સુઈ જવાની હિંમત, આવી એક નેકડી કરે ? આવું ચલાવી લેવાય? આની તો એવી ખબર લઈ નાખવી જોઈએ કેઆવું કામ કદી પણ કરવાની, એ એની જીંદગીમાં બે ભૂલી જાય !” અને એ અમલદારે એ બાઈને ચાબખા ઉપર ચાબચા ઠેકવાનું ચાલુ જ રાખ્યું. થડાક ચાબખા પડ્યા, ત્યાં સુધી તે બાઈ કરગરી, બહુ કરગરી, ચીસે પાડી પાડીને રડવા લાગી અને માફી માગવા લાગી; પણ પેલાએ તે ચાબખા મારવાનું કામ ચાલુ જ રાખ્યું; એમાં એ બાઈને એક એ વિચાર આવી ગયો, Page #90 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ • કે જે વિચારના ચેાગે એ ખાઈ રડતી, કરગરતી, ચીસેા પાડતી એકદમ અધ થઈ ગઈ અને ખડખડાટ હસવા લાગી. આ તા, એક નવાઈ ના વિષય ગણાય ને ? વધુ રડવાના ઠેકાણે રડતી બંધ થઈ જાય અને હસવા માંડે, એટલે નવું દૃશ્ય નજરે પડે ને એથી વિચારદિશા બદલાય, એવું મને ને ? અમલદારના હાથ એકદમ થંભી ગયા, કેમ કે-આ નવું શું છે, તે જાણવાનું કૌતુક જાગ્યું ! ૭૩ " અમલદાર એ ખાઈને પૂછે છે કે- તું રડતી હતી, તેમાંથી એકદમ હસવા કેમ લાગી ? હું તો તને માર્ચે જ જતા હતા, ત્યારે વધારે રડવાને બદલે તું હસી કેમ ?' બાઈ કહે છે કે– મને એક એવા વિચાર આન્યા, કે જેવિચારના યેાગે મારી વેદનાને હું વિસરી શકી અને મારૂં મન શાન્ત થઈ ગયું.’ અમલદાર કહે છે કે તને શે। વિચાર આબ્યા ?’ ખાઈ કહે છે કે- મને તમારા જ વિચાર આવ્યેા. તમે મને ઉંધું ઘાલીને મારવા માંડી હતી, એથી પહેલાં તે મને થયું કે–મેં ઘણી ગંભીર ભૂલ કરી છે, એટલે મારા શેઠ ગુસ્સે થાય અને મને મારે, તેમાં નવાઇ જેવું નથી; પણ પછી મેં તમારી પાસે કરગરી-કરગરીને માફી માગી, છતાં પણ જ્યારે તમે જરા ય દયાળુ બન્યા નહિ, તમારા મારથી મારી શી હાલત થશે–તેના ય તમે વિચાર સરખા ય કર્યો નહિ અને મને લાગ્યું કે–તમે બહુ કડક સ્વભાવના છેા એટલે કદાચ મને જીવતી મૂકશેા નહિ, આથી મને તમારા ઉપર મહુ ગુસ્સા આવ્યા; પણ પછી પાછું મેં મન વાળ્યું કે–શેઠને જે કરવું હોય, તે કરી લેવા દેને? તને તે શેઠે સજા કરી લીધી Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४ ચાર ગતિનાં કારણે એટલે તું તે છૂટી, પણ શેઠની તે દશા જ ભૂંડી થવાની છે અને તે તારા કરતાં કેઈણ વધારે! કારણ કે આવી પથારીમાં તું જે એક દિવસને માટે અને તે પણ થોડાક જ વખતને માટે સુઈ ગઈ. તે તેની તને આવી આકરી સજા મળે છે, તે શેઠ તે આ પથારીમાં જ અને તે પણ કલાકોના કલાકો સુધી સુઈ જાય છે, એટલે આ પથારીના મેહ બદલ એમને જ્યારે સજા થશે, ત્યારે તે કેટલી બધી થશે? આવા ભાવનું કહ્યા પછીથી, એ બાઈ, છેવટમાં પિતાના શેઠને કહે છે કે “તમને પૂરતી સજા થવાની છે એ મને વિચાર આવ્યો, એટલે મને હસવું આવ્યું ! મને થયું કેઆટલી સજામાં તું શાની રડે છે ? ઘણું ઘણું રડશે તે પણ મારમાંથી છૂટશે નહિ, એ ખરેખર વખત તે તારા આ શેઠને માટે આવવાને છે, માટે ધીરજ ધર !” બાઈ જે વખતે આ બધી વાત કહી રહી હતી, તે વખતે પેલે અમલદાર, એના વિચારની વાતને સાંભળતાં સાંભળતાં, પોતાના વિચારમાં ગરકાવ બની ગયો હતો. એ વખતે, એના મેહનું જોર ઓછું થઈ જવા પામ્યું હતું, એટલે એને એમ થઈ ગયું કે આ નોકરડી બાઈમાં જેટલી અક્કલ છે, તેટલી અક્કલ પણ મારામાં નથી ! ગુસ્સામાં ને ગુસ્સામાં, હું કેટકેટલા ગુન્હાઓ કરૂં છું ? કેઈને ય ગુન્હાને હું નથી સહન કરી શકતો, તો પછી મારા આ બધા ગુન્હાઓને કે સહન કરી શકશે? જે દિ કુદરત રૂઠશે અને મને મારા કરેલા આ બધા ગુન્હાઓની સજા મળે–એવું તે નિર્માણ કરશે, તે દિ મારી શી હાલત થશે?” આ વિચાર આવતાંની સાથે જ, એ અમલદારે, એ Page #92 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૭૫. બાઈની માફી માગી અને કહ્યું કે “આજ તું મારી ગુરૂ બની ! તારા આ ઉપકારને હું જીંદગીમાં કદી પણ નહિ ભૂલી શકું !” આમ કહીને અને બાઈને સારી રીતિએ સંતોષ આપીને વિદાય કર્યો પછીથી, એ અમલદારે વિચાર કરવા માંડ્યો કે મને આટલો બધે ભાનભૂલો, કૂર અને દરેક ગુન્હામાં પાવર કેસે બનાવ્યો? આ અમલદારીએ અને ઈન્દ્રિયસુખની મારી લાલસાએ ! બસ, નહિ જોઈએ આમાંનું કાંઈ !” અને, એવા વિચારથી, એ અમલદાર કરીને અને ઘરબારને છોડીને સંન્યાસી બની ગયે. 1. તમને આ કેઈ નેકર મળે છે? નસીબ જોઈએ ને? કદાચ આ કેઈ નેકર મળી જાય, તે આવા કઈ પ્રસંગથી તમારા માનસનું પરિવર્તન થઈ જાય, એ ય શક્ય છે? પિતાની ભૂલ વખતે અને પારકી ભૂલ વખતે વિચારણામાં કેટલું અત્તર રહે છે? આટલું સાંભળ્યા પછીથી ય, તમને લાગે છે કે-નાના માણસની ભૂલ ઓછી આંકવી? તમારા હાથ નીચેના કેઈથી પણ, ગમે તેવી ભૂલ થઈ જાય, તે પણ તે વખતે એની ભૂલ વિષે ધીરતાથી વિચાર કરે અને એની સાથે એ ભૂલ બદલ ઉદારતાથી કામ લેવું, એ ફાયદાકારક છે–એમ તમે માને છે ખરા? આજથી તે નક્કી કરે કે-પારકી ભૂલને નાની બનાવીને જેવી અને પોતાની ભૂલને મેટી બનાવીને જેવી! તમારાથી ભૂલ થઈ ગઈ હોય અને તે માટે તમને કોઈ પૂછે, તે તમે કેટલા બચાવ કરે? ભૂલને સાવ ઈનકાર થઈ શકે તેમ ન હોય, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ચાર ગતિનાં કારણા આ તા ભૂલને કબૂલ કરવા છતાં ય, ‘આ ભૂલ ભૂલમાં ગણી શકાય તેવી નથી’–એવું ઠસાવવાના પ્રયત્ન કરો ખરા ને ? ચાલે ત્યાં સુધી તા, ‘કહેવાતી ભૂલ, એ ભૂલ જ નથી’–એવું ઠસાવવાના અને એમાં ફાવટ આવે તેમ ન હેાય, તેા · એ ભૂલ છતાં પણ એ ભૂલ એવા સંયેાગામાં થયેલી છે કે–વસ્તુતઃ એ ભૂલ ગણાય નહિ’–એવું ઠસાવવાના, પ્રયત્ન કરવામાં તમે બાકી રાખા ખરા ? ધારો કે-એટએટલા ખચાવા કરવા છતાં પણુ, તમારા બચાવાને સામેથી લક્ષ્યમાં લેવામાં આવે નહિ અને સજા કરવામાં આવે, તે તે વખતે તમે બબડવામાંથી ય જાવ ખરા ? ‘મને અન્યાય કર્યાં’-એવું કાંઈક ખેલ્યા વિના રહી શકે ખરા ? તમને જો આ બધા અધિકાર છે, તા બીજાને આવો કોઇ અધિકાર છે જ નહુિ, એમ માનવાની મૂર્ખાઈ શું કામ કરે છે? તમને ભૂલ કરવાના સયેાગે આવે, અથવા તા, સંચેાગેા તમારી પાસે ભૂલ કરાવી શકે, તે તમારાથી જે નાના હાય, તેમને તેમના સંયેાગા ભૂલ કરાવે જ નહિ, એમ કેમ મનાય ? ખરી વાત તેા એ છે કેમાણસે પેાતાની ભૂલના બચાવો નહિ શેાધતાં, આવા સંચેાગામાં પણ મારે ભૂલ નહેાતી કરવી જોઇતી.’–એવો વિચાર કરીને, ભૂલને સુધારવાના પ્રયાસ કરવો જોઈએ; અને જ્યાં બીજાની ભૂલની વાત આવે, ત્યાં એની વાતને ધીરજથી સાંભળવી જોઇએ, ઉદારતાથી એના સંયાગાના વિચાર કરવા જોઈએ અને એને આશ્વાસન આપવાની સાથે, એના પ્રત્યે દયાળુ અન્યા રહીને, એ જે રીતિએ સુધરી શકે તેમ હોય, તે રીતિના ઉપાયા ચેાજવા જોઈ એ. દાષિત પ્રત્યે ક્રૂર બનનારાએ દાષિતને સુધારી શકે ખરા ? દાષિતને સુધારવો એ કામ ક્રૂરતાનું છે કે દયાનું છે ? જરા વિચાર તેા કરો ! Page #94 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ e આ તારક સાધનાને પામીને ય અનંતા ડૂબ્યા, તે એમ શાથી અન્યું તે શાધવુ જોઇએ ને? આપણી ચાલુ વાત તા એ હતી કે આપણને જે કાંઇ પણ સારાં સાધના મળ્યાં છે, તેના આપણે મુક્તિની સાધનાને માટે ઉપયેગ કરવાના લક્ષ્યવાળા બની જવું જોઇએ. આત્માની લાયકાત વિના, મુક્તિનાં સાધના પણ મુક્તિને માટે અની શકતાં નથી. મુક્તિનાં સાધના પણ, જેણે તેને મુક્તિને માટે બનાવવાં હોય, તેને જ માટે તે સાધના મુક્તિનાં સાધના ખની શકે છે. મુક્તિનાં સાધનાને પણ જેને સંસારને માટે બનાવવાં હાય, તેને માટે તે સંસારનાં બની શકે છે. મુક્તિનાં સાધનામાં તાકાત અદ્ભુત છે, પણ જે આત્માને મુક્તિના ખપ જ ન હેાય, તેને એ સાધના શે। ઉપકાર કરી શકે ? સાધક અને સાધન-બન્નેના સુયેાગ જોઈ એ. આપણે તે જાણીએ છીએ કે-આ એઘાને અને આ દ્વાદશાંગીને પામીને પણ, અનન્તા આત્માએ ડૂબી ગયા છે. આ એઘો અને આ દ્વાદશાંગી તારનાર છે કે ડૂબાડનાર છે ? આના સ્વભાવ તા તારવાને જ. જીવાને સંસારસાગરને તરી જવાને માટેનું, આ સર્વોત્તમ સાધન છે. આવા તારનારા સાધનને પામેલા પણ ડૂબ્યા, એમ આપણે સાંભળીએ, ત્યારે આપણને એમ થાય તે ખરૂં ને કે—આવાં આવાં સુન્દર સાધનાને પામીને પણ જે તર્યા નહિ અને ડૂબી ગયા, તેઓમાં શી ખામી હતી ? આપણને એટલે તેા વિશ્વાસ છે ને કે-આ સાધના ખામી વિનાનાં છે? આ સાધનામાં આત્માને તારવાનું પૂરેપૂરૂં સામર્થ્ય છે અને આપણે જો તરવું હાય, તે આપણે આ સાધનેાને જ સેવવાં એ Page #95 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણેા જરૂરી છે, આ વાતમાં તેા શંકા નથી ને ? તે પછી, જ્યારે તમે એમ સાંભળે કે- આ સાધનાને પામીને જેમ અનન્તા આત્મા તરી ગયા છે, તેમ અનન્તા આત્માએ આ સાધના દ્વારા જ ડૂબી પણ ગયા છે'-ત્યારે તમને એટલે વિચાર તે। આવે ને-કે—સાધન આવાં સારાં, જેને તરવું હાય તેને કદી પણ તાર્યા વિના રહે નહિ એવાં, આત્માના કલ્યાણને કરનારાં સાધને આ સિવાયનાં કઈ હોઈ શકે જ નહિ, છતાં પણ, આ સાધનાને પામીને ય જીવા આ સાધના દ્વારા ડૂબી ગયા, તે તેમાં કારણ શું ?' સાધનેામાં ખામી નથી, છતાં ખામીથી જ જે પિરણામ આવે તેવું પરિણામ આવે છે, તે એ ખામી કથાં છે અને એ ખામી કયી છે, એ શેાધી કાઢવું જોઇએ ને ? સાધનામાં ખામી ન હોય, તેા પછી સાધકમાં ખામી છે, એમ માનવું પડે ને ? આમ, જ્યારે તમે નક્કી કરા કે–આ દ્વારા જેઓ ડૂબ્યા, તેઓના ડૂબવાના કારણમાં તે આત્માએની પાતાની જ ખામી હતી, તે તે ખામી કયી હતી–એ વિષે પણ તમારે નિર્ણય કરવા પડે ને ? અને એવી કોઈ ખામી મારામાં છે કે નહિ, એ પણ જોવું પડે ને ? જે ભયંકર વસ્તુએ અનંતાને ડૂમાવ્યા, તે વસ્તુ મારામાં છે કે નહિ ! –એવા વિચાર આવ્યા છે ? ७८ આપણે તારક સાધનેાના ચેગમાં આવી ગયા છીએ, એમાં બે મત નથી. આપણાથી જેટલે અંશે બની શકે છે, તેટલે અંશે અથવા તા થાડા અંશે કે વધારે અંશે પણ, આપણું વલણ, આ સાધનાને સેવવા તરફ છે—એમાં પણ એ મત નથી. આવાં સાધનામાં બેઠેલા આપણને, જ્યારે એમ Page #96 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૭૯ જાણવા મળે કે-“આ સાધને જેને જેને મળી ગયાં, તે તે બધા તરી જ ગયા છે એવું નથી. આ સાધનને પામીને તરી જનારાઓની સંખ્યા જેમ અનન્તની છે, તેમ આ સાધનને પામીને ડૂબી જનારાઓની સંખ્યા પણ અનન્તની જ છે.” ત્યારે આપણે જરા ચેકીએ તે ખરા ને ? આપણને એમ તે થાય ને કે “આવાં સુન્દર સાધને આ સાધનને કોઈ અનાગે પણ સેવે, તે ય પુણ્ય બંધાયા વિના રહે નહિ; કર્મની સ્થિતિ ઘટીને જ્યાં સુધી એક કડાકડી સાગરોપમથી પણ કાંઈક ઓછી ન થાય, ત્યાં સુધી તે આ સાધનેને સેવવાનું બની શકે જ નહિ; અનન્તા આત્માઓ, આ સાધનાને સેવતે સેવત, સંસારમાં રહ્યા ત્યાં સુધી સારી ગતિને તથા સુખની સામગ્રીને પામ્યા અને અને મોક્ષે ગયા; જેઓ વીતરાગ , બન્યા તથા અનન્તજ્ઞાની બન્યા, તેઓએ જગતના જીવને આ સાધનેને સેવવામાં જ ઉદ્યમશીલ બનવાને ઉપદેશ આપે અને આ સાધનને સેવવાની રીત પણ એવી કે–જે કેઈને આ સાધનેને સેવવાં હોય, તેને એ છે–વધતે અંશે પણ પાપક્રિયાઓને છેડ્યા વિના, અમુક અંશે પણ વિષયસુખને છોડ્યા વિના તથા કષાયો ઉપર કાબૂ મેળવ્યા વિના તે છૂટકે થાય જ નહિ; આવાં સુન્દર સાધનેને પામવા છતાં પણ, જ્ઞાનિઓ જ્યારે સ્પષ્ટપણે એમ ફરમાવે છે કે આ સાધના કેગ દ્વારા અનન્તા ડૂળ્યા પણ છે, તે આનું કારણ શું?”તમે જરાક લક્ષ્યવાળા બને, તે તમને આ વિચાર આવ્યા વિના રહે નહિ! તમને એમ થઈ જાય કે-“સંસારમાં એવી તે કયી ભયંકર વસ્તુ હયાતિ ધરાવે છે, કે જે વસ્તુ, આવાં સુન્દર સાધનોના વેગને અને આવાં સુન્દર સાધનોની Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ચાર ગતિનાં કારણે સેવાને પામનારને પણ, સંસારમાં રૂલાવી દે?” આ વિચાર શા માટે આવે? કેવળ જાણવાને માટે નહિ, પણ આ વસ્તુને જાણીને, આપણામાં તે વસ્તુ છે કે નહિ–તે જોવાને માટે અને જે આપણામાં એ વસ્તુ હોય, તો તેને કાઢી નાખવાનો પ્રયત્ન કરી શકાય, એ માટે આ વિચાર આવે ને? આપણને ચ એવી બીક ન લાગે કે-“આ સાધનોને પામવા અને સેવવા છતાં પણ જેમ અનન્તા આત્માઓ સંસારમાં રવડી મર્યા, તેમ આપણે પણ રવડી મરીએ, એવું તે આપણામાં કાંઈ છે નહિ ને?” આપણે જ્ઞાની હેઈએ, તે આપણને આવી બીક ન લાગે, પણ આપણે જ્ઞાની ન હોઈએ, તે આપણને આવી બીક તો લાગે ને ? અને આવી બીક લાગે, એટલે“આટલાં બધાં સુન્દર સાધનોને પામનારા અને સેવનારા પણ અનન્તા આત્માઓને ક્યી વસ્તુએ સંસારમાં રૂલાવી દીધા”—એ જાણવાનું મન પણ થાય જ ને? તમને કદી પણ આવું મન થયું છે ખરું? તારક સાધનને થોડા પ્રમાણમાં સેવે કે અવિધિથી સેવે, એટલા માત્રથી જ સંસારમાં રૂલે નહિ ? સ૦ સાધનો સારાં મળ્યાં હોય, પણ એ સાધનોને એટલે ઉપયોગ કરે જોઈએ તેટલો ઉપયોગ કરી શકાયો ન હાય, થોડાક જ ઉપગ કરી શકાયે હોય અને જે ઉપયોગ કરાયો હોય, તે પણ અવિધિ સાથે કરાયો હોય, તે આ સાધનને પામવા તથા સેવવા છતાં પણ ડૂબી મરાય ને ? આ તારક સાધનોને પામવા છતાં અને સેવવા છતાં પણું, જે અનન્તા આત્માઓ આ સંસારમાં ડૂબી ગયા, તે Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પહેલે ભાગ તમે કહો છો તેવા કારણસર જ ડૂબી ગયા નથી ! તમે બે વાત કહી. એક વાત તે એ કે–આ સાધનોને ઉપગ બહુ થોડો કર્યો અને બીજી વાત એ કે–એટલે ઉપયોગ કર્યો, તેટલો ઉપગ પણ અવિધિ સાથે કરાયો ! આ કારણોમાં પિતામાં, એવી તાકાત છે જ નહિ કે-એ કારણે આત્માને તરવા દઈ શકે જ નહિ અને ડૂબાવી જ દે! આ તારક સાધના એગમાં અને આ તારક સાધનોની સેવાના યોગમાં પણ, જે ચીજ આત્માને સંસારમાં રૂલાવનારી બને છે, તે તે કઈ બીજી જ ચીજ છે. જેનામાં “આ તારક સાધન જ સેવવા લાયક છે, અને આ મનુષ્યજન્મને પામીને મારે જો કાંઈ પણ સેવવા લાયક હોય, તે તે આ તારક સાધન જ છે – આવા પ્રકારની મનોવૃત્તિ હોય, તેવા પણ જીવને માટે, શક્તિ અને સામગ્રી આદિના પૂરતા ભેગના અભાવે તથા વિરતિના પરિણામમાં અંતરાય કરનાર કર્મના તેવા પ્રકારના ઉદયે, એવું પણ બને કે-એ જીવ આ તારક સાધનો આ જીવનમાં જેટલું ઉપયોગ કરી લેવાની ભાવનાવાળો હોય, તેટલો ઉપગ કરી શકે નહિ અને વિધિને સેવવાની તથા અવિધિને નહિ આચરવાની ભાવન હોવા છતાં પણ, સંગવશ અવિધિ થઈ ગયા વિના પણ રહે નહિ ! એવા સંયોગોમાં, જીવ સંસારમાં ડૂબી જાય નહિ ! એ જીવની તો, નિયમા સદ્ગતિ થાય અને એણે જે કાંઈ આરાધના કરી હોય, એણે આ તારક સાધનોની જે કાંઈ સેવા કરી હોય, તે સેવા તેને ભવાન્તરમાં આ તારક સાધનોની શુદ્ધ સેવાને પમાડનારી બને. કેમ? કરે જોઈએ તેટલે ઉપગ નથી કરી શકાયે, પણ ભાવના તો પૂરેપૂરો ઉપયોગ થાય એવી જ છે; અને અવિધિ થઈ જતી હોવા છતાં પણ, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ચાર ગતિનાં કારણો હૈયામાં વિધિબહુમાનને ભાવ પણ બરાબર છે ! એટલે, એ પ્રકારે જેઓ આ તારક સાધનાની થેડીક અને તે ય અવિધિની સાથે સેવા કરતા હોય, તેઓ એટલા માત્રથી સંસારમાં રૂલી જાય નહિ! એ જેને તે નિસ્તાર સધાય, કારણ કે વિધિના બહુમાનપૂર્વકની થોડી પણ સારી ક્રિયા, વિકાસમાં અદ્દભુત સહાય કરે છે, એટલે પરિણામે એ જીવને મેક્ષ મળ્યા વિના રહેતું નથી. જીવન ધર્મક્રિયામય બને એવું કરવાનું મનમાં તે ખરું ને ? આ વાતમાં, તમારે ઘણે બચાવ થઈ જાય છે ને ? તમે ધર્મકિયા ઓછા પ્રમાણમાં કરે છે અને સંસારક્રિયા વધુ પ્રમાણમાં કરે છે, એટલે તમે સંસારમાં રૂલી જવાના -એમ કહેવાય નહિ; અગર તે, તમે જે ધર્મક્રિયા કરે છે તે અવિધિથી કરે છે, એટલે પણ તમે સંસારમાં રૂલી જવાના એમ કહેવાય નહિ; કેમ કે તમે જે ધર્મક્રિયા નથી કરતા, તે ધર્મકિયા તમારે નથી કરવી માટે નથી કરતા–એવું પણ નથી અને જે ધર્મક્રિયા તમે કરે છે, તેમાં જે અવિધિ આચરાય છે, તે અવિધિને આચરવાને માટે તમે આચરતા નથી. તમે જો સર્વ કાળે ધર્મકિયા કરી શકે, તે એથી તમને આનંદ થાય ને? તમારું મન એવું તે ખરું ને કે-આ જીંદગીની એક ક્ષણ પણ જે ધર્મક્રિયાથી રહિતપણે જાય નહિ, તે બહુ સારું? તમે ભલે ધર્મકિયા બહુ ઓછા પ્રમાણમાં કરી શકે છે, પણ જે તમને એવા સંગે સાંપડી જાય કે જીવનમાં ધર્મક્રિયા સિવાયની કેઈકિયા તમારે કરવી જ પડે નહિ, તે તમને એથી બહુ આનંદ થાય ને? કેમ કે-ધર્મક્રિયા થડી Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૩ પહેલે ભાગ થાય છે, તે પણ જે ધર્મક્રિયા થાય છે, તેમાં તમને એવા આનંદ આવે છે કે-ઘણું પ્રમાણમાં અને ઘણે વખત સંસારકિયાને કરતા રહેવા છતાં પણ, એમાં તમને એ આનંદ તે આવતો જ નથી! પેલી કિયા ઘણી થાય, છતાં મનમાં એમ થાય છે કે–નહિ કરવાની ક્રિયા થાય છે અને એથી એમાં મન ઠરતું હતું. એમાં આનંદ આવી જાય છે, તે પણ, એ આનંદ થવા તરફ અણગમે ઉપજે છે! જ્યારે ધર્મક્રિયા થાય છે થેડી, છતાં મનમાં એમ થાય છે કે-હું આ કિયા વધારે કરી શકું તે સારું, કેમ કે-મારે કરવા લાયક તે આ જ ક્રિયા છે; એટલે, થેડી પણ ધર્મકિયામાં આનંદ ઘણે આવે છે અને એ આનંદની અનુમોદના કરવાનું મન થાય છે ! હમણાં એ વાત નથી કે–તમે સંસારકિયા ઘણી કેમ કરે છે અને ધર્મકિયા થેડી કેમ કરે છે ? માની લઈએ કે–હાલ તમારે માટે આથી વધારે સારી અનુકૂળતા નથી; એટલે, તમે તમારા જીવનને સંસારકિયાથી પર અને ધર્મકિયામય બનાવી દે, એ વાતને ગૌણ બનાવી દીધી છે; પણ મનમાં એવું તો ખરું જ ને કે-કયારે એ સમય આવી લાગે, કે જ્યારે મારું જીવન સંસારકિયાથી સર્વથા પર બની જાય અને ધર્મક્રિયાથી ભરપૂર બની જાય? એવા સંગની રાહ જોતા જ તમે બેઠા છે ને? ભગવાન શ્રી જિનેશ્વર અન્તિમ ભવમાં મેહને આધીન બનીને સંસારમાં રહ્યા નથી : શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા, સંસારને સેવે જ નહિ અને જે કઈ સંસારને સેવતો હોય, તે સમ્યગ્દષ્ટિ હોઈ શકે જ Page #101 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણો નહિ”—એવું વિધાન, ભગવાન શ્રી જિનેશ્વરદેના શાસનમાં છે જ નહિ. શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા પણ સંસારને સેવ હાય, તે એ બનવાજોગ છે; પરંતુ શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા સંસારને સેવે, તે પણ સંસારથી છૂટવાને માટે સેવે ! સેવે સંસાર અને સાધે નિર્જરા, એવું પણ શુદ્ધ સમ્યગ્દષ્ટિ આભાઓને માટે બને છે. સસંસારને સેવે ને કર્મનિર્જરા સાધે ? હા, કેટલાક જીને ધર્મપરિણામ સર્વોત્તમ મધુર રસ જે પણ હોય છે. સેવે સંસારને અને સાથે કર્મનિર્જરા, એ વસ્તુને તદ્દન અશક્ય માનનારાઓએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવ પિતાના અન્તિમ ભાવમાં જે ભેગ ભેગવે તે મેહાધીનતાથી ભેગવે છે, એમ માનવું પડશે અને શાસ્ત્રકાર મહાપુરૂષ તે ફરમાવે છે કે-એ તારકે પિતાના તેવા પ્રકારના કર્મની નિર્જરા સાધવાને માટે જ જરૂરી લાગે તે ભગ પણ ભોગવે છે. એ તારકેનું લક્ષ્ય ભેગસુખ નથી હતું, પણ કમની નિર્જરા સાધવી, એ હોય છે. ત્રણ નિર્મળ જ્ઞાનને ધરનારા અને પરમ વિરાગમાં ઝીલતા એવા એ તારકોને પણ વિષયસુખ આકર્ષે છે, એમ કહેવું એ નરી બાલીશતા છે. એ તારકે સંસારમાં જેટલે કાળ નિર્ગમન કરે છે, તે મહાધીનતાથી જ કરે છે–એમ કહેનારાએ, કાં તે શાસ્ત્રોને ભણ્યા નથી અને શાસ્ત્રોને ભણ્યા છે તે શાસ્ત્રોના મર્મને પામ્યા નથી અથવા તે, ઘેર પાપના ઉદયથી, તેઓને ભગવાન શ્રી જિનેશ્વરદેવેને મેહાધીન ઠરાવવાની દુર્બુદ્ધિ જાગી છે. જીવને સંસારમાં રાખનારૂં મેહનીય કર્મ છે. મેહનીય કર્મના ઉદય વિના, જીવ સંસારમાં રહી શકે જ નહિ. ભગવાન શ્રી Page #102 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ જિનેશ્વરદેવે જેટલો કાળ સંસારમાં રહ્યા, તેટલે કાળ એ તારકેને પણ મેહનીય કર્મને ઉદય વર્તતે જ હતા, પણ એ તારા પિતાના એ મેહનીય કર્મના ઉદયને આધીન બનેલા નહોતા. ઉદયમાં વર્તતા પિતાના મેહનીય કર્મને ખપાવવાને માટે જ, એ તારકે સંસારમાં રહે છે. આ રીતિએ સંસારમાં રહે, તે મોહને આધીન થઈને સંસારમાં રહ્યા -એમ કહેવાય ખરું? ભગવાન અન્તિમ ભાવમાં પરણે, તે શા માટે પરણે? ભોગ ભોગવે, તે શા માટે ભોગવે ? મહાપુરૂષોએ સ્પષ્ટ ખૂલાસે કર્યો કે–પિતાનું તેવા પ્રકારનું કર્મ જે એ જ ઉપાય દ્વારા, એટલે કે-પરણવા દ્વારા જ અગર તે ભોગ ભોગવવા દ્વારા જ નિર્જરે એમ છે, એવું એ તારકને લાગે, તે જ એ તારકે પરણે અને ભોગ ભોગવે ! એ સિવાય તે, એ તારકે પરણે પણ નહિ અને ભોગ ભોગવે પણ નહિ ! જે તીર્થંકરદેવોને પરણવાની જરૂર નહિ હતી અને ભોગ ભોગવવાની જરૂર નહિ હતી, એ તારકેને જ્યારે એ તારકેના સંબંધિઓએ પરણવાને આગ્રહ કરવા માંડ્યો છે અને એ આગ્રહ કરતાં કરતાં, જ્યારે તેમણે જે તીર્થકર ભગવાને પરણ્યા હતા તે તારકોનાં ઉદાહરણો આપ્યાં છે, ત્યારે આ તારકોએ ખૂલાસે કર્યો છે કે-“એમનાં ચરિત્રોને હું જાણું છું. એમને એવા પ્રકારનું કર્મ હતું કે પરણવા આદિથી જ નિર્જરે, એ માટે એ પરણ્યા અને મારે એવા પ્રકારનું કર્મ નથી, માટે મારે પરણવાની જરૂર નથી !” એટલે, દેખીતી રીતિએ સેવાય સંસાર અને વસ્તુતઃ સધાતી હોય કર્મનિર્જરા, એ વસ્તુને જે સર્વથા અશક્ય જ માની લેવામાં આવે, તો આપણે ભગવાનનાં વચનને જ જુઠ્ઠાં માનવાં પડે ! Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ચાર ગતિનાં કારણે સંસારને ભાગવવા છતાં પણ બ્રહ્મચારીનું અને ખાવા છતાં પણ ઉપવાસીનું એક ઉદાહરણ : સમ્યગ્દર્શન ગુણના મહિમા કાઇ ગજબના છે. જે આત્મામાં એ ગુણ પ્રગટ્યો હોય, તે આત્માએમાં જ સર્વોત્તમ મધુર રસ સમાન સુન્દર કેટના ધર્મપરિણામ પ્રગટી શકે છે. જે સભ્યષ્ટિ આત્માઓમાં એવા સુન્દર ધર્મપરિણામ પ્રગટે છે, તેઓ જો સંસારમાં રહે છે, સંસારને ભોગવે છે, તે તે પણ સંસારને કાપવાને માટે જ ! શરત એટલી જ કે એ ધર્મપરિણામ પ્રમાદ રૂપ મલથી સર્વથા રહિત હાવા જોઈએ. છેલ્લા કેવલજ્ઞાની શ્રી જમ્મૂસ્વામિજી, શ્રી વજ્રસ્વામિજી, શ્રી પૃથ્વીચન્દ્ર અને શ્રી ગુણુસાગર તથા શ્રી પુંડરિક રાજા વગેરેના ધર્મપરિણામેા એવા સાકર જેવા હતા. આ સંબંધમાં શાસ્ત્રોમાં એક સુર નામના રાજાની ક્થા આવે છે. સુર રાજાના સામ નામના નાના ભાઈએ દીક્ષા લીધી હતી; અને રાજ્યના કેાઈ સંચાલક નહિ હાવાથી, સુર રાજા નિરૂપાયે રાજગાદી ઉપર રહ્યા હતા. એક વાર, પેાતાના મુનિ ભાઇ વિહાર કરતા કરતા નજદીકના વનમાં પધાર્યા છે, એવા સમાચાર સુર રાજાને મળ્યા; એટલે, તે પેાતાના મુનિ ભાઇને વન્દન કરવાને માટે ગયા. મુનિ એવા પેાતાના નાના ભાઈને વન્દન કરીને, સુર રાજા પાછા ફર્યાં, એટલે એ વાતની રાણીને જાણ થઇ. રાણીને પણ પોતાના દીયર મુનિવરને વન્દન કરવાની ઇચ્છા થઈ અને તે એટલી બધી પ્રમલ કે-રાણીએ તરત જ અભિગ્રહ કર્યો કે આવતી કાલે સવારે દેવર મુનિને વન્દન Page #104 -------------------------------------------------------------------------- ________________ E પહેલો ભાગ કર્યા પછીથી જ હું ભોજન કરીશ.” આ અભિગ્રહ કરીને, રાણી રાતના સુઈ ગઈ અને સવારે ઉઠી ત્યારે તેના જાણવામાં આવ્યું કે-“જે વનમાં દેવર મુનિરાજ છે, તે વન અને આ નગર વચ્ચે જે નદી છે, તેમાં તે પૂર આવી ગયું છે.” નદીમાં પાણી ઘણું આવી ગયેલું, જે વનમાં જવું છે તે વનમાં જવાને બીજે કંઈ રસ્તો નહિ અને પિતાને અભિગ્રહ કે–દેવર મુનિવરને વાંદ્યા વિના ખાવું નહિ, એટલે રાણી ઘણી ચિન્તાતુર બની ગઈ. રાણીને ચિત્તાતુર બની ગયેલી જોઈને, રાજાએ કહ્યું કે-“ચિન્તા કર નહિ! નદીની પાસે જઈને કહેજે કે-હે નદિ! મારા દીયરે જ્યારથી વ્રત ગ્રહણ કર્યું છે, ત્યારથી આરંભીને જે મારા પતિએ અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું હેય, તો મારા દીયર મુનિવરને વન્દન કરવાને માટે સામે કિનારે જવાને ઈચ્છતી એવી મને, તું માર્ગ આપ!” રાજાએ આવું કહ્યું, એટલે રાણીના આશ્ચર્યને પાર રહ્યો નહિ. પિતાના પતિ કેવા બ્રહ્મચારી છે, એ રાણું તો જાણે ને? રાણુને રાજાની એ વાતને સાંભળીને વિચાર પણ આવ્યું છે કે મારા દીયરજીએ વ્રત લીધા પછીથી જ આ રાજાની પુત્રસન્તતિ મારા દ્વારા પેદા થઈ છે, છતાં પણ આ રાજા આવું અસમ્બદ્ધ કેમ બેસે છે ?” રાણીને આવું આશ્ચર્ય પણ થયું અને આ વિચાર પણ આવે, પરંતુ તેણીએ એ વિષયમાં રાજાને કાંઈ પણ કહ્યું ય નહિ અને કાંઈ પણ પૂછયું ય નહિ. તેણીએ એ વિચાર કરીને પિતાના આશ્ચર્યને દબાવી દીધું કે- અત્યારે આ વિકલપ કરવાની જરૂર શી છે? હમણાં જ, જે હશે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ચાર ગતિનાં કારણા તે જણાઈ આવશે. વળી, પતિવ્રતા સ્ત્રીઓએ તે પતિ જે કહે તે પ્રમાણ કરવું જોઈ એ, નહિ કે—પતિના કથનની સામે શંકા, ઉઠાવવી જોઈ એ !' આવી રીતિએ પેાતાના મનનું સમાધાન કરી લઈ ને, રાણી પેાતાના દેવર મુનિવરને વન્દન કરવાને માટે નીકળી 1 આમાં, તમારી વાત કાંઈ વિચારવા જેવી છે ખરી ? તમારી પત્નીએ આવી રીતિએ તમારા કથનને પ્રમાણ કરી લે ખરી ? રાણીને રાજાએ જે કહ્યું, તે રાણીને માટે તે પ્રત્યક્ષ અને અનુભવસિદ્ધ જીત્યું છે ને ? તમારા ઘરમાં, તમારા વચનને આટલે ધેા વિશ્વાસ કદાચ ન હોય, પણ તમારૂં સીધું સાદું કથને ય, તમારા ઘરમાં વિશ્વાસથી મનાય છે ખરૂં ? એવું નથી, એમાં તમે માત્ર તમારી પત્નીના દોષ કાઢો, એ ય ચાલે એવું છે? તમારા ઉપર એના વિશ્વાસ કેળવાય, એવું તમારૂં વર્તન પણ જોઇએ ને ? નહિતર, આર્યપત્ની પતિના વચનને વિશ્વાસ નહિ કરે, તો કેાના વચનના વિશ્વાસ કરશે ? આર્ય પત્નીએ તે એવી હાય કે પતિની આજ્ઞાને જ નહિ પણ પતિની ઇચ્છાને ય આધીન થવામાં જ કર્તવ્ય માને, આજે તા, તમારે, તમારે ઘરે કોઈ ને જમવા લઇ જતાં પણ વિચાર કરવા પડે ને ? કાઇ ટીપમાં નાણાં ભરતાં પણ વિચાર કરવા પડે ને ? કોઈ ગરીબ આદિને આપવું હોય, તેા કેટલાક ઘરવાળીની નજરને ચૂકાવીને આપે છે. જાણે છે કે—જો આ જોઇ ગઈ, તો રણસંગ્રામ જામ્યા વિના રહેવાના નથી. અને આવા સંસારમાં પણુ, કેટલાકાને બહુ રસ આવે છે! રાણીએ તેા નદીની પાસે જઇને, રાજાએ નદીને જે પ્રમાણે કહેવાનું કહ્યું હતું, તે પ્રમાણે નદીને કહ્યું અને નદીને Page #106 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ એ પ્રમાણે કહેતાંની સાથે જ, નદીએ રાણીને માર્ગ કરી આપે. નદીનું પૂર બે ભાગમાં વહેંચાઈ ગયું. રાણીને આમ તો ખાત્રી થઈ ગઈ કે–પતિએ જે કહ્યું હતું, તે તદ્દન સાચું નિવડયું; પણ, એ સાચું હોય શી રીતિએ, એ વાતનો તાગને રાણી પામી શકી નહિ ! એના મનમાં, હવે વાતની સચ્ચાઈ વિષે તે શંકા રહી જ નહિ, પણ એ વાત એવી હતી કે-એ વાતનું રહસ્ય જાણવાની ઈચ્છા શમે જ નહિ. રાણી તે સપરિવાર નદીના માર્ગમાંથી સુખે પસાર થઈ ગઈ અને સીધી જ દેવર મુનિવરની પાસે પહોંચી. મુનિવરને વંદના કરીને, તે જરા ઉભી રહી એટલે મુનિવરે પૂછયું કે-“નદીમાં ઘણું પૂર આવેલું છે, તો તમે બધાં અહીં આવી શક્યાં શી રીતિએ ?” એ પ્રસંગ જ એ હતો કે–આવું પૂછવાનું મન થાય, કેમ કે–આમ બનવામાં કઈ વિશેષ વાત અવશ્ય હેવી જોઈએ, એમ લાગ્યા વિના રહે નહિ. મુનિવરના પૂછવાથી રાણીએ જે બન્યું હતું તે અતિ જણાવ્યું. બધું કહીને, રાણીએ પિતાના દેવર મુનિવરને પૂછ્યું કે-“ભગવદ્ ! રાજામાં બ્રહ્મચારિપણું ઘટે શી રીતિએ ?” એ વખતે સેમ નામના મુનિવર રાણીને કહે છે કે રાજામાં બ્રહ્મચારિપણું બરાબર ઘટી શકે છે. મેં જ્યારે વ્રત ગ્રહણ કર્યું, ત્યારે એમની ઈચ્છા પણ વ્રતને જ ગ્રહણ કરવાની હતી, પણ રાજ્યને ભાર વહી શકે-એવું બીજું કઈ હતું નહિ, એટલે મેં વ્રત ગ્રહણ કર્યું અને રાજાએ સંસારમાં રહેવાનું મન નહિ હોવા છતાં પણ, નિરૂપાયે રાજ્યને સંભાળ્યું. આ રીતિએ રાજા તરીકે રહેવા છતાં પણ, એ રાજા જયારથી Page #107 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે મેં વ્રત ગ્રહણ કર્યું ત્યારથી, સંસારથી વિરક્તપણે અને વ્રતને ગ્રહણ કરવાની આકાંક્ષામાં જ દિવસો પસાર કરે છે ! શાસ્ત્રમાં કહ્યું છે કે- જે સ્ત્રી પરપુરૂષમાં રક્ત બની હોય છે, તે સ્ત્રી પિતાના ધણીની સાથે, તેના ઉપર હૃદયને રાગ નહિ હોવા છતાં પણ, જેમ અનુકૂળપણે વર્તે છે, તેમ તત્વમાં રત એ ચોગી સંસારને અનુકૂળપણે વર્તે છે. તેવી જ રીતિએ, આ રાજા, કાદવમાં કમળ જેમ નિર્લેપપણે રહે છે તેમ, ગૃહવાસમાં નિર્લેપ મનથી રહેલા છે અને એથી તે બ્રહ્મચારી છે, એ વાત બરાબર ઘટે છે.” દેવર મુનિવરના મુખેથી આવો ખૂલાસે સાંભળીને રાણી સંતુષ્ટ થઈ પિતાને પતિ આ વિરક્ત હોવા છતાં પણ, પિતાને એણે કેવી રીતિએ સાચવી છે, એ વિચાર આવે તે, એથી પણ એના મનને આનન્દ થાય ને? પછી, રાણું પોતાની સાથે લાડુ આદિ જે ભક્ષ્ય પદાર્થો લઈ આવી હતી, તેમાંથી તેણીએ દેવર મુનિવરને વહેરાવ્યું. દેવર મુનિવરને વહેરાવીને, રાણીએ પિતાને અભિગ્રહ પૂર્ણ કર્યો અને પોતે પણ ત્યાં ને ત્યાં જ ખાઈ લીધું. પછી, પાછા વળતી વેળાએ રાણીએ દેવર મુનિવરને પૂછયું કે-“હવે મારે આ નદીને કયી રીતિએ ઉતરવી?” | મુનિવરે કહ્યું કે ત્યાં જઈને નદીને એમ કહેવું કેજે આ મુનિ એમણે જ્યારથી વ્રત ગ્રહણ કર્યું ત્યારથી જ ઉપવાસી રહેતા હોય, તે તું મને માર્ગ આપ !” આ વખતે રાણીને આશ્ચર્ય તે થયું નહિ, પણ એમ તે થયું કે-હજુ હમણાં જ મેં મેદકાદિ વહેરાવેલ છે અને સાથે કેઈ અન્ય મુનિ નથી, એટલે એ મેદકાદિ આ દેવર Page #108 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૯૧ મુનિએ જ વાપરેલા છે; છતાં, તેઓ પોતે જ પોતાને સદાને * માટે ઉપવાસી રહેલાનું જણાવે છે, તે એમાં પણ રહસ્ય શું છે, એ જાણી લેવું જોઈએ. રાણ ત્યાંથી નીકળીને નદીની પાસે આવી અને જ્યાં તેણીએ દેવર મુનિવરે સૂચવ્યા મુજબનું કહ્યું, એટલે તરત નદીએ તેણીને માર્ગ કરી આપે. આમ રાણું મહેલમાં સુખપૂર્વક પાછી આવી ગઈ. પછી તેણીએ રાજાને વાત કરી કે-“દેવર મુનિવરને આ પ્રમાણે મેં લાડુ વગેરે વહરાવ્યું અને અમે નજદીકમાં જ હતાં તે વખતે એ મુનિવરે બધું વાપરી પણ લીધું, છતાં ય એ મુનિવરે અમારી પાસે અને નદીની પાસે પણ પોતાને રોજના ઉપવાસી તરીકે ઓળખાવ્યા, એમાં હેતુ શું છે? આમણે વાપર્યું તે અમે જાણીએ છીએ, છતાં એ રોજના ઉપવાસી કેમ કહેવાય?” રાજા કહે છે કે “દેવિ! તું મુગ્ધ છે; ધર્મના તત્વને તું જાણતી નથી! આ મહાત્મા ખાય કે ન ખાય, તે પણ બન્નેયમાં સમચિત્તવાળા છે! જે મુનિઓ અકૃત અને અકારિત એવા શુદ્ધ આહારને કરે છે, તે મુનિઓ રોજના ઉપવાસી જ છે!” રાજાએ કરેલા ખૂલાસાથી, રાણીને ઘણે સંતોષ થયે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મનું માહાસ્ય કેવું છે, એ જાણીને રાણી ધર્મમાં દઢ બની. રાજા અને મુનિવરની માનસિક અવસ્થા: એ રાણીને ગળે તે આ વાત ઉતરી ગઈ, પણ તમને આ વાત સમજાય છે કે નહિ ? આપણે વાત તે એ નક્કી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ચાર ગતિનાં કારણો કરવી છે કે–એવું તે કયું કારણ છે, કે જે કારણના વેગે જીવ ધર્મની સામગ્રીને સેવતો હોય, તે છતાં પણ, સંસારથી તરી જવાને બદલે સંસારમાં રૂલી જાય છે? જીવ ધર્મકિયાઓને ઓછા પ્રમાણમાં કરી શકે અગર જે ધર્મક્રિયાઓ કરે તે અવિધિ સાથે કરે, એટલા માત્રથી જ સંસારમાં રૂલી જાય, એવું બને નહિ. ભેગ ભેગવનાર છતાં પણ નિત્યના બ્રહ્મચારી રાજા અને ખાવા છતાં પણ નિત્યના ઉપવાસી મુનિવર, એમાં રાજામાં શું હતું અને મુનિવરમાં શું હતું? રાજાના બ્રહ્મચારિપણાને વિચાર તેના ગૃહસ્થપણાને લક્ષ્યમાં રાખીને જ કરે જોઈએ. રાજાએ રાણીને સેવી છે એ વાત નક્કી છે, પણ કેમ સેવી? વિષયની સેવામાં એ રાજી હતો? વિષયરસ એને પીડતે હતો? કે તેવા પ્રકારનાં કર્મોને ઉદય તેને એ તરફ ઘસડતો હતો? જ્યારથી રાજાના નાના ભાઈએ દિક્ષા લીધી, ત્યારથી રાજા વિરાગભાવમાં રમતો રહ્યો છે અને એથી “ક્યારે હું દીક્ષા લઈ શકું?”—એવી જ આકાંક્ષાને એ સેવતો રહ્યો છે. રાજાપણાના રસથી એણે રાજ્યનું પાલન કર્યું નથી, પણ પિતે જે સ્થાનમાં છે, તે સ્થાને પિતાનું કર્તવ્ય શું છે, તે સમજીને નિર્લેપપણે તેણે રાજગાદીને સેવી છે. એવી જ રીતિએ, મુનિવરે આહાર લીધે, તે શા માટે લીધે? આહારને ગ્રહણ કરવામાં હેતુ સંયમ કે જીવાને રસ ? સાધુને સંયમના નિર્વાહને માટે આહારની જરૂર હોય, છતાં એ કે આહાર ગ્રહણ કરે? નિર્દોષ આહાર માટે જ ગવેપણ કરે ને ? આહારની જરૂર હોય અને નિર્દોષ આહાર મળી જાય, તે ય મુનિવરનું ચિત્ત કેવું હોય? તે કે-આહારની જરૂર હોય અને નિર્દોષ આહાર ન મળે તો પણ જેવું Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૩ પહેલા ભાગ ચિત્ત હોય તેવું ! ખાય ત્યારે પણ તે ચિત્ત હોય, કે જેન ખાય ત્યારે હાય અને અનશન વખતે જે ચિત્ત હોય, તે જ ચિત્ત અશન વખતે હાય ! કેમ એમ ? એ ય સંયમની સાધના માટે છે! એમને, ખાવું, એ ય સંયમની સાધનાને માટે છે અને ન ખાવું, એ ય સંયમની સાધનાને માટે જ છે! એ માટે, ભિક્ષાએ જતા મુનિવરનું− મળે તે સંયમપુષ્ટિ અને ન મળે. તા તપેાવૃદ્ધિ ’–આવા પ્રકારનું માનસ હોય છે. આવાં તારક સાધના દ્વારા પણ અનંતા કેમ ડૂબ્યા ? આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે–સંસા રના રસ ન હોય, મન વિરાગથી ભરપૂર હોય અને વ્રતની આકાંક્ષા હોય, તા એવા જીવ નિરૂપાયે ગૃહસ્થપણાને સેવે એ અને; અને નિરૂપાયે ગૃહસ્થપણાને જે સેવતા હાય, તે એ રીતિએ ગૃહસ્થપણામાં રાખનારૂં જે કર્મ ઉદયમાં વર્તતું હોય તેને ખપાવતા હોય તથા વિરાગભાવ અને વ્રતાકાંક્ષા આદિથી ખીજા પણ ઘણાં ઘણાં કર્મોની નિર્જરા સાધતા હોય, તમારા હૈયામાં ધર્મપરિણામ આવા પ્રકારના છે ? ધર્મપરિણામથી જ તમે ધર્મક્રિયા કરો છે ને? અને સંસારની ક્રિયાઓ કરતી વખતે પણ, તમારા ધર્મપરિણામ સજીવ રહે છે ને ? હવે આવાં સુન્દર સાધનાને પામવા છતાં પણુ અને સેવવા છતાં પણ જે અનન્તા આત્માએ સંસારમાં રૂલી ગયા, તેના કારણના નિર્ણય તમે ઝટ કરી શકશે!! આવાં સુન્દર સાધનાને જીવ પામ્યા હોય અને સેવતા ય હાય, પણ હૈયામાં વિષયરસ હાંસી ઠાંસીને ભરેલા હાય, તે શું થાય ? હૈયામાં વિષયરસ, મિથ્યાત્વસ, પાપરસ આદિ હોય અને આ સાધનાને સેવતા Page #111 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે હોય, તે આ સાધનને પણ એ જીવ કેવા હેતુથી સેવ હેય? જેમ ધર્મ પરિણામ સારે, તેમ આત્માનું કલ્યાણ વધારે અને જેમ વિષયરસને અને કષાયરસને, એટલે કે-સંસારરસને પરિણામ ગાઢ, તેમ આત્માનું અકલ્યાણ વધારે! જેઓમાં સંસારને રસ ગાઢ હોય છે, તેઓ અવસરે ઉસૂત્રપ્રરૂપણાદિ પણ કરે. મેક્ષની વાતને હંબગ કહે. જે કાંઈ કરે, તે સંસારના રસને આધીન બનીને જ કરે. સંસારના રસને આધીન બનીને આવાં તારક સાધનેને સેવનારાઓ તરી જાય, એ બનવાજોગ વસ્તુ જ નથી. વિષયસુખના હેતુથી જ, એ ધર્મ કરે અને એને વિષયસુખના હેતુને આગ્રહ પણ હેય. વિષયસુખ તજવા જેવું છે, એ વાત હૈયાના એક ખૂણામાં પણ ન હેય. વિષયની સામગ્રી અનુકૂળપણે મળે, ભગવાય, એ વગેરેમાં જ, એ સુખ માને. વિરાગ વિના, ધર્મની ઉપાસના, ધર્મની ઉપાસના તરીકે થઈ શકે જ નહિ. મુગ્ધ જીવોને માર્ગે લાવવાના હેતુમાં પણ, એ વાત તે રહેલી છે જ કે-એનામાં સંસારના સુખને જ માટે ધર્મ કરવાને આગ્રહ હતો નથી. મુગ્ધ હોવાથી વિશેષ સમજી શકો નથી, પણ સંસારસુખના હેતુને આગ્રહ પણ નથી, એટલે એનામાં વિષયરસ જોરદાર છે-એમ કહેવાય નહિ. એવાએનું આલંબન લઈને, વિષયરસના યોગે જ આ ધર્મક્રિયાઓને કરનારા અને કરાવનારા, સંસારમાં જ રૂ. ધર્મક્રિયાઓ ધર્મરસથી કરવી જોઈએ અને સંસારના વેગને કાઢવાને માટે કરવી જોઈએ. સંસારરસ જ્યાં સુધી બહુ જ મીઠે લાગે છે, ત્યાં સુધી તો જીવ, તારક સાધનેને પામે ને સેવે, તે પણ તે સંસારમાં રૂલે છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫ પહેલે ભાગ ધર્મપરિણામને સાકર જેવો બનાવ ત્યારે, તમારે પણ તમારા પરિણામની પરીક્ષા કરવી જોઈએ ને? ઘણે વખત સંસારકિયામાં જાય છે અને ધર્મકિયામાં ડેક જ સમય જાય છે, પણ મનમાં ઈચ્છા શી છે? “મારું જીવન એવું ક્યારે બને કે આ જીવનમાં ધર્મકિયા સિવાયની કઈ ક્રિયા હેય જ નહિ”—એવી ઈચ્છા ખરી ને ? સંસારકિયા ન છૂટકે કરે છે ને ? તમારું ચાલતું હોય, તે તમે ધર્મક્રિયા સિવાયની કેઈકિયા કરો જ નહિ ને? હૈયામાં ધર્મપરિણામ છે કે નહિ અને છે તે કેવા પ્રકાર છે? ધર્મપરિણામને સાકર જે મીઠે બનાવવાનો પ્રયત્ન કરો. હૈયામાં એ ધર્મપરિણામ હોવા છતાં ય, સંસારમાં રહેવું પડે એ શક્ય છે, પણ સંસારમાં રહેવાય તે તદ્દન વિરાગભાવે રહેવાય અને સંસારના ત્યાગની તથા સંયમના સેવનની અભિલાષાપૂર્વક જ રહેવાય. આ ધર્મ પરિણામ ન હોય તો તે પ્રગટે, એ માટે મહેનત કરે છે? તમને જે કાંઈ તારક સાધન મળ્યાં છે, તેને ઊલટે ઉપયોગ તે નથી કરતા ને દ્વાદશાંગી, ઓ, આણુવ્રતાદિને ઊલટે ઉપયોગ કરનારાઓને માટે જ એ વાત છે કે તેઓ આ સાધનને પામ્યા અને તેમણે આ સાધનને સેવ્યાં, છતાં પણ તેઓ સંસારમાં રૂલી ગયા. તમારે સંસારમાં રૂલવું નથી ને? સંસારથી છૂટવું જ છે ને ? સંસારથી છૂટવું હોય, તો અત્યારે પેગ સરસ છે. શ્રી સિદ્ધગિરિજીની છાયામાં છે, એટલે વાતાવરણ મજેનું છે. દોષને કાઢવાની અને ગુણોને પ્રગટાવવાની અહીં સુંદર સામગ્રી છે. અહીં આવ્યા પછી પણ, જે આપણા દે ખળભળે Page #113 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે નહિ અને ગુણે પ્રગટે નહિ, તે આપણને લાગવું જોઈએ કે-આપણે મહા નાલાયક છીએ. આ ક્ષેત્ર ઉંચું છે, એમાં તે બે મત છે નહિ અને આપણે માટે કાળ પણ ઉંચે છે, એમ લાગે છે, કેમ કે-શ્રી સિદ્ધગિરિજીનાં દર્શન કર્યા અને જે શ્રી સિદ્ધ ભગવાનના સિદ્ધપણાની પ્રાપ્તિના ગે આ તીર્થને મહિમા છે, એ તારકેના જેવા આપણે ક્યારે બનીએ, એવી આપણા હૈયામાં ઈચ્છા પ્રગટી છે! શ્રાવકની ભાવના : આથી, આપણે એ વિચારવું જોઈએ કે આપણને આ સંસાર કે લાગે છે? તમે સાધુ ન બની શકે એ શક્ય છે, કેમ કે-સાધુ બનવું હોય, તે સંસાર નિર્ગુણ લાગે એટલા માત્રથી જ ચાલી શકતું નથી. સાધુ થવા માટે તે, સંસાર નિર્ગુણ લાગવો જોઈએ અને વ્રતપાલનની શકિત પણ હોવી જોઈએ. શ્રાવકમાં સંસારને છોડવાની અને વ્રતને પાળવાની શક્તિ ન હોય, તો શ્રાવક સંસારમાં રહે પણ, કહેવાય છે શ્રાવક અને ગમે છે પણ સંસારમાં રહેવાનું જ, તે પછી બધું કહેવાનું જ રહે. આપણે ત્યાં તપ માટે ખાવાનું છે કે ખાવા માટે તપ કરવાનું છે? તપ માટે ખાવું પડે તેમ હોય તે ખવાય, પણ ખાવા માટે તપ કરવાનું કેઈ કહે તે ? હવે જેને ખાવાનું પણ તપ માટે હોય, તે ઉપવાસ કરે એટલે પારણું કરે જ? જુએ કે-હજુ તપ થાય તેમ છે, તો બીજે દહાડે નવકારશી કરે નહિ ને પરિસી કરે, પરિસી વખતેય શક્તિ હોય, તે તપની ભાવનાને તેજ બનાવવા પ્રયાસ કરે. જેમ વ્યવહારમાં ૨૦ મળ્યા પછી, ૫૦ સામે આંખ જાય ને? ૫૦૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૯૭ મેળવવાના પરિશ્રમ કરવાનું મન થાય ને? તેમ, ઉપવાસ તે કર્યાં, પણ બીજે દિવસે વધવાનું મન કેમ થતું નથી ? આજે પણ ઉપવાસ થાય તેા સારૂં, એમ કેમ થતું નથી ? બીજે દિવસે ઉપવાસની શક્તિ ન હોય, તેા વધાય તેટલું વધે અને વધાય તેમ ન હોય, તેા નવકારશી ય કરે; પણ મનમાં શું હોય ? થાડી પણ ધર્મક્રિયા, કેવા પ્રકારના પરિણામથી કરા છે, તે શેાધી કાઢો ! તમે આટલી મેાટી ઉંમરના થયા, વારંવાર ધર્મક્રિયાઓ કરે છે, છતાં આટલા બધા અજ્ઞાન કેમ રહ્યા ? પરિશ્રમ તેા કર્યાં, પણ જ્ઞાનાવરણીય કર્મ નડ્યું, એમ કહી શકશે? તમે જો ધર્મપરિણામને પામ્યા હોત, તે તમને તમારૂં જીવાદિતત્ત્વાનું અજ્ઞાન ખટકત. ‘સંસાર તે હેય જ અને કરણીય તેા ધર્મ જ’–આ વાત જો તમારા હૈયામાં જચી ગઈ હોત, તેા તમે તમારાં ચેાગ્ય સંતાનાને અહીં આપવા આવત. શ્રાવક સંતાનને ઉછેરે નહિ–એમ નથી જ, પણ શ્રાવક સંતાનને ઉછેરે, ત્યારે એના કેાડ કેવા હોય ? આ છેકરા સાધુ થાય તે ઘણું સારૂં ! પણ આ છે.કા જો સાધુ થઈ શકે નહિ, તેા ય સાધુપણાની સેવતા શ્રાવક તે અવશ્ય નવો જોઇએ !’ " અભિલાષાને સ અમારા ધ્યેયનું જ ઠેકાણું નથી ને ? સંસારથી છૂટવાના ધ્યેય વગરની અને સંસારના રસથી થતી ધર્મક્રિયાઓથી પણ પુણ્ય અંધાય-એની ના નથી, એ પુણ્ય દેવાદિ ગતિને આપે–એની ય ના નથી, પણ તેથી સંસાર નહિ ઘટે. રાગના સ્થાને પણ વિરાગ પ્રગટવો જોઇએ, એને અદલે વિરાગના સ્થાને ય જે વિરાગ પ્રગટવા જોઇએ તે નહિ પ્રગટે; ભાગ ભયંકર લાગવાને બદલે મનેાહર લાગશે ७ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ચાર ગતિનાં કારણો અને એમ સંસારને રસ પુષ્ટ બનતાં, સંસાર વધી જશે. ' શ્રી અરિહંતાદિની ને આપણી સાચી પિછાન થાય તે' મેક્ષ, એ જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. સંસાર તે કર્મ નિર્મલું આત્માનું વૈભાવિક સ્વરૂપ છે. સંસાર, એ પણ આત્માને પર્યાય છે અને મેક્ષ, એ પણ આત્માને પર્યાય છે; પણ આત્માને સંસારપર્યાય કર્મ નિમેલે છે અને મોક્ષ, એ આત્માને શુદ્ધ પર્યાય છે. પરાધીન સ્વરૂપમાં તે રાચે, કે જે અજ્ઞાન હેય. રાગાદિ કરવા, તે આપણું પિતાનું સ્વરૂપ છે? શુદ્ધાત્મા રાગાદિ કરે ખરે? જે રાગાદિ કરે, તેને આપણે દેવ માનીએ ખરા? સંસારના રાગાદિના જે ત્યાગી ન હોય, તેને આપણે ગુરૂ માનીએ ખરા? રાગાદિમાં રમણ કરવાનું જે સુઝાડે, તેને આપણે ધર્મ માનીએ ખરા? નહિ જ! કેમ નહિ? આપણે એવા દેવાદિને કેમ માનીએ નહિ ? કેમ કે આપણે રાગાદિથી છૂટવું છે! આપણને રાગાદિ કરવા ગમે છે ? રાગાદિ કેણ કરે? પરાધીન આત્મા જ રાગાદિ કરે. આપણને આપણું આ પરાધીનતાને ખ્યાલ છે? રસ્તે ચાલતે ભિખારી પણ, બીજાને આજ્ઞા કરવામાં આનંદ માને છે, પણ બીજાની આજ્ઞા માનવામાં આનંદ માનતો નથી. સંસારને રસ, એટલે પારકી આજ્ઞાને રસ. આપણને એ રસ છે ને ? એ રસ ગમે છે ને ? એક તે ગુલામીને રસ અને એમાં આનંદ, એ ઓછું અજ્ઞાન છે? જેમ ખાવામાં પેટ માગે નહિ ને જીભ માગે, ત્યારે કેવી વિટંબણું થાય? એ ઈન્દ્રિયની ગુલામી છે ને? એમ, સંસારના રસથી જેટલું થાય છે, તે પારકી આજ્ઞાના રસથી જ થાય છે. સંસાર એટલે આત્માનું કેદ Page #116 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ખાનું. આ વસ્તુને જેને સાચો ખ્યાલ આવી જાય, તેને સંસાર ઝેર જેવું લાગે. આપણને સંસાર કેવો લાગે છે? સંસારમાં આપણી સ્થિતિ કેવી લાગે છે? આપણને સંસાર જે હેરનું સાધન લાગતો હોય અને “આપણે જે કાંઈ કરીએ છીએ તે બધું આપણી મરજી મુજબ જ કરીએ છીએ”—એમ જે આપણને લાગતું હોય, તે આપણે મહા અજ્ઞાન છીએ. શ્રી અરિહંત ભગવાનને મેટામાં મોટે ઉપકાર કર્યો ? એ તારક મેક્ષમાર્ગના દાતા બન્યા, એ જ ને? શ્રી સિદ્ધ ભગવાને પણ મેલસ્વરૂપની પ્રેરણા આપે તેવી અવસ્થાને પામ્યા છે, માટે જ નમસ્કરણય છે ને? આચાર્યાદિ પણ સંસારને તજીને એક મેક્ષમાર્ગને જ સેવે છે અને મોક્ષમાર્ગને જ પ્રચાર આદિ કરે છે, માટે વન્દનીય આદિ છે ને? આવા શ્રી અરિહંતાદિને સેવનારાને “સંસાર તજવા જેવું છે અને મેક્ષ મેળવવા જેવો છે”—એવું જો ન લાગે, તે સમજી લેવું જોઈએ કે એને શ્રી અરિહંતાદિની પણ સાચી પિછાન નથી અને પિતાના આત્માની પણ સાચી પિછાન નથી ! ગુલામ હોવા છતાં પણ ગુલામીને ખ્યાલ આવતું નથી અથવા તે તે ભૂલાઈ જાય છે: સ૦ જ્ઞાન હોય તે સમજાય ને? બહુ શાસ્ત્રજ્ઞાન ન હોય, પણ જે દેવને સેવીએ છીએ, તેમના જેવા બનવાને માટે જ ધર્મને સેવવો જોઈએ, એટલું પણ જ્ઞાન નથી? વીતરાગ જ દેવ ગમે અને વીતરાગપણને પામવાને માટે નિર્ચન્થપણાને સેવનારા ગુરૂઓ જ ગમે, એવું Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ચાર ગતિનાં કારણે તે તમે ઠસ્સાથી કહે છે, તે તમને એવા બનવાની ઈચ્છા છે, માટે તમે એમ કહે છે કે એ ઈચ્છા નથી છતાં એમ કહા છો ? આવા દેવ-ગુરૂ-ધર્મને પામેલાને, એમ તે થવું જોઈએ ને કે-“જેટલે થાય તેટલે, થડે થાય તે છેડે, પણ જેટલા થાય તે તેટલે ધર્મ મેક્ષને માટે જ કરે છે !? મારે આત્મા સંસારની ગુલામીમાં ફસાઈ પડ્યો છે, તેમાંથી છૂટવાને માટે જ મારે ધર્મ કરે છે !” સ. સંસારમાં ગુલામી નથી લાગતી. સંસારને રસ છે તેથી. જરાક ડાહ્યા થઈને વિચારે અને ભૂલકણું બને નહિ, તે તમને લાગે કે-સંસારમાં ઘણું વિષમતા ભેગવવી પડે છે. સંસારમાં, ડગલે ને પગલે ગુલામી છે. હું ધાર્યું કરું —એમ કેઈ વાર લાગે, ત્યારે યાદ કરવું કે-જીદગીમાં હું ધાર્યું કેટલું કરી શક્યો અને મારું ધાર્યું કેટલું થયું નહિ ?” વેપાર કરવા જાય, તે રળવા જ જાય ને? છતાં, બધા રળીને જ આવે? ના, કોઈ રળીને પણ આવે અને કોઈ રડીને પણ આવે. ત્યારે જે રળે અને જે રડે, એમાં કઈ કારણ ખરું ને? બે ય પરને આધીન છે. સ્વાધીનતા તે, રળવા છતાં ખુમારી નહિ આવવા દેવી અને ખાવા છતાં દીનતા નહિ આવવા દેવી, એ છે. તમારે તે કેટલીય વાર ધાર્યું થતું નથી કે ધાર્યું મળતું નથી, એટલે દુર્બાન કર્યા કરવું પડે છે, પણ જ્યાં જરાક ધાર્યું મળે, એટલે નાચો છે. સંસારને એ કેફ છે. કુતરાને પ્રાયઃ કેઈ ઘરે આદર નહિ, જ્યાં ચઢે ત્યાંથી મેટે ભાગે ‘હડે એને કાને પડે, જ્યાં જાય ત્યાંથી એને કાઢે અને જે હેય તે એને મારે, આવું મેટે ભાગે બને તે છતાં તેને બોલાવવાને મદર નહિ, જયાંથી એને. Page #118 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૧૦૧ શું કરવું પડે? હાથમાં કાંઈક છે—એમ બતાવીને ‘તુ’ તુ ’ જ કરવું પડે, તેમ, સંસારમાં લુબ્ધ અનેલે જીવ, જ્યાં જરા અનુકૂળતા મળે છે, એટલે ઘેાડા વખત પહેલાં વેઠેલી ભારે આપત્તિઓને પણ એ ભૂલી જાય છે. જરાક જોઈતું મળ્યું, એટલે એ આજુબાજુની આપત્તિઓને ભૂલી જતાં વાર નહિ. કર્મ જરા અનુકૂળતા આપે, એટલે કર્મની ગુલામીને ભૂલી જતાં વાર નહિ. બાપ છેકરાને ખેાળામાં બેસાડે, તો સમજવું કે-કર્મની મહેરબાની છે. ખરાખ કર્મ આવ્યું, તે આના આ માપ, એને લાત મારતાં પણ અચકાશે નહિ. બાપે પણ સમજવું જોઈએ કે-લાડ લડાવીને ઉછેરેલા છેકરા પણ, ક્યારે લાત મારશે તે કહેવાય નહિ. આ સમજ આવે, તે કર્મની આધીનતા ખટકે. પછી લાગે કે—સંસાર એ મારૂં સ્વરૂપ નથી. ‘સંસાર એ મારૂં સ્વરૂપ નથી અને મેક્ષ જ મારૂં સ્વરૂપ છે’-એમ લાગ્યા વિના, ધર્મ જે ભાવે કરવા જોઈ એ, તે ભાવે ધર્મ થાય નહિ. સ ા ધર્મ ય કર્મની આધીનતાથી થાય છે? કર્મની આધીનતાથી ધર્મ કરનારાઓનો પણ તેાટા નથી. કર્મની આધીનતાથી ધર્મ કરે, એ કર્મને ખપાવે નહિ પણ કર્મને વધારે. કર્મની આધીનતા જ્યારે ઘટે છે, ત્યારે આત્માને પેાતાના સ્વરૂપનું ભાન થાય છે. હું ગુલામ બનેલા છું, એમ લાગે છે. આ ગુલામીમાંથી છૂટવાને માટે મારે ધર્મને સેવવા જોઇએ, એમ લાગે છે. એ ધર્મ વિવેકથી થયેા કહેવાય. એ ધર્મ આત્માના નિસ્તારને સાધનારા અને ટૂંકમાં કહીએ તા, આત્મા કર્મના હુકમથી જે કાંઈ કરે તે સંસાર અને પોતાના સાચા વિવેકથી જે કાંઈ કરે તે ધર્મ. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ચાર ગતિનાં કારણે સમ્યજ્ઞાન અને સમ્યક્ ક્વિાના યોગથી મુક્તિ ઃ શ્રી જૈન શાસનમાં “જ્ઞાનવિર્ષો મેક્ષ'—એમ કહ્યું છે. આ શાસન, સમ્યગ્ર જ્ઞાન અને સમ્યક ક્રિયાને સુગથી જ આત્માને મોક્ષ થાય, એમ માને છે અને એથી જ આ શાસન જેમ મિથ્યા કિયાઓનો નિષેધ કરે છે, તેમ વિપરીત હેતુથી થતી અગર તે વિચારશૂન્યપણે થતી ધર્મપ્રવૃત્તિને પણ નિષેધ કરે છે. ખરાબ વિચાર વિના અને સામાન્ય સારા વિચારથી પણ કઈ સારી ધર્મપ્રવૃત્તિ થઈ જાય, તે ય લાભ થાય, પણ મક્ષસાધક સમ્યફ ક્રિયા આપણે મોક્ષની સાધક ત્યારે જ બની શકે, કે જ્યારે આપણે મોક્ષના ભાવથી એને આચરવા માંડીએ અને તેમાં એકતાન બની જઈએ. વિચાર, એ જ્ઞાનનો અંશ છે. સમ્યગૂ જ્ઞાન હોય, એટલે મેક્ષનો ભાવ આવે જ. મેલના ભાવ વિના, મોક્ષસાધક નિવડે–તેવી ક્રિયા પણ, મેક્ષસાધક નિવડી શકે નહિ. એટલા માટે તે કહ્યું કે જેના ઉપર મેહને જ અધિકાર છે, તેનામાં અધ્યાત્મ હેય નહિ.” અધ્યાત્મ-કિયા એટલે ક્રિયા રૂપ અધ્યાત્મની શરૂઆત ક્યારથી માની? મેહને અધિકાર ઉડ્યા પછીથી જ મેહને અધિકાર જેમના ઉપરથી ઉઠડ્યો છે, તેવા આત્માઓની, આત્માને ઉદ્દેશીને કરાતી શુદ્ધ કિયા જ, અધ્યાત્મકિયા હોઈ શકે, એમ ઉપકારિઓએ કહ્યું આપણે ત્યાં. એકલા જ્ઞાનને અધ્યાત્મ કહ્યું નથી કે એકલી ક્રિયાને અધ્યાત્મ કહ્યું નથી. સંસારમાં સાચું અધ્યાત્મ ત્યાં જ હોય, કે જ્યાં જ્ઞાન પણ હોય અને ક્રિયા પણ હોય. જેમ, એક ચકે રથ ચાલી શકે નહિ, એક પાંખે પંખી ઉડી શકે નહિ અને Page #120 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૦૩ એક હાથે તાલી પાડી શકે નહિ, તેમ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મુક્તિને પામી શકાય જ નહિ. એકલા જ્ઞાનથી મુક્તિ માનનાર પણ મિથ્યાષ્ટિ છે અને એકલી કિયાથી મુક્તિ માનનાર પણ મિથ્યાદષ્ટિ છે. શાસે વ્યાખ્યા આપી. કેની શુદ્ધ ક્રિયાને અધ્યાત્મ કહેવાય? તો કે–જેના ઉપરથી મોહન અધિકાર ઉઠયો છે, તેની જ શુદ્ધ ક્રિયાને અધ્યાત્મ કહેવાય. આમાં બે વાત કહી. એક તો મેહને અધિકાર નહિ જોઈએ અને બીજું કિયાની શુદ્ધિ. જોઈએ. અનુકૂળ અને ઉત્તમ સ્પર્ધાદિના યોગ વિના સુખ સંભવે જ નહિ-એવું માનનારા મોક્ષને નથી માનતા મેહનો અધિકાર કેના ઉપરથી ઉઠડ્યો છે, એમ કહેવાય? આત્મા ઉપર મેહનો અધિકાર હોવા છતાં પણ, એ આત્મા પુણ્ય-પાપને માને એ બનવાજોગ છે, પરલોકને માને એ પણ બનવાજોગ છે અને સગતિ-દુર્ગતિને માને એ પણ બનવાજોગ છે; પણ મેક્ષને તે એ માને જ નહિ. સુખ એ આત્માનો પોતાનો ગુણ છે અને એ ગુણ જો બરાબર પ્રગટી જાય, તે આત્મા કેઈ પણ પદાર્થના સંગ વિના અનન્ત સુખને અનન્ત કાલ પર્યન્ત ભેગવી શકે છે. આ વાત એની બુદ્ધિમાં ઉતરે જ નહિ. ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવે સમવસરણમાં વિરાજીને કહેતા હોય; ઈન્દ્રો ને નરેન્દ્રો, દેવતાઓ અને માણસે, એ તારકની સેવા કરવાને માટે દોડાદેડ કરતા હોય; જેને સંશય થાય તેને સંશય વગર પૂછ પણ ભેદાય તે તે એ તારકની વાણીનો પ્રભાવ સૌ પોતપોતાની ભાષામાં ભગવાનના ઉપદેશને સાંભળી શકે, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચાર ગતિનાં કારણેા પશુ અને પંખીઓ ત્યાં જાતિવૈરને ભૂલી જાય; આ બધું જોવા છતાં અને ભગવાન મેાક્ષસુખનું જે વર્ણન કરે તે સાંભળવા છતાં પણુ, એ તા એમ જ વિચારે કે– મેાક્ષની વાત સંભવે જ કેમ ?’ એને એમ જરૂર થાય કે‘ આ પુરૂષ અહુ પુણ્યશાલી છે; બહુ જ્ઞાની છે; આ કહે છે તે મુજબ કરીએ, તે દેવલેાકનાં સુખા મળ્યા વિના રહે નહિ.' પણ, મનમાં ને મનમાં પાછા એ જ નિર્ણય કરી લે કે- કાઈ પણ વસ્તુના સંયેગ વિના કેઇ પણ સુખ ભાગવી શકાય, એ અને જ નહિ !' સુખ જોઈ એ, તે સયેાગ પણ જોઈ એ જ, આ એની માન્યતા. એને એમ જ થાય કે-‘ અનુકૂળ અને ઉત્તમ જાતિની વસ્તુના સ્પર્શથી, એના રસથી, એની સુગંધીથી, એને જોવાથી અને એને સાંભળવાથી જ સુખ અનુભવી શકાય. અનુકૂળ ને ઉત્તમ પ્રકારનો સ્પર્શ કર્યા વિના, તે સુખ સંભવે જીભ ઉપર મીઠા પદાર્થ મૂકયા વિના, તે સુખ સંભવે ? નાકમાં સારી ગન્ધ આવ્યા વિના, તે સુખ સંભવે ? આંખને સારૂં, ગમે તેવું જોવાનું મળ્યા વિના, તે સુખ સભવે ? અને જ્યાં સુધી કર્ણપ્રિય અવાજ કાને પડે નહિ ત્યાં સુધી, તે સુખ સંભવે ? જેને ઇન્દ્રિયા જ નથી, તેને વળી સુખ કેવું ? અને ઈન્દ્રિયા હાય, તે છતાં પણ અનુકૂળ અને ઉત્તમ સ્પર્શોદિ કર્યા વિના પણ, સુખ અનુભવાય શાનું? આત્મા શરીર વગરના ને ઇન્દ્રિય વગરનો હોય ને એ સુખ ભેાગવે, એ બધી વાતમાં કાંઈ માલ નથી. આ શરીર ન હેાય, તા ય સુખ ભોગવાય નહિ. આ શરીર જરાક માંદું કે ઢીલું પડી જાય છે, તે સુખ ભાગવાતું નથી અને શરીર ન હોય ત્યારે સુખ ભોગવાય ? આ બધી વાતમાં કાંઈ સાર જેવું Page #122 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૧૦૫ નથી.’ એને મેાક્ષ અને મેાક્ષના હેતુની વાત રૂચે જ નહિ. આત્મા મેાક્ષ પામે, અથવા તા મેક્ષ પામે એવો કેાઈ આત્મા હાઈ શકે, એ મને જ નહિ, એવું એ માને. બાકી ઇન્દ્રાદિ દેવોને જુએ, એટલે દેવાંત છે-એમ પણ માને અને ઈન્દ્રાદિકને ભગવાનની સેવા કરતા જુએ, એટલે એને એમ પણ થાય કે− આ કહે છે તેમ જો ત્યાગને સેવ્યેા હાય, તા જ ઈન્દ્રાદિકનું સુખ મળી શકે.' એટલે, સંયેાગજન્ય સુખને માટે એ ભગવાને કહેલા ધર્મને સેવવા પણ માંડે. ભગવાને કહેલા ધર્મને એ એટલી અધી કડકાઈથી સેવે કે-વાત પૂછે। મા. કેમ ? એને ખાત્રી છે કે આ ધર્મને આ કહે છે તેમ સેવીએ, તેા જ દેવતાઈ સુખ મળે !' એની ક્રિયામાં અવિધિ ન આવી જાય, અતિચાર ન લાગી જાય, એની એને પૂરતી કાળજી હાય. બધામાં ખાદ્ય કેટલી વાત ? માત્ર મેાક્ષની વાત જ ખાદ! મેાક્ષની વાતમાં ય. તે, તે વખતે દ્વેષ કેળવે નહિ. કાણુ જાણે, મેક્ષ શું છે તે? એમની મેાક્ષની વાત એમની પાસે ભલે રહી ! આમ તે મેક્ષના વિષયમાં અદ્વેષ રાખે અને દેવતાઈ સુખાના, વિષયસુખાના રાગથી ભગવાને કહેલા ધર્મને એટલે ભગવાને કહેલી ધર્મક્રિયાઓને એ ખૂબ રાગથી સેવે. વિચાર કરો કે ભગવાનના વચન ઉપર એણે કેટલા બધા વિશ્વાસ રાખ્યા ? ભગવાનના વચન ઉપર વિશ્વાસ મૂકીને, એણે સંસારસુખના સંયેાગેાને તજી દીધા, સંસારસુખના સંયેાગેા આવી મળ્યા હાય ત ય તેને ગ્રહણ કર્યાં નહિ અને પ્રાણાતિપાત આદિથી વિરામ પમાડનારી ક્રિયાઓ પણ કાળજીપૂર્વક કરી ! તમને લાગે છે ને કે-આ કાંઈ ભગવાનના વચન ઉપર જેવાતેવા Page #123 -------------------------------------------------------------------------- ________________ ચાર , ૧૦૬ ચાર ગતિનાં કારણો વિશ્વાસ રાખ્યો કહેવાય નહિ!? પણ ખરું જોતાં, એ જીવે નથી તે ભગવાનને માન્યા કે નથી તે ભગવાનના વચનને માન્યું ! કારણ કે-ભગવાનને એ વીતરાગ, સર્વજ્ઞ અને મોક્ષે જનારા તરીકે સ્વીકારે જ નહિ તેમ જ ભગવાને મોક્ષમાર્ગની પ્રરૂપણ કરી હોય, ત્યારે આ જીવ એને સંસારસુખના માર્ગ તરીકે જ ગ્રહણ કરે ! ભગવાન જેનો સર્વથા નિષેધ કરે, તેને જ એને રસ ! ભગવાન વિષયવિરાગ આદિને માટે ધર્મ કરવાની જરૂર બતાવે, ત્યારે આ વિષયરાગથી જ આ કરવું જોઈએ-એમ માને! આમાં, એણે ભગવાનના વચનને વિશ્વાસ કર્યો, એટલે કે-એને ભગવાનનું વચન રૂછ્યું, એમ કહેવાય ખરું? અવિધિવાળી ધર્મક્રિયા પણ વિધિબહુમાનથી અને મોક્ષના આશયથી હેય તે અધ્યાત્મમાં ખપેઃ તમને તે ભગવાનના વચન ઉપર વિશ્વાસ છે ને? પેલામાં ને તમારામાં ફેર શું છે? તમારી ધર્મક્રિયા ક્રિયા તરીકે તે પિલાની તુલનામાં આવી શકે તેમ છે જ નહિ, કેમ કે તમે જે થોડી-ઘણી ક્રિયા કરે છે, તે પણ કેટલી બધી પાંગળી છે, તે તમારી જાણ બહાર તો નથી જ ને ? પેલાના જેટલી ક્રિયા પણ નહિ અને ક્રિયાને એના જેટલી વિધિથી કરવાની કાળજી પણ નહિ, એ તે દેખીતી વાત છે ને ? એ અપેક્ષાએ તો, તમે એના કરતાં ચઢીયાતા નહિ જ ને ? ત્યારે, એના કરતાં તમે ચઢીયાતા છે, એ વાત તમારે કહેવી હોય, તે શું કહેવું પડે ? અમારી કિયા અધ્યાત્મમાં મૂકી શકાય તેવી છે, એમ તમારે કહેવું પડે. તમે જે ધર્મક્રિયા કરે છે, તે આત્માને ઉદ્દેશીને કરે છે, એમ કહેવું પડે. તમારે તમારા Page #124 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૧૦૭ આત્માને સંસારથી મુક્ત બનાવવા છે, એ માટે તમે આ બધી ધર્મક્રિયાઓ કરે છે, એમ તમારે કહેવું પડે, તમારે કબૂલ કરવું પડે કે-મેાક્ષ છે અને જે કાઇ પણ આત્મા સમ્યજ્ઞાન તથા સમ્યક્ ક્રિયાના ચેગને પામે, તે પેાતાના પુરૂષાર્થથી મેાક્ષને પામી શકે છે. સુખ, સ્પેદિક વિષયાના સંચાગમાં નથી, પણ આત્મા સર્વ સંયેાગેાથી પર બનીને જ અનન્ત અને અક્ષય સુખના ભોક્તા ખની શકે છે. શરીર તેા આત્માનું કેદખાનું છે. શરીરથી રહિત બનીને આત્મા અશરોરાવસ્થાને પામે, એ જ આત્માનું સાચું અને સંપૂર્ણ સ્વરૂપ છે. આત્મા વીતરાગ પણ ખની શકે છે, સર્વજ્ઞ પણ બની શકે છે અને અશરીરી પણ બની શકે છે. જ્યાં સુધી આત્મા વિષયસુખને જ સાચું સુખ માની બેઠા છે, ત્યાં સુધી આત્માના નિસ્તાર જ નથી. તમારે કહેવું જોઈ એ કે અમે આ બધું માનીએ છીએ અને મેાક્ષને પામવાને માટે જ ધર્મ કરવા જોઈએ-એ વાતમાં અમને જરા ય શંકા નથી. અમે જે ધર્મ કરીએ છીએ, તે સંસારના સુખને માટે નહિ, પણુ અમારૂં ધ્યેય તે મેાક્ષસુખને જ મેળવવાનું છે. જેના હૈયામાં આટલું પરિવર્તન થઈ જવા પામ્યું હોય, તેના ઉપર મેાહના અધિકાર રહ્યો નથી અને વિવેકના અધિકાર શરૂ થયા છે. મેહના અધિકાર ગયા વિના મેક્ષ રૂચે નહિ અને એ વિના, મેાક્ષના હેતુથી ક્રિયા થઈ શકે નહિ. તમે મેાહુના અધિકાર નીચે જ છે કે હવે આત્માના અધિકારમાં આવી ગયેલા છે, એના નિર્ણય તમારે કરી લેવા જોઈ એ. તમે ખાત્રીથી કહે કે–અમે આ ધર્મક્રિયા મેાક્ષને માટે ીએ છીએ ’ એટલે એ ક્રિયા અધ્યાત્મમાં જાય, કેમ કે–જ્ઞાન અને ક્રિયા Page #125 -------------------------------------------------------------------------- ________________ = = ૨૦૮ ચાર ગતિનાં કારણે બને થયાં. ક્રિયામાં અવિધિ આદિ દે લાગી જાય છે, પણ ઈરછા તે વિધિપૂર્વક જ કરવાની છે ને ? એટલું હોય તે ય એ ક્રિયાને અધ્યાત્મમાં ગણી શકાય. સારું કરવાની ઈચ્છા છતાં બીજા દેશે અવિધિ આદિ કરાવી દે, પણ આપણું લક્ષ્ય અવિધિ આદિને કાઢવાનું તે ખરું ને? જેના હૈયામાં અવિધિ પ્રત્યે અભાવ હોય અને વિધિ પ્રત્યે બહુમાન હોય, તેની અવિધિ પણ કદાચ વિધિને લાવનારી દુતી બને. કિયા કરનારના હૈયામાં, આ ક્રિયા મારે ભગવાને કહેલા વિધિપૂર્વક જ કરવી છે, એવું લક્ષ્ય તે હેવું જ ઘટે. અભવ્યાદિ આ ધર્મને સેવે તે સંસારસુખને માટે જ મેહથી મૂકાવાનું જેને મન થાય, મોહ જ મને સંસારસુખમાં મુંઝવી રહ્યો છે–એમ જેને લાગે, મને મુંઝવનારા આ મેહથી મારે મૂકાવું જોઈએ—એવું જેને થાય, તેના ઉપર મેહને અધિકાર રહે નહિ. એને મોહ હોય, પણ એના ઉપર મેહનો અધિકાર ન હોય. આપણી કેવીક સ્થિતિ છે? હમણાં જે વાત કરી કે–ભગવાને કહેલા ધર્મને સંસારસુખના કારણ તરીકે માને પણ મોક્ષના કારણ તરીકે માને નહિ, કેમ કે-મોક્ષને જ માને નહિ, એમાંના તે તમે નથી ને? એવી રીતિએ આ ધર્મક્રિયાઓને બહુ જ કાળજી પૂર્વક સેવનારા કણ કણ હોય છે, તે જાણે છે? સઘળા ય અભવ્ય જ્યારે જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ મોક્ષને માટે બતાવેલ ધર્મક્રિયાએને સેવે, ત્યારે ત્યારે તે સંસારના સુખના હેતુથી જ સેવે. સઘળા ય દુર્ભ પણ આ ધર્મક્રિયાને કરે, તે તે સંસાર સુખના હેતુથી જ કરે. ભારેકર્મી ભવ્ય પણ, આ ધર્મક્રિયા Page #126 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૦૯ એને સેવે તે સંસારસુખના હેતુથી જ સેવે. ખૂદ શ્રી તીર્થ કર ભગવાન મળે અને કહે, પણ એમને મોક્ષ રૂચે જ નહિ; મેક્ષ રૂચે નહિ, એટલે મોક્ષના અસ્તિત્વમાં વિશ્વાસ ઉપજે નહિ. સંગ વગરનું સુખ હોઈ શકે જ નહિ, એ એમને મત. ખૂદ શ્રી તીર્થકર ભગવાન ન મળ્યા હોય અને બીજી કઈ રીતિએ આ સામગ્રીને વેગ થઈ ગયો હોય, પણ સઘળા અભો, સઘળા દુર્ભ અને ભારેકમ એવા સઘળા ભવ્ય પણ મેક્ષના હેતુથી આ ધર્મક્રિયાઓને સેવનારા બને જ નહિ; અને જ્યાં સુધી સંસારથી છૂટવાને માટે એટલે કે મેક્ષને પામવાને માટે આ ધર્મક્રિયાઓને સેવાય નહિ, ત્યાં સુધી મક્ષસાધક જ્ઞાન-ક્રિયાને વેગ થયે એમ કહેવાય નહિ. એ બધા દેખીતી રીતિએ કરે ધર્મ, પણ હોય સંસારના, કેમ કેએમના ઉપર અધિકાર મેહનો જ છે. મન મેહને આધીન છે કે જિનને? તમને તમારી ખરી મનોદશાને ખ્યાલ આવે, એ માટે જ આપણે આ વાત કરીએ છીએ. શ્રી સિદ્ધક્ષેત્ર સુધી આપણે આવી પહોંચ્યા છીએ. શ્રી સિદ્ધગિરિજીના દર્શને ભક્તિભાવથી આવ્યા છીએ. એ પણ સૂચવે છે કે-આપણે ચરમાવર્ત કાલને તે જરૂર પામ્યા છીએ. આપણામાં મોક્ષનો આશય પ્રગટયો છે અથવા તો જેના કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિ ગતિને પામ્યા છે-એની છાયાને પામીને આપણે એ આશ. યને પ્રગટાવે છે, એમ તે ખરું ને? આ બધી ધર્મકિયા, આપણે એ માટે જ કરીએ છીએ ને? આપણે કેની કહેલી ધર્મક્રિયાઓ કરીએ છીએ ? શ્રી જિનની કહેલી ! શ્રી જિને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચાર ગતિનાં કારણે આ કિયાઓ શા માટે કરવાની કહી છે? આત્માને સંસારથી મુક્ત બનાવવાને માટે! આપણે સંસારપર્યાયવાળા મટીને, એક્ષપર્યાવાળા બનીએ, એ માટે! સ0 હજુ તે મોહ મુંઝવી રહ્યો છે. મેહની મુંઝવણ ખરાબ છે, એમ લાગે છે કે નહિ? મેહ ઉપર ગુસ્સો આવે છે કે નહિ? “આ મેહથી ક્યારે હું મૂકાઉં”-એમ થાય છે કે નહિ ? મેહ તમને હેરાન તે કરે જ છે, પણ એમ લાગે છે ને કે- મોહ જ મારી હેરાનગતિનું મૂળ છે, માટે હવે હું શ્રી જિનની કહેલી ક્રિયાઓમાં રક્ત બનીને મોહને મારી પાસે રહેવા દઉં નહિ?” આપણા ઉપર મેહને અધિકાર ન હોય, તો ય તે કાંઈ ઓછું નથી. આપણું મન મેહને આધીન છે કે જિનને? મેહ મનને બીજે ઘસડી જાય, સંસારના સુખ તરફ ઘસડી જાય, સંસારના સુખમાં આનન્દ ય ઉપજાવી દે, છતાં “આ બધું મારી ખરાબી કરનારું છે અને આ હેરાનગતિમાંથી છૂટવાને માટે, શ્રી જિનની સેવા કરવી, એ જ સારો ઉપાય છે”—એમ લાગે છે કે નહિ? સુખ વિષયસેવામાં કે શ્રી જિનની સેવામાં વિષયસેવામાં સાચું સુખ નહિ અને શ્રી જિનની સેવામાં જ સુખ, આટલું હૈયે બેઠું છે? મેહના રોગે વિષયાદિની સેવા થાય એ બને, એમાં આનન્દ આવી જાય એમ પણ બને, એને માટે અનેકવિધ નહિ કરવા યોગ્ય કરણીએ થાય—એવું પણ બને, પરંતુ એ બધું ય છતાં, એક વાત જે હૈયે હોય કે–આ બધું મને સંસારમાં રૂલાવનાર છે અને શ્રી જિનવચનની સેવા જ મને સંસારથી તારનાર છે –તે પણ, તમે પ્રાયઃ મેષથી બહુ દૂર નથી, એમ માની શકાય. Page #128 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૧૧ મેહના વિઠીયા કે ગુલામ? આ વાત હૈયામાં જે બરાબર બેસી જાય, તે મેહને ગમતાં કાર્યો પણ તમે મેહને ભગાડી દેવાને માટે કરનારા બની શકે. મેહનું કહેલું તમે કરો છો ખરા, પણ એ કરવું એ તમને ગમતું નથી, એમ તો ખરું ને? સ0 એમાં આનન્દ અનુભવાય છે ને ? સંગાદિને વશ આનન્દ અનુભવાય છે, કે “આનન્દનું સાચું સાધન જ એ છે–એમ લાગે છે? માણસ જેને દુશ્મન માનતો હોય, તેની સાથે પણ રમત-ગમત કરતાં આનંદ આવી જાય, પણ જ્યાં વિચાર આવે એટલે એ ચેકે ! એને થાય કે-મને એની સાથે રમતાં ક્યાંથી મઝા આવી ગઈ? જે જરાક બીનસાવધ રહીશ ને એને તક મળશે, તે એ છેડશે નહિ! એટલે, એનો પ્રયત્ન તો દુશ્મન સાથે રમત-ગમતને પ્રસંગ જ ન પડે એ દિશાનો હોય ને? જે શેઠ થવાને માટે નોકરી કરે છે, તેને નોકરી નથી ગમતી, એમ કહી શકાય. એ, નેકરી કરવી ગમે છે માટે નોકરી નથી કરતો, પણ કરી કર્યા વિના છૂટકે નથી અને શેઠ બનવાનું સાધન પણ એ દ્વારા મળે તેમ છે-એમ એ જાણે છે, માટે નેકરી કરે છે. મનથી ગુલામી ગમે અને ગુલામી કરે, તે ગુલામ કહેવાય. મેહના તમે વેઠીયા છો કે ગુલામ? ધર્મરાજાના તમે ગુલામ છે પણ વેઠીયા નથી અને મહારાજાના તમે વેઠીયા છે પણ ગુલામ નથી, એમ તે ખરું ને? અહીંનું ઓછું થાય છે અને બરાબર હુકમ મુજબ થતું નથી, પણ ભાવના એ જ છે કેબધું અહીંનું જ કરવું છે અને તે ય બરાબર હુકમ મુજબ; જ્યારે ત્યાં ઘણું થાય છે, પણ તે કમનનું, એટલે કે એનાથી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચાર ગતિનાં કારણે ક્યારે છૂટાય એવી ભાવના છે–એવો એકરાર, કરી શકાય તેમ છે કે નહિ? વેઠીયા તે સમજ્યા ને? જેને કામે જવું ગમતું ન હોય, પણ કામે ગયા વિના જેનો છૂટકે થતું ન હેય એવા. ત્યારે તમે મેહના વેઠીયા છે કે ગુલામ છે ? મેહ તમને પકડી જાય છે કે પછી તમે જ મેહને વળગતા તમે જાવ છો? ભગવાનને જઈને કહે છે કે હે ભગવન્! ગુલામી તો તારી જ કરવી ગમે છે, મેહની ગુલામી કરવી ગમતી નથી, પણ મેહની ગુલામી કર્યા વિના ચાલતું નથી–એ હું નબળો છું; હવે તું મને મળ્યો છે, તે તારી સેવાથી મારે એવી દશા જોઈએ છે કે-મારે મેહની ગુલામી કરવી જ પડે નહિ!? અપુનર્બન્ધક અવસ્થા : તમને કઈ પૂછે કે “તમે ધર્મક્રિયા કેમ કરે છે તે તમારે શું કહેવું જોઈએ? “રહીએ છીએ ત્યાં ગમતું નથી, એટલે આ ક્રિયા કરું છું, કે જેથી આ સંસારથી છૂટું !” આત્માની આવી અવસ્થા, અપુનર્બન્ધક અવસ્થાથી આવી શકે અને અપુનર્બન્ધક અવસ્થા, ચરમાવર્ત કાલમાં જ આવે. અભવ્ય અને દુર્ભ, અપુનર્બન્ધક અવસ્થાને પામી શકે નહિ. ભવ્યાત્માઓ જ અપુનર્બન્ધક અવસ્થાને પામી શકે. અપુનબન્ધકની થેડી પણ ધર્મકિયા અધ્યાત્મભાવને લાવનારી છે. આત્મા અપુનર્બન્ધક અવસ્થાને પામે, એટલે એનામાં ત્રણ ગુણે પહેલા આવે. એક ગુણ તે એ કે પાપના સેવનમાં એને તીવ્ર ભાવ આવે નહિ; બીજો ગુણ એ કે–ભયંકર ભવ એટલે ભયંકર એવા સંસાર પ્રત્યે એના હૈયામાં બહુમાન હોય. Page #130 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૧૧૩ નહિ, અને ત્રીજો ગુણ એ કે ક્યાંય ઉચિતપણું લંઘાવા પામે નહિ, તેની એ કાળજી રાખે. આવા ત્રણ ગુણે પ્રગટયા હોય અને એમાં શ્રી જિનવાણીને યોગ થઈ જાય, તો એ આત્માને સમ્યગ્દર્શન પામતાં બહુ વાર લાગે નહિ. પાપને રસ ઘટી જાય, સંસાર પ્રત્યે બહુમાન ન રહે અને સર્વત્ર ઔચિત્યને જાળવીને વર્તન કરે–આ ત્રણ ગુણે, મોક્ષના સાચા માર્ગને પામવામાં, ખૂબ જ સહાયક બને છે. ભગવાને કહેલે મોક્ષમાર્ગ રૂમ્યા પહેલાંની આ અવસ્થા છે, જ્યારે આપણે તો ભગવાને કહેલા મેક્ષમાર્ગને આચરનારા છીએ, એટલે આપણામાં તે એથી પણ વધારે ગુણસમૃદ્ધિ પ્રગટેલી હેવી જોઈએ ને ? અહીં સુધી આવીને, પાછા આપણે શ્રી જિનથી વિખુટા ન પડી જઈએ અને સદ્ગતિને પામતે પામતે મોક્ષને પામી જઈએ, એ માટે આ વગેરે વાતને વિચારવાની ખૂબ જ જરૂર છે. તમે હવે આ વિચારવાના ને ? વિશેષ તે, જ્યારે જ્ઞાનિએ દીઠું હોય ત્યારે. Page #131 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી સિદ્ધોનું ને આપણું સ્વરૂપ એક છે, પણ એમનું પ્રગટેલું છે ને આપણું દબાએલું છે અનન્ત ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે કષા અને ઈન્દ્રિયોથી જીતાએલો એવો આ આત્મા જ સંસાર છે અને જે આત્મા સંસાર છે, તે જ આત્મા જ્યારે કષાયો તથા ઇન્દ્રિયને વિજેતા બને છે, ત્યારે તે મોક્ષ છે, એમ ભાગવાન શ્રી અરિહંતદેવો અને ભગવાન શ્રી ગણધરદેવ આદિએ ફરમાવેલ છે. આથી, એ વાત સ્પષ્ટ થાય છે કે આ આત્મા જ, સંસાર પણ છે અને મેક્ષ પણ છે.” સંસારસ્વરૂપ પણ આત્મા પોતે છે અને મેક્ષસ્વરૂપ પણ આત્મા પોતે જ છે. કષાયો અને ઈન્દ્રિયથી જીતાએલો આત્મા સંસારસ્વરૂપ છે અને એને એ જ આત્મા જ્યારે કષાયો અને ઈન્દ્રિ ઉપર વિજય મેળવે છે, ત્યારે તે મેક્ષસ્વરૂપ બને છે. કષાયો અને ઈન્દ્રિયથી પરાજિતપણામાં સંસાર અને કષાયો અને ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવામાં મેક્ષ. જે આત્માઓ શ્રી સિદ્ધિગતિને પામ્યા છે, તે કષાયો અને ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીને જ શ્રી સિદ્ધિગતિને પામ્યા છે. કષાયને અને ઈન્દ્રિયને કાબૂમાં લઈને, કષાય અને ઈન્દ્રિયેથી મુક્ત બની જનારા આત્માઓ, સિદ્ધાતમાઓ બન્યા. એ તારકોએ Page #132 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૧૧૫ સદ્ધિગતિને આ પણ છે, એ રૂપ, આ છે કે એ પિતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. એવું જ સ્વરૂપ આપણું પણ છે, પણ આજે તે ઢંકાએલું છે. શ્રી સિદ્ધિગતિને પામેલા આત્માઓનું અને આપણું સ્વરૂપ, આમ તો સરખું જ છે; પણ ફેર એટલો છે કે–એમનું સ્વરૂપે પ્રગટ થએલું છે અને આપણું સ્વરૂપ દબાએલું છે. જે આ વાત આપણા ખ્યાલમાં આવી જાય; આપણને સમજાઈ જાય કે-જે અનંતા સિદ્ધો આપણે માથે છે, તેમના જેવું જ મારું પણ સ્વરૂપ છે; કષાય અને ઇન્દ્રિ ઉપર વિજય મેળવીને જ એ તારકે શ્રી સિદ્ધિગતિને સાધી શક્યા છે અને હું પણ જે ધારું અને મહેનત કરું તે મારા એવા સ્વરૂપને પ્રગટાવી શકું તેમ છું; તે આ પ્રકારને ખ્યાલ આત્માને જાગૃત બનાવી દે! “સિદ્ધનું જે સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે; કષા તથા ઈન્દ્રિયોને આધીન બનવાના યેગે જ, હું આજે આ સંસારસ્વરૂપને–વિભાવ સ્વરૂપને ભેગવી રહ્યો છું અને હું જે મહેનત કરું, તે હું પણ કષાયો અને ઈન્દ્રિયો ઉપર વિજય મેળવીને મારા સાચા સ્વરૂપને પ્રગટાવી શ્રી સિદ્ધ જેવા જ સ્વરૂપવાળે બની શકું છું.”—આવો ખ્યાલ આવે, એટલે આત્માને સહજ રીતિએ પોતાનું સ્વરૂપ પ્રગટાવવાની ઈચ્છા થાય. આ ખ્યાલને પામેલે આત્મા, એ સ્વરૂપને લક્ષ્યમાં રાખીને, એ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી જ ધર્મ કરવા માંડે. ચરમાવર્ત જ શ્રી જિનવાણીને પ્રયાગકાળઃ જે આત્માઓને પોતાનું દબાએલું સ્વરૂપ પ્રગટાવવું હોય, તે આત્માઓને માટે જ, ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ માર્ગ સ્થાપે છે. ભગવાન શ્રી તીર્થકરદેવેએ, શ્રી તીર્થકર Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ચાર ગતિનાં કારણો –નામકર્મની નિકાચના કરી, તે કયી ભાવનાથી કરી? ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ તીર્થની સ્થાપના કરી, તેની પાછળ હેતુ કયો? એમાં, મેક્ષ સિવાય બીજું કાંઈ પણ બોલી શકાય તેમ છે ખરું? સારા ય સંસારના છ દુઃખ માત્રથી છૂટે અને સદાકાળને માટે સૌ માત્ર સુખમાં જ ઝીલ્યા કરે, એવી એ તારકેની ભાવના હતી. એ તારકેને લાગ્યું હતું કેકેઈ પણ જીવ, જ્યાં સુધી તે મોક્ષને પામે નહિ, ત્યાં સુધી તે જીવ દુઃખ માત્રથી છૂટે અને સદાકાળને માટે માત્ર સુખમાં જ ઝીલનારે બને, એ શક્ય જ નથી.” આથી, એ તારકેએ એવી ભાવના ભાવી કે જે મારામાં શક્તિ આવે, તે હું સૌ કોઈને મોક્ષમાર્ગના જ રસિક બનાવી દઉં !” આ ભાવનાની ઉત્કટતામાં રમણ કરતે કરતે, એ તારકોએ શ્રી તીર્થંકર-નામકર્મની નિકાચના કરી; અને એ નામકર્મના પ્રતાપે જ, એ તારકોએ પિતાના અન્તિમ ભાવમાં રાગ-દ્વેષને ક્ષય કરીને અને કેવલજ્ઞાનને ઉપાજીને, ધર્મતીર્થની સ્થાપના કરી. આટલું જાણનાર, એ ન સમજે કે- ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલે આ માર્ગ, મોક્ષને માટે જ છે? હવે જે આપણને મોક્ષની ઈચ્છા જ ન હોય, તે આપણે માટે આ માર્ગ, ઉપાગી રહ્યો જ નહિ ને? સામાન્યમાં સામાન્ય બુદ્ધિવાળો પણ, જે જરા સમજીને આ માર્ગને સ્વીકારે, તે એ એટલું તે સમજે જ કે મારે મારા મોક્ષને સાધવાને માટે જ આ માર્ગ છે.” આ વાત, આટલી બધી સ્પષ્ટ હોવા છતાં પણ, જ્યાં સુધી ભવ્ય જીવને ય કાળ પાક હેતે નથી, ત્યાં સુધી ઘણી ઘણી ધર્મક્રિયાઓ કરવા છતાં પણ, “હું આ ધર્મની Page #134 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૧૭ મેક્ષના હેતુથી આરાધના કરૂં” એવી ઈચ્છા તેનામાં પ્રગટી શકતી નથી. જ્યાં સુધી, એક પુદગલપરાવર્તથી વિશેષ કાળને માટે જીવને સંસારમાં ભટકવાનું હોય છે, ત્યાં સુધી, એ જીવને ખૂદ શ્રી તીર્થંકર ભગવાન આદિનો વેગ થઈ જાય અને એ તારકની વાણીનું શ્રવણ કરવાનો યોગ પણ પ્રાપ્ત થઈ જાય, તે ય એ જીવને મોક્ષની ઈચ્છા થાય જ નહિ. મોક્ષને પામવામાં એક પુદ્ગલપરાવર્તથી એ કાળ બાકી હોય, તો જ “મેક્ષની ઈચ્છા થવાને માટે એ જીવને કાળ પાક્યો છે”—એમ કહી શકાય. આથી તે, ચરમાવર્ત કાળને જ શ્રી જિનવાણીના પ્રયોગનો કાળ કહ્યો છે. ચરમાવર્તમાં આવેલ જીવ જ, શ્રી જિનવાણને ઝીલી શકે છે. ચરમાવર્સમાં આવેલાને, શ્રી જિનવાણીને ઝીલવામાં, કાલ અન્તરાયભૂત બને નહિ. તે પછી, સમ્યગ્દર્શન ગુણ પ્રગટવાને માટે તે, અર્ધ પગલપરાવર્ત કાલથી પણ ઓછો સંસારકાલ જોઈએ. જીવને સંસારકાલ જે અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ ઓછો બાકી હોય, તે જ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાને માટેનો તે યોગ્ય કાળ ગણાય. ચરમાવર્તને નહિ પામેલા જીવોને માટે તો, શ્રી જિનવાણીનો પ્રયોગ નિષ્ફળ નિવડે, એ અવશ્યભાવી છે, કેમ કે-જીવ ભવ્ય હેય તે ય, કાલ જ એ છે કે–એના હૈયામાં શ્રી જિનવાણું પરિણામ પામી શકે જ નહિ. કોઈપણ રીતિએ, એનામાં મોક્ષને અભિલાષ પ્રગટી શકે જ નહિ; જ્યારે ચરમાવર્ત કાલ, એ એવો કાલ છે કે-એ કાલને પામેલા જીવને જે લઘુકર્મિતા આદિને વેગ થઈ જાય અને જીવ જે પુરૂષાર્થ બને, તો એના હૈયામાં શ્રી જિનવાણી કમે કરીને પરિણામ પામી શકે અને એથી એનામાં મેક્ષને અભિલાષ પણ પ્રગટી શકે તથા મોક્ષના હેતુથી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચાર ગતિનાં કારણે ધર્માનુષ્ઠાનેને આચરવાની રૂચિ પણ એનામાં પ્રગટી શકે! એટલે, આ કાળ એ છે કે-શ્રી જિનવાણીને ઝીલવાની આપણે જેટલી મહેનત કરીએ, એટલી લેખે લાગ્યા વિના રહે નહિ. શ્રી જિનવાણીને ઝીલવાને પ્રતાપ : શ્રી જિનવાણીને આપણે ઝીલી શકીએ, તે, મિક્ષ તે જ્યારે મળશે ત્યારે મળશે, પણ એના પ્રતાપે સંસાર પણ સુકર બની જાય. આજે સંસારના સુખની આશામાં જ રીબાવું પડે છે ને ? શ્રી જિનવાણી ઝીલાય, એટલે સંસારના સુખની તૃષ્ણા ઉપર કાપ પડે. આ સુખ તજવા જેવું લાગે અને મોક્ષસુખ મેળવવા જેવું લાગે. થેડે ઘણે પણ જે કાંઈધર્મ થાય, તે સંસારથી છૂટવાને માટે અને મોક્ષને મેળવવાને માટે થાય. એથી, સુખ મળે ઘણું, છતાં આત્માને એ સુખ મુંઝવે નહિ. શ્રી જિનવાણી જેના હૈયે વસી, તે દુઃખમાં પણ સુખ અનુભવી શકે અને મળેલું સુખ ભેગવે, તે ય પાપથી તે બહુ લેપાય નહિ. જેમ કહેવાય છે કે રાજેશ્વરી નરકેશ્વરી. રાજ્યમાં નરકે લઈ જવાને ગુણ ખરો, પણ રાજાના ય હૈયે જે શ્રી જિનવાણી વસેલી હોય, તે રાજ્યને ભોગવવા છતાં પણ, એ નરકે જાય નહિ અને સદ્ગતિને પામી શકે. નરકે લઈ જાય –એવી પણ વસ્તુને ભોગવવા છતાં, નરકે જાય નહિ અને સદ્ગતિને પામે, તે શાથી? રાજ્ય તજવા જેવું જ લાગ્યા કરે, રાજ્ય ભોગવે પણ ન છૂટકે ભગવે; ઈચ્છા તે મેક્ષસુખની જ હોય, અને મોક્ષમાર્ગને સેવવા તરફ વલણ હેય. આ, મન ફરી ગયું ને? પાપમાં રહેવા છતાં પણ, મન પાપાસક્ત - રહ્યું નહિ ને? એ પ્રતાપ કેને? શ્રી જિનવાણીને ઝીલવાને, Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પહેલો ભાગ એ પ્રતાપ છે. શ્રી જિનવાણીને ઝીલીએ, એટલે આપણને એમ થાય કે-સંસારનું કોઈ પણ સુખ ઈચ્છવા જેવું નથી, માટે જે કાંઈકિયા કરવી તે દેશના આશયથી કરવી. મેક્ષના આશયથી કિયા કરવાના યોગે, ન માગીએ તો ય સંસારનું સુખ મળવાનું છે, તો પછી એની માગણી શું કામ કરવી ? માગણી કરીને લેશું, તે રાગ વધી જશે અને તે દુર્ગતિમાં ઘસડી જશે, એમ થાય ને ? સંસારનું સુખ માગીને મેળવવામાં ઓછું મળે અને આસકિત ઘણી થાય. સંસારના સુખને તજવા જેવું માનીને, ધર્મ જે મેક્ષના આશયથી કર્યો હોય, તે સંસારનું પણ સુખ મળે ઘણું અને તેને રાગ મુંઝવે નહિ. ધર્મમાં મેક્ષને હેતુ આવે, એટલે કર્મસત્તા પણ અનુકૂળ બનવા માંડેઃ શ્રી સિદ્ધગિરિ એટલે? અહીં તે કાંકરે કાંકરે અનંતા આ ત્માઓ શ્રી સિદ્ધપદને પામેલા છે. આવા મહિમાવત્નાગિરિવરની યાત્રાએ આવ્યા, માટે આપણે શ્રી જિનવાણીને ઝીલવાને માટે પાત્ર રૂપ કાલમાં આવેલા છીએ, એમ માનીને ચાલવું. નક્કી કરવું કે ભગવાનનું દર્શન આદિ જે કાંઈ હું કરું છું, તે મોક્ષને માટે કરું છું ! સંસારને મને રાગ છે, પણ એ રાગ મને ગમતો નથી, તેથી મારા એ રાગને તેડવાને માટે હું દર્શનાદિ કરું છું.” આ રીતિએ દર્શનાદિ કરે, તો એ મેક્ષ આપનાર તે થાય; પણ મોક્ષ આપનાર નહિ થાય ત્યાં સુધી ય, તે આપણને સંસારમાં સારી રીતિએ રાખવા બંધાએલ છે. જેમ રાજ્યના મહેમાનને પિલીસ સાચવે કે નહિ ? એને કેમ અનુકૂલતા રહે, તેની પોલીસ જ ચિન્તા કરે ને? રાજયની Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચાર ગતિનાં કારણો પોલીસ જ્યાં બીજાને પેસવા ન દે, ત્યાં રાજ્યના મહેમાનને આદરથી લઈ જાય. એ રીતિએ, આપણે મેક્ષ માટે ભગવાનનું દર્શન આદિ કરનારા થયા, એટલે ભગવાનના બની ગયા. પછી તે, કર્મસત્તા પણ આપણને સુખ આપવા અને ખરાબ સ્થિતિમાં નહિ રાખવા બંધાએલી છે. “સંસારનું સુખ તજવા જેવું જ છે, એક મોક્ષસુખ જ મેળવવા જેવું છે અને હું જે કાંઈ કરું તે મોક્ષસુખને મેળવવાને માટે જ કરૂં–આટલી પણ શ્રી જિનવાણી જ ઝીલાઈ જાય, તે ય સંસારમાં બાદશાહની માફક જીવવાનું થઈ જાય. અનાદિ કાળથી જે કર્મસત્તા મેદા માર્યા કરે છે, તે આપણી સંભાળ રાખતી થઈ જાય. સવ સમકિત પામ્યા પહેલાં આ ભાવ કેમ આવે ? સમક્તિ પામ્યા પહેલાં આવા તે ઘણા ભાવે આવી શકે છે. સમક્તિ તે, ઘણા પુરૂષાર્થે આવે. મોક્ષને આશય, એટલે મોક્ષના આશથી ધર્મક્રિયા કરવાની વૃત્તિ! એ, સમકિત પહેલાં જ આવી શકે અને એ દ્વારા પણ સમકિત માટે જરૂરી ક્ષપશમાદિને સાધી શકાય. શ્રી જિનશાસનની મોક્ષ માટે ઉપદેશાએલી ક્રિયાઓ કરનારમાં, વ્યવહાર સમકિત માનેલું છે. નગમ નામને પણ એક નય માનેલો છે. નિગમ નય, એ એક એવા પ્રકારને નય છે કે-એ નય થોડી પણ શ્રી જિનશાસનને અનુસરતી ક્રિયાને દેખે, એટલે એ નય એમ કહે કે-એનામાં ય સમકિત છે. સ. એવા સમકિતીને સંસાર અર્ધ પુદ્ગલપરાવર્તથી ય ઓછો ખરે કે નહિ ? ચોથા ગુણસ્થાનકને પામેલા જીવના જ સંસારને અર્ધ પુદગલપરાવર્તથી એ છે સંસાર કહી શકાય. એ માટે તે, દર્શનમોહનીયના ક્ષયોપશમાદિની આવશ્યકતા. આપણી વાત Page #138 -------------------------------------------------------------------------- ________________ પહેલે! ભાગ ૧૨૧ તા એ છે કે-આપણને એમ નિશ્ચિત થઈ જવું જોઈ એ કે‘ભગવાને મેાક્ષ માટે ધર્મ કહ્યો છે અને હું જે શ્રી જિનદર્શનાદિક થોડી પણ ક્રિયા કરૂં છું, તે મોક્ષને માટે કરૂં છું' પછી કાઈ પૂછે કે-શ્રી સિદ્ધગિરિએ કેમ આવ્યા છે ?' તા કહેવાય કે આ એવી પુણ્યભૂમિ છે કે–અહીં કાંકરે કાંકરે અનંતા સિદ્ધો થયા છે, એટલે અહીં આવવાથી મારી પણ મોક્ષની ભાવના સતેજ અને અને મોક્ષમાર્ગની આરાધના મારાથી સારી રીતિએ થાય, એ માટે હું અહીં આવ્યે છું.’આવી ઇચ્છાપૂર્વક જે જીવ ધર્મક્રિયા કરવા મંડયો, તે જીવ ધર્મક્રિયા થેાડી પણ કરી શકે, છતાં કમસત્તા તેની સંભાળ રાખવા માંડે. કર્મસત્તા એને સુખ આપે, પણ મોક્ષના અભિલાષ એ કામ કરે કે-એને એમાં મુંઝાવા દે નિહ. મોક્ષના હેતુથી ધર્મ કરનારને જે સુખ મળે, તે સુખ ખીજાએના કરતાં ભોગવટામાં સારૂં હાય, પણ મુંઝવીને ભયંકર પાપ બંધાવનારૂં ન હેાય. મોક્ષની ઈચ્છાપૂર્વક કરેલા નાના પણ ધર્મથી જે સુખ મળે, તે બીજી ઇચ્છાથી મોટા પણ ધર્મ કરી, તે ય ના મળે. ઉપરાન્ત, એ સુખ, ધર્મને ભૂલાવી ન દે, પણ ધર્મ કરવાની અનુકૂળતા કરી આપે, એ વળી મોટા લાભ ! ચરમાવર્ત્તમાં આવવા માત્રથી શું વળે? જેમ શ્રી તીર્થંકર ભગવાનને સંસારના સુખની કાંઇ જ પડી હેાતી નથી, છતાં તેમાં જરા ય ખામી રહેતી નથી. ઋદ્ધિ-સિદ્ધિની એમને ઇચ્છા કે ચિન્તા નહિ, પણ ઋદ્ધિસિદ્ધિને પાર નહિ ! કુટુંબાદિ અને સેવકજને આદિ સર્વે અનુકૂળ હોય. એમને ઇન્દ્રાદિ નમે તે જોઈ એ છે એમ નહિ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ચાર ગતિનાં કારણો પણ ઈન્દ્રાદિ એમને નમ્યા વિના રહે નહિ. જગતમાં જે માણસ બહુમાનનીય બની જાય છે, તેનું વચન આદેય થઈ જાય છે. માણસને જગતમાં બહુમાનનીય બનાવનાર પુણ્યકર્મ છે. એ પુણ્યકર્મ સારું બાંધેલું હોય, તે એની વચનાદેયતાથી ઘણું તરે. પા૫વૃત્તિ સાથે એ પુણ્યકર્મ બાંધેલું હોય, તો એ યહૂબે અને એ એને મળેલી શક્તિથી અનેકેને ડૂબાવે. સંસારના સુખના લેભીયાઓને સારું પુણ્યકર્મ બંધાય નહિ. સુંદર કેટિનું પુણ્ય તે, સંસારથી ઉદ્વિગ્ન અને મોક્ષના અર્થી માટે જ અનામત હોય છે. મોક્ષના આશયથી ધર્મ કરશે, તો સુખ જોઈશે તે મળી રહેશે, તકલીફ નડશે નહિ, પાપોદયે તકલીફ આવશે તે ય તે તકલીફમાં ય સમાધિ જશે નહિ અને સુખ ભેગવવાના કાળમાં ય રાગ મુંઝવશે નહિ. આ ધર્મ કરવાને આપણે અનુકુળ કાળ આવી લાગે છે, કેમ કેઆપણે અહીં આવી ગયા છીએ. સવ ગમે તેમ અવિધિથી ધર્મ કરે તે ય ફળ મળે? મોક્ષને આશય આવ્યું અને મોક્ષના હેતુથી ધર્મ કરવાનું મન થયું, એટલે પછી ધર્મ ભગવાનની આજ્ઞા મુજબ કરવાની વૃત્તિ આવ્યા વિના નહિ રહે. પછી તે, કિયામાં જે અવિધિ આદિ થતું હશે, તે એને જ દેખાવા માંડશે અને ખટકવા માંડશે, કેમ કે-ખપી થયો ખરે ને? ખપી બનેલ જીવ, “પિતાને આશય કેવા પ્રકારે ફળે તેમ છે–એ શેાધવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહિ. વિધિબહુમાન હોય, તે અવિધિ બહુ નુકશાન કરી શકે નહિ; માટે, હમણાં અવિધિ આદિની બહુ ચિન્તાને અવકાશ નથી. એક વાર આશયશુદ્ધિ કરી લો, પછી કામ ઘણું સહેલું બની જશે. મોક્ષને આશય પેદા Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ પહેલે ભાગ થઈ શકે, એ આ કાળ છે અને મોક્ષને આશય પેદા કર્યા વિના, આમાંનું કાંઈજ વાસ્તવિક રૂપમાં સફલ થઈ શકે તેમ નથી. મોક્ષનો આશય શરમાવર્ત સિવાય બીજે થતો નથી. અભવી ને દુર્ભવી, શ્રી તીર્થકર ભગવાનના યોગને પામવા છતાં ય, સુધરી શકતા નથી; પણ, એમાં એ બીચારા કરે પણ શું? મોક્ષના આશયને પામવાને માટે, તે જે તદ્દન અગ્ય છે, કારણ કે–ચરમાવર્ત કાળમાં જ મોક્ષનો આશય પેદા થઈ શકે છે. આપણે ધારીએ તે, આપણે એ આશયને જરૂર પેદા કરી શકીએ. એ માટે જ, આપણે એ વિચાર કરવા માંડયો છે કે–પુણ્ય તમને સંસારની સામગ્રી પણ આપી છે અને ધર્મની સામગ્રી પણ આપી છે, પણ એ બેમાંથી તમને કયી સામગ્રી મળ્યાને આનંદ છે ? આ બે પ્રકારની સામગ્રીમાંથી કયી સામગ્રી તરફ તમારું ખેંચાણ છે ? ક્યી સામગ્રી માટે, કયી સામગ્રીને ઉપચોગ કરવાનું મન થાય છે ? ધર્મસામગ્રીને સફલા કરવામાં સંસારસુખની સામગ્રીને ઉપયોગી બનાવવી છે કે સંસારસુખની સામગ્રીના રક્ષણ, ભગવટા આદિને માટે ધર્મસામગ્રીનો ઉપયોગ કરવાનું મન છે? આ વગેરે પ્રશ્નો તમને વિચાર કરનારા બનાવવાને માટે મૂક્યા છે. બન્ને પ્રકારની સામગ્રી તે મળી, પણ એમાં ખુમારી ક્યી સામગ્રીની પ્રાપ્તિની ? એમ થાય છે કે હું તે ગામને છું, કે જ્યાં એક, બે કે વધુ શ્રી જિનમન્દિરે છે; ઉપાશ્રયે છે; સાધુ-સાધ્વીઓનું આવાગમન ચાલુ છે અને સાધમિકેને સહવાસ છે? અથવા મારે દેશ તે છે, કે જ્યાં ઘણાં તીર્થો આવેલાં છે, એમ થાય છે? શરમાવર્ત, એ ધર્મપ્રાપ્તિને કાળ ખરે, અધ્યાત્મની પ્રાપ્તિ ચરમાવર્તમાં જ થઈ શકે, પરંપરાએ મોક્ષનું કારણ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચાર ગતિનાં કારણે બની શકે–એવી દ્રવ્ય કિયાઓ પણ માત્ર ચરમાવર્તમાં જ સંભવે, પણ ચરમાવર્તમાં આવવા માત્રથી કાંઈ વળે નહિ. નાલાયકાતને ય સાચે ખ્યાલ જોઈએ? એ વાત નક્કી કે–ચરમાવર્તને પામ્યા પહેલાં, મોક્ષને આશય ન આવે, તેમાં, કાળની પ્રતિકૂળતા એ મહત્ત્વનું કારણ પણ ચરમાવર્ત તે આત્માના પુરૂષાર્થને કાળ છે. અધ્યાત્મને આશ્રયીને પુરુષાર્થ કરવાનું મન થાય, તો તે ચરમાવર્ત કાળમાં જ થાય. આવા કાળને પામવા છતાં પણ અને આવા કાળમાં ઉત્તમ સામગ્રીને વેગ થયા છતાં પણ, આપણે જે શ્રી જિનવાણીને ઝીલી શકીએ નહિ, તે શું કહેવાય ? સમેટી નાલાયકી. ખરેખર, આ કાળમાં અને આવી ઉત્તમ સામગ્રીના ચોગમાં પણ “સંસાર તજવા જેવું છે–એમ લાગે નહિ અને મોક્ષને આશય પ્રગટે નહિ, તે આપણામાં હજુ ઘણી નાલાયકાત છે, એમ તમને લાગવું જ જોઈએ. હજુ પણ આપણી નાલાયકાત જીવતી ને જાગતી છે, એનું જે તમને ભાન થાય, તે એને ઉપાય ઝટ થાય. જેને “હું નાલાયક છું – એમ લાગે, તે પિતાની નાલાયકીને કાઢવાની અને લાયકાતને મેળવવાની કેશિષ કરે કે નહિ? પણ, તમે, તમારા અન્તઃકરણમાં તમને પિતાને નાલાયક માને છે ખરા? આપણે જેવા છીએ, તેવા આપણને માનતા નથી; આપણને આપણી નાલાયકીનું ખરેખરૂં ભાન નથી; એનાથી પણ ઘણી મોટી પંચાત ઉભી થઈ ગઈ છે. માણસ જ્યારે સાચા દિલથી પિતાને નાલાયક માને છે, ત્યારે એનાથી પિતાની નાલાયકી ખમી Page #142 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૨૫ જાતી નથી. એ નાલાયકીથીએ મુક્ત ન બની શકે-એ બને, પણ એને પિતાની નાલાયકી ખટક્યા વિના-દુઃખ ઉપજાવ્યા વિના રહે નહિ. આજના કેટલાક ધમ ગણાતાઓમાં પણ ખુમારી હોવાનું જણાઈ આવે છે. થેડી-ઘણી કિયા કરે, તેમાં ય ખાસ ભલીવાર જેવું તે હોય નહિ, છતાં મૂર્ખાઈભરી ખુમારી એવી કે–આશયશુદ્ધિ અને વિધિબહુમાનની વાતને એ લેકે પ્રેમથી સાંભળી શકે પણ નહિ. એવાને જ પૂછીએ કે-“તું જે આ ક્રિયાઓ કરે છે, તે તારા હૈયામાં એમ ઉગી ગયું છે કે-સંસાર ખેટો છે, સંસારનું સુખ તજવા જેવું છે અને સંસારથી છૂટવું છે, માટે આ ક્રિયાઓ કરું છું! ?” તે પ્રાયઃ લોચા વાળવા માંડે. અનુકૂળતા ન હોય ને માત્ર એક જ સામાયિક કરતો હોય, પણ સંસારથી છૂટવાનો અને મોક્ષને સાધવાને આશય હૈયે હોય, તો એ એક સામાયિકથી પણ ઘણે મોટે લાભ થઈ જાય. આ વાતને જે એ સમજે અને આ આશયને હૈયે રાખીને એ ક્રિયા કરવા માંડે, તે સમ્યગ્યદર્શનાદિ અનાથી આઘાં રહી શકે નહિ. એ વિના તે, ક્રિયામાં અવિધિ આદિ ઘણા દે આવે, છતાં એને ટાળવાનું મન થાય નહિ અને વિપરીત આશય તો એવું ય પરિણામ લાવે કે-જેના ચગે સંસાર ઘટ જોઈએ, તેને જ મેંગે સંસાર વધી જાય. એવી જ રીતિએ, નાલાયકાત હોય પણ એને જો સાચો ખ્યાલ આવી જાય, તો લાયકાતને મેળવવાનું મન થાય. એને થયા જ કરે કે-“હું કેટલે બધે નાલાયક છું, કે જેથી આવી સુન્દર સામગ્રીનો ચેગ થવા છતાં પણ, મને હજુ “સંસારનું સુખ તજવા જેવું છે' –એમ લાગતું નથી અને મારે મોક્ષ જ મેળવવો છે – એવો ભાવ મારામાં પેદા થતો નથી ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ર૬ ચાર ગતિનાં કારણે સ, નાલાયક છીએ એમ કહે, પણ તે ય બેવડા લાયક છીએ એવું ઠસાવવાને માટે કહે. દંભથી બોલે, એ તે વળી વધારે ડૂબે. આ, દંભથી બોલવાની વાત નથી, પણ હૈયા સાથે નિર્ણય કરવા જેવી વાત છે. એકાન્તમાં બેઠા હોય, ત્યારે ય એ એમ વિચારે કે-મારે એ તે કેવો પાપેદય છે કે, અનન્તજ્ઞાનિઓ સંસારને ભયંકરે કહે છે, છતાં પણ મને આ સંસાર ભયંકર લાગતો નથી? બીજા આગળ તે ક્યારે કહે ? અચાનક "ઉદ્દગાર નીકળી જાય અથવા તે કહેવાની ફરજ પડે ત્યારે કહે. બાકી દેવ પાસે જાય, ત્યાં ય એ દેવના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને પિતાની નાલાયકાતને રડે અને ગુરૂ પાસે પણ પિતાની નાલાયકી કેવી છે તે અવસરે ખૂલ્લી કરે. પિતાની નાલાયકાતને માટે જે દેવ-ગુરૂની પાસે કે એકાન્તમાં રહેતા નથી અને ચાર પાસે રડે છે, તે તો દંભમાં જાય. આ તે આપણે આપણી પિતાની અન્તર્દશાને પિછાનતા બની જઈએ, એ માટેની વાત છે. આવા સંગે મળવા છતાં પણ, મોક્ષને આશય જે પ્રગટે નહિ, તે પિતાને એમ થઈ જાય કે-“હું કેટલે બધે નાલાયક છું, કે જેથી આવા સુંદર પેગમાં પણ, મારામાં મેક્ષને આશય પ્રગટતે નથી! ?” શ્રી જૈન શાસનમાં મેક્ષની વાત ન હોય તે બીજું હોય પણ શું ? એક મેક્ષ આશય આવી જાય, તે આ ધર્મક્રિયાઓમાં તે અજબ તાકાત છે. મેક્ષને અભિલાષ પ્રગટ્યા પછી, સંસારની ક્રિયા પણ તીવ્ર ભાવે થઈ શકતી નથી, એટલે, Page #144 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૧૨૭ પાપ ઓછું અંધાય છે અને થાડી પણ જે ધર્મક્રિયા થાય છે, તે માટે લાભ આપનારી થાય છે. મેાક્ષના આશય આવતાં, કર્મ અનુકૂળ બનવા માંડે છે. રાજ્યે પેાલીસ બજારમાં ગાઢવી છે, તે ભયંકર કેાને માટે ? મમાશાને માટે; બાકી સજ્જનાદિને તે રસ્તા કરી આપવાને માટે ને ? આજની પેાલીસ શુંકરે છે, તે તરફ ન જોતા, પણ રાજ્યે પેાલીસ રાખી છે શા માટે ? સારા અને સીધા માણસાની અનુકૂળતા માટે ને ? તેમ, મેાક્ષના આશય આવ્યેા, એટલે આપણે માટે કર્મ સારૂં બની જાય. આવી ઉત્તમ ક્રિયાએ તેા મળી ગઈ છે અને એમાં મેાક્ષના આશય આવી જાય, પછી કમીના શી રહે ? માત્ર ભાવના જ ફેરવવાની જરૂર છે ને ? કેટલી ભાવના ફેરવવી જોઈએ ? સંસારનું સુખ જોઈતું નથી અને મોક્ષ જોઈ એ છે. આપણે માટે તે, આ ઘણું સહેલું કામ છે, કેમ કેઆપણા ભગવાન કાણુ ? સંસારનું સુખ ઘણું હતું, છતાં તેને તજી દેનારા, મોક્ષને સાધનારા અને મોક્ષમાર્ગને પ્રવર્તાવનારા ! ગુરૂ પણ સંસારના ત્યાગી અને મોક્ષમાર્ગની જ આરાધનામાં રત રહેનારા. જેના હૈયામાં મોક્ષના આશય પ્રગટ્યો હોય, તે ઘરે જાય કે પેઢીએ જાય, તેા પણ આ વાતને એ ભૂલી શકે નહિ. આ ધર્મ મોક્ષ માટે જ છે, આ વિચાર જેને નથી આવ્યા, તેને કયા કારણસર આ વિચાર નથી આવ્યા ? આપણે ત્યાં તે મોક્ષ શબ્દ રાજ, વારંવાર, લગભગ બધી ક્રિયાઓમાં અને બધા પરમેષ્ઠિના વર્ણનમાં આવે છે. છેવટ કાંઈ નહિ,તેા ખાર મહિને શ્રી કલ્પસૂત્ર તા સાંભળે ને ? તેમાં ય, સાંભળ્યું હશે ને કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ શ્રી તીર્થંકર-નામકર્મ સૌને મેાક્ષમાર્ગના રસિક અનાવી દેવાની Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચાર ગતિનાં કારણે ભાવના દ્વારા ઉપાર્યું અને એ ભાવનાથી નિકાચિત કરેલા પુણ્યના વશથી જ, મોક્ષમાર્ગ રૂ૫ આ શાસનની એ તારકોએ સ્થાપના કરી ? આટલું સાંભળવા-જાણવા મળ્યું હોય, તે છતાં પણ જે મેક્ષની ઈચ્છા ન થઈ હોય, તો તે નવાઈની જ વાત ગણાય ને ? સ0 સંસ્કાર જ નથી પામ્યા. શ્રાવકકુળના સંસ્કારો તે સારામાં સારા હોવા જોઈએ. એ સંસ્કારેને તમે ઝીલ્યા હતા, તે ય મેક્ષ ન ભૂલાત. આ અવસર્પિણી કાળમાં આ ક્ષેત્રમાં ચોવીસ ભગવાન થયા ને? એ ક્યાં ગયા? મેલે! શું સ્થાપીને મોક્ષે ગયા? મોક્ષમાર્ગને સ્થાપીને ! આપણે ત્યાં તે, મોક્ષની વાત, ડગલે ને પગલે આવે. આપણે જેમને ભગવાન માનીએ છીએ, તે લીલા કરે નહિ, મેક્ષે ગયા છે ત્યાંથી પાછા આવે નહિ, એમને સંસાર હેય નહિ, હવે એ કદી પણ દેહને ધારણ કરે નહિ. એમ આપણે ત્યાં તે દેવનું પણ બધું સ્વરૂપ એટલું ચોખું છે કે-આ ભગવાનને માનનારને, મોક્ષની ઈચ્છા થયા વિના રહે નહિ. આપણે જાણીએ છીએ ને કે-આપણા જેવીસે ય ભગવન્તોએ દીક્ષા લીધેલી ? દીક્ષા લેતાં પહેલાં, એ, બધી વાતે સુખી હતા કે કોઈ વાતે દુઃખી હતા ? દીક્ષા લીધેલી, તે સુખને તજીને લીધેલી કે દુખથી ભાગી છૂટવાને લીધેલી? બધા ય શ્રી તીર્થંકરદેવે, બધી ય વાતે સુખી જ હતા. એકે ય શ્રી તીર્થંકરદેવ, એકે ય વાતે દુઃખી નહોતા. આપણે ત્યાં તે, ક્રમ જ એ છે કે-શ્રી તીર્થંકર ભગવાન બધી જ રીતિએ ઉંચા હોય અને દાનાદિ બધા ય પ્રકારના ધર્મને આરાધીને મેક્ષે ગયેલા હેય. એ તારકે, દીક્ષા લેતાં પહેલાં, દાન કેટલું Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પહેલો ભાગ દે? એક વર્ષ સુધી, રેજ, નિયમિત દાન દે અને તેય “માગો' માગો –એમ કહીને દાન દે. લક્ષ્મી રાખવી સારી નહિ, તજવી જ સારી,-એમ એ તારકોએ, દાનથી પણ લોકના હૈયામાં પેસાડી દીધું. સારા માણસોના હૈયામાં એ ભાવના પેદા કરી દીધી કે–લમી જો સારી હેત, રાખવા જેવી જ હોત, તો આવા મહાપુરૂષ, જેમ કાંકરા ઉડાડે તેમ લક્ષમીને ઉડાડત ખરા? તમે જેમ વીસે ય ભગવોનાં નામે જાણે છે, તેમ એ તારકે એ કેવું દાન દીધું, તે પછી કેવી રીતિએ સંસારને ત્યાગ કરી દીધે, તે પછી કષાયેથી સર્વથા રહિત બનીને કેવલજ્ઞાન ઉપાર્જવાને કેવાં કેવાં કષ્ટોને-ઉપસર્ગોને અને પરીષહીને પ્રસન્ન હૃદયે સહ્યા, એમ કેવલજ્ઞાનને ઉપાર્જિને એ તારકોએ મોક્ષમાર્ગની સ્થાપના કરી ને જગતના જીને એક માત્ર મોક્ષમાર્ગને જ ઉપદેશ આપવા માંડ્યો અને આયુષ્યને અન્ત એ તારકે મેક્ષને પામ્યા, એ વગેરે પણ જાણે છે કે નહિ? આવું જાણનારને, મોક્ષની વાતમાં, નવાઈ શાની લાગે? એને તે, એમ જ થાય કે-શ્રી જૈન શાસનમાં મોક્ષ સિવાયનું કઈ લક્ષ્ય જ હોઈ શકે નહિ. ભગવાનના થઇ જાવ : આપણા સગામાં, આપણને મોક્ષની ઈચ્છા થવી, એ ઘણું જ સહેલું અને સ્વાભાવિક છે ને? મોક્ષની ઈચ્છા થઈ જાય અને એ લક્ષ્યથી નાની પણ ધર્મક્રિયા કરવાને અભિલાષ પ્રગટે, એટલે સંસારમાં ય બધુ અનુકૂળ બનવા માંડે. આવા સંગો મળવા છતાં પણ, જે મોક્ષને આશય પ્રગટે નહિ, તે અધિક કાળ બાકી છે કે પછી કર્મ બહુ ભારે છે, એ તે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ચાર ગતિનાં કારણો જ્ઞાની કહી શકે. મારાં કર્મ બહુ ભારે છે, એટલો વિચાર આવે અને એ ખટકે, તે ય કર્મને ભેદવા પ્રયાસ કરવાનું મન થાય. આ આશય ન આવે, તે બધી હુંશીયારી એળે જવાની. ખરાબ માણસ જેમ અધિક હુંશીયાર થાય, તેમ અધિક ખરાબ થાય. આપણે, આપણા કલ્યાણને માટે, જે કાંઈ ધર્મ ચાલે છે તે ઔદચિક ભાવને ચાલે છે કે ક્ષયે પશમ-ભાવને ચાલે છે, તેની શેધ કરવી જોઈએ. પૌગલિક અભિલાષાથી થતે ધર્મ, તે ઔદયિક ભાવે થતે ધર્મ છે. પદ્ગલિક અભિલાષાથી ધર્મ ન થાય, પણ મેક્ષની અભિલાષાથી ધર્મ થાય, એ જાણવા છતાં ય જે પૌગલિક અભિલાષાના આગ્રહથી ધર્મ થાય, તે ધર્મ કરતી વેળાએ પણ પાપને બંધ જોરદાર થાય. એના પરિણામે, સુખ થોડું મળે અને દુઃખ ઘણું મળે. સુખના કાળમાં ય અસમાધિ રહ્યા જ કરે, એટલે તે વખતે ય પાપ ઘણું બંધાય. એને બદલે, ભગવાનના થઈ જાવ ને ? ભગવાનના થઈ જાવ, એટલે સુખમાં ય સુખી અને દુઃખમાં ય સુખી! તમે ઈચ્છો નહિ છતાં સુખ તમારી પાછળ ભમ્યા કરે અને જે દુખ આવે તે ય જવાને માટે આવે. પકડનારી પિલીસ ચાકરી કરવા મંડી પડે, એ કોને ગમે નહિ? તેમ, તમારે જે તમારા કર્મની પાસે ચાકરી કરાવવી હોય, તે એને માટે આ જ ઉપાય છે. નાલાયકને ધર્મ નહિ દેવામાં પણ ઉપકારઃ ધર્મ જે-તેને અપાય નહિ. લાયકાત જોઈને જ ધર્મ દેવાનું વિધાન. જેને ધર્મ આપ હય, તેને ડુંટી સુધી જઈને ઓળખ પડે, એટલે કે જાણવું પડે કે-આને બીજુ મૂકવાનું Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પહેલા ભાગ અને આ લેવાનું મન થયું છે, તેનું કારણ શું ?' મનતી દરેક રીતિએ, ખાત્રી કરી લેવી પડે કે-આના હૈયામાં કેવા ભાવ પેદા થયા છે, કે જેથી એ સંસારથી વિમુખ બનાવીને ધર્મસન્મુખ બનાવનારી ક્રિયાઓને કરવા તત્પર થયા છે? ધર્મને લેવા આવેલા કાણુ છે, કયાંના છે, એ વગેરે જાણ્યા પછી, એને પૂછાય કે-શા માટે ધર્મ જોઇએ છે?” જો એ એમ કહે કે—મને આ સંસારમાં ભટકવું ગમતું નથી, મારે સંસારથી નિસ્તાર પામવા છે, માટે હું આ ધર્મ કરવા આવ્યો છું’ તા એ લાયક ગણાય. એ પછી, એણે કહેલી વાત સાચી છે કે નહિ, એની પણ પરીક્ષા કરાય; પણ એ જો એમ જ કહે કે-આ ધર્મ કરવાથી ભેગસુખ, માનપાનાદિ સારાં મળે છે, માટે ધર્મ કરવા આવ્યે હું’–તા એ લાયક ગણાય નહિ. એને લાયક બનાવવાના પ્રયત્ન થાય. એને સમજાવાય કે— આ ધર્મ જ તેને માટે છે, કે જેને સંસારથી છૂટવું હાય.’ મુગ્ધાને માર્ગે ચઢાવવાને માટે, બાળકને પતાસું આપીને ય પાઠશાળાએ જતા કરાય છે, તેમ પણ ગીતાર્થા ધર્માચરણને માર્ગે દોરે; કેમ કે-મુગ્ધાને વિપરીત હેતુના આગ્રહ હોતા નથી. સમજના અભાવે જ તે જીવા પૌલિક આશય રાખે છે, પણ પૌદ્ગલિક આશયના તેમને આગ્રહ હોતા નથી. જેને પૌલિક આશયના આગ્રહ હોય, તે તેા આ ધર્મને માટે નાલાયક જ છે. આશયની શુદ્ધિ પણ જોઈ એ અને વ્રતપાલનની દૃઢતા પણ જોઈ એ. આ ધર્મની આરાધનાથી જેમ અસાધારણ લાભ થાય છે, તેમ આ ધર્મની વિરાધનાથી નુકશાન પણ અસાધારણ થાય છે. ધર્મના સ્વીકાર નહિ કરવામાં જે નુકશાન છે, તેથી કેઇ ગુણું નુકશાન, ધર્મના સ્વીકર કરીને ધર્મની Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચાર ગતિનાં કારણો વિરાધના કરવામાં છે. દદી દવા ન ખાય એમાં દર્દીિને નુકશાન જરૂર છે, પણ દવા લે અને ચરી પાળે નહિ, કુપને સેવવા માંડે, તે જે દવા દર્દીને નાશ કરવાને સમર્થ હતી, તે જ દવા દઈને ખૂબ ખૂબ વધારી મૂકે-એવા રૂપે પરિણમે. ધર્મના સાચા દાતાઓ દયાળુ હોય છે. કેઈને પણ નુકશાન થઈ જાય નહિ અને થાય તે લાભ જ થાય, એવી એ તારકેની મને વૃત્તિ હોય છે. આથી, લાયકને ધર્મ દે-એમાં જેમ સ્વ –પરને ઉપકાર છે, તેમ નાલાયકને ધર્મ નહિ દેતાં લાયકાત કેળવવાનું કહે, એમાં પણ સ્વ-પરને ઉપકાર જ છે. “ચરી નહિ પાળે તે એ મરશે, એમાં મારે શું?, હું તે દવા સારી આપું અને પથ્યાપથ્ય કહી છૂટું –આવું દયાળુ વધ ન કહે દયાળુ વૈદ્ય કુપગ્યને અણગમે ન જુએ અને દર્દી કુપ જ સેવવાને છે એમ લાગે, તે દવા ન આપે; કેમ કેબને તે દર્દીિને સાજો કરે છે, પણ દવા આપીને એને વહેલ. માર નથી. તેમ જેને સંસાર માટે નહિ પણ મોક્ષને માટે જ ધર્મ કરવાની ઈચ્છા હોય અને જેનામાં “ભવિષ્યમાં પણ વિષયાભિલાષાદિથી પીડાઈને ધર્મ મૂકાય તો ય તેમાં હરકત જેવું નથી—આ ભાવ ન હોય, એને જ ભગવાને બતાવેલા આ ઔષધનું સેવન, મોક્ષ રૂપ આરેગ્યને આપનારું નિવડે છે. બાહોશ ધર્મદાતા પણ છેતરાય એ બને? ધર્મનો અથ મુગ્ધ હોય તે ચાલે, પણ ધર્મને દાતા મુગ્ધ બને, એ ચાલે નહિ. ગ્યાયેગ્યતા જુએ નહિ અને ઉંધું ઘાલીને ધર્મ જેને–તેને દઈ દે, પછી કહે કે- આપણે તે ધર્મ જ દીધું છે ને?”_આવું ધર્મદાતા તરીકેની જવા Page #150 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૩૩ બદારી સમજનારથી બેલાય નહિ. માટે તે, ગીતાર્થને જ ધર્મદાનને અધિકાર છે. ધર્મદાતા ચાલે ત્યાં સુધી નાલાયકને ધર્મ દે નહિ, બનતી પરીક્ષા કરીને લાયક જણાય તે જ ધર્મ દે અને મુગ્ધને દે તો ય વિચારે કે-આનામાં સમજ નથી, બાકી વિપરીત ભાવને આને આગ્રહ નથી” અને એને ય સમજુ બનાવીને આશયશુદ્ધિ પમાડવાનું લક્ષ્ય રાખે. ધર્મદાતાને માથે, ધર્મને લેવા આવેલાની લાયકાત તપાસવાની જવાબદારી ન હોત, તો પેલા વિનયરત્નને દીક્ષિત બનાવનાર આચાર્યભગવાને, “એવા દુષ્ટને મેં ક્યાં દીક્ષા દઈ દીધી ? મેં જ ભૂલ કરી”—એ જે પશ્ચાત્તાપ કર્યો, તે કરત નહિ. વિનયરત્નના આચરણથી, એ મહાપુરૂષ, એની નાલાયકાતને જાણી શક્યા નથી. વિનયરત્ન જે રીતિએ દીક્ષિત બનવા આવ્યો હતો, તેમાં ગમે તેવા પરીક્ષકની પણ ભૂલ થઈ જાય એવું હતું. કેવળ છેતરપીંડી કરીને પિતાનું ધાર્યું કામ કાઢવાને માટે જે આવ્યું હોય, તે બાહોશ હોય તે ભલભલા બાહેશ ધર્મદાતાને પણ છેતરી જાય, એમાં નવાઈ નથી. વાતચીત ને વર્તાવ વગેરે એવું હોય કે-છદ્મસ્થ ધર્મદાતા માત્ર છેરાઈ જ જાય એમ નહિ, પણ એવા છેતરાઈ જાયક-બીજા સારા મુનિઓ કરતાં પણ એ દુષ્ટ હદયને મુનિ વધારે સારે લાગે. આવાઓની બનતી પરીક્ષા કરી હોય, છતાં છેતરાઈ જવાયું હેય-એ બને અને જ્યારે એનું ભયંકર પરિણામ આવે, ત્યારે ગુરૂને ખ્યાલ આવે અને પશ્ચાત્તાપ થાય. પરીક્ષા કરવા છતાં ય દુઃખ થાય, કેમ કે પરીક્ષા કરવાને જે હેતુ હતું, તે સર્યો નહિ ને ? અજ્ઞાનવશ પણ એટલી ભૂલ થઈને? મહાપુરૂષને પોતાની એવી ભૂલ માટે પણ, ખૂબ ખૂબ લાગી આવ્યા વિના Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચાર ગતિનાં કારણે રહે નહિ. વિનયરત્ન જ્યારે રાજાનું ખૂન કરીને ભાગી ગયો, તે પછી એ વાતને ખ્યાલ આવતાની સાથે જ, વિનય રત્નને દીક્ષિત બનાવનાર આચાર્યભગવાનને, એવું જ લાગી આવ્યું છે કે-આવા ક્રૂર સ્વભાવના નાલાયક આત્માને મેં ક્યાં દીક્ષિત બનાવી દીધે?” એ આચાર્યભગવાને, પિતે બેદરકારીથી કે જાણી જોઈને એને દીક્ષિત બનાવ્યો નહિ હતું, તે છતાં પણ એ મહાપુરૂષને બહુ લાગી આવ્યું. વિનયરત્નને પ્રસંગ: વિનય રત્નના પ્રસંગમાં બન્યું છે એવું કે–પ્રસંગવશાત રાજા ઉદાયી પ્રત્યે, એના હૈયામાં તીવ્ર પ્રકારને દ્વેષભાવ પ્રગટવા પામ્યો હતો. એ મૂળ તે રાજકુમાર હિતે. એનું રાજ્ય યુદ્ધમાં રાજા ઉદાયીના કબજામાં આવ્યું હતું. આથી, તે પિતાની રાજ્યભૂમિને તજીને, અન્ય કઈ રાજાની સેવામાં જઈ રહ્યો હતે. જે રાજાની સેવામાં જઈને એ રાજકુમાર રહ્યો હતો, તે રાજાને પણ રાજા ઉદાયીની સાથે અણબનાવ હતું. આ તકને લાભ લઈને, એ રાજકુમારે, અવસરે પિતાના સ્વામિને કહ્યું કે આપના શત્રુ ઉદાયી રાજાને નાશ હું કરી આપું. પેલા રાજાએ પણ, એ કામના બદલામાં, એની માગણી મુજબ રાજ્યને ભાગ આપવાનું કબૂલ કર્યું. રાજકુમાર રાજ્ય તે જોઈતું જ હતું, પણ રાજા ઉદાથીની સાથે લડીને એ રાય મેળવી શકે, એવું એનામાં સામર્થ્ય નહતું. રાજા ઉદાયી મહા પ્રતાપી હતા અને એ જીવતા હોય ત્યાં સુધી શત્રુ રાજાઓનું કાંઈ વળે તેમ નહોતું. એ રાજકુમાર, જરૂરી વેષપલટ કરીને, રાજા ઉદાયીની Page #152 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૧૩૫ રાજધાનીમાં આવ્યેા. એને તેા માત્ર રાજા ઉદાયીનું ખૂન કરવું હતું, એટલે એ માટેની તક એ શેાધવા લાગ્યા. એણે જોયું કે-રાજમહેલની બહાર તા, રાજાનું ખૂન કરી શકાય તેમ છે જ નહિ અને જાપ્તા એવા છે કે રાજમહેલમાં તે પ્રવેશ કરી શકે તેમ નથી. આથી, એ રાજકુમારે શેાધવા માંડ્યું કે—આ રાજમહેલમાં નિઃશંક પ્રવેશ કેાના છે ? રાજા ઉદાચીન! રાજમહેલમાં, કોઈ પણ પ્રકારની રોક-ટોક સિવાય, માત્ર જૈન સાધુએ જઈ શકતા. એ સિવાયના તેા તે જ જઈ શકતા, કે જેમને પરવાનગી હોય. આથી, એ રાજકુમારે જૈન સાધુ બનવાના નિર્ણય કર્યો, કારણ કે—એણે એ માતમી પણ મેળવી હતી કે–જૈન મુનિએનું જ, રાજાની પાસે એકાન્તમાં અલ્પ્સલિત ગમનાગમન, થઈ શકે છે. આવા માણસ, જ્યારે રાજાનું ખૂન કરવાના ઇરાદાથી જૈન મુનિપણાને સ્વીકારવાને તૈયાર થઇ જાય, ત્યારે એ કેટલી પૂર્વ તૈયારી કરી લે ? પેાતાના હૈયામાં ભારે ભવિરાગ ઉત્પન્ન થયા છે, એવું સામાને જણાવવામાં એ કચાશ રાખે ખરા? સંસારથી અત્યન્ત ઉદ્વિગ્ન અન્યા હોય અને માક્ષ સિવાય પોતાને કશાના ખપ જ ન હોય, એવા ભાવને પ્રદર્શિત કરતા તે રાજકુમાર, સૂરિમહારાજાની પાસે આવ્યેા. સૂરિમહારાજાને જેમ બનાવટી ભાવ દર્શાવ્યેા, તેમ નામ-ઠામ પણ બનાવટી દર્શાવ્યાં; પણ એ બધું એટલી બધી હેાંશીયારીથી કર્યું કે–મહા ગીતાર્થ એવા સૂરમહારાજા પણ, એની બનાવટ વિષે કલ્પના સરખી ય કરી શકયા નહિ અને એથી સૂરિમહારાજાએ એને બહુ લાયક સમજીને, અને દીક્ષા દઈ દીધી. આ રાજકુમારને દીક્ષા દેનારા સૂરિમહારાજા પ્રભુશાસનના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ચાર ગતિનાં કારણેા મર્મના જ્ઞાતા હતા અને પ્રભુશાસનને હાનિ થતી અટકાવવાને માટે અવસરે જાન પણ દઈ દે એવા હતા, એમ આપણે તેઓશ્રીએ છેલ્લે કરેલી વિચારણા અને આચરણા ઉપરથી પણ કલ્પી શકીએ એવું છે. આવા સૂરિમહારાજા વગર પરીક્ષાએ દીક્ષા દઇ દે જ નહિ, પણ કપટકુશળ આત્માએ એવા પણ મહાત્માઓને છેતરી જાય, એ શકય છે. મંત્રીશ્વર શ્રી અભયકુમાર મહા બુદ્ધિનિધાન હતા, પણ વેશ્યાથી છેતરાઈ ગયા ને ? વેશ્યા વેશ્યાના વેષમાં હેત, તા શ્રી અભયકુમાર છેતરાત નહિ, પણ એણે પરમ શ્રાવિકાના પાઠ ભજવીને શ્રી અલયકુમારને છેતર્યાં. વેશ્યાનું વર્તન પરમ શ્રાવિકા જેવું જોઈને, પેાતાના હૈયામાં રહેલા ધર્મભાવના યેાગે જ, શ્રી અભયકુમાર એની જાળમાં ફસાઈ ગયા અને એક અબળા શ્રી અભયકુમારને અંધાવીને શત્રુ રાજાની પાસે લઇ જઇ શકી. ધર્મના ભાવમાં આવું અને, એ આશ્ચર્યજનક નથી. ધર્મી ગમે તેટલા ચકાર હાય, પણ ધર્મના આઠે એ છેતરાઈ જાય, એ બનવાજોગ છે. અને, એમાં ધર્માંની નાનમ નથી, પણ એમાં તે ધર્મીની મહત્તા છે. આવી રીતિએ છેતરાઈ જવાય, એમાં ધર્મીની કાળજીની ઉણપ ગણાય નહિ. એમ સૂરિમહારાજા પણ પેલા રાજકુમારની ધર્મના અર્થિપણાની અનાવટમાં આવી ગયા. એ રાજકુમારે દીક્ષા તે લીધી, પણ એણે, એણે લીધેલ વ્રતાનું પાલન કરવાની કેટલી કાળજી રાખી છે, તે જાણા છે ? સર્વ ક્રિયાઓમાં અપ્રમાદ અને સર્વત્ર વિનયભાવ તા જાણે એના માપના જ. વ્રતપાલનમાં અને આટલે ચાસ અનાવવામાં, અન્ય મુનિઓની આચારપરાયણતાના પણ ફાળા તો ખરો જ. આ મુનિમંડળમાં આવતાં, એના ઉપર એવી છાપ Page #154 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૩૭ પડેલી જ કે “અહીં આ રીતિએ જ વર્તાય અને આમ વતીએ તે જ સૌના પ્રતિપાત્ર બનાય તેમ જ કઈ કદી પણ આપણા તરફ શંકાની નજરથી જુએ નહિ!”મુનિઓએ અને શ્રાવકેએ આ વાત વિચારવા જેવી છે. તમારા મંડળમાં નવે કઈ આવી જાય, તે તેના ઉપર તમારા આચાર-વિચારની આવી છાપ પડે ને? આવનારને એમ લાગે ને કે–અહીં સૌ પિતપતાના લીધેલા વ્રતનું પાલનની કાળજીવાળા છે અને અહીં તેઓને જ વધુ ને વધુ આદર થાય છે, કે જેઓ પિતાના લીધેલા વ્રતનું પાલન કરવાને માટે ઉત્સાહિત રહેતા હોય છે. તમે તમારા આચાર-વિચારથી, સામાના વ્રતપાલનનો ઉત્સાહ વધારનારા જ બને છે ને ? પેલો રાજકુમાર તે દીક્ષિત બનીને, પિતાનાં વ્રતનું સારી રીતિએ નિરતિચાર પાલન કરવામાં, જાણે એકતાન બની ગયે. બીજી તરફ, તેણે ગુરૂમહારાજ અને અન્ય મુનિઓની પણ એવા પ્રકારે આરાધના કરવા માંડી કે-મુનિએ આ રાજકુમારને માટે –બનાવટી શ્રમણને માટે, “આ જ સાધુ શ્રેષ્ઠ છે–એમ માનવા લાગ્યા. એના વિનયાચારથી એ “વિનય રત્ન” તરીકે ઓળખાવા લાગ્યા. સૌ એના વિનયાદિની પ્રશંસા કરવા લાગ્યા. આ ઉપરથી, જરા કલ્પના તે કરે કે–એ કેવાક પ્રકારે વ્રત પાલન અને વિનયાચરણ કરતો હશે? એનું આ બધું આચરણ, કેવળ ઉદયભાવનું નાટક હતું, કે દંભ હતું, પણ આવું વિનયાચરણ અને વ્રત પાલન જે ક્ષયેશમ ભાવના ચગે જ હોય, તો આનું કેવું સુન્દર પરિણામ આવે? આવા વ્રતપાલન અને વિનયાચરણથી, કર્મો તે ભાગાભાગ કરી મૂકે; પરંતુ એના કમનસીબે, આ વ્રતપાલનાદિ ઉદય Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ચાર ગતિનાં કારણે ભાવનું નાટક હતું, એટલે કર્મો ભાગાભાગ કરવાને બદલે, ખૂબ ખૂબ બંધાતાં હતાં. વ્રતપાલનાદિથી, કર્મોથી અળગો થવાને બદલે, એ બંધાતે જતો હતે. કિયા કેટલી ઉત્તમ છે જે આશયશુદ્ધિને વેગ હોય, તો ક્રિયા એવી છે કે-અતિ કઠિન કર્મોની પણ તાકાત નથી કે-ટકી શકે. આવી ઉત્તમ કિયા પણ, એક પાપમય આશયના કારણે જ, ફલવતી બની શકી નહિ અને ભારે પાપકર્મોથી લેપાવનારી નિવડી ! આથી, આપણે પ્રભુશાસનની નાનામાં નાની ક્રિયા પણ, વિપરીત ભાવથી રહિતપણે અને કેવળ ભવનિસ્તારના હેતુથી જ કરવી જોઈએ, એમ લાગે છે ને? પેલા રાજકુમારને ભવનિસ્તારને ખપ નહોતે, પણ આપણને તે ભવનિસ્તારને જ ખપ છે ને? ખરાબ આશયથી, કષાયના ચેગમાં પડેલો પણ એ રાજકુમાર, જે આ લેકના એક હેતુને સિદ્ધ કરવાને માટે આટલી બધી કાળજી રાખે, તો આપણે તે ભવપરંપરાને ટાળવી છે, અનેક ભામાં સંચિત કરેલાં કર્મોની નિર્જરા કરવી છે અને મોક્ષને મેળવો છે, માટે આપણે વ્રતપાલનાદિમાં કેટલી બધી કાળજી રાખવી જોઈએ ? આપણું આશયમાં ખામી છે કે આપણી કિયા કરવામાં ખામી છે કે પછી બેયમાં ઠેકાણું નથી ? પેલા રાજકુમારને જેવું કષાયના ઉદયનું જોર હતું, તેવું જે આપણે ક્ષપશમ ભાવનું જોર પ્રગટાવીએ, તે કામ થઈ જાય ને ? બનાવટી શ્રમણ એવા આ રાજકુમારે, આ પ્રમાણેનું આચરણ બાર બાર વર્ષો સુધી કર્યું. એમાં એકે ય દિવસ બેલવાચાલવામાં પણ એણે આ શ્રમણપણાના પાલન પાછળ મોક્ષને આશય નથી અને અન્ય કેઈ આશય છે, એવું જણાવા Page #156 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૩૯ દીધું નહિ. દરેક વાતમાં અને દરેક વર્તનમાં, એણે એટલે બધે શાન્તભાવ રાખે કે-ખૂદ આચાર્ય મહારાજને પણ લાગ્યું કે-“આ આત્મામાં શમ પરિણમ્યો છે. આવી અસર થયેલી હોવાથી જ, આચાર્યમહારાજ દ્વારા, સહસાત્કારે ભૂલ થઈ જવા પામી. રાજા ઉદાયી, અષ્ટમી અને ચતુર્દશીના દિવસોએ, રાત્રિપૌષધ કરતા હતા. રાજા પૌષધ પણ પોતાના મહેલમાં જ કરતા હતા અને એથી સ્વ–પરને ઉપકાર સાધવાના માર્ગને જાણનારા તથા સ્વ-પરનો ઉપકાર સાધવામાં પરાયણ આચાર્ય મહારાજ પણ, ધર્મકથાના હેતુથી, એ દિવસે રાજમહેલમાં જઈને, ત્યાં જ રાજાની સાથે રાત્રિ પસાર કરતા હતા. એ મુજબ, એક પર્વતિથિના દિને, સાંજના સમયે સૂરિમહારાજ રાજમહેલમાં જવાને માટે તૈયાર થયા અને સંભ્રમથી તેઓએ પેલા માયાવી શ્રમણને આજ્ઞા કરી કે-“હે ક્ષુલ્લક ! ઉપકરણ લે. આપણે રાજકુળમાં જઈએ !” | માયાવી શ્રમણ રૂપે રહેલા રાજકુમારને તક મળી ગઈ. આટલી બધી મહેનત આજે લેખે લાગશે, એમ એને લાગ્યું. રાત્રિ માટે આવશ્યક ઉપકરણો એણે લઈ લીધાં બાર બાર વર્ષોથી ઓઘામાં છૂપાવીને સાચવી રાખેલી છૂરી પણ સંભાળી લીધી; અને ભક્તિ રૂપ નાટકને કરતે તે રાજકુમાર મુનિ, આચાર્યમહારાજની સાથે ચાલ્યા. રાજમહેલમાં ગયા બાદ, લાંબા સમય સુધી ધર્મક્રિયાઓ અને ધર્મકથાઓ ચાલી. ધર્મકથા કરીને આચાર્ય મહારાજ તથા પૌષધમાં રહેલ રાજા ઉદાયી પણ સંથારા ઉપર સુઈ ગયા. શાસનના એ બને મહાપુરૂષે સુઈ ગયા અને નિદ્રાધીન Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચાર ગતિનાં કારણેા અની ગયા. માયાવી શ્રમણ રાજકુમાર, સંથારામાં સુતા સુતા, ઉંઘી ગયાના ઢોંગ કરતા હતા, પણ ઉંઘ્ધા નહાતા. જ્યારે એને ખરાખર ખાત્રી થઈ ગઇ કે-આચાર્યમહારાજ અને રાજા, બન્ને ય નિદ્રાધીન થઈ ગયા છે, એટલે એ ઉચો; પોતાના એઘામાં વર્ષો થયાં સાચવી રાખેલી છૂરી એણે કાઢી; અને જરા પણુ અરેરાટ વિના, જરા પણ ખમચાયા વિના, પૂરતી ઝડપથી એણે રાજાનું ગળું કાપી નાખ્યું ! રાજાના ગળાને કાપી નાખ્યા બાદ, પેલા માયાવી શ્રમણ રાજકુમાર, ત્યાં જરા વાર પણ્ થાભ્યા નહિ. સ્થંડિલ જવાના અહાને તે બહાર નીકળ્યો અને ભાગી છૂટયો. અહીં બન્યું એવું કે–રાજાના શરીરમાંથી લેાહી વહેતું વહેતું સૂરિમહારાજાના સંથારા નીચે આવ્યું. લાહીથી સૂરિમહારાજાના સંથારા ભીંજાઈ ગયા અને એની અસરથી સૂરિમહારાજા જાગી ગયા. સૂરિજી મહારાજે તપાસ કરી, તા રાજાનું ગળું કપાએલું જોયું, પાસે છૂરી પડેલી જોઇ અને પેલા માયાવી શ્રમણના સંથારા ખાલી જોયેા. એ બધું જોઇને, શું બનવા પામ્યું છે તેની. કલ્પના તેઓએ કરી લીધી. એમના હૈયાએ કારમેા આંચકા અનુભબ્યા. એમને લાગ્યું કે– મારી જ ભૂલથી અકલ્પનીય એવું આ અતિ ભયંકર કૃત્ય બની ગયું !' ઘણા પશ્ચાત્તાપ થયે કે- આવા પાપિને દીક્ષિત કરવાની અને અહીં લાવવાની ભૂલ, મારાથી કેમ થઈ ગઈ ?’ પછી પાતે પરિણામના વિચાર કરવા લાગ્યા. મની ગયું, તે બની ગયું; એ અન્યથા થવાનું નહાતું; પણ હવે વધુ નુકશાન ન થાય, એ તેા જોવું જોઇએ ને ? સૂરિજી મહારાજાએ નિર્ણય કરી કે–ભગવાનના શાસન ઉપર આવવી Page #158 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૪૧ સુસંભવિત એવી મહા આફતનું જે નિવારણ કરવું હોય, તો મારે મારા હાથે જ મારું ખૂન પણ કરી નાખવું જોઈએ. એમ થાય, તે જ એવી વાયકા ફેલાય કે-કઈ દુષ્ટ જૈન ધર્મ પ્રત્યેના દ્વેષથી રાજાનું અને સૂરિમહારાજનું ખૂન કરી નાખ્યું !” આવો નિર્ણય કરી લઈને, એ મહાપુરૂષે તરત જ પાસે પડેલી છૂરીથી પિતાના ગળાને પણ છેદી નાખ્યું ! ઠેઠ નિશાળીયા જેવા તો નથી ને? આપણે વાત તે એ હતી કે-ધર્મ જેને તેને અપાય નહિ. ધર્મને અથ બનીને આવેલો, ભવનિતારને અથ બનીને ધર્મને અર્થી બન્યું છે કે નહિ, તે જોવું જોઈએ. પરીક્ષા કરવા છતાં ય, છદ્મસ્થપણું આદિને કારણે ભૂલ થઈ જાય એ બને, પણ ધર્મ એ એવી કિંમતી દવા છે કે-એ ગમે તેને દઈ દેવાય નહિ. શ્રી જૈન શાસનની સ્થાપના જ મોક્ષને માટે છે. શ્રી જૈન શાસનને જેને છેડે પણ પરિચય થાય, તેને એમ જ લાગે કે–અહીં બધું મોક્ષના હેતુથી જ વર્ણવાએલું છે. સૌ સંસારથી મૂકાય અને મોક્ષને પામે, એ ભાવના આ શાસનના મૂળમાં છે. જે કુળમાં આ શાસનની છાયા હેય, એવા કુળમાં આવેલાને, મેક્ષની વાતમાં નવાઈ લાગે જ નહિ. આપણને શું લાગે છે? સંસાર તજવા જેવું છે અને મોક્ષ જ મેળવવા જેવું છે, એ વાતમાં શંકા ખરી ? મોક્ષને આશય આવી જાય, તે ફાયદો કેટલો? મોક્ષના આશયથી કરેલી ધર્મક્રિયાઓથી નિર્જરા સધાય અને પુણ્યબંધ થાય તે તે ઉચ્ચ પ્રકારને થાય. એ પુણ્યના ઉદયથી સુખ મળે ઘણું, ભેગવાય ઘણું સારી રીતિએ અને તેમ છતાં ય એ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૪િ૨ ચાર ગતિનાં કારણે તમારામાં ખરાબ ભાવને પેદા કરે નહિ. “અમે નાલાયક છીએ”—એમ કહીને તમે છૂટી જાએ, એને કોઈ અર્થ નથી. અન્તઃકરણમાં નાલાયકાતને ખ્યાલ પેદા થવો જોઈએ. સાચે ખ્યાલ આવે, એટલે ખટકા પેદા થયા વિના રહે નહિ. આપણને સાચે જ આપણે નાલાયકને ખ્યાલ આવી જાય, તે આપણે એને કાઢવાને બનતે પ્રયત્ન કર્યા વિના રહીએ નહિ. જેમ વિદ્યાને અર્થી હેય પણ બુદ્ધિ ઓછી હોય, તે એ વિદ્યાર્થી દરેક વસ્તુને સમજવાને માટે વધારે ને વધારે પરિશ્રમ કરે છે અને નઠેર વિદ્યાર્થી માસ્તર ભણાવે ત્યારે ધ્યાન આપે નહિ, માસ્તર જે કહે તેને સમજવાને પ્રયત્ન કરે નહિ, ઘેર લેશન કરે નહિ અને તેમ છતાં પણ માસ્તરને અયોગ્ય કહી દે. માસ્તર એને શિખામણ આપે કે શિક્ષા કરે, તે એ માસ્તરની ખબર લઈ નાખવાની ધમકી પણ આપે. તમે તમારી નાલાયકાતને સમજીને, લાયકાતને મેળવવા પ્રયત્ન કરે એવા છે કે ઠેઠ નિશાળીયા જેવા છે? ઠેઠ નિશાળીયા કઈ બધે ઠેઠ હેતા નથી. રમત-ગમતમાં, તોફાનમાં, ઝાડ ઉપર ચઢવા વગેરેમાં, એવાઓને નંબર પ્રાયઃ પહેલો હોય છે અને ભણવામાં મીંડું હોય છે. તેમ, તમે પણ બીજે બધે હુંશીયાર અને અહીં જ મીંડું, એવું તે નથી ને ? તમે ખાત્રી રાખે કે–મેલના હેતુથી મોક્ષ સાધક ધર્મને યથાવિધિ સેવવાનો પ્રયત્ન કરનારને, સંસારનું સુખ નહિ મળે એમ નહિ; મોક્ષ નહિ થાય ત્યાં સુધી એને સુખ મળવાનું જ; પણ વાત એ છે કે-એ સુખ પ્રત્યે એ અણગમો પેદા થવા જોઈએ કે-સંસારનું સુખ જોઈએ જ નહિ, એમ થયા કરે અને મોક્ષનું સુખ જ જોઈએ, Page #160 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૧૪૩ એમ થયા કરે. એટલે, સંસારના સુખને માટે ધર્મ કરવાની વૃતિને કાઢવી જોઈએ. મહેરબાની જ મગાયઃ મોટા માણસને સલામ ભરીને, એની સેવા કરીને “મારે અમુક જોઈએ”—એમ ન કહેવાય; પણ એ પૂછે ત્યારે ય એની મહેરબાની મગાય. મહેરબાનીમાં બધું આવી જાય અને માગણી કરવામાં તે અમુક ચોક્કસ વસ્તુ જ આવે ને ? માટે માણસ ખૂશ થઈ જાય અને તમે માગણી કરવા માંડે, તે પરિણામ શું આવે? સકાંઈ આપે નહિ. કદાચ આપી તે દે; સજ્જન માણસ એકદમ ના ન પાડે; પણ માગણી કરનાર મહેરબાની ગુમાવી બેસે. જ્યારે પૂછે ત્યારે મહેરબાની માગનારની તે, અવસરે એ ખબર લેવા જાય અને માગનારે ફરીથી સામે પગલે માગવા આવે, તે ય આ કહેશે કે-માગણ આવ્યા. બારણાં બંધ કરી દે! તેમ ધર્મની પાસે પણ તમે કાંઈ માગો જ નહિ અને ધર્મ કર્યા કરે, તો ધર્મ તમારી ખબર લીધા વિના નહિ રહે. અને ધર્મ તમારાથી આઘે પણ જશે નહિ. જ્ઞાનિઓએ મોક્ષના હેતુથી ધર્મ કરનારને, આશ્વાસન બહુ આપ્યું છે. જ્ઞાનિઓ કહે છે કે-ભવનિતારને લક્ષ્યમાં રાખીને નિરાશસભાવે જે ધર્મ કરે, તેને સુખ ઘણું મળે અને જ્યારે એ સુખ મળે ત્યારે, એને એ સુખની મમતા એવી હોય નહિ કે-દુષ્કર્મ બંધાય. સુખ મળે ને મુંઝવે નહિ. તમે એમ સમજે છે કે તમારી પાસે બહુ સુખ છે? શાસ્ત્રોમાં સુખી માણસેનાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચાર ગતિનાં કારણે વર્ણને આવે છે. એ વાંચે અગર સાંભળો, તે તમને લાગે કે–તમારું ઘણું પણ સુખ હેય, તો ય એમના હિસાબે તુચ્છ છે! આજે તે પ્રાયઃ નામનું સુખ છે, છતાં એની ખુમારી કેટલી છે? જરા સુખ મળ્યું, એટલે ઘમંડમાંથી હાથ કાઢે નહિ. આજે, મોટે ભાગે લેકે, મોટાનું ઔચિત્ય ભૂલી ગયા છે અને નાનાની દયા ભૂલી ગયા છે. મહિને બસે જ કમાતો હોય, તેમાં તો બોલ બોલ કરે કે આપણે કેઈની પડી નથી! હું શા માટે કોઈને સલામ ભરૂં? કેઈને જગ્યા હું કેમ આપું? આવું આજે ઘણાએ ધર્મસ્થાન માં બોલે છે. આ વૃત્તિ ક્યાંથી આવી? ભગવાનના સમવસરણમાં ઇન્દ્રાદિક દેવ પણ ઔચિત્ય જાળવીને બેસે છે. નવમા-દશમાં ઈન્દ્ર, અગીઆરમા–બારમા ઈન્દ્રની જગ્યા રાખ્યા વિના બેસે નહિ. ધર્મ વિપરીત ભાવે ન કર્યો હોય, તે એને વેગે સુખ મળે ત્યારે નાના પ્રત્યે આંખ મીઠી હોય અને મોટા પ્રત્યે આંખ હસતી હેય. આજે તે જરાક ઠીક સ્થિતિ હોય, તે બેલી નાખે કે-શેઠ એના ઘરને; પણ એવું ન બોલે તે ન ચાલે? નહિ, આવકને ઠસ્સો છે. મેક્ષની ઈચ્છાથી થયેલ ધર્મના પ્રતાપે શું હોય? ઔચિત્ય ને દયા, બેઉ હેય. આ કાળમાં જે સાધનસંપન્નેને ય મુકેલી છે, તે સાધન હીનું શું થતું હશે ? તમને કે માણસ ગમે? મોટા પ્રત્યે ઉદ્ધત હોય અને નાના પ્રત્યે નિર્દય હોય, એ માણસ તમને ગમે ખરો? તમે કેના પ્રત્યે કેવા છે, એ વાત બાજુએ રાખે; પણ તમે મેટા છે તે તમારા તરફ કેઈ ઉદ્ધતાઈ બતાવે, તે તે તમને Page #162 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૪૫ ગમતું નથી અને તમે નાના છે તે તમારા તરફ કેઇ નિર્દયપણું બતાવે, તે તે તમને ગમતું નથી, એ તે ખરું ને? ત્યારે, જેનામાં મોટાઓ પ્રત્યે ઔચિત્ય અને નાનાઓ પ્રત્યે દયા હેય, તે કેવો લાગે? સારે; છતાં આપણે સારા બનીએ એવી તકેદારી ખરી? હજુ મોટા પ્રત્યે ઔચિત્ય જાળવનાર મળશે, કેમ કે-સમજે છે કે વખતે ખપ આવશે, જે કેવસ્તુતઃ એ ઔચિત્ય નથી, પણ સ્વાર્થને જ એક અંશ છે; છતાં, દેખીતી રીતિએ મોટાઓ પ્રત્યે ઔચિત્ય જાળવનારા હજુ મળશે, પણ નાનાઓ પ્રત્યે દયા દાખવનારા દુર્લભ બનતા જાય છે. પિતાનાથી નીચી સ્થિતિવાળાઓ પ્રત્યે મીઠી નજર હોય, એવા સુખી માણસે દુર્લભ બનતા જાય છે અને એથી પણ બેકારી, ભૂખમરે, જીવવાની હાડમારી વગેરે વધતું જાય છે. સુખી માણસે જો નીચેના વર્ગ તરફ દયાવૃત્તિવાળા હોય, તે આજના જેવી વિષમ દશા, કેઈ પણ સમાજની ન જ હોય. દુઃખી માણસોનાં અનાચરણની સુખી માણસો ટીકા કર્યા કરે, એ વ્યાજબી નથી. દુઃખી માણસમાં શું હોય, તે કહેવાય નહિ. એ અનીતિ, છેતરપીંડી આદિ ન કરે તે સારું, પણ દુઃખી માણસ દુઃખનો માર્યો અનીતિ આદિને આચરે, ત્યારે સુખી માણસને તે એમ થવું જોઈએ કે-આની અની તિમાં મારે પણ હિસ્સો છે, કારણ કે-મેં એની ખબર લીધી નહિ.” તેમાં ય, આ કાળમાં તો, સુખી માણસોએ વધારે ઉદાર બનવાની જરૂર છે. સ૦ વખત એ આવી લાગે છે કે સુખી કહેવાતા માણ સેના હૈયામાં પણ શાન્તિ નથી, એટલે એ કરે શું ? આ એમ કહે છે કે–આજે જેઓ સુખે ખાતા–પીતા ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ચાર ગતિનાં કારણે છે અને તદ્દન ગરીબ ભાઈઓને ખવડાવી–પીવડાવીને ઉભા રાખી શકે તેવા છે, તેમના હૈયામાં પણ અત્યારે હળી સળગે છે. એમના હૃદયને ય શાંતિ નથી. પોતે સુખમાં હોય, તે બીજાના દુઃખની પરવા કરે ને ? પોતે જ દુઃખમાં ડૂબેલા હોય, ત્યાં શું થાય? પણ મનનું દુઃખ, એ જુદી વસ્તુ છે અને પેટમાં નાખવાના સાધનનું દુખ, એ જુદી વસ્તુ છે. ખાતા-પિતા અને ખવડાવી–પીવડાવી શકે એવા માણસોએ તે વિચાર કરવો જોઈએ કે-જે આ કાળમાં અમારા જેવાની પણ આ દશા છે, તે સાધનહીન અને અલ્પ સાધનવાળા માણસ, શી રીતિએ આ કાળમાં પિતાને ગુજારે કરી શકતા હશે? આમ વિચારોને, પણ તેવાઓ પ્રત્યે અનુકંપાશીલ જ બનવું જોઈએ. સુખી માણસોએ પિતાનાં ક્ષેત્રોને સંભાળી લેવાં જોઇએ? આજે સમાજમાં મધ્યમ વર્ગ રીબાય છે, એ ફરિયાદ ફેંકી દેવા જેવી નથી. આ કાળમાં સમાજના મધ્યમ વર્ગની આન્તરિક મુશ્કેલીઓ ઘણી વધી જવા પામી છે. મળેલી માહિતી મુજબ, ધંધા-નોકરી વગેરે નિમિત્ત બહારગામ ગયેલાએના કરતાં પણ, સ્થાનિક સમાજની સ્થિતિ વધારે ભયંકર બનવા પામી છે. દરેક સ્થલે, મધ્યમ વર્ગ પ્રાયઃ મુશ્કેલીમાં છે અને જૈન સમાજના બધા આગેવાને એટલે સુખી માણસે જે આ વાત લક્ષ્યમાં લે, તે સમાજની ગુજરાનની મુશ્કેલી, કાંઈ ન ટળે એવી નથી. માત્ર સુખી માણસે જરા ડાહ્યા થઈ જાય, ઉદાર બની જાય અને ડહાપણથી કામ કરે છે, આજની ભયંકર ગણાતી મુશ્કેલીઓને પણ, સમાજ સુખે Page #164 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૪૭ વટાવી જાય, એવી સ્થિતિ હજુ પણ છે. જેમ કેટલાકમાં જાત્યભિમાન હોય છે કે-હું જે જાતિને છું, તે જાતિના લેકે કમથી કમ સેટલે દુઃખી તે નહિ જ હોવા જોઈએ, તેમ આપણામાં જાત્યભિમાન નહિ પણ ધર્માભિમાન અવશ્ય હોવું જોઈએ. દરેક સુખી જૈનને એમ થવું જોઈએ કે-મારે એક પણ જૈન ભાઈ રેટલે દુઃખી તે નહિ જ હોવો જોઈએ. આમાં દરેક સુખી માણસે હજારે ને લાખો ખચીં નાખવાના છે, એમ પણ નથી. આખા સમાજમાં થઈને લાખે ખર્ચાય, પણ વહેંચણું એવી થાય કે કેઈને લાગે નહિ. આ કામ માટે, મેટાં ફંડ કરવા કરતાં અને વ્યવસ્થાની મોટી કમીટીઓ નીમવાને પ્રયત્ન કરવા કરતાં, સ્થળે સ્થળના સુખી માણસે આ કામ સંભાળી લેવા જેવું છે. કમીટીએ અને ફંડનું તોફાન તે, એવું છે કે–વહીવટ, વ્યવસ્થા, ઉઘરાણું વગેરે વગેરે કામોમાં મોટો ખર્ચ થઈ જાય તેમ જ કુળવાન ઉઘાડા પડી જાય અથવા તો ખરી જરૂરવાળાઓ સીદાતા રહી જાય. સાધર્મિક જને પ્રત્યેની ભક્તિથી આ કામ કરવાનું છે. દરેકને ખાવા માટે પાટલે બેસે ને એમ થવું જોઈએ કે–અત્યારે મારાં કેટલાં સાધમિક ભાઈ–બેનને રોટલાની મુશ્કેલી હશે? દરેક જૈન નક્કી કરે કે મારે મારા થડામાંથી પણ ડું, મારાં સાધામિક ભાઈ–બેનને આપવું છે તે કામ થઈ જાય. સ્થલે સ્થલે જેમાં સુખી માણસે તે છે જ. તેઓ જે ડાહ્યા થઈ જાય, તે સુંદર પ્રકારે સાધર્મિક-ભકિત કરી શકે. પિત પિતાના ક્ષેત્રમાં દરેક સુખી માણસ તપાસી લે કે-કેને ત્યાં શું મુશ્કેલી છે અને કઈ જાણે નહિ તેમ તેને ઘેર પહોંચતું થઈ જાય. અમે આટલાં ફંડ કર્યા અને આટલાં શ્રાવક-શ્રાવિકાને મદદ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ચાર ગતિનાં કારણે કરી, એવાં ડિડિમ પીટવાનાં હેય નહિ. સ્થલે સ્થલે જે સુખી માણસ આ કામ કરતા હોય, તેમને ત્યાં જેની જે ઈચ્છા હોય તે આપી જાય અને સાધર્મિકેની ભકિતનું કાર્ય, કેઈ ન જાણે એવી રીતિએ થઈ જાય. એ જ, જૈન સમાજને શેભતું ગણુય. મેંઘા કાળમાં જ માણસની અને પૈસાની કિંમત છે ને? તમારાં સાધર્મિક ભાઈ–બેને જીવવાની મુશ્કેલીમાં આવી પડ્યાં હોય, તેવા વખતે તમે કેવળ તમારું, તમારાં નિકટનાં સગાંઓનું જ સુખ શોધ્યા કરે, એ કઈ પણ રીતિએ વ્યાજબી નથી. તમારા કેઈ પણ સાધર્મિક ભાઈ–બેનને જીવવાની મુશ્કેલી હેય, એમાં તમારે જ શરમાવા જેવું છે. જેમ આગળ કહેતા કે-“આ તે મારે સાત પેઢીને પિતરાઈ છે અથવા આ મારે સાત પેઢીને સબંધી છે” દરેક સારા અવસરે એને યાદ કરે જ. કેઈ રળીને આવે, તે એને સાત પેઢીને સંબંધી પણ દુઃખી નહિ રહે જોઈએ, એવી માન્યતા રહેતી. એવી કલ્પના રહેતી કે હું કમાયે અને જે મારે સાત પેઢીને સંબધી પણ દુઃખી રહે, તે લોક મારી પાછળ વાત કરે! લોક પણ કહે કે-ધૂળ પડી એના પૈસામાં, એને અમુક સગે તે દુઃખી છે ! પેલાને લેવાની ઈચ્છા નહિ, પણ આને આપ્યા વિના ચેન પડે નહિ. તેમ, આમાં પણ તમારે એ જ જેવાનું કે આ જૈન તો કહેવાય છે ને? કઈ કહેશે કે અમુક ભૂખથી રીબાઈને મરી ગયે; એ કોણ હતો ? જૈન. એ કલંક નહિ જોઈએ. જે આ બુદ્ધિ આવી જાય, તે હજુ પણ જૈન સમાજ જીવત છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૪૯ સ, આજની રાજનીતિને અગે પણ જેને ઘણી મુશ્કેલીઓમાં મૂકાવું પડ્યું છે. એ ગમે તેમ હોય, પણ આજના સંગમાં ય તમારે જીવી જાવું છે ને? તમારે જેમ જીવી જાવું છે, તેમ તમારાં જૈન ભાઈબંનેને પણ તમારે જીવાડી લેવાં છે ને ? તમે તમારાં દુઃખી સાધર્મિક ભાઈ-બેનેને, એ વાત જરૂર કહી શકો છે કે તમારી બધી જરૂરીયાત પૂરી પાડવાની શક્તિ અમારામાં નથી, પણ આવા કપરા કાળમાં તમે જીવી જાવ એ માટે, અમે અમારાથી બની શકે તેટલું બધું જ કરવાને માટે તૈયાર છીએ. તમે સારી રીતિએ જીવન ગુજારી શકે, એવું કરવાની અમારી શકિત નથી, તેમ, તમે ખરાબ રીતિએ મ-એ પણ અમે સાંભળી શકીએ તેમ નથી; આથી, જીવનનિર્વાહ અંગે જરૂરી હોય તેટલું જ લે અને તમારા જેવાં બીજો ભાઈ–બેનને પણ ફાળો મળે, એ તરફ નજર રાખો! આટલું તે આવા કાળમાં ય, આગેવાન અને સુખી ગૃહસ્થ ધારે તો, કરી શકે તેમ છે. મેંઘા કાળમાં જ માણસની કિંમત છે. માણસની કે પિસાની કિંમત જ, મેઘા કાળમાં અકાય છે ને? સાધર્મિક-વાત્સલ્યનાં જમણે: એક કાળમાં સાધર્મિક-વાત્સલ્યનાં જમણે લોકને બહુ બહુ કિંમતી નહોતાં લાગતાં, આજે ઘણાઓને એમ લાગે છે કે એ ચાલુ હોત, તે ય ઘણું સારું થાત. આજે એ પણ એક ફરિયાદ છે કે-જેઓ રોટલા ખાઈ શકે છે, તેઓને ય જીવવાને માટે જરૂરી પોષણ નથી મળતું, કેમ કે પિષણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચાર ગતિનાં કાર્ણી આપે એવા પદાર્થો બહુ જ મેંઘા થઈ ગયા છે. જે સાધમિકવાત્સલ્યનાં જમણોને પ્રવાહ ચાલુ હોત, તે એ પિષણ બે મહિના મળત, તો ય બાકીના દશ મહિના નીકળી જાત ! સ. આજે પણ બીજા રસ્તે ઘણો ખર્ચ થાય છે અને આ માર્ગે કરતા નથી. એવું ન બોલાય. ધર્મક્ષેત્રમાં બીજા માર્ગોએ ખર્ચ કરનારાઓ પણ કાંઈ ખોટા માર્ગે ખર્ચ કરતા નથી. તેમણે આ દિશાએ પણ લક્ષ્ય આપવાની જરૂર છે એમ કહેવાય. જે લેકે ધર્મ કરનારા છે, શ્રી જિનમન્દિરાદિમાં ખર્ચ કરનારા છે, તેઓ જ અવસર પામીને ખ્યાલ આવતાં, આ માગે બીજા બધા કરતાં સારી રીતિએ ખર્ચ કરે છે. ખંભાતને એક પ્રસંગ : | મારી યાદ મુજબને ખંભાતને એક પ્રસંગ કહું. એક વાર, દુષ્કાળ અગર તે એવી કે આફતને અગે, જનતાને રાહત આપવાનું કાર્ય હાથ ધરાયું અને ત્યાંના અધિકારિઓ વગેરે, ઉપાશ્રયમાં વ્યાખ્યાન વખતે એ અગે ફંડ કરવાને માટે આવ્યા. - તેમણે ઉભા થઈને પિતે લઈ આવેલ કાર્યનું મહત્વ વર્ણવ્યું અને તે અંગે “દયાનું એ કાર્ય શ્રાવકેએ કરવા ગ્ય છે”—એવું સૂચન મેં પણ કર્યું. પછી ટીપ શરૂ થઈ. ટીપમાં જે રકમ ભરાઈ, તેથી ટીપ કરાવવાને આવેલ અધિકારિને સંતોષ થયે નહિ. આથી, તેમના એક આગેવાને ઉભા થઈને જૈનો “ધાર્મિક ઉત્સવ, ઉજમણ, જમણવારે, વરઘોડા અને મન્દિરે આદિ પાછળ Page #168 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૧૫૧ અઢળક ખર્ચ કરે છે”—એ વગેરે કહીને, એ કાર્યોની જરા ટીકા લાગે તેવું કહ્યું અને થયેલી ટીપ ઘણી ઓછી છે, તેમ જણાવ્યું. એ અધિકારી બેલી રહ્યા પછીથી, મેં કહ્યું કે-“અમારા જેનો જેમ ઉત્સવાદિ સુંદર પ્રકારે કરી શકે છે, તેમ જીવદયા આદિનાં કાર્યો પણ સુંદર પ્રકારે કરી શકે છે. ગરીબ માણસોની અને જીવની દયાનાં કાર્યોમાં પણ, મોટે ભાગે જેનોને જ મોટો હિસ્સો હોય છે, કારણ કે–જેનો જે દેવ-ગુરૂના ઉત્સવ આદિ કરે છે, તે દેવ-ગુરૂ એમને દયા કરવાનું પણ કહે છે જ. આ કાર્યમાં તમને સંતોષ થાય એવી ટીપ ન થઈ, તેમાં કારણ એ પણ હોઈ શકે કે-આ કાર્યનું તમે જેટલું મહત્તવ આંકે છે, તેટલું મહત્વ તમે આમના ખ્યાલમાં લાવી શક્યા ન હો; અથવા તે, આમને આ કાર્ય કરનારાઓને અંગે કાંઈ કહેવાપણું હોય. આમ છતાં પણ, તમે એમ કહો કે-આ કાર્યને અમે અમારે આમની પાસેથી અમુક રકમની જરૂર છે, તે આ જૈનો તમને એ પૂરી કરી આપશે, એ વિષે મને જરા પણ શંકા નથી. બાકી, તમને જે આ કાર્ય માટે આટલું બધું લાગી આવે છે, તે એમ કરે કેએક મહિનાને પગાર તમે અને તમારા બધા અધિકારિઓ આ કાર્યમાં આપી દે અને જો તમે એમ કરે, તો અહીં બેઠેલા જેનો, પિતપોતાની એક એક મહિનાની કમાણે આ કાર્યમાં આપી દેવાને અચકાશે નહિ, એમ હું માનું છું. જેનો પિતાના દેવ-ગુરૂ આદિના ઉત્સવાદિમાં અઢળક ધન ખર્ચે છે.” આ કાંઈ ઘેલાપણું નથી, પણ જેનો માને છે કે-“લક્ષ્મીને સારામાં સારો ઉપયોગ જ આ છે.” એની ટીકા કરીને, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ચાર ગતિનાં કારણે જેનો પાસેથી પૈસા કઢાવવાની રીત અજમાવવી, એ વ્યાજબી નથી. એથી તે, જૈનોને દુઃખ થાય. બાકી, જૈન, સંકટગ્રસ્ત જીવોના રક્ષણમાં પણ માને જ છે અને આ કાર્ય અંગેનું તમે ધારે છે તેવું મહત્ત્વ જે તેમના ખ્યાલમાં આવી જાય, તે એ છૂટે હાથે દાન દીધા વિના રહે જ નહિ.” - આ પછી તે, એ અધિકારિએ ઉભા થઈને, પિતે જે કાંઈ બોલ્યા હતા તે બદલ, શ્રીસંઘની માફી માગી. પછી મેં પૂછયું કે-“તમારે આ બધાની એક મહિનાની કમાણી જોઈતી હોય, તે તેમ કહો.” એટલે એ અધિકારી કહે કે-“મારા બધા અધિકારિઓ એક એક મહિનાનો પગાર આમાં આપી દે, એ હું કહી શકું તેમ નથી.” પછી મેં પૂછયું કે તે તમને આમની પાસેથી કેટલી રકમ જોઈએ છે, એ કહો !” એ અધિકારિએ જે રકમ કહી, તે રકમ ટીપની થયેલી રકમ કરતાં દેઢી લગભગ હતી; આથી, સહેજ સૂચન કરતાં, સૌએ ટપમાં જે રકમ મંડાવી હતી, તે બેવડી કરી આપી ! - કહેવાનું તાત્પર્ય એ છે કે-ધાર્મિક ઉત્સવે અને શ્રી જિનમન્દિરાદિમાં ખર્ચ કરનારાઓ, સાધર્મિક-વાત્સલ્ય અને જીવદયા આદિનાં કાર્યોમાં જેવી ઉદારતાથી ખર્ચ કરી શકે છે, તેવી ઉદારતાથી બીજાઓ તે કાર્યોમાં ખર્ચ કરી શકતા જ નથી. આથી, ધાર્મિક ઉત્સવ તથા શ્રી જિનમન્દિરાદિમાં ખર્ચ કરનારાઓની ટીકા કરનારાઓ તે અજ્ઞાન જ છે. કોઈ વખતે કઈ ક્ષેત્ર સીદાતું હોય અને જૈનોનું લક્ષ્ય એ તરફ દેરવું હોય, તે બીજા ક્ષેત્રો તરફ અપાતા લક્ષ્યની ટીકા કર્યા વિના જ, સીદાતા ક્ષેત્ર તરફ જૈનોનું લક્ષ્ય દરવું જોઈએ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પહેલે ભાગ સીદાતા ક્ષેત્ર તરફ પહેલું લક્ષ્યઃ આપણે ત્યાં શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમન્દિર અને શ્રી જિનાગમ તથા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એમ સાત ક્ષેત્રો ગણાય છે અને એ સાતે ય ક્ષેત્રોને શ્રી જિનશાસનમાં પવિત્ર ક્ષેત્રો તરીકે માનવામાં આવ્યાં છે. એ સાત ક્ષેત્રોમાં, પહેલાં બે દેવ સબંધી હોવાથી, સામાન્ય રીતિએ સમાન ગણાય. ત્રીજી ક્ષેત્ર, સમ્યગુ જ્ઞાન સંબંધી છે; ચેાથું-પાંચમું સાધુ અને સાધ્વી ક્ષેત્ર પણ સામાન્ય રીતિએ સમાન ગણાય તથા છઠું-સાતમું શ્રાવક અને શ્રાવિકા ક્ષેત્ર પણ સામાન્ય રીતિએ સમાન ગણાય. આમ છતાં ય, એમ પણ કહી શકાય કે–“એ સાત ક્ષેત્રોમાં પહેલેથી ગણીએ તો એક એકથી નીચું અને છેલ્લેથી ગણીએ તે એક એકથી ઉંચું, એવી એ સાત ક્ષેત્રેની મર્યાદા છે. વાત તો એ કહેવી છે કે–શ્રી જિનમૂર્તિ આદિ આ સાત ક્ષેત્રોની, એક એકથી ચઢીયાતી સ્થિતિને જણાવનારાં શાસ્ત્રોએ, એવી પણ એક ટાંક મારેલી છે કે જે ક્ષેત્ર સીદાતું હોય, તે ક્ષેત્ર તરફ પહેલું ધ્યાન આપવું. આ વાતને કેટલાકે ભૂલી ગયા છે, તે ધ્યાન પર લાવવાની જરૂર છે. જે આજે બધા સુખી જેનોને આટલું ધ્યાન ઉપર આવી જાય ને હૈયું ખૂલી જાય, તે જન ભાઈઓને કેઈ દુઃખી ન કહી જાય. આજે કેટલાક જેને રોટલે દુઃખી છે, એ વાતને સાંભળતાં, અમને શું થાય છે, તે હું નહિ કહી શકું, પણ અમારાથી એ સહાતું નથી. જેમ આજે કેટલાકે શ્રાવકશ્રાવિકાઓના દુઃખના નામે શ્રી જિનમન્દિરાદિ ક્ષેત્રોમાં વ્યય કરનારા પુણ્યવાનની નિન્દા કરે છે, તેમ આજે કેટલાકે Page #171 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે સાધુઓમાં દયા નથી એમ પણ કહે છે. જેના હૈયામાં શ્રી જિનમન્દિરાદિ પ્રત્યે ભક્તિ નથી, તેના હૈયામાં શ્રાવક-શ્રાવિકા પ્રત્યે, શ્રાવક–શ્રાવિકા તરીકેની ભક્તિ હૈાય જ નહિ. એ લાકા તો, આ નિમિત્તે ય, પેાતાના હૈયામાં રહેલા ધર્મ પ્રત્યેના દ્વેષને જ વ્યક્ત કરે છે. એવાએ ગમે તેમ ખેલે, પણ તમે તમારા કર્ત્તવ્યને ચૂકી શકે નહિ. સાધુએ ઉપદેશ આપી શકે અને સાધુએ અવસરચિત રીતિએ શાસ્ત્રાનુસારી ઉપદેશ આપે પણ ખરા, પરન્તુ સાધુઓના અવસાચિત અને શાસ્ત્રાનુસારી ઉપદેશના યેાગે પણુ, જો બીજાઓને જોઈતું પરિણામ ન આવે, તે તેઓ અજ્ઞાનપણે સાધુએમાં દયા નથી–એમે ય કહી દે. આવા કપરા કાળમાં, આવી કાઈ પણ ખાખતને લક્ષ્યમાં લીધા વિના, જૈનો જીવી જાય—એવું તા કરી છૂટવું જ જોઇએ. આ કામને હાથ ધરનારાઓએ, પહેલાં કદી પણ એમ પૂછવું નહિ કે–‘ પૂજા કરે છે ?' પણુ ‘જૈન છે કે નહિ '–એટલું જ જોવું અને જૈન હાય તે એ જીવી જાય એવી સહાય કરવી. સહાય કર્યા પછીથી આઠ–દશ દિવસ બાદ અવસરે પૂજાનું પૂછશેા, તા એ જો પૂજા નહિ કરતા હાય તે નીચું જોશે અને પ્રાયઃ પૂજા કરતા થઈ જશે. તમને તેા માત્ર સંપત્તિ ઘટવાના ભય છે, પણ ભૂખ્યાને તે ભૂખે મરી જવાના ભય છેઃ ૧૫૪ મને તે ખાત્રી છે કે—આવા નખળા કાળમાં પણુ જૈનાને સાચવી શકે—એવા નખીરા, હજુ પણ આ જૈન સમાજમાં જીવે છે; પણ એમનામાં ઉદારતા આવે અને પેાતાનાં સાધમિક ભાઈ–બેનેાને માટે લાગણી જન્મે, તેા કામ થાય ને? Page #172 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૫૫ જૈન ભાઈ-એના દુઃખી હોય, છતાં પૈસા તીજોરીમાં જ પડચા રહે તેા સારૂં, એવું કેાને લાગે ? તમારા પૈસા તમારાં છેકરાં જ ખાય, નહિ તે મરતાં તમારી પથારીમાં નાખે તે સારૂં, એમ લાગ્યું છે ? આજે સુખી નેાના મનમાંથી એ નીકળી ગયું છે કે-આખા જૈન સમાજનાં છેકરાં, એ પણ અમારાં છેકરાં છે.’ સાધર્મિક તેા સગા છેકરા કરતાં ય વધારે લાગવા જોઈએ, જ્યારે ઘણે ભાગે હું ને મારાં છેકરાં સિવાય પ્રાયઃ લાંબે વિચાર નથી. આજે તે વ્યવહારમાં પણ જરા આઘેના સંબંધી માટે ય ઘસાવાની તૈયારી બહુ ઓછાની છે. આવાં કામેામાં, સુખી સામે જ આંખ જાય ને ? કેમ કે–એ મનમાં લે, તેા કામ થાય. આજે આ વિષેને ઘાંઘાટ એટલે બધા વધી ગયા છે કે–અમારી પાસે આવી વાતા વારંવાર આવે છે. દરેક ધર્મકાર્ય પ્રસંગે, આ વાત હાય જ છે. આ વસ્તુ એવી છે કે–અવસર ચેાગ્ય અને શક્તિ અનુસાર કર્યા વિના, ધર્મ દીપે નહિ. જ્યાં સુખી માણસા ધર્મ કરવાને એકઠા થયા હોય, ત્યાં સાધર્મિકા દુઃખી છે એ વાત, અમારા કાને આવે જ શાની ? અસલ તા, આખા શહેરમાં કેાઈ રોટલા માટે દુઃખી નહિ જોઇએ. ધર્મ કરવાને એકઠા થયેલા સુખી માણસા, દુઃખી માણસાને સુખી કર્યાં વિના રહે નહિ. આજે સુખી ગણાતાનું એટલું ગજું નથી. સુખી માણસે પણુ, મહાર જેટલા સુખી ગણાય છે, તેટલા અંદરખાને સુખી નથી. કહે છે કે—સરકારની પ્રથા વગેરે એવું છે કે—આજે સુખી ગણાતાઓ પણ હુ માલદાર રહ્યા નથી. આવક ઉપર મોટા અકુશે આવી ગયા છે, આવકનાં વહેતાં વહેણુ અટકી ગયાં છે કે છીછરાં થઇ ગયાં છે અને એથી, જે સુખી છે, તેમના મનમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ચાર ગતિનાં કારણે પણ ભય પેસી ગયા છે. આવકનું વહેણ ચાલુ હોય તે વધારે ઉદારતાથી કામ થાય, પરંતુ આજે એ વિચાર કરવા જે છે કે-ભૂખને ભય, એ બધા કરતાં મોટે ભય છે. તમને તે માત્ર સંપત્તિ ઘટવાને ભય છે, જ્યારે ભૂખ્યાને તે ભૂખે મરી જવાનો ભય છે. એ ભય પાસે, તમારા ભયની કાંઈ કિંમત નથી. આથી નકકી કરે કે–તમારાથી શક્ય હોય ત્યાં સુધી તમે જે ક્ષેત્રમાં છે, તે ક્ષેત્રમાં તે, કઈ જ ભૂખ્યો નહિ રહેવો જોઈએ. તેમાં ય, તમારે મન, તમારાં સાધર્મિક ભાઈ-બને તે પહેલાં જ હેય ને? એટલે, કાંઈક યોજનાપૂર્વક જે આ વિચાર થઈ જાય, તે આપણે ધર્મ એવા સુન્દર પ્રકારે થઈ જાય કે-આ ધર્મની આરાધના જીવનભર યાદ રહી જાય. કદાચ આ કામ કરવામાં મુડીને ઘસારે લાગશે, પણ તેમાં ચિન્તા કરવા જેવું શું છે? “ઘસારે લાગીને પણ ભાઈને માટે લાગતો હોય, તે તે ભેગવી લેવાની સાધર્મિક તરીકે મારી ફરજ છે”-એમ તમારે સમજવું જોઈએ. ઉપદેશથી આગળ વધવું, એ મને વ્યાજબી લાગતું નથી. સેનાની જાળ પાણીમાં નાખવાની ભૂલ કેણ કરે ? પણ તમે આટલી વાતમાં ઘણું સમજી જાવ, એવા છે ને? દરેકે દરેક જૈનના હૈયામાં, શ્રી જિનને માનનાર જૈન, કમથી કમ રટલે દુઃખી તો નહિ જ હોવું જોઈએ, એવું અભિમાન અવશ્ય હોવું જોઈએ “આપણે સુખી હોઈએ અને આપણને કેઈએમ કહે કે-જેનેને ભૂખે મરવાને વખત આવ્યા છે; ત્યારે આપણું હૈયું ચીરાઈ જતું હોય એવું આપણે જૈન હોઈએ તે આપણને લાગ્યા વિના રહે નહિ.”—આવી મનેદશા જેમાં હોય, તે તે સ્વાભાવિક ગણાય. Page #174 -------------------------------------------------------------------------- ________________ [ ૩ ] મનુષ્યભવ આદિ જે સામગ્રી મળી છે, તે મળ્યાના આનંદ કેવા પ્રકારના છે ? પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે–ભગવાન શ્રી અહિન્તદેવાએ અને ગણધરદેવા આદિ મહાપુરૂષાએ, કષાચેાથી અને ઈન્દ્રિયાથી જીતાએલા આત્માને જ સસાર કહ્યો છે અને એના એ જ આત્મા જ્યારે કષાયાના અને ઇન્દ્રિચેાના વિજેતા અને, ત્યારે એનું નામ મેાક્ષ છે, એમ પણ એ તારકાએ ક્રમાવ્યું છે. અત્યાર સુધીમાં અનન્તા આત્માએ પેાતાના કષાયા ઉપર અને પેાતાની ઇન્દ્રિચા ઉપર સંપૂર્ણપણે વિજય મેળવીને, કષાયેાથી અને ઈન્દ્રિયાથી સર્વથા મુક્ત અન્યા થકા શ્રી સિદ્ધિપદને પામ્યા છે, કે જે તારકાને આપણે રાજ ‘ નમે। સિદ્ધાણું ’ ખેાલીને નમસ્કાર કરીએ છીએ. આથી, આપણે માટે એ વાત નવી નથી કે–આત્માના સંસાર કાને કહેવાય અને આત્માના મેાક્ષ કાને કહેવાય. આ વાતના આપણે વિચાર કરીએ, તો આપણને લાગે કે–અનન્તા આત્માએ શ્રી સિદ્ધિપદને પામ્યા અને આપણે હજુ સંસારમાં રખડીએ છીએ, કેમ કે-આપણે હજી કાયા ઉપર અને ઈન્દ્રિયા ઉપર વિજય મેળવી શકયા નથી. જે દિવસે આપણે આપણા કષાયે! અને આપણી ઇન્દ્રિયા ઉપર ખરાબર વિજય મેળવી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચાર ગતિનાં કારણા શકીએ, તે દિ' મેાક્ષ આપણાથી દૂર નથી, કેમ કે આપણે જ મોક્ષ છીએ. આપણને આવી સમજ છે, એટલે જ આપને આ મનુષ્યભવ આદિ જે સામગ્રી મળી છે, તેથી આનંદ થાય છે. મનુષ્યભવ, તે ય આર્ય દેશમાં મળ્યો અને જૈન કુળ જેવું ઉત્તમ કુળ મળ્યું, આ વગેરે સામગ્રી આપણને મળી, તેને આપણને જે આનંદ થાય છે, તે એટલા જ માટે થાય છે ને કે–અહીં આપણને, ઈન્દ્રિયાને તથા કષાયાને જીતવાથી મેક્ષ મળે છે એ વાત સાંભળવાને મળે છે; એટલું જ નહિ, પણ આ ભવમાં આપણે જો ધારીએ, તેા ક્ક્ષાયે। ઉપર તથા ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાના સારામાં સારી રીતિએ પ્રયત્ન કરી શકીએ તેમ છીએ ? કષાયેા ઉપર તથા ઈન્દ્રિયા ઉપર વિજય મેળવવાથી મેાક્ષ મળે છે એવું સાંભળવાનું તા, દૈવાહિકને પણ મળી શકે છે; પણ સાંભળેલાને આચરવાની જે જોગવાઇ જોઈ એ, તે તેમને મળી નથી; જ્યારે આપણને તે જેમ સાંભળવાની સામગ્રી મળી છે, તેમ મન થાય તેા એ સાંભળેલાને સારી રીતિએ આચરવાની સામગ્રી પણ મળી છે; તેથી જ, આપણને આ મંનુષ્યભવ આદિ સામગ્રી મળી છે, તેના આનંદ થાય છે ને ? ઈન્દ્રિયાની અને કષાયાની આધીનતાને જે રાખે, તે સંસારમાં રૂલે અને જે એના સામને કરે, તે એના ઉપર વિજયી બનીને, ખૂદ મોક્ષ અને ઈન્દ્રિયા તથા કષાયાની આધીનતાના સામના કરીને, એના ઉપરવિજય મેળવવાને માટે જે કાંઈ આચરવાની જરૂર છે, તે આચરવામાં સર્વથી વધારે અનુકૂળ અને—એવી, આ મનુષ્યભવાદિ સામગ્રી છે ને ? અને, એ પ્રકારના આચરણમાં આ સામગ્રી સર્વથી વધુ ઉપયાગી છે, એ માટે જ આપણને આ મનુષ્ય Page #176 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૫૯ ભવાદિ સામગ્રી મળ્યાને આનંદ છે ને? આપણે આપણા પૂર્વકૃત પુણ્યના વશથી એવી જગ્યાએ જન્મી ગયા છીએ કેઆ મનુષ્યભવાદિ સામગ્રી શા માટે પ્રશંસાપાત્ર છે, એ આપણને સાંભળવા મળ્યું છે અને આપણે જે આ મનુષ્યભવાદિની પ્રાપ્તિની સફલતાને સાધવાને ઈચ્છીએ, તે આપણે આપણને મળેલી મનુષ્યભવાદિ સામગ્રીની સફળતાને સારી રીતિએ સાધી શકીએ તેવી સામગ્રી પણ આપણને મળી છે, એ માટે જ આપણને આ બધી સામગ્રી મળી, તેને આનંદ છે ને ? આપણે એવા પુણ્યશાલી છીએ કે-મનુષ્યભવને પામવા છતાં ય, જે વાત ઘણાઓને સાંભળવા મળતી નથી, તે મોક્ષની અને મોક્ષને સાધવાના ઉપાયની વાત, આપણને વગર પ્રયત્ન સાંભળવા મળી ગઈ છે; અનાર્ય દેશમાં મનુષ્યભવ મળ્યો હેત, તે આ વાત સાંભળવાને મળત નહિ; આર્ય દેશમાં પણ એવા ઘણા મનુષ્યો છે કે–એમને આ વાત સાંભળવાની સામગ્રી મળી નથી, જ્યારે આપણને તે આ વાત સાંભળવાને પણ મળી છે અને મન થઈ જાય તો આપણે મોક્ષમાર્ગની સારી રીતિએ આરાધના કરી શકીએ, એવી સામગ્રી પણ આપણને મળી છે. આ વાત સાંભળવાને મળે–એવું પુણ્ય હેય, મનુષ્યભવાદિ સામગ્રી પણ હોય, પણ કાણા, બહેરા, બોબડા, લંગડા વગેરે હોઈએ, તો એ પણ આરાધનાને માટે જરૂરી સામગ્રીની ખામી ગણાય. આપણે તે, બધી રીતિએ પુણ્યશાળી છીએ કે–આ સાંભળવાની સામગ્રી પણ મળી છે અને મન થઈ જાય તો આરાધવાની સામગ્રી પણ મળી છે. આનો જ, આપણા હૈયામાં આનન્દ છે ને? સ. આ બધું મળ્યું છે અને આનંદ તો છે, પણ તે આ પ્રકા રને નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ચાર ગતિનાં કારણે જે આ પ્રકારને હૈયામાં આનન્દ નથી અને આથી ઊલટા પ્રકારને જ હૈયામાં જે આનન્દ છે, તે એને અર્થ એ થાય છે કે-આ બધી સામગ્રી આપણને આપણા પુણ્યથી મળી છે-એમ સાંભળતાં આપણને જે આનન્દ થાય છે, તે આપણો આનન્દ ઉદય–ભાવના ઘરને છે, પણ ક્ષપશમભાવને નથી; કર્મના ઘરને એ આનન્દ છે, પણ એ આનન્દ આત્માના ઘરને નથી. કર્મના ઘરને આનન્દ તે, કર્મબન્ધ જ કરાવે ને? મનુષ્યભવમાં જન્મીને ઈચ્છા મુજબ જીવવાને માટે તમે - કેટકેટલાં પાપે કર્યા છે? જે જન્મ તરીકે જ વિચાર કરીએ, તે મનુષ્યજન્મ એ પણ દુઃખનું જ નિમિત્ત છે. મનુષ્ય જન્મ પણ જન્મ તરીકે દુઃખનું જ નિમિત્ત હોવા છતાં પણ, જ્ઞાનિઓએ મનુષ્યપણાને માટે “સુલબ્ધ” એમ કેમ કહ્યું? મનુષ્યજન્મ મળ્યો, એટલા માત્રથી જ “સુલબ્ધ” એમ નહિ. મનુષ્યપણને “સુલબ્ધ કહેવા પાછળ, જ્ઞાનિઓને વિશિષ્ટ હેતુ છે. બાકી, જન્મમાં સુખ શું છે? જન્મની પીડા કાંઈ જેવી–તેવી હતી નથી અને જમ્યા એટલે જીવવાની કેટલી મોટી ઉપાધિ જમ્યા પછી જીવવાને માટે જરૂરીયાત કેટલી બધી ? એ માટે પાપ કેટલાં થાય છે? સઘળાં પાપનું મૂળ તે, જન્મ છે ને? જન્મ ન હેય, તે પાપ શાનું હોય ત્યારે શાસ્ત્ર જન્મને વખાણે કે અજન્માને વખાણે? જે જન્મમાં અજન્મા થવાની અથવા તે એ દિશામાં સારી રીતિએ આચરણ કરવાની સામગ્રી મળે, એ જન્મનાં, એ હેતુથી જ જ્ઞાનિએ વખાણ કરે ને ? બાકી Page #178 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૬ તે આપણે અત્યાર સુધીમાં કેટલીક વાર જમ્યા? અનંતી વાર. બીજા ભવાની વાત બાજુએ રાખીએ, પણ આ મનુષ્યભવમાં ય આપણે કદાચ અનંતી વાર જમ્યા હશું ને? એ બધા જન્મો, વખાણને પાત્ર કેમ બન્યા નહિ? જ્ઞાનિઓએ બધા જન્મોને કેમ વખાણ્યા નહિ? જે જન્મ મુક્તિ આપનાર બને અથવા મુક્તિની સાધનામાં આવશ્યક આચરણ સારી રીતિએ કરાવે, એ જ જન્મ વખાણવાને એગ્ય છે. કોઈ પણ જન્મ, જન્મ તરીકે વખાણને પાત્ર નથી. મુક્તિના હેતુથી જ જન્મ વખાણને પાત્ર બને છે. આપણા કાળમાં પણ, કેટલા ય આ જન્મને પામ્યા છે ને? તે શું એ બધાને જન્મ પ્રશંસાને પાત્ર છે?ના. તે આપણે જન્મ પ્રશંસાને પાત્ર કેમ? શું હેય, તે આપણે જન્મ પ્રશંસાને પાત્ર બને કહેવાય? આ મનુષ્યભવમાં જમ્યા પછી, તમે શું શું કર્યું છે? જન્મીને જીવવાને માટે અને તે ય અનુકૂળતાથી જીવવાને માટે, તમે કેટકેટલાં પાપ કર્યો છે? આપણે કરેલાં પાપ, જ્ઞાનિઓ સિવાય ભલે બીજા કેઈ ન પણ જાણતા હોય, પરંતુ આપણે કેટલાં કેટલાં અને કેવાં કેવા પાપ કર્યો છે, તે આપણે પિતે તે જાણીએ છીએ ને ? જીવવા માટે આ જન્મમાં પાપે તે કરવાં પડયાં, પણ પાપ કરવાં પડ્યાં અને પાપ કરવાં પડે છે, તેનું તમારે હૈયે દુઃખ તે છે ને? એમ તે થાય છે ને કે જે મારે જમવાનું જ ન હોત, તો મારે આ બધાં પાપે કરવાં પડત નહિ? જ્યારે એ વખત આવી લાગે, કે જ્યારે હું જન્મથી જ મુક્ત બની જાઉં?” શાસ્ત્ર કહે છે કે-જન્મ એ દુઃખનું કારણ છે, એમ જેને ન લાગે, તેને મુક્તિને ખપ ન હોય? એવાને માત્ર જીવવાનું અને તે પણ પોતે માનેલી રીતિએ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ચાર ગતિનાં કારણા સુખમાં જીવવાને ખપ હાય, એટલે પછી જીવવાને માટે એ જે કાંઇ જરૂરી લાગે તે કરતા હોય. અવસર આવી લાગે તા, એ મહાપાપે ય કરે. આ માટે, આપણે એવા વિચાર કરવાના છે કે આપણે આ મનુષ્યભવમાં જન્મી ગયા છીએ એ નક્કી છે અને અત્યાર સુધી જીવ્યા છીએ એટલે જીવવાને માટે આપણે અત્યાર સુધીમાં શું શું કર્યું છે, તે આપણે તા જાણીએ જ છીએ; અણસમજુ મટવા અને કાંઈક સમજી થયા, ત્યારથી આપણે આપણી ઈચ્છાનુસાર જીવવાને માટે શું શું કર્યું છે, તે આપણી જાણ બહાર તા નથી ને ? તેમાં, આપણા હાથે જે કાંઈ ખાટું થઈ ગયું હોય અને હજી પણ થતું હોય, તેનું આપણને દુઃખ ખરૂં કે નહિ ? એનું દુઃખ પણ ન હોય, તે સુધરવાના ઉપાય નથી. એનું દુ:ખ હૈયે હાય, તેા જ સુધરવાના ઉપાય છે. આપણે જન્મ્યા ને આટલાં વર્ષાં જીવ્યા, એ જીવવાને માટે જે પાપા કર્યાં અને જે પાપા કરવાં પડતાં હોય, તેનું દુઃખ થતું હોય અગર તેા સમજાવવામાં આવે તે હૈયે દુઃખ પેદા થવાની યાગ્યતા હોય, તે જ આપણને ઉપકારિઓ મચાવી શકે તેમ છે. જન્મ તરીકે મનુષ્યજન્મનાં વખાણ થયાં નથી : જ્ઞાનિએએ જન્મને દુઃખ રૂપ કહ્યો છે, છતાં પણુ મનુષ્યજન્મનાં વખાણ કર્યાં છે; તેા જન્મને દુઃખ રૂપ કહેનારા જ્ઞાનિએએ, મનુષ્યજન્મનાં વખાણ કેમ કર્યો* ? જ્ઞાનિએ મનુષ્યજન્મનાં જે વખાણ કર્યાં છે, તેના હેતુને સમજીએ નહિ, તા સારી વસ્તુ પામવા છતાં પણુ, એના ચેાગે મળવા જોઇતા લાભ, આપણે મેળવી શકીએ નહિ અને આવી સામગ્રી Page #180 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૧૬૩ ન મળી હાત, તાજે નુકશાન થવાની સંભાવના નહેાતી, તે નુકશાન આપણને કદાચ આવી સારી સામગ્રીના ચેાગમાં પણ થઈ જાય. જેમ દુર્ભાગને પેઢી એટલા માટે મળે કે એ માર્ગે એની પાયમાલી થવાની હોય. બાપનું નામ ડૂબાવવાને માટે, હાય તે પૈસા ખાવાને માટે અને ચિન્તામાં સળગ્યા કરવાને માટે દુર્ભાગને પેઢી મળે, એમ પણ બને ને ? સુખે નોકરી કરનારા અને સારી રીતિએ પોતાનો તથા પેાતાના કુટુંબના નિર્વાહ કરનારા, કષાયને વશ બનીને શેઠ થવા ગયા, તા આજે પેાતે પણ રીખાય છે અને એના કુટુંબની રીબામણના ચ પાર નથી. પેઢી એટલે કેટલી ચિન્તા ? પેઢી કમાણીનું ઉત્તમ સાધન ખરું, પણ તે કેને માટે? સ૦ આશા સૌને સરખી તે? આશાથી બધા પેઢી ખેાલે, તેા શું થાય ? જે નિર્વાંગી હોય, તે દુઃખમાં જ ડૂબી જાય ને? એવની જેમ પેઢી ખેાલનારનાં, આજે આંતરડાં પણ ખવાઇ જાય છે. જેમની સહાય લઇને પેઢી ખેાલી અને પેઢીને ચલાવવાને માટે જેમની સહાય લીધી, તે લેણદારો જીવ ખાઈ જાય છે. હોય તે માલની ખપત નથી, બીજો માલ લાવી શકાતા નથી, વકરામાંથી ઘરનું ખર્ચે ય નીકળતું નથી, માલમાં એવા ભરાઈ જાય છે કે-લેવાના દેવા થાય અને માગનારા હેરાન હેરાન કરી મૂકે. એવાએ આજે કહે છે કે-આજે અમે જીવવા જોગા પણ નથી રહ્યા અને મરવા જોગા પણ નથી રહ્યા. અમે ખરાખખસ્ત થઈ ગયા અને કુટુંબે ય પાયમાલ થઇ ગયું. નાકરી સાચવી રાખી હોત અને પેઢી ખેાલવાની બેવકૂફી ન કરી હાત, તે અમારી આ હાલત થાત નહિ !' તેમ, મનુષ્યજન્મ અહુ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ચાર ગતિનાં કારણે સારે છે, પણ તે જન્મ તરીકે સારે છે એમ નથી. મનુષ્યજન્મનાં વખાણ, એ જન્મ તરીકે વખાણ નથી, પણ એની પાછળ જ્ઞાનિઓને ભેટે આશય છે. મનુષ્ય તરીકે જન્મ્યા તેમાં દુઃખ વેઠવું પડ્યું અને પછી અત્યાર સુધી જીવ્યા કેવી રીતિએ? તમે તમારી ઈચ્છાનુસાર જીવવાને માટે પાપ કેટકેટલાં કર્યા, તે તે જાણે છે ને? જન્મમાં દુઃખ અને જીવવાને માટે પાપનું આચરણ, છતાં આ મનુષ્યજન્મ સારે શી રીતિએ? તમે વિચારે કે-આપણે જે જમ્યા જ ન હતા તે પાપથી જીવવાની ઉપાધિ હેત નહિ ને ? સ૦ જન્મી તે ગયા, એટલે જીવવાને માટે પાપ તે કરવાં પડે ને ? “ પાપ કર્યા વિના પણ જીવી શકાય એવો રસ્તો છે. જી, પણ પાપ ન થાય એવી રીતિએ જીવે, એમ આ શાસન કહે છે. પાપ વગર પણ કેમ જીવી શકાય-એ માર્ગ આપીને જ, આ શાસને “આ જીવન પાપ કરીને જીવવાને માટે નથી” –એવી વાત કરી છે. જીવવાને માટે ઘણું પાપ કરવું પડે છે, તે ખરાબ છે –એ વાત જેને હૈયે બેઠી હોય અથવા જેને આ વાત સાંભળતાં સાંભળતાં પણ, જીવવાને માટે જે પાપ કરવાં પડે છે તે ડંખે અને પાપથી છૂટવાનું મન થઈ જાય, તેને જ આ માર્ગ જ. જીવવાને માટે ય કરવાં પડતાં પાપ જેને ડંખે નહિ, તેને ચાંલ્લે શેભે નહિ ? જીવવાને માટે તમે કેટકેટલાં પાપ કરે છે? જીવવાને માટે, જીવાય ત્યાં સુધી તમે માની લીધેલું સુખ ભેગવવાને માટે, Page #182 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૬૫ અને પાછળ પણ સુખ મૂકી જવાની ઈચ્છાથી, તમે કેટકેટલાં પાપ આચરે છે? ઘણાં જ. એનું દુઃખ થાય છે કે નહિ ? જીવવા માટે પાપ ન કરવું પડે તે સારું, એમ તો થાય છે ને? માની લઈએ કે-જીવવાને માટે પાપ કર્યા વિના છૂટકે નથી–એમ લાગ્યું છે, માટે અત્યાર સુધી પાપ કર્યા, પરંતુ મનુષ્યજન્મ એ પાપથી જીવવાને માટે નથી, પણ પાપને ત્યાગ કરવાને માટે જ મનુષ્યજન્મ છે –એવું સાંભળ્યા અને સમજ્યા પછીથી ય, જીવવાને માટે જે પાપ કરવાં પડ્યાં અને હજી જે પાપ કરવાં પડે છે, તેનું દુઃખ થાય છે કે નહિ ? તમે જૈન છે, એટલે તમને કરવાં પડતાં પાપ ડખે નહિ, એમ તો બને જ નહિ ને? તમારો ચાંલ્લો પણ કહે છે કે-આને જીવવાને માટે ય કરવાં પડતાં પાપ ડંખે છે. જેને પાપ ડંખતાં ન હોય, તેને આ ચાંલ્લો શેભે નહિ. દુનિયામાં જે કઈ ચેરી, બદમાશી વગેરે કરે છે, તે જીવવાને માટે જ કરે છે ને? જીવવાને માટે જેઓ ચોરી વગેરે કરતા હોય, તેઓને તમે સારી દષ્ટિએ જુઓ છો ને ? ના, તે કેમ નહિ? પોતાની ઈચ્છાનુસાર જીવવાને માટે, એને પૈસાની જરૂર હતી; મહેનત કરવા છતાં પણ એને જે જોઈતું હતું તે મળ્યું નહિ; જરૂરી પૈિસા વગેરે મેળવવાની બીજી કઈ ખાસ આવડત, એનામાં હતી નહિ; શરીરે સશક્ત હતો અને ચેરી કરવાની આવડત હતી; એને થયું કે મારે જે જોઈએ છે, તે ચોરી કર્યા વિના મળે તેમ નથી. માટે એને તક મળી, તે એણે કોઈનું ઘર ફાડ્યું. આવું કઈ કરે, તે તેમાં વધે નહિ ને? તમે કહો છે કે–જીવવાને માટે પાપ કર્યા વિના ચાલે નહિ; જીવવાને માટે પાપ કરવામાં વધે નહિ; તે ચેર, લૂંટાર વગેરે જીવવાને Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ચાર ગતિનાં કારણો માટે તેમને જેવું સૂઝે અને જેવું આવડે તેવું પાપ કરે, તે તેમાં વાંધો નહિ ને ? તમારે સારા નસીબે રહેવાને ઘર છે, આવકનું સાધન છે, મટી ચેરીઓ વગેરે કર્યા વિના પણ તમને જોઈતું મળી રહે છે, માટે તમે તેવાં કામ નથી કર્યા પણ પેલાને ઘરબાર કે તમારા જેવું સાધન નથી, એટલે એ જીવવાને માટે ચેરી વગેરે કરે છે, તે વાંધે છે ? પેલાને મા-બાપ વગેરે એવાં મળ્યાં કે–એને બીજું કઈ સારું શિક્ષણ મળ્યું નહિ અને ચારી વગેરે કરવાનું શિક્ષણ મળ્યું, એટલે જીવવાને માટે એણે ચોરી વગેરે કરવા માંડયું, તો તમારા મતે તે જીવવાને માટે એ પણ થાય ને? સ, એ ન થાય. કેમ ન થાય? જરા વિચાર કરે. “પાપ કરવું જરૂરી લાગે અને “પાપ કરવા જેવું નથી” એમ લાગે, તેમાં ભેદ છે. જીવવાને માટે, પાપ તે પાપ, પણ તે કરવું જ જોઈએ, આવું માનનારે, કયું પાપ ન કરે ? જેને માટે તક ન હોય, તે જ પાપ એ કરે નહિ ને? પાપ કરવા છતાં પણ, જેને પાપ ડંખે છે, તે તે પાપથી બચવા પ્રયત્ન કર્યા વિના રહે નહિ અને પાપથી બચવાનો પ્રયત્ન કરવા છતાં પણ જે પાપથી એ બચી શકે નહિ, તે પાપને માટે એ એમ પણ કહી શકે કે–પાપને આચર્યા વિના જીવાય તેમ નથી, પણ જીવવાને માટે અનીતિ આદિ મેટાં પાપે તે નહિ જ કરવાં જોઈએ!” બાકી, આ જીવનમાં જીવવાને માટે પાપ કરવામાં જેને વાંધો નથી લાગતું, તેને ચેરી વગેરે કરનારને માટે પણ, વધે લેવાને શે હક્ક છે? સ, પિલાનાં પાપ પ્રગટ થાય છે, એટલે એને ધિક્કારવામાં આવે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૬૭ એટલે, જેનાં પાપને જે જાણે, તે તેને ધિક્કારે તે એમાં વાંધો નહિ ને? તમારાં જે પાપને બીજાઓ પ્રગટપણે જાણે, તે બધા તમને ધિક્કારવા માંડે, તે તમે શું કહે ? તમારાં પાપ અમારી જાણમાં આવી જાય, તો અમે પણ તમને ધિક્કારીએ જ ને ? અમે એવી ભૂલ કરીએ નહિ, પણ એવું કઈ સાધુ કરી બેસે, તે તમને એમાં ખોટું તે લાગે નહિ ને? એવા વખતે તમે શું કરે, એ તો કહે ! તમારું ચાલે તે તમે મહારાજને બોલતા બંધ કરી દેવાને મળે અને તેમ બને એવું ન હોય, તે તમે અહીં આવતા બંધ થઈ જાવ અને બહાર પ્રચાર કર્યા કરો કે “મહારાજને કશી ગમ જ નથી કે શું બેલાય અને કેમ બેલાય?” જે કૃત્યને માટે તમને બીજાને ધિક્કારવા ગમે છે, એવાં જ તમારાં કૃત્યને માટે કે એથી પણ ભયંકર એવાં તમારાં કૃત્યોને માટે પણ જે કઈ તમને ધિકકારે, તે એ તમને ગમતું નથી ! માટે, ધિક્કારવું, એ સારું તે નહિ જ ને ? જેને આ જન્મની મહત્તા શાથી છે, તે બરાબર સમજાઈ જાય, તેને તો પાપ કરનારની દયા આવે. પાપ કરનારને પાપથી છોડાવવાનું મન થાય, પણ પાપ માટે પાપ કરનારને નિવિવેકપણે ધિક્કારવાનું મન થાય નહિ. એને, એ વાતનું પણ ભાન હોય કે–પાપથી બચીને જીવવું, એ કેટલું બધું મુશ્કેલ છે? પાપ વગર જીવી શકાય એ આ ભવ છેઃ અનન્તાનન્ત જ્ઞાનિઓએ જોયું કે આ મનુષ્યજન્મ એ એક જ જન્મ એ છે, કે જેને પામીને યોગ્ય સામગ્રી મળતાં જીવ, સર્વથા પાપરહિત જીવનને પણ જીવી શકે છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચાર ગતિનાં કારણો સર્વથા પાપરહિત જીવનને જીવવું, એ શક્ય છે તે એક મનુષ્યજન્મમાં જ શક્ય છે. બીજા કોઈ પણ જન્મમાં સર્વથા પાપરહિતપણે જીવવું, એ શક્ય જ નથી.” ચાર ગતિઓ-દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી–એમાં ઉંચાં સ્થાન બે ગણાય; દેવનું અને મનુષ્યનું; પરન્તુ, દેવભવને પામેલા આત્માઓ, ધારે તે ય એમનાથી સર્વથા પાપ વગર જીવી શકાય એવી સામગ્રી જ એ ભવમાં નથી, જ્યારે આ એક મનુષ્યભવ એ છે કે-આ ભવમાં પાપ વગર પણ જીવી શકાય. અહીં સામગ્રી એવી કે-જે માણસ ધારે અને ભવિતવ્યતાદિને સુગ હોય, તે માણસ બહુ ખૂશીથી પાપ વગર જીવી શકે. રસેઈનું પાપ કરતાં ય તમારી સ્ત્રીઓને થાય કે-“રસેઈનું પાપ કરવાને માટે આ જીવન નથી. આ જીવન તે સંયમની સાધનાને માટે છે અને સંયમની સાધનાને માટે આ જીવનને નિર્દોષ ભિક્ષાથી નિર્વાહ કરે, એ જ વ્યાજબી છે. એ બાઈ રઈ કરે નહિ-એમ નહિ, પણ રસંઈકરતે કરતે પણ જેટલાં પાપોથી બચી શકાય તેમ હોય, તેટલાં પાપથી બચવાની એ કાળજી રાખે. કેઈ પણ ચીજ લે–મૂકે છે તે પૂજીને લે અને પૂજીને મૂકે. ચૂલ-સઘડી સળગાવતાં પહેલાં, તેના ઉપર કે તેની આજુબાજુ ક્યાંય જીવજંતુ છે કે નહિ, તે પણ જોઈ લે અને પછી પૂજે પણ ખરી. લાકડું કે કેલસે પણ એમ ને એમ ન મૂકે. વાસી, દ્વિદલ આદિ ન થઈ જાય, તેની કાળજી પણ રાખે. આમ પાપથી બચવાના બનતા ઉપાયે કરે અને મનમાં એ જ ચિન્તવે કે હું ભગવાને કહેલા ધર્મમાર્ગની એકાતે આરાધના કરનારી બની નથી, તેથી જ મારે આ પાપ કરવાં પડે છે. આવી બાઈઓના Page #186 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૬૯ ખોળે ઉછરતાં કરાં પણ, કેવાં સંસ્કારી બને ? સહ આજે તે આવું ભાગ્યે જ બને. દશા ઘણું બગડી ગઈ છે, એ ચક્કસ વાત છે, પણ હવે ય સુધારો કરે છે કે નહિ ? આ સુધારે ક્યારે થાય ? એ વિચાર આવે કે-જન્મને કદી પણ નહિ વખાણનારા અને અજન્મા બનવાને જ સદાને માટે ઉપદેશ દેનારા જ્ઞાનિઓએ, આ મનુષ્યજન્મને કેમ વખાણું નાખે? તે કે-પાપરહિતપણે જીવવું હોય, તે આ એક જ મનુષ્યજન્મમાં પાપરહિતપણે જીવી શકાય તેમ છે, માટે જ આ જ્ઞાનિઓએ, આ મનુષ્યજન્મનાં વખાણ કર્યા છે!” આવા મનુષ્યજન્મને પામીને, જીવવાને માટે ય પાપ ન કરાય તે સારું અને પાપરહિતપણે જીવવાને જ પ્રયત્ન કરાય, એમ તે માને છે ને? પછી પાપ કરવું પડે અને કરે, પણ પાપ કરતાં છાતી ઘવાય ને ? “જે જન્મમાં પાપરહિતપણે જીવી શકાય તેમ છે અને એ માટે જ જે જન્મની મહત્તા છે, તેવા જન્મમાં પણ મારે પાપ કરીને જીવવું પડે છે!—એ વિચારથી, જીવવાને માટે પાપ કરતાં અને પાપ કર્યા પછી પણ છાતી ઘવાય ને ? સૌથી પહેલાં તે સર્વત્યાગને સર્વોત્તમ માર્ગ જ બતાવાય? પિષાતી વગેરેએ આ વાતને બરાબર જવાબ દેવે પડશે. સામાન્ય રીતિએ, બીજાઓ કરતાં એમની લાયકાત વધારે ગણાય. બીજાઓ કરતાં પોષાતી કાંઈક સારું સમજ્યા છે અથવા તે જે સમજ્યા છે તેને આચરણમાં ઉતારવાને તેમને પ્રયત્ન છે, એટલે એમની લાયકાત વધારે ગણાય. ૧ સ0 લાયકાત વધારે ? Page #187 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણે તેમણે આજે જે વેષ પહેર્યાં છે, તે ચેાગ્ય સમજીને પહેર્યાં છે, એમ સમજીને વાત થાય છે ને ? ગૃહસ્થવેષમાં પાપ લાગ્યું, માટે આજ પૂરતા પણ અહીં આવ્યા ને ? એ તજવા ચેાગ્ય છે અને કરવા ચાગ્ય આ જ છે; હંમેશને માટે એને ત્યાગ નથી થઈ શકતા, પણ મનમાં તે એમ જ છે કે-કયારે એના હંમેશને માટે ત્યાગ થઈ શકે; એ માટે પર્વદિવસેાએ ત્યાગ કરવાના પ્રયત્ન કરેા છે, એમ માની લઉં ને ? જે વેષ પાપ કરાવનાર હોય, તે વેષ તરફ કેટલા બધા તિરસ્કાર હોય, માનવજન્મના ધણીને એ વેષમાં રહેવું પડે, એથી એનું હૈયું સળગતું હોય ને ? વિવેકી એનું ચાલે ત્યાં સુધી તે પાપ કરે નહિ અને પાપ કરવું પડે તે આઘાત થાય, એનું હૈયું કંપે, એને જ હૈયું સળગતું કહેવાય. આ જન્મ એવા છે કે-માણસ ધારે તે પાપ કર્યા વિના જીવી શકે અને પાપ કર્યા વિના જીવીને પાપના ક્ષય સાધવાથી જ મેાક્ષ મળે છે. જે આ સમજે, તેને એમ જરૂર લાગે કે-માનવજન્મ પાપ કરીને જીવવાને માટે નથી. આ વાત જેના હૈયે બેઠી હય, તે કક્દાચ પાપના પૂર ત્યાગી ન પણુ ખની શકે, તેા પણ એના જીવનના ઢાળ કયી દિશાએ હોય ? સામાયિક, પાષધ, પ્રતિક્રમણાદિ જે કાંઈ એ કરે, તે પાપના સર્વેથા ત્યાગ કરીને જીવાય, એવું જીવન મેળવવાને માટે જ એ કરે ને ? ૧૭૦ સ વાત બહુ ઉંચી. શ્રી જૈન શાસનમાં આ જ સામાન્ય વાત છે. સ૦ કહેશે કે—મહારાજ દીક્ષાની જ વાત કરે છે. એ વાત કરૂં, તે તેમાં નવાઈ પણ શી છે ? જેની પાસે જે Page #188 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૧૭૧ સારું હોય, તે તે જ બતાવે ને ? સારા ઝવેરીને સારે ઘરાક મળે, તે ઝવેરી એને કેક માલ બતાવે ? પિતાની પાસે એક એકથી ભારે હીરા-મોતી વગેરે હોય, પણ ગ્રાહકને સૌથી ભારે હીરો ખરીદવાનું મન કરાવવાનો પ્રયત્ન તો એ કરે ને? પછી, ઘરાક ભારેની ખરીદ કરી શકે તેમ ન હોય, તે એક એકથી ઉતરતા વળ બતાવવા માંડે, પણ ઝવેરી બતાવે તો ઝવેરાત જ ને? તેમ, અમે પણ, સૌથી પહેલાં તે સર્વત્યાગનો સર્વોત્તમ માર્ગ જ બતાવીએ ને? અમે ત્યાગ ન બતાવીએ, તે શું ભેગ બતાવીએ? ભેગમાં સુખ હોત, તો અમે એને છેડત શું કરવાને? અમારું લિંગ પણ ત્યાગનું સૂચક જ છે ને ? સાધુને જોઈને જ, જેનારે સમજી જવું જોઈએ કે–આ આપે તો ત્યાગ જ આપે. તમને ત્યાગના માર્ગે દોરવાને માટે જ, આ વાત છે કે-જીવવાને માટે તમારે પાપ તે કરવું જ પડે છે, પણ જે પાપ કરવું પડે છે, તેનું તમને દુઃખ થાય છે કે નહિ ? અને હજુ સુધીમાં એવું દુઃખ ન થયું હોય, તે ય આ સાંભળતાં સાંભળતાં પણ એવું દુઃખ પેદા થવા જોગી તમારા હૈયામાં લાયકાત છે કે નહિ ? આ સિવાય, તરવાને શાસ્ત્રમાં કેઈ ઉપાય બતાવેલ નથી. પાપ તરફ અણગમો પેદા થયા વિના તરી શકાય, એ બનવાજોગ વસ્તુ જ નથી. ઘરમાં રહેવા છતાં પણ ખેંચાણ સાધુપણુ તરફ જ થયા કરવું જોઈએ? તમે તમારી બુદ્ધિને જરા કસીને વિચાર કરે કે–મનુષ્યજન્મ, એનાં વખાણ, જન્મને દુઃખનું કારણ માનનાર શાસ્ત્ર, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ચાર ગતિનાં કારણ શું કામ કરે? જે જન્મ્યા તે મરવાના, એમાં શંકા નથી. શ્રી તીર્થંકરદેવ થનારાએ પણ, જ્યાં સુધી જન્મ્યા ત્યાં સુધી અવશ્ય મર્યાં. એવું મરણુ જરૂર છે, કે જે મરણ પછીથી જન્મ ન હેાય; પણ એવા જન્મ એકેય નથી, કે જે જન્મ પછીથી મરણ ન હેાય. જે કાઇ જન્મ્યા, તે મરવાના, મરવાના ને મરવાના જ. આથી, આપણને મરણના ડર ન હેાય; ભય માત્ર જન્મવાના જ છે ને ? જન્મ્યા ન હોત, તેા કશી ઉપાધિ હતી ? જેઓ એવું મરે છે કે-મર્યા પછી જન્મે જ નહિ, તેઓ સદાને માટે પોતાના સ્વરૂપમાં રમણુ કરવા રૂપ અનંત સુખમાં હેર કર્યાં કરે છે. ‘નમો સિદ્ધાણું’ પદ દ્વારા આપણે રાજ એ તારકોને નમસ્કાર કરીએ છીએ. એ તારકાની અવિનાશી અને સુખમય અવસ્થા, એ આપણા આદર્શ છે. જૈનને તા, જો કાઇ જ્ઞાની કહે કે–હવે તારો જન્મ થવાના નથી’–તા એ વાતને સાંભળીને, અને ઉત્સવ ઉજવવાનું મન થાય. જે શાસનમાં આવી વાતા હોય, તે શાસનમાં મનુષ્યજન્મનાં વખાણ કરેલાં છે, તે આપણને એવા વિચાર ન થાય કે આ શાસને આ જન્મને વખાણ્યા કેમ ?’ કાઈ પણ જન્મમાં, જન્મરતિ બનવાની જીવની ઇચ્છા પૂરી થઈ શકે તેમ હોય, તેા તે ઇચ્છા આ મનુષ્યજન્મમાં જ પૂરી થઇ શકે એમ છે. એ માટે જ, આ મનુષ્યજન્મનાં, શાઓએ વખાણ કર્યા છે. જન્મરહિત અવસ્થાની પ્રાપ્તિ, એ આ જન્મ સિવાયના કાઇ પણ જન્મ દ્વારા થઈ શકતી નથી; એટલે જ, જન્મરહિત અવસ્થાને મેળવવાના માર્ગ દર્શાવનારાં શાસ્ત્રોએ, આ જન્મનાં વખાણ કર્યાં છે. જન્મરહિત અવસ્થાને પામવાને અંગે જ, આ જન્મનું મહત્ત્વ છે. આ વાત જેના હૈયે જચી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પહેલે ભાગ જાય, તેને જીવવાને માટે કદાચ પાપ કરવાં પણ પડે, તે ય એનું એને દુઃખ થયા વિના રહે નહિ. એક યા બીજી રીતિએ બંધાએલાં પાપના નિવારણ માટે, પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. સામાયિક શા માટે ? પાપ ઓછાં થાય, પાપને તજવાની વૃત્તિ સતેજ બને અને સમભાવના સાચા સુખને અનુભવ કરી શકાય, એ માટે સામાયિક છે. પૌષધ કરનારમાં પણ એ . ભાવ હવે જોઈએ કે–આમ તો આપણે પાપમાં જ જીવીએ છીએ, પણ બે-પાંચ તિથિ પાપથી બચીએ, એ માટે પૌષધ છે. આવું સમજીને કરે, તે આ પૌષધ, સામાયિકાદિ ખરેખરાં કિંમતી બને. “સંસારમાં રહેવું એ પાપ છે”-એમ જેને ન લાગતું હોય, તે પૌષધ કરવાને આવ્યો છે. શા માટે? કાં તો રૂઢિથી અને કાં તો વિપરીત ઈરાદાથી ને? જેનને તે માનવજીવનને પાપરહિતપણે જ જીવવાના મનોરથ હોય. એ પૌષધ કરે, તો ય એને યાદ આવે કે- આ પૌષધમાં પણ હજુ હું બધાં પાપોથી સર્વથા છૂટતો નથી. તમે કાંઈ આજની તારીખનું વ્યાજ છેડી દેવાના છો ? શ્રાવક સારામાં સારી રીતિએ પૌષધ કરે, તે ય એને પચ્ચખાણ “દુવિહં તિવિહેણનું અપાય, પણ “તિવિહં તિવિહેણું ”નું પચ્ચખાણ એને અપાય નહિ. કેમ? તમે આજે મૂકીને આવ્યા ખરા, પણ ત્યાંની વ્યવસ્થા કરીને આવેલા ને ? તમે સાધુની જેમ બધું મૂકીને તે નહિ આવેલા ને? આજે તમે અહીં છે, પણ ત્યાં તમારી પેઢી ચાલુ છે ને ? એમાં, આજે જે નફે થયો હોય કે નુકશાન થયું હોય, તેને જાણીને, એથી તમને આનંદ કે શક થવાને કે નહિ? ત્યાં થાય તે ન થાય, પણ નુકશાન થાય નહિ, એવી યોજના કરીને તમે અહીં બેઠા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ચાર ગતિનાં કારણે છે, માટે આનંદ છે ને? ત્યાંની વ્યવસ્થા બગડે, તે મારે ને એને કશે સંબંધ નથી-એમ મનમાં રહે કે એની અસર થાય? આ ખ્યાલ આવે, એટલે પોષાતીને સાધુપણું મહત્વનું લાગ્યા વિના રહે નહિ. પિસહ પાળીને એ ઘેર જાય ખરે, પણ ઘેર જવાનું એને ગમે નહિ. સાચા સુખને ખરે અનુભવ તે સાધુપણમાં જ થાય, એ પ્રકારના અનુભવની વૃત્તિને લઈને એ ઘેર જાય, એટલે એ ઘરમાં રહે તે ય એનું ચાણ સાધુપણા તરફ થયા કરે. “આ મનુષ્યજન્મની મિત પાપના ત્યાગને આભારી છે? એટલું ય સમજાઈ જાય તે“આ જન્મને ઉપયોગ, જન્મ ન થાય એવી કિયા કરવાને માટે છે અને એ માટે જ જ્ઞાનિઓએ આ જન્મને કિંમતી કહ્યો છે”—એ વાત ખ્યાલમાં હય, એટલે પાપ કરતાં હૈયું કંપ્યા વિના રહે નહિ. એને એમ થાય કે-“વેપાર કરવા, પેઢી ચલાવવા, ભેગ ભેગવવા વગેરેને માટે આ જન્મ નથી. આપણે જે કાંઈ સંસારનાં કાર્યો કરીએ છીએ, તે કાર્યો કરવાને માટે જ્ઞાનિઓએ આ જન્મની મહત્તા ગાઈનથી. જેનામાં આ સમજ આવે, તે ઘરનાં-સંસારનાં કામો ન જ કરે એમ નહિ, પણ આ સમજ હેય, તે જૈનના ઘરમાં બધાંને ઘરનાં કામ કરતાં એમ થાય કે-“શું કરું? સંસારને તજવાની શક્તિ નથી, માટે સંસારમાં રહેવું પડે છે અને સંસારમાં રહેવું પડે છે, માટે આ પાપ કરવાં પડે છે !' - સ૦ આ વાત સમજાય છે, પણ આપ કહો છો તેવું થતું નથી. હૈયાની સમજ વગરની સમજની કશી કિંમત નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૭૫ અણસમજુ સમજે અને એને અસર થાય, પણ જેની સમજ સાથે હૈયાને મેળ નથી, એને કશી અસર થાય નહિ. એને જે વાત કહીએ, તેમાં એ કહે કે–એ હું જાણું છું, સમજું છું; પણ એ વાત એના હૈયાને અડે નહિ અને એથી એને અસર થાય નહિ. આજે કેટલાક જાણકારે એવા પણ છે કે-વાત વાતમાં કહે કે-“એ મારી જાણમાં છે; તમે કહેતા હો તો તમે કહો તેને હું આ વાત સમજાવી શકું તેમ છું; આનું જેવું વિવેચન કરવું હોય તેવું વિવેચન હું કરી શકું તેમ છું.” પણ એવાઓને એની કશી જ અસર નહિ ! શાસ્ત્ર આમ કહે છે-એમ એ કહે, પણ “એ શાસ્ત્રની વાતે તારા હૈયાને શી અસર કરી?”-એમ પૂછીએ, તે પિોલ નીકળે. આવી સમજ લાભ ન કરે, કદાચ નુકશાન કરે; ભારે નુકશાન પણ કરે. બાકી જ્ઞાનિઓએ આ મનુધ્વજન્મની આટલી મોટી કિંમત ક્યા હેતુથી આંકી છે, એ વાત જે બરાબર સમજાઈ જાય, તે બાઈઓ રસોઈ કરતાં કરતાં અને તમે ધંધો કરતાં કરતાં પણ કર્મ ખપાવી શકે, એ પણ અશક્ય નથી. બાઈઓ રસેઈ આદિ કરતાં કરતાં અને તમે ધંધો આદિ કરતાં કરતાં, જ્યારે આ બધાં પાપથી છૂટીએ અને પાપરહિત અવસ્થાને પામીને આ જીવનને સફલ કરીએ”—એવી ભાવનામાં રમતા હે, તો એના ગે, પાપને કેટલે બધે અ૫ બંધ થાય અને કેટલી બધી કર્મનિર્જરા સધાય ? એ ભાવનાના પ્રતાપે, ઓઘે ઝટ મળે. એ ભાવનામાં રમતાં, ચારિત્રમોહનીય કર્મને ક્ષપશમ થાય અને વિરતિના પરિણામે આવે, એ પણ શક્ય છે. ચારિત્રમેહનીય કર્મ કઠિન હોય અને એથી કદાચ આ ભવમાં વિરતિના પરિણામો ન પણ આવે, તે પણ ભવાતરમાં આઠ વર્ષે ઓ મળે, એ શક્ય છે. માત્ર મનને Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ચાર ગતિનાં કારણો એવું કેળવવું જોઇએ કે મારે પાપથી સર્વથા વિરામ પામવું છે; મારે તા સાધુજીવન જ જીવવું છે.' સંસારમાં ખાઇઓને અને ભાઇઓને, માટે ભાગે તેા, આરંભ–સમારંભાદિનાં જ કાર્યો કરવાં પડે ને ? પરંતુ, એ માટે તા આ જન્મ નહિ ને ? શ્રાવક –શ્રાવિકા તા, આ વાતને સમજે જ ને ? આવી સમજણને પામેલી ખાઈ એ જીવવિચાર, નવ તત્ત્વાદિને ભણ્યા વિના રહે ખરી ? અને ભણેલી સમજી માઈ એ, રસેાડામાં પણ બાળકોને જીવવિચારાદિ શીખવી શકે ને ? પેઢી ઉપર બેઠાં બેઠાં પણ, તમે, છોકરાઓને ત્યાગી જીવનની પ્રેરણા આપી શકે ને ? જો એટલું જ હૈયે જચી જાય કે–આ મનુષ્યજન્મ પાપના સર્વથા ત્યાગ કરવાને માટેજ છે; આ મનુષ્યજન્મની કિંમત પાપના ત્યાગને જ આભારી છે, એમ જો લાગી જાય; તા બહુ ઓછી મહેનતે ઘણું કામ થઈ જાય. જેમ પેઢી ખેલે તે બહુ સાવચેત અની જાય છે, કારણ કે-એને ખ્યાલ હાય છે કે—કાળજી નહિ રાખીએ, તે પેઢીને ડૂલ થઈ જતાં વાર નહિ લાગે.' એથી પેઢી ખેાલ્યા બાદ, આળસુએ પણ ઉદ્યમી બની જાય છે અને રખડનારાએ પણ ઠેકાણે બેસતા થઇ જાય છે; તેમ આ જન્મ પાપ કરવાને માટે નથી, પણ અજન્મા બનવાના પ્રયત્ન કરવાને માટે આ જન્મ છે અને એ માટે પાપરહિતપણે જીવાય અને સંયમ સધાય એવી અવસ્થાને પામવાનું જ લક્ષ્ય રાખવું જોઈએ’–એવું જેને લાગે, તે સંસારને છેાડી શકે નહિ તેા ય, સંસારને તે રસપૂર્વક સેવે નહિ. સમજી દર્દી જેમ ન છૂટકે અપને સેવે, તેમ એ સંસારને સેવે. એની નજર, સાધુપણા તરફ જ હોય. સાધુને જોતાં જ, એને યાદ આવે કે-આ મહાત્મા જીવે છે, પણ 6 Page #194 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૭૭ પાપ કરતા નથી. આવા મહાત્માનાં આપણે દર્શન કરીએ, તો ય આપણાથી પાપથી છૂટાય. આ મહાત્માનું દર્શન પણ પાપથી છૂટવાની યાદ આપનારું છે.” સાધુનાં દર્શનાદિ કરતાં એને ખૂબ આનંદ આવે, કેમ કે–એને એમ થાય કે-આ સંસારમાં આવા સાધુઓ સિવાય કેઈ એ જીવ નથી, કે જે જીવ જીવે અને પાપ કરે નહિ! “શ્રી વીતરાગના સાધુ સિવાય, બીજે કઈ જ એ જીવ નથી, કે જે જીવે પણ પાપને અડવા દે નહિ અને માત્ર અજન્મા બનવાને જ પ્રયત્ન કર્યા કરે, માટે આવા મહાત્માઓ જ ખૂબ ખૂબ વન્દનીય છે–એમ માનીને જ, તમે “નમો આયરિયાણં' આદિ પાદોથી આચાર્યોને, ઉપાધ્યાયે અને સાધુઓને વન્દનાદિ કરે છે ને? પિતે સમજુ હેવાને દા કરનારાઓ પણ બીજાની વાતમાં કેવી મૂર્ખાઈ આચરે છે? જે આ સમજ નહિ આવે, તે તમને તમારી પિતાની એટલે આત્માની ય ભાવદયા નહિ આવે ને બીજા આત્માઓની ય ભાવદયા નહિ આવે. એ વિના, જગતના જી પર જે ભાવ રહે જોઈએ, તે ભાવ પણ નહિ રહે. એ વિના, પ્રશસ્યની પ્રશંસા અને નિન્જની નિન્દા કરતાં આવડશે નહિ. અરે, એ વિના બેલતાં ય આવડશે નહિ. બેલે ખરે, પણ તે પ્રાયઃ એવું કે-વિવેક મળે નહિ ! દુનિયામાં કહેવાય છે ને કે-મૂર્ખ માણસ વિવાહની વરસી કરી આવે, તેમ આનું બોલવું પણ પ્રાયઃ એવું હોય. બાકી, જેને આ સમજ આવી જાય, તે તો સમજે કે-“આ જગતમાં પાપ કોણ નથી કરતું? અજ્ઞાન અને પરાધીન જગત્ પાપ ન કરે, તે બીજું કરે ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચાર ગતિનાં કારણે પણ શું? અજ્ઞાન અને પરાધીન જગત્ પાપ કરે, એટલા માત્રથી, કેમ જ એને તિરસ્કારને પાત્ર ગણાય? અભણ માણસ ગણવામાં ભૂલ કરે, તેમાં નવાઈ પામવા જેવું શું છે? અજ્ઞાનને અજ્ઞાનથી થતા નુકશાનને અને પરાધીનને પરાધીનતાના દુઃખને સમજાવીને, તેનાથી મુક્ત બનાવવા પ્રયત્ન થાય. એની દયા ખવાય કે એને હડસેલો દેવાય? નાનું બાળક અગ્નિમાં હાથ નાખે, તે જેનાર શું કરે? એને મારવા માંડે? સૌ કહે કે-એને બીચારાને “આ અગ્નિ છે અને અગ્નિમાં હાથ નાખવાથી બળાય”—એની ગમ નથી, માટે એને મરાય નહિ. એટલા માટે તે, મા બાળકનું ધ્યાન રાખ્યા કરે છે. એ ગબડી ન પડે, દાઝી ન જાય, એની મા કાળજી રાખે. ગરમાગરમ ચહાની તપેલીમાં અચાનક બાળક હાથ નાખી દે, તે મા એને ધેલ ન મારે, પણ એના હાથને પંપાળે; ઝટ એને ઠંડક વળે, એવા ઉપચાર કરે. બાળકને રેતું જોઈને, માને રડવું આવે. માને, બાળકે તપેલીમાં હાથ નાખ્યો, તેમાં પણ પિતાની ભૂલ લાગે. મેં કાળજી રાખી નહિ—એમ થાય. કેમ ? મા સમજે છે કે-એને શું ગમ બીચારાને ? તેમ, જગતના જ પાપ કરે છે, ત્યાં તમને બહુ ગુસ્સો આવે છે અને તમે પાપ કરે છે, ત્યાં તમને તમારા ઉપર ગુસ્સો કેમ આવેતે નથી? તમે એટલે સમજી જાત; છતાં, પાપી ! અને પેલા અણસમજુ !! તે ય, તમને તમારા ઉપર ગુસ્સે ન આવે અને પેલાઓ ઉપર ગુસ્સે આવે, ત્યારે વિચારનારને તે થાય ને કે- આ તે કેવા અણઘડ માણસે છે? તમે કેઈના પાપની વાત કરે, બીજાઓની તેમના પાપને નામે તમે નિન્દાદિ કરે, ત્યારે એ સાંભળીને વિકિએને તમારી ય દયા આવે, Page #196 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૭૯ પણ સાથે દુઃખે ય થાય કે-સમજુ હોવાનો દાવો કરનારા, આ કેવી મૂર્ખાઈ આચરે છે? પિતાની દયા જન્મી નથી અને બીજાની વાત કરવાને નીકળ્યા છે! પાપિને બાળકની કક્ષામાં ગોઠવતાં શીખો. દાઝયું કરું, છતાં રડે મા, એનું કારણ? એને ખ્યાલ છે કે–મેં ભૂલ કરી ! મા રડે છે તેમાં મેહ છે માટે એની પ્રશંસા નહિ, બાકી માત્ર ભૂલ સમજીને રડે, તો તે અઠીક નથી. જેનામાં વિવેક પ્રગટે, તેને તે લાગે કે-આખું જગત્ પાપ તરફ ધસી રહ્યું છે, માટે તેને સૌની દયા આવે. દયા આવે, એટલે જગતને પાપથી પરાભુખ બનાવવાના, એ, યથાશક્ય પણ ચગ્ય ઉપાયે કરે. ઉપાય કરવા છતાં પણ ન સુધરે તે એની ઉપેક્ષા કરે, પણ કેઈનું ય અહિત ચિત્તવે નહિ. એવા કેઈ પ્રસંગે, સામાનું અહિત થતું દેખાય-એવું ય કરે; અનેકોના અને તારક માર્ગના રક્ષણને સવાલ હોય, ત્યાં યથાવસર એમે ય કરે; પણ એના અહિતની ભાવના તે આવે જ નહિ. ધેલ મારે તે ય સુધારવાને માટે મારે, પણ પાછું પંપાળતાં ય આવડે, કેમ કે-મહીં દયા બેઠી છે. આમ જનની શાન્તિ કેઈથી ખંડિત થાય નહિ. આ વાતની જેને ગમ નથી, જેને આ વાત જાણવામાં આવી છે છતાં પણ હૈયે ઉતરી નથી, તેવાના મનુષ્યજન્મની શી કિંમત છે? જંગલમાં ગુલાબ ખીલે અને તે ખરી પડીને ખવાઈ જાય, તેમ એવાને મનુષ્યજન્મ પણ એળે જ જાય ને? ત્યારે, મનુષ્યજન્મ કિમતી હોવા છતાં પણ મનુષ્યજન્મને પામેલા સઘળાઓને મનુષ્યજન્મ કિમતી જ નિવડે છે, એવું તો બેલાય જ નહિ ને? આટલી પણ વાત, જે બધા ઘેર લઈને જાય, તે પણ ઘણું કામ થઈ જાય. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ચાર ગતિનાં કારણે ઢવાને ભોગે એવા ગળે વળગેલા છે કે-છૂટે જ નહિ : એકની એક વાત ફ્રી ફ્રીને કેમ કહેવાય છે? બાળકોને સમજાવી પટાવીને દવા પાવી હોય, તેા એકની એક વાત પણ અનેક વાર કહેવી પડે ને ? અહીં કાંઇ પંડિતાઈ ખતાવવાને માટે ખેલવાનું નથી. પંડિતાની સભા હેાય, તે આમ વાત ન થાય; જુદી પદ્ધતિ અખત્યાર કરાય; પણ પંડિતાને ય અપરિચિત એવી વાત જો સમજાવવી હાય, તેા તે વાત વારંવાર કહેવી પડે. આપણે જાણીએ છીએ કે-ભવમાં બે ભવ સારા ગણાય છે; એક દેવના ને બીજે મનુષ્યના; છતાં પણ, જ્ઞાનિઓએ દેવભવને ભવ તરીકે વખાણ્યા નથી, કેમ કે– દેવભવમાં પાપરહિતપણે જીવવાની શકથતા જ નથી. એને ભાગ એવા ગળે વળગેલા હાય છે કે દેવભવમાં તે એ એનાથી છૂટી શકે જ નહિ. દેવા અને દેવેન્દ્રા, ભગવાન શ્રી જિનેશ્વરદેવાના સમવસરણમાં ગયા હોય અને ભગવાનની દેશનાને સાંભળતા હાય, તે વખતે ય મૂળ રૂપે તા તેઓ, દેવલાકમાં દેવીઓ અને ઇન્દ્રાણીઓ સાથે બેઠેલા જ હોય ! સ૦ એ વખતે એ ભગવાનની દેશનાને સાંભળે કે ક્રીડા કરે ? સમયે સમયે ઉપયેગ બદલાયા કરે. જે સમયે અહીં ઉપયાગ, તે સમયે ત્યાં ઉપયાગ નહિ અને જે સમયે ત્યાં ઉપયાગ, તે સમયે અહીં ઉપયોગ નહિ! એક સમયે એક જ ઉપયાગ હાઈ શકે, પરન્તુ એ હેર-ફેરી એવી થાય છે કે જ્ઞાનિઓ જ સમજી શકે. અજ્ઞાનિઓને તે એમ જ લાગે કે 6 આ એકથી વધારે ખમતામાં એકી સાથે ધ્યાન આપે છે’ પણ તેમ હોતું નથી. જે સમયે એક ખાખતમાં ધ્યાન હોય, તે સમયે બીજી ખાખતમાં ધ્યાન હોતું જ નથી. Page #198 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૮૧ સ, ઈન્દ્રાદિ બહાર જ્યારે જ્યારે જાય, ત્યારે ત્યારે મૂળ રૂપે જાય જ નહિ ને? જ્યાં જાય ત્યાં ઉત્તર વૈકિય રૂપે જ જાય; મૂળ રૂપે તે સ્થળે જ રહે, એટલે જ, પાપથી છૂટી શકે નહિ. બાકી ઈન્દ્રાદિક દેવ ભગવાનની જે ભક્તિ કરે છે, તે હિસાબે માણસ તે શું ભક્તિ કરી શકવાને હતો? માટે તે, દ્રવ્યપૂજામાં દેવોના અનુકરણનું કહ્યું. દ્રવ્યપૂજામાં દેવની સામગ્રી કેટલી અને માણસની સામગ્રી કેટલી? વળી, દેવજીવન તે અવધિજ્ઞાનવાળું જીવન છે. આ બધું છતાં પણ, મોટી પંચાત એ છે કે-પાપથી, દેશથી કે સર્વથી, વિરામ પામવાનું એમનાથી બની શકે જ નહિ. દેવભવની એ ઉણપના કારણે તે, રાજા દશાર્ણભદ્ર જ્યાં મુફટને ઉતારીને પ્રભુની પાસે દીક્ષિત બનવાની તૈયારી બતાવી, ત્યાં ઈન્દ્રને પણ નમવું પડયું. શ્રી દશાર્ણભદ્ર : ભગવાન પધાર્યા છે, એવું સાંભળીને રાજા દશાર્ણભદ્રના મનમાં એ મને રથ પ્રગટો કે-“આ વખતે તો હું ભગવાનનાં દર્શન એવી ઋદ્ધિથી કરું, કે જેવી ઋદ્ધિથી કેઈએ પણ ભગવાનનાં દર્શન કર્યું ન હોય !” પુણ્યને પિતાને મળેલી ઋદ્ધિને સફલ કરવાને આ સર્વોત્તમ અવસર છે, એમ રાજા દશાર્ણભદ્રને લાગ્યું અને એથી, એને પિતાની સર્વ ઋદ્ધિથી ભગવાનના દર્શને જવાનું મન થયું. એમાં, નહિ આવવા જેવી એ એક વાત આવી ગઈ કે કેઈએ પણ જેવી ઋદ્ધિથી ભગવાનનાં દર્શન ન કર્યો હોય, તેવી ઋદ્ધિથી હું ભગવાનનાં દર્શન કરૂં !” રાજાએ, તરત જ, મંત્રી વગેરેને બધી તૈયારી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ચાર ગતિનાં કારણો કરવાના હુકમ આપી દીધો. નગરમાં ઢંઢેરો પીટાબ્યા કે‘ આવતી કાલે, રાજા, માટી ઋદ્ધિ સહિત ભગવાનના દર્શને જવાના છે, માટે સઘળા ય નગરજનાએ, પાતપાતાની ઋદ્ધિ મુજબ નગરને શણગારવું.' રાતમાં તે આખું ય નગર ભવ્ય રીતિએ શણગારાઇ ગયું. કદી ન મંડાયા હાય તેવા, ભગવદ્ દર્શનનેા મહોત્સવ મંડાયા. શણગારેલા હાથી ઉપર બેસીને, સઘળા ય પરિવારની સાથે, ચતુરંગી સેનાને પણ સાથે લઈ ને, રાજા દેશાણુંભદ્ર ભગવાનના દર્શને નીકળ્યા. નગરને શણગારેલું જોઈને અને બીજી બધી સજાવટોને જોઈને, એ ખૂબ જ આનંદિત થયા. એમને એમ થઈ ગયું કે- આજ મારી ઋદ્ધિ સફળ થઈ. મારા મનારથ ફખ્યા.' રાજા દશાર્ણભદ્રના ભગવદર્શનના આ મહોત્સવની ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્ર, રાજા દશાર્ણભદ્રની પ્રભુ પ્રત્યેની ભક્તિની ભાવનાને જાણીને ખૂશ થયા; પરન્તુ, ઇન્દ્ર અવધિજ્ઞાની છે, એટલે એમને ખબર પડી ગઈ કે કાઈ એ પણ જેવી ઋદ્ધિથી ભગવાનનું દર્શન કર્યું હાય નહિ, તેવી ઋદ્ધિથી હું ભગવાનના દર્શને જાઉં છું, એવા ખ્યાલ આના હૈયામાં છે. ઇન્દ્રને થયું કે-આ ખ્યાલ, એના મગજમાંથી કાઢી નાખવા જોઇએ. આવી સુન્દર ભક્તિમાં, આ ભાવ, એ તેા સેાનાની થાળીમાં લેાઢાની મેખ જેવા છે. એને એમ થવું જોઇએ કે-આ ભગવાનની આનાથી ય કેઈ ગુણી ઋદ્ધિથી ભક્તિ કરનારા વિદ્યમાન છે. આ ભગવાન જ એવા છે કે જે આમને ઓળખે, તેને પેાતાની સઘળી ય ઋદ્ધિથી આમની ભક્તિ કરવાનું મન થયા વિના રહે નહિ. રાજા દશાર્ણભદ્રના હૈયામાંથી પેલા ભાવને કાઢી નાખવાને માટે, ઇન્દ્રે એવા ઋદ્ધિયુક્ત હાથી વિકુબ્યા, કે Page #200 -------------------------------------------------------------------------- ________________ ક પહેલો ભાગ ૧૮૩ જેની પાસે શ્રી દશાર્ણભદ્રની સઘળી ય ઋદ્ધિએ તુચ્છ ભાસે. એ હાથી ઉપર બેસીને, ઈન્દ્ર, ભગવાનના દર્શને આવ્યા અને રાજા દશાર્ણભદ્ર જ્યાં પોતાની સ્વારી સાથે આવતા હતા, ત્યાં જ ઉતર્યા. રાજા દશાર્ણભદ્ર, ઈન્દ્રવિકુર્વેલા હાથીની ઋદ્ધિને જોઈને સહેજ ખચકાયા; અચંબો પામ્યા, થઈ ગયું કે “મેં ધાર્યું હતું તે સફલ થયું નહિ !” પણ એથી, એમને શ્રેષ આવ્યું નહિ. હૈયે ક્ષાત્રવટ હતી. નકકી કરી લીધું કે આવી દ્ધિ જ મારે નહિ જોઈએ.” ઈન્દ્ર અને રાજા દશાર્ણભદ્ર, સાથે જ ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. ત્યાં જઈને, રાજા દશાર્ણભદ્દે મુકૂટ આદિને ઉતારીને, ભગવાનની પાસે દીક્ષાની માગણી કરી. ઈન્દ્ર તરત જ નમી પડ્યા. કેમ? બાહ્ય ત્રાદ્ધિની સરસાઈ કરવાની શક્તિ ઈન્દ્રમાં હતી, પણ આમાં સરસાઈ કરવાની શક્તિ ઈન્દ્રમાં નહોતી. દ્રવ્યભક્તિમાં દે. માણસ કરતાં વધી જાય એ બને, પણ ભાવભક્તિમાં તે માણસ જ ફાવી જાય. દેવભવ કરતાં ય મનુષ્યભવની કિંમત વધારે અંકાણી છે-તેનું કારણ શું ? દેવભવ વિરતિના પરિણામને પ્રતિબંધક છે. વિરતિ ગમે, વિરતિવાનને નમસ્કારાદિ કરવાનું મન થાય, “સંસારમાં સાધવા યોગ્ય આ જ છે અને ભક્તિપાત્ર પણ આવા જ પુણ્યાત્માઓ છે–એમ લાગે, દેવ-ગુરૂની બાહ્ય પ્રતિપત્તિ રૂપ શક્ય ભક્તિ પણ ઘણી કરે, પણ એમને વિરતિને પરિણામ આવે જ નહિ. સમ્યગ્દષ્ટિ દેવતાઓને તે, કેટલીક વાર, ત્યાંની સુખમય અવસ્થાવાળાં પણ લાંબા આયુષ્પો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચાર ગતિનાં કારણા ભાગવવાં, એ ભારે લાગે છે. ઇન્દ્રો ભગવાનને કહે છે કે હે નાથ ! તારા ચરણમાં જે સુખ લાગે છે, તે ખીજે લાગતું નથી !' છતાં એ એવા પરાધીન છે કે—ત્યાગ કરી શકે જ નહિ ! અને મનુષ્ય જો ધારે, તે ગમે તેટલી ઋદ્ધિને પણ ક્ષણ વારમાં તજી દે! દેવભવમાં તેા જન્મનું દુ:ખ પણ નથી હતું. માતાના ગર્ભમાં રહેવું પડતું નથી. દેવાને શય્યામાં ઉત્પન્ન થવાનું હોય છે. ઉત્તમ જાતિના દેવાને તે ભેગસુખની સામગ્રી પણ ઘણા જ ઉત્તમ પ્રકારની હોય છે; પરન્તુ ભાગસુખની સામગ્રી જેવી સામાન્ય કેટિના દૈવાને હોય છે, તેવી ય માણસાને હેાતી નથી; છતાં સમ્યગ્દષ્ટિ દેવતાએ મનુષ્યપણાને સંખ્યા કરે છે. વિવેકી દેવતાઓ પણ જેને ઝંખે, એવું મનુષ્યપણું તમને મળી ગયું છે; પણ, એની તમને કેટલી કિંમત છે ? તમારામાં એ તાકાત છે કે-દેવતાઓ પણ તમને ભક્તિથી નમે. વિરતિમાં જતાને જોઇને ઇન્દ્રાદિ દેવા તેમને પ્રણામ કરે છે. ત્યારે, તમારી કિંમત વિરતિ માટે અંકાણી કે ? સુખસામગ્રી આદિની અપેક્ષાએ જીઆ, તા દેવભવ ઘણા સારા; પણ જ્ઞાનિએ કહે છે. કે-એ વખાણવા જેવા નહિ. મનુષ્યભવ આમ ઘણા ગંદા, છતાં પણ જ્ઞાનિ કહે છે કે વખાણવા લાયક આ ભવ! આ શરીર મળ–મૂત્રાદિથી ભરેલું અને ઉપર પણ પરસેવા વળે, મેલ જામે અને દુર્ગંધ વછૂટે. અપવિત્ર મલાદિ અનેક દ્રારાથી નીકળ્યા જ કરે. દેવના શરીરમાં એવું કાંઇ નહિ. સુકેામલતા ય એવી અને સુગંધમયતા પણ એવી ! શરીરે પરસેવા થાય નહિ ને મેલ લાગે નહિ. ધ્રુવના શરીરમાં, મલ-મૂત્રાદિને અંશ પણ નહિ. મનુષ્યલેાકની દુર્ગંધ તા, જીરવવી ભારે પડે એવી છે. એ તા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ પહેલા ભાગ આપણે ટેવાઈ ગયા, એટલે ન લાગે. મનુષ્યશરીર તે જાણે મેટી ગંદી ગટર જેવું છે. સારામાં સારી વસ્તુ પણ અંદર જઇને મલ-મૂત્રાદિ રૂપે પરિણમે. આ બધી અપેક્ષાએ જોઈ એ તે દેવભવ ઘણા સારો લાગે, પણ વિવેકી કહેશે કે-એ બધું છતાં પણ, એ ભવ વખાણવા જેવા નહિ ! કેમ એ ભવને વખાણી શકાય નહિ ? એ જ માટે કે-ભાવના ગમે તેટલી સારી હોય, તેા ય એ ભવમાં પાપથી પાછા હઠડી શકાય જ નહિ. ત્યાં, પાપ રૂપ કરણીથી અલગ થઇ શકાય જ નહિ ! દેવભવની કિંમત નહિ અને આપણા જન્મની કિંમત, પણ તે કયારે? જેના યેાગે જ્ઞાનિએએ આ મનુષ્યપણાની કિંમત આંકી છે, તેના તરફ વળીએ ત્યારે ! પાપરહિત થવાનું લક્ષ્ય આવે, જેમ બને તેમ પાપોના ત્યાગ કરાય અને ન છૂટકે જે કાંઈ પણ પાપ કરવું પડતું હાય, તેનું હૈયે દુઃખ હોય, ત્યારે જ આપણે માટે આપણા આ જન્મ કિંમતી ગણાય ને ? સાધુવેષને મળીને પણ શાસનની અપભ્રાજના થતી અટકાવનાર મુનિરાજ : તમે કેાઇ દિ' તમારા ઘરમાં આવી વાત કરે છે. ખરા ? ઘરમાં આ વાત હેાય અને આ વાતના સંસ્કાર હાય, તા રાંધીને કે રંધાવીને ખાવામાં મજા આવે કે નિર્દોષપણે જીવનનિર્વાહ કરવાના વખત કયારે આવે, એમ થાય ? શ્રાવકશ્રાવિકા ઘરમાં શું રાગની જ વાતા કર્યાં કરે ? રાગની વાતા ન જ કરે એમ નહિ, પણ શ્રાવક-શ્રાવિકા રાગની વાતામાં ય ત્યાગની વાતને વિસરે નહિં. શ્રાવક-શ્રાવિકામાં ત્યાગની ભાવના હોય જ. ત્યાગની ભાવના, રાગની કરણીમાંથી પણ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ચાર ગતિનાં કારણે રાગના ઝેરને નિચેાવી નાખે ! કદાચ એ ય સમજી ન હોય, પણ એકે ય જો સમજી હાય, તે તે બીજાને ધર્મ પમાડવાનાં પ્રયત્ન કર્યા વિના કેમ જ રહે? ધર્મને પમાડવાના પ્રયત્ન કરતાં ય, તમને આવડે છે ? ધર્મને પમાડવાને માટે કેટલા અનુકૂળ બનવું પડે અને અનુકૂળતા કરી આપવી પડે, એ જાણા છે ? ગુસ્સા કર્યે, ધમપછાડ કર્યું, રૂપા જ દીધા કર્યું, સામેા ધર્મ પામી જાય ? ધર્મ પમાડવા હાય, તા અવસરોગ મીઠાશ ખતાવતાં પણ આવડવું જોઈએ. શ્રી વીતરાગનું શાસન, એટલે કયે વખતે, કત્યાં, શું કરવું–એ ય શીખવ્યું હોય. જગત એટલે પ્રપંચના અખાડા, પાપની રણભૂમિ. એમાં રહેવું અને જીવતાં આવડે નહિ, તેા શું થાય ? આ રજોહરણ પવિત્ર છે ને ? ઘણા જ પવિત્ર, કેમ કે–કેવળ છવાની રક્ષાને માટે જ આના ઉપયાગ કરવાના અને શ્રી વીતરાગના શાસનના સાધુ આનાથી જણાઇ આવે. આ સાધુવેષને, રજોહરણ સહિત, એક મુનિરાજે બાળી મૂકીને એની રાખ શરીરે ચાળી, તેમ છતાં પણ એ મહાત્મા શાસનના પ્રભાવક ગણાયા, કેમ કે–એ અવસરે એમ કરવું એ જ ઉચિત હતું. શાસ્ત્રમાં એવા એક પ્રસંગ પણ વર્ણવાએલા છે કે એક મિથ્યાદષ્ટિ રાજા કાઇ તેવા પ્રસંગને પામીને, જૈન સાધુઓના દ્વેષી બની ગયા હતા. માત્ર રાજા જ જૈન સાધુઓના દ્વેષી બની ગયા હતા, એટલું જ નહાતું; પણ એના પ્રજાજના જૈન સાધુઓના એવા જ દ્વેષી બની ગયા હતા. સૌ કાઈ, જૈન સાધુઓની નિન્દા જ કર્યા કરતું. એ નગરમાં, જૈન સાધુએને આહાર પણ કાઇ આપતું નહિ. પણ Page #204 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૮૭ એ રાજાની રાણી જેન હતી. રાજા જેમ ચુસ્ત મિથ્યાદષ્ટિ હતું, તેમ રાણ ચુસ્ત જૈન હતી. નગરમાં જ્યાં ને ત્યાં જૈન સાધુઓની નિન્દા થતી, એ એનાથી સહાતું નહિ; પણ કરે શું? રાજાને સમજાવવાને એ પ્રયત્ન કરતી, ત્યારે રાજા તેણીને જન સાધુઓ પ્રત્યેના ભક્તિભાવથી મુક્ત બનાવવાને પ્રયત્ન કરતો. આમ, રાજા-રાણી વચ્ચે બીજે બધો જ સંબંધ સારે હોવા છતાં પણ, ધર્મની વાતમાં જરા ય મેળ નહોતો. પરસ્પર એ કેવી રીતિએ વર્તતાં હશે, એ વિચારી જુઓ. આમ કેટલાક સમય વીત્યા બાદ, રાજાને અને નગરલોકને ભ્રમિત કરનારી તાપસીના સંબંધમાં એ એક પ્રસંગ બની ગયે, કે જેથી પહેલાં જે લોકે એના ગુણોની પ્રશંસા કરતા હતા, તે જ લોકે એ તાપસીના દેની નિન્દા કરવા લાગ્યા. એ પ્રસંગે ઉપસ્થિત થવામાં રાણીએ ભાગ લીધેલ, પણ એની કેઈને ય ખબર પડેલી નહિ. એ પ્રસંગ બન્ય, એટલે એ તકને લાભ લઈને, રાણીએ રાજાને મેં જૈન. સાધુઓની પ્રશંસા કરી. રાજાને પેલે પ્રસંગ બની ગયે, એનું ભારે દુઃખ હતું, અને રાણીએ આવી વાત કરી, એટલે એ વખતે તે રાજા કાંઈ બે નહિ; પરન્તુ પાછળથી બહુ એકસાઈપૂર્વક રાજાએ જૈન સાધુઓની પણ હલકાઈથવા પામે, એ પ્રસંગ એ . પ્રસંગ જોતાં લાગે છે કે–રાજાની એવી જ ભવિતવ્યતા હતી કે–એ નિમિત્ત દ્વારા જ એ ધર્મને પામે, બાકી, રાજાએ જે કાર્ય કર્યું, તે કાર્ય જેવું–તેવું ભયંકર કાર્ય નહતું. એ અવસરે, સાધુ જે અવસરને ઓળખીને અવસરોગ વર્તી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચાર ગતિનાં કારણે શક્યા ન હોત, તો એ નિમિત્ત જૈન સાધુઓની બેઈજજતી થવામાં, કેઈ કમીના રહેવા પામત નહિ. “જન સાધુઓમાં પણ કાંઈ માલ નથી અને એમના ગુણોમાં ય કાંઈ મેહાવા જેવું નથી”—એવું રાણીને દેખાડી આપવું, એવી જ રાજાની ઈચ્છા હતી; એટલે, રાજાએ તે મુજબની પાકી ગઠવણ, પિતાના એક વિશ્વાસુ સેવક દ્વારા કરી હતી. રૂપ અને લાવણ્યથી યુક્ત તેમ જ વિષયવિકારને જગવવાની કળામાં નિપુણ એવી એક વેશ્યાને એ માટે ઉપયોગ કરાયો હતો. રાજાએ પિતાના સેવકને કહેલું કે “એ વેશ્યાને તારે કામદેવના મન્દિરમાં રાખવી. એ મંદિરમાં અગાઉથી પલંગ તથા વિષયભેગની સામગ્રી વગેરે તારે મૂકાવી દેવું. પછી, જે જૈન મુનિ આપણા નગરમાં છે, તેમને કઈ ધર્મનું બહાનું કાઢીને, તે મંદિરમાં લઈ જવા. પછી મંદિરનાં બારણું બંધ કરીને મજબૂત તાળું મારી દેવું અને મારા હુકમ વગર તારે પણ એ તાળું ખોલવું નહિ” . કેવી ભયંકર યેજના છે? મમતને વશ માણસ શું નથી કરતો? રાજાના તે સેવકે રાજાની આજ્ઞા મુજબ બધું કર્યું. મુનિરાજને તે ધર્મકાર્યને બહાને એ ઠેકાણે લઈ આવેલે, પણ મુનિરાજે જ્યાં બારણું બંધ થયાં, એટલે અંદર વેશ્યા, પલંગ, વિષયભેગની સામગ્રી આદિને જોયું અને હવે બહાર નીકળવાનો કેઈ ઉપાય જ નથી ”—એમ પણ જોઈ લીધું. મુનિરાજને લાગ્યું કે-“હું અહીં ફસાઈ ગયે. અનાગથી હું છેતરાઈ ગયો. મુનિરાજ ઝટ સમજી ગયા કે-“આ કેઈ પ્રપંચજાળ છે. આ કામ આ સ્ત્રીનું નથી, પણ કેઈ બીજાનું જ છે, એટલે, આ પ્રયાસ કાંઈ મારું વ્રત લૂંટવાને જ નથી, Page #206 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૮૯ પણ શ્રી જૈન શાસનની વાવણી કરવાના હેતુથી જ આવે પ્રપંચ કરાયો છે!” | મુનિરાજને, વેશ્યા પાસે હોવા છતાં પણ, શીલ કેમ સાચવવું–તેની ચિન્તા નથી થતી; પિતાના શીલવતનું રક્ષણ કરવાને માટે તે, એ મુનિરાજ પૂરેપૂરા સમર્થ હતા; પણ એમને એમ થાય છે કે-“સવારે આ સ્ત્રી સાથે હું એકલો જૈન સાધુ તરીકે બહાર નીકળું, તો પ્રભુશાસનની અપભ્રાજના કેટલી થાય ? | મુનિરાજ આ વિચાર કરે છે, ત્યાં તે પેલી વેશ્યા એના હાવભાવ શરૂ કરી દે છે; મુનિરાજને મુંઝવવાના એ જાતજાતના પ્રયાસ કરે છે, પણ મુનિરાજને તો એની કશી જ અસર થતી નથી. આવા પ્રસંગમાં ટકવું, એ સહેલું છે? પણ જેને પોતાનું ગ્રહણ કરેલું વ્રત વહાલું છે, તે જે સત્ત્વશીલ રહે, તે સામે ખરાબમાં ખરાબ દેખાવ કરનાર જ થાકે ને? મુનિરાજે વેશ્યાના હાવ-ભાવ આદિ તરફ કશું જ લક્ષ્ય આપ્યું નહિ અને “પ્રભુશાસનની અપભ્રાજના થવા પામે નહિ, એ માટે હવે શું કરવું”—એને જ વિચાર કરવા માંડ્યો. મુનિરાજે ઝટ નિર્ણય કરી લીધું. રાજાએ ત્યાં દી તે મૂકાવેલો જ હતો, એટલે મુનિરાજે એને ઉપયોગ કર્યો. પિતાનાં બધાં વસ્ત્ર, રજોહરણ અને મુહપત્તિ પણ, એ બધાને એ મુનિરાજે સળગાવી દીધાં. પછી, એની રાખ પિતાના આખા શરીરે ચોળી દીધી અને અવધૂતને વેષ ધારણ કર્યો. આટલું કર્યા બાદ, ધ્યાનમાં તત્પર બનીને, એ મુનિરાજે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ચાર ગતિનાં કારણો આખી ય. રાત્રિ પસાર કરી. બીજી તરફ વેશ્યા, એનાથી થાય તેટલા પ્રયત્ન કરીને આખર થાકી, એટલે ઉંઘી ગઈ. રાજા તા કયારે સવાર થાય અને કારે હું મારી રાણીને તથા મારા નગરજનાને, જૈન સાધુઓ કેવા વિષટલંપટ હોય છે એ બતાવું” એની જ ચિન્તામાં છે; એટલે, પ્રાતઃકાળ થતાંની સાથે જ, રાજા, પેાતાની બધી રાણીઓ તથા સંખ્યાબંધ નગરજના અને રાજસેવકા સહિત, એ મંદિરે આવી પહોંચ્યા. ત્યાં આવીને રાજાએ પોતાની રૂબરૂમાંજ મંદિરનું દ્વાર ઉઘડાવ્યું. મંદિરનું દ્વાર ઉઘડતાંની સાથે જ જય અલખ નિરંજન, જગન્નાથાય નમઃ ' ખેલતા અવધૂત ચગી બહાર નીકળ્યો. તેની સાથે વેશ્યા પણ બહાર નીકળી. 6 > શરીરે નગ્ન, ચેાગધારી, નિર્વિકારી અને અલમસ્ત ચાગિને મહાર નીકળતા જોઈને, રાજાના ખેઢના પાર રહ્યો નહિ. પેલી રાણીએ તરત જ રાજાને કહ્યું કે આપ તા કહેતા હતા કે જૈન સાધુ છે; અને આ તે બીજો જ નીખ્યા ! ? > રાજા શમશમી ઉઠયો, પણ કરે શું? ધાર્યું હતું કાંઈ અને બન્યું કાંઇ ! નિન્દા જૈન સાધુની કરાવવી હતી અને પરિણામ એવું આવ્યું કે–રાજાને ગમતા અવધૂતાની લેાકમાં નિન્દા થવા લાગી. પછી, રાજાએ પેાતાના સ્થાને જઇને તે સેવકને મેાલાવ્યેા, કે જેને આ પટકાર્ય સોંપાયું હતું. તેને પૂછ્યું કે—તેં આવું અવળું કેમ કશું ? ’ પેલા સેવક રાજાને કહે છે કે- સ્વામિન્ ! મેં તે બધું ચ આપની આજ્ઞા મુજબ જ કર્યું હતું, પણ પાછળથી શું થયું તે હું જાણતા નથી ! ’ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ પહેલે ભાગ સેવકની પાસેથી આ ખૂલાસે મળ્યો, એટલે રાજાએ પેલી વેશ્યાને બોલાવી અને પૂછ્યું કે-“રાત્રે શું બન્યું?” વેશ્યા કહે છે કે-“સ્વામિન્ ! શું કહું? એને ભેગ માટે લલચાવવાને જે કાંઈ પ્રયત્ન થઈ શકે, તે કરવામાં મેં કમીને રાખી નથી. મેં બધું કરી જોયું, પણ એ તે અંશ માત્રે ય પીગળે નહિ. મને તે, એનામાં એવી અભૂત મહા ગશક્તિ જણાઈ કે હું તે , પણ ઈન્દ્રની અપ્સરાઓ પણ એના ચિત્તને ક્ષેભ પમાડી શકે નહિ. આ મુનિ તે મેં ક્યાં ય જે નથી!” આમ કહીને તેણીએ, એ મુનિરાજ, જૈન સાધુને બદલે અવધૂત એગી કેવી રીતિએ બન્યા, એ વગેરે હકીકત વર્ણવી. વેશ્યાના મુખેથી મુનિરાજની મક્કમતાની આ વાતને સાંભળીને, રાજાના હૈયાએ પલટે ખાધે. રાજા પ્રતિબંધ પામ્ય અને જનધમ બન્યું. પછી તે એણે, પિતાના ચિત્તને અને વિત્તને શ્રી જિનશાસનમાં જીને, પુરજનેને પણ જન ધર્મ પ્રત્યે ભક્તિવાળા બનાવી દીધા. જે નગરમાં સર્વત્ર જન સાધુઓના અવર્ણવાદ બેલાતા હતા, તે જ નગરમાં લેકે જેન સાધુઓની પ્રશંસા કરવા લાગ્યા. કહે, કયે વખતે કેમ વર્તવું જોઈએ, એનું આ શાસનને પામેલાને, કેવું જ્ઞાન હોય છે? મુનિરાજ વિદ્યાસિદ્ધ પ્રભાવક હતા, ગીતાર્થ હતા, એટલે જ અવસરે એ આ પવિત્ર (સાધુ) વેષને બાળવા દ્વારા પણ શાસનની અપભ્રાજના થતી અટકાવી શક્યા અને પિતાના શીલાદિ ગુણેમાં નિશ્ચલ રહેવા દ્વારા પ્રભુશાસનની પ્રભાવના પણ કરી શક્યા. અગીતાર્થોનું ટેળું હોય તો ય, એ માર્ગને લજવે, અને ગીતાર્થ એકલા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચાર ગતિનાં કારણે ય હોય, તે ય એ માર્ગને આરાધે અને ઉજવલ કરે. સંસારમાં છૂટા પડવાની નવાઈ નથી ? આપણું ચાલુ વાત તો એ હતી કે ઘરમાં ય પરસ્પર ધર્મની વાત ચાલવી જોઈએ. રાજા અને રાણી વચ્ચે ધર્મની ચર્ચા ચાલતી હતી, માટે આ પ્રસંગ આવ્યો ને? ઘરમાં પિતપેતાના સ્થાનને ઉચિત વ્યવહાર બરાબર જાળવે, પણ પિતાને સારી ચીજ મળી છે-એમ લાગે, તે પોતાના સ્નેહી આદિને તે આપવાનું મન ન થાય, એ બને જ કેમ? “પાપથી રહિતપણે જીવવાની જેવી સામગ્રી આ મનુષ્યભવમાં છે, તેવી બીજા કેઈ પણ ભવમાં નથી.”—આ વાત જેના હૈયામાં જચી. હોય, તેના ઘરમાં બીજી વાત શી હેયર ગૃહસંસાર છે એટલે વાતે તે ઘણું હોય, પણ આ વાત લગભગ દરેક વાતમાં વણાએલી હોય. તમારા ઘરમાં આ વાત થાય છે? સબીજી બધી વાત થાય છે. એક આ જ વાત થતી નથી, એમ ને? તમે બધાના હિતસ્વી ખરા ને? તમારા સંબંધને પામેલા મરીને ક્યાં જશે, એની ય ચિન્તા નહિ ? ઘરમાં બાઈઓ વગેરેને કહ્યું છે કેતમે ને અમે અહીં પંખીમેળાની જેમ મળ્યાં છીએ; પ-૨૫ વર્ષને આ સોદો છે; આમાં રાચવા જેવું કાંઈ નથી; આ જીદગીમાં ખરું કામ તો પાપરહિત બનીને ભગવાનને ધર્મ આરાધવાનું જ કરવા જેવું છે, જ્યાં સુધી એવી સ્થિતિ ન આવે, ત્યાં સુધી ઘરમાં પણ રહેવું પડે, પણ ઘરમાં રહીને યા ક્યારે ઘરબાર છૂટે, એ પ્રયત્ન કર્યા કરે જઈએ!” સ, જે અમારા હૈયે ન હોય, તે વાતમાં આવે ક્યાંથી ? પછી, તમારા ઘરમાં વૈરાગ્ય પણ ક્યાંથી હોય? તમે Page #210 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૯૩ બધા કોઈ એક-બીજાને પસંદ કરીને જ ભેગા થયા છે? તમને જે મા-બાપ મળ્યાં, તે મા-બાપ જ તમારે જોઈતાં હતાં, માટે તમે અહીં જમ્યા છે?નહિ; કર્મના વશથી સંબંધે સંધાય છે અને સંબંધ તૂટે છે તે પણ કર્મના વશથી જ તૂટે છે. જે સંબંધોમાં તમે આવી પડ્યા છો, તે સંબંધે ય ટકવાના ક્યાં સુધી? બધાના બધા સંબંધે મરતાં સુધી ટકે છે ? જીવતાં નેખા ન પડે તો સારું, એમ કહેવું પડે ને ? બાપદીકરા ય જીવતાં જીવતાં નેખા પડી જાય છે ને? ભાઈ-ભાઈ અને ધણી-ધણીયાણું પણ? મા-દીકરો ય છૂટા પડે? છૂટા પડવાની સંસારમાં નવાઈ નથી, પણ માત્ર ભગવાનની આજ્ઞાન પાલન માટે છૂટા નહિ પડવું જોઈએ, એમ ને? દીકરે માની સામે ન જુએ, લાત મારીને ચાલતો થઈ જાય, તે માં શું કરે છે? રેતી રહે છે ને? પણ એ જ મા, દીકરાને ભગવાનની આજ્ઞાની આરાધના કરવાને માટે છૂટા પડવું હોય, તે છૂટો પડવા દે ખરી? ઘરમાં જરા એક બીજા વિવેકથી બેસીને આવી વાત કરો ! પાપના યોગે દીકરા, માતાના ને બાપના નથી રહ્યા, એ આ સંસાર છે. છોકરો કોણે, બહેરે, બેબડે, મુંગ જ હેત, તે શું કરત? પુણ્યના યોગે એ સારે પાક્યો, તે એને પાપરહિત બનતાં અટકાવો શા માટે? શી ખબર કે-એ વહેલો જશે કે આપણે વહેલા જશું? અસલ તે, માતા-પિતાએ પિતે બાળકને પાપરહિત જીવન તરફ વાળવો જોઈએ; તેને બદલે, બાળક તૈયાર થાય તે ય વિદ્ધ કરવાની વાત, એ કયી દશા ? આ મનુષ્યજન્મની મહત્તા શા માટે છે, એ વાત સમજાઈ નથી-એનું જ આ પરિણામ છે, એમ લાગે છે ને? “આ મનુષ્યજન્મ શા માટે ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચાર ગતિનાં કારણે વખાણવા લાયક છે?”—એમ કઈ પૂછે, તે તમે શું કહે? શાસ્ત્રમાં લખેલું છે, એમ? અથવા તે, અમારા મહારાજ જાણે કે પછી ભગવાન જાણે, એમ ને? પણ શાસ્ત્રમાં લખેલું છે અને મહારાજ જાણે છે, એમાં તમારું શું વળ્યું? તમને ફાયદે ક્યારે થાય? તમને ફાયદો તે, તમે કાંઈક પણ જાણતા છે, તે થાય ને? તમે જાણતા હે, તે તમે વિચારી પણ શકે અને સંબંધિઓ આદિને અવસરે કહી પણ શકે. આ મનુષ્યજન્મને પામીને આપણે શું કરવું જોઈએ, એની વાતે તમારા ઘરમાં થાય છે કે નહિ? જૈનના ઘરમાં તે આવી વાતે રેજ થાય, કેમ કે જૈન, ઘરમાં રહેતા હોય તે ય, તે સંસારથી છૂટવાને માટે રહેતે હેય. જગપૂજ્ય બનવાનું નસીબ માનવીનું જ છેઃ તમારા ઘરમાં જે આવી વાતે ચાલતી હોય, તે ધર્મગુરૂઓ વૈરાગ્ય અને ત્યાગની વાત કરે, એટલે એ ઝટ રૂ ને? આમ તે, આ જન્મ દેવા કરતાં ઘણું ખરાબ છે; જન્મ તે એ, કે જ્યાં ભેગમય સુખી જીવન; પણ વિવેકી કહેશે કે–એને કરવાનું શું? પાપથી પાછા હઠવાને માટે દેવે રાંકડા છે. ઈન્દ્ર જે ઈન્દ્ર પણ, જ્યાં વિરતિની વાત આવે ત્યાં, સામાન્ય માનવી આગળે ય હારી જાય છે. ત્યાં જે મળ્યું તે મળ્યું. વિકાસની તક જ નહિ. અહીં તે રંક હોય તે નસીબ હોય તે રાજા ય બની શકે અને સંસારને તજી દેવો હોય તે તજી ય શકે. દેવ ને દેવેન્દ્રો પોતપોતાની સ્થિતિમાં ફેરફારે ય કરી શકે નહિ અને ભેગના બને ત્યાગ પણ કરી શકે નહિ. માનવી લેકમાં તે, એક વારના ભયંકર Page #212 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૯૫ પાપાત્માઓ પણ, પાપને તજીને અને સંયમના ઉપાસક બનીને, જગપૂજ્ય બની શકે. એ નસીબ માનવીનું જ હોઈ શકે, દેવનું નહિ; કેમ કે–અહીં પાપત્યાગ શકય છે અને ત્યાં પાપત્યાગ અશક્ય છે. આ જન્મ આપણે પામ્યા, તે છતાં પણ જે પાપથી વિરમવાની ભાવના ન આવે, તે કરવાનું શું? ઘર એટલે પાપનું સ્થાન, એટલે આ જન્મમાં મરતાં સુધી ઘરમાં રહેવું પડે, તે વિવેકી શું માને ? પાપના સંસર્ગમાં જીવન પૂરું થાય, એ તમને ગમે? મરતાં પહેલાં તે અવશ્ય ત્યાગ કરે છે, આ મરથ ખરે? તમારું કુટુંબ આ વાતને સમજે નહિ, તે તમને એની દયા ન આવે? કુટુંબ ઉપર જે પ્રેમ હોય, તે એ પ્રેમને આ દયાના માર્ગે વાળવે. આ વિચાર હૈયામાં પેદા થાય, તો સાધુપણું પમાય; સાધુપણાની શક્તિ ન હોય તે દેશવિરતિપણું પમાય; અને કદાચ અવિરતિને કેઈ તે ઉદય હેય, તે તેથી ન સાધુપણું પમાય કે ન દેશવિરતિપણું પમાય તે પણ, આગામી જન્મને માટે ઘણી સારી સામગ્રી ઉભી થઈ જવા પામે. પાપ ખટક્યા વિના તે પરમાત્મા ય તારી શકે નહિ ? આ વાત હૈયે બરાબર જચી જવી જોઈએ કે–જન્મ તે ખરાબ જ છે, એટલે આ જન્મનાં કાંઈ જન્મ તરીકે વખાણ કરાયાં નથી; પણ આ જન્મનાં જે વખાણ કરાયાં છે, તે એ માટે કરાયાં છે કે-જીવનને પાપમુક્ત બનાવવાની આ જન્મમાં જ સારામાં સારી સામગ્રી છે. જ્યાં સુધી પાપ ખટકે નહિ, ત્યાં સુધી આ વિચાર હૈયે જ નહિ. પાપ ખટક્યા વિના તે, ભગવાન શ્રી જિનેશ્વરદે પણ બચાવી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ચાર ગતિનાં કારણે શકવાના નથી. તમને પાપ ખટકે, તે જ તમારા ઉપર દેવગુરૂ ઉપકાર કરી શકે. સ૦ પા૫ ખટકે, એ માટે તે ગુરૂ પ્રયત્ન કરે ને ? એ માટે પ્રયત્ન ચાલુ જ છે, પણ પ્રયત્ન થ યેગ્ય ઉપર ફળે છે. શિક્ષક ગમે તેટલો સારે હોય, પણ ઠેઠ નિશાળીયાને કરે શું? વિદ્યાને અર્થે હોય તેને વિદ્યા અપાય, પણ ઠેઠને શું થાય? એને જે બહુ સતાવાય, તે શિક્ષકને ય એ કહી દે કે-“શેરીમાં મળજે, માથું ન ફેડું તે મારું નામ નહિ” દેવ વીતરાગ છે અને ગુરૂ નિર્ચન્થ છે; નિર્ચન્થપણું અને વિતરાગપણું તમને ગમે, તે જ એ ફળે ને ? આ દેવ-ગુરૂ હૈયામાં ક્યારે પેસે? તમને પાપ ખટકે ત્યારે ! જેને પાપ ન ખટકે, તેના હૈયામાં દેવ માટે જગ્યા ન હોય અને જ્યાં દેવની જગ્યા ન હોય, ત્યાં અમારી જગ્યા તો હોય જ શાની? તમારા હૈયામાં જે દેવ અને ગુરૂ માટે જગ્યા ન હોય, તે પછી દેવનું કહેલું વચન ગુરૂ કહે, તે ય તે તમને રૂચે શી રીતિએ? કેઈક વાર વચનના યેગે પણ પુરૂષ ઉપર વિશ્વાસ થાય, પણ મોટે ભાગે તે પુરૂષ ઉપર વિશ્વાસ હોય તે જ વચન ઉપર વિશ્વાસ થાય. વિશ્વાસ પુરૂષ ઉપર હોય, તે એના વચન માત્રથી કામ કરે. એમ થાય કે-આ જે બતાવે છે તે ખોટું બતાવે જ નહિ, માટે મન્દ બુદ્ધિ આદિના યોગે મને ન સમજાય, તે ય મારે આ જેમ કહે તેમ કરવું જોઈએ. આ વિશ્વાસ હોય, તો ધર્માચાર્ય ગુસ્સે થાય અને કેઈ કહે કે-“ધર્માચાર્યથી આવું તે થતું હશે?” તે પણ, પેલે એમ જ કહે કેએમણે ગુસ્સો કર્યો છે, માટે એ પણ ભલાને માટે જ કર્યો Page #214 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૯૭ હશે.” સગી મા છોકરાને મારતી હોય, તો પાડોશી ઝટ મૂકાવવાને ન જાય. કેમ ? સમજે છે કે–મા છે; તે છોકરાના ભલાને માટે મારે ય ખરી ! એ જગ્યાએ ઓરમાન મા હોય ત, ઓરમાન મા કદાચ ભલાને માટે જ મારતી હોય, તે પણ બે જણીઓ આવે અને કહે કે મારે, ક્યાં મા છે?” વ્યક્તિને વિશ્વાસ થયો કે? ડાહ્યાઓ કહે છે કે- જેને આપણું ઉપર વિશ્વાસ નહિ, તેને બહુ સલાહ દેવા જેવું નહિ. આપણે કેવળ એના જ હિતને માટે કહીએ, તો ય તે ઉંધું ધારે!” જેને આપણામાં વિશ્વાસ હોય નહિ, તેને જે આપણાથી લેવાય નહિ. અમે ગમે તેને નિશ્રામાં લઈએ નહિ. જેને અમારી નિશ્રામાં તરવાનું લાગે, તેને જ નિશ્રા અપાય ને ? કઈ વાર કડકે ય આજ્ઞા કરવી પડે. એ કેને ગમે? આજ્ઞા ગ્યને જ થાય. ઉપદેશ આપે, એ જુદી વાત છે અને આજ્ઞા કરવી એ જુદી વાત છે. આજ્ઞા પાળે એવાને જ આજ્ઞા થાય. ત્યારે તમને તારક પણ દેવ–ગુરૂ તારે શી રીતિએ? તમને પાપ ખટકે અને પાપથી છૂટવાને માટે તમે દેવ-ગુરૂના શરણને સ્વીકારે તે ને? કુટુંબ સાથે કરવાની વાત જ્ઞાનિઓએ માનવજન્મને કેમ વખાણે છે, એ હવે તે તમે સમજ્યા ને? અજન્મા થવા માટે જે ઉદ્યમ અહીં થઈ શકે છે, તે ઉદ્યમ બીજા કેઈ પણ જન્મમાં થઈ શકતો નથી અને એથી જ જન્મના નાશની પ્રેરણા આપનાર જ્ઞાનિઓએ મનુષ્યજન્મને વખાણ્યો છે. હવે કહે, અજન્મા બનવા માટેને જે ઉદ્યમ, તેમાં સૌથી સારો ઉદ્યમ કર્યો Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચાર ગતિનાં કારણે છે? પાપરહિતપણે જીવનારા બનવું, એ જ ને ? જીવે ને પાપ લાગે નહિ, એવું ક્યારે બને? જીવન જે ભગવાનની આજ્ઞાને જ આધીન બની જાય તો ! યતનામય સાધુજીવન જીવવું, એ જ સાચું પાપરહિત જીવન છે ને ? તે, આ વાત, હવે તે તમારા કુટુંબને તમે સમજાવશે ને ? કહેજે કે “આ મનુષ્યજન્મને જ્ઞાનિઓએ દશ દશ દષ્ટાન્ત દુર્લભ કહ્યો છે; આર્ય દેશાદિ સામગ્રીઓ સહિત મનુષ્યજન્મ મળ, એ અતિશય દુર્લભ છે; આપણે પૂર્વે એવું વિપુલ પુણ્ય કરેલું, કે જેથી આપણને આ મનુષ્યજન્મ મળી ગયું છે, પણ આ જન્મ મળ્યો, તેને આપણે સફળ કરીએ તે કામનું; અત્યારે આપણે જે રીતિએ જીવીએ છીએ, તે રીતિએ જીવવાને માટે, આ મનુષ્યજન્મ નથી. આ મનુષ્યજન્મ મળે, એ તેને જ સફલ છે, કે જે પોતાના જીવનને પાપરહિત બનાવે! માટે, આપણે પણ આપણા જીવનને પાપરહિત બનાવવાને પ્રયત્ન કરે જોઈએ !” તમે આવી વાત કરે, એટલે કદાચ કઈ એમ પણ પૂછે કે આ સંસારમાં પાપરહિત જીવન કેણ જીવે છે?” ત્યારે તમારે કહેવું કે-“આપણાં સાધુ અને સાધ્વી પાપરહિત જીવન જીવે છે. સાધુપણા વિના, સર્વથા પાપરહિત જીવન જીવાય, એ બને નહિ.” આ બધી વાત તમે કરે, એટલે કેઈને સાધુ કે સાધ્વી બનવાનું મન થઈ જાય, એમ પણ બને, કેમ કે–પાપ તે ખટકતું જ હોય અને પાપથી રહિતપણે જીવી શકાય એ જન્મ મળ્યો હોય, એટલે જે સમજે તેને સાધુ કે સાધ્વી બનવાનું મન થઈ જાય, એમાં નવાઈ નથી. શ્રાવક-શ્રાવિકાને તે આઠ વર્ષની ઉંમરે સાધુ-સાધ્વી ન બનાયું હોય, તેનું હૈયે દુઃખ હોય. એને એમ થાય કે Page #216 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૧૯૯ આવી ઉત્તમ સામગ્રીવાળા મનુષ્યજન્મને પામવા છતાં પણ, મેં આટલાં વર્ષો પાપમાં ગુજાર્યા!” જેના મનને આવું દુઃખ હોય, તે જ સાચા ભાવે એમ કહી શકે ને કે “ધન્ય છે તે પુણ્યાત્માઓને, કે જેઓ આઠ વર્ષની વયે પાપરહિત જીવનને જીવનારા બન્યા !” તમે અત્યાર સુધીમાં દીક્ષિત બન્યા નથી અને પાપકર્મના ઉદયે તમને દીક્ષિત બનવાના પરિણામ હજુ જાગતા નથી, પણ તમારા કુટુંબમાં જે કંઈના અન્તઃકરણમાં દીક્ષિત બનવાની ભાવના પ્રગટે, એને તમે શું કહે? બહુ બહુ તે તમે એને સાધુજીવનની કઠિનતા બતાવે ને? તમે એટલું જ કરે કે કાંઈ વધારે કરે? તમને તમારે મેહ એ વખતે મુંઝવે, તે એ મોહને દબાવી દેવાને માટે, તમે તમારા વિવેકને ઉપયોગ કરે ને? ત્યાં હૈયામાં ધર્મ કેટલો વચ્ચે છે, એની કસોટી થઈ જાય છે. સંઘનાં એટલે કેઈનાં નહિ કે સૌનાં?. આવી વાતો તમારા ઘરમાં થવા માંડે, તે પરિણામ કેટલું સુન્દર આવે? સ, આવી વાતે ઘેર થાય શી રીતિએ ? શું વાંધો આવે? ત્યાગી ગમે છે અને ઘરમાં વૈરાગ્યની વાત થાય તો એ ગમે નહિ? ભૂલેચૂકે આ વાત ઘર સુધી ન જાય, એની કાળજી રાખે છે? ઘરમાં આ વાત હોય, પેઢીમાં આ વાત હોય, એટલે સમજી લેવું કે-એ ઘર ને એ પેઢી પર, આજના જેવું મમત્વ નહિ રહે. એ ઘર તમારું નહિ રહે, પણ ભગવાનનું બની જશે. જૈનનાં ઘરબાર વગેરે, બધું શ્રી જિનશાસનનું જ ગણાય. કેમ એમ? ત્યાં માન્યતા ભગવાન Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ચાર ગતિનાં કારણેા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની જ હોય. સૌના મનને એમ હોય કે–આ બધું સૌથી પહેલાં શાસનને માટે. આમ ઘર ને પેઢી તજી શકે નહિ, પણ શાસનને જો જરૂર પડી જાય, તેા એના તે શું ?, પણ જાતના ય ભાગ દેવાની તૈયારી જૈનમાં હાય. સૌ માને કે-પહેલા આપણે શાસનના અને પછી કુટુંબ આદિના ! પુણ્યવશે જે કાંઇ મને મળ્યું છે, તે શાસનના ઉપયેગમાં આવી જાય તે સારૂં-એ ભાવના જૈનના હૈયામાં હોય. આજે માટે ભાગે તમે બધું તમારૂં જ છે-એમ માની બેઠા છે અને એથી તમારે માટે દેવ, ગુરૂ, ધર્મ જાણે પારકા હોય એવું થઇ ગયું છે. સ મન્દિર, ઉપાશ્રય આદિ તે સંધનાં તે? સંઘનાં એટલે કેઈનાં નહિ કે સૌનાં ? દરેક જૈનને એનું મમત્વ હોય કે કોઈનેય એનું મમત્વ ન હોય? શ્રી જિનમન્દિરાદિ સઘનાં, એના અર્થ એ છે કે-સઘની દરેકે દરેક વ્યક્તિ એમાં પેાતાની શક્તિ-સામગ્રીના ખર્ચ કરવાને ઈચ્છે. એક જૈનનું ઘર પણ જાહોજલાલીવાળું હોય, તેા સંઘનાં મન્દિરાદિ કેવી જાહેાજલાલીવાળાં હેાય ? ઘર વગેરેની ચિન્તા કરનારા તે એકાદ-બે હોય અને શ્રી જિનન્દિર આદિની ચિન્તા કરનારા તા સૌ હોય; એટલે, જે કાળમાં ઘર આદિમાં ઊણપ આવે, તેવા કાળમાં પણ શ્રી જિનમન્દિરાદિમાં ઉણપ। આવે નહિ ! આજે માટે ભાગે લગભગ એથી ઊલટી જ પરિસ્થિતિ દેખાય છે ને ? ઘર વગેરેને માથે ધણી છે અને શ્રી જિનમન્દિરાદિ અંગે જાણે ધણીધારી કાઈ નહિ ! પેાતાની સગવડના અને પોતાની સત્તા આદિના હક્ક કરતા સૌ આવે અને કયાં કેટલી જરૂર છે એની ચિન્તા તા ભાગ્યે જ કોઈ કરે. આજે Page #218 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૦૧ દેવની પૂજા કેણ કરે, તેની ય ચિન્તા અને દેવની પૂજા શામાંથી કરવી, તેની ય ચિન્તા, ઉભી થવા માંડી છે ને ? મન્દિરની ચિન્તા અમારે ક્યારે કરવી પડે ? ગૃહસ્થો કરી શકે ત્યાં સુધી અમારે એમાં પડવાનું નથી. તમે ન કરે, તે અમારે પણ એમાં પડવું પડે. તમારાં ઘર ભગવાનના શાસનનાં મટી જવા માંડ્યાં, માટે આજે વાંધો પડ્યો છે. છેક ત્રણ શેર દૂધ પીતે હોય, તે ચાર શેર દૂધ પીતે કેમ થાય—એની ચિન્તા કરે, પણ પાડોશમાં સાધર્મિક ભાઈ સીદતો હોય, તે ય એની ચિન્તા કરે નહિ! છોકરાને કઈ દિ' એમ કહ્યું કે તું પીએ છે એમાંથી થોડું રહેવા દે અને બીજાને આપ!? ” અરે, છોકરે કદાચ પિતાનામાંથી બીજાને આપવાનું કહે, તે ય આ કહે-ના, તું પી!” છેકેરે પીએ તે મન ઠરે અને સાધર્મિક દુઃખી થતો હોય તે રૂંવાડું યુ ફરકે નહિ! ઘર, છોકરા આદિ પ્રત્યે મારાપણું છે, એટલે મન કરે છે અને સાધર્મિક પ્રત્યે મારાપણું નથી, માટે એના દુઃખે દુઃખી થવાતું નથી અને એથી જ જનત્વ ઝાંખું પડે છે. જૈનત્વ ઝળહળે ક્યારે ? જૈનત્વ ઝળહળે ક્યારે? હૈયામાં દેવ ગુરૂ-ધર્મને જે સ્થાન હોય, તે બીજા કોઈને પણ ન હોય ત્યારે ને? તમારે તે એમ કહેવું જોઈએ કે અમને ઘર જેટલું ગમતું નથી, તેટલું મન્દિર ગમે છે; પેઢી આદિ ધંધાના સ્થાને જેટલાં ગમતાં નથી, તેટલાં ઉપાશ્રય આદિ ધર્મસ્થાને ગમે છે; માતા-પિતાદિ વડિલો જેટલા ગમતા નથી, તેટલાં સાધુ ને સાવી ગમે છે; કુટુંબાદિ પરિવાર એટલે ગમતું નથી, એટલા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચાર ગતિનાં કારણે સાધર્મિકે ગમે છે અને ધન જેટલું ગમતું નથી, એટલે અમને ધર્મ ગમે છે. સવ એવું બોલીએ, તે તે તદ્દન ખોટું બોલીએ છીએ, એમ કહેવું પડે એમ છે. કારણ કે-હૈયે એ વાત નથી. જૈનત્વને સાચો આસ્વાદ પમા ન હોય, એટલે એવું હૈયામાં ઉગે નહિ અને હૈયામાં એવું ઉગ્યા વિના જ એવું બોલે, તે તે તે બેઠું જ ગણાય ને? હૈયાને એવું કેળવવું જોઈએ. જૈનત્વને પામેલો આત્મા સાધુ જ બની જાય, ગૃહસ્થપણે રહે જ નહિ અને ગૃહસ્થપણે રહે તે એનું જૈનત્વ જાય, એ નિયમ નથી. જૈનત્વને પામેલે આત્મા પણ, સંસારને તજીને સાધુ ન બની શકે એ શક્ય છે અથવા તે, એ દેશથી વિરતિને પણ ન પામી શકે, એ પણ શક્ય છે; પરંતુ, એના હૈયામાં અવિરતિ પ્રત્યે 'અનાદર અને વિરતિ પ્રત્યે આદર અવશ્ય હોય. “અવિરતિ એ પાપ રૂપ જ છે, હું અવિરતિમાં બેઠે છું એટલે પાપમાં જ બેઠો છું, વિરતિને પામ્યા વિના કેઈ કાળે મારે ઉદ્ધાર થવાને નથી–આ વગેરે માન્યતાઓ, એના હૈયામાં સુદઢ હોય. આથી, એને એમ લાગે જ કે-“હું સંસારને તજી શકતો નથી અને એથી મારે ગૃહસ્થપણે રહેવું પડે છે, એટલે મારે ઘર વગેરેની જરૂર પડે છે; બાકી, ચિન્તા કરવા લાયક તે શ્રી જિનમન્દિરાદિ જ છે. ઘર બાંધવું એ પાપનું કારણ અને શ્રી જિનમન્દિરાદિ બાંધવાં એ ધર્મનું કારણ, ઘરમાં પાપની પ્રવૃત્તિઓ થવાની અને શ્રી જિનમન્દિરાદિમાં પ્રભુભક્તિની પ્રવૃત્તિઓ થવાની. હું ઘરમાં રહું ને ઉદરનિર્વાહ ભીખ માગીને કરું તે તે અનુચિત છે, મારા ધર્મને લજવનાર છે, માટે મારે Page #220 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૦૩ પેઢી આગ્નિ ધંધાદારી સ્થાનાને સેવવાં પડે, બાકી સેવવા લાયક તા ધર્મસ્થાના જ છે. માતા-પિતા કર્મે આપ્યાં છે, છતાં એમને મારા ઉપર મેાટો ઉપકાર છે, એટલે એમની મારે ચાકરી તા કરવી જ જોઈ એ, પણ ખરેખર ચાકરી કરવા લાયક તા ગુરૂએ જ છે. કુટુંબીજના સાથેના સંબંધ કર્મે જોડેલા છે, છતાં હું એ સંબંધમાં છું એટલે એ સંબંધને પણ મારે નિભાવવા તો પડે છે, કેમ કે-ભગવાને ઉચિતનું ઉલ્લંઘન કરવાની ના પાડી છે અને સંબંધને નિભાવવા પડે છે, માટે એમના સુખ-દુઃખની મારે ચિન્તા ય કરવી પડે; પણ મારા ખરા સંધિઓ, મારા કલ્યાણકારી કુટુંબીજને તે મારા સાધર્મિકા જ છે, કેમ કે-એ સબંધ તે ધર્મે જોડેલા છે. હું એવા સ્થાને હું કે—ધન મેળવ્યા સિવાય, રાખ્યા સિવાય અને ગૃહકાર્યાદિમાં ખર્ચ્યા સિવાય ચાલે તેમ નથી; ખાકી મેળવવા લાયક, સાચવવા લાયક, વિનિમય કરવા લાયક તા એક ધર્મ જ છે. ધર્મ તારે અને ધન ડૂબાવે.” જૈનના હૈયામાં આવી આવી જ લાગણીઓ હોય. એ કરતા બધું દેખાય; જોનારને કદાચ એમ પણ લાગી જાય કે— આ ઘર, પેઢી, માતા-પિતા, કુટુંબિએ અને ધન પાછળ જ પેાતાની બધી શક્તિ અને બધી સામગ્રી ખર્ચી રહ્યો છે; પણ એના અન્તઃકરણમાં શ્રી જિનન્દિરને જે સ્થાન હાય, તે સ્થાન ઘરને હોય નહિ; ઉપાશ્રયાદિ ધર્મસ્થાનાને જે સ્થાન હોય, તે સ્થાન પેઢી આદિને હોય નહિ; ગુર્વાદિકને જે સ્થાન હોય, તે સ્થાન માતા-પિતાદિને હોય નહિ; સાધર્મિકાને જે સ્થાન હોય, તે સ્થાન કુટુંબીજનાને હોય નહિ; અને ધર્મને જે સ્થાન હાય, તે સ્થાન ધનને હોય નહિ. એને શ્રી જિનમન્દિરાદિ તરફ રાગ હોય અને એ રાગમાં એને કલ્યાણ લાગતું હોય, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચાર ગતિનાં કારણે જ્યારે ઘર આદિ તરફ રાગ હોય તે ખરે, પણ “એ રાગ મને ડૂબાવનાર છે–એમ એને લાગતું હોય! જેનપણું આવે તે મને વૃત્તિ ર્યા વિના રહે નહિ ? આ કરણીની વાત નથી, પણ મને વૃત્તિની વાત છે. આવી મને વૃત્તિવાળા, અવસરે, શાસનને, ધર્મસ્થાનને, સાધન મિકાદિને અને ગુર્નાદિકને એ ઉપયોગમાં આવી જાય, કે જે, આવી મનોવૃત્તિ વિના, સંસારના સુખના લેભથી કે ગાડરીઆ પ્રવાહની જેમ રેજ શ્રી જિનમન્દિરે પૂજાદિમાં અને ઉપાશ્રયે ધર્મકિયાદિમાં દેખાનારે ઉપયોગમાં આવે નહિ. આ મનોવૃત્તિ હોય અને સાધનની મુશ્કેલીના કારણે જ પૂજનાદિ ન કરી શકતે હેય; અથવા તે, તેવા પ્રકારના કર્મોદયથી બહુ ધર્મક્રિયાઓ ન કરી શકતું હોય, તે પણ જે કંઈ વખત શ્રી જિનમન્દિરાદિ ઉપર આફત આવી હોય અને એ એના જાણવામાં આવી જાય, તો એ અવસરે એ આફતના નિવારણને માટે, એ શું કરે અને કેટલું કરે, એ કહેવાય નહિ; કદાચ જાતને હોમી દેતાં પણ એ અચકાય નહિ. એવા કઈ અવસરે, જણાઈ આવે કે–ઘર વગેરે આને જેટલું ગમતું નથી, તેટલું શ્રી જિનમન્દિરાદિ ગમે છે. જેના હૈયામાં જૈનત્વ પ્રગટયું હોય, તેના હૈયામાં આવી મને વૃત્તિ ન હોય, તો કયી મને વૃત્તિ હેય? જેન કુળમાં જન્મેલા હોય, શ્રી જિનમન્દિરાદિમાં જનારા હેય, ભગવાનની ભક્તિ કરનારા હેય અને ગુરૂઓના મુખે સાંભળીને “આ મનુષ્યજન્મ બહુ દુર્લભ છે વગેરે વગેરે બેલનારા પણ હોય, પણ જે આ મનવૃત્તિ ન હોય અને આ મવૃત્તિને કેળવવાને Page #222 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૦૫ પ્રયાસ પણ ન હેાય, તેા એ જૈનત્વને સમજેલા છે, એમ કહેવાય નહિ. શ્રી જિનમન્દિરાદિ તરવાનાં સ્થાન અને ઘર આદિ ડૂબવાનાં સ્થાન, એટલા નિર્ણય, જો જૈનને ન હોય, તા એ જૈન કહેવાતા હોવા છતાં ય, જૈનત્વને એ પામેલા છે –એમ કહેવાય નહિ. જૈનપણું આવે, એટલે મનેવૃત્તિ ફરી ગયા વિના રહે નહિ. તમારા હૈયામાં પહેલું સ્થાન કેને ? ઘરને કે શ્રી જિનમન્દિરને ? પેઢીને કે ઉપાશ્રયને ? માતાપિતાને કે ગુરૂવર્યાને ? કુટુંબીજનાને કે સાર્મિકાને ? ધનને કે ધર્મને ? તમે ઘર આદિને સંભાળેા છે. ખરા, પણ એ તમારા મનને ગમતી વાત તે નહિ ને ? એનાથી કયારે છૂટાય, એમ મનમાં તે ખરૂં ને ? એનેા રાગ ખટકે ખરા ને? અને સામગ્રીના વ્યય કરવા લાયક તથા સેવવા લાયક સ્થાન!–શ્રી જિનમન્દિરાદિ છે, એમ તમારા હૈયામાં તે છે જ ને ? જૈન, પહેલા તેા, જિનના જ હોય ને ? આ મનેાવૃત્તિ ન હોય તા લાવેા. આવી મનાíત્ત જેના જેના હૈયામાં હાય, તે બધાનાં ઘર, એ શ્રી જિનશાસનનાં ઘર છે. તમારૂં ઘર શ્રી જિનશાસનનું ઘર બની જાય, એવી મારી ઈચ્છા છે. તમારામાં પણુ, એવી ઇચ્છા તો ખરી જ ને ? દેવદ્રવ્યમાંથી શ્રાવકા પાસે પૂજા કરાવવાની વાતે આજે, આટલા બધા જૈનો જીવતા હાવા છતાં પણ અને એમાં સમૃદ્ધિશાલી ના હોવા છતાં પણુ, એક બૂમરાણુ એવી પણ ઉપડી છે કે આ મદિરાને સાચવશે કેણુ ? સંભાળશે કોણ ? ભગવાનની પૂજા માટે કેસર વગેરે જોઇએ, તે કયાંથી લાવવું ? પેાતાની કહેવાતી ભગવાનની પૂજામાં પણ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ચાર ગતિનાં કારણે દેવદ્રવ્યનો ઉપયોગ શા માટે ન થાય ? એથી આજે પ્રચાર ચાલી રહ્યો છે કે-“ભગવાનની પૂજામાં દેવદ્રવ્યને ઉપયોગ કરવા માંડે.” કઈ કઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણે થવા લાગ્યાં છે કે મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી! આવું વાંચીએ કે સાંભળીએ ત્યારે, એમ થઈ જાય છે કે–શું જેને ખૂટી પડ્યા? દેવદ્રવ્ય ઉપર સરકારની દાનતા બગડી છે-એમ કહેવાય છે, પણ આજે વાતે એવી ચાલી રહી છે કે-દેવદ્રવ્ય ઉપર જનેની દાનત બગડી છે-એમ લાગે. નહિ તે, ભક્તિ પિતાને કરવી છે અને તે માટે દેવદ્રવ્ય વાપરવું છે, એ બને જ શી રીતિએ? આપત્તિકાળમાં દેવદ્રવ્ય માંથી ભગવાનની પૂજા કરાવાય-એ વાત જુદી છે અને શ્રાવકને પૂજા કરવાની સગવડ દેવદ્રવ્યમાંથી દેવાય-એ વાત જુદી છે. જેને શું એવા ગરીબડા થઈ ગયા છે કે–પતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી? અને એ માટે, દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે ? જેના હૈયામાં તે, એ જ વાત હોવી જોઈએ કે અમારે મારા દ્રવ્યથી જ ભગવાનની દ્રવ્યપૂજા કરવી છે !” દેવદ્રવ્યનીવાત તે દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે, તે જૈને કહેતા કે “એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, તેમાં અમને શું લાભ? અમારે તે, અમારી સામગ્રીથી ભકિત કરવી છે!” શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે? આરંભ અને પરિગ્રહમાં ગ્રસ્ત, જે છતી શકિતએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તે તે પૂજા વાંઝણું ગણાય. શ્રાવક પરિગ્રહના વિષને ઉતારવાને માટે, ભગવાનની દ્રવ્યપૂજા કરે. પરિગ્રહનું ઝેર ઘણું ને? એ ઝેરને ઉતારવાને માટે Page #224 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૦૭ દ્રવ્યપૂજા છે. મંદિરમાં જાય ને કાઇ કેસરની વાટકી આપે તો એનાથી પૂજા કરે, તા એમાં એના પરિગ્રહનું ઝેર ઉતરે ખરૂં? પેાતાનું દ્રવ્ય વપરાયું હોય, તે એમે ય થાય કે · મારૂં ધન શરીરાદિને માટે તે ઘણું વપરાય છે, એમાં ધન જાય છે ને પાપ વધે છે, જ્યારે ત્રણ લેાકના નાથની ભકિતમાં મારૂં જે કાંઈ ધન વપરાય, તે સાર્થક છે.’ પેાતાના દ્રવ્યથી પૂજા કરવામાં, ભાવવૃદ્ધિના જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા થવાનું કારણ જ ન હોય, તે। ભાવ પેદા થાય શી રીતિએ ? ધનહીન શ્રાવક સામાયિક લઈને શ્રી જિનન્દિરે જાય : સ૦ સગવડના અભાવે જેએ જિનપૂજા કર્યા વિના રહી જતા 6 હાય, તેમને સગવડ આપવામાં આવે તે લાભ થાય ને ? શ્રી જિનપૂજા કરવાની સગવડ કરી આપવાનું મન થાય એ સારૂં છે; તમને એમ થાય કે- અમે તેા અમારા દ્રવ્યથી રાજ શ્રી જિનપૂજા કરીએ છીએ, પણ ઘણા એવા છે, કે જેમની પાસે એવી સગવડ નથી. તેવાઓ પણ શ્રી જિનપૂજાના લાભથી વંચિત ન રહી જાય, તેા સારૂં.' તે એ તમને શૈાલતું જ ગણાય; પણ એમ થવાની સાથે જ, એમ પણ થવું જોઈ એ કે– પેાતાના દ્રવ્યથી શ્રી જિનપૂજા કરવાની જેએ પાસે સગવડ નથી, તેને અમારે અમારા દ્રવ્યથી સગવડ કરી આપવી જોઈએ.' આવું મનમાં આવતાં, ‘ જેઓની પાસે પૂજા કરવાની સગવડ નથી, તેઓ પણ પૂજા કરનારા અને એ માટે પણ અમારે અમારા દ્રવ્યના વ્યય કરવા’– આવે નિર્ણય જો તમે કરો, તો તે તમારે માટે લાભનું કારણ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચાર ગતિનાં કારણે છે, પણ શ્રી જિનપૂજા કરનારને પિતાને મનેભાવ કે હોય, એની આ વાત છે. સવ બીજાના દ્રવ્યથી પૂજા કરનારને સારે ભાવ આવે જ નહિ ? બીજાના દ્રવ્યથી શ્રી જિનપૂજા કરનારને માટે સારે ભાવ આવવાનું કારણ કયું ? પિતાની પાસે શ્રી જિનપૂજાને માટે ખર્ચી શકાય-એ પ્રમાણેનું દ્રવ્ય નથી અને શ્રી જિનપૂજાથી વંચિત રહેવું-એ ગમતું નથી, એ માટે જે એ પારકા દ્રવ્યથી શ્રી જિનપૂજા કરતો હોય, તે એને પૂજામાં પારકું દ્રવ્ય વાપરવું પડે છે અને પિતાનું દ્રવ્ય વાપરી શકતો નથી”—એ ખટકે છે, એમ નક્કી થાય છે, એટલે, એની ઈચ્છા તે પિતાના દ્રવ્યથી જ પૂજા કરવાની થઈ ને? શકિત નથી, એ પૂરતું જ એ પારકા દ્રવ્યથી પૂજા કરે છે ને? તક મળે, તે પિતાના દ્રવ્યથી પૂજા કરવાને, એ ચૂકે નહિ ને ? આવી મને વૃત્તિ હેય તે સારા ભાવ આવી શકે, કારણ કે-જેણે પરિગ્રહની મૂછ ઉતારીને પૂજાનું સાધન આપ્યું, તેની એ અનુમોદના કરતે જ હોય. પણ વિચારવા જેવી વાત તે એ છે કે–આજે જે લોકે, પિતાના દ્રવ્યને વ્યય કર્યા વિના જ પૂજા કરે છે, તેઓ શું એવા ગરીબડા છે કે–પૂજાને માટે કાંઈ ખર્ચ કરી શકે જ નહિ ? જે શ્રાવકે ધનહીન હોય, તેઓને માટે તે શાએ કહ્યું છે કે–એવા શ્રાવકેએ ઘેર સામાયિક લેવું. પછી જે કેઈનું એવું દેવું ન હોય, કે જે દેવાને કારણે ધર્મની લઘુતા થવાને પ્રસંગે ઉપસ્થિત થવા પામે તેમ હોય, તો એ શ્રાવક સામાયિકમાં રહ્યો થકે અને ઈસમિતિ આદિના. ઉપયોગવાળે બન્યો થક, શ્રી જિનમંદિરે જાય. શ્રી જિન Page #226 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ २०८ મંદિરમાં જઈને, એ શ્રાવક જુએ કે અહીં મારી કાયાથી બની શકે એવું, કેઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય છે ખરું?” જેમ કે-કેઈ ધનવાન શ્રાવકે પ્રભુપૂજા માટે પુષ્પ મેળવ્યાં હોય અને તે પુપની ગુંથણ કરવાની હોય. આવું કેઈ કાર્ય હોય, તો એ શ્રાવક સામાયિકને પારીને, એ કાર્ય કરવા દ્વારા, દ્રવ્યપૂજાને પણ લાભ લઈ લે. શાસ્ત્ર અહીં સ્પષ્ટ કર્યું છે કે-દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે છે નહિ અને દ્રવ્યપૂજા માટે જરૂરી સામગ્રીનો ખર્ચ નિર્ધનપણાને કારણે પિતે કરી શકે તેમ નથી, એટલે સામાયિક પારીને પારકી સામગ્રી દ્વારા, એ, એ પ્રમાણેને લાભ લે, તે એગ્ય જ છે. વળી, શાસ્તે એમ પણ કહ્યું છે કે-રેજ જે અષ્ટપ્રકારી આદિ પૂજા કરી શકે તેમ ન હોય, તેણે છેવટ રેજ અક્ષતપૂજા કરવા દ્વારા પણ પૂજાનું આચરણ કરવું. સંઘની સામગ્રીથી પૂજા કરનારાઓ: શાસ્ત્રોમાં આવી આવી સ્પષ્ટ વાત કહેલી હોવા છતાં પણ, શ્રાવકે પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પૂજા કરાવવાની વાતો, આજે શાસ્ત્રપાઠના નામે પણ કરવામાં આવે છે, અને તેમાં, દહાડે દહાડે સમ્મતિ આપનારાઓ વધતા જાય છે. શ્રી જિનપૂજા અંગે આજે કેટલેક સ્થળે ન્હાવા આદિની વ્યવસ્થા થએલી છે, પણ ત્યાં શું બને છે એ તે જુઓ ! ન્હાનારા ૧૫૦૦ ને પૂજા કરનારા પ૦૦ જેવી દશા આવવા લાગી છે. પૂજા કરનારાઓ પણ પૂજા કરે છે, તે જાણે ઉપકાર કરતા હોય -એવું વર્તન માટે ભાગે રાખે છે. પૂજા કરીને વાડકી ને થાળી ગમે તેમ રખડતી મૂકી દે છે ને ? પૂજાનાં કપડાં કાઢીને ૧૪. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ચાર ગતિનાં કારણેા જેમ-તેમ ફેંકી દે છે ને? પૂજાનાં કપડાં માટે ય શાસ્ત્ર તે એ વિધિ કહ્યો છે કે અને ત્યાં સુધી ખીજાનાં કપડાં પહેરવાં નહિ; અને પેાતાનાં કપડાં પણ બહુ જ ચેાખ્ખાં રાખવાં, નહિ તે આશાતનાનું પાપ લાગે. કેટલાક પૂજા કરનારાઓ ભગવાનને તિલક કરે છે, તે ય એવા અવિવેકથી કરે છે કે–જાણે પૂજાની કાઈ કાળજી જ ન હોય. ભગવાન પ્રત્યે, એને કેટલું બહુમાન હશે, એવા વિચાર, એને પૂજા કરતા જોઈને આવી જાય. જો ભગવાન પ્રત્યે સાચા ભક્તિભાવ હોત, ભગવાનની પૂજા મારે મારા દ્રવ્યથી જ કરવી જોઈએ’-એવા ખ્યાલ હાત અને ‘હું કમનસીમ છું કે મારા દ્રવ્યથી હું શ્રી જિનપૂજા કરવાને સમર્થ નથી'–એમ લાગતું હોત, તે એ કદાચ સંઘે કરેલી વ્યવસ્થાના લાભ લઈ ને પૂજા કરત, તા પણ તે એવી રીતિએ કરત કે–એની પ્રભુભકિત અને ભક્તિ કરવાની મનેાજાગૃતિ જણાઈ આવત. પેાતાના દ્રવ્યથી પૂજા કરનારાઓને એ હાથ જોડતા હોત અને પેાતાની કાયાથી શ્રી જિનમંદિરની તથા શ્રી જિનમંદિરની સામગ્રીની જેટલી સારસંભાલ થઈ શકે તેમ હેાય, તે કરવાને, એ ચૂકતા ન હોત. આજે તા, આવી સામાન્ય પણ વાતા, જો સાધુઓ કહે તેય, કેટલાકાને તે ભારે લાગે છે. પેાતાના દ્રવ્યથી જ ધર્મકૃત્ય કરવાના આગ્રહુવાળા એ નાકરીનું મનનીય ઉદાહરણ : ભગવાનની પૂજા કરવાના સાચા ભાવ જેના હૈયામાં પ્રગટે, તેને પેાતાના ખર્ચે પૂજાની સામગ્રી મેળવવાનું મન થયા વિના રહે જ નહિ. એને એમ જ થાય કે—મારે પૂજા Page #228 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૧૧ કરવી હોય અને મારી પૂજાનું ફૂલ જો મારે મેળવવું હોય, તે મારે મારી શક્તિ મુજખ પણુ, મારા ખર્ચે જ મેળવેલી સામગ્રીથી, ભગવાનની પૂજા કરવી જોઈ એ.’ શાસ્ત્રમાં અભયંકર નામના શેઠના એ નાકરાની કથા આવે છે. એ ક્થા તા મહુ લાંખી છે, પણ એની શરૂઆતના ભાગ આ વિચારણામાં બહુ ઉપયોગી છે. અભયંકર શેઠ જેવા સુખી હતા, તેવા જ ધર્મનિષ્ઠ હતા. એમને ત્યાં એ નાકરા હતા. એક નાકર ઘરના કામકાજને માટે રાખેલેા હતા અને એક નાકર ગાયાને ચરવાને લઈ જવાને માટે રાખેલા હતા. એ બન્ને નાકરે જોતા કે-આપણા શેઠ સુખી છે અને રાજ પૂજા–દાન આદિ ધર્મને પણ આચરે છે.’ બન્ને નાકરા ભદ્રક પ્રકૃતિના હેાવાથી, એ અન્દેયના હૈયા ઉપર, શેઠની ધર્મકરણીની સારી છાપ પડયે જતી હતી. બીજાની ધર્મકરણીની પણ સારી છાપ તેના જ હૈયામાં પડે છે, કે જેનામાં કાંઇક પણ ચેાગ્યતા હાય. લાયક આત્માએ જ, સારી ચીજને પણ સારી નજરે જોઈ શકે છે. નાલાયકા તે સારાં કામ કરે નહિ અને સારાં કામ કરનારની નિન્દાઢિ કરવા દ્વારા પાપ બાંધે. જેનું મિથ્યાત્વ જોરદાર હેાય, તે સારાની સારી કરણીને પણ, સારી કરણી તરીકે જોઈ શકે નહિ. અનુમેદનામાં પણ ધર્મ કહ્યો છે, તે અમથા નથી કહ્યો. અનુમેાદના કરવાને માટે ય, હૈયાની લાયકાત જોઇએ છે. જે ચીજ ગમે નહિ, તેની અનુમાદના સાચા ભાવે થાય શી રીતિએ ? અને સાચા ભાવે અનુમાઇના કરનારા, તક મળે તેા, એ ચીજ પેાતે કર્યાં અને કરાવ્યા વિના પણ રહે શાના ? Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ચાર ગતિનાં કારણે એક વાર, એ બને નેકરે એકલા બેઠા બેઠા વાત કરતા હતા. તેમાં પોતાના શેઠની વાત નીકળી. બન્ને જણા વિચારવા લાગ્યા કે આપણું શેઠ બહુ ભાગ્યશાલી ! આપણું શેઠના ત્રણે ય કાલ સારા! કેમ કે પૂર્વ ભવમાં આપણા શેઠે સારાં કાર્યો કરેલાં, એટલે આ ભવમાં આપણું શેઠ પુણ્ય ભેગવટે કરી રહ્યા છે અને આ ભવમાં શેઠ એવાં કાર્યો કરે છે, કે જેથી તે આવતા ભવમાં પણ સુગતિને પામીને સુખને જ ભેગવનારા બનવાના!” પિતાના શેઠને અગે, આ વિચાર કરવાની સાથે, એ બનેએ પિતાને વિચાર પણ કર્યો અને તે એવા પ્રકારને વિચાર કર્યો કે “આપણે પૂર્વે કાંઈ સારું કરેલું નહિ, એટલે આ ભવમાં આપણું આવી સ્થિતિ છે અને આ ભવમાં પણ આપણે કાંઈ સારું કરી શકતા નથી, એટલે આપણે આવતે ભવ પણ નકામે જ નિવડવાને છે!” પિતાના બન્ને નકર અંદર અંદર આ વાત કરતા હતા, તે ભાગ્યવશાત્ શેઠના કાને પડી ગઈ. પિતાના નેકરની આ - વાતને સાંભળીને, શેઠને થયું કે-“જી લાયક છે. આવા જીને જે ચોગ્ય સામગ્રીને વેગ કરી આપે છે, તે જરૂર આ જી ધર્મને પામી જાય !” શેઠે આ વાત ધ્યાનમાં રાખી લીધી અને ચેમાસીને દિવસ આવ્યો, એટલે શ્રી જિનમંદિરે પૂજા કરવા જતાં, શેઠે પિતાના એ બને નેકને સાથે લીધા. કરેને શ્રી જિનમન્દિરે લઈ જવા હતા, એટલે એમને પણ શેઠે ઠીક ઠીક વસ્ત્રાદિ પહેરાવ્યાં અને પછી કહ્યું કે-“ભગવાન શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરવાને માટે, તમે આ પુષ્પને ગ્રહણ કરે!” એ વખતે, પેલા બન્ને જણા કહે છે કે-એ તે જેનાં Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પહેલે ભાગ પુષ્પ હોય, તેને ફલ મળે. અમારે તે મજુરી માત્ર થઈ કહેવાય.” આમ કહીને, એમણે પોતાના વતીની પૂજા માટે, શેઠનાં પુષ્પને ગ્રહણ કરવાની ના પાડી દીધી! શું ભણેલા છે? શા સંસ્કાર છે? કેટલીક સમજણ છે? કાંઈ નહિ, પણ આ તો સામાન્ય અક્કલને સવાલ છે ને? શેઠનાં કુલ અમે ભગવાનને ચઢાવીએ, તેમાં અમને શું ફલ મળે?”-એટલું, એ અજ્ઞાન અને અસંસ્કારી નેકને પણ સમજાયું અને શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલા, ગુરૂઓના પરિચયમાં આવેલા, વ્યવહારમાં કુશલ બનેલા તમને આ વિચાર ન આવે, તો સમજવું શું? તમને એમ ન સૂઝે કે પૂજા કરવી છે મારે, પૂજાનું ફલ મેળવવું છે મારે અને કેઈની વાટકી, કેઈનું કેસર અને કેઈનાં કુલ લઈને જે હું પૂજા કરું, તે એમાં મારું વળે શું?” શેઠે, પિતાના એ બન્ને ય નેકરેને, ભગવાનની પુષ્પપૂજા કરવાને માટે બહુ બહુ સમજાવ્યા, પણ તે એકના બે થયા નહિ! એક જ વાત કે "કરીએ તે અમારાં પુષ્પથી જ પૂજા કરીએ, બાકી નહિ!” નેકરના આવા વલણથી, શેઠ ગુસ્સે થતા નથી, કારણ કે-શેઠ સમજી છે. પછી, શેઠ એ બને નેકરેને, ગુરૂ મહારાજની પાસે લઈ જાય છે અને ગુરૂ મહારાજને વાત કરે છે. ગુરૂ મહારાજ નાકરેના મનભાવને સમજી જાય છે. ગુરૂ મહારાજને પણ લાગે છે કે-જી લાયક છે.” ગુરૂ મહારાજ એ બનેને કહે છે કે-“પુષ્પથી પણ ભગવાનની પૂજા જે ભાવપૂર્વક કરી હોય, તે તે ઘણા મેટા ફલને દેનારી થાય છે, તમારી પાસે થોડું પણ દ્રવ્ય છે કે નહિ ?” Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ચાર ગતિનાં કારણે ગુરૂ મહારાજે આ પ્રમાણે પૂછયું, પણ શેઠનાં પુષ્પોથી પૂજા કરવાને ઉપદેશ આપે નહિ. ગુરૂ મહારાજે એ પ્રમાણે પૂછવાથી, શેઠના એ બે નકમાંને એક નેકર, કે જે ગાયોને ચરાવવાનું કામ કરનારે હતું, તે બે કે-ગુરૂદેવ ! મારી પાસે દ્રવ્ય તે છે, પણ તે ઘણું થોડું છે. મારી પાસે આખી પચીસ કેડી જ છે!” એટલે, ગુરૂ મહારાજે કહ્યું કે હું પણ તપ અને દાન આદિ, જે પિતાની શક્તિને પવ્યા વિના જ, શુદ્ધ ભાવથી કરવામાં આવે, તો તેથી વિપુલ ફલની પ્રાપ્તિ થાય છે!” ગુરૂ મહારાજના મુખેથી આ જવાબ સાંભળતાં, એ પાલક નેકરને બહુ જ આનંદ થયો. એને લાગ્યું કેઆટલામાં પણ હું ભગવાનની ભક્તિ કરી શકું છું, એટલે બસ છે!” તરત જ તે ત્યાંથી ઉડ્યો. શેઠ પણ સાથે ગયા. પિતાની પાસે જે દ્રવ્ય હતું, તે સર્વ દ્રવ્યનાં એ નેકરે પુષ્પ ખરીદ્યાં અને એ પુ દ્વારા એણે બહુ ઉલ્લાસપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી! આ રીતિએ ગુરૂ મહારાજ પાસેથી ઉઠીને ગોપાલક નેકર પૂજા કરવા ગયે, પણ શેઠને બીજે નેકર તે ત્યાંની ત્યાં જ બેસી રહ્યો. પેલે ગયે, પણ આ ઉદ્યો નહિ. એનું મન તત્કાલ ઉદ્ધિગ્નિ બની ગયું. એને થયું કે-“એની પાસે એટલું ઘેટું પણ દ્રવ્ય હતું અને મારી પાસે તે કાંઈ નથી! હું શું કરું?” ઉદ્વિગ્નપણે તે આ વિચાર કરતે હતા, ત્યાં જ એક માણસને તેણે ગુરૂ મહારાજની પાસેથી પ્રત્યાખ્યાનને ગ્રહણ કરતો જોયે. ગુરૂ મહારાજ પચ્ચખાણ આપી રહ્યા, એટલે શેઠનું ઘરકામ કરનાર આ નેકરે, ગુરૂ મહારાજને પૂછયું કે Page #232 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૧૫ ‘હે ભગવન્ ! આ માણસે આ શું કર્યું ?' ગુરૂ મહારાજ કહે છે કે--‘ભદ્ર ! આ માણસે આજે તપ કર્યાં.’ આમ કહીને, ગુરૂ મહારાજે, તેને તપના અંગીકારના વિધિ સમાન્ચે; અને તપ કરવાથી કેવું ફળ મળે છે, તે પણ તેને કહ્યું. આ સાંભળીને, એ નાકરે તરત જ તપ કરવાના નિર્ણય કરી લીધા. એને લાગ્યું કે—પૈસા નથી, તે પૈસા વિના પણ થઇ શકે એવું આ ઉત્તમ કાર્ય છે!' એની પાસે જો પૈસા હાત, તા એ પોતાના બ્યના વ્યય કરીને પૂજા કર્યા વિના રહેત નહિ; પણ એની પાસે પૈસા નહાતા, એટલે એનું મન લાચાર બની ગયું હતું. આમ છતાં ય, પૈસા વિના પણ થઇ શકે તેમ હોય તા, જે ધર્મકૃત્ય થઈ શકે તે ધર્મકૃત્ય કરવાની એની મનેાવૃત્તિ તા હતી જ; એટલે, એણે ઝટ ગુરૂ મહારાજની પાસે ઉપવાસનું પચ્ચખ્ખાણ કરી લીધું. છતે પૈસે, પૈસા વગર થતા ધર્મને જ શેાધે, એમાં તે પૈસાની મૂર્ચ્છના અતિરેક ગણાય. પૈસાવાળો તે, પૈસાથી થતા ધર્મ પણ કરે અને સાથે સાથે કાયાદિકથી થઈ શકે તેવા ધર્મ પણ કરે, જેની પાસે જે હોય, તે તેના શકિત અને ભાવના મુજબ ધર્મ કરવામાં ઉપયાગ કરે. તમને આ વાત તે સમ જાય છે ને ? આણે, પૈસા બચાવવાને માટે, પૈસા વગર થઇ શકે એવા ધર્મ નહોતા શેાધ્યા, એ વાત તમારા ખ્યાલમાં આવી ગઇ છે ? સારા શેડ મળવાથી, આ રીતિએ બન્ને નાકર ધર્મકાર્ય કરી શકયા. તમારા નાકરમાં લાયકાત ભાળો, તેા અને ધર્મ પમાડવાનું મન, તમને થાય ને ? તમારા ઘરનું કેાઈ ધર્મથી વંચિત ન રહી જાય, એવી ઇચ્છા તે ખરી ને ? તમે તમારાથી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ચાર ગતિનાં કારણા અનતી મહેનત કરો, છતાં કોઈ ધર્મને ન પામી શકે, તે વાત જુદી છે; પણ તમારા મનમાં તે એમ ખરૂં ને કે-આ અધાને ધર્મ પમાડવા છે!? તમારા નોકરીને, તમારી કરણી જોઈને, તમારે માટે કેવો વિચાર આવે? નાકરમાં ચેાગ્યતા હાય, તા તમારી બધી રીતભાત તા એવી તે કે–એને, તમારી પુણ્યાઇની પ્રશંસા કરવાનું મન થાય જ ? આવાં ઉદાહરણા જ્યારે જ્યારે સાંભળો, ત્યારે ત્યારે, જાતના પણ વિચાર કરનારા અને ! વિચાર કરવા કે—અલયંકર શેઠની છાપ, જેવી તેમના નોકરોના હૈયા ઉપર પડી; તેવી છાપ, મારા નેકરાના હૈયા ઉપર, મારે માટે પડી છે ખરી ? નથી પડી, તે એમાં દોષ મારે છે કે નાકરાના જ છે? મારી નાલાયકાતથી, મારા નાકરાના હૈયામાં મારે વિષે સારી છાપ પડી નથી કે નાકરા એવા નાલાયક છે કે હું સારા હોવા છતાં પણ તેમના હૈયા ઉપર મારે વિષે સારી છાપ પડી નથી ?’ આવા વિચાર કરો, તે એમ થવામાં જો તમારો દોષ હાય, તા તે તમારા ખ્યાલમાં આવે અને એ દ્વેષને કાઢવાનું મન થાય ! ‘ અભયંકર શેઠ બહુ સારા ’–એમ કહીને વાતને માંડી વાળા નહિં. ઝટ વિચાર કરવા કે એ શેઠ સારા હતા, તેા હું શા માટે સારો બની શકું નહિ ? ’ એક પૂજા કરીને અને બીજો ઉપવાસનું પચ્ચખાણ કરીનેઅને નાકરા હૈયામાં ખૂબ ખૂબ હર્ષને પામતા થકા શેઠની સાથે શેઠને ઘેર આવ્યા. ભોજનવેળા થઈ હતી, એટલે બન્નેને તેમને માટેનાં ભાણાં મળી ગયાં. શેઠનું ઘરકામ કરનાર નાકરે ઉપવાસ કર્યાં હતા, છતાં પણ તેણે પાતાનું ભાણું પીરસાવ્યું. એણે વિચાર કર્યાં કે Page #234 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૧૭ મને આ ભેજન મારા કામના બદલામાં મળે છે એટલે આ ભેજન મારા હકકનું છે. આ ભેજન મારું રળતર છે, એટલે મારા પુણ્ય જે કઈ મુનિરાજ અત્યારે અહીં આવી જાય, તો હું તેમને મારું આ ભેજન વહેરાવી દઉં !” ઘરકામ કરનાર નોકર જે નોકર પણ કે વિચાર કરે છે, તો એ તે જુઓ ! શ્રી જિનપૂજામાં પણ પિતાના દ્રવ્યથી જ શ્રી જિનપૂજા કરવાનો આગ્રહ અને ગુરૂને વહેરાવવામાં પણ પિતાનું હક્કનું જ ભેજન વહેરાવવાનો આગ્રહ ! ભકિતનો ભાવ જ્યારે સાચા રૂપમાં પ્રગટે છે, ત્યારે હૈયામાં કેવી ફુરણાઓ પ્રગટે છે, એ જાણવાને માટે આ ઘણું જ સુન્દર ઉદાહરણ છે. પારકા દ્રવ્યથી જ અને હવે તે છેવટ દેવદ્રવ્યના ખર્ચ પણ શ્રી જિનપૂજા કરવા-કરાવવાની વાત કરનારાઓ, જે પોતાના હૈયાને ખેલીને આવી વાતોને વિચારે, તે એમને ખ્યાલ આવે કે-એમના વિચારે, કેટલા બધા ઉન્માર્ગ તરફ ઘસડાઈ રહ્યા છે. પેલો નોકર, પિતાના વળતરનું ભેજન, જે કઈ પણ મુનિરાજ મળી જાય તો તેમને તે વહેરાવી દેવાનો નિર્ણય કરીને, ઘરના બારણું પાસે આવીને ઉભો રહ્યો. એવામાં, ત્યાં એક મુનિરાજ ભિક્ષાને માટે આવી ચડ્યા. ગ્લાનાદિકના કાર્યને અંગે એ દિવસે એ મહાત્મા ઉપવાસ કરી શકેલા નહિ, એટલે ભેજનવેળાએ ગોચરી વહેરવાને માટે એ નીકળેલા; અને પેલા નેકરનું ભાગ્ય એવું સારું કે-એ મુનિરાજ ત્યાં જ આવી પહોંચ્યા. મુનિરાજને જોતાં તે, આના હર્ષ ઉછાળો માર્યો ! એને તરત જ વિચાર આવ્યે કે-રંક એ હું ક્યાં અને આવા Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ચાર ગતિનાં કારણે મુનિરાજ કયાં ? તેમાં વળી, મારૂં રહેલું દ્રવ્ય કાંથી ? ' મારા જેવા રંકને આવા મુનિરાજના ચેગ કયાંથી થાય અને કદાચ આવા મુનિરાજનો યાગ મને થઈ જાય, પણ તે વખતે આવા મુનિરાજને આપી શકાય એવું દ્રવ્ય, મારી પાસે મારા રળતરનું હાય ક્યાંથી ? એ વખતે, એને એમ પણ થાય છે કે—આ બધા યોગ સૂચવે છે કે-આવતા ભવમાં ચાસ મને કેાઈ અદ્ભુત સંપત્તિ પ્રાપ્ત થવાની છે! આવી સામગ્રી કદી પણ અન્યથા થાય નહિ ! ’ આ વિચારમાં, ખૂબ આનંદપૂર્વક અને સંતાષપૂર્વક, એ નોકરે પોતાનું સઘળું ય ભેાજન મુનિરાજને વહેારાવી દીધું. શેઠ આ બધું જોતા હતા અને જોઇને પ્રસન્ન થતા હતા ! પેાતાના નાકરને, આ પ્રમાણે સઘળું ય મુનિરાજને વહેારાવી દેતા જોઇને, શેઠ પણ ખૂબ પ્રમેાદ પામ્યા. શેઠે પેાતાના નોકરાને પણ કેવું ભાજન પીરસાવ્યું હશે ? તમારે ત્યાં તે, માટે ભાગે શેઠનું ખાણું જુદું અને નોકરનું ખાણું જુદું, એવું જ હોય છે ને? કહે છે કે-નાકર ઉપર સારી છાપ પડતી નથી, પણ નોકર ઉપર સારી છાપ પડે એવા તમારા વ્યવહાર જ કયાં છે? શેઠે જોયું કે–આણે તેા કાંઈ પણુ રાખ્યા સિવાય પોતાનું બધું જ ભેાજન વહેારાવી દીધું છે, એટલે શેઠે તેના ભાણામાં ખી ભેાજન પીરસાવવા માંડયું, કેમ કે-એમને ખબર નહાતી કે આણે આજે ઉપવાસ કર્યો છે. ગેાપાલક નાકરની સાથે શેઠ જ્યારે શ્રી જિનમન્દિરમાં ગયેલા, તે વખતે આણે ઉપવાસનું પચ્ચખ્ખાણ કરી લીધેલું અને પછી કોઇને ય એણે એ વિષે કહેલું નહિ. ઉપવાસ Page #236 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૧૯ ને એને હર્ષ ઘણે હતું, પણ પોતાના હર્ષને પોતાના હૈયામાં સમાવવાની લાયકાત એનામાં હતી. એ નોકરે જે સંગોમાં ઉપવાસનું પચ્ચખાણ ક હતું, તે સંગમાં તમે કોઈ ધર્મકૃત્ય કર્યું હોય, તો એ બીજાઓને કહ્યા વિના તમે રહી શકો ખરા? પોતાની પાસે કાંઈ પણ ધન નહિ હેવાથી જ, એ પૂજા કર્યા વિના રહી ગયો હતો, એટલે, એને તે એમ કહેવાનું હેજે મન થઈ જાય કે મારા મિત્રે પૂજા કરી, તે મેં વગર પૈસે ય અપૂર્વ કર્યું છે!” પણ જીવ બહુ લાયક છે, એટલે એને એવું બોલવાને વિચાર સરખે ય આવ્યું નથી. શેઠે જ્યારે ફરીથી ભેજન પીરસવાનું કહ્યું, ત્યારે આણે ના પાડી અને કહ્યું કે આજે મારે ઉપવાસ છે.” શેઠ કહે છે કે તે પછી તે પહેલાં શા માટે ભેજન લીધું હતું?” શેઠના મનને એમ કે–આ, મુનિરાજને વહેરાવી દીધું, એટલા માટે તે ઉપવાસ કરવાને ઈચ્છતો નથી ને ? પેલે નોકર કહે છે કે-એ ભેજન મારું હતું, એટલે મારા ભેજનને હું શા માટે ત્યાગ કરૂં?” એટલે કે-મારા હકકના ભાજનને મને ગમતે ઉપયોગ કરવાને બદલે, એનો ત્યાગ હું શું કામ કરું ? આવા જવાબથી શેઠ અધિક પ્રસન્ન થયા અને આ બનાવ બને તે દિવસથી તો, તે બન્ને નેકરે ઉપર શેઠે અધિક વાત્સલ્ય કરવા માંડયું; કેમ કે-હવે તે એ નેકરે હોવા છતાં પણ સાધર્મિક થઈ ગયા ને ? શ્રાવકને ડૂબાવી દેવાને ધંધે ઃ . અભયંકર શેઠના એ બે નોકરે, નહતા પૂજાના વિધિને Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ચાર ગતિનાં કારણે જાણતા કે નહોતા ભગવાન શ્રી જિનેશ્વરદેવના ગુણસમૂહને પિછાનતા; પણ પિતાના શેઠને લીધે એમને પૂજા કરવાનું મન થયું હતું અને “દેવપૂજા એ પુણ્યકરણ છે અને આ ભગવાન એ દેવ છે એવી એઘ સમજ હતી. એના યોગે, એમના હૈયામાં પોતાના દ્રવ્યથી પૂજા કરવાનો શુભ પરિણામ જ ને ? એ બન્ને નોકરને, તે પછી જે ભાવલાસ જ, તે ભાલ્લાસ જે તેમણે શેઠનાં પુષ્પોથી પૂજા કરી હત, તો જન્મત ખરે? “અમારે પૂજા કરવી હોય, તે તે અમારે અમારા દ્રવ્યથી જ કરવી જોઈએ –એ પ્રકારની એમની મનોદશાએ, એમને કેવા સુન્દર ભાવોલ્લાસની તક પમાડી દીધી? તમે, તમારી પાસે દ્રવ્ય હોવા છતાં પણ, પારકાં દ્રવ્યથી પૂજા કરે, તો તેમાં “આજ મારું દ્રવ્યવાનપણું સાર્થક થયું –એવો ભાવ પ્રગટવાને કાંઈ અવકાશ છે ખરો? ખરેખર, ભક્તિના ભાવમાં ખામી આવી છે, એટલે જ આજે આડા-અવળા વિચારો સુઝે છે. શ્રી જિનમંદિરમાં રાખેલી સામગ્રીથી જ પૂજાદિ કરનારાઓ વિવેકહીનપણે વર્તે છે, તેનું કારણ શું? પોતાની સામાન્ય કિમતની ચીજને પણ તેઓ જેટલી સાચવે છે, તેટલી દેરાસરની ભારે કિંમતની ચીજને પણ તેઓ સાચવતા નથી; જ્યારે ખરી રીતિએ તે, શ્રી જિનમન્દિરની કે સંઘની નાનામાં નાની, સાધારણમાં સાધારણ કિમતની ચીજને પણ, સારામાં સારી રીતિએ સૌ કેઈએ સાચવવી જોઈએ. આજે મારે મારા દ્રવ્યથી જ શ્રી જિનપૂજા કરવી જોઈએ –એ વાત વિસરાતી જાય છે અને એથી જે સ્થલે જેનોનાં સંખ્યાબંધ ઘરે હય, તેમાં પણ સુખી સ્થિતિવાળાં ઘરે હોય, ત્યાં પણ કેસર-સુખડ આદિના Page #238 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૨૧ ખર્ચને માટે બૂમ પડવા લાગી છે. આના ઉપાય તરીકે, દેવદ્રવ્યથી શ્રી જિનપૂજન કરવાનું કહેવાને બદલે, સામગ્રીસંપન્ન જનોને પોતપોતાની સામગ્રીથી શક્તિ મુજબ પૂજા કરવાનો ઉપદેશ આપવો જોઈએ. દેવદ્રવ્યના રક્ષણને માટે પણ, આ દેવદ્રવ્યમાંથી શ્રાવકોને પૂજા કરવાની સગવડ કરી દેવાનો ઉપાય, વ્યાજબી નથી. દેવદ્રવ્યનો દુરૂપયેગ થતો અટકાવવો હેય અને સદુપયોગ કરી લે હોય, તો આજે જિર્ણ મન્દિરે ઓછાં નથી. બધાં જિર્ણ મન્દિરનો ઉદ્ધાર કરવાનો નિર્ણય કરે, તો તેને પહોંચી વળે એટલું દેવદ્રવ્ય પણ નથી. પરતુ, દેવદ્રવ્યમાંથી શ્રાવકેને માટે પૂજા કરવાની વ્યવસ્થા કરવી. અને શ્રાવકને દેવદ્રવ્યથી આવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા બનાવી દીધા, એ તે તેમને તારવાનો નહિ પણ ડૂબાવી. દેવાનો ધંધે છે. પૂજા ગાંઠના દ્રવ્યથી જ કરવી જોઈએ ? શ્રી જિનપૂજા કાયિક, વાચિક અને માનસિક –એમ ત્રણ પ્રકારે પણ કહી છે. શ્રી જિનપૂજા માટે જરૂરી સામગ્રી પોતે એકઠી કરવી–તે કાયિક, દેશાન્તરાદિથી તે સામગ્રી મંગાવવી –તે વાચિક અને નંદનવનનાં પુપે આદિ જે સામગ્રી મેળવી શકાય તેમ નથી, તેની કલ્પના કરવા દ્વારા તેનાથી પૂજા કરવીતે માનસિક ! પારકી સામગ્રીથી પૂજા કરનારાઓ, આ ત્રણમાંથી ક્યા પ્રકારની પૂજા કરી શકવાના હતા? શાસ્ત્રોએ તે ગૃહમંદિરમાં ઉત્પન્ન થયેલ દેવદ્રવ્યથી ગૃહમન્દિરમાં પૂજા કરવાની પણ મનાઈ કરી છે. ગૃહમન્દિરમાં ઉપજેલ દેવદ્રવ્ય દ્વારા સંઘના શ્રી જિનમન્દિરમાં પૂજા કરવામાં પણ દેષ કહ્યો છે Page #239 -------------------------------------------------------------------------- ________________ :૨૨૨ ચાર ગતિનાં કારણા અને ગાંઠના દ્રવ્યથી જ શ્રી જિનપૂજા કરવી જોઈએ, એવું વિધાન કર્યું છે. તીર્થયાત્રાએ જતાં કેાઈએ ધર્મકૃત્યમાં વાપરવાને માટે કાંઈ દ્રવ્ય આપ્યું હોય, તે તે દ્રવ્યને પોતાના દ્રવ્યની સાથે ભેળવી દઈને, પૂજાદિ કરવાની પણ શાસ્ત્ર મના કરી છે અને કહ્યું છે કે પહેલાં દેવપૂજાદિ ધર્મકૃત્યા ગાંઠના દ્રવ્યથી જ કરવાં અને તે પછી બીજાએ જે દ્રવ્ય આપ્યું હોય, તેને સર્વની સાક્ષીએ, એટલે એમ કે- આ અમુકના દ્રવ્યથી કરૂં છું’–એમ કહીને, ધમકૃત્યા કરવાં. સામુદાયિક ધર્મકાર્ય કરવાનું હોય, તેમાં જેને જેટલેા ભાગ હોય, તે સર્વ સમક્ષ જાહેર ન કરે, તા પણ પુણ્યના નાશ થાય અને ચારી આદિના દોષ લાગે, એમ શાસ્ત્ર કહ્યું છે. જો શાસ્ત્રોમાં કહેવાએલી આ બધી વાતાને વિચારવામાં આવે, તો સૌને આ બધી વાતે ખરાઅર સમજાવી શકાય અને એથી શ્રી જિનભક્ત એવા સર્વ શ્રાવકાને લાગે કે આપણે આપણી શક્તિ મુજબ પણ આપણી” ગાંઠના દ્રવ્યથી જ શ્રી જિનપૂજા કરવી જોઇ એ. નહિ કરનાર છતાં મનેાભવ સારો અને કરનાર છતાં મનેાભાવ ખરાખ–એ વિષે એક ઉદાહરણ : સ ગમે તેમ પણ શ્રી જિનપૂજા કરે, તો તેથી ઘેાડા ઘણા પણ લાભ થાય ને? શ્રી જિનપૂજા ગમે તેમ કરે અને તે પણ તેથી લાભ જ થાય, આવું વળી કચાંથી લઈ આવ્યા ? કરે પૂજા, પણ આશાતના થાય એવી રીતિએ કરે, તેા ય લાભ થાય ? મનેાભાવ ઉપર તે ફૂલના મોટા આધાર છે. મનેાભાવની તરતમતાના કારણે, ફૂલમાં પણ તરતમતા રહે છે. મનેાભાવ વિપરીત Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ પહેલે ભાગ પ્રકારને થઈ જાય, તો લાભને બદલે હાનિ પણ થઈ જાય. શાસ્ત્રમાં બે વણિકનું એક ઉદાહરણ આવે છે. એ બે વણિકોમાં એકનું નામ નન્દક હતું અને બીજાનું નામ ભદ્રક હતું. એ બનેની દુકાને પાસે પાસે હતી. નન્દક નામના વણિકે રેજ દેવપૂજા કરવાનો નિયમ ગ્રહણ કર્યો હતે. રેજ સવારે તે પહેલાં પૂજા કરવા જતો અને પૂજા કરીને આવ્યા પછી તે પિતાની દુકાન ખોલતો, જ્યારે ભદ્રક રેજ સવારે ઉઠીને સીધે પિતાની દુકાને જતો. નન્દકને પૂજા કરવાને માટે તે જોઈને, ભદ્રક રાજ વિચાર કરો કે ધન્ય છે આ નન્દકને, કારણ કે-અન્ય સર્વ કૃત્યને તજી દઈને, આ, રેજ સવારે ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે છે ! હું કે નિર્ધન, પાપી અને ધન કમાવાની લાલસામાં પડેલો છું, કે જેથી સવારે દિવસ ઉગ્યે અહીં આવું છું અને પામરનાં મેંઢાં જોઉં છું! ધિક્કાર છે મારા જીવિતને અને મારા ગેત્રને પણ!” આવા વિચારે, એને રોજ આવતા હતા, અને એથી શાસ્ત્ર કહે છે કે-આવા પ્રકારના ધ્યાન રૂપ જલ વડે કરીને, એ, પિતાના પાપમલને હેતે હતે તથા પોતાના પુણ્યબીજને સીંચતો હતો. એક તરફ પૂજા નહિ કરનારા ભદ્રકની જ્યારે આવી મનોદશા વર્તતી હતી, ત્યારે બીજી તરફ રોજ પૂજા કરનારા નન્દકની એથી ઊલટી જ મનોદશા વર્તતી હતી. નન્દક વિચારતો હતું કે હું જે વખતે દેવપૂજા કરવાને જાઉં છું, તે વખતે આ ભદ્રક એકલે જ વેપાર કરે છે; એટલે, એ ઘણું ધન કમાઈ જશે! મેં અભિગ્રહ લઈ લીધે છે, એટલે બીજું કરું પણ શું? બાકી પૂજાનું ફલ તે બહુ દૂર છે અને અત્યારે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ચાર ગતિનાં કારણો તે મને ધનની જ હાનિ રૂપ ફલ મળી રહ્યું છે!” આવા આવા કુવિકલ્પથી, શાસ્ત્ર કહે છે કે-એ પિતાની પૂજાના ફલને હારી ગયે! પૂજા નહિ કરવા છતાં પણ, ભદ્રકને સારા મનભાવના ગે લાભ થઈ ગયો અને પૂજા કરવા છતાં પણ, નન્દકને ખરાબ મનોભાવના ગે લાભ થવાને બદલે હાનિ પ્રાપ્ત થઈ! આથી, શ્રી જિનપૂજામાં પણ મનોભાવ જેમ બને તેમ સારે જ રાખ જોઈએ અને પરિણામ સારા રાખ્યા વિના ધાર્યું પરિણામ આવે નહિ. આવા કાળમાં ય શાસનની સુંદર પ્રભાવના થઈ શકેઃ આ ઉદાહરણ ઉપરથી, ધનહીન શ્રાવકે પણ કેવા પ્રકારે લાભ લઈ શકે, એ વસ્તુ સૂચિત થાય છે. પિતે ધનહીન હેય તે, પિતે પૂજાદિન કરી શકતા હોય; પણ જે ધનસંપન્ન પૂજાદિ કરતા હોય, તેમની અનુમોદના તે એ કરી શકે ને? પૂજા કરનારાઓની અનુમોદના કરવા સાથે, શાસ્ત્રના વિધિ મુજબ શ્રી જિનમંદિરે જઈને, પિતાની કાયાથી બની શકે તેવાં શ્રી જિનમંદિરનાં અને શ્રી જિનભક્તિનાં કાર્યો તે એ કરી શકે ને? પણ પૂજા માટે કશો જ ખર્ચ કરી ન શકે-તેવી સ્થિતિ હોય, એવા જૈનો, આજના વિષમ કાળમાં ય થડા છે. પૂજા માટે થોડું પણ ખર્ચ કરી શકે, એવા જૈનો તે, આજની સ્થિતિમાં ય, મોટી સંખ્યામાં છે. જો આ બધાને આ વસ્તુ બરાબર સમજાઈ જાય, તે આ કાળમાં પણ ભાગ્યે જ કઈ મંદિરને કેસર, સુખડ આદિ માટે ચિંતા કરવાની જરૂર પડે! કદાચ કઈ ઠેકાણે ખૂટતું હોય, તે આજે સુખી જેને પણ એટલા Page #242 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૨૫ છે કે–એને પહોંચી શકે. ખરી ખામી તે, ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવમાં જ આવતી જાય છે, અને એ ખામીથી, અનેકવિધ અનર્થો જમ્યા કરે છે. જેના હૈયામાં ભક્તિનો ભાવ જાગે, તે તો વિધિ આદિને ન જાણતો હોય, તે છતાં ય પિતાનાથી જે કાંઈ લાવી શકાય તે લાવીને, ભગવાનના ચરણે ધર્યા વિના રહે નહિ. તમને ઘર આદિ કરતાં, શ્રી જિનમંદિરાદિ વધારે ગમતાં બની જાય અને “આ મનુષ્યજન્મમાં આવીને મારે જેમ બને તેમ પાપથી નિવૃત્ત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ”—એમ લાગી જાય; તે, આ કાળમાં પણ શાસનની સુન્દર પ્રભાવના થઈ શકે. બહારની ખરાબીઓ કરતાં પણ અન્તઃકરણની ખરાબીઓ બહુ જ નુકશાનકારક નિવડે છે. જેનું અતઃકરણ સ્વચ્છ બની જાય છે, પાપથી રહિત બનવાની ચિન્તામાં વેજાઈ જાય છે, તેને માટે મુશ્કેલીમાં પણ ધર્મારાધન સહેલું બની જાય છે અને મન મલિન હોય, તે ઘણું સારી સામગ્રીનો વેગ પણ ધર્મારાધનને સુલભ બનાવતું નથી. આ મનુષ્યજન્મનાં જ્ઞાનિઓએ કયા વિશિષ્ટ હેતુથી વખાણ કર્યા છે, એ વાત જે તમારા ખ્યાલમાં બરાબર આવી જાય, તે તમારા સઘળા પ્રયત્નની દિશા જ ફરી જાય. પછી, તમે સાધુ ન બની શકે તે પણ, ગૃહસ્થપણે ય ઉત્તમ જીવનને જીવનારા બની શકો અને દુર્ગતિઓ તે તમારાથી દૂર જ ભાગતી ફરે. હવે તે, તમે, એ માટે પ્રયત્ન કરવાના જ ને? “જોઈએ છે એક મોક્ષ અને જ્યાં સુધી મેક્ષ ન મળે ત્યાં સુધી ધર્મસામગ્રી તથા ધર્મસાધનની અનુકૂળતા જોઈએ છે.”—આ સિવાયની કઈ ઈચ્છા ન રહે, તે પણ આ જીવન ઘણે અંશે સાર્થક થઈ જાય. ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ [૪] દગતિને ડર પેદા કરે સહેલો છે, પણ દુર્ગતિનાં કારણ ડર પેદા કરવા મુશ્કેલ છે? અનન્ત ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-કષાયથી અને ઈન્દ્રિયોથી જીતાએલે આત્મા, એ સંસાર છે અને કષાયોને તથા ઈન્દ્રિયોને જે આત્મા જીતી ચૂક્યા છે, તે મેક્ષ છેએમ ભગવાન શ્રી અરિહંતદેવો આદિએ ફરમાવ્યું છે. કષાયો ઉપર અને ઈન્દ્રિય ઉપર સંપૂર્ણપણે વિજય મેળવીને, અત્યાર સુધીમાં, અનન્તા આત્માઓએ પોતાના એક્ષપર્યાયને પ્રગટ કર્યો છે અને એવા અનન્તા આત્માઓ શ્રીસિદ્ધિપદે વિરાજે છે, કે જેને આપણે “નમો સિદ્ધાણં' એમ કહીને, નમસ્કાર કરીએ છીએ. જે જીવોએ હજુ પણ પોતાના એક્ષપર્યાયને પ્રગટ કર્યો નથી, અથવા તે, જે જીવો પોતાના મેક્ષપર્યાયને પ્રગટ કરી શક્યા નથી, તેઓ સંસારમાં રૂલે છે, આપણે પણ એમાંના જ છીએ, કારણ કે આપણો મેક્ષિપર્યાય હજુ પ્રગટ થયો નથી. જે જીવોને એક્ષપર્યાય પ્રગટ થયે નથી અને એથી જે જીવો સંસારમાં રહે છે, તે જીવો પૈકીના જે જીવો અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર–રાશિમાં આવ્યા છે, તેઓ ચાર ગતિઓ દ્વારા સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં રૂલનારા એવા જીવોને માટે, સંસારમાં પરિ Page #244 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૨૭ ભ્રમણ કરવાનાં સ્થાનો ચાર છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યચગતિ અને નરકગતિ,આ ચાર ગતિઓ સિવાય, વ્યવહારરાશિમાં આવેલા સંસારી જીવોને માટે, કેઈ સ્થાન નથી. આ ચાર ગતિઓ પૈકી બે ગતિઓ-નરકગતિ અને તિર્યંચગતિ -આપણને પસંદ નથી. શાથી એ બે ગતિઓ પસંદ નથી? ત્યાં દુઃખ બહુ છે, માટે ને? નરકગતિમાં અને તિર્યંચગતિમાં નથી જવું, એમાં તે મતભેદ નથી; પણ શા માટે નરકંગતિમાં અગર તિર્યંચગતિમાં નથી જવું? ત્યાં ધર્સસામચીને અભાવ છે, એ માટે? જેને ધર્મ સિવાય કઈ ચીજનો ખપ નથી, તેને તે દેવગતિમાં જવાનું પણ ગમે નહિ. એને તો એમ જ થાય કે-“મને તો મનુષ્યગતિ મળે તે સારું, કે જેથી ધર્મની સુન્દર પ્રકારે આરાધના કરી શકાય.” એને દુઃખને ડર હોય, તો ય તે એ પૂરતું હોય કે દુઃખમાં ધર્મ સાધવાનું સત્ત્વ મારામાં નથી, માટે દુઃખના રોગે મારી ધર્મસાધનામાં વિદન આવવાનો સંભવ છે. આથી, દુઃખ ન મળે અને મારી ધર્મસાધનામાં વિશ્ન આવે નહિ, તે સારું!” આવી મનોવૃત્તિ જેની હોય, તેને પણ નરકગતિ અને તિર્યચગતિ પસંદ પડે નહિ, કેમ કે-નરકમાં પણ ધર્મસામગ્રી નથી અને તિર્યંચગતિમાં પણ ધર્મ પામવો અને ધર્મ પાળવો -એ અતિશય મુશ્કેલ છે. તમે આવી ઈચ્છાથી જ અને આવી સમજથી જ, નરકગતિને અને તિર્યંચગતિને નાપસંદ કરે છે ને? કે કેવળ દુઃખના ડરથી જ, એ ગતિઓ, તમને પસંદ નથી એમ કહે છે ? સ૦ ધર્મસામગ્રી ન મળે એથી પણ ન ગમે. તે અહીં જે ધર્મસામગ્રી મળી ગઈ છે, તેને તમે Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ચાર ગતિનાં કારણે કેટલે સદુપયોગ કરો છો? અહીં જે ધર્મસામગ્રી મળી છે, તેની તમને કેટલી કિંમત છે, એના ઉપરથી માપ નીકળી શકે. બાકી, દુર્ગતિને ડર, નાસ્તિક સિવાય કે નથી? નરકમાં આટલાં આટલાં દુખે છે અને તિર્યંચગતિમાં પણ અમુક અમુક દુખે છે-એ વગેરે સાંભળતાં, નરકગતિનો અને તિર્યંચગતિનો ડર તે પેદા થઈ જાય, પણ ડરવા માત્રથી શું વળે? દુર્ગતિનો ડર પેદા કરે સહેલો છે, પણ દુર્ગતિનાં કારણેને ડર પેદા કરવો મુશ્કેલ છે. જ્ઞાનિઓ તે દુર્ગતિનાં કારણોને ડર પેદા કરવા માગે છે. દુઃખથી ડરતા હોય, એટલે દુર્ગતિને ડર હોય, પણ સંસારસુખના રસિક હોય એટલે દુર્ગતિનાં કારણે તે રસ હોય, એવા તે ઘણા જીવે છે. આપણે તે દુર્ગતિનાં કારણેથી બચવું જોઈએ, દુર્ગતિનાં કારણેથી મૂકાવાને આપણે પ્રયાસ જોઈએ. દુર્ગતિનાં કારણોથી બચી કોણ શકે? જીવમાં જ્યારે અમુક યોગ્યતા પ્રગટે છે, ત્યારે જ તેનામાં દુર્ગતિનાં કારણોથી બચવાની વૃત્તિ પણ પ્રગટે છે. . આયુષ્યબંધ માટેની સાવચેતી : જ્ઞાનિઓએ ચારેય ગતિના આયુષ્યના બંધનાં કારણોનું પણ વર્ણન કરેલું છે. નરકગતિના આયુષ્યના બંધનાં કારણે ક્યાં ક્યાં છે, તિર્યંચગતિના આયુષ્યના બંધનાં કારણે કયાં ક્યાં છે, મનુષ્યગતિના આયુષ્યના બંધનાં કારણે કયાં કયાં છે અને દેવગતિના આયુષ્યના બંધના કારણે ક્યાં ક્યાં છે, એનું જ્ઞાનિઓએ વર્ણન કર્યું છે. જેને દુર્ગતિ ન જોઈતી હોય, તેણે દુર્ગતિના આયુષ્યના બંધનાં કારણેથી દૂર રહેવું Page #246 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૨૯ જોઈએ ને ? એ કારણો સમજાય અને સમજીને યાદ રખાય, તે જ તેનાથી દૂર રહી શકાય ને? એ કારણોને એકદમ તજી દેવાં–એ સહેલું નથી, પણ એ કારણોને મારે ત્યાગ કરવો જોઈએ”-એમ તે થવું જોઈએ ને? “એ કારણે સેવવા જેવાં નથી” એમ જ લાગે, તે એ કારણોને સેવવાં પડે તો ય, એ કારણોને સેવતાં સેવતાં હૈયું કંપ્યા કરે ને ? એ કારણેને તજવાની વૃત્તિ હોય અને સાગાદિને વશ થઈને એ કારણેને સેવવાં પણ પડતાં હોય, તે પણ એ કારણોને સેવતી વખતે પણ “આ નહિ સેવવા લાયક સેવાય છે”—એમ મનમાં થાય અને પછી પણ એને માટે પશ્ચાત્તાપાદિ થાય; એટલે, એ કારણને રસપૂર્વક સેવાય પણ નહિ તથા પાછળથી તેની અનુમોદનાદિ પણ થાય નહિ; અને એથી, એ કારણેનું સેવન પણ દુર્ગતિના આયુષ્યના બંધનું કારણ બને નહિ. જીંદગીમાં આયુષ્યને બંધ એક જ વાર પડે છે અને તે પણ અંતર્મુહૂર્ત કાળ જેટલા સમયમાં જ આયુષ્યને બંધ પડે છે, ત્યારે આયુષ્યના બંધ માટે કેટલી બધી સાવધગીરી રાખવી જોઈએ? જે બાઈને વીજળીના પ્રકાશમાં સેયમાં દોરો પરોવી લે હોય, તે બાઈ કેટલી બધી સાવધ રહે? વીજળી ઝબુકે ત્યારે સોય-દોરો લેવા જાય કે પહેલેથી જ સેય–દેરે લઈ રાખે? સોય-દરે લઈને પણ નીચે મૂકી રાખે કે હાથમાં ને હાથમાં રાખી મૂકે? એ એટલી સાવધ રહે છે કે–આમ જેવી વીજળી ઝબુકે છે, તેવી જ તે સેયમાં દેરે પરેવી દે છે. આયુષ્યના બંધને માટે પણ, એવી સાવચેતી રાખવી પડે? કારણ કે ક્યારે આયુષ્યને બંધ પડશે, તેની નિશ્ચિત ખબર નથી અને જે બીનસાવચેતીમાં આયુષ્યને બંધ પડી ગયો, તો પછી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ચાર ગતિનાં કારણે તેમાં ગતિને ફેરફાર થઈ શકતું નથી. આયુષ્યકર્મ બંધાઈ ગયું, એટલે ખલાસ. એ ગતિમાં ગયે જ છૂટકે. આમ નિયમ કેસમ્યગ્દષ્ટિ માનવી નિયમા વૈમાનિક દેવ થાય, પણ સમ્યદર્શન પામતાં પૂર્વે જે આયુષ્યનો બંધ પડી ગયે હોય, તે સમ્યક્ત્વ એમાં ગતિ સંબંધી કેઈ ફેરફાર કરી શકે નહિ; અથવા તે, સમ્યગ્દર્શન આવ્યા પછી પણ જો તે ચાલ્યું ગયું હોય, તો તે પછી પડનારા આયુષ્યના બંધમાં પણ, તેની તેવી અસર રહે નહિ. જે વખતે આયુષ્યનો બંધ પડે, તે વખતે જે માનવીમાં સમ્યગ્દર્શન ગુણ વિદ્યમાન હોય, તે જ તે માનવીને નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય. દુર્ગતિનાં કારણે સેવવા લાયક જ નથી –એમ લાગ્યા કરે એવું મન કેળવવું જોઈએ : આત્મા ક્યારે ધર્મ તરફ વળી શકશે અને ધર્મને કેમ પામી શકશે, એ ચાલુ વાત એટલી બધી મહત્ત્વની છે કે- એ વાતને વિચાર્યા વિના ચાલી શકે તેમ નથી, પરંતુ હાલ તે તમારી માગણથી ચાર ગતિએનાં કારણોને વિચાર કરવાને રાખે છે; આટલી સામગ્રીને પામીને, હવે દુર્ગતિથી તે અવશ્ય બચી જવું છે, એમ તમને થાય ને ? આજે જે લોકે ધર્મકિયાઓને આચરે છે, તેઓના મનમાં વિશેષ કાંઈ નહિ, તે ય એટલું તે ખરૂં જ ને કે-“આ ધર્મકિયાઓના ગે, મારાં દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય અને મને સદ્ગતિ મળે?” જે દુર્ગતિથી બચવાને ઈરાદે હોય, તો પણ તમને એ વિચાર આવે કે અત્યાર સુધીમાં હું બહુ રખડ્યો છું અને મેં ઘણું ઘણું દુઃખેને વેઠયાં છે, કેમ Page #248 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૨૩૧ કેમને દુર્ગતિનાં કારણે ક્યાં અને સદ્ગતિનાં કારણે કયાં, એનું ભાન નહોતું. હવે તે, મને મારા કેઈ મહાપુણ્યના ઉદયે, એવી સામગ્રી મળી ગઈ છે, કે જેથી કેમ વર્તવાથી દુર્ગતિમાં જવું પડે અને કેમ વર્તવાથી સદ્ગતિમાં જઈ શકાય, એનું મને ભાન થયું છે. દુર્ગતિનાં કારણોથી બચવાને તથા સદ્ગતિનાં કારણોને સેવવાને, મને સુન્દર યેગ મળી ગયા છે. આટલું જાણવા છતાં પણ અને આટલો સુન્દર સુગ મળવા છતાં પણ, અહીં જ હું ભૂલ્યો, તે પાછું મારે ઘણું રખડવું પડશે અને તેમ થશે તે, આ બધી આળપંપાળ નકામી જવાની !” જેણે દુર્ગતિનાં કારણેને જાણ્યાં હોય, તેને તે એમ થાય ને કે–જે આ કારણેને સેવ્યાં ને ચૂક્યા, તો ત્યાં જવું જ પડશે !” તમે કહો કે–અમારે દુઃખ નથી જોઈતું અને અમારે દુર્ગતિ નથી જોઈતી, પણ એમ કહેવા માત્રથી કાંઈ ચાલે ? તેનાં કારણેને સેવીએ અને એમાં બેફામ બનીએ, તો દુર્ગતિ થયા વિના રહે નહિ. ભગવાન શ્રી તીર્થંકરદેવના આત્માઓએ પણ જે ભૂલ કરી, તે એ તારકોના આત્માઓને પણ એ અવસ્થા ભેગવવી જ પડી, ત્યાં આપણી તો ગણત્રી જ શી છે? એટલે, જે દુર્ગતિથી બચવું જ હોય, તે દુર્ગતિનાં કારણેને જાણીને, એ કારણેને તજવાને પ્રયાસ કરે જોઈએ. સસદ્ગતિનાં કારણેને પણ સેવવાનાં ને ? દુઃખથી ડરવાના યોગે અને માત્ર સંસારના સુખને જ કારણે જેઓ સદ્ગતિનાં કારણોને સેવે, તેને સદ્ગતિ મળી જાય, છેડે કાળ સુખસામગ્રી મળી જાય, પણ તે સુખસામગ્રીન કાળમાં એ ભૂલ કરે ને ? રાગમાં રગદોળાય ને? Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ચાર ગતિનાં કારણે એ વચ્ચે આંતરે નાખીને દુર્ગતિમાં ભટકવા જાય, એમ બને ને? સુખસામગ્રી મળી ગઈ અને સુખસામગ્રીના તાનમાં દુર્ગતિનાં કારણેને રસપૂર્વક સેવ્યાં, તો પરિણામ શું આવે? એને બદલે, મન જ એવું કેળવવું જોઈએ કે-દુર્ગતિનાં આ કારણે સેવવા લાયક જ નથી. આ કારણેને સેવવાના યોગે, જે કોઈ સુખ મળતું હોય, તે સુખ મારે જોઈતું નથી અને આ કારણોને નહિ સેવવાને માટે મારે જે કઈ દુઃખ વેઠવું પડે તેમ હોય, તે દુઃખને વેઠવાની મારી તૈયારી છે.” સ્વભાવ એવો બની જવું જોઈએ કે-દુઃખના ડરથી કે સુખના લેભથી, દુર્ગતિનાં કારણોને સેવવાનું મન થાય નહિ. પર્વતિથિઓ અને આયુષ્યબંધ : સવ દુર્ગતિનું આયુષ્ય બંધાવા પામે નહિ અને સદ્ગતિનું આયુષ્ય બંધાય, એ માટે પર્વતિથિઓનું આરાધન કરાય પર્વતિથિઓ પૈકી બીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચૌદશ-એ પર્વતિથિઓએ પ્રાયે કરીને પરભવ માટેના આયુષ્યકર્મનું ઉપાર્જન છવ કરે છે, પણ એને અર્થ એ નથી જ થતો કે–એ સિવાયની કોઈ તિથિએ કેઈને ય આયુષ્યને બંધ પડે જ નહિ! મોટે ભાગે, બીજ આદિ પાંચ પર્વતિથિઓએ આયુષ્યકર્મનું ઉપાર્જન થાય છે, પણ કેટલાક જીને એ સિવાયની તિથિઓએ પણ આયુષ્યને બંધ થાય એ શક્ય છે, માટે, આત્માએ સાવધ તે સર્વકાળને માટે રહેવું જોઈએ. બીજ આદિ પાંચ પર્વતિથિઓએ જીવ પ્રાયઃ પરભવના આયુષ્યનું ઉપાર્જન કરે છે, એ હેતુને લક્ષ્યમાં Page #250 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૩ ૩ રાખીને પર્વતિથિઓનું આરાધન કરનારાઓ, તે તે તિથિઓના દિવસે પણ બહુ સાવધ રહે છે? તમે એ દિવસેએ આરં. ભાદિને બરાબર ત છો ? ઉપવાસાદિ કરે છે, પણ આરંભાદિને કેટલા તજો છો? ઊલટું, ઉપવાસ હોય એટલે ખાવા વગેરેમાં વખત જતે બચે, તે પેઢી આદિનું કામ વધારે કરે, એવા પણ ખરા ને? તે દિવસે આરંભાદિમાં વધારે રક્ત બને, તેનું શું થાય ? એમ થાય, તો હેતુ કેટલે સરે? બચવાને માટે જે કર્યું હતું, તે પણ ફસાવવામાં વધારે મદદ રૂપ થાય, એમ પણ બને ને? એટલે, સાવચેતી હંમેશાં રાખવી જોઈએ અને બીજ, પાંચમ, આઠમ, અગીઆરશ અને ચૌદશે તે વિશેષ પ્રકારે સાવચેતી રાખવી જોઈએ. એ દિવસોએ આરંભાદિને તજવાને વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. બાકી તે, જ્યારે જ્યારે દુર્ગતિના આયુષ્યના બંધનાં કારણોને સેવવાં પડે, ત્યારે ત્યારે યાદ આવવું જોઈએ કે-“નહિ કરવા લાયક મારે કરવું પડે છે, અહીં ભૂલ્યા ને રસીયા બન્યા, તે દુર્ગતિના આયુષ્યને બંધ પડી જવાને !” દુર્ગતિનાં કારણેને જે જે કોઈ જાણે, તે તે બધાઓ દુર્ગતિનાં કારણેને છેડી જ દે-એમ કહેવાય નહિ; કેમ કે-એ કારણોને જાણવા છતાં પણ, એ કારણોને છોડવા ન દે–એવી સામગ્રી અંદર બેઠી હોય, એ પણ શક્ય છે. તેવા પ્રકારનાં કર્મો પહેલાં બંધાઈ ગયાં હોય, તે ત્યાં શું થાય? એ એકદમ કેમ છોડવા દે? પણ એ કારણને સેવતાં જે સાવચેત રહેવાય, તો ય ઘણું કામ થાય. સંયેગવશાત એ કારણેને સેવવા છતાં પણ, એ કારણને હેય જ માનતા હોવાથી, એ કારણેને રસ નહિ હેવાથી, ઘણાએ દુર્ગતિમાં નથી ગયા અને સુગતિને પામ્યા છે. આથી, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ચાર ગતિનાં કારણો કદાચ એકદમ એ કારણેને તજી ન શકાય, તે પણ એ કારણેને તજવા જેવા માનવાં, એ કારણેને રસથી સેવવાં નહિ, એ કારણેને સેવતાં રસ આવી જાય તે તેને કાઢી નાખવાની કાળજી રાખવી અને એ કારણોને સેવતાં પણ એવા સાવધ રહેવું જોઈએ, કે જેથી એ સાવધગીરી એ કારણોને દુર્ગતિનું ફલ આપવામાં નિષ્ફલ બનાવી દે. જેઓ દુર્ગતિનાં કારણેને જાણીને, એકદમ એને તજી દેવાને સમર્થ ન હોય, તેઓ પણ આટલું તે નકકી કરી શકે છે ને? ભૂલ કરાય તો ફળ પણ ભોગવવું પડે! ચાર ગતિઓમાં નરકગતિ અને તિર્યંચગતિ, એ બન્ને દુર્ગતિએ કહેવાય છે. નરકમાં દુઃખ બહુ છે અને તિર્યંચમાં કદાચ કઈ કઈ જીવને સુખસામગ્રી મળે, તે ય વિવેકવિકલતા છે. તમને દુઃખ તે ગમતું જ નથી ને? દુઃખ ન ગમતું હેય, એટલે દુર્ગતિ ન જોઈએ-એમ તે થાય, પણ “મારે દુર્ગતિ નથી જોઈતીએ વિચાર માત્ર કરાય, તે એટલા માત્રથી દુર્ગતિ ન મળે, એવું બને ખરું? ખાવામાં ભૂલ કરીએ, અધિક ખાઈએ અગર ન પચે તેવું ખાઈએ, તે પેટમાં દુઃખે ને? કેમ ? કાયદે કે-જે ભૂલ કરીએ તેને નતીજે ભેગવ પડે. તેમ, અહીં પણ જે દુર્ગતિમાં ઘસડી જાય તેવાં પાપને રસથી સેવીએ, તે દુર્ગતિમાં જવું જ પડે. ચાર ગતિઓમાં જેવી સુખસામગ્રી દેવગતિમાં છે, તેવી જ દુઃખસામગ્રી નરકગતિમાં છે, તિર્યંચગતિમાં કવચિત્ સુખ, બાકી દુઃખ; અને મનુષ્યગતિમાં વિવેકને પામવાને તથા વિવેકને સફલ કરવાને ઘણે અવકાશ. આથી, આપણને દુર્ગતિએ પસંદ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ પહેલે ભાગ પડે નહિ, પણ એ ગતિએમાં ન જવું હોય, તો એનાં કાર ને જાણવાં પડે અને એ કારણોથી બચવાનો પ્રયત્ન પણ કરવો પડે ! ઉપકારિઓએ, શાસ્ત્રોમાં, ચારે ય ગતિઓનાં કાર ને પણ વર્ણવેલાં છે. પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં અને અન્યત્ર પણ, એ ચારે ય ગતિઓના આયુષ્યકર્મના આશ્રને વિસ્તારથી વર્ણવ્યા છે. જેને દુર્ગતિન જોઈતી હોય, તેણે દુર્ગતિનાં તે તે કારણોથી બચવું પડે ને? દુઃખનાં કારણેને સેવાય અને દુઃખ ન આવે, એ કેમ બને? હાથમાં તીણ હથિયાર મારીએ, તે લેહી નીકળે ને? તરત ઉપચાર ન કરીએ, તો કદાચ એ પાકે ને? પાક્યા પછી બેદરકારી રાખીએ અને કુપનું સેવન કરીએ, તે વેદના વધી જાય, દર્દ અસાધ્ય બની જાય અને ચીસે માર્યા કરીએ પણ દર્દને ટાળવાને ઉપાય જડે નહિ, એવું પણ બને ને ? એવી જ રીતિએ, “નરકના આયુષ્યને બંધાવનારાં કારણોને સેવીએ અને તેમાં જ રસ અનુભવીએ, તે નરકગતિ ન મળે એવું બને શી રીતિએ ? ”—એવું તે તમે સમજે છે ને ? હેય તે હેય જ-એટલું બરાબર માનતા હો તો ય દુર્ગતિ • તમારું નામ લઈ શકે નહિ ? ત્યારે, નરકના આયુષ્યને બંધાવનારાં કારણોને છોડવા છે, એમ મનમાં થાય ખરું ? નરકનાં કારણોને છોડવાની ઈચ્છા થાય, તો ય મોટા ભાગના છે એ કારણને સર્વથા છોડી શકવાના નથી; પણ એ કારણેને છેડવાની ઈચ્છા થાય છે કે નહિ? “શક્ય હોય તે મારે એ કારણને સેવવાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચાર ગતિનાં કારણેા નથી અને એ કારણેાને સેવવાં ન પડે–એવી સ્થિતિને પેદા કરવાના પ્રયત્ન કર્યો કરવા છે'-એમ ઉંડે ઉંડે પણ થાય છે ? નરકમાં નથી જાવું, એવું તે મનમાં છેજ ને ? નરક હશે કે નહિ, એવા વિચાર આવે—એવા નસ્તક તે તમે નથી; નહિ તે, પહેલાં એ વાત કરવી પડત, નરક છે, નરકમાં દુઃખ બહુ છે અને જે કાઇ મહાપાપ કરે તેને નરકમાં જવું પડે ’–આ વાત તમે તા સમજો છે; ત્યારે કહો કે તમને પાપ કરતાં શું થાય છે ? બીજાને શિખામણ દેતાં તે તમે કહેા છે કે- પાપ કરે તે દુઃખી થાય' પણ તમે પાપ કરો, ત્યારે તમને લાગે છે ખરૂં કે‘હું દુઃખને ખરીદી રહ્યો છું ?” નરકના આયુષ્યના આશ્રવનાં કારણેાથી જેને ખચવાની ઈચ્છા થાય, તેને તે કારણેા તે સેવતા હોય તે છતાં ય, વખતે નરકના આયુષ્યના બંધ ન ચે પડે. આ કારણેાને તજાય તે બહુ સારૂં, માટે પહેલા ઉપદેશ તેા આ કારણેાને તજવાના જ અપાય; પણ જે એને તરતમાં તજી શકે તેમ ન હાય, તેને શું કહે. વાય ? એ જ કે—સાવધ બની જા અને એને છેાડવાની પેરવીમાં પડી જા ! ઉપકારિઓએ, એ માટેતા, પહેલાં સાધુધર્મના ઉપદેશ આપવાનું કહ્યું; સાધુધર્મને સ્વીકારવાને માટે જે અશક્ત હોય, તેને દેશિવરતિધર્મના ઉપદેશ આપવાનું કહ્યું; અને દેશિવરતિના સ્વીકાર કરવા જોગી પણ જેનામાં શક્તિ ન હોય, તેને સમ્યક્ત્વના ઉપદેશ આપવાનું કહ્યુ. આમ, ધર્મની ચઢતીઉતરતી પાયરી રાખી છે. જે જીવ જયાં ચઢી શકે તેમ હાય, ત્યાં તેને ચઢાવવા–એમ રાખ્યું છે. પહેલાં તે અમે સૌથી સાર રસ્તા જ બતાવીએ. હાલ ને હાલ તમે સાધુ થઈ શકે તેમ છે ? ના. શ્રાવકધર્મનાં બારે ય વ્રતાને ગ્રહણ કરીને અલ્પારંભી Page #254 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ . ૨૩૭ અને અલ્પ પરિગ્રહી આદિ બની શકે તેમ છે ? તે પણ બધા . માટે મુશ્કેલ. ત્યારે દુર્ગતિનાં કારણે અવશ્ય તજવા યોગ્ય . છે, એવી માન્યતામાં તો તમે બરાબર મકકમ જ છે ને ? એ કારણેને સેવવા છતાં પણ, જેને એ માત્ર હેય જ લાગે, એને ય નરકનું આયુષ્ય બંધાય નહિ. તમે સાધુ નથી થઈ શક્યા અને દેશવિરતિધર પણ ન બની શક્યા છે, તે પણ હેય તે હેય જ એટલે સુધી પણ આવી ગયા હો, તો પણ દુર્ગતિ તમારું નામ લઈ શકે નહિ. ધારે કે–અત્યાર સુધી આ કારણે હેય જ છે” એમ નહતું લાગ્યું, પણ આજે સાંભળ્યું અને હવે જ્યારે જ્યારે એ કારણેને સેવવાં પડે, ત્યારે ત્યારે હૈયું હાલી ઉઠે, એવું ય હૈયું છે? આ કારણેને જે સર્વથા તજી શકે તેમ હોય, તેણે તે આ કારણેને હમણાં ને હમણાં જ સર્વથા તજી જ દેવાં; સર્વથા ત્યાગ શક્ય ન હોય, તે ય એના સેવનમાં મર્યાદિત બની જવું, અને એ ય ન બને, તે પણ હયબુદ્ધિને તે જીવન્તની જીવન્ત. જ રાખ્યા કરવી. છેવટને ઉપાય એ કે–જે હાલ આ કારણેના સેવનથી બચી શકાય એવા સંગે ન જ હોય, તો પણ જ્યારે જ્યારે આ કારણેને સેવવાં પડે, ત્યારે ત્યારે તો જરૂર એટલી સાવધગીરી રાખવી કે-મન એના સેવનમાં રસ અનુભવે નહિ. નિરપરાધી ત્રસ જીવની હિંસાને ત્યાગ પણ શું સૂચવે છે ? નરકના આયુષ્યના આશ્રવનાં કારણે માં, પહેલું કારણ પંચેન્દ્રિય પ્રાણિવધ. કઈ પણ પંચેન્દ્રિય પ્રાણિને વધ કરવાની વાતમાં છે, તમારું દિલ નારાજ જ ને? દુશ્મનનું પણ મરણ Page #255 -------------------------------------------------------------------------- ________________ -૨૩૮ • ચાર ગતિનાં કારણો મારાથી મારા સ્વાર્થને ખાતર ન ઈરછાય, એટલે તે મનમાં નિર્ણય ખરે ને ? દુશ્મન પણ મરી જાય ને મનમાં જે માત્ર એટલું પણ આવી જાય કે-“ઠીક જ થયું –તે પણ એના વધનું પાપ લાગે. સ, કોઈ કસાઈ મરી જાય, તે ઠીક થયું એમ ન થાય ? એના હાથે ઘણા જીવોને જે સંહાર થતા હતા, તે તે અટક્યો ને ? કસાઈનું પણ ભૂંડું ઈચ્છાય નહિ. એ હિંસાથી બચે, એમ ઈચ્છાય; પણ એના ય મરણને ઈચ્છાય નહિ. ઘણા જીવને સંહાર થતું અટક્યો તે સારું થયું, પણ બીચારે ઘણું ભયંકર પાપ ઉપાજીને ગયે, એમ થવું જોઈએ. કેઈએ કેઈના પણ મરણને ઈચ્છવું જોઈએ નહિ-એટલું જ નહિ, પણ કેઈના ય મરણની અનુમોદના સરખી પણ કરવી જોઈએ નહિ. સારું ય જગતુ અહિંસક બને–એવી ભાવના જરૂર કરીએ, જગતના જીવને હિંસાથી બચાવવા માટેની યેજના પણ શક્તિ અને સામગ્રીના પ્રમાણમાં જરૂર કરવી જોઈએ, પણ આપણા હાથમાં સત્તા આવી જાય છે. આપણે હિંસકેને મારવા નીકળી પડીએ, એ કેમ જ બને ? હિંસકને મારવાને માટે, આપણે પણ હિંસક જ બનવું પડે ને ? એમ જે વિચાર કરે, તે, જગતમાં તમે કેટલાને હાનિ કરીને જીવે છે ? તો, એ જીવો તમારે માટે શું ચિત્તવે ? શાસનના પ્રત્યનિકેને સજા કર્યાના પ્રસંગે આવે છે, પણ તેમાં ય હૈયે એકલું શાસન બેઠેલું હોય છે. કૃત્ય ક્રૂર લાગે, પણ હેયે ક્રૂરતા ન હેય. હૈયે તે, એના પ્રત્યે પણ દયાભાવ જ હોય. નરકના આયુષ્યકર્મના આશ્રવના આ પહેલા કારણમાં, તમારે એમ Page #256 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૩૯ કહેવું જોઈએ કે-“હું મારા સ્વાર્થને માટે પણ કઈ પંચેન્દ્રિય પ્રાણિને વધ કરવાને ઈચ્છતો નથી, એને વધ કરવાની કઈ પણ જનામાં હું સામેલ થવાની વૃત્તિવાળે નથી અને કોઈને વધ થઈ જાય તે ય તેનું અનુમોદન થઈ જાય નહિ, તેની કાળજી રાખું છું.” ગૃહસ્થને, પહેલા અણુવ્રતમાં, ત્યાગ નિરપરાધી ત્રસ જીવની હિંસાને છે; સ્થાવર જીવોની અને અપરાધી ત્રસ જીવોની હિંસા નહિ કરવાને, એને નિયમ નથી, પણ એની વૃત્તિ, સ્થાવર જીવોને માટે અથવા તે અપરાધી ત્રસ જીવોને માટે પણ, હિંસક હોય કે અહિંસક હેય ? એને સ્થાવર અને અપરાધી ત્રસ જીવેની હિંસા કરવી પડે, એ બને, પણ શ્રાવકને સ્થાવર અને અપરાધી વસ જીની હિંસા કરવી પડે, એ ગમે ખરું? નહિ જ. નિરપરાધી ત્રસ જીવેની હિંસા નહિ કરવાને તે નિયમ જ, પણ એથી એવું તો નહિ જ ને કે-સ્થાવર અને અપરાધી ત્રસ જાની હિંસા કરવામાં વાંધે નહિ ? શ્રાવકને અમુક હિંસાને ત્યાગ અને બીજી હિંસાને ત્યાગ નહિ, એનું કારણ શું? એનાથી શક્ય નથી, માટે ને ? એને અર્થ એ તો નહિ ને કે-સ્થાવર જીવોની હિંસાથી બચવાની એને કાળજી હોય નહિ અને અપરાધી ત્રસ જીવને તે એ હણી જ નાખે? હિંસા થઈ જાય નહિ એની અને હિંસા કરવી પણ પડે તે ય આત્મામાં હિંસક ભાવ આવી જાય નહિ, તેની કાળજી રાખવી જોઈએ. હિંસા પ્રત્યે અણગમે પ્રગટ્યો, માટે તે પહેલું આણુવ્રત લીધું અને તેમાં નિરપરાધી ત્રસ જીવેની હિંસાને ત્યાગ કર્યો ! આમ, નિરપરાધી ત્રસ જીવેની હિંસા સિવાયની હિંસાને ત્યાગ કર્યો નહિ ? કારણ કે–પિતાને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચાર ગતિનાં કારણે જે સ્થિતિમાં રહેવું પડે તેમ છે, તે સ્થિતિમાં એ ત્યાગ કરી શકાય તેમ નથી ! એટલે, હૈયામાં અહિંસકભાવ તે પ્રગટ્યો જ છે, પણ સંપૂર્ણપણે હિંસાથી વિરામ પામવા જેગી સ્થિતિ નથી, માટે “નિરપરાધી ત્રણ જીવોની હિંસા તે હું કરું પણ નહિ અને કરાવું પણ નહિં—એવો નિયમ ગ્રહણ કરે છે. હિંસાને રસ ન હોય છતાં સંયેગવશ કરવી પડે છે ને? રાજા વગેરેને પંચેન્દ્રિય પ્રાણિના વધની ઈચ્છા ન હોય, તે પણ તેઓ જે સ્થાને હોય છે, તે સ્થાનના ઔચિત્યને અંગે પણ તેમને યુદ્ધમાં ઊતરવું પડે-એ શક્ય છે. પિતે રાજા છે, એટલે રાજ્યનું રક્ષણ કરવું, એ એની ફરજ છે. રાજ્ય ઉપરના બીજાઓના આક્રમણને ખાળવું, એ એની ફરજ છે. એ વખતે, એને, યુદ્ધ કરીને સેંકડો પ્રાણિઓના સંહારની સ્થિતિમાં મૂકાવું પડે ને? છતાં, એ નરકે જ જાય, એવો નિયમ નહિ. એને એ હિંસાને રસ ન હોય અને માત્ર કર્તવ્યને અંગે જે એને એ હિંસા કરવી પડી હેય, તે પણ એ પાપને બંધ એને નરકે લઈ જ જાય-એમ કહેવાય નહિ. અનેક રાજાઓ, યુદ્ધ ખેલનારા રાજાઓ પણ, સ્વર્ગ ગયા છે. જેમ, કુટુંબને વડે, કુટુંબના પાલન આદિને અંગે હિંસાદિ કરે, એમ પણ બને ને ?? કુટુંબના વડાના હૈયામાં મેહ કરતાં ફરજ વધારે કામ કરતી હોય, એમ પણ બને અને ફરજના ખ્યાલ કરતાં મોહ વધારે કામ કરતે હોય, એમ પણ બને. એક મેહ કામ કરતે હોય, તે પાપને બંધ બહુ વધી જાય. જોખમદારી સમજીને કરે અને મેહના ઉછાળા આવે ને કરે, તેમાં બહુ ભેદ છે. બને Page #258 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૪૧ ત્યાં સુધી, કેઈના ય વધમાં રાજીપે કેળ નહિ. કેઈના ય વધમાં રાજીપે આવી જાય, તે તરત મનને વાળી લેવાને પ્રયત્ન કરે. આપણું સ્વાર્થને અંગે, કેઈ પણ જીવને વધ, મરણ કે ત્રાસ ન ઈચ્છાઈ જાય, એવા પ્રકારે મનને કેળવવું, એ તો સહેલું છે ને? સ્વાર્થમાં અને અપરાધમાં ફેર છે. સ્વાર્થને અંગે તે, નિરપરાધી જીવની હિંસા પણ ઈચ્છાઈ જાય, એવું ય બને છે ને ? અપરાધી જીવની હિંસામાં પણ હિંસકભાવ ન આવે તેની કાળજી રાખવી જોઈએ, ત્યાં સ્વાર્થને અંગે તે કેઈના ય વધ આદિને ઈરછાય જ કેમ ? શરીર નાનું, જીવે થોડું, છતાં જાય સાતમીએ! પંચેન્દ્રિય પ્રાણિને વધ કરવાનો પ્રસંગ તે તમારે એ આવે, પણ પંચેન્દ્રિય પ્રાણિને વધ કરાવવાને અને પંચેન્દ્રિય પ્રાણિના વધમાં અનુમોદન આવવાને પ્રસંગ, ઘણે ભાગે આવી જાય ને? માત્ર કેરો હિંસાને ભાવ પણ જીવને નરકમાં ઘસડી જવાને સમર્થ બની શકે છે. તંદુલીઓ મચ્છ હિંસા કાંઈ કરી શકતો નથી, પણ હિંસકભાવમાં રમણ કરનારો હોય છે અને એથી જ એ નરકના આયુષ્યકર્મને ઉપાર્જ છે. સ્વયંભૂરમણ નામના સમુદ્રમાં એક હજાર એજનની કાયાવાળે મેટે મર્યા પણ હોય છે. એની પાંપણના ભાગમાં તંદુલીયે મચ્છ ઉત્પન્ન થાય છે. પાંપણમાં બેઠે બેઠે એ મચ્છ જોયા કરે છે કે આ મેટા મત્સ્યના મેંઢામાં સંખ્યાબંધ મસ્યાદિ જીવો પેસે છે ને સહીસલામત પાછા નીકળે છે.” એથી, એને એમ થાય છે કે-“આ માટે અત્ય કેવો મૂર્ખા છે કે–આ બધાને મોંઢામાં આવેલા પાછા જવા દે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ચાર ગતિનાં કારણે છે? જો મારે આવી કાયા હોત, તો આમાંના એકને પણ હું છેડત નહિ!” અને એ હિંસકભાવમાં રમણ કરતા કરતે, એ તંદુલીયે મત્સ્ય ત્યાંથી મરીને સીધે સાતમી નરકમાં જાય છે. એ તંદુલીયા મસ્ત્રનું આયુષ્ય કેટલું ? અંતર્મુહૂર્તનું ! એનું શરીર કેવડું? ચેખા જેવડું ! આયુષ્ય ટૂંકું અને શરીર નાનું, છતાં એ જીવ સાતમી નરકે જાય છે ! શાથી? માત્ર હિંસા કરવાની વિચારણાથી જ, હિંસાના પરિણામમાં રહેવાથી ! જગતમાં જેટલાં પાપ મનથી થાય છે, તેટલાં પાપ વચનથી અને કાયાથી થતાં નથી. વચનથી અને કાયાથી પાપ બાંધનારાઓના કરતાં, મનથી પાપ બાંધનારાઓ ઘણા ! એટલે, માત્ર મન પણ જો સુધરી જાય, તે પણ ઘણાં પાપથી બચી જવાય ! સવ મન સુધરે શી રીતિએ ? ટેવ પાડે. સારા વિચારો કરે. કેઈના ય મરણનો ભાવ આવે, એટલે ઝટ વિચારવું કે-“આપણા મરણને કઈ છે તે આપણને કેવું થાય? દુઃખ થાય ને? તે, જેવી મારી સ્થિતિ થાય, તેવી સ્થિતિ બીજાના મરણને હું ઈચ્છું, તે તેની પણ થાય ને? માટે, મારે કોઈના ય મરણને ઈચ્છવું નહિ !” વળી વિચાર કરો કે “એનું મરણ મેં ઈચ્છયું એટલે કાંઈ એ મરી ગયે નહિ અને મને તો એના મરણનું પાપ લાગ્યું જ!” આટલો વિચાર આવે, તો ડાહ્યાનું મન ફર્યા વિના રહે નહિ. બીજુ-“હું ઈચ્છું તે હું કરી જ શકવાનો છું, એમ પણ નથી! મારાથી કરી શકાવાનું કાંઈ નથી અને પાપ જરૂર બંધાવાનું છે. સામે બળવાન આદિ હોય, તે આપણને તેના તરફ ગમે તેટલો ગુસ્સો આવે, તો પણ તેને Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ પહેલો ભાગ ગાળ દઈ શકાય નહિ, તેના ઉપર હાથ ઉપાડી શકાય નહિ, પણ મનમાં શું થયા કરે ? નબળા માણસે કરી કાંઈ શકે નહિ, પણ મનથી પાપ બાંધ્યા કરે ને ? ત્યારે મનથી પાપ ન બાંધ્યું હોય તે વાંધે શું આવે?” આવી આવી વિચારણાઓ કરે, તે મન ફરી જાય અને મન ફરે, તે પાપ ઘણું ઘટી ગયા વિના પણ રહે નહિ. આરંભને દોષ તે લાગે જ છે, પણ અયતનાને દેષ કેમ વહેરે છે? એટલું જ નક્કી કરી લે કે-“મારે પંચેન્દ્રિય પ્રાણિના વધથી અળગા જ રહેવાને પ્રયત્ન કર્યા કરે છે તે પણ ઘણે ફેર પડી જાય. ધારે કે-સંસારમાં છે અને સુખી છે એટલે સ્થિતિને અનુકૂળ બંગલે બંધાવવાની ઈચ્છા થઈ. બંગલો બંધાવતાં આરંભનું પાપ તે છે જ, પણ એમાં અયતનાનું પાપ ન પેસી જાય, તેની કાળજી ખરી ? બંગલે બંધાવે ખરા, પણ બધું કામ યતનાપૂર્વક થાય, તેની કાળજી રાખે ખરા? હિંસાથી બચવાને ભાવ હેય, તે યતનાની ઉપેક્ષા ન હેય. તમે સાધુ થતા હે, અલ્પ પરિગ્રહી થતા હે, તો અમે રાજી; પણ ધારે કે-અત્યારે તમે એ બધું કરી શકે તેમ નથી, છતાં પણ તમે નરકે ન ચાલ્યા જાવ, આટલે સુધી આવીને, એ માટે આ વાત છે. બાઈ ચુલે સળગાવે અને તેમાં લાકડાં મૂકે-તે પાપ તે છે જ, પણ લાકડાંને જોયા વગર મૂકે તે ? આરંભ સાથે અયતનાને દોષ પણ લાગે ને ? જીવ મરે તે જ હિંસાનું પાપ લાગે, એ નિયમ નથી. રાખવા જોગી કાળજી ન રાખીએ અને હિંસાની ઉપેક્ષા સેવીએ, તે ય Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ચાર ગતિનાં કારણે હિંસાને દોષ લાગે. તમે કોઈને મારવાને માટે પથરે માર્યો અને એને એ પથરે કદાચ ન પણ વાગ્યો, તે ય તમને તે પથરે મારવાનું પાપ લાગે જ. સ, કઈ વખતે ડરાવવાને ઉગામીએ તો ? ડરાવવા પૂરતે હાથ ઉગામે અને મારવાને ઈરાદે ન હોય તે હિંસાનું તેવું પાપ ન ય લાગે. શ્રી જૈન શાસન પરિણામ ઉપર તે ખૂબ ભાર મૂકે છે. કેઈને ય મારવાની ઈચ્છા નથી અને કોઈ અમારી ભૂલે ન મરી જાય-એની કાળજી છે, એટલું જે તમે કહી શકે, તે એ તમારે માટે ઘણું સારું કહેવાય. આપણે ત્યાં, જયણાએ ધર્મ કહ્યો છે. મંદિર, ઘર આદિ બધાવનાર જિન હોય, તે દેખાઈ આવે કે-જૈન બંધાવે છે, કેમ કેયતના ચાલુ જ હોય. સંસારમાં રહ્યા છે, એટલે મકાન બનાવવાને પ્રસંગ આવે, પણ યતના જાળવી શકાય કે નહિ? કદાચ છેડે ખર્ચ વધી જાય, એટલું જ ને? પણ, તેમાં કેટલા જીવોની હિસાથી બચી જવાય અને યતના અગે હૈયામાં જે હિંસાથી બચવાને પરિણામ આવતું હોય, તેનાથી કેટલે બધે લાભ થઈ જાય ? એવા પણ જેને છે, કે જેમને મકાન બાંધવાનું કામ કઈ સગા સેપે અને સંસારમાં રહ્યો હોય એટલે ના પડાય તેમ હેય નહિ, તે કહે કે-૫૦ હજાર મકાન બાંધવાના ગણતા હે, તે ભેગા ૧૦ હજાર વધારે મારી યતનાના ગણી લેજે! યતના પાળતાં જે ખર્ચ વધશે, તે ભેગવવાની તૈયારી હેય, તે મને આ કામ ઍપ !” જયણામાં ૧૦ હજાર વધારે ખર્ચ, તે તમારી દષ્ટિએ તો ગડે ગણાય ને ? આજે તે કહે કે બંગલે લાખને બદલે સવા લાખને કરે, પણ યતનાને ખર્ચ કરવાની વાતમાં મુશ્કેલી ! Page #262 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૫ જમણવાર માટે કરે અને પાણીનું પીપ કે કેઠી ભરી મૂકે, એટલે બધા એમાં એઠા લોટા–પ્યાલા ડાળે ને જીવહિંસા થાય ! થેડો ખર્ચ વધારે કરે, તે સૌ સુખે જમી શકે અને કેટલી ય હિંસાથી બચી શકાય; પણ કહેશે કે–એ વાત નહિ ! તમે કહો તો જમણ માટે બે ચીજ વધારે બનાવે, કેમ કેએ સમજે છે કે બે ચીજ વધારે બનાવીએ, એમાં આબરૂ છે; પણ વ્યવસ્થાને માટે ખર્ચ વધારે કરવાની વાત પ્રાયઃ કાને ધરે નહિ. કહે કે-એ તે એમ જ ચાલે. એ શું સૂચવે, છે? કઈ જીવની હિંસા ન થઈ જાય તેની કાળજી નથી, એમ જ ને? આવી સ્થિતિ નહિ જોઈએ. મનનું વલણ જેમ બને તેમ હિંસાથી બચવા તરફનું દેવું જોઈએ. ત્યારે, હવે તો તમારે નિર્ણય ને કે-હું મારા સ્વાર્થને માટે કે બેદરકારીથી પણ મારું ચાલે ત્યાં સુધી તો પિચેન્દ્રિય જીવને વધ કરું નહિ, પંચેન્દ્રિય જીવને વધ કરાવવામાં ભાગ લઉં નહિ અને કેઈ પંચેન્દ્રિય જીવને વધ કરે, અગર પંચેન્દ્રિય જીવને વધ કરાવે, અથવા તો કઈ પંચેન્દ્રિય જીવને વધ થઈ જાય, તો તેને સારું થયું એમ પણ હું માનું નહિ!? મહું આરંભના હિસ્સેદારે : શ્રી જિનમન્દિરના વહીવટ અને વીજળીના દીવાઓ : નરકના આયુષ્યના આશ્રવનું પહેલું કારણ “પંચેન્દ્રિયપ્રાણિ-વધ” છે અને બીજું કારણ “મહા આરંભ” છે. મહા આરંભ, આજે તે, તમને મોટું સ્થાન અપાવનાર છે ને ? જ્યાં એમ લાગે કે-આના યોગે જ દુનિયામાં મોટું સ્થાન મળે તેમ છે અથવા મારી નામના મહા આરંભને લીધે છે, Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચાર ગતિનાં કારણેા ' એટલે મહા આરંભ ખરાબ લાગે કે સારે લાગે ! એનાથી મળતી નામના ગમે, તે એ મહા આરંભ ખરાબ ન લાગે પણ સારા લાગે. ‘મારે આટલી પેઢીએ છે અને મારે પેઢીએ છે માટે લાક મને પૂછે છે; બાકી, પેઢીએ ન હોય તે પૂછે કાણુ ?” –એમ થાય, એટલે એ ગમે છે એમ નક્કી થાય. આ એકક્રમ છૂટે? આજે તમે ભલે મહા આરંભને મૂકી દઈ શકે નહિ, પરન્તુ મહા આરંભ નરકે લઇ જનાર છે—એ વાત હૈયે રહેવી જોઈ એ. મહા આરંભ નરકે લઈ જઈ શકે તેમ છે, એ વાતના ખ્યાલ આવે, તેા ‘ કયારે હું આનાથી છૂટી જાઉં ? કયારે હું આને એશ કરી નાખું ? ’–એવી એવી ઈચ્છાએ જાગે. મહા આરંભ તજવા જેવા છે—એમ લાગે અને ‘ મહા આરંભમાં હું પડ્યો છું તે ઠીક નથી ’–એમ લાગે, તેા ઘણા માનસિક પાપથી બચી શકાય. જે આરંભમાં ઘણા જીવાની હત્યા થતી હોય, તેવા આરંભને મહા આરંભ કહેવાય છે. ૧૫ કર્માદાન વગેરે મહારંભમાં ગણાય. જેમાં ઘણાં કઠેર કર્મો કરવાં પડતાં હોય, જેમાં ઘણા જીવાને ત્રાસ ઉપજતે હોય, જેમાં ત્રસ જીવેાની ભારે હિંસા થતી હોય—એ વગેરે ધંધાઓ, મહારંભમાં ગણાય. કારખાનાં વગેરે મહારંભમાં ગણાય. મહારંભ નહિ કરવા છતાં પણ, મહારંભમાં હિસ્સા હોય, એવાએ આજે તેા ઘણા છે ને ? શેર હોલ્ડર, એ મહારંભના હિસ્સેદારા છે. જે કારખાનાના શૅર હોય, તે કારખાનાની કમાણીમાં રાજી થાય અને એ કારખાનું ખૂએ તેમાં નારાજ થાય. કારખાનું વધારે કમાણી કયારે કરી શકે ? વધારે વખત ચાલે તા ને ? જેમ જેમ ઉત્પાદન વધે, તેમ તેમ આ રાજી થાય અને જેમ જેમ રાજી થાય, તેમ Page #264 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ તેમ એ મહારંભના પાપથી અંધાય. ૨૪૭ સ૦ શેર તેા વ્યાજ ઉપજાવવાને માટે રાખીએ છીએ; તેમાં કારખાનાનું પાપ કેમ લાગે ? કારખાનું સારૂં ચાલે છે, એવા સમાચારથી રાજી થાવ કે નહિ ? કારખાનું ખાટન કરે, એવી ઇચ્છા થાય ખરી કે નહિ ? કારખાનું બંધ થઈ જાય નહિ, એવું મનમાં ખરૂં ને ? ત્યારે વ્યાજ માટે મનને કેવા ભયંકર પાપામાં ચેાજી દીધું છે ? સ૦ એમ તા દેરાસરના પૈસાનું વ્યાજ ઉપજાવવાને માટે પણ શૂરા લેવાય છે. એવી રીતિએ દેરાસરના વહીવટ કરવાનું કહ્યું કાણું ? દેરાસરના અને દેવદ્રવ્યના વહીવટ કેમ કરવા, એ માટે શાસ્ત્રમાં તે ઘણું કહ્યું છે, પણ ન સાંભળે ત્યાં કરવું શું ? એક તેા, વ્યાજ વધારે ઉપજાવવાના ખાટા માહ વચ્ચે અને સાથે સાથે ‘ મારા વહીવટમાં દેરાસરની મુડી આટલી વધી ’–એમ કહેવાય, તેના માહુ વચ્ચેા; એટલે, બીજું જોયું નહિ અને મુડી વધારવાનું જ લક્ષ્ય રાખ્યું. દેરાસરમાં શું કરવું જોઈ એ અથવા બીજાં દેરાસરેને કેવા પ્રકારે સંભાળવાં જોઈએ, એના વિચાર કેટલાએ કર્યાં ? જો દેવદ્રવ્યના ખરાખર ઉપયાગ કરવામાં આવે, તે આજે કેટલેક ઠેકાણે દેરાસરામાં મુડી દેખાય છે, તે મુડી દેખાય શાની ? પણ, દેરાસરોના વહીવટ, માટે ભાગે સ્વચ્છન્દ્વપણે જ થવા લાગ્યા છે. શ્રી જિનમન્દિર આદિ ધર્મસ્થાનેામાં કાયમી આરંભ નહિ કરવા જોઈએ-એમ વારંવાર કહેવાય છે, પણ એ તરફ લક્ષ્ય અપાતું નથી અને વીજળીના દીવા રાખવાની પ્રવૃત્તિ વધતી જ જાય છે. એ સ્થિતિ આવવા માંડી છે કે સગવડ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ચાર ગતિનાં કારણે ન હોય, તે જ વીજળીના દીવા ન હોય. આ તો પ્રાસંગિક વાત થઈ. આપણે તે, સાંસારિક મહારમ્ભને વિચાર કરી રહ્યા છીએ. મહારત્ને ખૂબ જ વધી રહ્યા છે, એમ તો આજે કેઈને ય કબૂલ કરવું પડે તેમ છે. આમ શાથી બને છે? મહારમ્ભનો ડર ગયો, માટે ને ? | ગૃહસ્થને આરંભાદિ કરવા પડે, તે પણ એમાં એની હેયબુદ્ધિ જીવતી હોય, તો મહારંભ તરફ મન વળે નહિ ને? કદાચ મહારંભ કર પડે, તો ય હૈયે એનું કેટલું દુઃખ હોય? મહારમ્ભ, એ પણ નરકના આયુષ્યના આશ્રવનું એક કારણ છે, એમ જાણીને આજે તમે મહારંભને મૂકી દેશે ? મહારંભ નહિ કરનારાઓને પણ, મહારંભમાં ભાગ તે છે ને? હવે તમે બધા શેરે કાઢી નાખવાના ને ? મહારંભને કઈ શેર ખરીદવાના નહિ ને? ઘરમાં કે મંદિરમાં વીજળીની બત્તી આવી, એટલે અહીંની બત્તી માટે કારખાનું ચાલુ રહેવું જોઈએ, એમ થાય ને? બટન દબાવ્યું ને બત્તી થઈ નહિ, તે મનમાં શી અસર થાય? “કારખાનું કેમ બંધ થયું ?, શું બગડી ગયું ?, ઝટ ચાલુ થાય તો સારું ”—એમ થાય ને? જ્યાં બત્તી ચાલુ થાય, એટલે “ઠીક થયું” એમ થાય ને? ત્યારે એ કારખાનાનું પાપ તમને પણ લાગે કે નહિ? એ તો કહે કે–તમે આટલા બધા આઝાદીના પ્રેમી, ને આટલી બધી ગુલામી ક્યાંથી ખરીદી લીધી ? દીવામાં પરાધીન ! પવનમાં પરાધીન ! પાણીમાં ય પરાધીન ! આજે ઠામ ઠામ ચકલીઓ થઈ ગઈ, પણ જે દિ' પાણી ખૂટશે તે દિ મારી નાખશે ને? કઈ વાર વીજળીના કારખાના ઉપર તવાઈ આવે, તે વગર મતે મરવાને વખત આવે ને? Page #266 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૪૯ કુવા હેત તે આટલી પંચાત હેત? પહેલાં કુવા પૂરવાની બેવકૂફી કરી અને હવે ઉઘાડવા માંડ્યા છે. કુવા, નદી વગેરેનું પાછું વપરાતું, ત્યારે પાણીને આરંભ આજના આરંભ કરતાં સમા ભાગે પણ નહિ હોય ને? આજે તે, નળ નીચે માથું અને ઉપર નળ ખૂલ્લો - શેર પાણીની જગ્યાએ ૫ શેર પાણી વપરાય ને? એ પાણીના નિકાલ માટેનું પાપ પણ કેટલું? કુવા વગેરેમાંથી પાણી લાવવાનું હોત, તે બાઈઓ પણ ઓછું પાણી વાપરવાનું કહેત, કેમ કે-મજુરી કરવી પડે અને માથે લાવવું પડે ! | ઘરમાં તે મહારંભને કાયમી સંબંધ જોડી દીધો, પણ શ્રી જિનમન્દિરાદિમાં ય એ પાપ ઘાલી દીધું. વીજળીના દીવા પણ આવ્યા અને નળ પણ આવ્યા ને? દેરાસરમાં વીજળીના ગળ પણ કેવા રાખવા માંડ્યા છે? બરાબર ભગવાનની સામે જ રાખે અને તે પણ ભારે પ્રકાશના રાખે. પ્રકાશ એટલે બધો હોય છે કે–મૂતિનું લાવણ્ય અને આંગીની મનહરતા મારી જાય. તમારી સામે કેઈએ એટલા દીવા ધર્યા હોય, તે તમે ભાગી જ જાવ. પહેલાં દીપક રહેતા તે હાલતા-ચાલતા અને પ્રકાશ સૌમ્ય એટલે મૂર્તિનું લાવણ્ય ખીલી ઉઠતું અને આંગીના ચળકાટનાં સ્થાને બદલાયા કરે, એટલે બધું ઝગમગ થયા કરે. વીજળીના દીવાઓમાં આંખ કરવી મુશ્કેલ બને, ગરમી પણ વધે અને પછી ભાવવૃદ્ધિમાં ઉણપ આવે, તેમાં નવાઈ પણ શી છે? ઉપરાન્ત, જોખમ ઘણું અને મહારંભ સાથે હંમેશનું જોડાણ! સ. આ બાબતમાં ઉપયોગ અપાય તે ફેર પડે. ઉપયોગ નથી અપાય અગર નથી અપાતો એવું નથી, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ચાર ગતિનાં કારણે પણ કેટલાક વહીવટદારાને જાણી જોઇને આ કરવું છે. આ અંગે એક વાર હીલચાલ ઉપડી હતી. કેટલાક જૈનો એવા નીકળેલા કે-દેરાસરમાં જઇને તાર કાપી આવે. હથિયાર સાથે લઈને જાય અને વીજળીના સમય તાડી નાખે. એ ત્રણ વાર એવું થયું, એટલે એમના માટે ચાકીએ મૂકાઇ. તે વખતે આચાર્ચીના અભિપ્રાયા પણ મંગાવાએલા અને બધાએ વીજળીના દ્વીવાએ શ્રી જિનમન્દિરાદિમાં નહિ જોઇએ, એવા અભિપ્રાય આપેલા. એ અભિપ્રાયા પ્રગટ પણ થઈ ગયા છે. એટલે, આ સંબંધમાં પ્રયત્ના નથી થયા એમ નહિ, પણ આ તા વધતું જ ચાલ્યું. સ૰ પણ વીજળીના દીવામાં ખર્ચ ઓછું આવે ને ? ધી ૧૩૫ રૂપીયે મણુ થઈ ગયું ! ન થાય એવું કરીને ખર્ચ ઘટાડવાનું કહ્યું કોણે? પહેલાં દેરાસરમાં જ્યારે ઘીના દીપકાની રાશની થતી, ત્યારે સાક્ષાત્ દેવલેાકના જેવું દેરાસર લાગતું. પંચરંગી ઝુમ્મર, હાંડીએ વગેરેમાંથી ઘીના દીપકાની મીઠી, ઠંડી રેાશની પ્રગટતી અને વાતાવરણ આહ્લાદમય બની જતું. જે દર્શન કરવા જાય, તેને એસી જવાનું મન થતું. આજે દર્શન કર્યો કે ઝટ નીકળ્યા, એવું માટે ભાગે થઈ ગયું છે. ૧૩૦-૩૫ રૂપીએ મણુ ઘી થયું, તેમાં ઘરમાં જેટલું ઘટાડયું હાય તેટલું અહીં ઘટાડયું હાત, તે વાત જુદી હતી; પણ ૧૩૦-૩૫ રૂપીએ મણ ઘી થયું એટલે ઘર માટે ઘી લાવવું હોય તે, બહુ ચાકસાઈથી લાવે છે અને દેરાસર માટે ‘ ગમે તેવું પણુ ઘી છે ને ?' –એમ કરીને, ઉઠાવી લાવે છે. હમણાં હમણાં તા, ધર્મસ્થાનાને અંગેની ભાવના જ કેાઈ વિચિત્ર થતી જાય છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ - ૨૫૧ આપણી વાત તે, મહારંભ એનરકનું કારણ છે એ હતી. મહારંભ છૂટે તે ઘણું સારું, પણ મહારંભથી મૂકાઈ શકાય તેમ ન હોય, તો ય તેને રસ તે રાખવો જ નહિ. મહારંભને રસ જાય, એ માટે વિચાર કરવો કે “જીવવું શેડું ને આ બધું શું કરવા? મારા મનના તેષને માટે, કેટલા જીવોની હિંસામાં મારા સંબંધ? ક્યારે આનાથી છૂટાય ?” ધન સંબધી શ્રાવકની ઈચ્છા: મહારંભ જેમ નરકના આયુષ્યને આશ્રવ કરાવનાર છે, તેમ મહા પરિગ્રહ પણ નરકના આયુષ્યને આશ્રવ કરાવનાર છે. તમે પરિગ્રહી તે છે જ, કેમ કે–ધન અને ધાન્યાદિ પરિગ્રહના તમે સ્વામી થઈને બેઠા છે. ધન-ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહ સાથે, તમારે સ્વામી તરીકેનો સંબંધ છે ને? એને મેળવવાની, રાખવાની, સાચવવાની ઈચ્છા અને મહેનત ચાલુ છે, એટલે, તમે પરિગ્રહી તે છે, પણ તમારે પરિગ્રહ કેટલું છે? અલ્પ કે મહા ? અલ્પ પરિગ્રહવાળાને પણ મહા પરિગ્રહની ઇચ્છા છે અને જે મહા પરિગ્રહવાળા છે, તેને હજુ તેમને પરિગ્રહ અલ્પ લાગે છે. પરિગ્રહ એ પાપ છે, એમ લાગે છે? હિંસા, અસત્ય, ચેરી–એ વગેરેને પાપ માનનારા તે હજુ ઘણા છે, પણ પરિગ્રહને પાપ માનનારા કેટલા? શ્રાવક સંસારમાં બેઠે છે, એટલે એને પરિગ્રહ વિના ચાલે નહિ, પણ શ્રાવકની ધન સબંધી ઈચછાની શાસ્ત્રકાર મહાત્માઓએ મર્યાદા બાંધી આપી છે. અતિ ઉના ઘીથી ચેપડેલું અનાજ અને સાંધ્યા વિનાનું વસ્ત્ર-આટલું સુખપૂર્વક ખાઈ અને પહેરી શકાય, તેથી અધિક ધનની ઈરછા શ્રાવકે કરવી Page #269 -------------------------------------------------------------------------- ________________ -૨૫૨ ચાર ગતિનાં કારણે જોઈએ નહિ. સ૦ ઘર વગેરે ન જોઈએ ? આમાં, રહેવા માટે જોઈતા ઘર આદિને સમાવેશ પણ થઈ જ જાય છે. શ્રાવકને ઘર તે હેય જ, એમ સમજીને ચાલવાનું છે. સંસારમાં રહેલાને રહેવાને માટે ઘર તો જોઈએ ને ? ઘર સ્થિતિ મુજબનું સમજી લેવાનું. એટલે, શ્રાવકે ઘર નહિ રાખવું–એ વાત આમાં નથી, પણ અહીં તો વાત એ છે કે-શ્રાવકની ધન સંબંધી જે ઈચ્છા, તેનું પરિમાણ કયું? ધનની ઈચ્છાનું આ પરિમાણ છે. ઘરમાં ધન કેટલું રાખવાનું? ખાવાને માટે અતિ ઉના ઘીથી ચેપડેલું અનાજ અને પહેરવાને માટે સાધ્યા વિનાનું વસ્ત્ર મળી રહે, એથી અધિકની જેટલી ઈરછા, તે કેવળ લેભનું જ નાટક કહેવાય. એથી અધિક ધન રાખે, તે શ્રાવક કહેવાય જ નહિ-એમ પણ નથી; અને જે શ્રાવક હોય, તેને એથી અધિક ધનની ઈચ્છા થાય જ નહિ અગર તો એથી અધિક ધનની ઈચ્છા થાય એટલે શ્રાવકપણું જાય જ—એવો નિયમે ય નથી; પણ એથી અધિક ધનની ઈચ્છા જે શ્રાવક કરે, તે તેને માટે તે ગેરવ્યાજબી જરૂર ગણાય. અધિકની ઈચ્છામાં અને જરૂર પૂરતી ઈચ્છામાં ફેર છે. જરૂર પૂરતી ઈચ્છા રહે, તેમાં પતનને એટલે પરિગ્રહમાં ઉપાદેયબુદ્ધિ આવવાને સંભવ ઓછો અને અધિકની ઈચ્છામાં પરિગ્રહમાં ઉપાદેયબુદ્ધિ ઉત્પન્ન થઈ જવાને સંભવ ઘણે. શ્રાવક, એટલા થોડા પણ ધનની જે ઈચ્છા કરે, તે એવી રીતિએ કરે કે-“પરિગ્રહ એ પાપ છે, હાલ હું સાધુ થઈ શકું તેમ નથી અને શ્રાવક તરીકે રહીને મારાથી ભીખ માગીને જીવાય નહિં; માટે, મારે આટલું ધન મેળવ્યા અને રાખ્યા Page #270 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૫૩ વિના છૂટકો નથી. કચારે એવા અવસર આવે કે–હું સાધુ થઈ જાઉં, કે જેથી ન છૂટકે કરવાં પડતાં આવાં પાપો પણ મારે કરવાં પડે નહિ !' પરિગ્રહ પાછળ મન કેટલું બધું ઘેલું અનેલું છે. જે અલ્પ પરિગ્રહવાળાએ પણ જો આ વૃત્તિ રાખવી જોઇએ, તે ઘણા પરિગ્રહવાળાએ કેવી વૃત્તિ રાખવી જોઈએ ? કેટલાકેાને તે। જન્મથી જ મહા પરિગ્રહ મળેલેા હોય છે; પુણ્ય એવું કે–મેાટી સમૃદ્ધિવાળાને ઘરે જન્મી ગયા. આવી રીતિએ પણ મહારંભ અને મહા પરિગ્રહવાળી સ્થિતિમાં મૂકાઈ ગયા હય, તેઓએ સાવધ બની જવું જોઈ એ. એમાં ઉપાદે યભાવ ન આવી જાય, એના ચેાગે મળતા સુખથી ને માનથી આનંદમય બની જવાય નહિ, એની કાળજી રાખવી જોઈએ. ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ મેટા હાય, પણ હૈયું માટા પિરગ્રહવાળું ન હેાય, તેા મચી જવાય. થાડા પરિગ્રહમાં પણ જો અંતરને પરિગ્રહ મહા હાય, તેા ડૂબી જવાય; અને મહા પરિગ્રહ હોય, પણ અંતરના પરિગ્રહ ઘટી જાય, તેા ખચી જવાય. પરિગ્રહમાં રહેવું પડે, તે ય મૂર્છામાં રમવું નહિ. મહા પરિગ્રહ મહા મૂર્છાનું કારણ છે; પણુ, વિવેકી અનેા તે મહા મૂર્છા ટકી શકે નહિ. મહા પરિગ્રહ મહા મૂર્છા દ્વારા નરકે ધકેલી શકે છે, એટલે મહા પરિગ્રહ હાય, તે પરિગ્રહને ઘટાડવાના પ્રયત્ન કર્યા કરવા અને તે પણ મૂર્છા ઘટે,-એ માટે જ પરિગ્રહને ઘટાડવાની વૃત્તિ રાખવી. પરિગ્રહ જેને પાપ રૂપ લાગે, તેને મહા પરિગ્રહ જરૂર ખટકે અને જેને મહા પરિગ્રહ ખટકે, તેને મમતા ઓછી થાય. એને Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ચાર ગતિનાં કારણો એમ થયા જ કરે કે-“મારે જરૂર નથી, છતાં આટલું બધું મારી પાસે છે, તે મારે આ બધું શું કામ રાખવું? હું ખાવાને કેટલું ? પહેરવાને કેટલું ? વાપરવાને કેટલું ? ભેગવવાને કેટલું? છતાં, આટલું બધું હું શું કામ રાખી બેઠે છું?” મમતા ઘટે, એટલે સદુપયોગ કરવાનું મન થાય. તમારે રહેવાને મકાન કેટલાંક જોઈએ? તમે રહે તો એકમાં ને ? એકને બદલે બે મકાન હોય, તેમ છતાં પણ જે ત્રીજું મકાન બંધાવવાનું મન થાય, તો “આ જીવને બે મકાનની પણ શી જરૂર હતી?”-એ વિચાર, એને પિતાને તે આવે જ ક્યાંથી? ખરો મહા પરિગ્રહી તે, તે જ છે કે-જેને જેટલું મળે તેટલું ઓછું જ લાગ્યા કરે, અને મારે કેટલું જોઈએ છે એનું–માપ જ જે કાઢી શકે નહિશ્રી શાલિભદ્રજી, શ્રી ધનાજી, શ્રી ભરતજી વગેરે કેવા હતા? એમને પરિગ્રહ કેટલો ? મહા પરિગ્રહી અને મહારંભી હોવા છતાં પણ, એ પુણ્યવાનના હૈયે લખાએલું કે-આ રાખવા લાયક નથી, તજવા લાયક છે. એ રાખતા ખરા, પણ રાખવું સારું છે–એ બુદ્ધિથી નહિ! “મહા પરિગ્રહ વિના સુખ નહિ”—એવું તમારા હૈયે લખાએલું છે અને પણ “મહા પરિગ્રહ એ નરકનું કારણ છે . –એવું લખાએલું હતું, એમ લાગે છે? એમ ન હત, તે શ્રી શાલિભદ્રજી જેવા સુકમળ, સર્વત્યાગ કરી શકત ખરા ? શ્રી ધનાજી જેવા, ભાઈઓને કજીયા કરતા સાંભળીને, પિતાની રળેલી સંપત્તિને પણ તજી દઈને, પહેર્યા કપડાભેર ઘર છોડીને ચાલ્યા જઈ શકત? શ્રી બાહુબલિજીને કેશકુંચન કરીને ચાલી જતા જોઈને, શ્રી ભરતજી એમની અનુમોદના કરી શકત? છે અને એમ વિચારી શકત કે-વં મતોન?' ગાદીએ Page #272 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૫૫ એસવું અને રાજ્યને સંસાર રૂપ વૃક્ષનું ખીજ માનવું, એ સહેલું છે ? તેમણે રાજ્ય મેળવવા યુદ્ધાદિ કર્યા, તેમાં માનવું પડે કે–કર્મે એમની પાસે યુદ્ધો કરાવ્યાં; ખાકી, રાજ્ય માટે યુદ્ધો કરવાં ગમે, એવું એ હૈયું નહોતું! તમે, તમારા હૈયાની પરીક્ષા તા કરી જુઓ ! પરિગ્રહમાં બેઠા છે, એના ત્રાસ છે ? પાપમાં બેઠો છું, એમ લાગે છે? કેટલા પરિગ્રહની ઈચ્છા છે? શું મળી જાય, તેા સંતાષ થાય ? ઘરમાં કેટલા પૈસા આવે, તે વેપાર બંધ ? અને ઘરમાં કેટલા પૈસા થઇ જાય, એટલે એક પાઇ પણ જો અધિક આવે, તે તરત કાઢી નાખવી, એને નિર્ણય છે ? એના વિચાર કરવા એસા, તા ખબર પડે કે-પરિગ્રહ પાછળ મન કેટલું ઘેલું ખનેલું છે? જેમની પાસે મહા પરિગ્રહ નથી, તે ય અલ્પ પરિગ્રહી જ છે, એવું કયારે મનાય ? હૈયા સાથે વાત કરે. જેમની પાસે મહા પરિગ્રહ નથી, છતાં અંદર મહા પરિગ્રહ બેઠા છે અને જેમની પાસે મહા પરિગ્રહ છે તેમને વળી વધારે જોઈ એ છે, એટલે પરિગ્રહનું દુઃખ નથી ને ? પછી, આપણી ઈચ્છા ન હાય તે। ય, નરકે જવું પડે ને ? તે એમ ન થાય કે– અહીં સુધી આવેલા આપણે, હવે તે વળી નરકે જઈએ?’ આપણી કેટલી ઉંચી કક્ષા ? આવી સુંદર ધર્મસામગ્રી પામ્યા અને છેક શ્રી સિદ્ધગિરિજી સુધી આવી પહેાંચ્યા, છતાં ડૂબી જઈ એ, તે તે પછી ‘દળી દળીને કુલડીમાં' જેવું જ થાય ને આખી રાત ઢળ્યા કર્યું, પણ કર્યું શું ? આટો કુલડીમાં ભરે અને એ જ આટાને ઘૂંટીમાં એર્યાં કરે. ઘઉં પીસવાને બદલે આટા પીસવા માંડયો. àાભી મનને, હવે તે કહી ઢો કે મારે નરકે નથી જવું !' પરિગ્રહને ઘટાડા અને Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચાર ગતિનાં કારણે પરિગ્રહની મમતાના ત્યાગ કરી, તે કામ થાય. ન હાય, તે નાહક આશામાં ઝુરા નહિ અને હાય, તે એ જ વિચારશ કેઆ કેમ છૂટે ? આનાથી છુટવાને માટે, મારે શું કરવાની જરૂર છે? ’પરિગ્રહ પાપ છે અને મહા પરિગ્રહ નરકનું કારણ છે, એ વાત ખરાખર હૈયામાં કાતરી લે. સુખી ગૃહસ્થા જો ઉદાર અને, તેા તેઓ ગામના રાજા જેવા મની જાય : આમ થાય, તો મહારંભ અને મહા પરિગ્રહનું ઝેર ઉતરી જાય. ‘આ બધું પાપ રૂપ છે અને તજવા જેવું છે'-એમ લાગે, એટલે ઉદારતા આવી જાય. આજના ગૃહસ્થાના મેટા ભાગમાં, ઉદારતા દેખાતી નથી. ગૃહસ્થા આપે છે, ખર્ચે છે, પણ એમાં જે ઉદારતા દેખાવી જોઈએ, ત્યાજ્યને તજવાના જે ઉમળકા દેખાવા જોઈ એ, લક્ષ્મીની મમતાને આ ઉતારી રહ્યા છે એમ જે લાગવું જોઇએ, એવું ભાગ્યે જ જોવા મળે છે. ગૃહસ્થાની ઉદારતાના અભાવે, બીજાઓની ઉદારતા પણ મરી જાય છે. ગૃહસ્થાના દાનથી પણુ, ખીજાઓને લક્ષ્મીની તુચ્છતાનું ભાન થાય. આજે, દાન દેતી વખતે જે નાટક ચાલે છે, એ જોઈને લક્ષ્મીનું મહત્ત્વ વધતું હોય, એવું પણ અને છે. જ્યારે ગૃહસ્થા છૂટે હાથે દેતા, ત્યારે બીજાએ પાતા પાસે થાડું હાય, તા ય કાંઇક આપ્યા વિના જતા નહિ અને ન અપાય તે બહાર નીકળીને રાતા. આગળ બેઠેલા ગૃહસ્થામાં, દાનની આખી ભાવનાનું ખૂન થતું દેખાતું હોય, ત્યાં પાછળનાએ ઉપર શી અસર થાય ? આગળના જો ઉલટભેર દેતા હાય, તેા પાછળનાએના હૈયામાં, એ દૃશ્યને Page #274 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૫૭ જોઈને પણ ઉભરા આવે અને એથી એમનાથી કદાચ પેાતાની શક્તિની ઉપરવટ થઈને ય રકમ ભરાઈ જાય. ઉત્સાહમાં, એમનાથી પેાતાની નાજુક સ્થિતિને પણ વિસરી જવાય. તમે જે રીતિએ દાનાદિ કરે છે, તેમાં આવું બનવાના સંભવ ખરા ? સુખી માણસા તા, જો ધારે તો, ગામના રાજા જેવા અની જાય. આખા ગામના લેાકા, એના ઉપર નજર રાખ્યા કરે, કેમ કે–એ ગામમાં આવે, એટલે દુઃખીયાનાં દુઃખ જાય ને ભૂખ્યાને રોટલા મળી જાય. આજે તે કહે છે કે—અમારા ગામમાં અમુક સુખી છે, પણ જોવા જેવા નથી! ગામ માટે ઘસાય જરા ય નહિ અને ગામના ઘસારા લેવાને તૈયાર ! એનું માન કાણુ જાળવે ? ગામના દીન-દુઃખી આદિની તમે ખબર લેતા હેા અને શક્તિ મુજબ આપ્યા કરતા હા, તા ગામના બીજા માણસા પણ સલામ ભરીને ઉભા રહે. કેમ ગરીમના બેલી છે!' એવા માણસ, કાઇ વાર કહે કે ધર્મનું અમુક કામ કરવું છે તા કાઈ આડા આવે ખરા ? પણ હૈયામાં ઉદારતા ન હોય, ત્યાં શું થાય ? પરિગ્રહની અતિ મૂર્છા, ઉદારતાને આવવા દેજ શી રીતિએ ? સુખી માણસ પૂજા ભણાવે, તે ય સવા પાંચ રૂપીઆની ભણાવે અને સાધારણુ માણસ પૂજા ભણાવે તેા ય સવા પાંચ રૂપીઆની ભણાવે ? સુખી માણસે ય શેાધી શેાધીને નૈવેદ્યનાં ને ફળનાં નંગ ટેણીયાં ટેણીયાં ભેગાં કરે ? સવા પાંચની પૂજા, સાધારણ ભણાવે, તા સુખી સવા પચાસ ન આપે ? મમતા ઘટે ને ઉદારતા આવે, તે જ ભગવાનની ભક્તિ પણ સારી રીતિએ થઇ શકે. એક સારા સુખી આદમી ધારે, તા આખા ગામને ધર્મ કરતું બનાવી શકે; એના ગામમાં, અધર્મ પૈસી શકે નહિ અને કુગુરૂ પગ ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચાર ગતિનાં કારણે મૂકી શકે નહિ; પણ એનામાં એટલી ઉદારતા અને ધર્મશીલતા હેય તે ને? તમે અહીં શ્રી સિદ્ધગિરિજીની છાયામાં ચોમાસું કરવાને આવ્યા છે અને આ વખતે અહીં પણ જે વાપરવા યોગ્ય ક્ષેત્રમાં નહિ વાપરી શકે, તે બીજે ક્યાં જઈને તમે અહીંથી સારું કરી શકવાના હતા ? તમારે તે, એવું સારું કરીને જવું જોઈએ કે આવતા વર્ષે આવનારાઓને, વધારે સારું કરવાને ઉત્સાહ જાગે. સવ શક્તિ ન હોય તે ? શક્તિ ન હોય, તેને માટેની આ વાત નથી. જેની શક્તિ છે, તેને જે કૃપણુતા રેકતી હોય, તે કૃપણતાને કાઢી નાખવાની વાત છે. શક્તિ હોય ને કૃપણતાથી દેવાનું મન ન થતું હોય, તે કડવી દવા જેમ આંખમાં પાણી પાડતાં પણ પીવાય છે, તેમ પરાણે દેવું. તમારામાં જે ડીક પણ ઉદારતા સારી રીતિએ આવી જાય, તે મંદિરાદિની ચિન્તા કરવા જેવું રહે, એમ લાગતું નથી. સુખી માણસે જેમ મેંઘવારી વધી ગઈ છે તે ય ઘેર ખાય-પીએ છે, તેમ જે મંદિરાદિ ધર્મસ્થાનને અને પિતાના સાધમિકેને સંભાળવા માંડે, તે નાનાઓને પણ શક્તિ અને ભાવના મુજબ કરવાનું મન થાય. દેવદ્રવ્યને વ્યય કરવાની જરૂર : - ધનની મૂચ્છ આજે ધર્મક્ષેત્રમાં પણ કેટકેટલી મુશીબતે ઉભી કરે છે? આજે “દેવદ્રવ્યનું આમ થઈ જશે અને તેમ થઈ જશે”—એવી વાતો કર્યા કરે છે, પણ દેવદ્રવ્યને સુયોગ્ય રીતિએ વ્યય કેમ કરી દેતા નથી? સ0 પેઢીવાળા રાખી મૂકે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૫૯ પેઢીની વાત જુદી છે. એને માથે જવાબદ્નારી કેવડી માટી છે ? એકલા શ્રી સિદ્ધગિરિજી ઉપરનાં મદિરાને સંભાળવાને માટે પણ એને કેટલું બધું દ્રષ્ય જોઇએ ? ત્યારે, પેઢી પાસે તે ઘણાં તીર્થાના વહીવટો છે અને એ હિસાબે એની પાસે જે મુડી છે તે મેાટી છે, એમ કહેવાય નહિ. પરન્તુ આજે જે જે સ્થલે દેવદ્રવ્યને વધારો હોય, તે તે સ્થàાના વહીવટદારો હજી ય મૂર્છામાં પડ્યા રહેશે, તે કેવું પરિણામ આવશે ? તમે ધારા તા એવું કરી શકે કે–સરકારને અમલદાર જ્યારે વહીવટ સંભાળવાને આવે, ત્યારે એને એમ થાય કે–અહીં વહીવટ સંભાળવા જેવું છે જ શું ? આજે ઠામ ઠામ જિર્ણોદ્ધારની જરૂર છે; ત્યાં દેવદ્રવ્યના વ્યય કરી દે ને ? કેટલાકેા કહે છે કે— પછી અહીં પૂજા વગેરેની વ્યવસ્થા શી રીતે કરવી ?' શું એવા સારા શ્રાવકે એટલા છૂટી ગયા છે કે-દેવદ્રવ્યમાંથી જ વ્યવસ્થા કરવી પડે ? અથવા, સાધારણની રકમે કાઈ મંદિરના ઉપયાગ માટે મૂકી ગયું હોય, તેા ય શું તેના વિના નહિ જ ચાલે ? શ્રાવકે જો નક્કી કરે કેઅમારે શ્રી જિનની ભક્તિ કરવી છે’ તે આમાં કાંઈ ચિન્તા કરવા જેવું છે જ નહિ. અવસરોગ વર્તતાં આવડવું જોઇએ. કાઇ કાળ દાગીના ચઢાવવા જેવા પણ હોય અને કાઈ કાળ દાગીના ન ચઢાવવા જેવા પણ હોય. સંઘ જયવતે વર્તે છે. તમે કાંઇ નહિ રાખ્યું હોય, એટલે ભવિષ્યમાં કોઈ ભાગ્યવાન સંભાળ લેનાર નહિ નીકળે, એવું માની લેવાની મૂર્ખાઈ શું કામ કરો છે ? શ્રી જિનમન્દિરાને તેા, ૨૦૦-૫૦૦ વર્ષ એની પાછળ જોવું જ ન પડે, એવાં બનાવી દેવાં. ચાલુ આવકમાંથી ચાલુ રક્ષણાદિને લગતાં કાર્યો કર્યા કરવાં અને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ચાર ગતિનાં કારણેા પાસે લાંબી મુડી રાખવી જ નહિ. જો તમે એમ કરા, તે સરકાર કે ખીજાએ શું કરી શકવાના હતા ? વાણીયાની કુનેહ : આજે તમારામાં એવી શક્તિ અગર હિંમત છે કે તમે સરકારને તમારા ધર્મમાં ડખલ કરીને દેવદ્રાદિને ન થાય તેવા માર્ગે ઉપયાગ કરવાનું એ કહે, તા તમે એને અટકાવી શકે ? એ ન હોય, તેા ય વાણીયાવાળી કુનેહ તેા છે કે નહિ ? એ વિષે એક વાત કહેવાય છે. એમ કહેવાય છે કે-કાઇ એક ગામમાં એક વાણીયાનું અને મુસલમાનનું ઘર સામસામે હતું. વાણીએ એટલે ડરપેાક જાત અને પેલાને વાત-વાતમાં ખાંય ચઢાવવાનું મન થાય. કાંઈ ઉંચું નીચું થાય, એટલે મુસલમાન મેલી નાખે કે– સાલે ખનીયે કા માર ડાલના પડેગા !' વાણીયાએ વિચાર કર્યાં કે- આના કાંઈક રસ્તા કરવા જોઇએ; નહિ તે, આ કેાઈ વખતે હેરાન કરી મૂકશે.” ઘર છેાડીને જવાય તેમ નહેતું અને લડવાની શક્તિ કે હિંમત નહોતી. આથી એણે પોતાના ઘરમાં બેસીને, સામે રહેનારા મુલસમાન સાંભળે તેમ, ખેલવા માંડ્યું કે- ભાઇ, હવે તા આ રાજની પંચાત થઈ. એક દહાડા આની જોડે લડી જ લેવું પડશે. આપણે મજબૂત ચાર માણસાને રાખી લે !' પેલા મુસલમાને એ સાંભળ્યું, એટલે એણે તા તરત જ ચાર માણેસાને રાખી લીધા. ઘેાડા દિવસ ગયા, એટલે ફરી પાછા વાણીયે એવી Page #278 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૬૧ જ રીતિએ બીજા આઠ માણસને રાખી લેવાનું બેલ્યો અને એ સાંભળીને પેલા મુસલમાને તરત જ બીજા આઠ માણસેને રાખી લીધા. આમ, વાત થતી ગઈ અને મુસલમાનને ત્યાં માણસે વધતાં ગયાં. એ બધાને ખર્ચ કરતાં કરતાં, મુસલમાને જોયું કે- આ તે મુડી સાફ થઈ જવા પામી અને હજુ લડાઈ તે થઈ જ નથી.” આથી, તેણે એક દહાડે વાણીયાને પૂછયું કે-“અમ કબ લડના હે?” વાણી કહે કે-“લડવાનું વળી કેવું ? તમારી સાથે તે લડવાનું હોય ?” | મુસલમાન કહે કે “ક જૂઠ બેલતા હૈ? કંઈ દિને સે તે લડને કી તૈયારી કરતા હૈ ઔર કિતને હી આદમી ઈકઠે કિયે હૈ, લડના હે તે લડ લે, લેકિન નિકમ્મા ખર્ચ કર્યો કરતા હૈ?” વાણીયે હસીને કહે છે કે- પણ મેં તે એકે ય માણસ રાખ્યો નથી.” પિલે સમજી ગયો કે-“સાલે બનીયે ને હમ કે બનાયા.” પણ મુડી સાફ થઈ ગઈ હતી, એટલે મીજાજ ઉતરી ગયો. આવી રીતિએ, તમે પણ કુનેહ તે વાપરી શકે કે નહિ? કુનેહ વાપરીને દેવદ્રવ્યાદિને સવ્યય કરી નાખે, તે પછી સરકાર, કાયદે કે બીજાએ શું કરી શકશે? ભયંકર હિંસાઓની અનુમોદના નરકના આયુષ્યના આશ્રોને જણાવતાં પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ચાર ગતિનાં કારણે મહારાજાએ પંચેનિદ્રયપ્રાણિવધ આદિ જણાવેલ છે. આ સાંભળીને, તમારે એ વિચાર કરવાને છે કે આપણે એ કારણોથી પર છીએ કે નહિ? અને કદાચ એ કારણથી સર્વથા પર ન હોઈએ, તે પણ, આપણે એ કારણેને સેવવા છતાં પણ, એ કારણથી કેવા પ્રકારે બચી શકીએ?” તમે એવી સ્થિતિમાં છે કે-વગર કર્યો અને વગર કારવ્ય પણ, જો તમે વિવેકી ન બને અને મનને સારી રીતિએ કેળવે નહિ, તે નરકનાં કારણની અનુમોદનાથી બચી શકે નહિ. આ યુગ તે, વર્તમાન પત્રને યુગ ગણાય છે ને ? સૌને વર્તમાન પત્રો વાંચવાનો શોખ ! આજનાં છાપાંઓમાં શું આવવાનું ? એમાં પંચેન્દ્રિયપ્રાણિવધ, મહારંભ અને મહા પરિગ્રહની વાતો ઘણું આવે ને? હજારે પંચેન્દ્રિય પ્રાણિઓની કતલ જેમાં થાય—એવું કામ કર્યું હોય, પણ પરિણામ તરફેણમાં આવ્યું હોય, તે એનાં વખાણ આવે ને? મહારંભી અને મહા પરિગ્રહી આદિનાં પણ વિવેચને અને વખાણે આવે ને? એ વાંચતાં, તમે એમાં રસ અનુભવે, તે તમારું શું થાય? યુદ્ધ ક્યાં ય ચાલતું હોય અને જેમની સાથે તમને કશે પરિચય હાય નહિ એવા માણસે લડતા હોય, પણ તમને લાભ જણાતું હોય, તે એમાં હજારે મરતા હોય તે છતાં પણ, આનંદ આવી જાય ને ? અમુક હાર્યા, અમુક ખેદાનમેદાન થઈ ગયા, અમુક મર્યા, એમાં તમે આનંદ ન અનુભ, તે ન ચાલે? હિંસાને રસ એ હોય છે કે-કેટલાક તે વગર લેવા-દેવાએ, ખાલી વાતના શાખ ખાતર, ભયંકર યુદ્ધોની અનુમોદના કરે છે. તમે આજે એવી હિંસા ન કરતા હો, તે પણ તમારું મન “એવી હિંસા નહિ જ કરવી” એવા Page #280 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૬૩ નિશ્ચયવાળું છે–એમ માની લેવા જેવું છે ખરું ? આજે તેા, તમે એવા બહાદૂર નથી કે–હથિયાર હાથમાં હોય તે છતાં પણ હથિયાર ઉગામી શકે, પણ ધારા કેતમારામાં શક્તિ હોય અને હિંમતે ય હોય, તા તમે શું કરે ? કાઇ ઉપર ગુસ્સે આવી જાય ત્યારે, શક્તિ ને હિંમત હોય તેા પણુ, તલવાર મ્યાનમાં જ રહે કે બહાર નીકળી જાય ? સ૦ મ્યાનમાં રહેવી મુશ્કેલ. અત્યારે તેા તમે એટલા ભીરૂ છે કે–સામેા હથિયાર ઉગામશે—એમ લાગે, ત્યાં તે તમે નાસી છૂટા, અથવા તે હથિયારો ખખડે એટલે ત્યાં ને ત્યાં જ કદાચ હૃદય બંધથઈ જાય; પણ સાધન હોય, તાકાત હોય અને હિંમત પણ્ હોય, તે તમે કરામત કરવામાં આાકી રહી જાવ નહિ ને ? કેઇ આપણું ગમે તેટલું નુકશાન કરે, તે પણ તેને પાયમાલ કરવાનું મન ન થાય, એવું હૈયું કેળવ્યું છે ? અપરાધીની વાત મૂકી દઇએ, પણ તમારા સાંસારિક સ્વાર્થની આડે આવતા કેાઈ લાગે, તે એટલા માત્રથી તેા તમે તેનું કાસળ કાઢી નાખવાને તૈયાર થઇ જાવ નહિ ને ? મનને જરા પૂછી જુઓ. કોઈ ને તમે નહિ મારતા હો, તે તેમાં સંયેાગ નહિ મળ્યો હોય અને સંચાગ મળ્યા હશે, તે શક્તિ નહિ હોય; પશુ, મારા સ્વાર્થને ખાતર પણ હું નિરપરાધીને તેા મારૂં જ નહિ, એવા નિશ્ચય ખરા ? એ રાજાએ તે એ મંત્રિઓનાં હૈયાં કેવાં હશે ? આ ધર્મને પામેલા એવા પણ રાજા-મહારાજાઓ અને મંત્રિએ આદિએ, સંયેાગવશ ભયંકર યુદ્ધો પણ ખેલ્યાં છે; Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ચાર ગતિનાં કારણા પરન્તુ, અવસરે જણાઈ આવે કે એમનાં હૈયાં સારાં; હિંસક ભાવથી ભરેલાં નહિ ! ચેડા મહારાજાને નિયમ હતો કે દુશ્મનને પણ એક દિવસમાં એક માણુથી વધુ માણુ મારવું નહિ ! તમારે ગાળે દેનારને પણ એક દિવસમાં એક ગાળથી વધુ ગાળ તા દેવી જ નહિ, એટલેા ય નિયમ કરવા છે? ગાળ ન દે તે સારૂં, પણ ધારો કે-ગાળ દ્વીધા વિના રહી શકાય જ નહિ, તે ય એક દિવસમાં એક ગાળથી વધુ ગાળ નહિ દેવા જેટલેા સંયમ પણ તમે રાખી શકે! તેમ છે ? પેલા તા રાજા-મહારાજા હતા, માથે જવાબદારી મેાટી હતી અને એથી યુદ્ધ-પ્રસંગે તેઓ યુદ્ધ ખેલતા પશુ ખરા; તે છતાં પણ, જોવા જેવું તે એ છે કે-તે પેાતાની પ્રતિજ્ઞાથી ચલિત થતા નહિ. યુદ્ધભૂમિમાં જવું, દુશ્મનની ખળવાન સેનાની સામે ઝઝુમવું, ચારે ય તરફ દુશ્મને વિંટળાએલા હોય અને સંખ્યાબંધ પ્રહારા ચાલ્યા આવતા હોય, તે છતાં પણ માત્ર અચાવ જ કર્યા કરવા અને તક આવે ત્યારે માત્ર એક જ ખાણુ મારવું અને તે પછી ગમે તેમ થાય તે ય, જું ખાણ તે દિવસે તે નહિ જ વાપરવું, એ જેવી તેવી વાત છે ? બાણાવળી એવા છે કે એક જ બાણુ મારે, પણુ ઘા ચૂકે નહિ; જેને ખાણ માર્યું તે પડયો જ સમજો, છતાં, એક દિવસના એક ખાણની પ્રતિજ્ઞાને વળગી રહે, એ કયારે અને? ખાણ મારે ખરા, પણ આવી પ્રતિજ્ઞા રાખે અને ગમે તેવા સંચાગેામાં પણ પ્રતિજ્ઞા ખરાખર જાળવે, એ વસ્તુ ઉપરથી આપણે એમનું હૈયું કેવું હશે, એની કલ્પના કરી શકીએ. એની સાથે, આપણે આપણા હૈયાના વિચાર પણ કરી લઇએ. આજે તમે પંચેન્દ્રિય પ્રાણિના વધ નહિ કરતા હેા, Page #282 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૬૫ પણ તે તમારું હૈયું બહુ દયાળુ છે માટે? પ્રાણના ભાગે પણ, કોઈના ય પ્રાણ નહિ લેવા, એ પ્રકારે મનને કેળવ્યું છે માટે? શક્તિ ન હય, આવડત ન હોય, હિંમત ન હોય, સંગ ન હેય અને એથી પંચેન્દ્રિય પ્રાણિને વધ ન કરતા હો, તે તેમાં બહુ રાચવા જેવું નથી. સવાલ તે એ છે કે-મન કેવું છે? શક્તિ આદિ હોય તો પણ, મન સામાના વધની પ્રેરણું ન કરે એવું છે કે “જે શક્તિ હોત તે આની ખબર બરાબર લઈ નાખત”—એવા એવા વિચારો આવે એવું છે? પેલા પંચેન્દ્રિય પ્રાણિને વધ કરતા, તે છતાં પણ એમનું હૈયું વધની વૃત્તિવાળું નહેતું માટે બચી ગયા અને જેનું હૈયું વધની વૃત્તિવાળું હોય, તે વગર વધ કર્યો પણ, વધના પાપને બાંધે અને દુર્ગતિમાં ચાલ્યો જાય. દયાના પરિણામની ખાત્રી : હૈયામાં હિંસકભાવ ન હોય અને દયાને પરિણામ હોય, તે અવસરે હિંસા કરનારે પણ, યતનાપૂર્વક વર્તે. મહારાજા કુમારપાલ, ઘેડા ઉપર ચઢતાં પહેલાં પલાણને પૂજતા અને પછી ઘેડે ચઢતા. યુદ્ધ કરનારા હોવા છતાં પણ, એમના હૈયામાં હિંસા નહતી અને જીવદયા હતી, તે જ પૂજી શકતા ને? તમે જ્યાં બેસે ત્યાં જઈ–પૂંજીને જ બેસે ને? જોઈને અને પૂજીને બેસવામાં જીવરક્ષાને ભાવ રહે છે, પણ તમે ગાદી કે કૅચ ઉપર બેસતાં પહેલાં જુઓ અને પૂજે, એ બને ખરું? જીવો નસીબદાર હોય તો તમારા ભાર નીચે ચગદાય નહિ, બાકી તમે કોઈ જીવ મારા અનુપગથી પણ ચગદાઈ જાય નહિ, એવી કાળજી થેડી જ Page #283 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણો રાખે છે? ગાલીચા પાથરેલા હોય, તે નીચે જીવ ન હોય? ઉપરે ય જીવ ન હોય? બેસતાં પહેલાં, એ જુઓ ખરા ? જોવામાં તે લાભ ઘણું છે. કાંઈ લાકડું વગેરે પડ્યું હોય, તે વાગી ન જાય અને કેઈ ઝેરી જંતુ વગેરે હોય, તે કરડી ન જાય, એ વગેરે લાભે પણ ઘણા છે; પણ વાત તે એ છે કે-કઈ પણ નિરપરાધી ત્રસ જીવ મારાથી નહિ જ મરે જોઈએ, એની કાળજી છે ખરી ?પષહમાં તે ચરવળે રાખવે પડે માટે રાખે છે, બાકી જોયા વિના બેસવામાં વાંધો નહિ ને? પિષણ આદિમાં ચરવળે પાસે હોવા છતાં ય, પ્રમાઈને જ બેસવા-ઉઠવાનો ઉપગ કેટલો રહે છે ? ઉપગ બરાબર રહેતું નથી, તેનું કારણ વિચાર્યું? જોઈ–પ્રમાજીને બેસવાઉઠવાની રજની ટેવ પાડી હોય, તે પિષણ આદિમાં કેટલે બધે ઉપગ રહે? ઈ-પ્રમાઈને બેસવા-ઉઠવાની કાળજી કેમ નથી આવતી? લાગે છે કે-દયાના પરિણામની ખામીનું એ પરિણામ છે? સજયણાનું સાધન રાખવાનું ગયું ને ? પહેલાં ગૃહસ્થ ખેસ રાખતા અને પ્રમાર્જિવામાં ખેસને ઉપયોગ કરતા, પણ આજે ખેસ રાખવાનું ગયું, એમ કહે છે! પણ, એ વાત વળી બીજી થઈ. હૈયે દયાને પરિણામ કેટલે છે, એ વિચારે ને? ખેસ તે ગમે, પણ જોવાની આંખ તે નથી ગઈ ને ? હૈયે દયાને પરિણામ હોય, તે આંખ તો કામ લાગે ને? આપણે પાપ કરીએ, છતાં ભગવાન દુઃખથી અને દુર્ગતિથી બચાવી દે, એ બને નહિ ? પંચેન્દ્રિય પ્રાણિને વધ કરવાને પ્રસંગ ન આવે–એ Page #284 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૬૭ ઉત્તમ વાત છે, પણ પંચેન્દ્રિય પ્રાણિને વધ કર પડે, તે ય તેને રસથી તે જ બચી શકે, કે જેના હૈયામાં દયાને ઓઘ પરિણામ પણ બેઠે હોય. હિંસાની ક્રિયા કરતાં પણ, હિંસાને રસ, વધારે નુકશાનકારક છે. નરક અને તિર્યંચગતિમાં જવાની ઈચ્છા નથી, પણ પાપ કરશે તો કોઈ છોડાવશે નહિ–એવી ખાત્રી છે ને? આપણે પાપ કરીએ અને પછી ભગવાનને કહીએ કે-“તું અમને દુઃખથી અને દુર્ગતિથી બચાવ!”—તે એથી બચાવી દે, એવા ભગવાનને આપણે માનતા નથી. આપણે તો માનીએ છીએ કે–ભક્તિથી રાજી થાય અને ગાળથી ગુસ્સે થાય, એ દેવ નહિ. દેવ તે વીતરાગ છે. કેઈભક્તિ કરે, એથી એમને રાગ થાય નહિ અને કેઈ આશાનતા કરે, એથી એમને દ્વેષ થાય નહિ. આપણે તો ભક્તિ કરીને પણ દેવની ભક્તિના પરિણામથી લાભ લેવાને છે. દેવની ભક્તિ, દેવ પ્રત્યેની ભક્તિના પરિણામને પમાડનાર, એ પરિણામને શુદ્ધ બનાવનાર અને એ પરિણામને વૃદ્ધિ પમાડનાર છે, માટે દેવ વીતરાગ હોવા છતાં પણ, આપણે ભક્તિ કરીએ છીએ. જેમ ભક્તિના પરિણામથી લાભ થાય છે, તેમ અભક્તિના -એ તારકની આશાતનાદિના પરિણામથી નુકશાન પણ થાય જ છે. દેવ સ્વયં નથી આપતા લાભ કે નથી કરતા નુકશાન. ત્યારે, આપણે પાપ કર્યે રાખીએ, મનને પાપમાં પચ્ચે રાખીએ અને પછી ભગવાનને દુઃખથી તથા દુર્ગતિથી બચાવવાનું કહીએ, તે એ બની શકે એવી વસ્તુ છે? નહિ જ. “હે ભગવન્! તું મને દુઃખથી તથા દુર્ગતિથી બચાવ અને મેક્ષને પમાડ!”—એ વગેરે આપણે જરૂર કહીએ છીએ, પણ તે ઔપચારિક ભાષા છે. એમ કહીને, આપણે એ તારકની Page #285 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણો આજ્ઞાની આરાધનાથી જ તરાય અને એ તારકની આજ્ઞાની વિરાધનાથી ડૂબાય, એ સંસ્કારને પુષ્ટ કરીએ છીએ. અને ત્યાર સુધી તારી આજ્ઞાને મેં માની નહિ, માટે હજુ પણ હું સંસારમાં ભટકું છું અને મોક્ષને પામવાને માટે, દુઃખથી છૂટવાને તથા સુખને મેળવવા માટે, કાંઈ પણ આરાધવા યોગ્ય હેય, તે તે તારી આજ્ઞા જ છે”—આ ખ્યાલ પેદા થાય, એ ખ્યાલ પેદા થયો હોય તો એ ખ્યાલ સતતું જાગ્રત રહે, એ માટે આપણે ભગવાનની પાસે યાચના કરીએ છીએ કે“તું મને તાર !” બાકી છે, ભગવાને, આપણે સંસારમાં રૂલીએ છીએ શાથી, સંસારથી છૂટવાની જરૂર શા માટે છે અને સંસારથી છૂટીને મુક્તિને મેળવવાને માટે શું શું કરવું જોઈએ—એ વગેરે દર્શાવ્યું છે. એ જ, એ તારકને મોટામાં માટે ઉપકાર છે. એ નથી ડૂબાવતા કે નથી તારતા, પણ આપણે જ આપણાં કૃત્યથી ડૂબી એ છીએ અને આપણું પુરૂષાર્થથી જ આપણે તરવાનું છે. છોકરાના ખૂનીને ફાંસીની સજા થાય તે રાજી થાવ ને? ત્યારે આપણે જે દુઃખથી ને દુર્ગતિથી બચવું હોય, તે કમથી કમ પંચેન્દ્રિય પ્રાણિને વધ, મહારંભ અને મહા પરિગ્રહ આદિમાંથી મને વૃત્તિને તે ફેરવી જ નાખવી પડશે ને? એ કામ બંધ જ કરવાં હેય, તે સાધુ બનવું પડે અગર તે બહુ જ પરિમીત બની જવું પડે; પણ તે માટે ય મનેવૃત્તિને ફેરવ્યા વિના તે ચાલે તેમ છે જ નહિ. મનેવૃત્તિમાં હિંસાને, આરંભને અને પરિગ્રહને રસ નહિ રહે જોઈએ. પ્રસંગવશ થઈ જાય, જરા ગમી ય જાય, પણ તરત પાછું Page #286 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૬ઠીક નથી થતું” એમ થવું જોઈએ. એ તજવા ગ્ય જ છે, એ વાત હૈયામાંથી વિસરાવી નહિ જોઈએ. ધારે કે-કેઈએ. તમારા છેકરાનું ખૂન કર્યું. તમારા છોકરાનું ખૂન કરનાર પકડાઈ જાય, તે તેને તમે કોર્ટમાં લઈ જાવ ને? કોર્ટમાં કેસ ચાલ્યો અને તમારા છોકરાનું ખૂન કરનારને કૅટે ફાંસીની સજા કરી, તે એ જાણીને તમારે હૈયે આનંદ આવે ને? “ઠીક થયું, એ જ દાવને હત”—એમ થાય ને? એ આનંદ આવી ગયા પછી ય, એમ થાય ખરું કે-છેક તે ગયે જ હતું, પણ મેં આના વધના અનુમોદનથી, નાહકનું પાપ ઉપાર્યું? આ મરે તે ય છે તે પાછા આવવાને નહેતે જ, તો આને હું કોર્ટમાં શું કામ ઘસડી ગયા?” આપણું ઉપર ઘા કરવા કેઈ આવ્યા અને આપણું નસીબ સંજોગે, આપણા ઉપર ઘા કરતાં પહેલાં, એ પોલીસના હાથમાં સપડાઈ જાય, તે એને તમે શિક્ષા કરાવીને રાજી થાવ ? કે એને છોડાવીને એ સુધરે એ માટે કાંઈ કરો ? તમે એવા સ્થાને બેઠા છે કે–પંચેન્દ્રિય પ્રાણિના વધના પ્રસંગે આવે એ બનવાજોગ છે; કદાચ, તમે તેનો વધ કરે અગર કર, તે ય બનવાજોગ છે; પણ એ વખતે ય “પાપમાં બેઠે છું, માટે આવા પાપ કરવાં પડે છે”—એમ હૈયું હાલે ખરું ને? શ્રી કુમારપાલે યુદ્ધો ખેલ્યાં છે, પણ એમના હૈયામાં કેવી દયા, ઉદારતા ને ગંભીરતા હતી? શ્રી કુમારપાલ મહારાજા જેમ અવસરે યુદ્ધ કરવાને જઈ શકતા, તેમ ગમે તેવા દુશમનને પણ અવસરે બચાવી લેવાની ઉદારતા બતાવી શકતા. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ચાર ગતિનાં કારણો એક વાર, તેમને પિતાના બનેવીની સાથે જ યુદ્ધમાં ઉતરવાને પ્રસંગ આવ્યું. પિતે જે સ્થાને બેઠા હતા, તે સ્થાનની જવાબદારી એવી હતી કે-એમને પિતાના બનેવી રાજા સામે પણ, યુદ્ધ આદરવાને પ્રસંગ આવ્યો. શ્રી કુમારપાલે, પિતાની મેટી સેના સાથે ચઢાઈ કરી. દુશ્મન રાજાએ જોયું કે- કુમારપાલની સેના ઘણી મોટી છે અને મારી સેના ઘણી નાની છે, એટલે કુમારપાલ સાથે એનાથી લડવામાં હું પહોંચી શકું તેમ નથી.” આથી, તેણે એક છૂપી બાતમીઓને લાવવાને માટે જાએલા ચાર ભટને પૂછ્યું કે-“આને જીતવાને કેઈ ઉપાય છે? પેલો જાણભેદુ હતો. એણે કહ્યું કે-“એક ઉપાય છે. રાજા કુમારપાલના જે કેલ્ડણ વગેરે સામત છે, તે ફુટી જાય તો કામ થઈ જાય.’ રાજા કહે–“એ કેમ બને?” પેલે કહે છે કે “એ સામનતનું કુમારપાલ ઉપર મન નથી કેમ કે-કુમારપાલ કૃપણ છે અને અકૃતજ્ઞ છે, એવી એમના મનમાં ખાત્રી થઈ ગયેલી છે.” આ વાતને જાણું લઈને, શ્રી કુમારપાલના દુશમન રાજાએ, શ્રી કુમારપાલન સામોને પૈસા વગેરે આપીને ફેડી નાખ્યા. શ્રી કુમારપાલને આની કશી જ ખબર પડી નહિ. શ્રી કુમારપાલને આ વિષેની કોઈ બાતમી આપવાની પણ કેઈએ હિંમત કરી નહિ. - સવારે અને સેનાઓની વચ્ચે યુદ્ધ શરૂ થયું; એટલે શ્રી કુમારપાલે જોયું કે–આજે મારા સામતે યુદ્ધ કરવામાં ઉદાસીનતા સેવે છે. જે સામન્ત યુદ્ધમાં હુકમ મળતાંની Page #288 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૭૧ સાથે જ હથિયાર ઉઠાવ્યા વિના રહેતા નહેતા, તે સામને આજે નારાજ જણાય છે. પિતે આશ્ચર્ય પામે છે અને મહાવતને પૂછે છે કે કેમ આજે આ બધા સામત્તે હંમેશની જેમ હથિયાર ઉઠાવતા નથી?” મહાવત કહે છે કે મહારાજ! આપણું દુશમને આ સામન્તને સુવર્ણ દઈને અને બીજી પણ લાલચ આપીને કેડી નાખ્યા છે. પિસે શું નથી કરતો? પૈસે તે ત્રણ ભુવનને ફેરવી નાખવાને સમર્થ છે.” આવા વખતે, આવા સમાચાર મળે, તે હૈયામાં શુંનું શું ય થઈ જાય ને? દુશ્મન રાજા અને એની સેના મેદાને પડી છે, યુદ્ધ શરૂ થઈ ચૂકયું છે અને મહાવત કહે છે કે આપણા સામન્તો ફુટી ગયા છે.” આવા વખતે ધીરજ ટકે? સર્વ ઉછાળે મારે કે દબાઈ જાય? ફૂટી ગયેલા સામતેને માટે હૈયામાં શી શી ભાવના આવે? આત્માને પૂછે કે–એ જગ્યાએ તમે છે, તે તમારા હૈયામાં શી શી ગડમથલ થઈ જાય? સ૦ હૈયામાં ઉલ્કાપાત મચી જાય. | શ્રી કુમારપાલ ધીરજ ગુમાવતા નથી, નાસીપાસ થઈ જતા નથી અને કુટેલા સામોની બાબતમાં પણ દુષ્યને ચઢી જતા નથી. શ્રી કુમારપાલ મહાવતને એટલું જ પૂછે છે કે-એ બધા ફુટી ગયા છે તે તે ઠીક, પણ તું કેમ છે?” મહાવત કહે છે કે–દેવ ! એક હું, બીજે આ કલહ પંચાનન નામને હાથી અને ત્રીજા આપ. આ ત્રણ ફરી જાય કે ફુટી જાય તેમ નથી.” શ્રી કુમારપાલ કશી જ વધારે વાત કર્યા વિના, મહાવતને Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચાર ગતિનાં કારણેા આજ્ઞા આપે છે કે-જો એમ છે, તાજો, સામે દુશ્મન રાજા દેખાય છે. હાંક એ તરક હાથીને!' શ્રી કુમારપાલની આજ્ઞા મુજબ મહાવત હાથીને હાંકે છે, એમ એકલાને સામે આવતા જોઈ ને, દુશ્મન રાજાને અને દુશ્મન રાજાની સેનાને એમ થાય ને કે-કેટલેા બળવાન છે ? અથવા તેા, એના સામન્તા ફુટથા છે—એમ માનવામાં આપણે ભૂલ તા નથી કરી ને ? દુશ્મન રાજા અને દુશ્મન રાજાની સેના જોયા કરે છે અને શ્રી કુમારપાલના હાથી ધસ્યા જ જાય છે. એ વખતે, અગાઉથી દુશ્મન રાજાએ અને તેના સલાહકારે કરેલી ગાઠવણ મુજબ, સિંહનાદ થાય છે. સામન્તાને ફાડી નાખીને, શ્રી કુમારપાલના હાથીને પણ સિંહનાદ સંભળાવીને ભગાડી દેવા, એવી ગાઠવણુ કરેલી. હાથીના કાનમાં સિંહનાદના ધ્વનિ અથડાય, એટલે એ ડરીને પાછા પડે અને કદાચ ભાગાભાગ પણ કરવા માંડે. શ્રી કુમારપાલ જે હાથી ઉપર બેઠા હતા, તે હાથી પણ, એના કાનમાં સિંહનો ધ્વનિ અથડાતાં, પાછા વળવા લાગ્યા. તરત જ, શ્રી કુમારપાલ મહાવતને પૂછે છે જો સાચા છે અને હાથી પણ જો સાચા છે, તેા અત્યારે પાછે કેમ પડે છે ?? " કે- તું ય આ હાથી મહાવત કહે છે કે-આપ શંકિત થાવ મા; સામેથી છલ કરીને કોઇ સિંહનાદ કરે છે, માટે આ હાથી પા પડે છે!’ • શ્રી કુમારપાલ જેવા મહાદૂર હતા, તેવા જ બુદ્ધિશાલી પણ હતા. એમણે તરત જ પેાતાનો ખેસ ઉતાર્યાં, તેના બે Page #290 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૭૩ કટકા કરી નાખ્યા અને એ મને ય કટકાએ હાથીના અને કાનોમાં ખેાસાવી દીધા. પછી મહાવતને કહ્યું કે-‘હવે ઝટ કર.’ દુશ્મન રાજા અને તેની સેના જોયા કરે છે, ત્યાં તે શ્રી કુમારપાલ મહારાજા વીજળીની ઝડપે, દુશ્મન રાજાના હાથી પાસે પહોંચી ગયા અને તેના હાથી ઉપર ચઢી જઈને એની ધ્વજાને છેદી નાખી. ધ્વજાને છેદ્રી નાખીને દુશ્મન રાજાને શ્રો કુમારપાલે નીચે પટકી દીધેા. એને નીચે પટકી દઈને અને પેાતે પણ નીચે ઉતરીને એની છાતી ઉપર પગ મૂકીને, ઉભા રહ્યા. જે મેનના નિમિત્તે શ્રી કુમારપાલને આ યુદ્ધ કરવું પડ્યુ હતું, તે બેન તરત જ ત્યાં દોડી આવી. દુશ્મન રાજાએ પણ દયા યાચી અને પેાતાની એને પણ તેના પતિના પ્રાણની ભિક્ષા માગી. શ્રી કુમારપાલે, દુશ્મન રાજાની પાસે જે કબૂલાત કરાવવી હતી, તે કરાવી લીધી અને પછી તેને શિક્ષા આપીને છાડી દીધા. એને છોડી દેતાં પણ કહ્યું કે- તને છેાડી દઉં છું, તે આ મારી બેનને કારણે નહિં, પણ દયાધર્મને હું સર્વથી અધિક માનું છું એથી અને તેં દયા માગી માટે તને હું છેાડી દઉં છું ! શ્રી કુમારપાલ લડવા ગયા, ત્યારે કેવા હતા ? દુશ્મન રાજાની સેનામાં પેસી જઈ ને, દુશ્મન રાજાને પટકીને નીચે નાખી દીધા, ત્યારે એ કેવા હતા ? અને તે પછી એમણે દુશ્મન રાજાને છોડી દીધા, ત્યારે પણ એ કેવા હતા ? પહેલાં દયા ભાગી ગયેલી અને પછી દયા આવી ગઈ ? ના, હૈયે દયા તે પછીની જેમ પહેલાં પણ હતી જ, પણ પહેલાં પોતાના સ્થાન, કર્તવ્ય, સંજોગ આદિના સવાલ હતા. જે સામન્તા ફુટી ગયા હતા, તે સામન્તાને પણ શ્રી ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ २७४ ચાર ગતિનાં કારણો કુમારપાલે કઈ દિવસ કાંઈ કહ્યું નથી. એ વાત સરખી ય ઉચ્ચારી નથી. હૈયામાં ઉદારતા સાથે ગંભીરતા પણ હતી. બાકી, બળ કેટલું હતું? ઘણું! સામન્તને ગુહે પણ કે હતે? સામોને માટે આ ગુન્હા, એ બહુ ભયંકર ગુન્હો ગણાય. રાજા જે ધારે, તો બધા સામોને પીલાવી નાખે, છતાં કઈ કાંઈ બોલી શકે નહિ! શ્રી કુમારપાલ જીતી ગયા, ત્યારે એ સામન્તના હૈયામાં તેલ રેડાયું છે. પિતાને ગુન્હ કે ગંભીર છે અને આ કે બળવાન છે, એ તેઓ સમજતા હતા, એટલે, હવે આપણને શું ય કરી નાખશે, એમ એ બધાને થતું હતું, પણ શ્રી કુમારપાલે પોતાની જીંદગીમાં એ વાત વિષે કદી પણ તેમને કાંઈ કહ્યું નથી ! શ્રી કુમારપાલે એ વાતને યાદ પણ કરી નહિ, એની એ સામન્તો ઉપર કેવી અસર થઈ હશે! પહેલાં ભૂલથી ફુટી ગયા, પણ આવું બને ત્યારે એના એ સમજે કે–સુવર્ણાદિને દેનારા સ્વામિઓ તે ઘણા હશે, પણ આ ઉદાર સ્વામી તે કઈ નહિ હોય ! એ બધા જિંદગીના નિમકહલાલ બની જાય ને ? શ્રી કુમારપાલ યુદ્ધમાં પણ જતા અને પંચેન્દ્રિય પ્રાણિ એને વધ પણ કરતા, પણ જોવા જેવું છે એ છે કે-એમનું હૈયું કેવું હતું ? તમે એવા વધ કરનારા તે નથી જ, પણ તમારું હૈયું કેવું છે? શ્રી કુમારપાલ નરકે નથી ગયા. એમણે પંચેન્દ્રિય પ્રાણિઓને વધ કરેલો કે નહિ ? સઘણે કરેલે. એમ? છતાં નરકે કેમ નહિ ગયા? હૈયું વધની વૃત્તિથી પર હતું અને દયાના પરિણામવાળું હતું, માટે ને ? Page #292 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૭૫ તમને ગમ ખાતાં આવડે? તમે કઈ દિ આવી રીતિએ વધ કર્યો નથી અને પ્રાયઃ એવા પ્રસંગમાં મૂકાવાના પણ નથી, પણ તમારી પાસે એવું હૈયું છે? તમારા સંયોગે કેટલા બધા સુંદર છે? આટલા સુંદર સંયોગોમાં પણ, શ્રી કુમારપાલના હૈયા જેવું તમારું હૈયું છે કે નહિ? સંસારમાં બેઠેલાને અનેક પ્રસંગ આવે, પ્રસંગવશ અપરાધીને મારે–એમ પણ બને, પણ ગૃહસ્થમાં ગૃહસ્થાઈ હોય કે નહિ? ઉત્તમ ગૃહસ્થ તરીકે જીવવું હોય, તે હૈયું કેવું હોવું જોઈએ? શ્રી કુમારપાલ એટલા બધા બળવાન હતા, છતાં પણ અણુના વખતે ફુટી જનારા સામન્તને માટે ય, દુર્ભાવ લાવ્યા વિના એમણે મનમાં સમાધાન કરી લીધું કે-“હોય, પૈસાથી બદલાતું કેણુ નથી?” કેટલી ગમ ખાધી હશે? કઈ વખતે તમારે કેઈ નાકર તમારા ૫-૫૦ ઉપાચત કરી જાય તે? એ વખતે એવો વિચાર કરે ખરા કે- બીચારાને જરૂર પડી ગઈ હશે, માટે લીધા હશે?” અને “હવે હમણાં કાંઈ નહિ, અવસરે શીખામણ દેશું.'—આમ થાય ને? તમે તે માનેલું ને કે-એક વખત ચોરી કરી, એટલે એને સપ્તમાં સખ્ત સજા કરીએ, તે જ એ સુધરે. સવ એવાને સુધારવાને કાંઈ કરવું નહિ ? તમારે તે, સુધારવાની રીતનો ખ્યાલ પણ જુદે છે ને ? તમે એણે ચેરી કરી એટલું જ જુઓ કે સંભવિતતા આદિનો વિચાર કરે? તમને એમ થાય ખરું કે-જે તક આવી લાગે, તે મારા જે પણ ૫-૧૦ હજાર આઘા-પાછા કરી દે-એ સંભવિત છે, તે આ બીચારાને જરૂરના માર્યા કે Page #293 -------------------------------------------------------------------------- ________________ २७६ ચાર ગતિનાં કારણે લેભના માર્યા આટલું કરવાનું મન થયું, એ સંભવિત નથી? જરૂરને અને લેભને આધીન બનીને, છતી તકે ચેરી ન કરે, એવા તે વિરલા ! આવું લાગે અને પછી તમે એને ધેલ મારે, તે ય તે સુધારવાને માટે બને. સામાએ ચોરી કરી એટલે ગુસે આવી ગયે, ધોલે ય મારી દીધી, પણ પછી શું કરે? એની જરૂરીયાતને ઓળખી લે? એને ચોરી કરવાનું મન જરૂરના માર્યાં થયું હોય, તે એની જરૂરને પૂરી કરી આપે? છેવટ કાંઈ નહિ, તે એને શીખામણ સાથે શાન્તવન, આપીને અને જમાડીને, પછી જ રવાના કરે ને? આવેશ વખતે આયુષ્યને બંધ પડી જાય છે ? તમારા કેટલાકેનું માનસ જુદી રીતિએ કેળવાઈ ગયું છે, એટલે તમને આ બધી રીત એકદમ ગળે નહિ ઉતરે; પણ વિચાર તે કરે કે-સંસારમાં કઈ આપણું ગુન્હો કરે, એવા પ્રસંગે તે પ્રાયઃ ઘણા આવવાના અને આપણે જે એવા પ્રસંગમાં આવેશમાં જ આવી જવાની કુટેવ પાડી દઈએ, તે કઈ વખતે આપણને એ કેઈ આવેશ આવી ગયો હોય અને તે વખતે આયુષ્યને બંધ પડી જાય, તે જ્યાં જવાની આપણી બીલકુલ ઈચ્છા નથી, ત્યાં આપણે ચાલ્યા જવું પડે ને? મહારાજા શ્રેણિકે નરકનું આયુષ્ય કેવા સંગમાં બાંધ્યું હતું, એ જાણે છે? એ ધર્મને નહેતા પામ્યા, તે સમયની આ વાત છે. એક વાર શિકારે ગયા હતા. એક હરણી ઉપર એમણે પોતાનું બાણ છેડ્યું અને તે હરણને વાગ્યું. એ હરણી સગર્ભા હતી. એને બાણ એવા જોરથી વાગ્યું કે–એ જ વખતે એને ગર્ભ બહાર નીકળી પડ્યો અને બને તરફડતાં તર Page #294 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૭૭ ફડતાં ત્યાં મરી ગયાં. મહારાજા શ્રેણિકે એ દૃશ્ય જોયું, એટલે એમને એમ થયું કે–મેં કેવું આખાદ માણુ લગાવ્યું ? માણુ એક માર્યું અને શિકાર એ કર્યા ! પંચેન્દ્રિય પ્રાણિઓના વધના એ આનંદ જે વખતે અનુભવાતા હતા, તે જ વખતે તેમને આયુષ્યના બંધ પડ્યો. એવા સમયે આયુષ્યના બંધ પડે, તા નરક સિવાયના બીજા કયા આયુષ્યના બંધ પડે? તેમ, તમે પણ તમારા કોઈ ગુન્હેગારને અંગે અગર તે તેવી કઇ વાતમાં આવેશમાં આવી ગયા હૈ; ‘ચૌદમા રતન વિના તે સાલા માને જ નહિ એવા એવા વિચારા કરતા હા; જેને શિક્ષા કરી હોય અગર જેને શિક્ષા થઈ હાય, તેની શિક્ષાને અંગે હૈયામાં આનંદ અનુભવતા હે; અને ખરાખર એ જ વખતે આયુષ્યનો અંધ પડી જાય, તો તમારૂં થાય શું ? મનનો મળાપા ઃ કોઈને ધેાલ મારવાનો પ્રસંગ આવે અને કદાચ તમે ધેાલ મારા પણ ખરા, પરન્તુ તે વખતે ય તમારૂં હૈયું દયાળુ હોવું જોઈએ. ધેાલ મારા ા ય, ધેાલ માર્યાના આનંદ અનુભવા નહિ. હૈયામાં તા એ જ જોઇએ કે–ધેાલ ન મારવી પડે તે સારૂં. આવી વાતા કહીએ, ત્યારે કેટલાક તેા પ્રાયઃ એમ કહે કે-આમ તે કાંઈ ઘર ચાલતાં હશે ? ત્યારે દયાના પરિણામેાને રેશી નાખીને ઘર ચલાવવાં છે ? તમારે તે, ખૂબ સાવધ રહેવા જેવું છે. તમે તે ઘરબારી, પૈસાવાળા, નાકર-ચાકરવાળા છે ને ? એટલે, તમારે માટે વખતે વખત ભૂલ થવાનો સંભવ ખરું ને ? તમારે સજા કરવાના પ્રસંગે વારંવાર આવે ને ? એ વખતે, તમારું જીગર કેવું રહે છે ? Page #295 -------------------------------------------------------------------------- ________________ – ૨૭૮ ચાર ગતિનાં કારણે કુટુંબમાં ય અણબનાવના પ્રસંગે અનેક આવે ને? જેને પુણ્યને યોગ હોય, તેને સંબંધી સારા મળે, બાકી તે, સંબંધિઓ પણ ખરાબ મળે ને? તમને સંબંધિઓ પ્રતિકૂળ મળ્યા હોય, તે શું થાય? એવા સંબંધિઓ પણ મળે છે કે–એમને ઘર બહાર કાઢી શકાય નહિ, સજા થઈ શકે નહિ અને એ પ્રતિકૂળપણે વર્યા વગર રહે નહિ. એમને તમે કઈ જ કરી શકે નહિ, પણ મનમાં તે બળ્યા કરે ને? એનું મેટું ન જેવું પડે તે સારું, એમ થાય ને? એમ મનમાં બળ્યા કરતાં “આવા મરે તે સારૂં”—એમ પણ થઈ જાય ને? મન ઉપર કાબૂ મેળવ્યો હોય, તો એવા વખતે, કેટલા પાપ-વિચારથી આત્માને બચાવી શકાય? તમારે તે વારંવાર સાવધ રહેવું પડે. તમારા જેવાં દુર્ગાનનાં કારણે અમારે નથી. અમારું મન દુર્યાનમાં ચડે, તે તે અમારી નાલાયકાતથી જ ચઢે. તમે તે કારમાં બેઠા છે, એટલે વાત-વાતમાં પ્રસંગ આવે. તમારે એવું હૈયું કેળવવું જોઈએ કે-કેઈને શિક્ષા, સજા આદિ કરવી પડે, તે ય એના દુખથી તમે આનંદ અનુભવે નહિ. તમારું દિલ એવું બનાવવાનો પ્રયત્ન કરે કે તમારા દિલમાં કેઈના ય ભૂંડાની ભાવના આવે નહિ! તમે એમ કહી શકે કે-અમને કોઈને ય માટે ક્રોધ આવે, તે તે બહારને–દેખાવને માત્ર હેય એ ક્રોધ આવે, પણ હૈયાથી એનું અહિત ઈચ્છાય, એવો ક્રોધ તે. અમને આવે જ નહિ ! સ. ક્રોધ જ નહિ આવો જોઈએ ને? એમ ? ક્રોધ ન આવે તો તે ઘણું સારું પણ કોઈ આવે તે ય તે ગમે નહિ, એમ ખરું? Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ પહેલો ભાગ મારે તે ય મારવાને ઈરછે નહિ અને માર્યું તે ગમે નહિ? અવસરે માને પોતાના છોકરા ઉપર ક્રોધ આવે કે ન આવે? માને પિતાના છોકરા ઉપર પણ અવસરે કોઇ આવી જાય, એ બનવાજોગ છે; ક્રોધમાં આવી જઈને મા છોકરાને મારે, એ પણ સંભવિત છે; પણ મા છેકરાને ગુસ્સામાં ને ગુસ્સામાં ભૂખ્યો મારે, એ સંભવિત છે? છોકરાએ નહિ કરવા જેવું કરી નાખ્યું, માએ એ જોયું-જાણ્ય, એથી માને ગુસ્સે આવવાથી કે ફરીથી તેવું ન કરે એ માટે પણ માએ છોકરાને માર્યો, પણ પછી મા શું કરે? પિતે રોવડાવેલા છેકરાને રેતે છાને રાખવા, એનાં આંસુ લુછવા પણ, એ જ મા જાય ને? મા ઘણું સમજાવે, પંપાળે, મનાવે, પણ પેલો હઠે ચડ્યો અને ભૂખે પડયો રહે, તો મા એની પાસે રડવા બેસે ને? પછી, જે છોકરાને માર્યો હોય, તે જ છોકરાને એ મા હેતથી ખવડાવે ને? તેમ, તમારે પણ મા જેવા બનવું જોઈએ. તમે જે તમારા હૈયાને સૌ પ્રત્યે મા–બાપના જેવું બનાવી દે, તો તમે સંજોગવશાત્ પ્રાણિવધાદિ કરવા છતાં પણ, એના ભયંકર કેટિના પાપથી બચી જાવ. સ માને તે હેત હોય છે, એટલે કુદરતી ત્યાં એમ થાય છે, પણ બીજે એવું હેત ક્યાંથી લાવવું? જે જેની સાથે તમારે અણબનાવ આદિના પ્રસંગે આવે છે, તે જીવોમાં પણ કેઈ જવો, કઈ ભવમાં તમારાં માતા, પિતા, પુત્ર, પુત્રી આદિ હશે ને ? અનન્તાનન્ત કાળ ગયે, તેમાં આપણે કેની સાથે કેટલા સંબંધ બાંધ્યા અને કેટલા સંબંધે છોડયા–એની કલ્પના તે કરી જુઓ! Page #297 -------------------------------------------------------------------------- ________________ २८० ચાર ગતિનાં કારણેા વળી, તમારા ઈચ્છવાથી ખીજાનું ભૂંડું થઈ જવાનું છે? એમ નહિ, તે પછી સર્વની પ્રત્યે મૈત્રીભાવ જ ચિન્તવા ને? મિત્તિ મે સબ્વમૂળજી, વૈર મળ્યું નહેરૂં ' મારે મૈત્રી સર્વ પ્રાણિઓની સાથે છે અને વેર કાઈની ય સાથે નથી, આવું તમે કેટલીક વાર ખાલા છે ? જ્ઞાનિએએ આ ખેલવાનું ગેાઠવી આપ્યું છે, તે મૈત્રી ન હેાય તે લાવવાને માટે અને વેર હોય તે તેને ટાળવાને માટે ને ? સૌ પ્રત્યે મૈત્રીભાવ કેળવા, તે માને ચ ટપી જાય એવું હૈયું બની જાય. એને તે માહે ય છે અને સ્વાર્થે ય છે. તમારે તા, બદલાની કોઈ આશા જ નહિ અને વિવેક પૂર્વકની મૈત્રી ! મૈત્રીભાવની ખામી છે, એટલે બહુ મુશ્કેલી નડે છે. જેનામાં સર્વ જીવે પ્રત્યે મૈત્રીભાવ હાય, તે હૈયાના ક્રૂર કોઈ પ્રત્યે ય કેમ જ ખની શકે ? મારે તા ય મારવાને ઈચ્છે નહિ અને માર્યું તે ગમે નહિ, એ સ્થિતિ તમારી છે ? જેમ કેાઇ વખતે છેાકરેા પેાતાની મા સામે ફરિયાદ કરવા આવે, તે તમે શું કહે ? મા છે તે મારે, પણ એના હેતમાં ખામી હોય નહિ, એવું એવું તમે એને કહા ને ? તેમ, તમારે માટે પણ જો કાઇ મારી પાસે ફરયાદ કરતા આવે, તે કહું ને કે–મારે, પણ ગભરા મા ! માવશે અન પાળશે એ ! તમારૂં હૈયું કેવું છે, એ જાણી શકાય એ માટે આ બધી વાતા છે. સ૦ એમાં પેાતાના આત્માની યા પણ રહેલી છે. પણ, એ હૈયું આજે માટે ભાગે મરી ગયું છે. સુખી માણસા મહારંભી અને મહા પરિગ્રહી હોય એ ખને, પણ એ સ્થિતિમાં હોવા છતાં પણ જો એમનું હૈયું સારૂં હોય, તા તેઓ પાપ કરે, છતાં પાપ રસથી તે કરે નહિ. Page #298 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૨૮૧ શ્રી શાલિભદ્રજીની માતાનું હૈયું કેવું હતું, –એને પારખવાને પ્રયત્ન કર્યો છે ખરે ? મહારાજા શ્રેણિકે એક પણ રત્નકંબલ ખરીદી નહિ અને શ્રી શાલિભદ્રજીની માએ સેલે ય રત્નકંબલે ખરીદી લીધી, એ પ્રસંગ સાંભળે છે ને? એમાં, શ્રી શાલિભદ્રજીની માતા ભદ્રા શેઠાણીના હૈયાને પારખવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? બન્યું છે એવું કે-નેપાલદેશથી કેટલાક વાણિયાએ, નેપાલ દેશમાં બનેલી મહા મૂલ્યવાન રત્નકંબલેને લઈને, એ રત્નકલને વેચવાને માટે, રાજગૃહી નગરીમાં આવી પહોંચ્યા. તેઓ જાણતા હતા કે-આ વસ્તુ રાજભગ્ય છે, એટલે એ રત્નકમ્બલેને લઈને તેઓ, મહારાજા શ્રેણિકની પાસે ગયા. તેઓએ પિતાની પાસેની રત્નકંબલે મહારાજા શ્રેણિકને બતાવી અને એ રત્નકમ્બલમાં રહેલા ગુણોને વર્ણવતાં કહ્યું કે-આ રત્નકમ્બલો ત્રણે ય ઋતુઓમાં સુખ પૂર્વક વાપરી શકાય છે. વર્ષાઋતુમાં, આ રત્નકમ્બલના તંતુએ, એકબીજાની સાથે એવા ગાઢપણે મળી જાય છે કે-વર્ષાનું પાણું એને ભેદીને નીકળી શકતું નથી અને વર્ષાનું પાણી જેવું આના ઉપર પડે છે, કે તરત જ તે નીચે પડી જાય છે. એટલે, આ કમ્બલ જેણે ઓઢી હોય, તેના શરીરને વરસાદનું પાણી અડી શકતું પણ નથી અને કમ્બલ પણ કરી ને કોરી જ રહે છે. આ કમ્બલ એકલી પણ જે શીયાળામાં એાઢી હોય, તો ય ક્ષણ માત્રમાં શરીરમાંથી પરસેવો છૂટે છે અને આ કમ્બલ ઉનાછામાં ઓઢી હોય, તે શરીરે જાણે ચન્દનને લેપ કર્યો હોય એવી શીતલતાને પેદા કરે છે. આ કમ્બલ જ્યારે મેલી Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ચાર ગતિનાં કારણે થાય, ત્યારે તેને જો અગ્નિમાં નાખવામાં આવે, તે અગ્નિમાં નાખેલું સેાનું જેમ શુદ્ધ થઈને બહાર આવે છે, તેમ આ કમ્બલ પણ મેલરહિત મની જાય છે.’ વેપારિઓએ આ પ્રમાણે રત્નકસ્ખલના ગુણાને વર્ણવ્યા, એટલે મહારાજા શ્રેણિકે ‘ રત્નકસ્ખલનું મૂલ્ય શું છે’ તે પૂછ્યું. વેપારિઓએ ‘એક એકનું મૂલ્ય સવા સવા લાખ રૂપીઆ છે એમ કહ્યું. રત્નકસ્ખલની એવડી મેોટી કિંમત જાણીને, મહારાજા શ્રેણિકને આશ્ચર્ય થયું. તેમણે વેપારિઆની સાથે જરા સમજાવટથી વાત કરીને, પેાતાને એક પણ રત્નકમ્બલ ખરીદવાની ઈચ્છા નથી, એમ જણાવી દીધું. વેપારિઆ તા મેાટી આશાએ આવેલા અને આમણે તો એક રત્નકમ્બલ પણ ખરીદી નહિ, એટલે વેપાર ખૂબ જ હતાશ થઈ ગયા. એમનાં મેાંઢાં પડી ગયાં. રાજાને નસીને તેઓ નિરાશ વદને ત્યાંથી નીકળ્યા અને પેાતાના ઉતારા તરફ પાછા જવા લાગ્યા. રસ્તામાં શ્રી શાલિભદ્રજીનું મકાન આવતું હતું. ભદ્રા માતા, પેાતાની દાસીઓની સાથે, ગેાખમાં બેઠેલાં હતાં. પેલા વેપારિએ એ રસ્તેથી પસાર થતા હતા. ખિન્ન વજ્રને તેએ પરસ્પર વાત કરતા હતા કે− આવા માટા નગરમાં પણ જો આપણી આ રત્નકમ્બલેા વેચાઈ નહિ, તે પછી બીજું આનાથી તે મારું કયું નગર છે, કે જયાં આ રત્નકમ્બલે વેચાશે ? આ દેશમાં જ્યાં શ્રેણિક જેવા મહારાજાધિરાજ પણ આ રત્નકમ્બલેાને ખરીદવાને માટે અશક્ત છે, ત્યાં આ દેશમાં ખીજો તા કાણુ ખરીદનાર હોય ?' Page #300 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૮૩ ભદ્રા શેઠાણીએ, ગવાક્ષમાં બેઠે બેઠે, પેલા વેપારિઓને સ્વાન વદને જતા જોયા અને તેમની વચ્ચે થતી આ વાત પણ સાંભળી. તરત જ, ભદ્રા શેઠાણીએ પેાતાની એક દાસીને કહ્યું કે- જલદી જા; અને પેલા પરદેશી વહેપાર જાય છે, તેમને અહીં ખેલાવી લાવ !’ કેાઈ એમ ન કહે કે-રત્નકૅમલવાળા નિરાશ થઈને ચાલ્યા જતા હોય, તેમાં આને શી પંચાત ? પણ, ભદ્રા શેઠાણીથી, વેપારીઓનાં માંઢાં ઉતરી ગયેલાં જોયાં, તે ખમાયું નહિં. શક્તિ હાય તા, નિરાશ બની ગયેલાની નિરાશાને ટાળવાની વૃત્તિ તમારામાં છે ? કોઈ નિરાશ થઈને જતા હાય, તેમાં આપણને લાગે-વળગે શું ?, એમ જ છે ને ? બીજાના દુઃખમાં આપણને કાંઈ લાગે-વળગે નહિ ને ? બીજાના દુ:ખની ઉપેક્ષા કરતે કરતે હૈયું ધીક્કું, નિષ્ઠુર ખની જાય છે, એ વાત જાણા છે ? ભદ્રા શેઠાણીએ હુકમ કર્યાં, એટલે તરત જ દાસી પેલા વેપારિઆની પાસે પહોંચી ગઈ અને તેમને કહ્યું- તમને મારાં શેઠાણી મેલાવે છે, માટે ત્યાં એમને ઘેર ચાલે !' એ વહેપારિએ એટલા બધા નિરાશ થઈ ગયા હતા કે-તેએ એકદમ આવતા નથી અને તેમાંના એક જે જરા વાચાલ હતા, તે કહે છે કે- તારી શેઠાણી અમને શું કામ ખેલાવે છે ? અમે ત્યાં આવીને કરવાના શું છીએ ? અમારી પાસે જે વસ્તુએ છે, તે વસ્તુઓને ખરીદ કરવાને માટે ખૂદ રાજા પણ જ્યાં અશક્ત છે, ત્યાં તારી મુઠ્ઠી શેઠાણી શું ખરીદ કરી શકવાની હતી ?’ એ વખતે, પેલી દાસી કહે છે કે- તમારા જેવા તા Page #301 -------------------------------------------------------------------------- ________________ = = ૨૮૪ ચાર ગતિનાં કારણે સંખ્યાબંધ વહેપારિઓ મારી શેઠાણીના આંગણે આવ્યા છે અને આવે છે અને તે બધા પિતાપિતાના ભાગ્યાનુસાર લાભ લઈને જ જાય છે, પણ કેઈ નિરાશ થઈને પાછા ફરતા નથી ! તમે કેઈ નવા વહેપારી લાગે છે, કેમ કે-વ્યાપારની રીતને પણ તમે જાણતા નથી. અનેકેને માલ બતાવીએ, તે એમાંથી કઈ ખરીદનાર મળે, પણ કેઈને માલ બતાવીએ જ નહિ, તે ખરીદનાર કેણ મળે ? ” આવું કોણ બોલે છે? ભદ્રા શેઠાણીની દાસી. તમારે નેકર બેલે આવું? “મારા શેઠ પાસેથી કેઈ નિરાશ થઈને તે પાછો જાય જ નહિ”—એવું તમારે નકર કહી શકે, એવું તમારું વર્તન છે ખરું ? પેલા વહેપારિઓ ભદ્રા શેઠાણીની પાસે આવ્યા. શ્રી શાલિભદ્રજીના મકાનમાં પેસતાં જ, વહેપારિઓ મકાનની રોનક જોઈને અંજાઈ ગયા. ભદ્રા શેઠાણીએ બધા વ્યાપારિઓને આદર સહિત બેસાડ્યા અને “તમે શું લાવ્યા છે?”—એમ પૂછયું. વહેપારિઓએ કહ્યું કે અમે આ દેશમાં રત્નકમ્બલે વેચવાને આવ્યા છીએ. અમારી પાસે કુલ સેલ રત્નકમ્બલે છે. ભદ્રા શેઠાણીના પૂછવાથી વહેપારિઓએ એ રત્નકમ્બલના ગુણે પણ વર્ણવી બતાવ્યા અને દરેકની કિંમત સવા સવા લાખ રૂપીઆ છે, એમ પણ કહ્યું. ભદ્રા શેઠાણી કહે છે કે-“મારે ૩૨ પુત્રવધૂઓ છે, એટલે દરેકને એક એક આપતાં પણ ૩૨ જોઈએ, જયારે તમારી પાસે તે ૧૬ જ છે. હવે શું કરવું? ખેર, દરેકના બે કટકા કરે, એટલે દરેક પુત્રવધૂને એક એક કટકે આપી શકાય.” આ વાતને સાંભળીને, વહેપારિઓ ચકિત તે થઈ ગયા Page #302 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૮૫ છે, પણ સાથે શંકિત પણ થઈ ગયા છે અને એથી તેમણે તે વખતે પૈસાને માટે જરા અધીરતા પણ બતાવી છે; ભદ્રા શેઠાણી, એ વાતને સમજી ગયાં છે; છતાં પણ એમણે જરા ય ગુસ્સે કર્યો નથી. તરત વીસ લાખ રૂપીઆ અપાવી દીધા છે. એક તે, રત્નકમ્બલની જર હતી એવું હતું નહિ; બીજું, જેટલી જોઈએ તેના કરતાં અડધી સંખ્યામાં રત્નક અલ હતી, એટલે વહુઓને ટુકડા કરીને જ આપવી પડે તેમ હતું, અને વેવારિઓએ પિસા મળશે કે નહિ એવી અધીરજ બતાવી. ભદ્રા શેઠાણી અધીરજને સમજી ગયાં, તે છતાં પણ તેમણે રત્નકમ્બલોને નહિ ખરીદતાં, વહેપારિઓને ઉભા કરી દીધા જેવું કર્યું નહિ! ઊલટું, તરત જ પૈસા અપાવી દીધા. એ જગ્યાએ તમે હે, તે શું કરે ? સામાયિકાદિ શા માટે ? આપણો મુદ્દો તે એ હતું કે-કઈ ખિન્ન થઈને જ જોવામાં આવે, તે તે સુખિથી ખમાય નહિ. શક્તિ હોય તે પેલાની ખિન્નતાને ટાળે, નહિ તે આશ્વાસન આપે. કેઈ ખિન્ન થાય, એમાં એ રાજી ન હોય. આવું હૈયું હેય, તે અપરાધિને સજા કરે–કરાવે, છતાં એને એને રસ ન હોય. આવા હૈયા વગર, દુર્ભાવ આવતાં વાર કેટલી? અને, દુર્ભાવમાં રમણ કરવાની કુટેવ પડી જાય, પછી ખરાબ આયુષ્ય બંધાતાં વાર કેટલી ? સામાયિક, પૌષધ, પ્રતિકમણ, દાન, પૂજા, તપ વગેરે ક્રિયાઓ શા માટે કરવાની છે? હૈયું કુણું, શાન્ત, નમ્ર, શુદ્ધ બને, એ માટે ને? તમે જેટલી ધર્મક્રિયાઓ કરે છે, તેની તમારા હૈયા ઉપર શી અસર Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ચાર ગતિનાં કારણે થાય છે, એ તપાસો છે ખરા ? આરંભ અને પરિગ્રહમાં પડેલાની પાસે રેજ “મિત્ત જે નવમૂહુએ વગેરે શા માટે બેલાવાય છે? માનસ મિત્રીયુક્ત બન્યું રહે, એ માટે ને? કઈ પણ જીવ પ્રત્યેના મૈત્રીભાવમાં ખામી આવી જવા પામી હેય, તે તે ખામી નીકળી જવા પામે, એ માટે ને? કલ્યાણકામિએ એને વિચાર કરીને, નિર્ણય કરવો જોઈએ કેમારું માનસ પંચેન્દ્રિય પ્રાણિના વધથી, મહારંભથી કે મહા પરિગ્રહથી તેષ પામે એવું નહિ જોઈએ. એવા પ્રસંગોમાં પણ, એ બધું તજવા જેવું જ છે–એમ લાગ્યા કરવું જોઈએ. ચકવતિએ ચક્રવર્તિપણે મરે તે નરકે જ જાય: ચક્રવર્તિઓ ગાદી ઉપર ને ગાદી ઉપર મરે, તે નરકે જ જાય; કેમ કે–ખરેખરા મહા પરિગ્રહાદિમાં બેઠેલા છે. ચક્રવતિઓને માટે તે શાસ્ત્ર આ વાત નિશ્ચિત રૂપમાં જણાવી દીધી છે કે-ચક્રવર્તિઓ જે અન્તકાલ પર્યન્ત અકવર્તી તરીકે જ રહે, તો નરકે જ જાય. ચક્રવતિઓ જે ત્યાગી બને, તે જ સ્વર્ગ કે મેક્ષે જાય, બાકી તો નરકે જ જાય. ચક્રવતિઓ પિચેન્દ્રિયપ્રાણિવધ કેટલે કરે? એમને પરિગ્રહ કેવો મટે? એના રાજયમાં મહારે કેટલા ? એ બધું છતાં, એ જે ત્યાગી બની શકે, તે નરકે ન જ જાય અને ન જ છેડી શકે, તે નરકે ગયા વિના રહે નહિ. સ0 શ્રી ભરત ચક્રવર્તી ચક્રવર્તિપણમાં જ કેવલજ્ઞાન પામ્યા ને ? “વધ, આરંભ, પરિગ્રહ આદિ હેય જ છે”—એમ તે, એ, પહેલેથી માનતા જ હતા અને જ્યાં ભાવનારૂઢ થયા, એટલે પરિણામ કેટલા બધા ઉંચા થઈ ગયા? હૈયામાંથી Page #304 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૨૮૭ આરંભાદિ નીક્ળી ગયા વિના, એ પરિણામે આવે નહિ. શુકલધ્યાનાર્ઢ બન્યા પછી જ વીતરાગપણાની અને તે પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે વિરતિ આવી ગઈ કે ? એટલે ચક્રવર્તિઓ જો ત્યાગી મની જાય, તે સ્વર્ગે અગર માક્ષે જઈ શકે, બાકી તા નરકે જ જાય. વાસુદેવ અને પ્રતિવાસુદેવ તા, ત્યાગી બની શકે જ નહિ. એ તે બધા નરકે જ જાય. નિયાણાનું એવું અન્યન લઈને એ આવે છે કેવાસુદેવ અને પ્રતિવાસુદેવ થાય, પણ મરીને તે નરકે જ જાય. આમ તે એ જીવો ઉંચા હોય છે, પણ એ ભવમાંથી મરીને એ નરકે જ જાય, એવી એમની કર્મસ્થિતિ હોય છે. ખલદેવો પણ્ દીક્ષિત થઈ સ્વર્ગે અગર માક્ષે જાય. એ સિવાય પણ ઘણા રાજા-મહારાજાઓ થયા છે; તેઓ ય મહા પરિગ્રહી જ હતા; પણ એ બધા નરકે જ ગયા છે એવું નથી. એમાંના સ્વર્ગ પણ ગયા છે. કેમ ? મહા પરિગ્રહી હોવા છતાં પણુ, હૈયું સારૂં હતું ! મહા પરિગ્રહી હોવા છતાં પણ, એમને એમના મહા પરિગ્રહના એવો રસ નહિ હાય, માટે જ તેઓ નરકથી બચી શકયા હશે ને ? તમારી પાસે એવો તા મહા પરિગ્રહ નથી, પણ તમારામાં રિગ્રહના રસ કેટલા છે ? સામેા આજ્ઞાભંજક બની જવા પામે નહિ ?–તેની કાળજી આજ્ઞા કરનારે રાખવી જોઇએ : આજે તમને મહા પરિગ્રહના ઘાર પાપથી ખચાવવા હાય, તા શું કરવું જોઈએ ? તમને આજે હું એમ કહી દઉં કેતમે જરૂર પૂરતું રાખીને બાકીનું બધું મૂકી દો !' તા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ચાર ગતિનાં કારણે તમે મૂકી દેવાના ખરા ? એવું કહીને પણ તમને મહા પરિગ્રહના પાપમાંથી બચાવી શકાય, એવું તમારું હૈયું છે ખરું? ત્યારે, અમે તમારી દયાથી, તમારા હિત ખાતર પણ એવી આજ્ઞા ન કરીએ, તે સારું છે ને ? અમે સમજીએ છીએ કે-આપણે અત્યારે કહી દઈએ તે પણ, આ લોકો એમ છોડી દે એવા હૈયાવાળા નથી, માટે જ અમે ઝટ છોડવાનું નથી કહેતા. અમે તમને પરિગ્રહાદિથી છોડવવાને આતુર ઘણું અમારા સંસર્ગમાં જે કઈ આવે, તે સારા ય સંસારને તજી દે, તે એથી અમે બહુ રાજી થઈ એ; તેમ છતાં પણ, અમે તમને એકદમ છેડી દેવાનું કેમ કહેતા નથી? અમે તમને એવી આજ્ઞા કરી બેસીએ ને તમે તજી શકે નહિ, તે શું થાય? ત્યારે અમે એવી આજ્ઞા નથી કરતા, તે સારું છે ને? આમાં તે બોલે. તજવાની તૈયારી ન હોય, તે આમાં “હા” કહેવી જોઈએ ને? સએમ કહેવાય ? કહેવાય. ખૂદ ભગવાને પણ કેઈને એમ નથી કહ્યું કેતમે પહેલાં મહા પરિગ્રહાદિને તજી જ દે અને પછી ધર્મ લેવાને આવજે. ધર્મ જોઈએ તો, મહા પરિગ્રહાદિ તજવા જેવા જ છે, એમ જરૂર લાગવું જોઈએ. મહા પરિગ્રહાદિ તજવા જેવા છે–એ ઉપદેશ અપાય; એ સાંભળીને કઈ તરત બધાને તજવાને તૈયાર થઈ જાય તે સારૂં; પણ જે તજવાને તૈયાર થાય નહિ, તેને “હમણાં જ તજી દે” એવી આજ્ઞા ન થાય. તમે અમને કહી શકો છે કે અમે આજે એવી સ્થિતિમાં છીએ, કર્મને એવા આધીન છીએ કે–આ બધું છોડવા જેવું છે એમ જરૂર લાગે છે અને છોડવું પડશે એ Page #306 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ - ૨૮૯ વાત પણ નક્કી છે, છતાં ય આજે છેડી શકીએ તેમ નથી અને આજ્ઞાભંજનનું પાપ અમારે લેવું નથી. આપની આજ્ઞા પાળવાના કેડ ગળા સુધી છે, પણ સ્થિતિ એવી નથી કેઆપ આજે છેડવાનું કહી દે, એટલે અમે છેડી શકીએ; એટલે, આપ કદાચ આજ્ઞા કરી બેસો અને અમારાથી ન બને, તે એક તો અમે આ પાપમાં બેઠા છીએ અને એમાં પાછા આજ્ઞાભંજક બનીએ; પછી અમારી ગતિ શી થાય?” આવું તમે એ કઈ અવસર આવી લાગે, તે જરૂરી વિનયથી કહી શકો છે. આજ્ઞા કરનારે સામે આજ્ઞાભંજક ન થાય, તેની બહુ જ કાળજી રાખવી જોઈએ. આજ્ઞા કરનાર ઉપર, શાએ બહુ જવાબદારી મૂકી છે. આજ્ઞા કરનારે કેને, કેવી રીતિએ, કેવા સંગમાં, કેવી આજ્ઞા કરવી જોઈએ-એ વગેરેનાં વર્ણને વાંચતાં પણ એમ થાય કે-સર્વજ્ઞ સિવાય આવું કોઈ બતાવી શકે નહિ! ઉપદેશ ઉંચામાં ઉંચે અપાય, પણ આજ્ઞા તે યોગ્યને, યેગ્ય કાળે,ચોગ્ય રીતિએ જ થાય. તમને દાનને ઉપદેશ આપતાં, તમને બધાનું દાન દઈ દેવાનું મન થઈ જાય, એ ઉલ્લાસ તમારા હૈયામાં પ્રગટી જાય, એ માટે અમે અમારાથી બનતી બધી મહેનત કરીએ; પણ તમે જે અમારા હાથમાં કાગળ –પેનસીલ આપી દે અને એમ કહી દો કે–“આપને યોગ્ય લાગે તે રકમ આપ મારા નામે લખી દો, તે રકમ હું આપી જ દઈશ.” તે અમારે આંકડે સૂચવતાં, લાખ વિચાર કરવા પડે. તમને વારંવાર પૂછીને, તમારી એકલી ધનાદિકની સ્થિતિ જ જાણવી પડે એમ નહિ, પણ તમારી ભાવના પણ જાણવી પડે. જો કે આવો પ્રસંગ બને ત્યાં સુધી અમે આવવા દઈએ નહિ અને તમે પણ પ્રાયઃ આ બાબતમાં આવો ૧૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ચાર ગતિનાં કારણે વિશ્વાસ મૂકી દે, એ મુશ્કેલ છે, પરંતુ તમે જે વિશ્વાસ મૂકી જ દે અને એમાં અમારે કાંઈક કરવું જ પડે–એવા સંગે આવી લાગ્યા હોય, તે અમે તમારા ભાવને જરા પણ હાનિ પહોંચે નહિ અને તમારે દાનને ઉલ્લાસ ચઢતા પરિણામવાળે રહે, એ માટે બહુ કાળજી રાખીએ. અમે કેમ તમારી પાસે બલાત્કારે કે દબાણથી દાનાદિ કરાવીએ નહિ? અથવા તે, “અમુક દાન કરે”—એવી આજ્ઞા, કેમ કરીએ નહિ ? અમને ખબર છે કે-કર્મની આધીનતા, મનની નબળાઈ અથવા મેહ આદિને અંગે જીવો ચતુવિધ શ્રીસંઘની વચ્ચે ઉલ્લાસથી લીધેલ નિયમ પણ ભાંગી નાખે છે, તો એવા કારણે અમારે કહેલો આંકડો ન માને, તે તેમાં નવાઈ શી? જેણે જીવનમાં નિયમ લઈને કઈ પણ નિયમ કદી પણ ન ભાંગ્યા હોય અથવા તો એને દૂષિતે ય ન કર્યો હોય, એવા કેટલાક શ્રી અરિહંત ભગવાનની સાક્ષીએ, ગુરૂની સાક્ષીએ, ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં અથવા પંચની રૂબરૂમાં કરેલી પ્રતિજ્ઞાઓમાં, કેટલાને કેટલા લોચા વળી જાય છે? જીંદગીમાં જેણે જેટલા નિયમ લીધા હેય, તેણે તે બધા પ્રાણ સાટે પાળ્યા હોય અને તેને દૂષિત ન કર્યા હોય એવા છેડા! તમે શું અનુભવ કર્યો છે? ત્યારે અમે સીધી આજ્ઞા કરી દઈએ અને તમે ના પાડી દે, તે? એમ તમે આજ્ઞાભંજક બને, તેમાં અમે પણ દેષિત બનીએ ને ? માટે, જ્ઞાનિઓએ કહ્યું કે-દરેકને એકદમ આજ્ઞા થઈ શકે નહિ. આજ્ઞા ગ્યને જ થાય અને અવસરે ગ્યને આજ્ઞા કરતાં પણ, એની શક્તિ,ભાવના આદિ જેવું પડે. એના સંગાદિને પણ વિચાર કરવો પડે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ પહેલે ભાગ આવી મનવૃત્તિ કેળઃ માટે હું તમને, અત્યારે ને અત્યારે બધું છોડી જ દે, એમ કહેતે નથી, અને એમ કહું છું કે-કમથી કમ હૈયું તે જરૂર ફેરવવું પડશે. સામે ગમે તેવું નુકશાન કરે, તે પણ ખમી ખાતાં શીખવું પડશે. તમને, તમારે અપરાધ કરનાર પ્રત્યે પણ, મા જેવા હૈયાવાળા બનાવવા પડશે ને? હવે તમે નકર અને છોકરા વચ્ચે ભેદ નહિ પાડો? નેકરને અને છોકરાને એક સરખે ગુન્હ હોય, તે ભેદ પડે ને? સો ભેદ તે પડે. છોકરાને બે ધેલ વધારે મારે, એમ? કેમ કે-એના ઉપર મમત્વ છે! તમારે હયાને સુધારવું હોય, તે ખમી ખાવાની ટેવ પાડવી પડશે. તમે ખમી ખાવાની ટેવ કેટલી પાડી છે? તમારું ચાલતું હોય અને તમે સામાને પાયમાલ કરી શકે તેમ , તે ય સ્વભાવ જ એવો કે ખમી ખાવ, આ બને? સ્વભાવમાં આ વસ્તુ નથી, એટલે તમે ખમી ખાતા હે તો ય તે બહારથી, પણ હૈયાથી નહિ ને ? તમારા હૈયાને પૂછે કે–તમે પંચેન્દ્રિય પ્રાણિને જે વધ નથી કરતા, તે સંગ નથી, સાધન નથી, શક્તિ નથી, માટે વધુ નથી કરતા કે વધ કરવાની વૃત્તિ જ નથી, માટે વધ નથી કરતા? જેનું મન એવું હોય કે-“શું કરું? મારી શક્તિ નથી, નહિ તે એને ઠીક કરી નાખું!” આવા મનવાળે, વગર હિંસા કર્યો પણ, હિંસાના પાપથી લેપાય. એને હિંસાનો રસ ભારે કહેવાય. એ રસમાં જે આયુષ્યને બંધ પડી જાય, તે શી ગતિ થાય? માટે, પહેલાં મનને તે સુધારી જ લો અને તે પછી “મનને Page #309 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણા ખગાડનારા આ પરિગ્રહના સંયેાગા છે’–એમ વિચારીને, જેમ અને તેમ, પરિગ્રહને ઘટાડવા માંડી. મહારંભના રસમાં પણ પરિગ્રહના લાભ, માનાદિકની વૃત્તિ અને હિંસાની ઉપેક્ષા આદિ કામ કરે છે. મહારંભમાં પડેલાને પણ થવું જોઈએ કે–‘આ મારા લેાભ બહુ ભયંકર છે! શાને માટે આટલે અધેા લાભ ? કેટલા જીવોની હિંસા થાય, ત્યારે હું કમાઉં ? આવું ધન ને આવી કીર્તિ નહિ જોઈએ !' આવી મનેવૃત્તિ કેળવો, તા મહા પરિગ્રહ અને મહારભ છૂટે; સર્વથા છૂટે નહિ તા, મહા નીકળી જાય ને અલ્પ અની જાય; અને એને રસ નહિ હાવાથી, એ વધારે નુકશાન કરી શકે નહિ. સરતાં ય વાસિરાવી શકાય એ માટે ૨૯૨ 6 આરભ અને પરિગ્રહના જેએને બહુ રસ હોય છે, તે મરતાં દેખીતી રીતિએ તે બધું અહીં મૂકીને જાય છે, પણ ખરી રીતિએ તા તે મરતાં ય મૂકતા નથી અને àાભાદિને અંગે સાથે લઈને જાય છે. મનમાં મારૂં ધન, મારૂં ધાન્ય, મારૂં મકાન ’· વગેરે વગેરે લઈ ને જાય છે, પણ વોસિરાવીને નથી જતા. સાચા ભાવે વોસિરાવ્યું ન હેાય, તે મકાન આદિ રહે અહીં અને એ જાય ખીજે, પણ અહીં મકાન આદિમાં જે જીવહિંસાદિ થાય, તેનું પાપ તેને ત્યાં ય લાગે. સ૦ મરતી વખતે વાસિરાવી દે તા ? તમે દિલથી વોસિરાવી દેવાના ? આ મારૂં નથી અને હું આનેા નથી ’–એવું નક્કી કરીને જવાના ? આજ સુધી મારૂં માન્યું તે ભૂલ કરી, એવી સમજ લઈને જવાના ? મરતાં ય સાચા દિલથી વોસિરાવી દેવાય તે સારૂં, પણ 6 Page #310 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૯૩ મરતાં સાચા દિલથી વોસિરાવી શકાય, એ માટે શું કરવું પડે? મનને કેળવવું જોઈએ ને? જ ધ્યાન રહેવું જોઈએ ને? “આ પાપનું સાધન છે તજવા લાયક છે; રાખવા લાયક નથી; રાખ્યા સિવાય છૂટકો નહિ હતો, કેમ કે-સંસારમાં રહ્યો હતો, માટે રાખ્યું હતું”–આવા વિચારે એ વખતે આવે, એ માટે જ અભ્યાસ કરવો જોઈએ ને? બંગલામાં પિસતાં, એમ થાય છે કે મેં આ પાપનું સાધન ખડું કર્યું છે? આ સાધનને મેં સુખનું સાધન માન્યું છે, પણ આ બંગલે સુખનું સાધન થવું અને તે પણ પુણ્યદય હોય તે, બાકી પાપનું સાધન તે ઘણું! આનાથી સુખ મળે તે યા તે ચેડા કાળને માટે અને આના રાગાદિના ગે જે પાપ બંધાય, તે પાપ દુઃખ દે ઘણે કાળ!' એ એમ પણ વિચારે કેસુવાને હું એક ઓરડામાં, છતાં બધા ઓરડાનું પાપ આવવાનું મારે માથે.” આવા વિચારે, કોઈ વખતે ય આવે ખરા? અને કોઈ વખતે આવા વિચારે નહિ આવે, તે ય તમે મરતી વખતે હૈયાથી એને સિરાવી શકશે, એમ માની બેઠા છે? હજુ તે બંગલામાં પેસતાં શું થાય છે? ઠીક બંધાય છે, પણ અમુક ઠેકાણે બારી મૂકી હોય તે સારું અને અમુક ઠેકાણે બારણું મૂકયું હોય તો સારું! આ રસ અનુભવનારાઓ, મરતી વેળાએ પણ સાચા દિલથી સિરાવી શકે, એ મુશ્કેલ છે. મૂકીને જતા નથી, પણ હૈયે લઈને જાય છે! મરતી વખતે કેટલાકને તે મમત્વનું જોર ઊલટું વધી જાય છે. મૂકીને જવું પડે, એ એટલું બધું વસમું લાગે છે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ચાર ગતિનાં કારણે કે–એની મનેદશા એ જ જાણે. દુનિયા હયાને દેખતી નથી, માટે કહે છે કે-મૂકીને જાય છે, પણ મમત્વને દબાવી નહિ શકનારાઓ તે, બધું હૈયામાં સાથે લઈને જ જાય છે. સિરાવીને નહિ જવામાં અને હૈયે લઈને જવામાં, બહુ નુકશાન છે. મમત્વના ગે જે નુકશાન થતું હોય તે તે થાય જ, પણ આ શરીર અહીં ર–તેને સંબંધિઓ આદિ સળગાવે, તેમાં ય એને પાપ લાગે છે અને એનું હાડકું રહી ગયું હોય ને તે કોઈને વાગે તે એનું ય પાપ એને લાગે છે, કારણ કે-હૈયાથી મૂક્યું નથી. શરીર આદિને તે લઈ જઈ શક્યો નહિ માટે લઈ ગયે નથી, પણ શરીર આદિને હૈયે રાખીને ગયો હોય, તે શું થાય? જેમ તમે બધા પરદેશથી અહીં આવ્યા છે, તે ત્યાંનાં ઘરબાર-પેઢી વગેરેને, મૂકીને જ આવ્યા છે ને ? દેખીતી રીતિએ તો તમે એ બધાને છેડીને આવ્યા છે, પણ હૈયે તે એ બધાને લઈને જ આવ્યા છે ને ? ચાર દહાડે કાગળ આવે જ જોઈએ, એવી એવી સૂચનાઓ કરીને આવ્યા છે ને? અહીં બેઠાં બેઠાં ત્યાં કેમ હશે, ત્યાં શું થતું હશે, એની ચિન્તા ખરી ને ? અત્યારે અહીંયાં નિરાંતે બેઠા છે, પણ ત્યાં કાંઈક સળગ્યું એવું સાંભળે, તે તમને શું થાય? અહીં પણ હૈયું સળગે ને? એવામાં જે એમ થઈ જાય કે-“મારે જવું જોઈએ તે શું કરે? એવા વખતે, ચાલે તે મહારાજ પાસે બારી કઢાવે અને મહારાજ બારી કાઢી આપે નહિ, તે પિતે બારણું ખેલી નાખે, એવા કેટલા? હૈયામાંથી એક વસ્તુને કાઢી નાખી ન હેય, તે એ શું કામ કરે છે, તે જુઓ ! અને હૈયામાં બહુ મમત્વ ન હોય, તે પાસેની વસ્તુ જાય, બગડે, તે ય બહુ Page #312 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૨૯૫ લાગે નહિ અને ઝટ મનને થાય કે-“પણ એ મારી હતી જ ક્યાં? એને સ્વભાવ એ હતો અને મારે સંબંધ પૂરે થયે, એટલે એ ગઈ” આમાં કેટલો તફાવત? જીવતાં જીવતાં સદ્ગુરૂઓના પરિચયમાં રહેવા છતાં પણ આ બધાને તજવાની વૃત્તિ ન આવે; આમાં જે મારાપણાની બુદ્ધિ છે તેને દૂર કરવાનું ગમે નહિ; રાત-દિવસ “મારું, મારું જ કરતા રહેવાય; તે મરતાં રીબાતી વખતે આ બધાને સાચા દિલથી સિરાવવાની વૃત્તિ ક્યાંથી આવે? કેઈને ય એ વૃત્તિ કરતાં ન જ આવે-એમ તે ન કહેવાય, પણ જીવતાં જેણે મનને કેળવ્યું નથી, તેને એ વૃત્તિ આવવી મુશ્કેલ તો ખરી ને ? સમરતી વખતે પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવાય છે ને ? એ તે એક રીત થઈ પડી છે. એથી પણ કદાચ કઈને લાભ થઈ જાય, એટલે સંભળાવવાની ના નથી; બાકી તમે તે એ સ્તવનને ય એવી છેક છેલ્લી ઘડીએ સંભળાવે છે કેજ્યારે પ્રાયઃ મરનારની સાંભળવા, વિચારવા અને વોસિરાવવા જેવી સ્થિતિ રહી ન હોય. એવાં સ્તવનાદિને રેજ વાંચીને સુઈ જતા હે, તે ? જ એના અર્થનું અને એમાં આવતી વાતોનું ચિન્તન કર્યું હોય, તો કેટલે બધે ફેર પડી જાય ? આજે તે પ્રાયઃ એવી હાલત છે કે-ક્યાંકથી એ સ્તવનને અવાજ આવે, તે કહે કે-“શું થયું ? કોણ જાય છે ?” કજીયે થતે સાંભળે, તે ન પૂછે. કહે કે- હોય એ તે!” અને આમાં પૂછે. કેમ? જાણે અન્ત ઘડી પૂરતી જ એ વસ્તુ છે! અન્ત ઘડીએ પણ જે સાંભળવા અને સંભળાવવા લાયક છે, તેનું જ ચિન્તન કર્યું હોય અને મનને ટેવ પાડી હેય, તે કેટલો બધે ફેર પડે? મરતી વખતે કોઈ સંભળાવનાર Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ચાર ગતિનાં કારણે ન હોય, તો ય પિતે મનથી દુષ્કતની નિન્દા અને સુકૃતની અનુમોદના કરી શકે, શરણાને ગ્રહણ કરી શકે અને સિરાવવા ગ્યને સિરાવી શકે; જ્યારે મનને ટેવ પાડી ન હોય અને ઊલટી ટેવ તે પડેલી જ હોય, તો સંભળાવનાર મળે તે ય કદાચ લાભ થાય નહિ. આ બધો પાપને વા-વંટોળ છેઃ તમારે તે, આ બધાને હૈયામાં સાથે લઈને જવું નથી ને? ઉંચામાં ઉંચી કેટિના, જેની જગતભરમાં જે ડી મળી શકે નહિ એવા, દેવ-ગુરૂ-ધર્મને આપણને આટલેં બધે સંબંધ થઈ ગયો છે, છતાં પણ આપણે જે આપણા હૈયાને સુધારી શકીએ નહિ અને મરતાં મરતાં ય આ પાપને હૈયામાંથી કાઢી નાખી શકીએ નહિ, તે આપણે કેવાક હૈયાના ધણી કહેવાઈએ? આરંભ અને પરિગ્રહને સર્વથા ત્યાગ કરી શકાય નહિ, તે ય હૈયામાં એની ખટકતો પેદા થઈ જ જવી જોઈએ; અને જેમ જેમ આરંભ અને પરિગ્રહ વધારે હોય, તેમ તેમ ખટક પણ વધવી જોઈએ. રેજ થવું જોઈએ કે- આટલે લભ? આટલી મમતા? મારી નાખશે મને!” આને રાગ એકદમ ન છૂટે, તો ય એ રાગને ધીમે ધીમે પણ મીટાવવાનું લય તે રાખવું જોઈએ ને? તમારી પાસે બહુ પૈસા હોય, તમે મોટા ઉદ્યોગપતિ છે, તે એથી અજ્ઞાન લોક ભલે તમને વખાણે, પણ તમારા હૈયામાંથી ધનાદિકની ખુમારી નીકળી જવી જોઈએ. એ બધે પાપને વા-વંટોળ છે, એમ લાગવું જોઈએ. કેઈ તમારાં વખાણ કરે, ત્યારે તમને લાગવું જોઈએ કે-આ સામગ્રી મને ભૂલાવનારી અને ભૂંડી ગતિમાં ઘસડી જાય Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ પહેલા ભાગ તેવી છે. રાજ વિચારવું કે–મારી પાસે ધન ઘણું છે, કેમ કે પુણ્યના યાગ સારા છે; પણ આ છે પરિગ્રહ અને પરિગ્રહ એ પાપસ્થાનક છે. જો હું આના યાગમાં સાવચેત નહિ રહું, તે મારા પરિગ્રહ મને ખાધા વિના રહેશે નહિ.' મહારંભમાં પડેલાઓએ ખ્યાલ રાખવા જોઈ એ કે—મારાં જેટલાં કારખાનાં ચાલે છે, તે બધાં જીવાની મેાટી કત્લેઆમના નમુના છે; તે આ કત્લેઆમ મને કયી કત્લેઆમની સ્થિતિમાં મૂકી દેશે?' કયારે આનાથી હું, એમ થયા જ કરવું જોઈએ. પ્લેગની જેમ ડરતા રહેવાનુ મન થાય ને ? તમને અનુભવ તા હશે કે-પ્લેગ વખતે લેાકો ગામ અહાર જઈને ખેતીમાં ઝુંપડાં બાંધીને રહે છે. એ વખતે, એ કેવા સાવધ રહે છે ? સુતા સુતાં પણ એમને થાય છે કે- ઘરમાંથી કોઈ કાંઇ લૂટી જશે તેા નહિ ને ? ’ ગામ ખાલી થઈ ગયું હોય, એટલે ચારાઈ જવાની ખીક ઘણી રહે અને પ્લેગ થવાની બીક એવી લાગે કે–ચારાઇ જવાની બીક ઘણી હાવા છતાં પણુ, ઘરમાં રહી શકાય નહિ ! એવા વખતે માણસા રાતના કાંઈક ખખડાટ થાય કે તરત ઝમકી ઉઠે છે. રાતના જ્યારે જ્યારે જાગી જાય, ત્યારે ત્યારે તેમને એમ થાય છે કે-‘ઘરમાં કોઈ પેઠું તેા નહિ હાય ને ? ઘરનું તાળું કોઈ એ તાવુ તા નહિ હોય ને ?” આવા તા કેટલા ય વિચાર કરે અને સવારે જ્યારે ખબર મળે કે–રાતમાં કાંઈ નવાજુની થઈ નથી, ત્યારે હૈયે શાન્તિ વળે. તેમ, આજે તમે ભલે ખધું મૂકી શકો નહિ, પણ આ દુર્ગતિનું કારણ છે —એ વિચારથી, મનમાં વસવસે। તા રહ્યા કરે ને ? ડરતા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ચાર ગતિનાં કારણે રહેવાનું મન થાય ને ? તમને એમ થાય ખરૂં કે મારા વેપાર આદિ મને દુર્ગતિમાં લઇ જશે ?” તમને કદી એમ થાય છે કે હું કોણુ અને આ બધાની સાથે મારે લાગે-વળગે શું? હું તે આત્મા; એ વળી, આ બધી આળપંપાળમાં કેમ પડી રહ્યો છું ? હું કેવા પરવશ છું કે મને મારૂં યાદ આવતું નથી અને પારકું ભૂલાતું નથી!’? જ્યાંથી છૂટીને આવ્યા ત્યાં ફરી ફસાવા જવું નથી ને? અહીં તમે આવ્યા છે, તે નિવૃત્તિમાં કેવું સુખ છે, એના અનુભવ કરો છે ? જેને મૂકીને આવ્યા છે, તે સૂકવા જેવું જ છે-એમ માનીને આવ્યા હશે। અને હૈયામાંથી એને જેટલે અંશે કાઢી નાખ્યું હશે, તેટલે અંશે તમને અહીં નિવૃત્તિના સુખના અનુભવ થતા હશે ને ? ત્યાંથી અહીં આવવાને નીકળ્યા, ત્યારે કરાને કહીને આવ્યા છે ને કે– તારે મને અહીંના કશા સમાચાર આપવા નહિ ! તને મન થઈ જાય ને મને કાગળ લખે, તેા તારે મને એમ જ લખવું કે-‘ત્યાં તમે નિવૃત્તિથી આરાધના કરવા ગયા છે, માટે ભૂલે -ચૂકે પણ તમે અમારી કે ઘર આદિની ચિન્તા કરશે નહિ! ત્યાં જવા છતાં પણ, જો તમે અમારી જ ચિન્તા કર્યાં કરશેા, તા તમારી દુર્ગતિ થશે. અમે એમાં આડે આવી શકીશું નહિ ! ' ‘ કાગળ લખશે! નહિ તે ચાલશે. પણ કાગળ લખા તે આવું લખજો ’–એવું કાંઈ કહીને આવ્યા છે ? કે પછી ‘ રાજ મને મધું વિગતવાર લખજે ’એમ કહીને આવ્યા છે? આવ્યા ત્યારે જે કહ્યું હાય તે તમે જાણા, પણ હવે તે આરંભ અને પરિગ્રહથી છૂટી જવાની ઈચ્છા છે ને ? સાધુ Page #316 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૨૯૯ ન થવાય તે ય, શ્રી સિદ્ધગિરિજીની છાયામાં નિવૃત્ત જીવન ગાળવાની ઈચ્છા થાય છે ખરી? તમારા વગર ઘર–પેઢી અટકી પડ્યાં છે? તમે ચલાવે તે જ એ ચાલવાનાં છે? “છોકરાએનું કાંઈ પુણ્ય ય નથી કે તેમનામાં કોઈ આવડતે ય નથી -એમ માને છે? હવે તે નકકી કરવાનું મન થાય છે ને કે-જયાંથી છૂટીને આવ્યો છું, ત્યાં ફરી ફસાવાને જવું નથી!” તમને મન થઈ જાય, તો તમે છોકરાને લખી શકે છે કે મેં હવે પાછા આવવાનું માંડી વાળ્યું છે. તું તારે મને ફક્ત એક લાખ રૂપીઆ મેકલી આપજે, જેમાંથી હું અહીં ખાઈશ, પીઈશ અને ધર્મ કર્યા કરીશ.” તમે ચોમાસું ઉઠળે. સર્વત્યાગી બનવાના વિચારમાં છે તે જુદી વાત છે, પણ એ બને તેમ ન હોય, તો આ તે બની શકે ને? છોકરાને લખી દેવું કે- હવે હું તારે બાપ નહિ અને તું મારે દીકરે નહિ, એ નિર્મમભાવ મારે કેળવવો છે. આ તે લક્ષાધિપતિએને માટેની વાત કરી, એટલે લાખ રૂપીઆ કહ્યા; પણ સામાન્ય સુખી સ્થિતિવાળાએ પિતાની સ્થિતિ મુજબની ગોઠવણ કરી લે અને નિવૃત્ત બનીને થાય તેટલો ધર્મ કર છે–એવો નિર્ણય કરી લે, તે તેમને ય વાંધો ન આવે. જેઓ આવું કરી શકે એવા સાધનસમ્પન્ન છે, તેઓ વિચાર કરે કે-જીવ ! તને આવું કરવાનું મન થાય છે? અહીં આવે તે ડાહ્યા થઈને આવઃ દુર્ગતિમાં નથી જાવું ને? અહીંથી મરીને સદ્ગતિમાં જ જવાની ઈચ્છા છે ને? જેમ બને તેમ વહેલા સંસારથી છૂટીએ. અને મેક્ષને પામીએ, એવું મનમાં આવી ગયું છે ને? તમે Page #317 -------------------------------------------------------------------------- ________________ :૩૦૦ ચાર ગતિનાં કારણો જે આરંભ-પરિગ્રહાદિને એકદમ છેડી શકે, તે એના જેવું ખૂશી થવા જેવું બીજું શું છે? પણ તમારાથી એ એમ છૂટી શકે તેમ ન હોય, તે ય ધીમે ધીમે છૂટે અને રહે ત્યાં સુધી ય બહુ નુકશાનકારક બને નહિ, એવા રસ્તાઓ ઘણા છે. ચોમાસું ઉઠશે અહીં આવવાનું (સાધુ થવાનું) મન થઈ ગયું છે અને જે અહી આવવાના જ હો, તે ડાહ્યા થઈને આવજે. અહીં આવે તે મનમાં શેઠાઈ રાખીને આવશે નહિ; ધનવાન તરીકેની ખુમારી લઈને આવશે નહિ; અગર “હું મટે છું –એવી સમજ લઈને પણ આવશે નહિ. અહીં આવનારે, અહીં આવતાં પૂર્વે ગમે તે શેઠ હેય, માન-મોભાવાળો હોય, ધનવાન હોય કે ઉંમર લાયક હોય, પણ તેણે સમજી જ લેવું જોઈએ કે અહીં તે મારે આજે જ જન્મ થાય છે, એટલે અહીં સૌથી નાને હું છું અને બીજા બધા મારાથી મેટા છે, માટે, મારે કોઈની ય પાસે મારું મનાવવાનો પ્રયત્ન કરવાને નહિ અને મારે સૌનું માન જાળવાનું !” અમારે, બાળકને લેવાનો હોય તે, બહુ ભાંજગડ કરવી પડે નહિ; અમુક જરૂરી ગ્યતા જોઈ લઈએ એટલે ચાલે; જ્યારે ઉમ્મરે પહોંચેલાઓને લેતાં તે, અમારે તેમને બહુ તપાસવા પડે. પરીક્ષા બધાની કરવાની, પણ પરીક્ષાની રીત-રીતમાં ફેર હેય ને ? સાધુ ન થવાય તે અલ્પારંભવાળા અને અલ્પ પરિગ્રહવાળા બની જાવ! અત્યારે તમારે આવી મેટી ફાળ ભરવાનો નિર્ણય હોય તેમ તે જણાતું નથી, ત્યારે જેઓ હમણાં સર્વત્યાગી બની Page #318 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૦૧: શકે તેમ ન હોય, તેમણે શું કરવું જોઈએ ? અલ્પારંભવાળા અને અ૫ પરિગ્રહવાળા બની જવું જોઈએ. ગૃહસ્થપણે જીવવાને માટે જે આરંભને કર્યા વિના છૂટકે ન હોય, તે સિવાયના આરંભને ત્યાગ અને ગૃહસ્થપણામાં રહીને સુખે જીવાય તથા સુખે ધર્મ થઈ શકે એ માટે જરૂરી જે ધનધાન્યાદિ પરિગ્રહ, એ સિવાયના પરિગ્રહને ત્યાગ. આવું કરનારને પંચેન્દ્રિય પ્રાણિના વધથી બચવાને માટે તો કઈ જના કરવી પડે નહિ ને ? આટલે દુઃખી ન હોય અને જેના ઘરમાં સંચાલક પાકી ગયા, તેઓ જે આ નિર્ણય કરી લે, તો એવું નિવૃત્ત અને મુખ્યત્વે ધર્મપરાયણ જીવન ગાળવાને માટે આ ભૂમિ જેવી કેઈ બીજી ભૂમિ નથી. મને આવું સુન્દર બની ગયું હોય અને શ્રી સિદ્ધગિરિજીની છાયા મળી જાય, પછી કમીના શી રહે? જેઓ સાધનસંપન્ન હોય અને જેમને ઘરે ઘર વગેરેને સંભાળી શકે તેવા છેકરાઓ હય, તેઓ ચોમાસું ઉતર્યું શું કામ અહીંથી પાછા જાય? પછી, છોકરા વગેરેની સાથે પોતાના તરીકેનો કશે જ સંબંધ રાખવો નહિ. જરૂરી જે પરિગ્રહ રાખ્યો હોય, તે સિવાયના પરિગ્રહને અને સંસારના બધા સંબંધને વોસિરાવી દેવા. ધર્મ અગેના સંબંધ સિવાયના સંબંધને તજી દીધો હેય, તે વાંધો આવે ? છોકરાને લખી દેવું કે-“મારે જેટલી જરૂર હતી, એટલા મંગાવી લીધા છે. હવે ઘરમાં કે પેઢીમાં ગમે તે થાય, તેની સાથે મારે કશી જ લેવાદેવા નથી. મારી ઈચ્છા તે તમે પણ બધા પાપથી છૂટે એવી છે, પણ તમે કદાચ ન છૂટે, તો ય હવે. મને સંબંધમાં રાખીને, મને પાપને ભાગીદાર બનાવશે નહિ! આપણે સંસારને સંબધ હવે પૂરો થયો છે, એમ માની લખી દેવું અને તજી દીધી છે. ધ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ચાર ગતિનાં કારણે લેજે.” આવું લખવું અને તે બરાબર પાળવું. અહીં પણ ઉપાધિમાં પડવું નહિ. રાખેલી મુડીનું વ્યાજ ઉપજાવવા જવું -નહિ. મુડીમાંથી જ ખાવું અને મરતાં પણ વધારે નાણાંની જરૂર પડે નહિ, એવી રીતિએ વર્તવું. આમ છતાં પણ, કરો જે વધારે નાણાં મેકલે, તે તે સારા માર્ગે વાપરવાં, પણ સારા માર્ગે વાપરવાને માટે ય નવાં નાણાં મંગાવવાં નહિ, કેમ કે–સિરાવી દીધેલ છે. આવું કરશે તે છોકરાઓ તમને ગાંડા નહિ કહે, પણ આ ઉત્સવ ઉજવશેઃ તમે આવું કરે, તો તે તમારા છોકરાઓને પણ ગમે ને? પિતાજીએ બહુ સારું કર્યું, એમ થાય ને? સ, કેઈએમે ય કહે કે બાપા ગાંડા થઈ ગયા છે. આવું કરે, તેમાં ય તમારે સગે છેક તમને ગાંડા કહે? અને, એવા છેકરાના બાપ કહેવડાવવામાં, તમને રસ છે? છોકરા ગમે તેવા હોય, પણ એમને તમે આ રીતિએ બધું સેંપી દેતા હો, તે એવી સ્વતન્ત્રતા મળે, એ કોને ગમે નહિ ? કેણ જાણે, કદાચ તમે હજુ ય પેઢીએ બેસે, તે જ છોકરાને નહિ ગમતું હોય. ‘ડોસે વગર મફતને વચ્ચે આવે છે”—એમ પણ થતું હશે. છેકરા શું કહેશે, તેની ચિન્તા કરે નહિ. જેને ઘેર સંચાલક હય, જેની પિસે-ટકે જોતાં સુખી સ્થિતિ હોય અને આમ અહીં નિવૃત્ત જીવન ગાળવાનું જેને મન થઈ ગયું હોય, એવા કણ કણ છે, એ તે કહે ! ખરી વાત તો એ છે કે-ઘર, પેઢી વગેરે કેમ ચાલે છે, એ જોયા વિના, તમને જ ચેન પડે નહિ ને? આ તે કાંઈ Page #320 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ નથી, પણ કદાચ તમને કાઈ એ પૂરી રાખ્યા હોય, તા ય છેવટ વર્ષેમાં એક દિવસની ઘેર જવાની છૂટ પણ, માગ્યા વિના તમે રહેા ખરા ? જાય એક દિ' તા પણ પાપ માંધી આવે પ્રાયઃ આખા વર્ષનું ! જેટલું જોવાય એટલું બધું જોઈ લેવાના પ્રયત્ન કરે અને છેકરા આરંભ તથા પરિગ્રહમાં વચ્ચેા હોય, તે ખૂશ ખૂશ થઈ જાય. એણે રહેવાના જંગલે દેખાવડા મધ્યેા હોય, તેા એની અનુમેાદના કરી આવે. જો કાંઈક બગડયું હોય, તેા ગુસ્સે થયા વિના રહે નહિ. તેમ જ, તે વખતે રહી શકાય તેમ હોય, તેા પાછા રહેવાનું ય સન થઈ જાય ! આવી મનેાદશામાં, આવું કાંઈ બને ? મનેાદશાને એકદમ પલટાવી દેવી જોઈએ. છેકરાને એટલી હદ સુધી લખી દેવું કે મને ધર્મકારણ સિવાય કાગળ લખતા મા, કેમ કે–મેં બધા સંબંધાને વાસિરાવી દીધા છે. આટલી આપણી મુડી છે. તેમાંથી હું આટલું મારે માટે લઉં છું અને બાકીનું બધું તને સોંપી દઉં છું.’ એ પછી, તમને, કેાઈ ટીપમાં ભરવાને માટે દખાણું નહિ કરે અને તમે કહી શકશે કે— સાધુ થવાય તેમ નથી અને શ્રાવકથી ભીખ મગાય નહિ. સુખી તરીકે અમુક રીતિએ રહેવું પડે છે. તેમાં આટલા હાથમાં છે અને આટલા છોકરા મેાકલે છે, એટલે હું વધારે આપી શકું તેમ નથી.’ આ જાણીને, ટીપ ભરાવવા આવેલા ય, તમારી કારવાઈની અનુમેાદના કરીને જશે. છેકરા તે, તમે આવું કરે તા, ઉત્સવ ઉજવે, એને સ્વતન્ત્રતા મળે, લાક ‘આના માપ બહુ સારા ’–એમ કહે અને ‘ એ બાપને આ છેકરો ધર્મ કરાવે છે’–એમ પણ કહે, એટલે કદાચ એને સારા ભાવ જાગી જાય, તો એ નક્કી કરેલા કરતાં ૩૦૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ચાર ગતિનાં કારણે પણ વધારે પૈસા મેકલે અને ઉપરથી એમ લખે કે-આપ નિરાંતે ધર્મ કરજે અને જ્યાં ખર્ચવાનું મન થાય ત્યાં છૂટથી ખર્ચને !” માટે, તમે છોકરાઓ આડે આવશે, એવી વાત કરશે જ નહિ. તમે તમારા મનમાંથી મમતાને કાઢી નાખે, પછી જુઓ કે-કેવો રંગ જામે છે !? ૫-૨૫ સુખી માણસે જે અહીં રહી જાય ને દેખરેખ રાખવા માંડે તે અહીંની રેનક ફરી જાયઃ પંચેન્દ્રિય-પ્રાણિવધ, બહુ આરંભ અને બહુ પરિગ્રહને સંગમાંથી છૂટવું હોય તે, તમારા જેવાને માટે સાધુ ન થઈ શકાય તો ય, આ સુંદરમાં સુંદર ઉપાય છે. આવો નિર્ણય કરે, એટલે તમારે માટે નરકનાં કારણે ખચીત બંધ થઈ જાય. અહીં બેઠેલાઓમાં એવા સુખી માણસે પણ છે, કે જેમના છોકરા, ઘર-પેઢી વગેરે બરાબર ચલાવે તેમ છે અને તેમાં આમની તેમને કશી જ જરૂર નથી. કદાચ ડી–ઘણી જરૂર હોય, તે ય તેને છોકરાઓ તમારી ઉંચી ભાવનાને અને દઢતાને જોઈને નીભાવી લેશે. પણ વાત એ છે કેતમને આવું કરવાનું મન થાય છે ? તમારા જેવા પ-૨૫ શેઠીયાઓ જે આ રીતિએ અહીં રહી જાય અને ધર્મકિયાએ કરવી તથા ધર્મનાં ખાતાંઓને સંભાળવાં, એ કામ લઈને બેસી જાય, તે દરેક ધર્મનાતાં તરતાં બની જાય. શ્રી સિદ્ધગિરિજીને વહિવટ વગેરે પણ ખૂબ સારા બની જાય. આવા. શેઠીયાએ જે યાત્રા કરીને આવ્યા પછી પેઢી ઉપર જઈને બેસતા હોય, તે મુનીમ વગેરે બધા સમજી જાય કે-હવે ગાદીએ ઘણી બેઠા છે. ગાદીએ રોજ ધણ બેસતા હેય Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦-૫ પહેલે ભાગ અને બધે સીધી દેખરેખ રાખતા હોય, તે પછી વહિવટ એવો બની જાય કે–શ્રી જિનમન્દિરને અને ધાર્મિક ખાતાંએને વહિવટ કેમ થાય, એ શીખવાને માટે જુદાં જુદાં સ્થાનોના વહિવટદારને અહીં આવીને, અહીંને વહિવટ જોઈ જવાનું મન થાય. આજે કેટલાકોની ફરિયાદ છે કે–ઠેકાણે ઠેકાણે નિગદ થઈ જાય છે, પણ પેઢીને જે આવા ગૃહસ્થ દેખરેખ રાખવાને મળી જાય, તે પ્રાયઃ ક્યાં ય ફરિયાદ કરવાનું કારણ રહેવા પામે નહિ. આવા સુખી માણસો અહીં રહીને આમ આરાધના કરતા હોય અને દેખરેખ રાખતા હેય, તે બીજા યાત્રાએ આવનારા સુખી માણસ પાસે તેઓ ઘણું કામ કરાવી શકે. કોઈ પણ સુખી માણસને, આ કહે કે અહીં પાંચ હજારની જરૂર છે. તે પ્રાયઃ કોઈ ના પાડે નહિ. ઊલટું, ઉપરથી કહે કે-“વધારે ખર્ચ થાય, તો તેની ચિંતા કરશે નહિ.” અને એમ જોઈએ તે કરતાં પણ વધારે રકમે મળી રહે. કેમ? સૌને ખાત્રી હોય કે-એક પાઈ પણ બગડવાની નથી. દુરૂપયેગ થશે અગર તે ગેરવલ્લે જશે, એવી શંકા ય આવે નહિ અને એમ થાય કે–જેટલાં નાણાં આમના હાથમાં સેંપીશું, તેટલાં નાણાં બરાબર લેખે લાગશે. જે આવા ૫-૨૫ ગૃહસ્થો નીકળી આવે, તો પાંચ વર્ષમાં તે શ્રી સિદ્ધગિરિજીની રોનક ફરી જાય. અહીં રહેવાનો નિર્ણય કરતાં, તમે તીર્થયાત્રાદિ ધર્મહેતુથી બહાર જવાની છૂટ રાખી શકો છે. કદાચ શરીરની બીમારીના કારણે સમાધિ ટકે તેમ ન હોય અને ડોકટર આદિની સલાહથી ઉપચારાદિને માટે અત્ર જવાની જરૂર લાગે, તે તેમ કરવાની છૂટ પણ રાખી શકો છે. જો કે–આપણે ત્યાં તે મનાયું છે કે–છેલ્લી જીદગી ૨૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ચાર ગતિનાં કારણા અહીં ગાળવી જોઇએ. અહી હવા-પાણી સારાં છે ને ? અહી તા હવા ય શ્રી સિદ્ધગિરિજીને સ્પર્શીને આવવાની ને ? અહીં તે માણસને એમ થાય કે શરીર છૂટવાનું તેા છેજ, પણ તે અહીં છૂટે તે સારૂં !' છતાં, માંદગી માટે છૂટ રાખવી હોય, તે તમે જાણા, અહીં કોઈ ભારે ઉપદ્રવને વખત આવી લાગે અને કામચલાઉ જવું પડે, તે તેની ય છૂટ રાખી શકો છે. આ બધી છૂટોની વાત જુદી છે, પણ અહીં રહેવાના નિર્ણય એવા પ્રકારે કરવો જોઈએ કે-બીજી કોઈ પંચાત ખીલકુલ રાખવી જ નહિ. શકે અને હૈયું ફરે તા સુખી માણસા આ સહેલાઇથી કરી આ કરવામાં બીજાઓને ઘણી મુશ્કેલીઓ નડે : સુખી માણસા જો આવી રીતિએ અહીં રહી જવા માંડે, તેા ખીજા પણ ઘણા જીવા સુધરી જાય. બીજા સુખી જૈનોને તમે એક સુન્દર આદર્શ પૂરા પાડી શકેા. તમને જોઈને સુખી માણસાને મહારંભ અને મહા પરિગ્રહાદિને છેડવાનું મન થાય અને સાધારણ તથા ગરીબ સ્થિતિના જૈનો, જે પરિગ્રહાદિની ઈચ્છાથી રીખાતા હોય, તે સંતાષી બની જાય. તમને જોઈને પ્રાયઃ સૌને એમ થાય કે– આ ભાગ્યશાલિએ મહુ જખરા.' સાધુ મળે ને એમને જોઇને જેમ આનંદ થાય, તેમ તમને જોઈને પણ ઘણા મોટા સાધર્મિક તરીકે તમને હાથ જોડે અને તમારી અનુમેદના કરે. પછી, તમારા આ મંગલાએ પણ ધર્મસ્થાન જેવા ખની જાય, તમારા મહારંભ અને મહા પરિગ્રહાદિની અનુમેદનાદિ કરીને તેા ઘણાએ પાપ બાંધ્યું હશે; તમે એ રીતિએ પણ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પહેલા ભાગ ઘણાઓના પાપöધમાં નિમિત્ત અન્યા હશે; પણ આ કરશે, તે તમારી અનુમેઇનાદિ કરીને પણ ઘણાએ અશુભ કર્મોને ખપાવનારા તથા શુભ કર્મોને બાંધનારા મનશે. પંચેન્દ્રિય પ્રાણિ—વધાદિ નરકના આયુષ્યનાં કારણેાને તજવાના, આ પણ એક બહુ જ સારો ઉપાય છે. સાધુ બની શકાય તેમ ન હોય અને નરકનાં કારણેાથી પર બની જવું હોય, તેા આ સારામાં સારો ઉપાય છે ને ? હૈયામાં સંતાષ પ્રગટી જાય અને આત્માનું કલ્યાણ સાધવાની ઈચ્છા પ્રખળ ખની જાય, તે સુખી જીવેાને માટે આ બહુ સહેલું છે. સુખી જીવા ધારે તા, બધાને તજીને અને જરૂરી સાધનાને લઈને, અહીં રહેવાના નિર્ણય ઝટ કરી શકે. એમને આ રીતિએ પંચેન્દ્રિય—પ્રાણિ–વધાદિ નરકનાં કારણેાથી બચવું હોય, તે તે ઘણું સહેલું છે. બીજા માણસાને તા, આવું કરવાનું મન થઈ જાય તે ય, તેઓ કરે શું ? અને તેા, પેાતાને જીવવાને અને કુટુંબને જીવાડવા આદિને માટે કમાણી કર્યા વિના ચાલે નહિ અને એથી એને કમાણી જ્યાં મળે ત્યાં જવું પડે ને? સ૦ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પણ સુખી માણસને જ થઈ શકેને? ખરે। જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તેા મહાજ્ઞાનીને થાય અને ઔપચારિક જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સુખી માણસને પણ થઈ શકે અને દુઃખી માણસને પણ થઈ શકે. જેને આત્માનું ભાન થાય અને રાગાદિથી આત્માના હિતમાં થતી હાનિના ખ્યાલ આવે, અને એથી જે ગીતાર્થ જ્ઞાનિની નિશ્રાને સ્વીકારે, તેને પણ ઔપચારિક જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થાય. અહીં તે, વાત એ ચાલે છે કે–સાધારણ સ્થિતિવાળા માણુ સાને નિવૃત્તિ લઇને ગૃહસ્થપણે ધર્મપરાયણ બનવાની ગમે Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ચાર ગતિનાં કારણેા તેટલી ઈચ્છા હોય, તે પણ એમને મુશ્કેલીએ ઘણી છે; જ્યારે માણસ સુખી હાય તા, એનું મન સુધર્યું, એટલે એને ખીજી કશી ચિન્તા નહિ ને ? પેલાને ગમે તેટલું મન થાય, પણ કુદ્રુમ્માદિને કથાં મૂકી આવે ? પાંજરાપોળે મૂકવા જાય ? પાંજરાપાળે મૂકવાના વિચાર કરે, તેા ય માણસની પાંજરાપેાળ છે ? કુટુમ્બી જાને એમ રખડતાં મૂકી દે, એથી એને ધર્મ શાભે પણ નહિ. એમ કરવાથી તા, લાકને ધર્મની નિન્દાનું એક કારણ મળે. સામાન્ય સ્થિતિવાળાને પાછળના સંયાગાના બહુ વિચાર કરવા પડે. એમ ને એમ મૂકીને ભાગી આવે, તા લાક એમ કહે કે- ગાંડા છે કે બધાંને મૂકીને ચાલ્યા ગયેા !’ જ્યારે સુખી આવું કરે, તા લગભગ સૌ કોઈ એની અનુમેદના કરે. કોઇ એમ ન કહે કે–તાકાત નહેાતી, તેથી ત્યાં જઈને બેસી ગયા ! સુખી માટે, પાછળના કોઈ ભૂખે મરે-એવી સ્થિતિ નથી હોતી ને ? સુખી માણસાને તેા, આ વાતમાં કાં તે। હા પાડવી પડે અને કાં તે એમ હેવું પડે કે હજી હૈયે સંતેાષ પ્રગટતા નથી; અહીં રહેવામાં સમાધિ આવે તેમ નથી, કેમ કે-મમતા ઘટતી નથી !' સુખી માણસને મોટામાં મોટું કાઈ નડતર હોય, તેા તે એના મનનું છે; બાકી જો એને એમ થઈ જાય કે-મારે પંચેન્દ્રિયપ્રાણિવધ આદિ કારણેાથી ખચી જ જવું છે, તે પેાતાની એ ઇચ્છાના અમલ, એ ઝટ કરી શકે તેમ છે. સુખી માણસાએ, આ કાળમાં તે ખાત્રી રાખવા જેવી છે કે–તમે આવા નિર્ણય કરા, તેમાં તમારા ઘરના સંચાલક આદિ પ્રાય: મહું રાજી થાય. કદાચ દેખાવમાં ના પાડશે, પણ અંદરથી શાંતિના શેરડા વળશે. એક કાળ એવા હતા. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ પહેલા ભાગ કે–પિતાની ચરણસેવામાં રહેવાને ઇચ્છતા છેાકરાઓ હતા. આ કાળમાં, એવી આશા રાખવી એ વધારે પડતું છે ને ? તમારા છેારા તમારી ચાકરી કેટલીક કરે છે, તેને તમને તે અનુભવ છે ને ? માટે, ખીજી મધી વાતેાને જવા દઇને, સુખી માણસાએ પેાતાના હૈયાને તપાસવાની જરૂર છે કેમને આમાં ઉત્સાહ આવતા નથી, તેમાં ખરૂં કારણ શું છે? એમને લાગશે કે-ખામી અમારા હૈયાની જ છે. એ કારણે સેવાય તેા ય રસ ન આવી જાય, તેની તકેદારી રાખવી જોઇએ ઃ આજે તા, ઘણે ભાગે મન એવું છે કે-કેાઈ ખેલાવે નહિ તે ય જવાનું મન થયા વિના રહે નહિ. મનમાં આજે ઘણી ભૂતાવળ પેસી ગઇ છે. નરકનું કારણ પણ સુખનું કારણ લાગ્યા કરે, તે એ કાંઈ જેવી-તેવી ભૂતાવળ છે ? પછી, અન્તકાલે ય સમાધિ આવે શી રીતિએ ? દિલથી વાસિરાવી શકાય શી રીતિએ ? આ તો જાણે સુખી માણસાને માટેની એક વિશિષ્ટ વાત થઈ. આજે એવી નિવૃત્તિ ન લઈ શકે, તા ય મનને તે સુધારવું જ પડશે. દુઃખથી તથા દુર્ગતિથી અચવું છે–એ વાત જેમ તમારે મન નક્કી છે, તેમ જ્ઞાનિ ક્રમાવે છે કે—એ વાતે ય નક્કી જ છે કે-મનને સુધાર્યા વિના, દુઃખથી ને દુર્ગતિથી બચી શકાશે જ નહિ. દુઃખથી અને દુર્ગતિથી બચવાના, સૌથી સારા ઉપાય, એ છે કે-દુખનાં તથા દુર્ગતિનાં કારણેાને સર્વથા તજી દેવાં; પણ એ ન ખની શકે, તે જેટલા પ્રમાણમાં એ કારણેાને તજી શકાય, તેટલા પ્રમાણમાં એ કારણેાને તજવાં અને જે કારણેાને હાલ તજી Page #327 -------------------------------------------------------------------------- ________________ E ૩૧૦ ચાર ગતિનાં કારણો શકાય તેમ ન હોય, તે કારણેને પણ રસથી સેવવાં નહિ. “ક્યારે આનાથી છૂટાય?” એ વિચાર કર્યા કરે. એ કારણેને સેવવાં પડે, એટલે વિચારવું કે-“હું કેટલું બધું મૂર્તો છું? મારે દુઃખ ને દુર્ગતિ નથી જોઈતાં અને હું જે કારણોને એવું છું, તે દુઃખને અને દુર્ગતિને આપનારાં છે; પછી, આનાથી મારી શી સ્થિતિ થશે? આ વિચારના યોગે, એ કારણને સેવાશે તે ય, હૈયું કમકમ્યા કરશે. વિષયસુખને રસ અને કષાયમાં આનન્દ અનુભવવાની કુટેવ, એ એટલી બધી ભયંકર વસ્તુઓ છે કે-આપણને સારામાં સારી સામગ્રી મળી હોય, તો ય આપણે એ સામગ્રીને જે લાભ ઉઠાવ જોઈએ; તે લાભને ઉઠાવી શકીએ નહિ; એટલું જ નહિ, પણ એ સામગ્રીની કદાચ ઉપેક્ષા ય સેવાય અને અવગણના ય થાય. ફક્ત દુઃખથી ડરે અને દુઃખથી ડરતા હો એટલે ફક્ત દુર્ગતિથી ડરે, પણ એ ડરને શું અર્થ છે? એનાં કારણેથી બચવું જોઈએ ને? અને, એ કારણથી બચવાને માટે, છેવટ કાંઈ નહિ તો, એ કારણોને સેવવામાં રસ ન આવી જાય, એટલી તકેદારી તે રાખવી જ જોઈએ ને? નિરનુગ્રહતા, એ ય નરનું કારણ નરકના આયુષ્યને આશ્રવ થવાનાં કારણોમાં ચોથું કારણ નિરનુગ્રહતા છે. નિરનુગ્રહતા એટલે અનુગ્રહથી રહિતપણું. પિતાના ઉપર અગર તે કેઈના ય ઉપર ઉપકાર કરવાની વૃત્તિને અભાવ, એ નિરનુગ્રહતા છે. જેનામાં નિરનુગ્રહતા હોય, તેને કેઈનું પણ ભલું કરવાનું મન થાય જ નહિ. દયાહીનતા, નિષ્ફરતા વગેરે દોષો નિરનુગ્રહતાના ઘરના જ છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૧૧ દયા હેય, તે અનુગ્રહ કરવાનું મન થયા વિના રહે નહિ, એટલે, જેનામાં નિરનુગ્રહતા હોય, તેનામાં દયા, કૃપા, સામાના ભલાની ભાવના–એ વગેરે વૃત્તિઓ પ્રગટે જ નહિ. એનું હૈયું બહુ કઠેર હોય. નરકનાં કારણેમાં પહેલી વાત તે હૈયાની નિષ્ફરતાની જ છે. કેટલેક સ્થલે નરકનાં કારણેને ટૂંકમાં દર્શાવતાં, મહારંભ અને મહા પરિગ્રહને જણાવેલ છે અને એમાં પંચેન્દ્રિય-પ્રાણિવધ, નિરનુગ્રહતા આદિ આવી જાય છે. જેમાં જીવની હિંસા ચાલુ જ થયા કરે, એવા આરંભે જેને રસ હોય અને ધન-ધાન્યાદિ પરિગ્રહમાં જેની અતિશય આસક્તિ હોય, તે તક મળે તે, પંચેન્દ્રિય પ્રાણિઓને વધ કરતાં ય, શાને અચકાય? એનું હૈયું કઠોર જ હેય ને? કઈ જીવને પોતાના કારણે ત્રાસ થાય, એથી એનું હૈયું કપે નહિ અને કદાચ આનંદ અનુભવે ! કેટલાક એવા છે કે-જેને કઈ જીવ તરફ અનુગ્રહબુદ્ધિ જ હોતી નથી. બીજાને સજા વગેરે કરવાને તૈયાર હોય, પણ બીજા ઉપર અનુગ્રહ કરવાને પ્રસંગ આવે, ત્યારે હૈયું કુણું હોય નહિ અને એથી એનામાં અનુગ્રહબુદ્ધિ આવે નહિ. કઈ પણ વ્યક્તિ પ્રત્યે, હૈયું એવું નહિ થવું જોઈએ કે–અનુગ્રહના કાળમાં, આપણે અનુગ્રહ કરી શકીએ નહિ. એવા અનેક પ્રસંગો આવે છે કે-યુદ્ધમાં ઉતરવું પડ્યું હોય અને તેમાં પિતે ઘાથી મરણતેલ બની ગયા હોય; એવા વખતે જ્યાં એમ લાગે કે-હવે બચાય તેમ નથી, એટલે ઝટ ત્યાંથી ખસી જાય, ઘાસને સંથારે કરીને સર્વની સાથે ક્ષમાપના કરી લે, બધું સિરાવી દે અને અનશનને આદરીને ધ્યાનમાં લીન બની જાય. થોડી વાર પહેલાં તે, જેટલી શક્તિ અને સામગ્રી હોય, તે મુજબ શત્રુઓ ઉપર Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ચાર ગતિનાં કારણે પ્રહાર કરતા હોય અને જ્યાં પિતાનું શરીર વીંધાય અને લાગે કે-આપણે બચશું નહિ, એટલે આમ અન્તકાલીન આરાધનામાં લીન બની જાય. એવાઓનું હૈયું કેવું હશે ? એવા વખતે, શત્રુ ઉપર-ઘા કરનાર ઉપર ગુસ્સો કરવાનું સુઝે કે આ સુઝે? તે વખતે, અંતરથી સર્વ જીવોને ખમાવી લે અને કેઈના ય પ્રત્યે દુર્ભાવ લાવ્યા વિના આત્મચિન્તામાં મગ્ન બની શકે, એ હૈયું અનુગ્રહશીલ ન હોય, તે બની શકે નહિ. હૈયું અનુગ્રહશીલ બન્યા વિના, સાચી ક્ષમાપના અને સાચી આરાધના પણ થઈ શકે જ નહિ. જેણે આપણું બગાડયું હોય, તેના ઉપર અનુગ્રહ કરવાથી પણ લાભ જ થાય છે : હૈયાને એવું અનુગ્રહશીલ બનાવી દેવું જોઈએ કેઆપણું ગમે તેવું ખરાબ કરનાર ઉપર કદાચ કોધ આવી જાય, તે ય એના ભૂંડાની ભાવના આવે નહિ. કોધવશ દુર્ભાવ આવી જાય, તો ય તે ટકી શકે નહિ. એના તરફ આવતાં શું દુર્ભાવ આવી જાય, પણ પાછો પિતે ને પોતે જ વિચારે કે-“મારે આ સ્વભાવ નથી.” ક્રોધમાં ને ક્રોધમાં એને મારી બેઠો હોય, નુકશાન કરી બેઠા હોય, પણ સામે જે અનુગ્રહને ઈચ્છતે આવે, તે એના ઉપર પણ અનુગ્રહ ક્ય વિના, આ રહી શકે નહિ. જેનામાં નિરનુગ્રહતા હેય, તે બધાને નુકશાન કરી જ શકે છે, એવું કોઈ નથી. સામાનું પુણ્ય જાગતું હોય, તો એને એક વાળ પણ વાંકે કરી શકે નહિ અને દુર્ભાવના યોગે એને પિતાને પારાવાર નુકશાન થાય. આપણે એટલા બધા મૂર્ખ છીએ કે-આપણે કેઈનું Page #330 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૧૩ ભૂંડું ચિન્તવીને આપણું ભૂંડું કરીએ? વિચાર કરે કે–અવસરે અવસરે તમારું ભૂંડું કેટલાએ ચિન્તવ્યું હશે ? ત્યારે, જેટલાએ તમારું ભૂંડું ચિન્તવ્યું છે, તે બધા શું તમારું ભૂંડું કરી જ શક્યા છે? નહિ, તે પછી, આપણે પણ જેનું ભૂંડું ચિન્તવીએ, તેનું ભૂંડું થઈ જ જાય? અગર તે, આપણે તેનું ભૂંડું કરી જ શકીએ? નહિ જ. અનુગ્રહવૃત્તિમાં તે એથી અધિક વાત છે. આપણને જેણે ઘણું નુકશાન પહોંચાડયું હોય, આપણે જાણતા પણ હોઈએ કેઆણે મને આ રીતિએ હાનિ પહોંચાડી છે, છતાં પણ જે એ આપણા ઉપકારને ચાહતે આવે, તો આપણે એના ઉપર ઉપકાર કર્યા વિના રહી શકીએ નહિ. કદાચ એ આપણું ઉપકારને ચાહતો ન આવે, કેમ કે-એને એવી ય બીક હોય અગર શરમ પણ હોય કે-આની પાસે હું મારા ઉપર ઉપકાર કરાવવાને જાઉં, તે એ કાંઈ મારા ઉપર ઉપકાર કરવાને છે ? મેં એનું બગાડયું છે–તે એ જાણે છે, એટલે એ મારા ઉપર ઉપકાર કરે શાને ? અથવા, એમ થાય કે-મેં જેનું આટલું અધું બગાડ્યું છે, તેની પાસે હું મારા ઉપર ઉપકાર કરાવવાને માટે, કેમ જ જઈ શકું? આવા આવા વિચારેથી, તે તમારી પાસે તમારા ઉપકારને ચાહતે ન પણ આવે, પરંતુ જે આપણને ખબર પડે કે–એ અમુક આપત્તિમાં મૂકાઈ ગયા છે અને આપણે તેની એ આપત્તિને ટાળી શકીએ તેમ છીએ, તે તે વખતે આપણું હૈયું જે અનુગ્રહશીલ હેય, તે શું કરે? “સામે જઈને પણ એના ઉપર ઉપકાર કર !”— એવી પ્રેરણા, આપણને આપણા અન્તઃકરણમાંથી મળે ને? એવા વખતે, એના ઉપર તમે અનુગ્રહ કરે, તે દુશમનને Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ચાર ગતિનાં કારણે પણ થાય કે–માણસ ઉંચે ! ગમે તેમ થઈ ગયું, પણ આ કેઈને છેડો લે એ માણસ નથી. એનામાં જો લાયકાત હોય, તે એનામાં સદ્ભાવ જન્મી જાય; તમારા પ્રત્યેને ખરાબ ભાવ નીકળી જાય અને સારે ભાવ આવી જાય; તેમ જ, કદાચ એને એમ પણ થઈ જાય કે-આપણે પણ આવી જ રીતિએ બીજાઓના ઉપર અનુગ્રહ કરતાં શીખવું જોઈએ ! આવી રીતિએ, એનામાંથી નિરનુગ્રહની વૃત્તિને કાઢવાને લાભ, અનાયાસે પણ તમને મળી જાય ! અનુગ્રહ કરવાની તક આચ્ચે શું કરો? અનુગ્રહવૃત્તિવાળ, અનેક પાપોથી સ્વાભાવિક રીતિએ બચી શકે છે અને અનેકવિધ લાભોને પામી શકે છે, જ્યારે જેનામાં નિરનુગ્રહવૃત્તિ હોય છે, તે તે જેણે તેનું નુકશાન કર્યું નથી, તેના ઉપર પણ અનુગ્રહના સમયે અનુગ્રહને કરી શકતું નથી. એની પાસે કેઈ અનુગ્રહની આશાએ જાય, તે નિરાશ થઈને પાછો આવે એટલું જ નહિ, પણ પેલો એને કેટલું ય સંભળાવી દે અને એથી કદાચ સામાના હૈયામાં વિરભાવ પેદા થઈ જાય. તમે સુખી હો, પેઢીવાળા હો, સ્થાનવાળા હો, કાંઈક સાધનસંપન્ન હો, ત્યારે તમારા તરફથી અનુગ્રહ મેળવવાની આશાએ કોઈ ને કોઈ આવે તે ખરું ને? સામે તમારો અનુગ્રહ માગવાને આવ્યો છે-એવું તમે જાણે ત્યારે, અથવા તે, તે તમારી પાસે તમારા અનુગ્રહની વાત મૂકે ત્યારે, તમારા હૈયામાં કેવા કેવા વિચારને ઉછાળે આવી જાય છે? અનુગ્રહ કરવાની તક મળે, એ તમને ગમે ને? અનુગ્રહ થઈ શકે તેમ હોય, તે તમે અનુગ્રહ કર્યા વિના Page #332 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૧૫ રહો નહિ ને? “આપણાથી બની શકે તેમ હોય, તો આપણે કોઈના ય ભલાનું કામ કરી છૂટવું”—એવું તમ રા મનમાં તે ખરું ને? અનુગ્રહ કરી શકાય કે ન પણ કરી શકાય, પણ હૈયાને એવું તે કેળવવું જ જોઈએ કે--અનુગ્રહ કરવાના અવસરે, અનુગ્રહ કરવાનું મન થઈ ગયા વિના રહે નહિ. હૈયાને એવું કઠેર તો નહિ જ બનાવવું કે-સામે અનુગ્રહ માગે અને આપણે કઠોરતા બતાવીએ. દેણદાર તમારી પાસે અનુગ્રહ માગે, તે તમે શું કરે? એની આપવાની શક્તિ ન હોય, તે તમને અનુગ્રહ કરવાનું મન થઈ જાય ને? એ માટે સહવું પડે, તે સહવાની તૈયારી પણ ખરી ને? છેવટ, એટલું ય વિચારે કે–એની આપવાની શક્તિ હોય નહિ અને તમે એનું દેવું માંડી વાળે તો તમારે કશી પણ તકલીફ ભેગવવી પડે તેમ હેય નહિ, તો તમે અનુગ્રહ કરે ખરા કે નહિ ? કદાચ, લોભના માર્યા તમે એના પર અનુગ્રહ કરી શકે નહિ, તે પણ એને તમારા તરફથી નિરનુગ્રહવૃત્તિને અનુભવ તો થાય નહિ ને ? તમારા પૈસા માટે, એને પાયમાલ કરી નાખવાની, એની પેઢીને ડુલ કરી નાખવાની, એની વગેવણી કરી નાખવાની વૃત્તિ તે તમારામાં નથી ને? અનુગ્રહતાથી નુકશાન લાગતું હોય તે ય તે નિરનુગ્રહતાથી થતા નુકશાન જેટલું તો નથી ને ? જ્યારે જ્યારે કેઈન પણ ખરાબ વિચાર આવે, કે તરત જ મનને વાળવું જોઈએ. એ વખતે, અનુગ્રહનો વિચાર આવે, એમ કરવું. કેઈના ય ખરાબ વિચાર, એ નથી તો પિતાને અનુગ્રહ કે નથી તે પર અનુગ્રહ ! તમને ગુસ્સે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ચાર ગતિનાં કારણા 6 આવે એવા પ્રસંગે તેા ઘણા આવવાના, એટલે હૈયું કઠાર મને નહિ, એની ખાસ કાળજી રાખવી પડશે. કુટુંબના માણસના હાથે, નાકરના હાથે, પાડાશીના હાથે કે બીજાના હાથે ગમે તેવું ખરાબ કામ થઈ ગયું હોય, એથી આપણને ગુસ્સા પણ આવી ગયા હોય, પણ આપણા હૈયામાં અનુગ્રહવૃત્તિ હોય, તે એ આપણા ગુસ્સાને લાંખા કાળ ટકવા કે નહિ. ઘેાડાક વખત જાય, એટલે હૈયું શાન્ત થઇ જાય અને જેના ઉપર ગુસ્સેા કર્યાં હાય, તેને શાંતિ આપવાનું મન થાય. અને મેલાવીને કહેવાય કે “ તારે હાથે એવું ખરાબ કામ થઈ ગયું છે, કે જેથી મને ગુસ્સા આવી ગયા અને એથી આવેશમાં મેં તને કહી પણ નાખ્યું કેતારી ખખર લઈ નાખીશ' પણ હવે તું મારા તરફથી કોઈ પણ પ્રકારના ભય આવવાની ચિન્તા રાખીશ નહિ. તને તેં જે કર્યું છે, તેમાં ભૂલ કરી છે—એમ લાગતું હોય, તે ફરી એવું કામ કરીશ નહિ !” નાકરે ચાપડામાં ગોટાળા કરીને નાણાં ઉચાપત કર્યા હોય અને એવાને નાકરીમાં રાખવેા–એ જોખમકારક લાગતું હોય, તો ય એને કહી શકાય કે હું તને હવે નોકરીમાં તેા નહિ રાખી શકું, પણ કોઈ પણ વખતે જો તું અટકી પડ્યો હો, તે। આવજે અને ૫-૫૦ ની જરૂર હોય તેા લઇ જજે!' એ માણસ પેઢી ઉપર એસાડવાને માટે નાલાયક હોય, તે એને પેઢી ન સોંપાય; પણ, એને મદદ તે કરી શકાય ને ? નિરનુગ્રહતા નરકે લઈ જનાર છે, માટે આ વિચારા લાવવા પડશે ને ? અનુગ્રહતાને લાવવાના આ ઉપાય છે. અહીંથી મરીને, સીધા નરકે જવું ડે, તેા અસંખ્યાત કાળ સુધી આપણા તા માર વાગી Page #334 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૩૧૭ જાય ને ? જ્યાંનું જેટલું આયુષ્ય બંધાયું હોય, ત્યાં તેટલા કાળ સુધી દુઃખ ભાગવવું પડે ને ? પછી પણ પાછી આવી ધર્મસામગ્રી કચારે મળે ? તમને લાગતું હોય કે–આમ અનુગ્રહશીલ બનીએ તે નુકશાન ઘણું થઇ જાય, તા પણ આ નુકશાન આગળ, એ નુકશાન તેા ગણત્રીમાં ય આવે એવું નથી ને ? તમારા અશુભેાઢય સિવાય, તમને કેાઈનાથી પણ નુકશાન થાય નહિ અને જેટલું નુકશાન થાય તેટલું અશુભ કર્મ ખપે, એમ તે માનેા છે ને ? વળી, અનુગ્રહબુદ્ધિના ચેાગે તમને જે લાભ થાય, તેના વિચાર પણ તમારે કરવા જોઈએ ને ? શ્રી નવકાર મંત્રના જાપનું ફળ મળે પાપભાવા હાય તેનું ય ફળ સ૰ નવ લાખ નવકાર ગણનારને નરકનું આયુષ્ય બંધાય નહિ તે ? 6 શું એના અર્થ એવા છે કે-એ ગમે તેવાં પાપકર્મામાં રક્ત રહે, મહારંભના રસીયેા બન્યા રહે અને મહા રિગ્રહમાં જ આનંદ માનતા, હૈયાને નિષ્ઠુર મનાવીને કાઈના ય ઉપર અનુગ્રહ કરે નહિ, તે છતાં પણ નવ લાખ નવકારનેા જાપ, એને બચાવી લે ? પાપ કરવામાં પાછી પાની ધરશે નહિ, પાપ કરતાં હૈયાને જરા ય કંપવા દેશેા નહિ અને માત્ર નવ લાખ નવકારના જાપ કરી લેજો, એટલે તમે ફાવી જશા ’આવું કેાઈ શાસ્ત્રમાં કહ્યું છે ? શ્રી સર્વજ્ઞ ભગવાનનાં શાસ્ત્રોમાં, એવી વાત હેાય પણ ખરી ? વાત તેા એ છે કે-શ્રી નવકાર મંત્રના નવ લાખની સંખ્યામાં જાપ કરવાનું જેને મન. થાય, તેના હૈયામાં કાંઈક તેા ઉગ્યું હોય ને ? પણ હૈયામાં બીજા મળે ને ? Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ચાર ગતિનાં કારણો સ. એમ તો ભગવાનને કરેલો એક પણ નમસ્કાર સંસાર સાગરથી તારે છે, એવું ય ક્યાં નથી આવતું ? એ વાત પણ અપેક્ષાએ સાચી છે અને પેલી વાત પણ અપેક્ષાએ સાચી છે. દરેક વાત અપેક્ષાએ કહેવાય અને દરેક વાત અપેક્ષાએ સમજવી જોઈએ. શાસ્ત્ર તે કહે છે કેસાધુ કાલધર્મ પામીને કાં તો મોક્ષે જાય, કાં તે સ્વર્ગ જાય. આવું જ કહેનારાં શાસ્ત્રોમાં, એ વાત પણ આવે જ છે કે અમુક જીવ સાધુવેષમાં હતું અને સાધુવેષમાં મર્યો, છતાં નરકે ગયો!” અપેક્ષાને સમજે નહિ, તે આ બે ય વાતને બંધબેસતી શી રીતિએ કરી શકે ? શ્રી નવકાર મંત્રમાં તાકાત ઘણી છે, એના જે કઈ મંત્ર નથી, પણ એના જાપને કરનારે ય લાયકાતને કેળવવી પડે કે નહિ? જાપની ક્રિયા લાભ આપી દે, પણ મહારંભને રસ, પરિગ્રહને આનંદ અને હૈયાની નિષ્ફરતા,એ વગેરેથી જે પાપ બંધાય, તેનું ફલ પણ મળે ખરું કે નહિ? શ્રી નવકાર મંત્રને ગણનારે દુઃખી હોય નહિ, એને અર્થ શું એ છે કે-એને દુઃખ આવે જ નહિ? એને દુઃખ આવે, તે ય એ દુઃખી થાય નહિ, એમ કહી શકાય. એમ, શ્રી નવકાર મંત્ર ગણવાના કારણે દુઃખ આવે જ નહિ, એમ પણ કહી શકાય; અથવા તે, એમ પણ કહી શકાય કે-શ્રી નવકાર મંત્ર ગણવાથી ઘણાં પાપની નિર્જરા થઈ જાય; પણ એમ કહેવાય ખરું કે તમે તમારે પાપ કર્યો જ રાખે, પણ એક નવકાર ગણ્યા કરજે, એટલે બેડે પાર થઈ જશે? સમ્યગ્દષ્ટિ અવિરત હોય તે પણ, દેવલેકે જ જાય-એમ શાસ્ત્ર કહે છે. એમાં પક્ષપાત છે? શ્રી અરિહતાદિને સુદેવાદિ રૂપે માને છે, માટે જ એ દુર્ગતિનું આયુષ્ય Page #336 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ આંધે નહિ ? ખરી વાત એ છે કે સમ્યગ્દષ્ટિ અવિરતિપણામાં હોય તે પણુ, એના હૈયામાં એવા પાપ-પરિણામા પ્રગટતા જ નથી, કે જે પરિણામેાના કારણે તેને દુર્ગતિના આયુષ્યકર્મના આશ્રવ થાય ! એટલું જ નહિ, પણ પાપથી નહિ વિરામ પામવા છતાં પણુ, એના હૈયાના પરિણામે એવા કુણા અને એવા સુન્દર હોય છે કે—એ દેવગતિના આયુષ્યને જ ઉપાર્જનારા અને ! આશ્રિતા આદિની ૩૧૯ લેાને ખમી ખાતાં અને અનુગ્રહ કરતાં શીખા : આપણી વાત તે એ છે કે—આપણા સ્વભાવમાં નિરનુગ્રહપણું હાવું નહિ જોઇએ અને હૈયાને કુણું બનાવવાને માટે અનુગ્રહ કરતા રહેવાની ટેવ પાડવી જોઇએ. નિરનુગ્રહવૃત્તિ બહુ ખરાબ છે. કાઈ કે આપણું મગાયું, એથી તત્કાલ તે આપણને તેનું બગાડવાના ભાવે ય આવી ગયા; કદાચ કહી પણ દીધું કે—‘ જોઈ લઈશ ’ પણ પછી ય એમ થાય ખરું કે–‘ મારા હૈયામાં આવી કઠારતા કેમ આવી ગઈ ? મમતાએ મને ભૂલાવ્યે !' આવા વિચાર આવે, તે અમે ય થાય કે આવી મમતાને પેદા કરનારા સંયેાગેાથી જો છૂટી જવાય, તેા કેટલું બધું સારૂં થાય ?’ એમે ય થાય કે– મૈં એને જોઇ લઈશ એમ ડ્ડી દીધું, હવે મારા વિચાર તા ફરી ગયા, પણ એ વાત એના અંતરમાંથી નીક્ળી જવી જોઇએ ને ? જ્યાં સુધી એના હૈયામાં એ વાત રહેશે, ત્યાં સુધી એ ખીચારાનું મન મારાથી કેટલું ડરતું ને દુઃખી રહેશે ? એના ચેાગે, એ જે કાંઇ પાપ માંધશે, તેથી મને પણ . Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ચાર ગતિનાં કારણે નુકશાન જ થયા કરશે !” આવો વિચાર આવે અને તમે જે પેલાને મળીને વાત કરી લો કે મારા મનમાં કોઈ રહ્યું નથી અને તારા મનમાં તે કાંઈ રાખીશ નહિ, તે એને શું લાગે? પેલાને થાય કે-જેવો એ માણસ મટે છે, તેવું તેનું દિલ પણ મેટું છે !” તમે એવું કરો, તે કદાચ એમ પણ બને કેસામે થનારે તમારા પગે પડી જાય ! તમે તમારા આશ્રિત આદિની ભૂલને ખમી ખાતાં શીખે અને અનુગ્રહ કરતાં શીખે, તે તમારું હૈયું કેટલું કરેલું રહે અને તમારા ઉપર સૌને કેવો ભાવ થાય, એ વિચારી જુઓ. મહારાજા શ્રી કુમારપાલને દાખલ તમે સાંભળ્યો ને? સામનો ફરી ગયા, યુદ્ધના અવસરે ફુટી ગયા, એ જેવી–તેવી વાત હતી ? એ તે પિતે ખૂબ સત્ત્વવાળા હતા અને એમની પુણ્યાઈ જોરદાર હતી, તે પિતાના બનેવી રાજાને એકલા હાથે હરાવી શક્યા, પણ સામોએ તો એવું કર્યું હતું કે-શ્રી કુમારપાલ જીતવાને બદલે કદાચ બંદીવાને ય બની જાત. શ્રી કુમારપાલ રાજા મટી જાત અને દુશ્મનને બંદીવાન બની જાત, તો જે બેન નિમિત્તે એ યુદ્ધ હતું, તે બેન વગેરેનું પણ થાત શું ? એટલે, એમનું હૈયું જે નિરનુગ્રહવૃત્તિવાળું હોત, તે જીત્યા પછી એ કોઈ એ જ હુકમ કરત કે-“મારે એ સામતોનું મેંદું સરખું પણ જેવું નથી! રેશી નાખો એ બધાને !” પણ શ્રી કુમારપાલ તે, પોતાના સેવકોની અતિ ભયંકર ભૂલને પણ ગળી ગયા. આ જે-તે અનુગ્રહ છે? ત્યારે, યુદ્ધમાં એ શત્રુઓને ઘાત કરતા હતા કે નહિ? કરતા હતા, કેમ કે-એ રાજા હતા. રાજા હતા, માટે રાજાના સ્થાનની જવાબદારી અદા કરવી પડતી હતી. જેમ તમે વેપાર લઈને બેઠા છે, તે Page #338 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૨૧ તમારે નાણાં ચૂકવવાની સગવડ કરી લેવી પડે છે ને? માલ ભરાઈ ગયું હોય, પેઢીમાં કે ઘરમાં રોકડ નાણું ન હોય અને વેપારિઓને નાણું ચૂકવવાનો વખત થવા આવ્યો હોય, તે તમે દેવધામ, લાગવગને ઉપગ, એ વગેરે જે કાંઈ કરવું પડે તે કરીને પણ, વેપારિઓને ચૂકવવા જેટલાં નાણાં એકઠાં કરી લાવે છે ને ? કેમ ? મનમાં છે કે–પેઢી ચલાવવી હોય, તો પેઢીની રીતરસમેને જાળવવી પડે ! પેઢીની આબરૂ રાખવી હોય, તે એમ ન કહેવાય કે-મળશે ત્યારે આપીશું! તેમ, સંગવશાત્ રાજાદિને યુદ્ધમાં ય જવું પડે. યુદ્ધમાં જાય ત્યારે ખાલી હાથે જાય કે હથિયાર લઈને જાય ? હથિયાર લઈ જાય, તે દેખાડવાને માટે લઈ જાય કે જરૂર પડયે પિતાને બચાવ કરવાને અને દુશ્મન ઉપર ઉપયોગ કરવાને લઈ જાય ? આવું કરવા છતાં પણ, હૈયામાં અનુગ્રહવૃત્તિ હોઈ શકે. અનેક રાજાઓ અને મંત્રિઓ એવા પણ થઈ ગયા છે કેયુદ્ધમાં દુશ્મનને અને દુશ્મનની સેનાને કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોય, પણ તે પછી અવસર આવતાં અનુગ્રહ કરવામાં ય પાછી પાની ના કરી હોય. માંસાજન : નિરનુગ્રહતા, એ નરકના આયુષ્યનું કારણ છે-એમ જણાવ્યા બાદ, શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે-માંસાજન, એ પણ નરકના આયુષ્યના આશ્રવનું કારણ છે. આ વિષયમાં તે તમને કાંઈ કહેવાની જરૂર નથી જ ને? કઈ તમને શક્તિ આદિના બહાને પણ આવા કોઈ માર્ગે ઘસડી જઈ શકે નહિ ને? જે દવાઓમાં પણ આવું મિશ્રણ આવતું ૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ચાર ગતિનાં કારણે હોય, તે દવાઓ પણ તમને વાપરવી ગમે નહિ ને ? કદાચ ન છૂટકે એવી દવાઓને ઉપગ કરવો પડે, તો ય હૈયાને આઘાત લાગે ને? જૈન કુળમાં જન્મેલાઓને, માંસભેજન વિષે બહુ કહેવું પડે અગર તે એના ત્યાગ વિષે સમજાવવું પડે, એવી સ્થિતિ તે નથી જ, એટલે ચાલીએ આગળ. સ્થિરતા: માંસજન પછી આવે છે- સ્થિરતા. આપણા હૈયામાં કેઈના ય પ્રત્યે વૈરભાવ ઉત્પન્ન થવા પામે નહિ તે બહુ સારું, પણ નરકનાં અનેક કારણોમાંના આ કારણથી બચવું હોય, તે છેવટ એટલું તો કરવું જ જોઈએ કે-કેઈના પણ પ્રત્યે ઉત્પન્ન થવા પામેલા વૈરભાવને, હૈયામાં ટકવા દે નહિ. કેશિષ કરીને, મનમાં સારા સારા વિચારો કર્યા કરીને, વરનાં ભયંકર પરિણામેનું ચિન્તન કરી કરીને અને ભયંકર કોટિની દુશ્મનાવટ કરનારાઓ ઉપર પણ વિરભાવને નહિ ધરનારા પુણ્યપુરૂષનાં ઉદાહરણને આંખ સામે રાખ્યા કરીને પણ, કોઈના ય પ્રત્યે કાંઈ પણ વૈરભાવ ઉત્પન્ન થવા પામ્યો હેય, તે તેને જેમ બને તેમ વહેલો સિરાવી દેવું જોઈએ. કોઈના ય પ્રત્યે પ્રગટેલે વૈરભાવ, આપણા હૈયામાં સ્થિરતાને પામી જાય નહિ, એ માટે ખાસ સાવચેતી રાખવી જોઈએ. કેટલાક તે, મરતાં સુધી વૈરભાવને સિરાવી શકતા નથી અને એથી તે ભવાંતરમાં પણ સાથે જાય છે. એવા પણ માણસ હોય છે કે-જેમને અમુક જી સાથે સ્થિર વૈર થઈ ગયું હોય. એમને ગમે તેટલું સમજાવવામાં આવે, તે ય એ પ્રાયઃ એમ જ કહે કે બધી વાત કરજે, પણ આની સાથે અમા Page #340 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૨૩ વવાની વાત કરશે જ નહિ!” વૈરને ખરાબ કહે, પણ જેના પ્રત્યે એવું વૈર બંધાઈ ગયું હોય–એની વાત આવે, એટલે એમ જ કહે કે-એ બને એવું નથી; એટલું જ નહિ, પણ ઉપરથી એમ પણ કહે કે-“એને તે હું જ્યારે બરાબર ઠેકાણે પાડીશ, ત્યારે જ જંપીશ.” સ્થિર વૈરને આ નમુને છે. એક વાર વૈર જે સ્થિરતાને પામી જાય, તે પછી એ જીવને ઘણી સામગ્રી મળે તો ય, પ્રાયઃ વૈર નીકળવું મુશ્કેલ થઈ પડે. આવું વેર પિતા-પુત્ર વચ્ચે પણ બંધાઈ જાય, માતા -પુત્ર વચ્ચે પણ બંધાઈ જાય, ધણ–ધણુ આણું વચ્ચે પણ બંધાઈ જાય અને શેઠ–નેકર આદિ વચ્ચે પણ બંધાઈ જાય; એટલે, આપણે જેની જેની સાથે ચેડે કે વધતો સંબંધ થઈ જાય, તેમાંના કોઈની પણ સાથે, કોઈ પણ સંગોમાં, વિરભાવ આવી જાય નહિ, તેની કાળજી રાખવી જોઈએ અને કદાચ વૈરભાવ આવી પણ જાય, તે ય તે વિરભાવને નિર્મુલ કરી નાખવાના અને તેને સ્થિર નહિ થવા દેવાના, સાવચેતીથી પ્રયત્નો કરવા જોઈએ. અગ્નિશર્મામાં ઘેરભાવની સ્થિરતા થઈ ગઈ, તે જ્યાં જ્યાં યોગ થયે, ત્યાં ત્યાં વૈરભાવ જાગ્યે : શાસ્ત્રોમાં સ્થિર વરના અનેક પ્રસંગો વર્ણવાએલા છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવ અને કમઠના જીવ વચ્ચે, સ્થિર વરને પ્રસંગ હતો. ગુણસેનને જીવ અને અગ્નિશર્માને જીવ, એ બે વચ્ચે પણ સ્થિર વૈરને પ્રસંગ હતો. ગુણસેનના આત્માની સાથે બાંધેલા વરને, અગ્નિશર્માના આત્માએ સંખ્યાબંધ ભવો સુધી સાચવી રાખ્યું છે. નવ ભવમાં તે, વરના Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ચાર ગતિનાં કારણે ગે હેરાનગતિમાં મૂકવાના અને મૂકાવાના પ્રસંગો બન્યા; પણ અગ્નિશર્માનું વૈર તે એના કેટલા ય ભવો સુધી પહોંચ્યું છે. એ વરના અનુબધે, અગ્નિશર્માના જીવને, અનંત સંસારના પરિભ્રમણમાં ધકેલી દીધે. અગ્નિશર્માના ભાવમાં વૈરબંધ પડ્યો, પણ તે ભવમાં એ જીવની કેટલી બધી સારી હાલત હતી, તે જાણે છે? જીવ હતો મિથ્યાષ્ટિ; પણ એણે તાપસપણને ગ્રહણ કરીને, માપવાસને પારણે માપવાસ કરવાની પ્રતિજ્ઞા જીવનભરને માટે ગ્રહણ કરી હતી. માસપવાસને પારણે, તે કેઈના પણ ઘરમાં પારણું કરવાને જાતે અને એ ઘરમાં જે કાંઈ મળી જાય, તેનાથી પાર કરી લઈને પાછો ફરી, તે પુનઃ માપવાસને તપ શરૂ કરતો હતો. જે ઘરમાં જાય, એ ઘરમાં જે પારણા માટે આહારાદિ કાંઈ ન મળે, તે ય તે બીજા ઘરમાં જ નહિ અને માપવાસ ઉપર માપવાસ ખેચી નાખત. આ તપસ્વી અને તાપસ તરીકે સંસારને ત્યાગી હોવા છતાં પણ, એનું વૈર સ્થિરતાને પામી ગયું અને તે એવું તે સ્થિરતાને પામી ગયું કે-જે જે ભવમાં અને જ્યારે જ્યારે, એને ગુણસેનના આત્માને વેગ થયો, ત્યારે ત્યારે એને ગુણસેનના આત્મા પ્રત્યે વૈરભાવ જાગ્યા વિના રહ્યો જ નહિ. એ વૈરભાવના પેગે, અગ્નિશમને આત્મા, એ દરેકે દરેક ભમાં, એ ગુણસેનના આત્મા પ્રત્યે, એવું એવું કરપીણ વર્તન કરતો રહ્યો કે-મેટે ભાગે તે દુર્ગતિઓમાં જ ભમતો રહ્યો અને દુઃખને જ પામતો રહ્યો. અગ્નિશમ નાની ઉંમરને હતો, ત્યારે તે ગુણસેનના કૌતુકનું પાત્ર બની જતાં, એના પ્રત્યે એને દુર્ભાવ જાગેલે; પણ પિતે ગામ છોડીને ચાલ્યા ગયે અને તપાસ બન્યો, એટલે Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પહેલે ભાગ એ વાત વિસારે પડી ગયેલી. જ્યારે એ માપવાસના પારણે માસોપવાસ કરવાની દઢ અને કઠોર પ્રતિજ્ઞા કરીને તપશ્ચર્યા કરી રહ્યો હતો, તે વખતે ભવિતવ્યતાના યોગે એવા સંગે બની ગયા કે–એનો ને ગુણસેનને પાછો મેલાપ થઈ ગયો અને એમાંથી પૂર્વના વિરભાવને તાજે થવાની તથા એ વૈરભાવને સ્થિર થઈ જવાની તક મળી ગઈ. એ વૈરભાવની સ્થિરતા થઈ જતાં, જ્યાં જયાં એ બન્નેને યોગ થયો, ત્યાં ત્યાં વૈરભાવ તાજો થયો. ગુણસેનના જીવને જુએ અને તરત જ અગ્નિશમના જીવમાં વૈરભાવ જાગે. એ સ્થિરતા ક્યાં સુધી રહી, તે જાણો છો ? ગુણસનનો જીવ જે ભવ સુધી સંસારમાં રહ્યો, તે ભવ સુધી! અગ્નિશર્માના વૈરે ગુણસેનના અતિમ ભવમાં, એટલે કે–જે ભવમાં શ્રી ગુણસેન મુક્તિને પામ્યા, તે ભાવમાં પણ પિતાને પ્રભાવ બતાવ્યો. એ પછી ય, અગ્નિશર્માના જીવે એ વૈરભાવને તળે કે નહિ, તે તે જ્ઞાની જાણે; પણ તે પછી શ્રી ગુણસેન મોક્ષને પામ્યા, એટલે એ બેને વેગ થતે મટી ગયો. વૈરભાવ તે, ખુદ ભગવાન મળે તે એ ધર્મની પ્રાપ્તિ આદિમાં અન્તરાય કરનારે બને આ વૈરભાવ જ્યારે સ્થિરતાને પામી જાય છે, ત્યારે એનું ઉપશમન બહુ મુશ્કેલ બની જાય છે. ભવિતવ્યતાદિ સારાં હેય અને કઈ પ્રસંગ વિશેષથી એ વૈર ટળી જાય, તે તે વાત જુદી છે; બાકી તે, ખૂદ શ્રી તીર્થકરદેવ જોવા મળ્યા હેય અને એ તારક વૈરને તજવાનું કહે, તો ય એ બાદબાકી કરે કે-આના સિવાય. જેમ રાગના ગાઢ સંસ્કારે કામ કરે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ચાર ગતિનાં કારણે છે, તેમ છેષના ગાઢ સંસ્કારો પણ કામ કરે છે ને? સ્નેહરાગના સંસ્કારે, ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજી જેવાના પણ કેવલજ્ઞાનને અટકાવી રાખ્યું હતું ને? ઘણું સમજે, ભગવાન પ્રત્યે સમજપૂર્વકને ભક્તિભાવે ય ઘણો, છતાં સાથે ભગવાનના જીવ પ્રત્યે સ્નેહરાગ પણ ખરે જ ! તેમ, વૈરમાં પણ સમજે ને? ખેડુતને યાદ કરે ! ખેડુતને જીવ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીથી પ્રતિબંધને પામ્યા અને ભગવાનને જોતાંની સાથે જ, ભગવાનના જીવ સાથેના પૂર્વના વિરને સંસ્કાર તાજો થઈ ગયો ! કેવી સારી અવસ્થામાં, ખેડુતના જીવને, ભગવાનના જીવને યાગ થઈ ગયો હતો? પણ વૈરભાવ તાજો થઈ ગયો, એટલે ભગવાન પાસેથી અને જે ગુરૂથી એ પ્રતિબંધને પામ્યા હતા, તે શ્રી ગૌતમસ્વામિજી પાસેથી પણ એ રવાના થઈ ગયા ને? એ ખેડુતના જીવને, પ્રતિબંધ પમાડવાને માટે, ખુદ ભગવાન ગયા નહિ અને ભગવાને પોતે જ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામિજીને મોકલ્યા. કેમ? ભગવાન જાણતા હતા કે-આ જીવ મારાથી પ્રતિબંધ પામે એ શક્ય જ નથી, માટે ! ખૂદ ભગવાન જાત, તો એ જીવ પ્રતિબંધ પામત નહિ; તેમાં કારણ તે, ભગવાનના જીવ પ્રત્યેને વૈરભાવ જ ને ? ખુદ ભગવાન પ્રતિબંધ પમાડવાને પ્રયત્ન કરે, તે ય કેવળ વિરભાવના કારણે જીવ પ્રતિબંધ પામે નહિ, એવી એની દશા હતી ને? એને, ધર્મની આરાધનામાં અન્તરાય પણ, વૈરભાવે જ કર્યો ને ? ત્યારે વિરભાવ, એ કેટલી બધી ભયંકર ચીજ છે? તમારે જે કોઈની સાથે સ્થિરતા થઈ જાય, તે જીવ ભવાન્તરમાં ધર્મગુરૂ આદિ તરીકે મળે, તે ય તમને ફાયદો થાય ખરે? એ તમને ધર્મ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ પહેલે ભાગ પમાડવાને ચાહે, તે ય તમે ધર્મને પામી શકે ખરા ? ઊલટું, એ વખતે પણ વિરભાવ તાજો થાય અને એને લીધે, ધર્મગુરૂની આશાતના અગર ધર્મગુરૂની હિંસાદિ કરવાનું ય પાપ બંધાય, એમ પણ બને ને ? સર્વ વૈરભાવોને સંવત્સરીએ તે તજવા જ જોઇએ સ્થિર વૈવાળો નરકે ન જાય, તો નવાઈ એ નરકે જાય, તેમાં તે નવાઈ જ નહિ. ત્યારે, આપણે કોઈની ય સાથે વરભાવ નથી ને? હોય, તે ય તેને કાઢી નાખવે છે ને ? હૈયામાં કેઈ આવેશ બેઠે હશે, તે વૈરભાવ નહિ જાય. છેવટમાં છેવટ, સંવત્સરીએ તે સર્વ જીવોની સાથે ક્ષમાપના અવશ્ય કરવી જોઈએ, એ તે જાણે છે ને? એનો અર્થ એ નથી કે-સંવત્સરી સુધી વરને સાચવી રાખવું જોઈએ અને સંવત્સરી પહેલાં ક્ષમાપના નહિ કરવી જોઈએ. વૈરભાવ તે, જેટલો વહેલો તજાય તેટલો સારે. તે ને તે દિવસે વરભાવ ન જાય તે પંદર દિવસમાં, પંદર દિવસમાં ન જાય તે ચાર માસની અંદર અંદર અને છેવટમાં છેવટ સંવત્સરીએ તે ચોક્કસ, સર્વ જીવોની સાથેના સર્વ પ્રકારના વૈરભાવને તજીને, સાચા દિલથી ક્ષમાપના કરી લેવી જોઈએ. સંવત્સરીએ પણ જે કેઈના ય પ્રત્યેને વૈરભાવ રહી જાય તે તે આત્માના સમ્યગ્દર્શન રૂપ વિવેકને પણ હરી લેનાર નિવડે. કેઈ પણ જૈન, સંવત્સરીની આરાધના કર્યા વિના રહી શકે નહિ અને સંવત્સરીની સાચી આરાધના કરવી હોય, તે તે માટે સર્વ જ પ્રત્યેના સર્વ પ્રકારના વૈરભાવને સિરાવી દેવા જ જોઈએ. આ વર્ષની સંવત્સરી હવે બહુ દૂર નથી. આ સંવ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ચાર ગતિનાં કારણે ત્સરી આવતાં પહેલાં, બધા જ વર ભાવોને સિરાવી દઈને, સુન્દર પ્રકારે આરાધના કરવાનું મન થાય છે ને? વિરભાવને નહિ સિરાવવાથી, તેને સ્થિર થઈ જવાની તક મળી જાય છે. આપણે ત્યાં, એ માટે તે, અન્ત કાલે પણ ખમાવવાને વિધિ રાખેલો છે. મારે, કેઈ પણ રીતિએ, કેઈ પણ જીવની સાથે, વિરભાવ નથી રાખવે, આવી વૃત્તિને હંમેશને માટે સતેજ રાખવી જોઈએ. આપણે વૈરને તજીએ પણ સામો વરને તજે નહિ, તે એ માટે શું કરવું જોઈએ? સ. આપણે તો ખમાવીએ, પણ સામે ન ખમાવે તે ? આપણે માવીએ, એટલે આપણે તો આરાધક બનીએ જ ને ? આપણે ખમાવીએ અને સામે પણ ખમાવે તે બહુ જ સરસ, પણ આપણે ખમાવીએ અને સામે ન ખમાવે, તે મુશ્કેલી તે ખરી જ. આપણે પ્રત્યેને એને વૈરભાવ સ્થિરતાને પામી જાય, તે ભવાન્તરોમાં જ્યારે જ્યારે એની સાથે આપણે ન થઈ જાય, ત્યારે ત્યારે એને વૈરભાવ જાગે અને એથી એ આપણને મુશ્કેલીમાં મૂકે, એ પણ શક્ય જ છે. એ તે, આપણને માતા રૂપ બનીને, પિતા રૂપ બનીને, પુત્ર રૂપ બનીને, પત્ની રૂ૫ બનીને અથવા તે બીજા પણ અનેક પ્રકારેએ હેરાન કરે, એ બહુ જ બનવાજોગ છે. અત્યારે તે આપણે ખમાવીએ, પણ ભવાતરમાં કઈ તે પ્રસંગ આવી લાગતાં આપણે પીત્ત ફાટી જાય, આપણું મગજ કાબૂમાં ન રહે અને આપણા હૈયામાં ય એના પ્રત્યે વૈરભાવ જાગી જાય, તે પછી કદાચ બેયને સ્થિર વૈરન Page #346 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૨૯ રોગ થઈ જાય; એ માટે, મજગને ઠેકાણે રાખનારી વૃત્તિ કેળવી લેવી જોઈએ. એવો અભ્યાસ પાડવે જોઈએ કેકોઈ આપણને ગમે તેટલું હેરાન કરે, તે ય આપણે ક્રોધ કરે નહિ! અહીં સાચા ભાવે ક્ષમાપના કરીને, વૈરભાવને વોસિરાવી દેવાના સંસકારે પાડશે, તો તે પણ તમને ભવાતરમાં ઉપયેગી નિવડશે. જ્યારે જ્યારે કેઈ આપણને હેરાન કરે, મુશ્કેલીમાં મૂકે, ત્યારે ત્યારે એના ઉપર ક્રોધ નહિ કરતાં, એ વિચાર કરવો કે–એ મારા પાપને ધુએ છે! શ્રી ગુણસેને વૈરભાવ કેળવ્યો નહોતો, પણ અગ્નિશર્માએ પિતાના વૈરને સ્થિર કરી દીધું હતું, તે એ એકપક્ષીય વિરના કારણે પણ, શ્રી ગુણસેનના જીવને ઘણી ઘણું હેરાનગતિ વેઠવી પડી છે. એ વખતે, શ્રી ગુણસેનને પિતાના ઉપશમભાવના સંસ્કારોએ મદદ કરી છે. આથી, આપણે બે વસ્તુ નક્કી કરવી જોઈએ. એક તે એ કે-કેઈના ય હૈયામાં આપણે માટે વૈરભાવ પેદા થવા પામે નહિ, એની તકેદારી રાખવી. કદાચ કેદની સાથે તે પ્રસંગ બની જાય, તે ય આપણા હૈયામાંથી વિરભાવને કાઢી નાખવાની સાથે, તેના હૈિયામાંથી પણ આપણા પ્રત્યેનો વૈરભાવ નીકળી જાય, એ માટે બની શકે તેટલું બધું કરી છૂટવું. જે કઈ રીતિએ એ વૈરી મટીને મિત્ર બની જતો હોય, તે રીતિને પિતાના લોભ, માન આદિને જરા ય મચક આપ્યા વિના, અજમાવી લેવી. બીજી વસ્તુ એ કે-આપણા આત્માને ઉપશાન્ત ભાવથી ખૂબ ખૂબ સુસંસ્કારિત બનાવી દેવો. આત્માને હિતશિક્ષાદિથી એવો તે બનાવી દેવો કે–ગમે તેવા કપરા સંગમાં આવી પડાય, તે ય આત્મા ગુસ્સે થાય નહિ અને ભાનભૂલો બને : Page #347 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણો નહિ. ઉપશમભાવમાં રમણ કરવાના સંસ્કારાથી, આત્માને અહીં સંસ્કારિત કર્યાં હશે અને જો કેાઈ તમારા પ્રત્યેના સ્થિર વૈરવાળા બની ગયા હશે, તે તેના ચેાગમાં તમે ઘણી કર્મનિર્જરા સાધી શકશે. મુશ્કેલી આવવા છતાં ય જે આરાધનાને ચૂકે નહિ, તે તે ઘણાં ઘણાં કર્મોની નિર્જરાને સાધી શકે. ચાલુ પ્રકારની આરાધના માત્રથી જે સધાવું મુશ્કેલ હાય છે, તે મુશ્કેલી વખતે આરાધનામાં સ્થિર રહી શકાય, તો સધાવું સહેલું બની જાય છે. જેના મારેલા માણના ઘા મતાલ નિવડચો, તેને વિશેષ પ્રકારે ખમાવે છે : ૩૩૦ શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવે, મરૂભૂતિ તરીકેના ભવમાં, ઉપશમભાવના સંસ્કારાને દૃઢ મનાવ્યા હતા; તે જ્યારે જ્યારે તેમને કમઠના જીવે હેરાન કર્યાં, ત્યારે ત્યારે તેઓ પેાતાની આરાધનામાં સુસ્થિત રહી શકયા. મરૂભૂતિ તરીકેના ભવમાં જ, શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવ, સમ્યકૃત્વને પામ્યા હતા અને એ ભવમાં જ એ તારકના જીવ પ્રત્યે, કમઠના જીવ, સ્થિર વરવાળા બન્યા હતા. એ, તે વખતે શ્રી મરૂભૂતિના મેટા ભાઇ તરીકે હતા અને વિરાગી એવા શ્રી મરૂભૂતિની ધર્મપત્નિને એણે પેાતાની વિષયવાસનાની શિકાર બનાવી હતી. શ્રી મરૂભૂતિજીને એ વાતની જાણ થતાં, એમણે, પહેલાં તે એ વાતની ખાત્રી કરી લીધી અને તે પછીથી એમનાથી એ અનાચાર સહાયે નહિ, માટે એમણે રાજાને એ વાત કરી. રાજાએ શ્રી મરૂભૂતિજીના મોટા ભાઈ–કમઠના જીવને ભારે શિક્ષા કરીને, નગરની બહાર કાઢી મૂકયો અને એમાંથી Page #348 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૩૧: તે શ્રી મરૂભૂતિજી પ્રત્યે વૈરભાવવાળે બળે. આવું પરિણામ આવવાથી, શ્રી મરૂભૂતિજીને પસ્તા થયે અને તેથી તેઓ પિતાના મોટા ભાઈને ખમાવવા ગયા; જ્યારે કમઠના જીવે તે વખતે પિતાને જાગેલા વૈરભાવના યોગે, શ્રી મરૂભૂતિજીને ઘાત કરી નાખ્યો. આમ, શ્રી મરૂભૂતિજીને જીવ ઉપશમના સંસ્કાર સાથે અને કમઠને જીવ વરના સંસ્કાર સાથે, ભવા ન્તરમાં ગયા. બન્નેના સંસ્કારએ પિતપતાનું કામ કર્યું. કમઠના જીવે શ્રી મરૂભૂતિના જીવને, જે જે ભવમાં એ બન્નેને ગ થયે તે દરેક ભવમાં, હેરાન જ કરેલ છે અને શ્રી મરૂભૂતિજીના જીવે, ઉપશમને જ અનુભવ કર્યો કર્યો છે. એક ભવમાં, શ્રી મરૂભૂતિજીનો જીવ જ્યારે મુનિપણામાં હતો, તે વખતે કમઠના જીવે તેમને બાણ માર્યું. એ બાણ વાગવાથી તેઓ નીચે પડી ગયા, પણ વિચાર કર્યો ? એમણે એ બાણના ઘાને જીવલેણ નિવડેલે જાણવા છતાં પણ, વિચાર એ જ કર્યો છે કે હું સૌને ખમાવું છું અને આ બાણ મારનારને તે વિશેષ પ્રકારે ખમાવું છું!” કેમ એમ? એના તરફ વેરભાવ આવી જવાનું મેટું કારણ હતું માટે અને આરાધનામાં એ સારે સહાયક મળી ગયે, એ માટે પણ! એ વખતે, જે એમ થઈ જાય કે હું મારી મેળે મારા ધ્યાન નમાં ઉભો હતો, ત્યાં આણે મને બાણ કેમ માર્યું?” અને એમાંથી જે ગુસ્સો આવી જાય, તે? તે, કમસત્તા એમને છેડી દે? નહિ જ. કર્મસત્તા તે કહે કે-એણે એનું હૈયું બગાડયું તે સાચું, એનું ફળ એ ભેગવશે, પણ એમાં તેં તારું હૈયું કેમ બગાડયું ? તે તારું હૈયું બગાડ્યું, માટે એનું ફળ તું પણ ભગવ!' પણ શ્રી મરૂભૂતિજીના જીવને ગુસ્સો આવ્યો Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ચાર ગતિનાં કારણે નહિ, કેમકે- એમણે પિતાના આત્માને ઉપશમભાવથી સંસ્કારિત કર્યો હતો. કેઈના ય પ્રત્યેના સ્થિર વૈરથી બચવું હોય અને કેઈ આપણા પ્રત્યે પણ જે સ્થિર વૈરવાળે બની ગયે હોય, તો એના દ્વારા આવતી આપત્તિઓમાંથી જે લાભ ઉઠાવ હોય, તે ય હૈયાને ઉપશમભાવથી ખૂબ ખૂબ સંસ્કારિત બનાવી દેવું જોઈએ. આ ભવમાં હૈયું જે સાચા ઉપશમભાવથી સુસંસ્કારિત બની જાય, તે તમારે મોક્ષ બહુ દૂર નથી, એમ માનવું. રૌદ્રધ્યાન અને તેના ચાર પ્રકાર : પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, નરકગતિના આયુષ્યના આશ્રને વર્ણવતાં ૧–પંચેન્દ્રિયપ્રાણિવધ, ૨-બહ આરંભ, ૩-બહુ પરિગ્રહ,૪–નિરનુગ્રહતા, ૫-માંસભેજન, અને ૬- સ્થિરતા, આ છને જણાવ્યા બાદ, રૌદ્રધ્યાનને પણ નરકના કારણ તરીકે વર્ણવે છે. હિંસા કરવી, અસત્ય બોલવું, ચેરી કરવી અને પરિગ્રહનું સંરક્ષણ–એ પાપક્રિયાઓ છે; જ્યારે હિંસાદિકને કરવાની ઈચ્છા, એને કરવાને માટેની વિચારણા અને એને કરવાને માટે મનમાં વિવિધ પ્રકારની યોજનાઓ ઘડવી, એ વગેરે સંબંધી જે ધ્યાન, તેને રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને સંરક્ષણાનુબંધી, એમ રૌદ્રધ્યાનના ચાર પાયા અગર પ્રકારે કહેવાય છે. આ ચાર ક્રિયાઓ, ગૃહસ્થને તે રહેવાની જ ને? હિંસા તે, ઘર, પેઢી વગેરેને પિતાનાં બનાવીને બેઠા છે, એટલે બેઠી જ છે. વયના વધ વિના, કાંઈ ઘર ચાલી શકે? ષકાયના Page #350 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ ૩૩૩ જીવોના ઘાતથી બચવાની વૃત્તિ હોય, તે પણ સંસારી ગૃહથ, તેના ઘાતથી સંપૂર્ણપણે બચી શકતું નથી. હિંસા પછી અસત્ય. તે પણ અવસરે અવસરે બેલ્યા વિના ચાલે ? કોધ, લેભ, ભય અને હાસ્યથી અસત્ય બોલાય. અસત્યથી બચવું હોય, તે એ ચારથી બચવું પડે. ક્રોધાદિકને વશ પડેલાઓ પણ અસત્યથી બચી શકતા નથી, તે પછી ક્રોધાદિકમાં આનંદ માનનારાઓ તે, અસત્યથી બચી શકે જ શી રીતિએ ? ત્યારે, જેનામાં ભાદિ જોરદાર હોય, તે ચેરી પણ તક મળે તે કરે ને? ઘર, પેઢી વગેરે જે કાંઈ હેય તેમાં અને ધન –શરીર આદિમાં મમત્વભાવ હોય, તે તેનું સંરક્ષણ કરવાને પ્રયત્ન કર્યા વિના પણ રહે નહિ ને? કેઈ કાંઈ લઈ જાય નહિ અને શરીરાદિ ઠીક ઠીક રહે, એ માટેના પ્રયત્ને તે ચાલુ જ ને? હિંસાદિ એ ચાર પાકિયાએ છે અને એ ચારને સેવવાને સતત વિચાર, એ ચારને કરવાને માટે જનાદિ ઘડવાની ધ્યાન રૂપ વિચારણા, તે વગેરેને સમાવેશ રૌદ્રધ્યાનમાં થાય છે. રૌદ્રધ્યાન, તેની તીવ્રતા અને મંદતા આદિને અંગે અનેક ભેદ - વાળું બની શકે છે: જગતમાં જ હિંસાદિ પાકિયાઓને જેટલા પ્રમાણમાં આચરે છે, તેના કરતાં હિંસાદિની વિચારણા આદિ ઘણા જ વિશેષ પ્રમાણમાં કરે છે. હિંસાદિને આચરવાને માટે તે, બીજી ઘણી સામગ્રી જોઈએ છે; જ્યારે હિંસાદિની વિચારણું તે મનની મલિનતા ઉપર આધાર રાખે છે. તમે મેટાની, રાજાની, બળવાનની એ વગેરેની હિંસા ક્યારે કરી શકે? Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ચાર ગતિનાં કારણે બળ, તક વગેરે જરૂરી સામગ્રીને વેગ હોય અગર તે તેવા પ્રકારનો વેગ તમને આવી મળે તે ને? અને નબળામાં નબળો માણસ પણ, શરીરે પણ નબળે અને સામગ્રીએ પણ નબળો–એ માણસ પણ, ગમે તેવા રાજા-મહારાજા આદિની અથવા તે મોટામાં મોટી સંખ્યાના જેની હિંસાની વિચારણા તો કરી શકે ને? તંદુલીયે મત્સ્ય ચોખાપૂર શરીરવાળો અને જીવે અન્તર્મુહૂર્તથી અધિક નહિ, છતાં આપણે જઈ આવ્યા ને કે-એ સાતમીનરકે જાય? એ પ્રતાપ કેને? રૌદ્રધ્યાનને જ એમ નહિ, પણ અતિ તીવ્ર એવા રૌદ્રધ્યાનને જ એ પ્રતાપ છે. જેની પાસે ઘણી સામગ્રી હોય, તેને રૌદ્રધ્યાનને સંભવ ઘણે છે, પણ એથી એમ સમજવાનું નથી કે-જેની પાસે સામગ્રી ઓછી છે અગર તે નહિવત્ છે, એને રૌદ્રધ્યાન ન હોય અગર તે મન્દ કોટિનું જ હોય! થિડી પણ સામગ્રીમાં જે અતિશય મમત્વભાવ હેય, અગર તે સામગ્રી ન હોય તે છતાં પણ જે “સામગ્રી હોય તે આમ કરી નાખું ને તેમ કરી નાખું”—એવી હિંસાદિગર્ભિત તીવ્ર મનેભાવના હોય, તો એનું ઘણું ગંભીર પણ પરિણામ આવ્યા વિના રહે નહિ. સ0 રૌદ્રધ્યાન નરકે જ લઈ જાય? રૌદ્રધ્યાનમાં નરકે લઈ જવાની પણ તાકાત છે. રૌદ્રધ્યાનને અતિ તીવ્ર અનુભવ કરી રહેલ આમા જે આયુવ્યકર્મને ઉપાર્જ, તે તે નરકના આયુષ્યને જ ઉપાર્જ, એમ કહી શકાય. સ0 રૌદ્રધ્યાન મિથ્યાદષ્ટિને જ હોય ? એમ પણ કહી શકાય નહિ. રૌદ્રધ્યાન અવિરત સમ્ય Page #352 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૩૫ ગ્દષ્ટિમાં અને દેશવિરત સમ્યગ્દષ્ટિમાં પણ સંભવે, પરંતુ તેમાં તરતમતા હેય. ધ્યાન રૌદ્ર પ્રકારનું હોય, પણ એમાં અતિ તીવ્ર, તીવ્ર અને મન્દ, અતિ મન્દ આદિ ભેદે ઘણા પડે. રૌદ્રધ્યાન આવી જતું હોય, તે છતાં પણ આ ધ્યાન કરવા લાયક નથી–એ જે ખ્યાલ હય, આ ધ્યાનમાં જે હું લીન બની જાઉં, તે સંસારમાં ડૂબી જાઉં—એ જે ઉપગ હોય, તે એનાથી પણ કેટલો બધે ફેર પડી જાય? જેમ, તમે હિંસાદિ જેમાં સુનિશ્ચિત છે એવી કિયાએ પણ કરે છે, પણ એ ક્રિયાઓને કરતી વખતે તમે જે વિવેકી છે, તે તમારા હિંયામાં જીવદયાને પરિણામ હોઈ શકે કે નહિ ? સળગાવવાને માટે લાકડું લે છે, તે તેમાં જીવહિંસા નથી થવાની? થવાની જ છે, પણ લાકડું લેતાં–મૂકતાં યતના જાળવે, તે તે જીવદયાને પરિણામ છે કે નહિ? હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરવાનું વિચાર કરતાં અને હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરતાં પણ, જીવદયા ન ભૂલાય અને યતનાપૂર્વક વર્તાય, એ તે બની શકે એવી વસ્તુ છે ને? હિંસાદિક થાય તેવી ક્રિયા કર્યા પછી પણ, એક જીવ એ વિચાર કરે કે હું એવા અસંયમમાં છું કે આ બધાથી છૂટી શકતો નથી. અને બીજે જીવ એ વિચાર કરે કે-“એમ પાપ પાપ કર્યું તે કાંઈ ચાલતું હશે ? ઘરમાં રહેવું ને હિંસાથી ડરવું? સાગરમાં રહેવું અને મગરથી બીવું ? એ તો હિંસાદિ કરવાં જ જોઈએ.” –તે એ બે વચ્ચે, વિચારણાની દિશાને એટલે મનના પરિણામેને કેટલું બધું તફાવત છે? એમ, ધ્યાનની તરતમતા હોય. “પૈસા ગયા–એવી ખબર આવે, તો એક માણસને એમ થાય કે-“આપણું ભાગ્ય એવું હશે અને બીજા માણસને Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ચાર ગતિનાં કારણે એવા જ સમાચાર મળવાથી મનમાં એવો વલોપાત શરૂ થઈ જાય કે-તે વખતે જેનારને એમ થઈ જાય કે–આનું હૈયું તે નહિ બેસી જાય?” કેટલાક જીવે એવા હોય છે કેપિતાની અમુક ચીજ ખવાઈ જાય, તો “હશે, એવાઈ ગઈ.' –એમ કરીને મનને વાળી લે અને એની ઉપેક્ષા કરે; જ્યારે કેટલાક છો એ ખોવાઈ ગયેલી વસ્તુને ભૂલી શકે નહિ; કેટકેટલાને વિષે શંકા લઈ જાય. ભગવાન પાસે બેઠે હેય, ત્યાં ય એને એ ચીજ ગઈ એમ યાદ આવે અને એના વિચારમાં ચઢી જાય. આ બધી વાત એવી છે કે તમે જે તમારા પરિણામને બરાબર તપાસતા રહે, તે ઝટ ખ્યાલમાં આવી જાય. પરિણામે માં કેટલીક વાર કેવી ઉગ્રતા હોય છે અને કેટલીક વાર કેવી મન્દતા હોય છે, તે સમજવા જેવું છે. રૌદ્રધ્યાન મિથ્યાષ્ટિને પણ હોય; તેમાં ઘોર મિથ્યાદિષ્ટિને પણ હોય અને મન્દ મિથ્યાત્વવાળાને પણ હોય; અવિરત સમ્યગ્દષ્ટિને પણ હોય અને દેશવિરત સમ્યગ્દષ્ટિને પણ હોય; કદાચિત્ સરાગ સંયમીને પણ હોય ત્યારે, એમાં તરતમતા કેટલી બધી હોય? એટલે, જેટલી એમાં મંદતા આવે, તેટલું સારું–એમ સમજવું જોઈએ. એટલે, રૌદ્રધ્યાન નરકનું જ કારણ બને–એમ ન કહેવાય, પણ એનામાં નરકનું કારણ બનવાની પણ ઘણી મોટી શક્તિ છે, એમ જરૂર કહી શકાય. પૈસા આવે તે પચાવવાની શક્તિ ન હોય અને જાય તો સહવાની શક્તિ ન હોય, તો શું બને? સ, જેની પાસે જે હેય, તેને તેના સંરક્ષણના વિચારો તે આવે ને ? Page #354 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૩૭ સંરક્ષણના વિચારો આવે, એમાં પણ ઘણા ભેદ પડી જાય. એક માણસ સંરક્ષણની ઈચ્છા કરે, છતાં જાય તે મુંઝાય નહિ, એમ પણ બને ને ? વિરાગી સુશ્રાવકે ય અવસર જોગ સંરક્ષણ કરે, છતાં “સંરક્ષણ કરવું પડે એવી સ્થિતિમાં રહેવું, તે સારું છે–એમ તો એ માને નહિ ને? પિસા આવે તે તેને પચાવવાની અને જાય છે તેને ખમી ખાવાની તાકાત કેટલી કેળવી છે? કેટલાકને એવું હોય છે કે-પૈસા પચાવવાની તાકાત નહિ અને પિસા મળવાનું પુણ્ય ખરૂં, એટલે એનામાં સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન ઉગ્ર પ્રકારનું પણ આવે ને? એક કડીઓ પાલખ ઉપર બેઠે બેઠો કામ કરતે હતો. ત્યાં કેઈએ આવીને એને સમાચાર આપ્યા કે–“તારી લોટરી લાગી ગઈ હજારો રૂપીઆ તને મળ્યા.” કડીઓ એ સાંભળીને પિતાના લાભને જીરવી શક્યો નહિ ! હર્ષના આવેશમાં, એ એવો આવી ગયો કે–ભાન ભૂલ્યા અને આટલા બધા રૂપીઆ મને મળ્યા ?”—એમ બોલતે, એ જ્યાં પિતાના હાથ પહેળા કરવા જાય છે, ત્યાં તે એ પાલખ પરથી નીચે ગબડી પડ્યો અને જે એ પડયો, તે તરત જ મરી ગયે. પાત્રતા વગરના જે હોય, તેઓને ધન મળી જાય, તે હવે એ મારી પાસેથી જ જવું જ નહિ જોઈએ”—એવી ધુનમાં આવી જાય ને ? તો ત્યાં સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કેવા ઉગ્ર પ્રકારનું હોઈ શકે? તેથી વિચાર કરો કે પૈસા મળ્યા છે, એટલે મારું એ પ્રકારનું પુણ્ય તો છે, પણ પૈસાને પચાવવા જેવું હૈયું મારી પાસે છે કે નહિ ?' પચાવવાનું હૈયું ન હેય, તો શું થાય? સાચવવાને માટે, કાંઈ કાંઈ વિકલ્પ કર્યો ૨૨. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ચાર ગતિનાં કારણે કરે. એનું મન, ત્યાં ને ત્યાં જ આંટા માર્યા કરે. એમાં જે પિસા જાય, તો શું થાય? પિસા આવે તે લેવાના જેમ કેડ છે, તેમ જાય તો સહવાની શક્તિ પણ છે કે નહિ? સહવાની શક્તિ નથી હતી ને પિસા જાય છે, તે રૌદ્રધ્યાન જોરદાર બની જાય છે. હૈયું બહુ ક્રૂર બની જાય છે. “કેણ લઈ ગયું હશે ? જે લઈ ગયો હોય, તે જે હાથમાં આવી જાય, તે એને જરા ય જતો કરું નહિ! આવા ચેટ્ટાઓને તે ઠેકાણે પાડયા જ સારા !”—આવા આવા તે કેટલાય કૂરતાભર્યા વિચાર કરી નાખે. પિસા લઈ જનારને શેધવાને માટે ય પિસા ખર્ચે ! કહેવાય છે ને કે-ખાતર પાછળ દીવેલ ! પૈસા લઈ જનારને શેધી કાઢવાને માટે પૈસા ખર્ચને જાય અને “એ પકડાઈ જાય તે એનું શું શું કરી નાખવું –એના વિચારો પણ કરતો જાય. આવેશમાં ને આવેશમાં, તે, જે પૈસા ગયા હોય તેના કરતાં પણ વધારે પૈસા, એ પૈસાને લઈ જનારને શોધવાની પાછળ ખર્ચી નાખે, એમ પણ બને ! આમ, પૈસા ય ગુમાવે અને રૌદ્રધ્યાનના ગે પાપે પાર્જન પણ કરે ! એમ છતાં ય, પેલો ન પકડાય, એવું પણ બને ને? પેલો પકડાય નહિ, એટલે આ વળી વધારે રૂએ! આવા વખતમાં જે આયુષ્યને બંધ પડી જાય, તો તે ક્યી ગતિના આયુષ્યનો બંધ પડે, એ વિચારી જુઓ! પૈસા આવવાનું પરિણામ પિસા પણ વિકિને પગે; બાકી છે, એ આવે ને જીવને પસા પણ ભારે રૌદ્રધ્યાનને સ્વામી બનાવી દે. પૈસાવાળો થયો, એટલે ન થયો. એટલે એ સૌને અવિશ્વાસુ બની જાય અને ગમે તેવા સારા માણસ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ પહેલા ભાગ ઉપર પણ શંકા લઈ જતાં વાર લગાડે નહિ. એ તે ‘ વ શ્વાસઃ શ્રિયો મૂલમ્ '–એવા વાકચને ખરાખર યાદ રાખી લે અને એના અમલ પણ કર્યાં કરે. કેટલા ય એવા દાખલાઓ છે કે-જ્યારે સામાન્ય સ્થિતિ હતી, ત્યારે આખું કુટુંમ લ્હેર કરતું હતું અને પૈસા આવ્યા, એટલે મિત્ર જેવા ભાઈ ઓ પણ વૈરી જેવા દેખાવા લાગ્યા. નાણાં આવે, એટલે નમ્રતા જાય અને ખુમારી આવે. નાના જોડે બેસવું ગમે નહિ. સાથે એસવાને માટે સમેાવડીઓ જોઈ એ; એટલે, સામાન્ય સ્થિતિના સગા જેમ ન ગમે, તેમ સાધર્મિક પણ ન ગમે. એલચાલની રીત પણ ફરી જાય, કેમ કે—પૈસાના નશે। ચઢી જાય છે. જેમ વધારે ખવાય તા આફ્ા ચઢી જાય ને ?, તેમ પાત્રતા કરતાં પૈસા અધિક મળી જાય, તેા મગજ ઠેકાણાસર રહે નહિ ને ? તમને પચે તેટલું મળ્યું છે કે એથી વધારે મળ્યું છે? પૈસાદાર થતાં પહેલાં તમારૂં જે હૈયું હતું, તેમાં પૈસા આવ્યા પછી, ખગાડા થયેા છે કે સુધારા થયા છે? હિંસાદિકની ચેાજનાઓ ઘડવામાં મગજ વધારે રાકાએલું રહે છે કે એને ઘટાડવામાં મગજ વધારે રોકાએલું રહે છે ? કેળવીને અસત્ય મેલા ને? મારી પાસે પૈસા અધિક છે' એવું જો કોઇ જાણી જાય, તા મારી પાસે પૈસા માગે, એવી કલ્પનાથી પણ તમે જુઠ્ઠું આલા ને ? અને તે પણ ચેાજનાપૂર્વકનું જીરું પણ ખેલા ને? પેાતાની પાસે હોય ઘણું અને ઘણું છે એમ બતાવવું ના હોય. તથા થાડુંક જ છે—એમ બતાવવું હોય, તેા એ માટે, કેટકેટલું જીરું કેટકેટલું કેળવીને ખેલવું પડે ? સંરક્ષણની વૃત્તિ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ચાર ગતિનાં કારણે બહુ હોય, તો ધર્મસ્થાનમાં પણ એવું કેળવીને બેલે કે તમે ધારે છે તેવું મારી પાસે છે જ નહિ.” મનમાં તે સમજે છે કે આ ધારે છે તે કરતાં ય મારી પાસે વધારે છે, છતાં બેલે શું? “ધારે છે તેવું નથી!” ઘરમાં કઈ ખાનગીમાં પૂછે કે-“કેમ આવું બોલ્યા?” તે કહે કે એમ બેલીએ નહિ, તે છોડે નહિ!” મનમાં ય વિચાર કરે કે ઠીક થયું કે આવું બે, એટલે બચી ગયે!” જનાપૂર્વક અસત્ય બોલે અને પછી તેની અનુમોદના પણ કરે ! મંદિર, ઉપાશ્રય આદિમાં પૈસા આપતાં બચી જઈએ તે સારું ને ? એવું કરવામાં બચી જઈએ છીએ કે ભારે ફસાઈ જઈએ છીએ, એ વાત બહુ વિચારવા જેવી છે. તમને રૌદ્રધ્યાન તે હોય, પણ સાવધ છે કે નહિ? જેમનું રૌદ્રધ્યાન મંદ પડ્યું હોય, તેવા અભવી અને દુર્ભવી, કઈ પણ તેવા પ્રકારની ધર્મકિયાએ આદિના પ્રતાપે સ્વર્ગાદિકમાં પણ જાય છે, એટલે રૌદ્રધ્યાન હેય તેટલા માત્રથી ગભરાઈ જવાની જરૂર નથી, પણ તપાસવું એ જોઈએ કે-આપણું રૌદ્રધ્યાન ઉગ્ર કેટિનું છે કે મન્દ કેટિનું છે? રૌદ્રધ્યાનમાં આવી જવાય, તે તે હૈયાને ખટકે છે કે નહિ? એ માટે, આ વાત છે કેતમને જે પૈસા મળ્યા છે તે તે પુણ્યને મળ્યા છે, પણ જે પૈસા મળ્યા છે અગર મળશે, તેને પચાવવાની તાકાત તમારા હૈયામાં છે કે નહિ? ધર્મગુરૂને સઘળી સ્થિતિ જણાવવી પડે? તમે કદાચ બીજે ગમે તેમ બોલતા હે, પણ ધર્મગુ-- રૂઓની પાસે તે સાચી વાત કરે ને? Page #358 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ' સ્થિતિ હોય તેવી મારા ઉગારા કેમ જેટલા ભગવાનના સ૦ ધર્મગુરૂઓની સાથે સંસારની વાત કરવાની હોય ? ધર્મગુરૂઓની પાસે, સંસારની વાત, સંસારના હેતુથી કરવાની ન હોય, પણ સંસારથી છૂટવાને માટે તા કરવાની હાય ને ? ધર્મગુરૂઓની પાસે તે, પેાતાની જેવી દેખાડી દઈ ને, · આ સ્થિતિમાં હું છું, તા થાય ? ’–એમ પૂછવું જોઇએ. આમ તા શાસનના સાધુ, એટલા બધા ધર્મગુરૂ; પણ જે ધર્મગુરૂથી આધ પામ્યા અને ધર્મને લેવાની ઈચ્છા થઈ, તેમની પાસે તા અધી વાતના એકરાર કરવા જોઈએ ને? સમ્યકૃત્વના દાનમાં પણ, એ વિધિ છે કે-જેને સમ્યક્ત્વ ઉચ્ચરવું હોય, તેણે સમ્યક્ત્વ ઉચ્ચરતાં પહેલાં, ધર્મદાતા ગુરૂની પાસે પેાતાની સઘળી ય સ્થિતિ રજૂ કરી દેવી જોઈએ. એ વિના, સમ્યક્ત્વ ઉચ્ચરાવાય નહિ. પ્રાયશ્ચિત્ત માત્ર લેવું હાય, તેા પણ જે પાપનું પ્રાયશ્ચિત્ત લેવું હોય, તે પાપને કેવી કેવી રીતિએ સેવ્યું, તે પાપ કરતાં પહેલાં કેવું વિચાર્યું અને તે પાપ કર્યાં પછીથી કેવું વિચાર્યું, એ વગેરે બધું જ વિગતવાર વર્ણવવું જોઈએ. ધર્મગુરૂ પ્રાયશ્ચિત્ત આપતાં પહેલાં, ફરીથી પણ એ વિગતાને પૂછે અને પ્રાયશ્ચિત્ત લેનારે તે ફરીથી પણ કહેવી જોઈ એ. સમ્યક્ત્વ અપાય-લેવાય તેથી લાભ ૩૪૧ સ૦ સમ્યક્ત્વ, એ શું આપવા-લેવાની ચીજ છે? વિધિપૂર્વક ચાગ્ય જીવને ચેાગ્ય ગુરૂ દ્વારા સમ્યકૃત્વનું ઉચ્ચારણ કરાવાય, તે તે પણ સમ્યક્ત્વ ન હોય તેા ૫માડનાર બને છે. સમ્યક્ત્વ ખરાખર ઉચ્ચરે અને એની મર્યાદા જાળવ્યા કરે, તે એમાંથી પણ સમ્યગ્દર્શન માટે જરૂરી પિર Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ચાર ગતિનાં કારણે ણામ પેદા થાય. જેમ સાધુને આઘે. યેગ્ય જીવને આ એ આપે છે, તે આ એઘાના ગે પણ, આ ઘાને હાથમાં લેનારા ભાગ્યવાનના આત્માના પરિણામે ઉપર, એવી અસર પેદા થવા પામે, કે જેને લઈને સર્વવિરતિના પરિણામ ન હોય, તે તે આવે અને હોય તો તે ટક્યા રહે. એઘ હાથમાં હોય, તો તે કેટલાં ય પાપકર્મોથી કે. એને સીનેમા જોવાનું મન થઈ જાય, તે પણ એ જેવા જઈ શકે નહિ અને પાછું મન ઠેકાણે આવી જાય. રાત્રે બહાર ભટકવાનું મન થઈ જાય, તો ય તે બહાર નીકળી શકે નહિ અને પાછું મન ઠેકાણે આવી જાય. એ હાથમાં રાખીને પણ જે આની મર્યાદાને ચૂકે, એની વાત જુદી છે; બાકી, આ વેષ એ છે કે-આત્મામાં જે લાયકાત હોય, તે સર્વવિરતિના પરિણામ ન હોય, તે પેદા કરવામાં મદદગાર થાય અને સર્વવિરતિના પરિણામે હોય, તો તેને સ્થિર કરવામાં તથા જતા અટકાવવામાં મદદગાર બની જાય. આ વેષ વગર સાધુ પણાનું પાલન થઈ શકે નહિ. કેઈ જીવ વિશેષ એમ ને એમ કેવલજ્ઞાન પામી જાય, એ વાત જુદી છે; પણ સર્વવિરતિના પરિણામે જે પ્રગટ્યા હોય, તો તે પરિણામોને ટકાવવાને માટે આ વેષ જરૂરી છે. આ વેષ અપાય છે, તે શું કહેવાય ? સાધુપણું આપ્યું ને સાધુપણું લીધું, એમ જ બોલાય છે ને? તે તમે એ વિચારે કે–સાધુપણું, એ હૈયાની ચીજ છે કે તે આપવા-લેવાની ચીજ છે? સાધુપણું, એ વસ્તુતઃ હૈયાની જ ચીજ છે, તે છતાં પણ વેષની મહત્તા કેટલી? તેમ સમ્યકૃત્વ પણ આપી શકાય અને લઈ શકાય. ચોગ્ય રીતિએ એ જે અપાય, લેવાય અને પળાય, તે એથી લાભ જ થાય. Page #360 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૪૩ ધર્મના દેનાર અને ધર્મના લેનાર અંગેની ચતુર્ભગીમાં કર્યો ભાંગે સૌથી સારે ? વાત તે એ હતી કે જેણે સમ્યક્ત્વ ઉચ્ચરવું હોય, તેણે સમ્યકત્વદાતા ગુરૂની પાસે પોતાની આન્તરિક અને બાહ્ય સર્વ સ્થિતિને યથાસ્થિત રૂપમાં એકરાર કર જોઈએ. સહ આજે આટલી કાળજી રખાય છે? જેટલે અંશે, જેના તરફથી, જેટલી કાળજી ન રખાતી હોય, તેટલે અંશે ભૂલ થાય છે, એ ચોક્કસ બીના છે. આજે આ બાબતમાં પણ બહુ અવિધિ ચાલી રહ્યો છે, એ કબૂલ્યા વિના ચાલે તેમ નથી. એની પણ ચતુર્ભગી છે. લેનાર અને દેનાર–બને ય જણા, જે લેવાય છે અને જે દેવાય છે, તેના સ્વરૂપને જાણનારા હોય; જે લેવાય છે અને જે દેવાય છે, તેના સ્વરૂપને દેનાર જાણકાર હોય, પણ લેનાર જાણકાર ન હોય; જે લેવાય છે અને જે દેવાય છે–તેના સ્વરૂપને દેનાર જાણકાર ન હોય, પણ લેનાર જાણકાર હેય, અને જે લેવાય છે અને જે દેવાય છે-તેના સ્વરૂપને જાણકાર, ન તો લેનાર હોય કે ન તે દેનાર હેય! આ ચાર ભાંગાઓમાં, તદ્દન નકામે છેલ્લે ભાંગે છે અને સૌથી સારો પહેલો ભાગ છે. જે લેવાય છે અને જે દેવાય છે તેના સ્વરૂપથી અને જાણકાર હોય, તે એમાં અધિક લાભ થાય; અને બન્ને ય અજાણ હોય, તો એથી શું નુકશાન થાય, તે કહી શકાય નહિ. જેમ વેપારી પ્રમાણિક અને ગ્રાહક હુંશીયાર હેય, તે સૌથી સારું. વેપારિને હંમેશને ગ્રાહક મળી જાય એટલે વકરો વધે અને ગ્રાહકને જે માલ લીધે તેની પિછાન હોય, તો તે એને કરે ઈ ઉપગ કરી Page #361 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનાં કારણેા શકે. ગ્રાહક અજાણ હાય, પણ વેપારી પ્રમાણિક હોય ત્યાં સુધી ગ્રાહક છેતરાય નહિ, પણ ગ્રાહકને ભૂલમાં પડી જવાનો સંભવ ઘણા. વેપારી અપ્રમાણિક હોય ને ગ્રાહક ચતુર હોય, તા ગ્રાહક છેતરાય નહિ, જોઇતા માલ લઈ લે અને પછી બીજો વેપારી શેાધી લે. જ્યાં વેપારી અપ્રમાણિક અને ગ્રાહક ભેાંઠ હાય, ત્યાં ગ્રાહક લૂંટાઈ જાય. તમને કેવા ગ્રાહક ગમે ? અપ્રમાણિક વેપારિને તેા મૂર્ખ ગ્રાહક જ ગમે ને ? ગ્રાહકે પૈસા આપીને માલ લેવાનો છે, માટે સાવધ બહુ રહેવું પડે ને ? તમે પૈસા ધીરતાં કે હિસાબ ચૂકવતાં, સામાની પેઢી સારી હાય, આબરૂદાર હોય, તે છતાં પણ એ પેઢી તરફથી પૈસા લેવા આવનારા દાધારંગો હાય, તા તેને પાછો કાઢો ને ? સામા પેઢીવાળાને પણ કહો ને કે-માણસ તે જરા સારા મેકલે!? તમે જે લેવડ-દેવડ કરા, તે સમજથી કરી ને ? એણે શું આપ્યું ને મેં શું લીધું અથવા મેં શું આપ્યું અને એણે શું લીધું-એની અમને ગમ નથી, એમ બેમાંથી એકે ય કહે ખરા ? નહિ જ, તેમ ધર્મની વાતમાં પણ લેનાર–દેનાર અન્નેએ પેાત પેાતાના અધિકાર આદિને સમજવા જોઈએ. ૩૪૪ સ૦ આવી વાત ધર્મગુરૂએ સમજાવવી જોઈ એ ને ? ધર્મગુરૂની એ કજ છે, પણ જેમ અપ્રમાણિક વેપારી ગ્રાહકને મૂર્ખ બનાવવાને ઈચ્છે, તેવું અહીં પણ એવું ભળતું જ કાંઈક બને, તેા એ પણ શકય જ છે. અપ્રમાણિક વેપારી કાંઈ ‘હું અપ્રમાણિક છું ’–એમ કહે નહિ; ગ્રાહકે જ પરીક્ષા કરવી પડે; તેમ, ધારા કે ધર્મગુરૂએ તમને ન સમજાવ્યું હોય, પણ તમે જો ધર્મના અર્શી હોત, તા તમે પૂછ્યા વિના કેમ રહ્યા હોત ખરા ? Page #362 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ ૩૪૫ વ્યવહારમાં ને ધર્મસ્થાનમાં ય અસત્ય : તમે પૈસાદાર હો, ત્યારે તમારી ખરી સ્થિતિને છૂપાવવાનું તમને કેટલું બધું મન થાય છે ? પૈસાદાર તરીકેની આબરૂ હોય અને પૈસા રહ્યા ન હોય, તેવા વખતે લોકના પૈસાથી પિસાદાર તરીકેની આબરૂને સાચવી રાખવાને માટે, કેટકેટલાં અસત્યોને કેળવીને બેલો છે? અને, જ્યારે પાસે પૈસા હોય, ત્યારે ય કોઈને પૈસા આપવા ન પડે–એ માટે, કેટકેટલાં અસત્યને કેળવીને બોલો છો? તમારી સ્થિતિ, મોટે ભાગે, તમે તમારા અંગત મિત્રથી પણ છૂપાવવાને માથે ને? ઓછી સ્થિતિવાળાને તે ન કહે, પણ સરખે સરખાને પણ પિતાની સ્થિતિ સાચા રૂપમાં જણાવે નહિ, કેમ કે-જે એ જાણે, તે અવસરે માગી બેસે ને ? જ એની સાથે બેઠા હોય, સાથે ખાધું-પીધું હોય, સ્નેહ-સંબંધની ઘણું ઘણી વાતે કરી હોય, છતાં એને ય એની જરૂર વખતે આપવાની ઈચછા હોય નહિ! આવા માણસેનો વ્યવહાર, કે હોય છે? આ પેલાને શેઠ કહે અને પેલો આને શેઠ કહે! પૈસા બચી જાય, એ માટે કેળવી કેળવીને અસત્ય બલવાની કુટેવ, ધર્મસ્થાનોમાં ય તમારો પીછો છોડે નહિ, તે એ કેટલું બધું ખરાબ કહેવાય? મંદિરમાં કે ઉપાશ્રયમાં કોઈ ઉછામણી થતી હોય અને તેમાં વધતે વધતે ભાવના ટકી ન શકે એટલે અટકી જાવ, ત્યારે કોઈ પૂછે કે શેઠ તમે આગળ કેમ વધ્યા નહિ?” એ વખતે તમે શું કહો? એવા વખતે, પિતાની સ્થિતિ પહોંચતી હોવા છતાં પણ, ધીમે રહીને પોતાની સ્થિતિ પહેચતી નથી–એવું બતાવી દેવાની કુનેહ નહિ વાપરનારા કેટલા? Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ચાર ગતિનાં કારણે ઉછામણીમાં ન બેલિવું હોય, ત્યારે સ્થિતિ ખરાબ છે એવું, બતાવી દેનારા કેટલા? બેલે શું? “હમણાં વહેપાર-ધંધા કેટલા બધા ખલાસ થઈ ગયા છે? સૌને અત્યારે કમાણી છેડી છે અને ખર્ચ ઘણે છે.” ખરી વાત એ હોય કે–બીજાઓના વહેપાર ધંધા ન ચાલતા હોય, પણ એનો ચાલતો હોય. એ કમાણી જ કરતે હોય, પણ સફતથી બેલીને છટકવાનો પ્રયત્ન કરે. એના બદલે સાચું કહે કે-“સ્થિતિ છે, પણ ભાવ જાગવો જોઈએ ને?” તે શું વાંધો આવે? પણ ત્યાં આબરૂ સાચવવી છે. કયી આબરૂ? પાસે ઘણા પૈસા છે કે મારી સ્થિતિ સારી છે, એવી આબરૂ નહિ; પણ એવી આબરૂ કેમારી પાસે સગવડ હોય, તે આમાં દીધા વિના અગર તો વધુ દીધા વિના હું રહું જ નહિ!” આવી આબરૂ મેળવવાના અને એને સાચવવાના મનમાં કંડ છે, એટલે, શ્રી જિનમંદિરાદિ ધર્મસ્થાનોમાં પણ, કેટલાક કેળવેલું અસત્ય બેલવાની ભૂલ કરે છે. ધન સાચવવાની વૃત્તિ શું સર્જે છે? - પિતાનું જે કાંઈ હોય, તેને સાચવી–સંભાળી રાખવાની ઈચ્છામાંથી, તે ઈચ્છાને સફલ કરવાના હેતુથી જે ધ્યાન જમે, તે પણ રૌદ્રધ્યાન છે. પેલી ઈચ્છા જેટલી પ્રબળ હોય, તેટલું આ ધ્યાન પણ ઉગ્ર બને ને ? એના ગે, કેટકેટલાં અસત્ય બોલાય? જે મળ્યું અને મળે, તેને સાચવી રાખવાની બુદ્ધિ પણ કેટકેટલાં પાપોમાં ફસાવે? હિંસા, અસત્ય અને ચોરી વગેરે પાપ, એ કરાવે ને? એ પાપે તે કરાવે ત્યારે કરાવે, પણ તે પહેલાં મન કેવું બને ? સાચવવાને માટે, કેવા કેવા Page #364 -------------------------------------------------------------------------- ________________ ३४७ પહેલે ભાગ સંગોમાં શું શું કરવું જોઈએ, એના ધ્યાનમાં લાગી જાય, તે હિંસા, અસત્ય, ચેરીના કેટકેટલા ઘાટ ઘડી નાખે? જે ચેર આમથી લેવા આવે તે આમ ઠાર કરે, એમ પણું થાય કે ? કઈ પૂછશે ત્યારે આમ કહીશ, એવો અસત્યનો પણ વ્યવસ્થિત વિચાર થાય કે? અહીં ભયનું કારણ બને અને બીજે ધનને ખસેડવાની જરૂર હોય, તે કેઈને જણાય. નહિ અગર દાણ વગેરે ભરવું પડે નહિ, એ માટે ચેરી કરવી અને તે અમુક અમુક રીતિએ કરવી, એમ પણ થાય છે? હિંસાની ક્રિયા, અસત્યની ક્રિયા અને ચારીની કિયા કરતાં પણ, સંરક્ષણની વૃત્તિથી ધ્યાનમગ્ન બની, હિંસાદિની યોજનાનું તમે ચિતન અને ઘડતર કરે, એ વધારે ખરાબ છે, એમ લાગે છે? પરિગ્રહને લાભ કેટલે ભૂડે છે? લકમી આવી ન હોય પણ આવવાની હોય, છતાં એને આમ સાચવીશ ને તેમ સાચવીશ, એને સાચવવાને માટે આમ કરીશ ને તેમ કરીશ, એવું ધ્યાન આવી જાય ખરું કે ? આવું રૌદ્રધ્યાન તીવ્ર પ્રકારનું બને તે નરકાદિનું કારણ બને છે, એવું જાણનારે, એવું ધ્યાન ન આવે તે માટે વિચારે ઉપર કાબૂ રાખવાને પ્રયત્ન કર્યા કરે ને ? મળેલા ધનાદિના સંરક્ષણને પ્રયત્ન કરે, તે પણ, એ માટે જેમ બને તેમ મન દૂષિત ન થવા પામે તેની કાળજી રાખે ને? જેમ વિવેક વધારે, તેમ પાકિયા કરવા છતાં પણ, એ કર્યા પહેલાં, એ કરતી વેળાએ અને એ કર્યા પછી પાપવિચારે ઓછા અને “ઠીક નથી કરતો” વગેરે. વિચારો વધારે, એમ બને ને ? રૌદ્રધ્યાન નરકનું કારણ હોવા છતાં પણ, સમ્યગ્દષ્ટિને, વ્રતધારી શ્રાવકને અને સાધુને ય એ ન જ હોય –એવું નહિ; એટલે, એની જેટલી મંદતા થાય તેટલું સારું, Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ચાર ગતિનાં કારણે એમ સમજાય છે ને ? સમ્યગ્દષ્ટિ આદિને રૌદ્રધ્યાન આવી જાય, પણ એ જન તો એ ન આવે એની કરે ને ? એનું લક્ષ્ય, એ રૌદ્રધ્યાન ભૂલેચૂકે પણ ન આવે, એ તરફ હેય ને ? તમે પણ હવે તે રૌદ્રધ્યાનથી બચતા રહેવાની કાળજી અવશ્ય રાખવાના ને ? ધર્મસ્થાનોમાં આવતી ટીપને બંધ કરાવવાનો વિચાર કરે ' 'એ ય શોભે નહિ? આજે કેટલાકની ફરિયાદ છે કે-“ધર્મસ્થાનમાં પૈસાની ટીપ ન આવે તો સારું. પૈસાની ટીપ આવશે, તે લેક આવશે નહિ.” પણ એટલો વિચાર કરતા નથી કે ધર્મસ્થાને, એ તે દાનાદિકનાં સ્થાને છે. ધર્મસ્થાનોમાં દાન, શીલ, તપ અને ભાવ-એ ચારે ય પ્રકારને ધર્મ શક્તિ, સામગ્રી અને અધિકાર આદિ મુજબ સેવવાને હોય. દાનાદિક માટેનાં આ સ્થાનેમાં, દાન લેવાને માટે કઈ આવે, તે તેને નિષેધ કેમ કરી શકાય? તમારી શક્તિ ન હોય, તે આવનારને શક્તિ નથી–એમ કહેવું જોઈએ, ઓછી શક્તિ હોય, તે ઓછું પણ ઉલ્લાસથી આપીને હાથ જોડવા જોઈએ; પણ “કેઈએ ધર્મકાર્ય માટે ટેપ કરવાને અહીં આવવું નહિ ”—એમ કહેવાય નહિઃ કેમ કે-આ સ્થાને તો શક્તિ મુજબ દાનાદિ કરવાને માટેનાં જ છે. શક્તિ, સામગ્રી અને ભાવના હોય, તે આ સ્થાનમાં ટીપ કરવાને માટે જેઓ ન આવતા હોય, તેઓને પતે બેલાવવા જોઈએ. અહીં તે, શક્તિ-સામગ્રી હોય તેણે, દાનાદિકના ભાવથી અગર તે દાનાદિકના ભાવને પેદા કરવાને માટે પણ દાનાદિક કરવાં જોઈએ. આવો વિચાર Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ પહેલે ભાગ આવવાને બદલે, હવે વ્યાખ્યાન વખતે ટીપ કરનારાઓ ન આવે, એવી વ્યવસ્થા કરવી જોઈએ”—એવો વિચાર કેમ આવ્યો? આજે ટીપે વધી ગઈ છે–એ સાચું; મેટે ભાગે સ્થિતિમાં મેટો ફેરફાર થઈ ગયે છે–એ પણ સાચું; ખર્ચા ઘણી રીતિએ વધી ગયા છે–એ પણ સાચું; પરન્ત ભાવનામાં મોટું અને ખોટું પરિવર્તન આવી ગયું છે, એ પણ એટલું જ સાચું છે. ભાવનામાં પરિવર્તન આવી જવાથી, જે ખર્ચાઓ ખરેખર ઘટાડવા જેવા છે, તે ખર્ચાઓને ઘટાડવાના પ્રયત્નમાં લાગી જવાને બદલે, દાનાદિક ન કરવાના પ્રયત્નોમાં લાગી જવાયું છે અને તે અધોગતિની નિશાની છે. તમે જરા ડાહ્યા થઈને. વિચાર કરશે, તે તમને પણ આ વાત સમજાશે. જેનના હૈયામાં દાનાદિકના નિષેધનો વિચાર આવે ખરે? જેનને તે એમ થયા કરે કે-“મારા ખાવાના ભાણુમાંથી પણ હું કેઈને થોડું કે ય આપી શકું તો સારું !” જે જૈનો એમ માનતા હોય કે-દાનાદિકમાં જે લક્ષ્મી વગેરે વપરાયું તે જ સફલ છે, તે જૈનો ટીપ કરનારાઓને આવવાનો નિષેધ કરવાની વિચારણા કરે, તે કેમ શેભે ? આજે જેટલી શક્તિ ઘટી. છે, તેના કરતાં ભાવના વધારે ઘટી છે. આવા કાળમાં તે, દાનાદિકની ભાવનાને ખૂબ જ ઉત્તેજિત કરવી જોઈએ. એમ થવું જોઈએ કે વિષમ કાળ આવ્યું છે. ક્યારે લૂંટાઈ જઈશું, તેની ખાત્રી નથી. કેને દઈ દેવા પડશે તે સુઝતું નથી. એને બદલે, સંતોષથી બેસી જાઉં અને વધારાનું જે કાંઈ હોય તેને સદુપયોગ કરી લઉં ! આગેવાનોનું શાણપણ : - જ્યાં આગેવાને ડાહ્યા હોય છે, ત્યાં આવી ભાંજગડ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ચાર ગતિનાં કારણે ઉભી થતી નથી. ટીપ કરવાને માટે બહારગામથી જે ભાઈએ આવે, તેને આગેવાને ઘરે લઈ જાય અને આદરથી જમાડે. પછી, બધી હકીકત પૂછી લે અને જુએ કે-હમણાં ટીપમાં વધારે નાણાં ભરાય તેમ નથી, તે એવી રીતિએ વાત કરે કે–સામાના હૈયામાં આરદભાવ જન્મે. એ કહે કે “તમે અહીં ટીપ લઈને આવ્યા તે બહુ સારું થયું; અમને સારા કામમાં બે પૈસા ખર્ચવાની તક તમારા આવવાથી મળી, અહીં બધાની સ્થિતિ સારી હોત, તે તમારું કામ અહીં જ પતાવી દેત; પણ હમણાં સંગે અનુકૂળ નથી, એટલે તમે ધારી હોય તેવી મેટી ટીપ અમે ન કરી આપી શકીએ, તે તેથી દુઃખ લગાડશે નહિ; તમે આવ્યા છે, એટલે તમને ફુલ નહિ તે ફુલની પાંખડી પણ અમે આપીશું, પણ તમે ઓછું મળ્યું માનીને નિરાશ થશે નહિ!” આમ તેમને સમજાવી દે અને સંઘમાં વાત મૂકીને શક્તિ મુજબ ટીપ ભરાવી આપે. આવનારાઓ ઘણું લેવાની આશાએ આવ્યા હોય અને મળે થોડું-એમ બને, પણ આગેવાને વર્તે એવી રીતિએ કેપેલા નિરાશ થવાને બદલે ખૂશ થઈને જાય ! મોટી આશા રાખવામાં પતે ભૂલ કરી હતી-એમ એમને લાગે, પણ થોડું આપનાર માટે દુઃખ લાગે નહિ ! જ્યાં જાય ત્યાં એ વાત કરે કે-“અમુક ગામે ગયા હતા. ત્યાં આગેવાન શેઠીયાઓ બહુ સમજુ ! ટીપ તો મટી થઈ શકે તેમ નહોતું, પણ એમણે જે પ્રેમ બતાવ્યો, તે વિસરી શકાય એવું નથી !” તમે આવું તે કરી શકે કે નહિ ? આજે ટેપ કરવા આવનાર ક્યાં ઉતર્યા છે અને ક્યાં જમે છે, તેની ચિન્તા તમે કરો ખરા ? એમને જોઈને “આ આવ્યા તે બે પૈસા Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ પહેલો ભાગ સારા માર્ગે ખર્ચાશે”—એમ થાય ખરું? “આમ તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે–ખર્ચવાને ઉલ્લાસ ન આવત, પણ ઠીક થયું કે આ આવ્યા, એટલે થોડું પણ સારા માર્ગે ખર્ચાશે.... આવી રીતિએ વિચાર કરો ખરા ? શક્તિ તે નાશ પામી રહી છે, કેમ કે-પુણ્ય ખૂટતું હશે; પણ તમે તમારી મેળે તમારી ભાવનાને અને બીજાઓની ભાવનાને પણ નાશ કરી નાખવાનું પાપ, શું કામ વહોરી રહ્યા છે? ગરીબ પૈસે દુઃખી અને શ્રીમંત હૈયે દુઃખી કેટલાકને તો, પસાની પ્રાપ્તિ ચાલુ હોવા છતાં પણ, લોભે એટલા બધા ઘેર્યા છે કે–ઘણાને આ વાત ગમતી નથી; એટલે આ વાત મૂકી છે કે-જેટલા પિસા પામવા જેગું પુણ્ય છે, તેટલા પૈસાને પચાવવા જેગું હૈયું છે કે નહિ? પિતાની મને દશા કેવી છે, એ જાણવાનું આ એક માપક યંત્ર છે. પિસા આવે, એટલે એને હૈયામાં ઉસેક ન આવે, નાનાએને અનાદર કરવાનું મન થાય નહિ; હિંસાદિકથી ભરેલા ધંધાઓને સર્જવાની અથવા તો એવા ધંધાઓમાં ઠેકેદાર બનવાની રૂચિ થાય નહિ; અસત્યાદિ તરફનું વલણ વધે નહિ; તેમ જ, જ્યારે પણ પોતાના પૈસાથી કોઈના દુઃખનું નિવારણ કરવાની તક આવી લાગે, ત્યારે આનંદ થાય; ધર્મસ્થાનમાં લક્ષમી વાપરવાના મનોરથો પ્રગટે; પસે જાય તે ય ખમી ખાવાનું મન થાય; આવું આવું કાંઈ મનમાં છે કે નહિ? કે પછી, એક પૈસા જ મળી ગયા છે? મોટે ભાગે તે આજે એવી હાલત જણાય છે કે–ગરીબ મુખ્યત્વે પેસે દુઃખી છે અને શ્રીમંત મુખ્યત્વે હૈયે દુઃખી છે. પેલો પૈસે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર ચાર ગતિનાં કારણે નથી માટે જ્યાં-ત્યાં આગળ આવી શકે નહિ અને આ પસે સાચવી રાખવાને માટે “આગળ આવીએ તે પૈસા આપવા પડે ને?આવું વિચારીને, પૈસા નહિ આપવા પડે, એ માટે સતાતે ફરે. ગરીબ પૈસા નથી માટે દીન બને છે અને શ્રીમંત પિસા દેવા પડે નહિ, એ માટે દીન બની જાય છે. પિસાના રક્ષણ માટે આવી જનાઓ ઘડ્યા કરનારા છે, રૌદ્રધ્યાનથી ખૂબ ખૂબ રીબાતા હેય, તે તે સ્વાભાવિક છે. આ કોઈ સાદાઈ નથીઃ શ્રીમંત હોવા છતાં પણ, જે છે રૌદ્રધ્યાનથી ખૂબ રબાતા હોય છે, તેઓ સુખે ખાય પણ નહિ અને સુખે ખાવા દે પણ નહિ! એનાં છોકરાંઓ અને એના ઘરનાં બીજા માણસે એના પાપે ચેરી આદિ કરતાં શીખે છે. એ બહાર જાય, એની એ રાહ જોતા હોય છે અને જ્યાં જરાક એ મેલવા-મૂકવામાં ભૂલ કરે કે–આ ઉઠાવી લેવાને તૈયાર હોય છે. આ પૂછે તે એના અંગત સંબંધીજને પણ એની બીકને લીધે ખોટું બોલે. આવી સ્થિતિ જે વધી જાય છે, તે ખૂદ એના નિકટના સગાઓ, સગા છોકરાઓ પણ, એના મરણને ઈચ્છે છે. કઈ કઈ વાર સગા છોકરાઓ વગેરેને પણ એમ થઈ જાય કે-“આ હવે મારે તે સારું, કે જેથી આપણે સુખે ભેગવી તે શકીએ?” એમાંથી કવચિત્ ઝેર દીધાને પ્રસંગ પણ બને. એવા બધા, ભેગની લાલસાના યોગે, આવી રીતિએ દુર્ગાનથી પીડાય અને ભયંકર પાપને ઉપાર્જ. પણ, એમાં નિમિત્ત તે આ બને ને? આની તે, બધી જનાઓ જ એ જાતિની કે–પૈસા બચે કેમ? આમ ખાધું Page #370 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ ૩૧૩ ન હોય ને આમ પહેર્યું ન હેાય તથા આટલું ખાધું હાય ને આટલું પહેર્યું હોય, તેા પૈસા બચે એમ ધારીને, ઘરમાં સૌના ખાવા-પીવા ઉપર અને પહેરવા–આઢવા ઉપર પણ અકુશ મૂકે. આવા માણસ, કેાઈ પૈસા લઈ ના જાય, એ માટે હિંસાની, અસત્યની અને ચારીની કેટકેટલી યેાજના મનમાં ઘડવા કરે ? આવી વૃત્તિથી ઓછું ખાય ને એન્ડ્રુ પહેરે, એ સાદાઇ નથી; પણ હૈયામાં સળગી રહેલા દુર્ધ્યાનના અગ્નિનું એ પ્રતીક છે. ત્યાગબુદ્ધિથી, હિંસાદિકથી ખર્ચવાની મુદ્ધિથી, સામાન્ય ખાય અને સામાન્ય રહે, એ સારા; પણુ ખર્ચ ન થઇ જાય એ માટે છતી લક્ષ્મીએ સાધારણ રહે, તે સારે। નહિ. સામાન્ય સ્થિતિને માણસ, પેાતાની સ્થિતિથી અધિક ખર્ચ કરે તેા દુઃખી અને અને આ એમ ને એમ દુઃખી રહ્યા કરે. રૌદ્રધ્યાનમાં જ જીન્દગીને પસાર કરીને, પછી એ સુખે નરકે જાય; કારણ કે–મરતાં ય એને હૈયે તે એ જ વાત હોય કે હું જીન્દગીમાં આટલું કમાયા, પણ એમાંથી આટલું બધું મૂકી જનાર તા મારા જેવા કાઈક જ ! ત્રણે ય કાળમાં દુ:ખી થતા જીવા : આવા જીવ કયારે સુખ પામશે, તે તેા જ્ઞાની જાણે. અહીં તે આટલી મેાટી સંપત્તિને પામ્યા, એટલે ભૂતકાળમાં એણે કાંઈક ને કાંઈક ધર્મ તા કરેલા જ; કેમ કે-ધર્મ કર્યાં ન હેાત, તે સંપત્તિનું પુણ્ય સાંપડત નહિ; પરન્તુ આટલી સંપત્તિ મળવા છતાં પણ, આ ભવમાં એ જે રીતિએ વર્તો, તે ઉપરથી એવી કલ્પના જરૂર થઈ શકે કે એણે ભૂતકાળમાં ધર્મ કરેલા, તે વખતે ય આશાએ કરેલા. તે વખતે પણુ, એ ૨૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ચાર ગતિનાં કારણે આશાનું દુખ જરૂર અનુભવતા હશે. એને ભૂતકાળમાં આશાએ પીડયો અને આ ભવમાં સંરક્ષણની તીવ્ર લાલસાએ પડ્યો. પૂર્વે આશાનું દુઃખ, મળ્યું ત્યારે ભગવાઈન જાય તેની ચિંતાનું દુઃખ અને પાછળ દુર્ગતિનું દુઃખ ! આપણે ત્યાં મમ્મણ શેઠને દાખલો આવે છે ને ? એની સંપત્તિ કેટલી? કહેવાય છે કે--મહારાજા શ્રી શ્રેણિક પાસે જે સંપત્તિ હતી, તે મમ્મણ શેઠની સંપત્તિની પાસે કેઈ વિસાતની ગણાય નહિ! પણ, એ જીવતો તેલ-ગેળા ખાઈને! એણે જેટલું લક્ષમીની મૂછથી સહન કર્યું છે, તેટલું જ જે એણે મોક્ષની અભિલાષાથી મેક્ષમાર્ગની સાધનાને માટે સહન કર્યું હતું, તે એ મેક્ષને પામ્યા વિના રહેત નહિ ! એટલું બધું સહન કરનારે એ, મરીને ગયે ક્યાં? સાતમી નરકે ! કેમ એણે ખાધું પીધું ને પહેર્યું–ઓયું નહિ? એણે, વધુમાં વધુ સાદાઈથી જીવન કેમ પસાર કર્યું? વધારે ખર્ચાઈ જાય નહિ, એ માટે! એટલે, ભૂતકાળમાં પૈસા માટે ધર્મ કરેલો, અહીં પૈસે મળ્યો તે ભેગવી શકાય નહિ અને અન્ત દુર્ગતિના દુઃખમાં જઈ પડો ! આવું પણ બને ને ? રૌદ્રધ્યાન કુટિલતાના ઘરનું છે અને જો એ જોરદાર બની જાય, જીવ એમાં જ જે આસક્ત રહ્યા કરે, તે જરૂર એ નરકે લઈ જાય. ત્યાગવૃત્તિથી પિતે તજે ને બીજાને ખવડાવે નરકનાં કારણે સંસારમાં ઠાંસી ઠાંસીને ભરેલાં છે. જે કોઈ ભાનભૂલે બને અને રૌદ્રધ્યાનમાં રક્ત જ બન્યું રહે, તે તે, આરંભની ક્રિયા કરે તે ય નરકે જાય અને આરંભની કિયા ન કરે તે ય નરકે જાય; ધન-ધાન્યાદિ પરિગ્રહ તેની Page #372 -------------------------------------------------------------------------- ________________ પહેલે ભાગ પાસે પિતાના તરીકે હોય, ય તે નરકે જાય અને ધનધાન્યાદિ પરિગ્રહ તેની પાસે પોતાના તરીકે ન હોય, તે યા તે નરકે જાય. પરિગ્રહ હોય નહિ પણ મેળવું મેળવું કર્યા કરે અને એમાં હિંસાદિકની એજનાઓ ઘડયા જ કરે, તે શું થાય? ભૂતકાળમાં, આ આર્ય દેશમાં તો ભિખારીઓ પણું એવા હતા કે–આપે તેને ય હાથ જોડે અને ન આપે તેને ય હાથ જોડે. કેઈ ન આપે તે ય એ કહે કે મારું પુણ્ય નથી.” આજે કહે છે કે- આપ, નહિ તો જોઈ લઈશ.” જલાવી દઉં તારું ઘર, એમ મનમાં વિચારે છે. કાં તે લઉં, નહિ તો તારી પાસે રહેવા દઉં નહિ, આવી વૃત્તિ આવતી જાય છે. વગર ખાધે–પીધે પણ પાપ બંધાઈ શકે. લોભથી ઓછું ખાશે તો ય પાપ બંધાશે. એવા પણ સુખી હતા અને હોય કેમહેમાનને બાવન ચીજ પીરસે અને પિતે બે જ ચીજ ખાય. કેમ? ત્યાગની વૃત્તિથી ! ત્યાગની વૃત્તિથી સ્વયં બહુ ત્યાગી બનવાની આજ્ઞા છે, પણ ઔચિત્યમાં ખામી આવવા દેવી નહિ. પોતે ડું ખાય પણ રસોડું મેટું રાખે. બીજાઓને પ્રેમથી જમાડે. એને ઘેરથી સાધુ-સાધ્વીને નિર્દોષ આહાર-પાણી અને પચ્ચ પણ નિર્દોષ મળે. એટલે, આપણે. ત્યાં બધું વિવેકથી જોઈએ. મનની દિશાને ફેરવી નાખીએ, તે દુર્ગતિનાં કારણે સેવવા છતાં ચ, તેનાથી ઘણે અંશે બચી શકાય અને સારા ભાવ આદિથી સગતિને સાધી શકાય. આથી, સૌએ પોતપોતાના મનને સુધારવાની બાબતમાં તે, ખૂબ જ કાળજીવાળા બની જવું જોઈએ. ચાર ગતિનાં કારણે–પહેલો ભાગ સમાપ્ત. Page #373 -------------------------------------------------------------------------- ________________ જૈન દૃષ્ટિએ િિદિન અને પર્યારાધન - સંબંધી – સંગ્રહાત્મક માટા ગ્રન્થ [સને ૧૯૫૫ માં પ્રગટ થશે ] સને ૧૯૫૪ ના ડીસેમ્બરની ૩૧ મી તારીખ પહેલાં શ્રી જૈન પ્રવચનના સને ૧૯૫૫ના લવાજમ તરીકે જે ગ્રાહકાએ રૂા. ૧૨-૦-૦ ભર્યાં હશે, તેમને ‘ ચાર ગતિનાં કારણા-પહેલા ભાગ ’ એ ગ્રન્થ ઉપરાન્ત, આ માટે ગ્રન્થ પણ વિના મૂલ્યે આપવામાં આવશે. આ તકને આપ ચૂકશે નહિ. છૂટક નકલનું મૂલ્ય રૂા. ૧૧-૦-૦ રાખ્યું છે. શ્રી જૈન પ્રવચન કાર્યાલય ઠે. શેઠ શ્રી મનસુખભાઈની પાળ સામે, કાલુપુર રાડ–અમદાવાદ Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પ્રવચન કાર્યાલય શેઠ શ્રી મનસુખભાઈની પોળ સામે કાલુપુર રાહુ અમદાવાદ