________________
પહેલો ભાગ
૧૭ જ ને? જે કર્મને ઉદય સંસારવાસ રૂપ પાપને તજવા ન દે; આપણે સંસારવાસને તજીને એકાન્ત મોક્ષમાર્ગની આરાધના કરવી હોય, તે પણ જે કર્મને ઉદય આપણું એ ભાવનાને સફલ થવા દે નહિ, એ કર્મ ખટકે છે? પાપને તજવામાં અટકાયત કરનાર અને પાપને આચરવાની પ્રેરણા કરાવે તેવું પાપકર્મ તમને ખટકે છે, માટે તમે અહીં આવ્યા છે ને ? કયાં ક્યાં કર્મોને ખપાવવાને માટે તમે અહીં આવ્યા છે, તેની વિગત તમને ન આવડે, તે ય ઓઘથી એમ તે થાય ને કે–અહીં આવવાથી મારાં તે કર્મો ખપે, કે જે કર્મો મોક્ષમાર્ગની આરાધનામાં બાધ કરનારાં હેય !? આ વસ્તુને સમજાવવાને માટે, તમને કર્મોના જે ત્રણ વિભાગે કહ્યા છે, એ બરાબર ગોખી લો ! તમને જે એમ લાગતું હોય કે-ના, ના, અમે કાંઈ ઘરમાં બેઠા છીએ તે પાપમાં બેઠા નથી, અમે પાપ કરતા નથી, એમ હોય તે કહી દે ! તમે નથી બેલતા, એટલે ઘરમાં રહેવું એ પાપ છે” એ વાતમાં તમે સમ્મત છે, એમ માની લઉં ને ? હવે કઈ પૂછે કે-ઘરમાં રહેવું એ પાપ છે, તે તમે ઘરમાં કેમ બેઠા છો?” તે કહેવું કે-“ઘરમાં રહેવાનું જરા ય મન નથી, પણ શું કરીએ ? પાપ કરાવનારા કર્મો ઉદયમાં વર્તે છે, એટલે ગૃહવાસને તજવાના અમારા પ્રયત્ન કારગત નિવડતા નથી!” જ્ઞાનિઓએ અમુક દષ્ટિએ ગૃહસ્થવેષને ય પાપષ કહે છે. શ્રી જૈન શાસનમાં સ્વલિંગ કયું? સાધુલિંગને જ શ્રી જૈન શાસન સ્થગિ કહે છે.
સબધા પાપ કરાવનારા કર્મના ઉદયથી જ સંસારમાં રહ્યા છે?