________________
ચાર ગતિનાં કારણે
પાપ કરવાને પ્રેરે એવા કર્મના ઉદય વિના તેા, કાઈ પણ જીવ સંસારમાં રહી શકે જ નહિ; પરન્તુ બધાનાં કર્મે એટલાં બધાં જોરદાર જ છે કે—પ્રયત્ન કરવા છતાં ય એના ક્ષયે પશમ સાધી શકાય નહિ, એવું કહી શકાય નહિ. કર્મ નબળાં હોય પણુ તમે વધુ નબળા હા, તા ય એ કર્મના જોરે પાપ છૂટે નહિ. જો આપણે નબળા બનીએ તા નબળાં કર્મ પણ છાતી ઉપર ચઢી એસે અને જો આપણે ખરાખર સામે થઈએ, તેા સખળાં કર્મ પણ નખળાં પડે. તમને તમારે માટે એમ નથી લાગતું કે–આજે સંસારમાં અમે અનીતિ આદિ અનેક પાપે કરીએ છીએ, પણ મનને જો જરાક જોરદાર કરીએ, તે અનીતિ કર્યા વિના પણ જીવી શકાય તેવું છે?' આજે તે લગભગ બધાને ‘ સરારમાં તા બધું હાલે ’–એમ થઈ ગયું છે અને એથી પાપ વધારે પ્રમાણમાં થાય છે. તમે અનીતિ આદિ જે પાપે કરી છે, તે ‘ સંસારમાં તે એમ જ ચાલે’–એવું મનમાં બેઠું છે માટે કરે છે કે ન છૂટકે કરી છે ? અમે ઘણા નમળા છીએ, માટે પાપ કરાવનારાં કર્મો જોર કરે છે; એટલે એ કર્યું નખળાં પડે અને જાય, તે માટે અમે અહીં શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ આવ્યા છીએ ’–એવું મારે તમારી પાસેથી સાંભળવું છે. તમારા જેવા ડાહ્યા માણસાને, જે અનીતિ થાય તે ડંખે ય નહિ, એવું બને ? અનીતિ થાય ને તે ડંખે નહિ–એવું તે તમારૂં હૈયું નથી જ, એવું હું કહ્યું ને? અને જેની પાસે એવું હૈયું હાય કે-પાપ થાય તે ય તે ડંખ્યા વિના રહે જ નહિ, તેને તેા એમ જ થાય કે કયારે આ પાપ કરાવનારા કર્મથી હું મુક્ત બનું, કે જેથી મારે કર્મને આધીન થઈને જે પાપ કરવું પડે છે, તે
૧૮