________________
ચાર ગતિનાં કારણે તો ય ઓછું છે. આવા હાર તે એક કાળે એના ચરણે છુંદાતા, એવા એ સુખી હતા. આ ભગવાને સંસારનાં સઘળાં ય સુખોને લાત મારી અને કેવલજ્ઞાન પ્રગટાવીને મેંક્ષમાર્ગને સ્થાગે. આના ઉપકારની અવધિ નથી. પછી એનો હાર લેતાં એમ થાય કે-પાંચને નથી લેવાતે, એ કમનસીબી છે; અને પાંચને હાર લેતાં એમ થાય કે-દશને નથી લેવાતે એ કમનસીબી છે, કારણ કે-હજુ મમતા ઉતરતી નથી. મમતા ઉતારનારની ભક્તિ માટે જેટલું કરીએ તે ઓછું લાગે. તમને શું લાગે છે? બે-પાંચ રૂપીઆ હાર ચઢાવ્યો હોય, તેમાં તે જાણે ઠસ્સાથી બેલે. એમ થાય કે-ઘણું કરી નાખ્યું, કેમ કે–ભગવાનને ઓળખ્યા નથી. સાચી ભક્તિ કરવી હોય, જે કાંઈ ભક્તિ થાય તેના સાચા લાભને પામ હેય, તે ભગવાનને ઓળખો. હવે તે અહીંથી જવાની તૈયારીમાં છે ને? ચાર-છ કે બાર મહિને ફરી આવવાના ને? નિર્ણય કરીને જાવ કે-ફરી અહીં આવતાં પહેલાં ભગવાનને અમે જરૂર ઓળખી લેવાના. હવે ઘેર જશે તો ય, આ ભગવાનના બધા ભવ વાંચવાના ને ? આ ભગવાન ભગવાન કેમ બન્યા, એ સમજી લેશે ને? પછી, કયાં કર્મ ખપાવવાં છે, એ વિચાર જરૂર આવશે. કર્મ નબળાં પડયાં હોય તો ય સબળાં બને એવા આપણે
નબળા છીએ? તમારી પાસે પાપ કરાવે એવાં કર્મો તમને ઉદયમાં વર્તે છે ને? સંસારમાં રહેવું, એ પાપ છે ને ? સંસારમાં રહેવાનું પાપ કેણ કરાવે છે? પાપ કરાવનાર કર્મને ઉદય