________________
૧૮૨
ચાર ગતિનાં કારણો
કરવાના હુકમ આપી દીધો. નગરમાં ઢંઢેરો પીટાબ્યા કે‘ આવતી કાલે, રાજા, માટી ઋદ્ધિ સહિત ભગવાનના દર્શને જવાના છે, માટે સઘળા ય નગરજનાએ, પાતપાતાની ઋદ્ધિ મુજબ નગરને શણગારવું.' રાતમાં તે આખું ય નગર ભવ્ય રીતિએ શણગારાઇ ગયું. કદી ન મંડાયા હાય તેવા, ભગવદ્ દર્શનનેા મહોત્સવ મંડાયા. શણગારેલા હાથી ઉપર બેસીને, સઘળા ય પરિવારની સાથે, ચતુરંગી સેનાને પણ સાથે લઈ ને, રાજા દેશાણુંભદ્ર ભગવાનના દર્શને નીકળ્યા. નગરને શણગારેલું જોઈને અને બીજી બધી સજાવટોને જોઈને, એ ખૂબ જ આનંદિત થયા. એમને એમ થઈ ગયું કે- આજ મારી ઋદ્ધિ સફળ થઈ. મારા મનારથ ફખ્યા.' રાજા દશાર્ણભદ્રના ભગવદર્શનના આ મહોત્સવની ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્ર, રાજા દશાર્ણભદ્રની પ્રભુ પ્રત્યેની ભક્તિની ભાવનાને જાણીને ખૂશ થયા; પરન્તુ, ઇન્દ્ર અવધિજ્ઞાની છે, એટલે એમને ખબર પડી ગઈ કે કાઈ એ પણ જેવી ઋદ્ધિથી ભગવાનનું દર્શન કર્યું હાય નહિ, તેવી ઋદ્ધિથી હું ભગવાનના દર્શને જાઉં છું, એવા ખ્યાલ આના હૈયામાં છે. ઇન્દ્રને થયું કે-આ ખ્યાલ, એના મગજમાંથી કાઢી નાખવા જોઇએ. આવી સુન્દર ભક્તિમાં, આ ભાવ, એ તેા સેાનાની થાળીમાં લેાઢાની મેખ જેવા છે. એને એમ થવું જોઇએ કે-આ ભગવાનની આનાથી ય કેઈ ગુણી ઋદ્ધિથી ભક્તિ કરનારા વિદ્યમાન છે.
આ ભગવાન જ એવા છે કે જે આમને ઓળખે, તેને પેાતાની સઘળી ય ઋદ્ધિથી આમની ભક્તિ કરવાનું મન થયા વિના રહે નહિ. રાજા દશાર્ણભદ્રના હૈયામાંથી પેલા ભાવને કાઢી નાખવાને માટે, ઇન્દ્રે એવા ઋદ્ધિયુક્ત હાથી વિકુબ્યા, કે