________________
પહેલે ભાગ
૧૮૧ સ, ઈન્દ્રાદિ બહાર જ્યારે જ્યારે જાય, ત્યારે ત્યારે મૂળ રૂપે
જાય જ નહિ ને?
જ્યાં જાય ત્યાં ઉત્તર વૈકિય રૂપે જ જાય; મૂળ રૂપે તે સ્થળે જ રહે, એટલે જ, પાપથી છૂટી શકે નહિ. બાકી ઈન્દ્રાદિક દેવ ભગવાનની જે ભક્તિ કરે છે, તે હિસાબે માણસ તે શું ભક્તિ કરી શકવાને હતો? માટે તે, દ્રવ્યપૂજામાં દેવોના અનુકરણનું કહ્યું. દ્રવ્યપૂજામાં દેવની સામગ્રી કેટલી અને માણસની સામગ્રી કેટલી? વળી, દેવજીવન તે અવધિજ્ઞાનવાળું જીવન છે. આ બધું છતાં પણ, મોટી પંચાત એ છે કે-પાપથી, દેશથી કે સર્વથી, વિરામ પામવાનું એમનાથી બની શકે જ નહિ. દેવભવની એ ઉણપના કારણે તે, રાજા દશાર્ણભદ્ર જ્યાં મુફટને ઉતારીને પ્રભુની પાસે દીક્ષિત બનવાની તૈયારી બતાવી, ત્યાં ઈન્દ્રને પણ નમવું પડયું. શ્રી દશાર્ણભદ્ર :
ભગવાન પધાર્યા છે, એવું સાંભળીને રાજા દશાર્ણભદ્રના મનમાં એ મને રથ પ્રગટો કે-“આ વખતે તો હું ભગવાનનાં દર્શન એવી ઋદ્ધિથી કરું, કે જેવી ઋદ્ધિથી કેઈએ પણ ભગવાનનાં દર્શન કર્યું ન હોય !” પુણ્યને પિતાને મળેલી ઋદ્ધિને સફલ કરવાને આ સર્વોત્તમ અવસર છે, એમ રાજા દશાર્ણભદ્રને લાગ્યું અને એથી, એને પિતાની સર્વ ઋદ્ધિથી ભગવાનના દર્શને જવાનું મન થયું. એમાં, નહિ આવવા જેવી એ એક વાત આવી ગઈ કે કેઈએ પણ જેવી ઋદ્ધિથી ભગવાનનાં દર્શન ન કર્યો હોય, તેવી ઋદ્ધિથી હું ભગવાનનાં દર્શન કરૂં !” રાજાએ, તરત જ, મંત્રી વગેરેને બધી તૈયારી