________________
ક
પહેલો ભાગ
૧૮૩
જેની પાસે શ્રી દશાર્ણભદ્રની સઘળી ય ઋદ્ધિએ તુચ્છ ભાસે. એ હાથી ઉપર બેસીને, ઈન્દ્ર, ભગવાનના દર્શને આવ્યા અને રાજા દશાર્ણભદ્ર જ્યાં પોતાની સ્વારી સાથે આવતા હતા, ત્યાં જ ઉતર્યા. રાજા દશાર્ણભદ્ર, ઈન્દ્રવિકુર્વેલા હાથીની ઋદ્ધિને જોઈને સહેજ ખચકાયા; અચંબો પામ્યા, થઈ ગયું કે “મેં ધાર્યું હતું તે સફલ થયું નહિ !” પણ એથી, એમને શ્રેષ આવ્યું નહિ. હૈયે ક્ષાત્રવટ હતી. નકકી કરી લીધું કે આવી
દ્ધિ જ મારે નહિ જોઈએ.” ઈન્દ્ર અને રાજા દશાર્ણભદ્ર, સાથે જ ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. ત્યાં જઈને, રાજા દશાર્ણભદ્દે મુકૂટ આદિને ઉતારીને, ભગવાનની પાસે દીક્ષાની માગણી કરી. ઈન્દ્ર તરત જ નમી પડ્યા. કેમ? બાહ્ય ત્રાદ્ધિની સરસાઈ કરવાની શક્તિ ઈન્દ્રમાં હતી, પણ આમાં સરસાઈ કરવાની શક્તિ ઈન્દ્રમાં નહોતી. દ્રવ્યભક્તિમાં દે. માણસ કરતાં વધી જાય એ બને, પણ ભાવભક્તિમાં તે માણસ જ ફાવી જાય. દેવભવ કરતાં ય મનુષ્યભવની કિંમત વધારે અંકાણી છે-તેનું
કારણ શું ? દેવભવ વિરતિના પરિણામને પ્રતિબંધક છે. વિરતિ ગમે, વિરતિવાનને નમસ્કારાદિ કરવાનું મન થાય, “સંસારમાં સાધવા યોગ્ય આ જ છે અને ભક્તિપાત્ર પણ આવા જ પુણ્યાત્માઓ છે–એમ લાગે, દેવ-ગુરૂની બાહ્ય પ્રતિપત્તિ રૂપ શક્ય ભક્તિ પણ ઘણી કરે, પણ એમને વિરતિને પરિણામ આવે જ નહિ. સમ્યગ્દષ્ટિ દેવતાઓને તે, કેટલીક વાર, ત્યાંની સુખમય અવસ્થાવાળાં પણ લાંબા આયુષ્પો