________________
૧૮૪
ચાર ગતિનાં કારણા
ભાગવવાં, એ ભારે લાગે છે. ઇન્દ્રો ભગવાનને કહે છે કે હે નાથ ! તારા ચરણમાં જે સુખ લાગે છે, તે ખીજે લાગતું નથી !' છતાં એ એવા પરાધીન છે કે—ત્યાગ કરી શકે જ નહિ ! અને મનુષ્ય જો ધારે, તે ગમે તેટલી ઋદ્ધિને પણ ક્ષણ વારમાં તજી દે! દેવભવમાં તેા જન્મનું દુ:ખ પણ નથી હતું. માતાના ગર્ભમાં રહેવું પડતું નથી. દેવાને શય્યામાં ઉત્પન્ન થવાનું હોય છે. ઉત્તમ જાતિના દેવાને તે ભેગસુખની સામગ્રી પણ ઘણા જ ઉત્તમ પ્રકારની હોય છે; પરન્તુ ભાગસુખની સામગ્રી જેવી સામાન્ય કેટિના દૈવાને હોય છે, તેવી ય માણસાને હેાતી નથી; છતાં સમ્યગ્દષ્ટિ દેવતાએ મનુષ્યપણાને સંખ્યા કરે છે. વિવેકી દેવતાઓ પણ જેને ઝંખે, એવું મનુષ્યપણું તમને મળી ગયું છે; પણ, એની તમને કેટલી કિંમત છે ? તમારામાં એ તાકાત છે કે-દેવતાઓ પણ તમને ભક્તિથી નમે. વિરતિમાં જતાને જોઇને ઇન્દ્રાદિ દેવા તેમને પ્રણામ કરે છે. ત્યારે, તમારી કિંમત વિરતિ માટે અંકાણી કે ? સુખસામગ્રી આદિની અપેક્ષાએ જીઆ, તા દેવભવ ઘણા સારા; પણ જ્ઞાનિએ કહે છે. કે-એ વખાણવા જેવા નહિ. મનુષ્યભવ આમ ઘણા ગંદા, છતાં પણ જ્ઞાનિ કહે છે કે વખાણવા લાયક આ ભવ! આ શરીર મળ–મૂત્રાદિથી ભરેલું અને ઉપર પણ પરસેવા વળે, મેલ જામે અને દુર્ગંધ વછૂટે. અપવિત્ર મલાદિ અનેક દ્રારાથી નીકળ્યા જ કરે. દેવના શરીરમાં એવું કાંઇ નહિ. સુકેામલતા ય એવી અને સુગંધમયતા પણ એવી ! શરીરે પરસેવા થાય નહિ ને મેલ લાગે નહિ. ધ્રુવના શરીરમાં, મલ-મૂત્રાદિને અંશ પણ નહિ. મનુષ્યલેાકની દુર્ગંધ તા, જીરવવી ભારે પડે એવી છે. એ તા