________________
૧૮૫
પહેલા ભાગ
આપણે ટેવાઈ ગયા, એટલે ન લાગે. મનુષ્યશરીર તે જાણે મેટી ગંદી ગટર જેવું છે. સારામાં સારી વસ્તુ પણ અંદર જઇને મલ-મૂત્રાદિ રૂપે પરિણમે. આ બધી અપેક્ષાએ જોઈ એ તે દેવભવ ઘણા સારો લાગે, પણ વિવેકી કહેશે કે-એ બધું છતાં પણ, એ ભવ વખાણવા જેવા નહિ ! કેમ એ ભવને વખાણી શકાય નહિ ? એ જ માટે કે-ભાવના ગમે તેટલી સારી હોય, તેા ય એ ભવમાં પાપથી પાછા હઠડી શકાય જ નહિ. ત્યાં, પાપ રૂપ કરણીથી અલગ થઇ શકાય જ નહિ ! દેવભવની કિંમત નહિ અને આપણા જન્મની કિંમત, પણ તે કયારે? જેના યેાગે જ્ઞાનિએએ આ મનુષ્યપણાની કિંમત આંકી છે, તેના તરફ વળીએ ત્યારે ! પાપરહિત થવાનું લક્ષ્ય આવે, જેમ બને તેમ પાપોના ત્યાગ કરાય અને ન છૂટકે જે કાંઈ પણ પાપ કરવું પડતું હાય, તેનું હૈયે દુઃખ હોય, ત્યારે જ આપણે માટે આપણા આ જન્મ કિંમતી ગણાય ને ? સાધુવેષને મળીને પણ શાસનની અપભ્રાજના થતી અટકાવનાર મુનિરાજ :
તમે કેાઇ દિ' તમારા ઘરમાં આવી વાત કરે છે. ખરા ? ઘરમાં આ વાત હેાય અને આ વાતના સંસ્કાર હાય, તા રાંધીને કે રંધાવીને ખાવામાં મજા આવે કે નિર્દોષપણે જીવનનિર્વાહ કરવાના વખત કયારે આવે, એમ થાય ? શ્રાવકશ્રાવિકા ઘરમાં શું રાગની જ વાતા કર્યાં કરે ? રાગની વાતા ન જ કરે એમ નહિ, પણ શ્રાવક-શ્રાવિકા રાગની વાતામાં ય ત્યાગની વાતને વિસરે નહિં. શ્રાવક-શ્રાવિકામાં ત્યાગની ભાવના હોય જ. ત્યાગની ભાવના, રાગની કરણીમાંથી પણ