________________
૧૮૬
ચાર ગતિનાં કારણે
રાગના ઝેરને નિચેાવી નાખે ! કદાચ એ ય સમજી ન હોય, પણ એકે ય જો સમજી હાય, તે તે બીજાને ધર્મ પમાડવાનાં પ્રયત્ન કર્યા વિના કેમ જ રહે? ધર્મને પમાડવાના પ્રયત્ન કરતાં ય, તમને આવડે છે ? ધર્મને પમાડવાને માટે કેટલા અનુકૂળ બનવું પડે અને અનુકૂળતા કરી આપવી પડે, એ જાણા છે ? ગુસ્સા કર્યે, ધમપછાડ કર્યું, રૂપા જ દીધા કર્યું, સામેા ધર્મ પામી જાય ? ધર્મ પમાડવા હાય, તા અવસરોગ મીઠાશ ખતાવતાં પણ આવડવું જોઈએ. શ્રી વીતરાગનું શાસન, એટલે કયે વખતે, કત્યાં, શું કરવું–એ ય શીખવ્યું હોય. જગત એટલે પ્રપંચના અખાડા, પાપની રણભૂમિ. એમાં રહેવું અને જીવતાં આવડે નહિ, તેા શું થાય ? આ રજોહરણ પવિત્ર છે ને ? ઘણા જ પવિત્ર, કેમ કે–કેવળ છવાની રક્ષાને માટે જ આના ઉપયાગ કરવાના અને શ્રી વીતરાગના શાસનના સાધુ આનાથી જણાઇ આવે. આ સાધુવેષને, રજોહરણ સહિત, એક મુનિરાજે બાળી મૂકીને એની રાખ શરીરે ચાળી, તેમ છતાં પણ એ મહાત્મા શાસનના પ્રભાવક ગણાયા, કેમ કે–એ અવસરે એમ કરવું એ જ ઉચિત હતું.
શાસ્ત્રમાં એવા એક પ્રસંગ પણ વર્ણવાએલા છે કે એક મિથ્યાદષ્ટિ રાજા કાઇ તેવા પ્રસંગને પામીને, જૈન સાધુઓના દ્વેષી બની ગયા હતા. માત્ર રાજા જ જૈન સાધુઓના દ્વેષી બની ગયા હતા, એટલું જ નહાતું; પણ એના પ્રજાજના જૈન સાધુઓના એવા જ દ્વેષી બની ગયા હતા. સૌ કાઈ, જૈન સાધુઓની નિન્દા જ કર્યા કરતું. એ નગરમાં, જૈન સાધુએને આહાર પણ કાઇ આપતું નહિ.
પણ