________________
૨૯૮
ચાર ગતિનાં કારણે
રહેવાનું મન થાય ને ? તમને એમ થાય ખરૂં કે મારા વેપાર આદિ મને દુર્ગતિમાં લઇ જશે ?” તમને કદી એમ થાય છે કે હું કોણુ અને આ બધાની સાથે મારે લાગે-વળગે શું? હું તે આત્મા; એ વળી, આ બધી આળપંપાળમાં કેમ પડી રહ્યો છું ? હું કેવા પરવશ છું કે મને મારૂં યાદ આવતું નથી અને પારકું ભૂલાતું નથી!’?
જ્યાંથી છૂટીને આવ્યા ત્યાં ફરી ફસાવા જવું નથી ને?
અહીં તમે આવ્યા છે, તે નિવૃત્તિમાં કેવું સુખ છે, એના અનુભવ કરો છે ? જેને મૂકીને આવ્યા છે, તે સૂકવા જેવું જ છે-એમ માનીને આવ્યા હશે। અને હૈયામાંથી એને જેટલે અંશે કાઢી નાખ્યું હશે, તેટલે અંશે તમને અહીં નિવૃત્તિના સુખના અનુભવ થતા હશે ને ? ત્યાંથી અહીં આવવાને નીકળ્યા, ત્યારે કરાને કહીને આવ્યા છે ને કે– તારે મને અહીંના કશા સમાચાર આપવા નહિ ! તને મન થઈ જાય ને મને કાગળ લખે, તેા તારે મને એમ જ લખવું કે-‘ત્યાં તમે નિવૃત્તિથી આરાધના કરવા ગયા છે, માટે ભૂલે -ચૂકે પણ તમે અમારી કે ઘર આદિની ચિન્તા કરશે નહિ! ત્યાં જવા છતાં પણ, જો તમે અમારી જ ચિન્તા કર્યાં કરશેા, તા તમારી દુર્ગતિ થશે. અમે એમાં આડે આવી શકીશું નહિ ! ' ‘ કાગળ લખશે! નહિ તે ચાલશે. પણ કાગળ લખા તે આવું લખજો ’–એવું કાંઈ કહીને આવ્યા છે ? કે પછી ‘ રાજ મને મધું વિગતવાર લખજે ’એમ કહીને આવ્યા છે? આવ્યા ત્યારે જે કહ્યું હાય તે તમે જાણા, પણ હવે તે આરંભ અને પરિગ્રહથી છૂટી જવાની ઈચ્છા છે ને ? સાધુ