________________
પહેલો ભાગ
૨૯૯
ન થવાય તે ય, શ્રી સિદ્ધગિરિજીની છાયામાં નિવૃત્ત જીવન ગાળવાની ઈચ્છા થાય છે ખરી? તમારા વગર ઘર–પેઢી અટકી પડ્યાં છે? તમે ચલાવે તે જ એ ચાલવાનાં છે? “છોકરાએનું કાંઈ પુણ્ય ય નથી કે તેમનામાં કોઈ આવડતે ય નથી -એમ માને છે? હવે તે નકકી કરવાનું મન થાય છે ને કે-જયાંથી છૂટીને આવ્યો છું, ત્યાં ફરી ફસાવાને જવું નથી!” તમને મન થઈ જાય, તો તમે છોકરાને લખી શકે છે કે
મેં હવે પાછા આવવાનું માંડી વાળ્યું છે. તું તારે મને ફક્ત એક લાખ રૂપીઆ મેકલી આપજે, જેમાંથી હું અહીં ખાઈશ, પીઈશ અને ધર્મ કર્યા કરીશ.” તમે ચોમાસું ઉઠળે. સર્વત્યાગી બનવાના વિચારમાં છે તે જુદી વાત છે, પણ એ બને તેમ ન હોય, તો આ તે બની શકે ને? છોકરાને લખી દેવું કે- હવે હું તારે બાપ નહિ અને તું મારે દીકરે નહિ, એ નિર્મમભાવ મારે કેળવવો છે. આ તે લક્ષાધિપતિએને માટેની વાત કરી, એટલે લાખ રૂપીઆ કહ્યા; પણ સામાન્ય સુખી સ્થિતિવાળાએ પિતાની સ્થિતિ મુજબની ગોઠવણ કરી લે અને નિવૃત્ત બનીને થાય તેટલો ધર્મ કર છે–એવો નિર્ણય કરી લે, તે તેમને ય વાંધો ન આવે. જેઓ આવું કરી શકે એવા સાધનસમ્પન્ન છે, તેઓ વિચાર કરે કે-જીવ ! તને આવું કરવાનું મન થાય છે? અહીં આવે તે ડાહ્યા થઈને આવઃ
દુર્ગતિમાં નથી જાવું ને? અહીંથી મરીને સદ્ગતિમાં જ જવાની ઈચ્છા છે ને? જેમ બને તેમ વહેલા સંસારથી છૂટીએ. અને મેક્ષને પામીએ, એવું મનમાં આવી ગયું છે ને? તમે