________________
:૩૦૦
ચાર ગતિનાં કારણો જે આરંભ-પરિગ્રહાદિને એકદમ છેડી શકે, તે એના જેવું ખૂશી થવા જેવું બીજું શું છે? પણ તમારાથી એ એમ છૂટી શકે તેમ ન હોય, તે ય ધીમે ધીમે છૂટે અને રહે ત્યાં સુધી ય બહુ નુકશાનકારક બને નહિ, એવા રસ્તાઓ ઘણા છે. ચોમાસું ઉઠશે અહીં આવવાનું (સાધુ થવાનું) મન થઈ ગયું છે અને જે અહી આવવાના જ હો, તે ડાહ્યા થઈને આવજે. અહીં આવે તે મનમાં શેઠાઈ રાખીને આવશે નહિ; ધનવાન તરીકેની ખુમારી લઈને આવશે નહિ; અગર “હું મટે છું –એવી સમજ લઈને પણ આવશે નહિ. અહીં આવનારે, અહીં આવતાં પૂર્વે ગમે તે શેઠ હેય, માન-મોભાવાળો હોય, ધનવાન હોય કે ઉંમર લાયક હોય, પણ તેણે સમજી જ લેવું જોઈએ કે અહીં તે મારે આજે જ જન્મ થાય છે, એટલે અહીં સૌથી નાને હું છું અને બીજા બધા મારાથી મેટા છે, માટે, મારે કોઈની ય પાસે મારું મનાવવાનો પ્રયત્ન કરવાને નહિ અને મારે સૌનું માન જાળવાનું !” અમારે, બાળકને લેવાનો હોય તે, બહુ ભાંજગડ કરવી પડે નહિ; અમુક જરૂરી ગ્યતા જોઈ લઈએ એટલે ચાલે; જ્યારે ઉમ્મરે પહોંચેલાઓને લેતાં તે, અમારે તેમને બહુ તપાસવા પડે. પરીક્ષા બધાની કરવાની, પણ પરીક્ષાની રીત-રીતમાં ફેર હેય ને ? સાધુ ન થવાય તે અલ્પારંભવાળા અને અલ્પ પરિગ્રહવાળા
બની જાવ! અત્યારે તમારે આવી મેટી ફાળ ભરવાનો નિર્ણય હોય તેમ તે જણાતું નથી, ત્યારે જેઓ હમણાં સર્વત્યાગી બની