________________
પહેલે ભાગ
૩૦૧:
શકે તેમ ન હોય, તેમણે શું કરવું જોઈએ ? અલ્પારંભવાળા અને અ૫ પરિગ્રહવાળા બની જવું જોઈએ. ગૃહસ્થપણે જીવવાને માટે જે આરંભને કર્યા વિના છૂટકે ન હોય, તે સિવાયના આરંભને ત્યાગ અને ગૃહસ્થપણામાં રહીને સુખે જીવાય તથા સુખે ધર્મ થઈ શકે એ માટે જરૂરી જે ધનધાન્યાદિ પરિગ્રહ, એ સિવાયના પરિગ્રહને ત્યાગ. આવું કરનારને પંચેન્દ્રિય પ્રાણિના વધથી બચવાને માટે તો કઈ જના કરવી પડે નહિ ને ? આટલે દુઃખી ન હોય અને જેના ઘરમાં સંચાલક પાકી ગયા, તેઓ જે આ નિર્ણય કરી લે, તો એવું નિવૃત્ત અને મુખ્યત્વે ધર્મપરાયણ જીવન ગાળવાને માટે આ ભૂમિ જેવી કેઈ બીજી ભૂમિ નથી. મને આવું સુન્દર બની ગયું હોય અને શ્રી સિદ્ધગિરિજીની છાયા મળી જાય, પછી કમીના શી રહે? જેઓ સાધનસંપન્ન હોય અને જેમને ઘરે ઘર વગેરેને સંભાળી શકે તેવા છેકરાઓ હય, તેઓ ચોમાસું ઉતર્યું શું કામ અહીંથી પાછા જાય? પછી, છોકરા વગેરેની સાથે પોતાના તરીકેનો કશે જ સંબંધ રાખવો નહિ. જરૂરી જે પરિગ્રહ રાખ્યો હોય, તે સિવાયના પરિગ્રહને અને સંસારના બધા સંબંધને વોસિરાવી દેવા. ધર્મ અગેના સંબંધ સિવાયના સંબંધને તજી દીધો હેય, તે વાંધો આવે ? છોકરાને લખી દેવું કે-“મારે જેટલી જરૂર હતી, એટલા મંગાવી લીધા છે. હવે ઘરમાં કે પેઢીમાં ગમે તે થાય, તેની સાથે મારે કશી જ લેવાદેવા નથી. મારી ઈચ્છા તે તમે પણ બધા પાપથી છૂટે એવી છે, પણ તમે કદાચ ન છૂટે, તો ય હવે. મને સંબંધમાં રાખીને, મને પાપને ભાગીદાર બનાવશે નહિ! આપણે સંસારને સંબધ હવે પૂરો થયો છે, એમ માની
લખી દેવું અને તજી દીધી છે. ધ