________________
૯૨
ચાર ગતિનાં કારણો
કરવી છે કે–એવું તે કયું કારણ છે, કે જે કારણના વેગે જીવ ધર્મની સામગ્રીને સેવતો હોય, તે છતાં પણ, સંસારથી તરી જવાને બદલે સંસારમાં રૂલી જાય છે? જીવ ધર્મકિયાઓને ઓછા પ્રમાણમાં કરી શકે અગર જે ધર્મક્રિયાઓ કરે તે અવિધિ સાથે કરે, એટલા માત્રથી જ સંસારમાં રૂલી જાય, એવું બને નહિ. ભેગ ભેગવનાર છતાં પણ નિત્યના બ્રહ્મચારી રાજા અને ખાવા છતાં પણ નિત્યના ઉપવાસી મુનિવર, એમાં રાજામાં શું હતું અને મુનિવરમાં શું હતું? રાજાના બ્રહ્મચારિપણાને વિચાર તેના ગૃહસ્થપણાને લક્ષ્યમાં રાખીને જ કરે જોઈએ. રાજાએ રાણીને સેવી છે એ વાત નક્કી છે, પણ કેમ સેવી? વિષયની સેવામાં એ રાજી હતો? વિષયરસ એને પીડતે હતો? કે તેવા પ્રકારનાં કર્મોને ઉદય તેને
એ તરફ ઘસડતો હતો? જ્યારથી રાજાના નાના ભાઈએ દિક્ષા લીધી, ત્યારથી રાજા વિરાગભાવમાં રમતો રહ્યો છે અને એથી “ક્યારે હું દીક્ષા લઈ શકું?”—એવી જ આકાંક્ષાને એ સેવતો રહ્યો છે. રાજાપણાના રસથી એણે રાજ્યનું પાલન કર્યું નથી, પણ પિતે જે સ્થાનમાં છે, તે સ્થાને પિતાનું કર્તવ્ય શું છે, તે સમજીને નિર્લેપપણે તેણે રાજગાદીને સેવી છે. એવી જ રીતિએ, મુનિવરે આહાર લીધે, તે શા માટે લીધે? આહારને ગ્રહણ કરવામાં હેતુ સંયમ કે જીવાને રસ ? સાધુને સંયમના નિર્વાહને માટે આહારની જરૂર હોય, છતાં એ કે આહાર ગ્રહણ કરે? નિર્દોષ આહાર માટે જ ગવેપણ કરે ને ? આહારની જરૂર હોય અને નિર્દોષ આહાર મળી જાય, તે ય મુનિવરનું ચિત્ત કેવું હોય? તે કે-આહારની જરૂર હોય અને નિર્દોષ આહાર ન મળે તો પણ જેવું