________________
પહેલો ભાગ
૯૧
મુનિએ જ વાપરેલા છે; છતાં, તેઓ પોતે જ પોતાને સદાને * માટે ઉપવાસી રહેલાનું જણાવે છે, તે એમાં પણ રહસ્ય શું છે, એ જાણી લેવું જોઈએ.
રાણ ત્યાંથી નીકળીને નદીની પાસે આવી અને જ્યાં તેણીએ દેવર મુનિવરે સૂચવ્યા મુજબનું કહ્યું, એટલે તરત નદીએ તેણીને માર્ગ કરી આપે. આમ રાણું મહેલમાં સુખપૂર્વક પાછી આવી ગઈ. પછી તેણીએ રાજાને વાત કરી કે-“દેવર મુનિવરને આ પ્રમાણે મેં લાડુ વગેરે વહરાવ્યું અને અમે નજદીકમાં જ હતાં તે વખતે એ મુનિવરે બધું વાપરી પણ લીધું, છતાં ય એ મુનિવરે અમારી પાસે અને નદીની પાસે પણ પોતાને રોજના ઉપવાસી તરીકે ઓળખાવ્યા, એમાં હેતુ શું છે? આમણે વાપર્યું તે અમે જાણીએ છીએ, છતાં એ રોજના ઉપવાસી કેમ કહેવાય?”
રાજા કહે છે કે “દેવિ! તું મુગ્ધ છે; ધર્મના તત્વને તું જાણતી નથી! આ મહાત્મા ખાય કે ન ખાય, તે પણ બન્નેયમાં સમચિત્તવાળા છે! જે મુનિઓ અકૃત અને અકારિત એવા શુદ્ધ આહારને કરે છે, તે મુનિઓ રોજના ઉપવાસી જ છે!”
રાજાએ કરેલા ખૂલાસાથી, રાણીને ઘણે સંતોષ થયે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મનું માહાસ્ય કેવું છે, એ જાણીને રાણી ધર્મમાં દઢ બની. રાજા અને મુનિવરની માનસિક અવસ્થા:
એ રાણીને ગળે તે આ વાત ઉતરી ગઈ, પણ તમને આ વાત સમજાય છે કે નહિ ? આપણે વાત તે એ નક્કી