________________
ચાર ગતિનાં કારણે મેં વ્રત ગ્રહણ કર્યું ત્યારથી, સંસારથી વિરક્તપણે અને વ્રતને ગ્રહણ કરવાની આકાંક્ષામાં જ દિવસો પસાર કરે છે ! શાસ્ત્રમાં કહ્યું છે કે- જે સ્ત્રી પરપુરૂષમાં રક્ત બની હોય છે, તે સ્ત્રી પિતાના ધણીની સાથે, તેના ઉપર હૃદયને રાગ નહિ હોવા છતાં પણ, જેમ અનુકૂળપણે વર્તે છે, તેમ તત્વમાં રત એ ચોગી સંસારને અનુકૂળપણે વર્તે છે. તેવી જ રીતિએ, આ રાજા, કાદવમાં કમળ જેમ નિર્લેપપણે રહે છે તેમ, ગૃહવાસમાં નિર્લેપ મનથી રહેલા છે અને એથી તે બ્રહ્મચારી છે, એ વાત બરાબર ઘટે છે.”
દેવર મુનિવરના મુખેથી આવો ખૂલાસે સાંભળીને રાણી સંતુષ્ટ થઈ પિતાને પતિ આ વિરક્ત હોવા છતાં પણ, પિતાને એણે કેવી રીતિએ સાચવી છે, એ વિચાર આવે તે, એથી પણ એના મનને આનન્દ થાય ને?
પછી, રાણું પોતાની સાથે લાડુ આદિ જે ભક્ષ્ય પદાર્થો લઈ આવી હતી, તેમાંથી તેણીએ દેવર મુનિવરને વહેરાવ્યું. દેવર મુનિવરને વહેરાવીને, રાણીએ પિતાને અભિગ્રહ પૂર્ણ કર્યો અને પોતે પણ ત્યાં ને ત્યાં જ ખાઈ લીધું.
પછી, પાછા વળતી વેળાએ રાણીએ દેવર મુનિવરને પૂછયું કે-“હવે મારે આ નદીને કયી રીતિએ ઉતરવી?” | મુનિવરે કહ્યું કે ત્યાં જઈને નદીને એમ કહેવું કેજે આ મુનિ એમણે જ્યારથી વ્રત ગ્રહણ કર્યું ત્યારથી જ ઉપવાસી રહેતા હોય, તે તું મને માર્ગ આપ !”
આ વખતે રાણીને આશ્ચર્ય તે થયું નહિ, પણ એમ તે થયું કે-હજુ હમણાં જ મેં મેદકાદિ વહેરાવેલ છે અને સાથે કેઈ અન્ય મુનિ નથી, એટલે એ મેદકાદિ આ દેવર