________________
પહેલો ભાગ એ પ્રમાણે કહેતાંની સાથે જ, નદીએ રાણીને માર્ગ કરી આપે. નદીનું પૂર બે ભાગમાં વહેંચાઈ ગયું. રાણીને આમ તો ખાત્રી થઈ ગઈ કે–પતિએ જે કહ્યું હતું, તે તદ્દન સાચું નિવડયું; પણ, એ સાચું હોય શી રીતિએ, એ વાતનો તાગને રાણી પામી શકી નહિ ! એના મનમાં, હવે વાતની સચ્ચાઈ વિષે તે શંકા રહી જ નહિ, પણ એ વાત એવી હતી કે-એ વાતનું રહસ્ય જાણવાની ઈચ્છા શમે જ નહિ.
રાણી તે સપરિવાર નદીના માર્ગમાંથી સુખે પસાર થઈ ગઈ અને સીધી જ દેવર મુનિવરની પાસે પહોંચી. મુનિવરને વંદના કરીને, તે જરા ઉભી રહી એટલે મુનિવરે પૂછયું કે-“નદીમાં ઘણું પૂર આવેલું છે, તો તમે બધાં અહીં આવી શક્યાં શી રીતિએ ?”
એ પ્રસંગ જ એ હતો કે–આવું પૂછવાનું મન થાય, કેમ કે–આમ બનવામાં કઈ વિશેષ વાત અવશ્ય હેવી જોઈએ, એમ લાગ્યા વિના રહે નહિ.
મુનિવરના પૂછવાથી રાણીએ જે બન્યું હતું તે અતિ જણાવ્યું. બધું કહીને, રાણીએ પિતાના દેવર મુનિવરને પૂછ્યું કે-“ભગવદ્ ! રાજામાં બ્રહ્મચારિપણું ઘટે શી રીતિએ ?”
એ વખતે સેમ નામના મુનિવર રાણીને કહે છે કે
રાજામાં બ્રહ્મચારિપણું બરાબર ઘટી શકે છે. મેં જ્યારે વ્રત ગ્રહણ કર્યું, ત્યારે એમની ઈચ્છા પણ વ્રતને જ ગ્રહણ કરવાની હતી, પણ રાજ્યને ભાર વહી શકે-એવું બીજું કઈ હતું નહિ, એટલે મેં વ્રત ગ્રહણ કર્યું અને રાજાએ સંસારમાં રહેવાનું મન નહિ હોવા છતાં પણ, નિરૂપાયે રાજ્યને સંભાળ્યું. આ રીતિએ રાજા તરીકે રહેવા છતાં પણ, એ રાજા જયારથી