________________
૮૮
ચાર ગતિનાં કારણા
તે જણાઈ આવશે. વળી, પતિવ્રતા સ્ત્રીઓએ તે પતિ જે કહે તે પ્રમાણ કરવું જોઈ એ, નહિ કે—પતિના કથનની સામે શંકા, ઉઠાવવી જોઈ એ !'
આવી રીતિએ પેાતાના મનનું સમાધાન કરી લઈ ને, રાણી પેાતાના દેવર મુનિવરને વન્દન કરવાને માટે નીકળી 1
આમાં, તમારી વાત કાંઈ વિચારવા જેવી છે ખરી ? તમારી પત્નીએ આવી રીતિએ તમારા કથનને પ્રમાણ કરી લે ખરી ? રાણીને રાજાએ જે કહ્યું, તે રાણીને માટે તે પ્રત્યક્ષ અને અનુભવસિદ્ધ જીત્યું છે ને ? તમારા ઘરમાં, તમારા વચનને આટલે ધેા વિશ્વાસ કદાચ ન હોય, પણ તમારૂં સીધું સાદું કથને ય, તમારા ઘરમાં વિશ્વાસથી મનાય છે ખરૂં ? એવું નથી, એમાં તમે માત્ર તમારી પત્નીના દોષ કાઢો, એ ય ચાલે એવું છે? તમારા ઉપર એના વિશ્વાસ કેળવાય, એવું તમારૂં વર્તન પણ જોઇએ ને ? નહિતર, આર્યપત્ની પતિના વચનને વિશ્વાસ નહિ કરે, તો કેાના વચનના વિશ્વાસ કરશે ? આર્ય પત્નીએ તે એવી હાય કે પતિની આજ્ઞાને જ નહિ પણ પતિની ઇચ્છાને ય આધીન થવામાં જ કર્તવ્ય માને, આજે તા, તમારે, તમારે ઘરે કોઈ ને જમવા લઇ જતાં પણ વિચાર કરવા પડે ને ? કાઇ ટીપમાં નાણાં ભરતાં પણ વિચાર કરવા પડે ને ? કોઈ ગરીબ આદિને આપવું હોય, તેા કેટલાક ઘરવાળીની નજરને ચૂકાવીને આપે છે. જાણે છે કે—જો આ જોઇ ગઈ, તો રણસંગ્રામ જામ્યા વિના રહેવાના નથી. અને આવા સંસારમાં પણુ, કેટલાકાને બહુ રસ આવે છે!
રાણીએ તેા નદીની પાસે જઇને, રાજાએ નદીને જે પ્રમાણે કહેવાનું કહ્યું હતું, તે પ્રમાણે નદીને કહ્યું અને નદીને