________________
E
પહેલો ભાગ કર્યા પછીથી જ હું ભોજન કરીશ.”
આ અભિગ્રહ કરીને, રાણી રાતના સુઈ ગઈ અને સવારે ઉઠી ત્યારે તેના જાણવામાં આવ્યું કે-“જે વનમાં દેવર મુનિરાજ છે, તે વન અને આ નગર વચ્ચે જે નદી છે, તેમાં તે પૂર આવી ગયું છે.” નદીમાં પાણી ઘણું આવી ગયેલું, જે વનમાં જવું છે તે વનમાં જવાને બીજે કંઈ રસ્તો નહિ અને પિતાને અભિગ્રહ કે–દેવર મુનિવરને વાંદ્યા વિના ખાવું નહિ, એટલે રાણી ઘણી ચિન્તાતુર બની ગઈ.
રાણીને ચિત્તાતુર બની ગયેલી જોઈને, રાજાએ કહ્યું કે-“ચિન્તા કર નહિ! નદીની પાસે જઈને કહેજે કે-હે નદિ! મારા દીયરે જ્યારથી વ્રત ગ્રહણ કર્યું છે, ત્યારથી આરંભીને જે મારા પતિએ અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું હેય, તો મારા દીયર મુનિવરને વન્દન કરવાને માટે સામે કિનારે જવાને ઈચ્છતી એવી મને, તું માર્ગ આપ!”
રાજાએ આવું કહ્યું, એટલે રાણીના આશ્ચર્યને પાર રહ્યો નહિ. પિતાના પતિ કેવા બ્રહ્મચારી છે, એ રાણું તો જાણે ને? રાણુને રાજાની એ વાતને સાંભળીને વિચાર પણ આવ્યું છે કે મારા દીયરજીએ વ્રત લીધા પછીથી જ આ રાજાની પુત્રસન્તતિ મારા દ્વારા પેદા થઈ છે, છતાં પણ આ રાજા આવું અસમ્બદ્ધ કેમ બેસે છે ?”
રાણીને આવું આશ્ચર્ય પણ થયું અને આ વિચાર પણ આવે, પરંતુ તેણીએ એ વિષયમાં રાજાને કાંઈ પણ કહ્યું ય નહિ અને કાંઈ પણ પૂછયું ય નહિ. તેણીએ એ વિચાર કરીને પિતાના આશ્ચર્યને દબાવી દીધું કે- અત્યારે આ વિકલપ કરવાની જરૂર શી છે? હમણાં જ, જે હશે